સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 30 June 2016

સરકારે જાહેરાત કરી છતાં ખેડૂતોને ૧ ટકાની લોન મળતી નથી - પૃથ્વીની માફક જીવન શકય હોય તેવા ત્રણ ગ્રહો શોધાયા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકારે જાહેરાત કરી છતાં ખેડૂતોને ૧ ટકાની લોન મળતી નથી

- આનંદીબહેન સરકારની ભ્રામકતાની પરાકાષ્ટા

- લોન લેવા જતા ભૂમિપુત્રોને રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો એવો જવાબ આપે છે કે સરકારે અમને ફંડ મોકલ્યું જ નથી

અમદાવાદ, બુધવાર
ગુજરાત સરકાર દ્વારા થોડા મહિનાઓ પહેલા ખુબ જ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજનું બહુ ભારણ ન પડે તે માટે એક ટકાના દરથી બેંકોમાંથી ધિરાણ અપાશે. પરંતુ ભાજપની આનંદીબહેન પટેલ સરકારની ભ્રામકતાની પરાકાષ્ટા હોય તેમ હજુ સુધી ખેડૂતોને ૧ ટકાનાં દરની લોનનો લાભ મળ્યો નથી.

ભૂમિપુત્રો બેંકમાં ૧ ટકાની લોન અંગે પૂછપરછ કરે ત્યારે મેનેજરો એવો જવાબ આપે છે કે સરકારે અમને કોઈ સૂચના આપી નથી કે ફંડ મોકલાવ્યું નથી.
SPG દ્વારા પાટીદારોનાં આંદોલનમાં સમાધાન કરવાના ભાગરૃપે લગભગ ૨૯ માગણીઓ કરાઈ હતી. જેમાં ખેડૂતોને ૧ ટકાના દરે પાક ધિરાણ આપવાની વાત મુખ્ય હતી. જોકે સરકારે આ માગણીને સ્વીકારી લીધાની સત્તાવાર જાહેરાતો પણકરી છે. તેમજ પ્રસિધ્ધિ મેળવવા માટે પ્રચાર માધ્યમોમાં જોરશોરથી તેની જાહેરાતો પણ આપી દીધી હતી.

માત્ર એક ટકાના દરે લોન મળવાની હોઈ હજારો ખેડૂતો જુદ જુદી રાષ્ટ્રીયકૃત બેંકમાં ગયા હતા. પરંતુ કોઇને પણ એક ટકાના દરથી લોન અપાઇ નથી. મોટાભાગનાં બેંક મેનેજરોએ ખેડૂતોને એવો જવાબ આપ્યો છે કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગેની કોઈ જ સત્તાવાર જાણકારી આપી નથી. જો સરકારમાંથી ફંડ આવશે તો અમે ૧ ટકાના દરની લોન આપીશું.

સરકારની સત્તાવાર જાહેરાત હોવા છતાં બેંકો શા માટે ૧ ટકાના દરથી ધિરાણો નથી આપતી ? એવા પ્રશ્નનાં જવાબમાં રાષ્ટ્રીય કૃત બેંકના એક મેનેજરે જણાવ્યું કે, હાલમાં ત્રણ લાખ સુધીનું ધિરાણ અમે ૭ ટકાના દરથી ખેડૂતોને આપીએ છીએ. ૩ લાખથી વધુની રકમ પર ૯.૭૦ ટકા લેખે વ્યાજ લાગે છે. ખેડૂતે લીધેલી લોન એક વર્ષમાં ભરી દેવી પડે છે. અગાઉની યોજના મુજબ ખેડૂતોએ ભરેલા વ્યાજમાંથી બે તબક્કામાં પાંચ ટકા વ્યાજની રકમ માર્ચ, જૂન, સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં પરત આપી દેવામાં આવે છે.
પરંતુ સરકારે તાજેતરમાં ૧ ટકા લેખે લોન આપવાની જે જાહેરાત કરી છે તેનું ફંડ આવ્યા બાદ અમે ખેડૂતોને ૧ ટકાના દરથી ધિરાણ આપી શકીશું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anandi-patel-a-farmer-loans-by-the-government-of-gujarat

પૃથ્વીની માફક જીવન શકય હોય તેવા ત્રણ ગ્રહો શોધાયા

ટેલિસ્કોપની મદદથી ધૂંધળી ચમક ધરાવતા આ તારાઓને ટ્રેક કર્યા

આ ત્રણેય ગ્રહોનું અંતર પૃથ્વીથી ૩૯ પ્રકાશવર્ષ જેટલું છે

પરગ્રહો પર જીવસૃષ્ટીની શકયતા તપાસવા માટે અવકાશ વિજ્ઞાનીઓ વર્ષોથી પ્રયાસ કરી રહયા છે ત્યારે વૈજ્ઞાનિકોની આંતર રાષ્ટ્રીય ટીમે એવા ત્રણ ગ્રહ શોધી કાઢયા છે જેના પર પૃથ્વીની જેમ જીવન શકય છે.આજ સુધી માત્ર મંગળ ગ્રહ પર  જ જીવન શકય હોવાનું માનવામાં આવતું પરંતુ હવે તેમાં નવા ત્રણ ગ્રહોનો ઉમેરો થયો છે.આ ત્રણેય ગ્રહોનું અંતર પૃથ્વીથી ૩૯ પ્રકાશવર્ષ જેટલું છે.

સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત અહેવાલ મુજબ આકાર અને તાપમાનની દ્રષ્ટીએ આ ગ્રહોની તુલના પૃથ્વી અને શુક્ર સાથે થઇ શકે છે.શોધ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે પૃથ્વી ઉપરાંત પણ જીવનું અસ્તિત્વ શકય હોવાના પહેલીવાર રાસાયણીક પુરાવાઓ હાથ લાગ્યા છે.આ ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે હોવાથી તેના પર જીવન નકારી શકાય તેમ નથી. વધુ સંશોધનો માટે વર્તમાન આધુનિક ટેકનોલોજિનો ઉપયોગ કરી આ ગ્રહોના વાતાવરણ અંગે જાણકારી મેળવવી જરુરી છે.આ શોધમાં જોડાયેલા અવકાશ વિજ્ઞાાની માઇકલ ગિલોન અને તેમની ટીમે ચિલીમાં ગોઠવવામાં આવેલા ૬૦ સેન્ટીમીટરના ટ્રેપિસ્ટ નામના ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો.આની મદદથી  ધૂંધળી ચમક ધરાવતા નાના ૧૨ તારાઓને ટ્રેક કર્યા હતા.જેને ખગોળ વિજ્ઞાાનની ભાષામાં ડવૉફ સ્ટાર્સ કહેવામાં આવે છે.
આ ડવૉફ સ્ટાર્સમાંથી ત્રણ નાના તારાઓ એવા તારવામાં આવ્યા જેના પર જીવન હોવાનું અનુમાન બાંધવામાં આવી રહયું છે.આકાર અને તાપમાન ઉપરાંત આ ગ્રહોની તરલ પાણીની સ્થિતિ પૃથ્વીને મળતી આવતી હોવાનું પણ માનવામાં આવે છે.આમ જીવસૃષ્ટી ધરાવતી પૃથ્વીને પણ પોતાના જેવા પાડોશી ગ્રહો મળે તેવી સંભવના હોવાનું સંશોધન થતા ખગોળ વિજ્ઞાાનમાં હલચલ પેદા થઇ છે.
  
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/new-satelite-found-like-a-earth

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 29 June 2016

સાતમા પગાર પંચની મંજૂરીની શક્યતા - ૨૦૩૦ સુધીમાં પાંચ વર્ષથી નાના ૬.૯ કરોડ બાળકોનાં મોત થશે : UN

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સાતમા પગાર પંચને આજે કેબિનેટની મંજૂરીની શક્યતા

- કેન્દ્રના ૫૦ લાખ કર્મચારીઓ અને ૫૮ લાખ પેન્શનરોને લાભ થશે

કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક પગારમાં ૧૪.૨૭ ટકા વધારો કરવા પંચની ભલામણ  સરકારી તિજોરી પર ૧.૦૨ લાખ કરોડ રૃપિયાનો વધારાનો બોજ પડશે
બેઝિકમાં ૧૪.૨૭ ટકાના વધારા સાથે ભથ્થાં જોડાયા બાદ કુલ પગારમાં ૨૩.૫૫ ટકાનો વધારો થશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૮
કેન્દ્રીય મંત્રીમંડળની આવતીકાલની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર-ભથ્થાઓ અને પેન્શનમાં સંશોધન કરવાની સાતમા પગારપંચની ભલામણોને મંજૂરી અપાય તેવી શકયતા છે. પગાર પંચે મૂળ પગાર(બેઝિક)માં ૧૪.૨૭ ટકા વધારો કરવાની ભલામણ કરી છે. જો ભલામણોને મંજૂરી આપવામાં આવશે તો કેન્દ્રના ૫૦ લાખ કર્મચારીઓ અને ૫૮ લાખ પેન્શનરોને લાભ થશે. જો આ ભલામણોનો સ્વીકાર કરાશે તો સરકારની તિજોરી પર ૧.૦૨ લાખ કરોડ રૃપિયાનો વધારોનો બોજ પડશે. જે જીડીપીના ૦.૭ ટકા છે. લઘુત્તમ પગાર ૭૦૦૦થી વધારી ૧૮,૦૦૦ જ્યારે મહત્તમ પગાર ૯૦,૦૦૦થી વધારી ૨.૫ લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે.
સાત પગાર પંચે ગયા નવેમ્બરમાં પોતાની ભલામણો સરકારને સુપ્રત કરી દીધી હતી. જેમાં બેઝિક પગારમાં ૧૪.૨૭ ટકા સુધીનો વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ કરાયેલો વધારો છેલ્લા ૭૦ વર્ષમાં પગાર પંચની ભલામણોમાં સૌથી ઓછો છે.
પગાર પંચની બેઝિકમાં ૧૪.૨૭ ટકાના વધારા સાથે પ્રસ્તાવિત ભથ્થાઓને પણ જોડવામાં આવે તો કુલ પગારમાં ૨૩.૫૫ ટકાનો વધારો થશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે નાણાકીય અછતને ધ્યાનમાં રાખીને સરકાર બેઝિક પગારમાં ૧૮ ટકા અથવા વધુમાં વધુ ૨૦ ટકાનો વધારો કરી શકે છે.
સાતમુ પગાર પંચ આ વર્ષની જાન્યુઆરીથી અમલમાં આવશે. જાન્યુઆરીથી જૂન સુધીના એરિયર્સની ચૂકવણી એક સાથે કરવી કે હપ્તામાં કરવી તેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.  કેબિનેટ સચિવ પી કે સિંહાની અધ્યક્ષતાવાળી સચિવોની સમિતિએ સાતમા પગાર પંચની ભલામણોની સમીક્ષા કર્યા પછી પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ પગાર પંચની ભલામણોને સમર્થન આપ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-cabinet-approval-is-expected-today

