સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 27 May 2016

ગ્લોબલ વોર્મિંગથી અનાજની ખાધ ભૂખમરો લાવશે - ફોક્સકોન ૬૦ હજાર કર્મચારીને છૂટા કરી રોબોટ પાસેથી કામ લેશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગ્લોબલ વોર્મિંગથી અનાજની ખાધ ભૂખમરો લાવશે

- અન્નની વધતી માગ અને ઘટતો પૂરવઠો વૈશ્વિક સમસ્યા બનશે

- સૌથી વધુ ૧૬૧ અબજ ડોલરનું નુકસાન ચીનને થશે

ગ્લોબલ વોર્મિંગથી ભારતને ૪૯ અબજ ડોલરનું નુકસાન થવાની પણ ભીતિ
વસતિ વધતાં ખાદ્ય પદાર્થોની માગ વધી રહી છે જેની સામે ક્લાઇમેટ ચેન્જને કારણે ઉત્પાદન યોગ્ય માત્રામાં નથી થતુ માટે અસંતુલન પેદા થશે : યુએન

સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૬
ગ્લોબલ વોર્મિંગને કારણે ખાધ્ય પદાર્થોના ઉત્પાદન પર અસર થશે, પરિણામે ભાવોમાં વધારો થશે તો તેની સીધી અસર ભારત અને ચીન જેવા વધુ વસતી ધરાવતા દેશોની જીડીપી પર પણ થશે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો વૈશ્વિક સ્તરે ખાધ્ય પદાર્થોના ભાવો વધતા રહેશે તો તેની વિપરીત અસર ભારત પર પડશે અને ભારત જીડીપીમાં આશરે ૪૯ બિલિયન ડોલર એટલે કે ૪૯ અબજ ડોલર ગૂમાવશે. સૌથી મોટો ફટકો ચીનને પણ પડશે જે ૧૬૧ અબજ ડોલર ગૂમાવશે. એટલે કે ભારત બીજા ક્રમે રહેશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી રિપોર્ટમાં સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં જેમ જેમ વસતી વધતી જશે તેમ તેમ ખાધ્ય પદાર્થોના ભાવ પણ વધશે જેને પગલે સૌથી વધુ ભારતે ભોગવવું પડશે કેમ કે ભારતમાં ઝડપથી વસતી વધારો થઇ રહ્યો છે જ્યારે ચીનને પણ જીડીપીમાં ૧૬૧ બિલિયન ડોલરની ખોટ રહેશે.
માગ અને પુરવઠામાં તાલમેલ ન રહેવાને કારણે આ સ્થિતિ પેદા થશે. એટલે કે ખાધ્ય પદાર્થોની માગ વસતી વધતા વધશે સાથે તેને પહોંચી વળવા પુરવઠો જોઇએ તેટલો નહીં હોય. પર્ણાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે જેને પગલે કૃષી ઉત્પાદનને ભારે અસર થશે. ખાસ કરીને વિશ્વના ૧૧૦ જેટલા દેશોને આ અસર જોવા મળશે.
જે પાંચ દેશોને સૌથી વધુ અસર થશે તેમાં આફ્રિકા, બેનિન, નાઇજિરિયા, કોટ ડી આઇવોરે, સેનેગલ અને ઘાનાનો સમાવેશ થાય છે. પણ સૌથી વધુ અસર ચીન અને ભારતને પણ જોવા મળશે. એટલે કે અન્નની વધતી જતી માગ વૈશ્વિક ખતરો બની રહેશે, કેમ કે માગ સામે પુરવઠો ઘટતો જશે અને એક સમય એવો પણ આવશે કે કટોકટી પેદા થઇ જશે. આ રિપોર્ટમાં લોકોને ચેતવણી પણ અપાઇ છે કે જોે પર્ણાવરણને બચાવવામાં ન આવ્યું અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને પહોંચી વળવામાં યોગ્ય પગલા લેવામાં ન આવ્યા તો તેની ભયજનક અસર માનવ પર થશે. અન્નનું ઉત્પાદન ઘટી જશે અને સામે વસતી વધતા માગ વધશે. જેથી એક અસંતુલન પેદા થશે. અને ભાવ વધારો આસમાને પહોંચશે.

ભારતમાં ૧૯ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે
ભારત માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ આવી શકે છે, કેમ કે એક તરફ ગ્લોબલ વોર્મિંગનો ખતરો ભુખમરા તરફ માનવીને લઇ જઇ રહ્યો છે જ્યારે બીજી તરફ ભારતમાં પહેલેથી જ ૧૯.૪ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જ જારી ૨૦૧૫ના રિપોર્ટમાં આ આંકડો બહાર આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી વાર્ષીક રિપોર્ટમાં જણાવવામા આવ્યું છે કે ભારતની કુલ વસતીના ૧૫ ટકા લોકો ભૂખ્યા રહેવા માટે મજબૂર છે. ભારતમાં વિકાસનો દાવો થઇ રહ્યો છે પણ તેનો લાભ ગરીબોને યોગ્ય પ્રમાણમાં નથી મળી રહ્યો સામે પક્ષે કૃષી ઉત્પાદન પણ યોગ્ય માત્રામાં નથી થઇ રહ્યું જેને પગલે આ આંકડાનું પ્રમાણ વધુ હોવાનું આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકોને સૌથી વધુ અસર થઇ રહી છે. આ યાદીમાં બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે પાકિસ્તાન છે. જો આવી સ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગની અસર કૃષી પર થાય તો ભારત માટે કપરા દિવસો આવી શકે છે. આ રિપોર્ટમાં સાથે સલાહ આપવામાં આવી છે કે જો કૃષી ક્ષેત્રને ન બચાવવામાં આવ્યું તો તેની વિપરીત અસર થશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-global-warming-will-bring-hunger-food-deficit

