સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 30 December 2014

સિરિયા: ISISએ 6 મહિનામાં 1,878 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સિરિયા: ISISએ 6 મહિનામાં 1,878 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

- આ ઉપરાંત પોતાના 120 સભ્યોને પણ મોતને ઘાટ ઉતાર્યા

- ISISએ સીરિયાના મોટા ભાગના વિસ્તારમાં પોતાનો અડિંગો જમાવી દીધો

બેરૂત તા. 29 ડિસેમ્બર 2014

આઇએસ(ઇસ્લામિક સ્ટેટ)એ છેલ્લા 6 મહિના દરમિયાન સીરિયામાં 1,878 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ લોકોમાં મોટા ભાગના નિર્દોષ નાગરિક જાણવા મળ્યું છે.

બ્રિટેન સ્થિત એક સીરિયન મોનીટરીંગ સંસ્થાએ આ વાતનો ખુલાસો રવિવારના રોજ કર્યો છે. આ ઉપરાંત આઇએસએ પોતાના 120 સભ્યોને પણ મોતની સજા ફટકારી છે. આમાં મોટા ભાગે વિદેશી આતંકવાદીઓ જાણવા મળ્યું છે, આ આતંકવાદીઓ પોતાના ઘરે પરત ફરવા પ્રયત્ન કરી રહ્યા હતા.

દુનિયાના ખૂંખાર આતંકવાદી જુથ તરીકે નામ કાઢી ચૂકેલા આ જેહાદિ સમુહે ઈરાક અને સીરિયાના મોટા ભાગના વિસ્તારમાં પોતાનો અડિંગો જમાવ્યો છે. આઇએસે જુન મહિનામાં આ વિસ્તારને ખિલાફત દેશ તરીકે જાહેર કરી ચૂક્યા છે. ત્યારથી લઇને આઇએસના આતંકવાદીઓ સીરિયા અને આતંકવાદી સરકાર ઉપરાંત કુર્દ અને અન્ય જુથ સામે લડી રહી છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday 23 December 2014

તું નગ્ન અવસ્થામાં તારી ક્લિપ ઉતાર અને મને મોકલ નહીં તો. ગુજરાતના પાટીદાર ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

તું નગ્ન અવસ્થામાં તારી ક્લિપ ઉતાર અને મને મોકલ નહીં તો.



સુરત, 22 ડિસેમ્બર

સિટીલાઇટ રોડ ઉપર રહેતા ઉત્તર ગુજરાતી પટેલ પરિવારની યુવતીએ તેણીને સ્કૂલ ફ્રેન્ડએ બ્લેકમેઇલ કરી અપહરણ કરી જઇ પચ્ચીસ દિવસ સુધી સતત બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના મૂળમાં યુવતીએ કિશોરાવસ્થામાં કરેલી ભૂલ હોવાનું જાણવા મળે છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુુસાર સિટીલાઇટ રોડ ઉપર ચાઇના ટાઉનમાં પટેલ પરિવાર રહે છે. આ પરિવારની યુવતી શીલા (નામ બદલ્યું છે)એ તેના સ્કૂલ ફ્રેન્ડ બ્રિજેશ પટેલ સામે રેપની ફરિયાદ નોંધાવી છે. કહેવાતા બળાત્કારની આ ઘટનાના મૂળ શીલા ૧૧મા ધોરણમાં ભળતી હતી ત્યારે રોપાયા હોવાનું જાણવા મળે છે.

શીલા ભટાર વિસ્તારની શાળામાં ૧૧મા ધોરણમાં ભળતી હતી ત્યારે તેનો પરિચય ખરવરનગર પાસે રહેતા બ્રિજેશ પટેલ સાથે થયો હતો. બ્રિજેશ શીલા સાથે તેના ક્લાસમાં જ ભણતો હતો પણ ઉંમરમાં તેણીથી બે વર્ષ નાનો હતો. પોતાનાથી બે વર્ષ નાના બ્રિજેશ સાથે શીલાને મિત્રતા થઇ હતી. આ મિત્રતા એવી હતી કે તેઓ સાથે હરવા-ફરવા માંડયા હતાં. બ્રિજેશ શીલાને પોતાના ઘરે લઇ જતો હતો.