વિશ્વમાં ૨૦૩૦ સુધીમાં પાંચ વર્ષથી નાના ૬.૯ કરોડ બાળકોનાં મોત થશે : UN

- અધૂરા માસે જન્મ અમે ન્યૂમોનિયાથી સૌથી વધુ બાળકો મૃત્યુ પામશે

- ૬.૯ કરોડ પૈકી અડધા બાળકો ભારત, નાઇજિરિયા, પાક., કોંગો અને અંગોલાના હશે

(પીટીઆઇ)    સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૮
૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૬.૯ કરોડ બાળકોનાં મોત થશે જે પૈકી અડઘા બાળકોનાં મોત ફક્ત પાંચ દેશો ભારત, નાઇજિરિયા, પાકિસ્તાન, કોંગો અને અંગોલામાં થશે તેમ સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
યુનિસેફના વાર્ષિક ફલેગશીપ રિપોર્ટ 'ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન'માં ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર, દાનવીરો, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો જો પાંચ વર્ષથી ઓછી ઉંમરના ગરીબ બાળકો પ્રત્યે ધ્યાન નહીં આપે તો આ પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે.
યુનિસેફના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર એન્થની લેકે જણાવ્યું હતું કે વિશ્વના ગરીબ બાળકો પાછળ રોકાણ કરો નહીંતર આપણા વિશ્વને વધુ અસમાન અને વિભાજિત બનાવવા તૈયાર રહો.
જોે આ જ દરે પાંચથી નીચેની ઉંમરના બાળકોના મોત થતા રહેશે તો વર્ષ ૨૦૩૦માં એક જ વર્ષમાં ૩૬ લાખ બાળકોના મોત થશે. અહેવાલ મુજબ ૨૦૧૬ થી ૨૦૩૦ સુધીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના કુલ ૬.૯ કરોડ બાળકોના મોત થશે. ૬.૯  કરોડ પૈકી ૧૭ ટકા બાળકો ભારતના, ૧૫ ટકા બાળકો નાઇજિરિયાના, ૮ ટકા બાળકો પાકિસ્તાનના, ૭ ટકા બાળકો કોંગો અને ૫ ટકા બાળકો અંગોલાના હશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર બાળકોના મોતનું પ્રથમ કારણ પ્રિમેચ્યોર જન્મના કારણે થતી સમસ્યાઓ છે જ્યારે બીજુ કારણ ન્યૂમોનિયા હોય છે.

મૃત્યુ પામનારા ૬.૯ કરોડ બાળકો પૈકી ક્યા દેશના કેટલા બાળકો
દેશ
ટકા
ભારત
૧૭
નાઇજિરિયા
૧૫
પાકિસ્તાન

કોંગો

અંગોલા

 
  
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-6-9-million-children-died-un

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 28 June 2016

ગુજરાતમાં પાટીદારોને આર્થિક ધોરણે અનામતની ભાજપની જાહેરાત ફરેબ! - કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૧૫થી ૨૦ ટકા વધી શકે છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં પાટીદારોને આર્થિક ધોરણે અનામતની ભાજપની જાહેરાત ફરેબ!

- ૧૯૯૪માં આર્થિક અનામતને રદ કરાવનારા અમિત શાહે રૃપ બદલ્યું !