ફોક્સકોન ૬૦ હજાર કર્મચારીને છૂટા કરી રોબોટ પાસેથી કામ લેશે

- કંપની એપલ, સેમસંગ, માઈક્રોસોફ્ટ વગેરેને સામગ્રી પુરી પાડે છે

- હાલ કંપનીના કર્મચારીઓની સંખ્યા ૧,૧૦,૦૦૦

ચીન સ્થિત ફેક્ટરીમાં રોબોટ ઈન્સ્ટોલ થશે : ભારતમાં પણ કંપનીનો પ્લાન્ટ હતો
તાઈપેઈ, તા.૨૬
તાઈવાનની મલ્ટિનેશનલ ઈલેક્ટ્રોનિક કંપની ફોક્સકોન ટેકનોલોજીએ ૬૦ હજાર કર્મચારીઓને કાઢી મુકી તેમના સ્થાને રોબોટને ભરતી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ એવા રોબોટ્સ તૈયાર કરાવ્યા છે, જે એક સરખું કામ કરી શકે. હાલ કંપનીના કર્મચારીઓની સંખ્યા ૧,૧૦,૦૦૦ જેટલી છે. તેમાંથી ૬૦ હજાર કર્મચારીઓ ટૂંક સમયમાં પોતાની નોકરી ગુમાવશે.
કંપનીના સત્તાવાર પત્રમાં જણાવાયુ હતુું કે એક સરખું હોય એવું કામ રોબોટ્સ કરી શકે છે. માટે અમે માનવિય કર્મચારીઓના સ્થાને રોબોટને કામગીરી સોંપવાનો નિર્ણય લીધો છે. એ વાત પણ સાચી છે કે દુનિયાની અનેક મોટી કંપનીઓમાં જ્યાં એક જ સરખું, મગજ દોડાવ્યા વગર કામ કરવાનું હોય ત્યાં રોબોટ્સનો ઉપયોગ થાય છે. આવા રોબોટ્સ ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ કહેવાય છે અને આખા જગતમાં તેનું સૌથી વધુ વેચાણ થાય છે.
કંપનીએ ખર્ચ ઘટાડવા અને નફો વધારવા માટે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યુ હતું. કંપનીની મુખ્ય ફેક્ટરી ચીનમાં આવેલી છે, ત્યાં નવા રોબોટિક કર્મચારીઓ ઈન્સ્ટોલ થશે.
 ફોક્સકોન ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની સપ્લાયર તરીકે જાણીતી છે. સેમસંગ, એપલ, માઈક્રોસોફ્ટ સહિત અનેક વૈશ્વિક કંપનીઓ પાર્ટ્સની ખરીદી ફોક્સકોન પાસેથી કરે છે.
ભારતમાં પણ ફોક્સકોને ૨૦૦૬માં તમિલનાડુ ખાતે પ્લાન્ટ શરૃ કર્યો હતો. એ પ્લાન્ટમાં એપલના આઈફોન એસેમ્બલ કરવાની પણ વાટાઘાટો ચાલતી હતી. પણ ૨૦૧૪માં કંપનીએ એ પ્લાન્ટ બંધ કરી દેતાં ૨૨,૦૦૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી. દરમિયાન કંપની ફરીથી ભારતમાં ૧૨ ફેક્ટરીઓ સ્થાપવા માટે ઉત્સુક હોવાનું જણાવે છે.

કઈ પાંચ નોકરી પર વધારે ખતરો છે?
પશ્ચિમી દેશોને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલા એક સર્વે થયો હતો. એ પ્રમાણે પાંચ સેક્ટર એવા છે, જેમાં રોબોટ્સ પગદંડો જમાવે એવી શક્યતા વધારે છે. આ શક્યતા કેટલી છે, તેની ટકાવારી સર્વેમાં જાહેર કરવામાં આવી હતી. એ પ્રમાણે એકાઉન્ટિંગમાં રોબોટનું રાજ છવાય એવી સંભાવના ૯૯ ટકા છે. અમ્પાયર-રેફરી, વકીલાત, વેઈટર-વેઈટ્રેસ અને ફેશન મોડેલ એ બધા ક્ષેત્રોમાં રોબોટ કામ કરી શકે એવી શક્યતા ૯૦ ટકાથી વધારે છે. અમેરિકાની એક વકીલાત કરતી પેઢીએ તો હજુ ગયા મહિને જ વકીલ તરીકે આઈબીએમ પાસે બનાવડાવેલા રોબોટને નોકરીએ રાખ્યો હતો.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-foxconn-robot-will-work-from-60-thousand



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 26 May 2016

વડાપ્રધાન મોદીએ દત્તક લીધેલું ગામ મોડેલને બદલે ઉકરડો બન્યું! - ખુલ્લામાં પેશાબ કરવા અને સરકારી ઓફિસોમાં થૂંકવા બદલ દંડ થશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

વડાપ્રધાન મોદીએ દત્તક લીધેલું ગામ મોડેલને બદલે ઉકરડો બન્યું!

- વારાણસીથી ૩૦ કિલોમીટર દૂર આવેલું જયાપુર ગામ

- શૌચાલયનો ઉપયોગ કચરાપેટી તરીકે થઈ રહ્યો છે

સોલાર લાઈટની બેટરી ચોરાઈ ગઈ : ગામની સાચવણીમાં ગામવાસીઓને જ રસ નથી
વારાણસી, તા. ૨૫
નરેન્દ્ર મોદીએ વારાસણી બેઠકનું જયાપુર ગામ દત્તક લીધું છે. વડા પ્રધાને દત્તક લીધું હોવા છતા ગામની હાલત ખસ્તા થઈ ગઈ છે. વારાણસીથી ત્રિસેક કિલોમીટર દૂર આવેલું અને ત્રણેક હજારની વસતી ધરાવતુ આ ગામ મોડેલ વિલેજ બને એવું વડા પ્રધાનનું સપનું હતું. પણ હાલ તો ગામની હાલત ભંગાર વિલેજ જેવી થઈ ચૂકી છે.
ગામમાં નવા જ ખુલ્લાં મુકાયેલા બસ સ્ટેશનનુ બાંધકામ તૂટવાની શરૃઆત થઈ ચૂકી છે. લોખંડની રેલિંગ ભંગારમાં ફેરવાઈ ગઈ છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૃ કરેલા સૌચાલયનો ઉપયોગ ભંગાર પેટી જેવો થઈ રહ્યો છે. ભારતમાં સરકારે ઘણા સ્થળોએ સોલાર લાઈટનો પ્રયોગ કર્યો છે. પણ મોટા ભાગના સ્થળોએ સોલાર લાઈટની બેટરીઓ ચોરાઈ જાય છે. જયાપુર ગામ પણ તેમાંથી બાકાત રહ્યું નથી.
નરેન્દ્ર મોદીએ દત્તક લીધું હોવા છતાં સ્થાનિક સત્તાધિશોને ગામની જાળવણી કરવામાં કોઈ રસ નથી. ગામવાસીઓ પણ એટલા જ બેદરકાર છે, એટલે ગામને મોડેલ વિલેજ બનાવામાં કોઈએ ઉત્સાહ દાખવ્યો નથી. ગામના આગેવાનોએ જણાવ્યુ હતું કે આવી તોડફોડ તો આખા દેશના ગામોમાં થાય છે. અમે થોડું ચોવીસ કલાક ધ્યાન રાખવા નવરાં હોઈએ.. વગેરે વગેરે. એટલે કે ગામવાસીઓને જરાય પરવા નથી ગામની ઈમેજ ખરાબ થાય તેની. સરકારે આપીલ ઘણી સુવિધાઓનો ગામવાસીઓ ઉપયોગ કરવાને બદલે દુરુપયોગ કરી રહ્યાં છે.
સરકારે સ્વચ્છ ભારત અંતર્ગત ગામને ૪૦૦ ટોઈલેટ બાંધી આપ્યા હતા. તેમાંથી મોટા ભાગના ટોઈલેટમાં નળની ચકલીઓ ચોરાઈ ગઈ છે. ગામના બસ સ્ટેશનમાં ગોઠવાયેલી ખુરશીઓ રિપેર કર્યા પછી પણ અપલખણા ગામવાસીઓ તેને તોડી નાખી છે. એટલે માત્ર સરકારને ગામની અવદશા માટે દોષ દઈ શકાય એમ નથી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-modi-gam-ukardo-banyu