પોતાના ઘરે કોઇ ન હોય ત્યારે શીલાને લઇ જઇ બ્રિજેશ તેણી સાથે મોજમજા કરતો હતો. એ સમયે બ્રિજેશે શીલાના નગ્ન ફોટા પાડી લીધા હતા. કુમળી વયે કરેલી આ ભૂલના ગંભીર પરિણામ શીલાએ ભોગવવા પડયા હતા. હવે બ્રિજેશ શીલા પાસે ફાવતું કરાવતો હતો. શીલા ના પાડે એટલે તેણીને બીભત્સ ફોટા ફરતા કરી દેવાની ધમકી આપતો હતો.

આ દરમિયાન બ્રિજેશે શીલાને તેનો નગ્ન અવસ્થામાં વીડિયો ઉતારી મોકલવા કહ્યું હતું. શીલાએ ના પાડી તો ફરી બ્રિજેશે પેલા ફોટા ફરતા કરી દેવાની ધમકી આપી હતી. ડરી ગયેલી શીલાએ પોતાના મોબાઇલમાં પોતાનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને બ્રિજેશના મોબાઇલ ઉપર મોકલી આપી હતી.

હવે બ્રિજેશ પાસે શીલાના નગ્ન ફોટાની સાથે વીડિયો પણ આવી ગયો હતો. તે શીલાને મનફાવે ત્યારે બોલાવતો અને સેક્સ કરવા મજબૂર કરતો હતો. શીલા જ્યારે ના પાડે ત્યારે તેણીને ક્લિપ બનાવી આ ફરતી કરી દઇશ એવું કહી બ્લેકમેઇલ કરાતી હતી. શીલા બરાબર ફસાઇ ચૂકી હતી. તે બ્રિજેશને ના પાડી શકે એમ ન હતી અને પોતાની સાથે જે થઇ રહ્યું છે પરિવારજનોને કહી પણ શકતી ન હતી.

આવી સ્થિતિમાં ફસાયેલી શીલાનું બ્રિજેશ વરસો સુધી શોષણ કરતો રહ્યો હતો. દરમિયાન ગત ૧૫મી નવેમ્બરના રોજ સાંજે બ્રિજેશે ફોન કરી શીલાને સોસાયટીની બહાર મળવા બોલાવી હતી. અહીં બ્રિજેશ તેના મિત્રો સિલ્વર કલરની અલ્ટો લઇને ઊભા હતા. બ્રિજેશે શીલાને મારી સાથે ચાલ કરીને કારમાં બેસવા જણાવ્યું હતું. શીલાએ આ રીતે આવવાની ના પાડી તો ફરી બ્રિજેશે અશ્લીલ ક્લિપ અને ફોટો ફરતા કરી દેવાની ધમકી આપી હતી.

ડરીને કારમાં બેસી ગયેલી શીલાને બ્રિજેશે પચ્ચીસ દિવસ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી અને રોજ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. બ્રિજેશે શીલા પાસે કોઇ લખાણ ઉપર સહી પણ કરાવી લીધી હતી. પચ્ચીસ દિવસ બાદ શીલાને ફરી સુરત લવાઇ અને સીધી પોલીસ મથકમાં હાજર કરવામાં આવી હતી. અહીં ધમકી આપી જે જણાવાયું હતું એ રીતે શીલાએ પોતે બ્રિજેશ સાથે ફરવા ગયાની વાત કરી હતી. ત્યારબાદ બ્રિજેશના કહેવા મુજબ શીલા ઘરે જવાની જગ્યાએ નારીગૃહમાં ગઇ હતી. અહીં થોડી રિલેક્શ થઇ અને પરિવારજનોએ સાંત્વના આપતાં તેણીએ બ્રિજેશ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરાતાં શારીરિક શોષણની વાતો જણાવી હતી. પરિવારજનોએ સાથ આપતાં શીલાએ બ્રિજેશ તેમજ આ દુષ્કર્મમાં તેનો સાથ આપનારા તેના મિત્રો અને પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/