અમિત શાહના ભાણિયાના મેડિકલ એડમિશન અંગે મેરિટ માટે રિટ થઇ હતી જે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી
અમદાવાદ,સોમવાર
પાટીદાર અનામત આંદોલનના પગલે ગુજરાત સરકારે ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરીને સમાજના એક વર્ગને મનાવવા માટે વટહુકમ બહાર પાડયો છે અને ભાજપના નેતા અમિત શાહ જેની હિમાયત કરી રહ્યા છે ત્યારે ૧૯૯૪માં આર્થિક પછાતપણાના આધારે મેડિકલ સહિતની ઉચ્ચ શૈક્ષણિક વિદ્યાશાખામાં પ્રવેશ માટે બે ટકા બેઠકો અનામત રાખવાના સરકારના નિર્ણયને અમિત શાહના ભાણીયા સહિત અન્યએ મેરિટના આધારે જ પ્રવેશ મળવો જોઇએ તે મુદ્દે રિટ કરી હતી. હાઇકોર્ટે આ આર્થિક અનામતને રદ્દ બાતલ ઠરાવી હતી અને હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટે પણ માન્ય રાખ્યો હતો.
૧૯૯૪ માં સરકારે જાહેર કરેલી ૨ ટકા આર્થિક અનામતની નીતિના આધારે મેડિકલ બ્રાન્ચમાં બેઠક અનામત રાખવા માટે અમિત શાહના બહેન બિન્દુબેન ડૉક્ટરે તેમના સગીર પુત્ર તેજસ માટે રિટ કરી હતી. તેમાં બીજા પક્ષકારો પણ પાછળથી જોડાયા હતા. આ રિટમાં સિંગલ જજે મેરિટ પરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વધારાની બીજી ૩૦ સિટોની જોગવાઇ કરવાનો ચુકાદો આપી આર્થિક અનામત લાભ લનારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ થઇ ગયો તે ચાલુ રાખવાનો ચુકાદો આપ્યો હતો. જેની સામે સરકારે લેટર્સ પેટેન્ટ અપીલ કરવામાં આવી હતી. અપીલ થઇ હતી અને ચીફ જસ્ટિસ બી.એન.કિરપાલ અને જસ્ટિસ એ.એન.દિવેચાની ડિવિઝન બેન્ચે સિંગલ જજનો ચુકાદો રદ્દ કર્યો હતો અને આર્થિક અનામતની જોગવાઇ કરતા નિર્ણયને ગેરબંધારણીય અને ગેરકાયદે ઠરાવ્યો હતો.
ડિવિઝન બેન્ચે એવું પણ ઠરાવ્યું હતુ ક સરકારે ૨ ટકા આર્થિક ધોરણે આપેલી અનામત સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચુકાદા મુજબ ગ્રાહ્ય રાખી શકાય નહી. તેથી આ ૨ ટકા આર્થિક અનામતની જોગવાઇ રદ્દ કરવામાં આવે છે. આથી જે ૧૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તે પ્રવેશ મેળવવા હકદાર નથી. તેઓનો પ્રવેશ રદ્દ કરવામાં આવે છે. આ ચુકાદા સામે તત્કાલિન રાજ્ય સરકાર સુપ્રીમકોર્ટમાં ગઇ હતી પરંતુ સુપ્રીમકોર્ટે હાઇકોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો. બંધારણ સિવાયની કોઇ અનામત આપી શકાય નહીં. બંધારણમાં ત્રણ જ પ્રકારની અનાતમની જોગવાઇ છે. ૧. અનુસૂચિત જાતિ, ૨. અનુસૂચિત જનજાતિ  અને ૩. સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે પછાત. એવો મત સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યો હતો. આ સાથે અમિત શાહના ભાણીયા સહિત અન્ય ઉમેદવારોને મેડિકલમાં મેરિટના ધોરણે પ્રવેશ મેળવવામાં સફળતા મળી હતી.
તાજેતરમાં પાટીદારોને સમાધાનના ભાગરૃપ અમિત શાહે અમદાવાદ આવી એકાએક પાટીદારોને આર્થિક ધોરણે અનામત મળશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે અમિત શાહને પોતાના ભાણીયાને આર્થિક ધોરણે અનામતના કારણે ૧૯૯૪ માં થયેલા અન્યાયના કારણે હાઇકોર્ટે તેમની તરફેણમાં આપેલો ચુકાદો અમિત શાહ કેવી રીતે ભૂલી ગયા તે ભાજપમાં ચર્ચાનો વિષય હતો. પરંતુ પ્રસિધ્ધિ મેળવવા આવી જાહેરાત કરી હતી.
પાટીદારોના અનામત આંદોલનને દબાવવા માટે હાલની ભાજપ સરકારે ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રિય નેતા અમિત શાહે તને સમર્થન આપ્યું છે અને જાહેરાતને આવકારી છે. બીજી તરફ રાજ્ય સરકારના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છ અને તેનું પરિણામ શું આવશે તે જોવાનું રહ્યું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-patidar-anamat

કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૧૫થી ૨૦ ટકા વધી શકે છે

- સાતમા પગાર પંચની ભલામણોને જુલાઇથી લાગુ કરાય તો

- ૨૯મીની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

૯૮ લાખ કર્મચારીને ફાયદો થશે
નવી દિલ્હી, તા. ૨૭
કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં ૧૫થી ૨૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે. અહેવાલોમાં દાવો કરાયો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલય પાસેથી પગાર પંચની રિપોર્ટ માગી છે. શક્યતાઓ છે કે મળનારી કેબિનેટની બેઠકમાં આ મામલે કોઇ નિર્ણય ટૂંકમાં લેવામાં આવી શકે છે.
સુત્રોએ જણાવ્યું હતું કે ૨૯મી જૂને આ બેઠક મળનારી છે. જે દરમિયાન પગાર પંચની રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી શકે છે. બાદમાં મોદી સરકાર કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો કરવાની પગાર પંચની ભલામણોને મંજુરી આપી દે તેવી શક્યતાઓ છે.
જો આ ભલામણને મંજૂરી આપી દેવામાં આવે તો કેન્દ્રના ૯૮.૪ લાખથી વધુ કેન્દ્રિય કર્મચારીને ફાયદો થશે, જેમાં પેંશન લેનેરા બાવન ટકાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ પી.કે.સિંહાની અધ્યક્ષતામાં સાતમાં પગાર પંચની ભલામણો પર વિમર્શ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી.
એવા અહેવાલો છે કે જૂલાઇમાં આ રિપોર્ટને લાગુ કરી દેવામાં આવી શકે છે. અને જાન્યુઆરી, ૨૦૧૬થી કર્મચારીઓને એરિયર આપવામાં આવશે. છઠ્ઠુ પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૦૬થી લાગુ થયું હતું અને એવું મનાઇ રહ્યું છે કે સાતમા પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી લાગુ કરાશે અને કર્મચારીઓને એરિયર અપાશે.

પેંશન ચૂકવવામા મોડુ થયાની જાણકારી ઓનલાઇન મળી રહેશે
નવી દિલ્હી, તા. ૨૭
સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જો પેંશન ચૂકવવામાં મોડુ કરવામા આવશે તો તેની જાણકારી ઓનલાઇન જ મળી જશે. દરેક કેન્દ્રિય મંત્રાલયોને ઓનલાઇન સિસ્ટમ સાથે જોડવામાં આવશે.
જેનાથી પેંશનમાં જો મોડુ થશે તો તેની જાણકારી મેળવી શકાશે. હાલ પેંશન ચૂકવણી મામલે ઓનલાઇન સિસ્ટમ ઉપલબ્દ જ છે અને તેની જાણકારી સરકાર સુધી પણ હવે પહેંચે તે માટે આ સિસ્ટમમાં પેંશન સેક્શનની સાથે મંત્રાલયોને પણ જોડવામાં આવશે. એટલે કે સરકારી કર્મચારીઓ ખાસ કરીને કેન્દ્રિય કર્મચારીઓના પેંશનની જાણકારી હવે સરકાર ઓનલાઇન જ રાખી શકશે. મોડા પેંશન ચૂકવવામાં આવે તો તેવા કેસમાં પગલા પણ ઝડપથી સરકાર લઇ શકે તે માટે આ વ્યવસ્થા કરાઇ હોવાના અહેવાલો છે.
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-increase-from-15-to-20-percent


GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 21 June 2016

આગામી ૪૮ કલાકમાં નૈઋત્યનું ચોમાસું દ. ગુજરાત સુધી પહોંચવાની આગાહી - તમારી જેમ જ તમારી એપ કામ નથી કરતી : નરેન્દ્ર મોદીને લોકોનો જવાબ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આગામી ૪૮ કલાકમાં નૈઋત્યનું ચોમાસું દ. ગુજરાત સુધી પહોંચવાની આગાહી