ખુલ્લામાં પેશાબ કરવા અને સરકારી ઓફિસોમાં થૂંકવા બદલ દંડ થશે

- સ્વચ્છ ભારત મિશન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી

- બાંધકામ વખતે વધેલો કચરો ન ઉપાડે તો કોન્ટ્રાકટર પણ દંડાશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૫
ખુલ્લામાં પેશાબ કરવા અને સરકારી ઓફીસોના પરિસરમાં થૂંકનારને હવે દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકારે આજે કાર્યના સ્થળને સ્વચ્છ, તંદુરસ્ત અને આરોગ્યપ્રદ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડર(એસઓપી) જારી કરી છે.
બાંધકામ અને તોડફોડના કાર્યમાં વધેલા કચરાનો નિકાલ ન કરનાર કોન્ટ્રાક્ટરને પણ દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તમામ મંત્રાલયોને એસઓપી આપીને તેનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પ્રોસિજર હેઠળ દરેક વિભાગને સેનિટેશન સમિતિની રચના કરવી પડશે. આ સમિતિના અધ્યપક્ષ પદે સંબધિત વિભાગના જોઇન્ટ સેક્રેટરી રહેશે. સરકારી કચેરીઓના પરિસરોની ઓચિંતિ મુલાકાત લઇ સ્વચ્છતાનું નિરીક્ષણ કરવાનું રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર, ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનની શરૃઆત કરી હતી. આ મિશનનો ઉદ્દેશ દેશને ૨ ઓક્ટોબર, ૨૦૧૯ સુધીમાં સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનો છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-government-offices-will-be-fined-for-spitting



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 25 May 2016

મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી જન ધન યોજનાનો દુરુપયોગ થવાની શંકા - ઇલ માછલીએ ૮૬૦ વોલ્ટના કરંટથી મગરમચ્છને મારી નાખ્યો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી જન ધન યોજનાનો દુરુપયોગ થવાની શંકા

- RBIના ડેપ્યુટી ગર્વનર એસ એસ મુન્દ્રાની ચેતવણી

- જન ધન ખાતાઓમાં થતા વ્યવહારો પર નજર રાખવા બેંકો પાસે યોગ્ય સિસ્ટમ જ નથી

જન ધન યોજનાના કરોડો ખાતાઓમાં થતા વ્યવહારો પર બેંકોએ નજર રાખવી જરૃરી : RBI
મુંબઇ, તા. ૨૪
ભારતીય રિઝર્વ બેન્કે જન ધન ખાતાઓના દુરુપયોગ થવાની શંકા વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે આ ખાતાઓ દ્વારા છેતરપિંડી થવાનો વધુ ભય છે. આરબીઆઇએ બેંકોને આ સંદર્ભમાં સચેત રહેવાના નિર્દેશ આપ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગર્વનર એસ એસ મુન્દ્રાએ કહ્યું છે કે બેંકો પાસે જન ધન ખાતાઓમાં થતા વ્યવહારો પર નજર રાખવા માટે યોગ્ય પ્રણાલી હોવી જોઇએ.  તેમણે મુંબઇમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી જન ધન યોજના(પીએમજેડીવાય) હેઠળ ખોલાવવામાં આવેલા નવા ખાતાઓ દ્વારા છેતરપિંડી થવાની શક્યતા વધુ છે. બેંકોએ આ ખાતાઓનો દુરુપયોગ ન થાય તે માટે સચેત રહેવાની જરૃર છે.
મુન્દ્રાએ આ સંદર્ભમાં એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે એક નિષ્ક્રિય ખાતાનો ઉપયોગ નાણા મેળવવા અને સ્થળાંતરિત કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. જ્યારે ખાતાધારક આ વ્યવહારોથી અજાણ હતો. આવકવેરા વિભાગે જ્યારે ખાતાધારકને નોટીસ ફટકારી ત્યારે આ કેસ સપાટી પર આવ્યો હતો અને ખાતાધારકને ખબર પડી હતી કે તેની જાણ બહાર તેના ખાતમાં વ્યવહારો થઇ રહ્યાં છે. આ ખાતું પંજાબના એક દૈનિક વેતને કામ કરતા મજૂરનું હતું. તેના ખાતામાં ૧ કરોડ રૃપિયાના વ્યવહારો થયા હતાં.  આ કાર્યક્રમમાં તેમણે કંપનીઓ દ્વારા પેમેન્ટ બેંકના લાયસન્સ પરત આપવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ૧૧ કંપનીઓને પેમેન્ટ બેંકના લાયસન્સ આપ્યા હતાં. જેમાંથી ચોલામંડલમે માર્ચમાં જ્યારે સન ફાર્માના પ્રમોટર દિલિપ સંઘવીએ ગયા સપ્તાહમાં લાયસન્સ પરત આપી દીધું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-jan-dhan-yojna

ઇલ માછલીએ ૮૬૦ વોલ્ટના કરંટથી મગરમચ્છને મારી નાખ્યો

- ઇલના નાનાં બચ્ચાં પણ ૧૦૦ વોલ્ટ જેટલો કરંટ છોડી શકે છે

કારાકસ,તા.૨૪
સમુદ્રી માછલી જયારે ભયમાં હોય ત્યારે પોતાના શરીરમાંથી કરંટ છોડી શકે છે પરંતુ હમણાં એક ઇલ માછલીએ ૮૬૦ વોલ્ટનો ઝાટકો આપીને મગરમચ્છને મારી નાખ્યો હોવાની ઘટના બની છે.આથી જ તો શરીરમાંથી કરંટ છોડવાની આવડત ધરાવતી ઇલ માછલીને ઇલેકટ્રીકલ ઇલ તરીકે ઓળખવામાં આવે છે.આ ૮૬૦ વોલ્ટનો કરંટ લઇને ફરતી ઇલથી મોટા મગરમચ્છો અને મોટા દરિયાઇ જીવો દૂર રહે છે.
આવા સંજોગોમાં એક કેલિફોર્નિયામાં મગરમચ્છને માછલીનો શિકાર કરવાનું સાહસ ભારે પડયું હતું.જેવો મગરમચ્છે ઇલ માછલીને તેના જડબામાં સમાવી લેવા જેવો પ્રયાસ કર્યો કે તરત જ ઇલે  શરીરમાંથી વીજ પ્રવાહને છોડયો હતો.હાઇ આ હાઇ વોલ્ટેજનો કરંટ મગરમચ્છના શરીર અને તેના કંકાલતંત્રના નકામા બનાવી દેવા પુરતો હતો.માછલી મગરમચ્છના મોંમાં જ દબાયેલી રહી  તો પણ કરંટની અસરથી તડપીને મુત્યુ પામ્યો હતો.
નવાઇની વાત તો એ છે કે ઇલ માછલીના નાના બચ્ચા પણ ૧૦૦ વોલ્ટ જેટલો કરંટ છોડી શકે છે.આ ઇલ માછલીને ગુસ્સો આવે ત્યારે કલાકો સુધી શરીરમાંથી કરંટ છોડયા કરે છે.બ્રાઝીલ ઉપરાંત દક્ષિણ અમેરિકાના કોલંબિયા અને વેનેઝુએલા દેશમાંથી પસાર થતી ઓરિનાકા નદીને ઇલ માછલીઓ પુષ્કળ જોવા મળે છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-eel-fish-relayed-a-860-volt-shock-killed-a-crocodile