- જૂનમાં વરસાદની ઘટ ઓછી થઇ ૨૨ ટકા થઇ

- દેશના અડધાથી વધુ વિસ્તારમાં વરસાદના આગમનથી હાશકારો

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦
દક્ષિણપશ્ચિમ ચોમાસાએ દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા સહિતના દેશના અડધાથી વધુ વિસ્તારને આવરી લીધો છે અને જૂન મહિનામાં વરસાદની ઘટ ઓછી થઇને ૨૨ ટકા થઇ છે તેમ હવામાન વિભાગે આજે જણાવ્યું હતું. શનિવાર સુધીમાં આ ઘટ ૨૫ હતી જે ઓછી થઇને ૨૨ ટકા થઇ ગઇ છે.
પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયા સચિવ એમ રાજિવને જણાવ્યું હતું કે ચોમાસાએ દેશના અડધાથી વધુ વિસ્તારોમાં દસ્તક દીધી છે. છેલ્લા બે ત્રણ દિવસથી દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા અને વિર્દભમાં પણ વરસાદ પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ચોમાસુ જૂનના છેલ્લા સપ્તાહમાં કે જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં દિલ્હી પહોંચી જશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગળ વધીને અરબી સમુદ્રના બાકીના ભાગોમાં, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, મધ્યપ્રદેશના પૂર્વ અને દક્ષિણપશ્ચિમ વિસ્તારો સુધી પહોંચી ગયું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બાકીના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના બાકીના વિસ્તારોમાં પ્રગતિ કરશે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્યથી વધારે વરસાદ પડવાની આગાહી કરી છે. જો કે આ વખતે કેરળમાં વરસાદનું આગમાન એક સપ્તાહ મોડુ થયું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-the-southwest-monsoon-in-the-next-48-hours

તમારી જેમ જ તમારી એપ કામ નથી કરતી : નરેન્દ્ર મોદીને લોકોનો જવાબ

- નરેન્દ્ર મોદીએ લોકોને પોતાની એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું

- આ એપ પરથી દાળ-ટમેટા ડાઉનલોડ કરી શકાશે?

એપનો ખર્ચ  કોણ આપશે? તમે કે કરદાતાઓ?: સોશિયલ મીડિયામાં લોકોના સવાલ
નવી દિલ્હી, તા.૨૦
નરેન્દ્ર મોદીએ લોકોને પોતાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. તેની સામે લોકોએ નરેન્દ્ર મોદીને રમૂજપ્રેરક તો કેટલાક સણસણતા જવાબો આપ્યા હતાં. નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરી હતી કે જેમણે મારી એપ ડાઉનલોડ નથી કરી તેઓ વહેલી તકે કરી લે. તેમના લોકોએ વિવિધ જવાબો આપ્યા હતાં.
ધીરજ નામના એકાઉન્ટ પર લખાયુ હતું કે 'આ એપ કામ નથી કરતી, બિલકુ તમારી જેમ જ'. રોફ્લગાંધી નામના ટ્વીટર એકાઉન્ટે જવાબ આપ્યો હતો કે 'ખેડૂતો એ એપ ડાઉનલોડ કરી લીધી છે. એપ બરાબર ચાલે છે, પણ ખેડૂતો હેંગ થઈ ગયા છે'. કપિલ નામના એક યુઝર્સે લખ્યુ હતું કે 'કોઈ એપ ડાઉનલોડ કરે એ સાથે જ મોબાઈલ ફ્લાઈટ મોડ પર જતો રહે છે'. એમ કહીને તેણે નરેન્દ્ર મોદીની વારંવાર યોજાતી વિદેશયાત્રાઓ પર કટાક્ષ કર્યો હતો.
ઉડતા કાકા નામના એકાઉન્ટે લખ્યુ હતું કે 'એપનું નામ બદલીને ઉડતા પીએમ એમ કરી દેવું જોઈએ'. મોબાઈલ એપ ડાઉનલોડ કર્યા પછી બરાબર ચાલતી ન હોવાની ફરિયાદ પણ ઘણા લોકોએ કરી હતી. તો વળી પંકજ મિશ્રાએ પૂછ્યુ હતું કે 'આ એપ પરથી શું અમે દાળ-ટમેટા ડાઉનલોડ કરી શકીશું?' અવનીશ નામના વપરાશકારે લખ્યું છે કે 'ડાઉનલોડ નથી થતી, પીએમ રોમિંગ મોડ પર છે, એમ લખેલું આવે છે'. એક વ્યક્તિએ તો સવાલ પણ કર્યો છે કે 'એપનો ખર્ચો કોણ આપશે, તમે પોતે કે ટેક્સ પેયર્સ?'
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-your-app-does-not-work-like-youSource :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 20 June 2016

ગુજરાતમાં આ વખતે ૧૧૩% વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી - પાટીદાર દીકરી પર બળાત્કાર છતાંયે આનંદીબેનનું ડૉ.જયેશને રાજકીય કવચ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં આ વખતે ૧૧૩% વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી