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 23 May 2016

સૌરાષ્ટ્રમાં વરસાદની ૭ દિવસની હેલી વરસશે, જળાશયો છલકાશે - બાંગ્લાદેશમાં 'રોનુ' વાવાઝોડું ફરી વળતાં ૨૫નાં મોત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સૌરાષ્ટ્રમાં વરસાદની ૭ દિવસની હેલી વરસશે, જળાશયો છલકાશે

- વર્ષા વિજ્ઞાાનના તજજ્ઞાો કહે છે કે આ વર્ષ ૧૪ આની થશે

- આગામી તા. ૨૭ મેથી વરસાદના આગમનની છડી મેઘમહારાજ પોકારશે; ૧૫ જૂનથી વિધિવત ચોમાસુ; અમરેલી-ભાવનગર જિ.માં થશે સર્વાધિક વરસાદ

રાજકોટ, રવિવાર
સૌરાષ્ટ્રના લોકો માટે ઉનાળાના આકરા તાપ દરમિયાન ખેડૂત સહિત સૌના મનમાં એક જ સવાલ હોય છે કે વર્ષ કેવું જશે? દર વર્ષે અહીંનો મોટાભાગનો વિસ્તાર અછતની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. આ સંજોગોમાં વરસાદ એ જ એક માત્ર આ વિસ્તારની વિકાસનો આધાર હોય છે. આ સ્થિતિમાં વર્ષા વિજ્ઞાાનનાં તજજ્ઞાોએ સૌરાષ્ટ્રના વાતાવરણનાં અભ્યાસ બાદ તારણ રજૂ કરી જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થઈ જશે. સાત દિવસની વરસાદની હેલી જોવા મળશે. મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થશે. વર્ષે ૧૪ આની પસાર થશે.

વર્ષા વિજ્ઞાાન એક અનોખુ સાયન્સ છે તેમાં ખગોળવિદ્યાના આધારે આભા મંડળ, વાદળા, કસ, લીસોટા, આકાશ, તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રો, વાયવ્ય પવનની દિશા, મેઘોરવો, મહા મહિનાનું માવઠુ, દરેક વનસ્પતિ અને પંખીની બોલીના અભ્યાસના આધારે આગાહી કરવામાં આવે છે. આ વર્ષા વિજ્ઞાાનનો વર્તારો જણાવે છે. આ વર્ષે ત્રણ તબક્કે વાવણી થશે. શિયાળુ પાક મબલખ થશે. (૨) મીની વાવાઝોડા સામે વરસાદની સંભાવના છે અને ૫૫થી ૬૦ ઈંચ વરસાદને લીધે અનેક જળાશયો છલકાઈ જશે. વર્ષા વિજ્ઞાાનના આધારે નીચે મુજબના સારા વરસાદના તારણો આપી સારૃ વર્ષ જવાનો સંકેત કરવામાં આવ્યો છે.

* તા. ૨૭થી તા. ૨૯ મે સુધી રોહિણી નક્ષત્રમાં પવન સાથે વરસાદની શક્યતા છે.
* તા. ૩ જૂનથી તા. ૫ જૂન સુધી ગુજરાતમાં વરસાદ થશે. તા. ૧૫ જૂનથી વિધિવત ચોમાસુ બેસી જશે.
* તા. ૨૨ જૂનથી ચાર દિવસ અમુક વિસ્તારમાં વધુ અમુક વિસ્તારમાં ઓછો વરસાદ.
* તા. ૨ જૂલાઈથી ૫ જૂલાઈ સુધી આદ્રા નક્ષત્રમાં વાવણી, તા. ૧૫ જૂલાઈથી તા. ૧૮ જૂલાઈ સુધી પવન સાથે વરસાદ, તા. ૨૬ જૂલાઈથી સાત દિવસની વરસાદની હેલી, બારમેઘ ખાંગા થશે.
* તા. ૨૩ ઓગ.થી મઘા નક્ષત્રમાં સારો વરસાદ. તા. ૫ ઓક્ટો.થી તા. ૭ ડીસે. સુધી હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ. નવરાત્રિમાં પણ બારે મેઘ ખાંગા થશે.
* આ વર્ષે અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધુ વરસાદ થશે. ૧૪ આની વરસ પસાર થશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amreli-gujarat-saurashtra-rain

બાંગ્લાદેશમાં 'રોનુ' વાવાઝોડું ફરી વળતાં ૨૫નાં મોત

- દરિયા કિનારાની વસ્તીમાં ભારે તારાજી : પાંચ લાખો લોકોનું સ્થળાંતર

- દેશના દક્ષિણ ભાગમાં સૌથી ખરાબ અસર, ચિત્તાગોંગ એરપોર્ટ બંધ કરાયું

(પીટીઆઇ)     ઢાકા, તા.૨૨
બાંગ્લાદશના દક્ષિણી ભાગમાં ત્રાટકેલા વાવાઝોડા રોનુમાં ઓછામાં ઓછા ૨૪ લોકો માર્યા ગયા હતા અને ભારે તારાજી સર્જી હતી, પરિણામે સત્તાવાળાઓને પાંચ લાખ લોકોને અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી. કલાકની ૮૮ કિમીની ઝડપે ફુંકાએલા પવનથી ચિત્તાગોંગ- દારિસાલ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઇ હતી જેની સમગ્ર દેશમાં અસર વર્તાઇ હતી. દેશમાં મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ પડયો હતો અને પૂરના દ્રશ્યો સર્જાયા હતા.
 આજે બપોરે વાવાઝાડાનું જોર આછું થતાં પહેલાં દરિયા કિનારે અનેક જગ્યાએે  ભુસ્ખલન  થયા હતાં. આ વાવાઝોડાની સૌથી ખરાબ અસર ઉત્તરપશ્ચિમી ચિત્તાગોંગ પર થઇ હતી. ત્યાં ૮૦ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો જેમાં નવ લોકો માર્યા ગયા હતા. ભોલા, નોઆખલી અને કોક્સબાજાર જેવા દરિયા કિનારાના વિસ્તારોમાં સૌથી વધુ ત્રણ જણાના મોત થયા હતા, ેમ સત્તાવાળાઓએ કહ્યું હતું.
'માળખાકીય અને અન્ય નુકસાનીની બાબતમાં ચિત્તાગોંગમાં સૌથી વધુ નુકસાન થયું હતું. ૪૦,૦૦૦ મકાનો અને વેપારી સ્થળોને પણ નુકસાન થયું હતું. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક પ્રવકતાએ કહ્યું હતું કે  અત્યાર સુધી આશરે પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. વાવાઝાડા રોનુંએ અનેક ગામડાઓમાં ભારે તારાજી કરી હતી. ચિત્તગોંગ એકલામાંજ દસ લોકો માર્યા ગયા હતા અને અન્ય જગ્યાએથી હજુ પણ મૃત્યના સમાચાર આવી રહ્યા હતા.
ચિત્તાગોંગના શાહ અમાનત એરપોર્ટને પણ બંધ કરવાની ફરજ પડી હતી. આજેની તમામ ફલાઇટો રદ કરવામાં આવી હતી. ભોલામાં એક બાળક અને એક મહિલા સૌ પહેંલા વાવાઝોડાના ભોગ બન્યા હતા.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-bangladesh-cyclone-ronuno-struck152



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 20 May 2016

ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી યથાવત્ આસામમાં ભારે વરસાદ અને પૂરથી તારાજી - અમદાવાદમાં ૪૮ ડિગ્રી સાથે ગરમીએ સત્તાવાર રીતે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી યથાવત્ આસામમાં ભારે વરસાદ અને પૂરથી તારાજી

- રાજસ્થાનના ફલોદીમાં ૫૧ ડિગ્રી તાપમાન

આંધ્ર, ઓડિશા અને તેલંગાણામાં 'રોનુ' વાવાઝોડુ ત્રાટકવાની આગાહી : ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશ : આંદામાન-નિકોબારમાં નૈઋત્યનું ચોમાસું બે દિવસ વહેલું ત્રાટકયું

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૧૯
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. રાજસ્થાનના ફલોદીમાં ૫૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરમિયાન આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં ભારે વરસાદ સાથે 'રોનુ' વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરાઇ હતી. જ્યારે આસામમાં ભારે વરસાદ અને પૂરો કારણે ૪૦૦૦ લોકો ઘર વિહોણા થયા હતા.

પાટનગર દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ શેકાયુ હતું. રાજસ્થાનનું ફલોદી દેશનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જયાં ૫૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરૃમાં ૫૦.૨, બિકાનેરમાં ૪૯.૫, ગંગાનગરમાં ૪૯.૧, જેસલમેરમાં ૪૯ અને કોટામાં ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.

હરિયાણાના હિસ્સારમાં ૪૬ ડિગ્રી અને ચંડિગઢમાં ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ પ્રચંડ ગરમી હતી. વાદામાં ૪૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અલ્લાહાબાદમાં ૪૬.૭ અને ઝાંસીમાં ૪૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લખનઉમાં પણ ૪૪.૪ ડિગ્રી તાપમાનને કારણે શાળાઓમાં વેકેશન જાહેર કરાયું હતું.

દેશના પૂર્વ કાંઠાના રાજ્યો આંધ્ર, તેલંગાણા અને ઓડિશામાં રોનું વાવાઝોડુ ત્રાટકવાની આગાહી સાથે હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે સંભવિત વાવાઝોડા માટે જવાનોને તૈનાત રાખ્યા હતા.

દરમિયાન અવનિગડ્ડામાં ૧૨૩ મી.મી. , ગુડ્ડુરમાં ૧૨૩ મી.મી. અને પાખારૃમાં ૧૧૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઓડિશાના રોનુ વાવાઝોડુ સક્રિય થવાની આગાહી સાથે ૧૨ જિલ્લામાં એલર્ટ જાહેર કરાઇ હતી. ઓડિશાના દરિયાકાંઠે ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શકયતા દર્શાવાઈ હતી. રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાનો સામનો કરવા તૈયારી કરી લીધી હતી. હાલમાં બંગાળના અખાતમાં સર્જાયેલું વાવાઝોડુ ૧૫ કિલોમીટરની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યાનું જણાયું હતું.દરમિયાન નૈઋત્યનું ચોમાસુ સામાન્ય કરતાં બે દિવસ વહેલું આંદામાન અને નિકોબાર પર ત્રાટકયું હતું. પરંતુ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે ચોમાસુ નબળું બનશે અને કેરળમાં મોડુ પ્રવેશ કરશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rain-heat-orissa-rajasthan-india

અમદાવાદમાં ૪૮ ડિગ્રી સાથે ગરમીએ સત્તાવાર રીતે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો

- છેલ્લે ૨૭ મે, ૧૯૧૬ના દિવસે અમદાવાદમાં ૪૭.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી

- હજુ બે દિવસ ભારે ગરમીથી એલર્ટ, ૨૪ મે બાદ પારો ૪૦ ડિગ્રીએ આવી જશે : હવામાન વિભાગઃ ગાંધીનગર- ડીસામાં પણ ૪૮ ડિગ્રી ગરમી : જોકે, મોબાઇલ એપમાં સતત બીજા દિવસે ગરમીએ ૫૦નો પારો બતાવ્યો

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ સહિત રાજ્યભરમાં 'અગનતાંડવ' જારી રહેતા ગરમી દિવસેને દિવસે નવા રેકોર્ડ તોડી રહી છે. આજે અમદાવાદમાં સરેરાશ મહતમ તાપમાન ૪૮ ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા ૧૦૦ વર્ષમાં શહેરમાં સત્તાવાર રીતે નોંધાયેલી સૌથી વધુ ગરમી છે. છેલ્લે ૨૭ મે ૧૯૧૬ના ગરમીનો પારો ૪૭.૮ ડિગ્રી નોંધાયો હતો. આમ, અમદાવાદમાં ગરમીએ છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, ડીસામાં પણ રેકોર્ડબ્રેક ૪૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી અને રાજ્યના કુલ ૮ શહેરમાં સરેરાશ મહતમ તાપમાન ૪૭ ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

અમદાવાદને કાળઝાળ ગરમીમાંથી હજુ આગામી ઓછામાં ઓછા બે દિવસ ગરમીમાંથી રાહત મળે તેની સંભાવના નથી. હવામાન ખાતાની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી દિવસ ૪૬ ડિગ્રી સુધી ગરમી નોંધાઇ શકે છે. આ અંગે હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાહતની વાત એ છે કે આવતા સપ્તાહ સુધીમાં ગરમીનું જોર ઘટવા લાગશે અને ૨૪ મે સુધીમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ આવી જશે.અલબત્ત, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ મે મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી રહેશે.