- ગત વર્ષે ગુજરાતમાં ૮૧.૫% વરસાદ પડયો હતો

- વરસાદનું પ્રમાણ જુલાઇ- સપ્ટેમ્બરમાં સૌથી વધુ રહેશે જ્યારે ઓગસ્ટમાં નહિવત્

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં આ વખતે ચોમાસાના આગમનમાં વિલંબ થયો હોય પણ આ વખતની સિઝનમાં વરસાદનું 'બારે મેઘ ખાંઘા' જેવું રૃપ જોવા મળે તેવી પૂરી સંભાવના છે. હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં આ વખતે ૧૧૩%  વધુ વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતમાં જૂન મહિનામાં કુલ ૬.૭૭ ઈંચ વરસાદ પડયો હતો.
હવામાન ખાતાના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે 'છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે. ભારતમાં આ વખતે ૧૦૬% વધુ વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. બીજી તરફ દેશના સેન્ટ્રલ રિજિયોનમાં સિઝન દરમિયાન ૧૧૩% વરસાદ પડી શકે છે. ગુજરાત પણ સેન્ટ્રલ રિજિયોનમાં જ આવે છે. જેના લીધે ગુજરાતમાં અપેક્ષા કરતો ખૂબ જ સારો એવો ૧૧૩% વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. '  ગત વર્ષે ગુજરાતમાં કુલ ૮૧.૫% વરસાદ પડયો હતો. રાજ્યમાં ચોમાસા દરમિયાન સરેરાશ ૩૧ ઈંચ વરસાદ પડતો હોય છે.
હવામાનશાસ્ત્રીઓના મતે આ વખતે જુલાઇ અને સપ્ટેમ્બરમાં સરેરાશ કરતા વધુ સારો પડશે. ઓગસ્ટમાં મોટાભાગના દિવસો કોરા રહેશે.
અમદાવાદ ભૌગોલિક દ્રષ્ટિએ એવી રીતે આવેલું છે કે તેને એપ્રિલ-મે, ઓગસ્ટ-સપ્ટેમ્બર એમ બે વખત અકળાવનારી ગરમીનો સામનો કરવો પડે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું વિદાય લે છે ત્યારે ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી જતો હોય છે. અમદાવાદમાં ગત વર્ષે જૂન મહિનામાં ૬ ઈંચથી વધુ વરસાદ પડયો હતો. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં જૂન મહિનામાં ગત વર્ષે સરેરાશ ૪.૬૪ ઈંચ વરસાદ પડયો હતો.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-113-of-the-time-it-will-rain

પાટીદાર દીકરી પર બળાત્કાર છતાંયે આનંદીબેનનું ડૉ.જયેશને રાજકીય કવચ

- ગુજરાત સરકારે જ પોલીસના હાથ બાંધી રાખ્યા છે

- ગાંધીનગર કહે છેકે,રિપોર્ટ આવવા દો,પછી ધરપકડ કરો

ગુનેગારને સમય આપી પુરાવાનો નાશ કરી ફરિયાદ સ્કોવોસ કરાવી શકે
અમદાવાદ ,રવિવાર
એક તરફ, ભાજપ સરકાર બેટી બચાવો, નારી સુરક્ષા, મહિલા સશક્તિકરણની સુફિયાણી વાતો કરે છે , બીજી તરફ, વડોદરામાં પારૃલ યુનિવર્સિટીમાં નર્સિગની વિદ્યાર્થીનીએ ડૉ.જયેશ પટેલે બળાત્કાર કર્યાની ફરિયાદ કર્યાના ત્રણ ત્રણ દિવસ પછી ય ધરપકડ કરતી નથી. એક પાટીદાર દિકરી પર બળાત્કાર થયા છતાંયે પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પિડિતાને મદદરૃપ થવાને બદલે દુષ્કર્મ આચરનારા જયેશ પટેલની તાત્કાલિક જેલભેગો ન કરીને રાજકીય રક્ષણ આપવામાં આવી રહ્યું છે.તેવી ચર્ચા વાઘોડિયા અને વડોદરાના શૈક્ષણિક વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે.
સામાન્ય રીતે બળાત્કારના ગુનામાં ફરિયાદ નોંધાય તો પોલીસ દુષ્કર્મ કરનારાની ધરપકડ કરતી હોય છે પણ આ કિસ્સામાં જાણીજોઇને ડૉ.જયેશ પટેલને મેડિકલ રિપોર્ટના ઓથા હેઠળ ધરપકડ કરાતી નથી. પોલીસને કહેવાયું છેકે, મેડિકલ રિપોર્ટની રાહ જુઓ અને પછી ધરપકડ કરો.
આ કલંકિત ઘટનાને ૭૨ કલાક વિત્યા છતાંયે પોલીસ હજુય જયેશ પટેલની ધરપકડ કરી શકી નથી. આનંદીબેનની સરકાર બળાત્કારના આરોપીને કેસ રફેદફે કરી શકાય તે માટે સમય આપી રહી છે. એક બળાત્કાર પિડીતાએ ફરિયાદ કરી હોવા છતાંયે આનંદીબેન પટેલને હજુ શું પુરાવા જોઇએ તે વડોદરાની જનતાને સમજાતુ નથી. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં કલંકિત કૃત્ય કરનારાં જયેશ પટેલને બચાવી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે તે લોકોને વાત ગળે ઉતરતી નથી. આરોીપને સમય આપી પુરાવાનો નાશ કરીને ફરિયાદને ક્વોશ કરી શકાય તે માટે ગુજરાત સરકાર પાછલા બારણે મદદ કરી રહી છે. તેવુ પણ ચર્ચાઇ રહ્યું છે. અત્યારે જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયાં છે.
વિદ્યાર્થીનીની થયેલા મેડિકલ ચેકપમાં તેની સાથે શારીરિક છેડછાડ અને બળજબરી થઈ હોવાનો તબીબી રિપોર્ટમાં ઉલ્લેખ છે. અને રિપોર્ટ પોઝિટિવ હોવાનું બીનસત્તાવાર રીતે જાણવા મળે છે.
દરમ્યાન પોલીસના જણાવ્યા પ્રમાણે ભાવના ચૌહાણે એવું કહ્યું હતું કે તે, 'પીડીતાને ડૉ. જયેશની રૃમ સુધી લઈ ગઈ હતી. મેડિકલ રીપોર્ટ પ્રમાણે પીડિતા સાથે દુષ્કર્મ થયાનું અને શારીરિક અડપલાં થયા હોવાનો નિર્દેશ પણ કર્યો છે.