રાજ્યના અન્ય શહેરમાંથી રાજકોટમાં પણ છેલ્લા ૧૦ વર્ષની સૌથી વધુ ૪૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં ૧૩ મે ૧૯૭૭ના સરેરાશ મહતમ તાપમાનનો પારો ૪૭.૯ ડિગ્રીએ નોંધાયો હતો, જે છેલ્લા ૧૦૦ વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી છે. ઉતર ગુજરાતમાં બનાસકાંઠાના ડીસામાં ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા ૧૦૦ વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી છે. આ ઉપરાંત મહેસાણામાં ૪૮.૬, પાટણમાં ૪૬.૯, હિંમતનગરમાં ૪૫.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

મોબાઇલ એપમાં સતત બીજા દિવસે અમદાવાદમાં ગરમીનો પારો ૫૦ ડિગ્રીએ પહોંચેલો દર્શાવતો હતો. અમદાવાદમાં સાંજે ૪ઃ૦૦ વાગે ૪૯, સાંજે ૫ઃ૦૦ વાગે ૫૦ ડિગ્રી ગરમીનો પારો હતો. આ અંગે હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે 'અમારા થર્મોમીટરમાં ગરમીનો પારો આજના દિવસમાં ક્યારેય ૫૦ ડિગ્રીએ પહોંચ્યો નથી.'

ગુજરાતમાં ગરમીનો કેર જારી, જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાતમાં ગરમીથી ત્રણનાં મોત ૮૦૦થી વધુ લોકોને લૂની અસર
અમદાવાદમાં VSમાં ૬૦ વર્ષીય વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ : સરકારી-ખાનગી હોસ્પિટલોમાં લૂના દર્દીઓ વધ્યા


અમદાવાદ ,ગુરૃવાર
છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીના કહેરનો ભોગ બન્યાં છે. સવારથી આભમાંથી અંગારા વરસતા ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે . હજુય હવામાન વિભાગે ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. ગરમીને વધુ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે જયારે ૮૦૦થી વધુને લૂની અસર થઇ છે.અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ગુરૃવારે હિટસ્ટ્રોકના ૯ કેસો નોંધાયા હતા જયારે સિવિલ હોસ્પિટલમાં ત્રણેક જણાને હિટસ્ટ્રોકની અસર થતા દાખલ કરાયાં હતા.

વીએસ હોસ્પિટલમાં વેજલપુરના એક ૬૦ વર્ષિય વૃધ્ધનું લૂને કારણે મૃત્યુ થયું હતું. છાતી-પેટમાં દુખાવો, ઉલ્ટી,ચક્કર આવવા, બેહોશ થવાની ફરિયાદો સાથે કુલ ૨૮૦ જણાંને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સહિતની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.કચ્છના નાના રણ પાસેના આડેસર ગામમાં પણ એક ભિક્ષુકનું લૂ લાગતા મોત થયું હતું. આ ઉપરાંત નડિયાદમાં રેલ્વેની ગોડાઇન પાસે અજાણ્યા આધેડનું લૂને લીધે મૃત્યુ થયું હતું. આમ, ગરમીને લીધે રાજ્યમાં ત્રણ લોકોના મોત થયા હતાં.ગુજરાતમાં હિટવેવને પગલે બપોર પડતાં જ લોકો ઓફિસ-ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. વેકેશન હોવા છતાંયે લોકો રજાનો આનંદ માણી શકતા નથી. મોડી સાંજે પણ ગરમ વાયરા ફૂંકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. બજાર સૂનસાન ભાસી રહ્યાં છે. આમ, કાળઝાળ ગરમીથી ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ગરમી વધતા વીજળીની ડીમાન્ડ ૧૪૭૫૩ મેગાવોટને આંબી ગઈ
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,ગુરૃવાર
ગુજરાતમાં આકાશમાંથી વરસતા અગનગોળાએ ગરમીના પારાને ૪૭થી ૫૦ ડિગ્રીની રેન્જમાં લાવી દીધો હોવાથી ઠંડક મેળવવા માટે ગુજરાતવાસીઓએ વીજળીનો વપરાશ વધારી દીધો છે. ૧૮મી મેએ ૪૭ ડિગ્રી ગરમી પડતાં વીજળીની ડિમાન્ડ વધી ૧૪૭૫૩ મેગાવોટ થઈ ગઈ હતી. વીજળીની જરૃરિયાત વધતા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ સૌથી વધુ ૭૬.૨ મિલિયન યુનિટ એટલે કે ૭.૬૨ કરોડ યુનિટ વીજળીનો સપ્લાય આપ્યો હતો. તેની સામે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ૭.૬૩ કરોડ યુનિટનો સપ્લાય આપ્યો હતો.

અમદાવાદમાં કાળઝાળ ગરમી દરમિયાન સ્મશાનમાં આવતા મૃતદેહોની સંખ્યા વધી
હંમેશા સમયસર આવતી શબવાહિનીના કોલ વધી જતા એક- એક કલાક મોડી પડે છે ઃ સવારના ૨ કલાકમાં જ ૩૮ કોલ નોંધાયા


અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો હીટ એક્શન પ્લાન કાગળ પર જ રહી ગયો છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ગરમીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. મોટી ઉંમરના લોકોને શ્વાસ ચડવો, ચક્કર આવવા, માથાનો દુઃખાવો જેવી ફરિયાદો મોટા પ્રમાણમાં વધી ગઈ છે. દરમ્યાનમાં આશ્ચર્યજનક બાબત એ છે કે મૃત્યુનું પ્રમાણ એકાએક વધી ગયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ફાયર બ્રિગેડમાં નોંધાયેલી મૃતદેહને સ્મશાન લઈ જવા માટેની શબવાહિની સમયસર આવી જ જતી છે પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી એક- એક કલાક, બે- બે કલાક મોડી આવે છે. ફાયરના એક અધિકારીએ જણાવ્યું કે, આજે સવારના ૨ કલાકમાં જ શબવાહિની માટે ૩૮ કોલ હતા બીજી તરફ ફાયરબ્રિગેડ પાસે કુલ ૧૭૮ વાહનો છે, તેની સામે ડ્રાઇવરોની ૧૦૧ જગ્યા ખાલી છ ૭૭ પૈકી એમ્બ્યુલન્સ અને શબવાહિનીમાં ૪૦ જેટલા ડ્રાયવરો ફરજ બજાવે છે આમ મર્યાદિત સ્ટાફ પણ આ માટે જવાબદાર છે. બીજી તરફ ક્યારેક શબવાહિની બોલાવી લીધા પછી મૃતકના કુટુંબીજનો વિનંતી કરતા હોય છે કે એક સગા આવી રહ્યા છે ૨૦- ૨૫ મિનિટ વાર લાગશે આમ એક જગ્યાએ વેઇટિંગ વધી જાય તો પાછળની આખી ચેઇન ખોરવાય છે. જો કે આ દિવસોમાં મૃત્યુનું પ્રમાણ વધવાને કારણે આ સ્થિતિ પેદા થઈ છે.

સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, તા. ૧૦મીએ ૮૧ મૃતદેહો આવ્યા હતા તેની સામે ગઈકાલ તા. ૧૮મીએ ૧૬૫ મૃતદેહો સ્મશાનમાં આવ્યા છે. આ ઉપરાંત કબ્રસ્તાનના આંકડા તો બીજા અલગ જ હશે.
આમ ગરમીનો પારો ચડયો ત્યારથી સ્મશાનમાં પણ મૃતદેહોની સંખ્યા વધી છે. અમદાવાદમાં નાના મોટા ૧૨૩ જેટલા સ્મશાનગૃહ છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-recorded-48-degree-summer-heat



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 19 May 2016

ગુજરાતમાં વરસી રહેલા 'અગન ગોળા' : તાપમાન ૫૦ ડીગ્રી - ચૂંટણી પરિણામ પછી ટૂંકમાં મોદી કેબિનેટમાં થશે ફેરફાર, જાણો કોણ કપાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં વરસી રહેલા 'અગન ગોળા' : તાપમાન ૫૦ ડીગ્રી

- કાળજાળ ગરમીમાં શેકાતું જનજીવન છાયડાની શોધમાં

- અમદાવાદમાં વિસ્તાર અનુસાર ગરમીમાં વધ-ઘટ

- અમદાવાદમાં દસ વર્ષનું સૌથી વધુ ૫૦ ડિગ્રી તાપમાન નોંધાયું, કંડલા એરપોર્ટમાં ૪૮.૪ ડિગ્રી : હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હજુ 'સિવિયર હિટ વેવ'ની આગાહી  : લોકોએ ત્રાહીમામ્ પોકારી

અમદાવાદ, તા.૧૮
ઉનાળાની  ગરમી સમગ્ર ગુજરાત પર ભીંસ વધારતા સમગ્ર રાજ્ય જાણે ધગધગતી 'અગનભઠ્ઠી'માં તબ્દીલ થઇ ગયું છે. ગરમીએ હાહાકાર મચાવતા સાત શહેરમાં સરેરાશ મહતમ તાપમાનનો પારો ૪૬ ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષની સૌથી વધુ ૫૦  ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ૪૮.૪ ડિગ્રી સાથે કંડલા એરપોર્ટમાં પણ અગન જવાળાઓ વરસી હતી. ગરમીના આંકડા આપતી વિવિધ ખાનગી સંસ્થા અને કેટલીક મોબાઇલ એપમાં દર્શાવ્યા અનુસાર બપોરે ૪ઃ૦૦ વાગે ગરમીનો પારો અધધધ ૫૦ ડિગ્રીને પાર થઇ ગયો હતો.

ગુજરાતના 'ગ્રીનેસ્ટ સિટી'માં ગણના થાય છે તેવા ગાંધીનગરમાં ૪૭, ઈડરમાં ૪૭.૬, સુરેન્દ્રનગરમાં ૪૭.૮ ડિગ્રી વિક્રમી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ આગામી બે દિવસ ૪૫થી ૪૬ ડિગ્રી ગરમી રહેશે. હવામાન ખાતાની આ આગાહી બાદ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 'રેડ એલર્ટ' વધુ ત્રણ દિવસ માટે લંબાવી દેવામાં આવી છે. ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર ડો. જયંતા સરકારે જણાવ્યું કે 'અલ નીનોની અસર ઘટતા આ વખતે ગરમીનો પારો ૪૫ને વટાવશે તેવું અમારું પહેલેથી અનુમાન હતું. આ ઉપરાંત ઉતર ભારતથી ફૂંકાતા પવનને કારણે ગરમીમાં વધારો નોંધાયો છે. ૨૧ મે બાદ ગરમીમાં તબક્કાવાર ઘટાડો થતો જશે. ' અમદાવાદમાં ૧૦ વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો ૪૬.૯ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લે ૨૨ મે ૨૦૧૦ના અમદાવાદમાં ગરમીનો પાર ૪૬.૮ ડિગ્રી નોંધાયો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર 'અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં હજુ શનિવાર સુધી ૪૫ થી ૪૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન રહેશે. ' અસહ્ય ગરમીને લીધે હિટ સ્ટ્રોકનો ભોગ બનનારા દર્દીઓની સંખ્યામાં પણ રાજ્યભરમાં વધારો નોંધાયો હતો.

વડોદરામાં પાંચ વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો ૪૪.૬ ડિગ્રી નોંધાયો હતો. વડોદરામાં છેલ્લે ૨૨ મે ૨૦૧૦ના ૪૫.૨ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં પણ ગરમીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો અને ૪૫.૭ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લે ૨૨ મે ૨૦૧૦ના રાજકોટમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થયો હતો. ભુજમાં ૪૫.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી, જે છેલ્લા બે વર્ષમાં નોંધાયેલું સૌથી વધુ સરેરાશ મહતમ તાપમાન છે. ભુજમાં અગાઉ ૨૮ મે ૨૦૧૪ના ૪૫.૭ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ભારે ગરમીને લીધે રાજ્યભરમાં ૮૦૦થી વધુને હિટસ્ટ્રોકને લીધે તબીબી સારવાર લેવી પડી હતી. કાળઝાળ ગરમીને પગલે રાજ્યભરની સરકારી હોસ્પિટલના તબીબોને પણ ખડેપગે રહેવા તંત્ર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે.

કાળઝાળ ગરમીથી રાજ્યમાં બપોરે જનતા કરફ્યુ
ગુજરાત લૂ-ગ્રસ્ત , ગરમીએ ચારનો ભોગ લીધો
લૂને લીધે રાજ્યમાં ૫૫૯ જણાં માંદા પડયાં, ૧૨૬ લોકો બેહોશ થયા : પેટ-છાતીમાં દુખાવો, ચક્કર, બ્લડપ્રેશરની ફરિયાદો વધી


અમદાવાદ ,તા.૧૮
ગુજરાતમાં ગરમીનો પારો છેક ૪૬ ડીગ્રીને પાર કરી ચૂક્યો છે પરિણામે ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠયાં છે. ગરમીને લીધે હવામાન વિભાગે રેડએલર્ટ જારી કર્યું છે. બુધવારે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીને લીધે ચાર લોકોના મોત નિપજયાં હતા જયારે લૂની અસરથી ૫૫૯ જણાં માદા પડયા હતા.

હિટવેવને લીધે અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં સુરતની એક ૪૭ વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું જયારે હિટસ્ટ્રોકને લીધે ત્રણ જણાંને દાખલ કરવા પડયા હતાં. ભચાઉથી ભિલડી જતાં વિજય ઘાવરી નામના વ્યકિતનું પેસેન્જર ટ્રેનમાં જ ગરમીને લીધે મૃત્યુ થયું હતું. અરવલ્લીના મેધરજ તાલુકાના કદવાડા ગામમાં એક ૭૦ વર્ષિય વૃધ્ધ કાળઝાળ ગરમીમાં અચાનક બેહોશ બન્યાં હતાં અને થોડીક ક્ષણોમાં તેમનુ મૃત્યુ થયું હતું. રાજકોટમાં પણ એક અજાણ્યા યુવકનું ગરમીને કારણે મોત થયાનુ જાણવા મળ્યુ છે.

૧૦૮ના કંટ્રોલરૃમે આપેલી માહિતી અનુસાર, ગરમીને લીધે રાજ્યભરમાં છાતી-પેટમાં દુખાવો, ઉલ્ટી,બેહોશ થવું, ડિહાઇડ્રેશન જેવી ફરિયાદો સાથે કુલ ૫૫૯ જણાને હોસ્પિટલ લઇ જવાયા હતાં. રાજ્યમાં ૧૭૬ જણાં તો બેહોશ થયાં હતા જયારે ૮૬ જણાને ચક્કર આવ્યા હતાં.

હીટવેવને પગલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને પણ શહેરીજનોને બપોરના સમયે બહાર નહી નિકળવા સલાહ આપી છે. તબીબોના મતે, છાશ,પાણી,લીબું શરબતનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે.બપોર પડતાં જ વાહનોથી ધમધમતા માર્ગો સૂના જણાઇ રહ્યાં છે જાણે કે,શહેરોમાં બપોર પડતાં જ જનતા કરફ્યુ હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે ૨૦મી મે સુધી ગરમીનો કહેર જારી રહેશે તેવી આગાહી કરી છે.

અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગરમીનું અનુમાન
૧૯ મે
૪૬.૦
૨૦ મે
૪૫.૦
૨૧ મે
૪૪.૦
૨૨ મે
૪૩.૦
૨૩ મે
૪૨.૦


રાજ્યમાં ક્યાં કેટલી ગરમી?
શહેર
ગરમી
અમદાવાદ
૫૦.૦
કંડલા એરપોર્ટ
૪૮.૪
સુરેન્દ્રનગર
૪૭.૮
ઈડર
૪૭.૬
ગાંધીનગર
૪૭.૦
અમરેલી
૪૬.૬
ડીસા
૪૬.૭
રાજકોટ
૪૫.૭
ભુજ
૪૫.૬
વલ્લભવિદ્યાનગર
૪૪.૮
વડોદરા
૪૪.૬
ભાવનગર
૪૨.૬
સુરત
૩૭.૪

ગોમતીપુરમાં સૌથી વધુ ૫૩ પાલડીમાં ૪૫.૫ ડિગ્રી ગરમી

એક સર્વેક્ષણનું તારણ : અમદાવાદમાં વિસ્તાર અનુસાર ગરમીમાં વધ-ઘટ


અમદાવાદ, બુધવાર
અમદાવાદ ૪૬૪ ચો.કી.મી ફેલાયેલું છે અને ગરમીનું પ્રમાણ શહેરના દરેક વિસ્તાર અનુસાર અલગ-અલગ અનુભવવા મળે છે. વિસ્તાર અનુસારનો આ તફાવત સરેરાશ ૩થી ૮ ડિગ્રીનો હોય છે. અમદાવાદના હવામાન વિભાગ દ્વારા સરેરાશ મહતમ તાપમાનના જે આંક જાહેર કરવામાં આવે છે તેની સરખામણીએ વિસ્તાર દીઠ ગરમીના પ્રમાણનો આંક ખૂબ જ વધારે હોય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ અને ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા બપોરે ૧૨ઃ૦૦થી ૪ઃ૩૦ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં તાપમાનનું પ્રમાણ કેટલું રહે છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ અનુસાર અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ૪૬.૫ થી ૫૨.૬ ડિગ્રી જોવા મળ્યું હતું. આ સર્વેક્ષણ પ્રારંભિક તબક્કામાં વટવા, પાલડી, નારોલ, સીટીએમ ક્રોસ રોડ, શાહીબાગ અને ગોમતીપુરમાં કરાયું હતું. પ્રદૂષણને લીધે ગોમતીપુર, નારોલ, વટવામાં ગરમીનું પ્રમાણ ૫૦ ડિગ્રીથી વધારે જોવા મળ્યું હતું.

તજજ્ઞાોના મતે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ અલગ અલગ હોય છે. આશ્રમ રોડ, ઇન્કમ ટેક્સમાં ગરમીનું પ્રમાણ વધારે લાગે જ્યારે બોપલ જેવા વિસ્તારમાં ગરમી ઓછી લાગે તેમ બનતું હોય છે.

કયા વિસ્તારમાં સરેરાશ કેટલી ગરમી?
વિસ્તાર
ગરમી
ગોમતીપુર
૫૩.૦
નારોલ
૫૨.૫
પાલડી
૪૫.૫
વટવા
૫૨.૫
સીટીએમ
૪૭.૦
શાહીબાગ
૫૧.૦

(સર્વેક્ષણના આંકડા)

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/india-ahmedabad-temperature-of-50-degrees

ચૂંટણી પરિણામ પછી ટૂંકમાં મોદી કેબિનેટમાં થશે ફેરફાર, જાણો કોણ કપાશે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હવે કેબિનેટમાં ટૂકમાં જ મોટા ફેરફાર કરશે. આરોગ્‍યપ્રધાન જે.પી. નડ્ડા, પર્યાવરણપ્રધાન પ્રકાશ જાવડેકર, માઇક્રો, સ્‍મોલ અને મિડિયમ એન્‍ટરપ્રાઇઝ રાજ્‍ય કક્ષાના પ્રધઆન ગીરીરાજસિંહને મોદી કેબિનેટમાંથી પડતા મુકવામાં આવે તેવી શક્‍યતા છે. આસામમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર પણ કેબિનેટમાં ફેરફાર ઉપર રહેશે. આસામ, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ, પુડ્ડુચેરી વિધાનસભાઓની ચૂંટણી પરિણામની પણ અસર જોવા મળશે.

અહેવાલ મુજબ નડ્ડા, જાવડેકરને ફરીથી પાર્ટીની કામગીરી સોંપાશે.  જો આસામમાં ભાજપ જીતશે તો રમતગમતપ્રધાન સર્બાનંદ સોનોવાલને આસામના મુખ્‍યપ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. કેન્‍દ્રીય કેબિનેટમાં તેમની જગ્‍યા પણ ખાલી થશે. મોદી સરકાર આગામી સપ્તાહમાં 26 મેએ સત્તામાં બે વર્ષ પૂર્ણ કરશે. વચનોને પૂર્ણ કરવા માટે સરકાર ઉપર દબાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્‍યારે મોદી સરકાર વધુ અપેક્ષાઓ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી શકે છે.

   અહેવાલમાં પીએમઓ આરોગ્‍યપ્રધાન તરીકે નડ્ડાની કામગીરીથી ખુશ નથી, જ્‍યારે પ્રકાશ જાવડેકર પર્યાવરણ પ્રધાનના સંવેદનશીલ ખાતા માટે વધારે પડતા સોફ્‌ટ પુરવાર થઇ રહ્યા છે. આવી સ્‍થિતિમાં આ ખાતાઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નવા ચહેરાને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્‍યતા છે.
Source:-http://www.sandesh.com/article.aspx?newsid=3290977



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/