બળાત્કાર ગુજારનાર ડો.જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા

- નર્સિંગની વિદ્યાર્થિનીને પોતાના રૃમમાં બોલાવી

- હોસ્પિટલે પ્રાથમિક રિપોર્ટ બંધ કવરમાં સોંપ્યો

ડો.જયેશ પટેલ સાથે બિયર પીનાર ચાર વિદ્યાર્થિની અને પ્રિન્સીપાલની પૂછપરછ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
પારુલ યુનિવર્સિટીના સંચાલક તેમજ મુખ્ય ટ્રસ્ટી ડો.જયેશ પટેલે નર્સિગની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાની ચકચારભરી ઘટનામાં  પોલીસે પુરાવા મેળવવાનું શરૃ કર્યુ છે. દરમિયાન પોલીસ હજી સુધી ડો.જયેશ પટેલને ઝડપી શકી નથી. કોલેજના સંચાલક ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનુ મનાય છે. પોલીસે ડો.જયેશ પટેલને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતિ મુજબ વાઘોડિયા તાલુકાના લીમડા ગામે પારૃલ યુનિવર્સિટીની નર્સીગ કોલેજની વિદ્યાર્થિનીને હોસ્ટેલ કેમ્પસમાં પોતાની રૃમમાં બોલાવી બીયર પીવાની ઓફર કર્યા  બાદ સાઉથનું મુવી દર્શાવીને ડો.જયેશ પટેલે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો અને વિદ્યાર્થિનીને કોલેજમાંથી રસ્ટીગેટ કરી દેવા તેમજ કારકિર્દી બગાડી નાંખવાની ધમકી આપી હતી. જો કે મહિલા હેલ્પલાઇનની સહાયથી પારૃલ યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી વિદ્યાર્થિનીને બચાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેણે ડો.જયેશ પટેલ તેમજ હોસ્ટેલના રેક્ટર ભાવનાબેન ચૌહાણ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
શિક્ષણજગતમાં ખળભળાટ મચાવી દેનાર ડો.જયેશ પટેલના બળાત્કાર પ્રકરણમાં ફરિયાદ નોધાતાની સાથેજ ડો.જયેશ પટેલ તેમજ ભાવનાબેન ફરાર થઇ ગયા હતાં. પોલીસે વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનાને ખુબ ગંભીરતાથી લીધી હતી અને ડો.જયેશ પટેલને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીનું ૧૬૪ મુજબ પણ નિવેદન લેવામાં આવ્યુ છે જેના પગલે પોલીસ પોતાની ફરિયાદને મજબુત માની રહી છે. બળાત્કારની ફરિયાદ બાદ ડો.જયેશ પટેલ ભુગર્ભમા ઉતરી જતા અનેક શંકા કુશંકાઓ ઉભી થઇ છે.
દરમિયાન પોલીસે જણાવ્યુ હતુ કે આજે ડો.જયેશ પટેલ જ્યાં રહેતા હતા તે સ્થળ  પર સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ આ ઉપરાંત ડો.જયેશ પટેલ સાથે બીયર પીવા બેસેલી હોમીયોપેથી કોલેજની ચાર વિદ્યાર્થીનીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા હતાં આ ઉપરાંત કોલેજના પ્રીન્સીપાલ મળી કુલ ૧૯ વ્યક્તિના નિવેદનો લેવાયા હતાં. પોલીસે જણાવ્યુ હતુ કે બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીનું ગઇકાલે સયાજી હોસ્પીટલમાં મેડિકલ ચેકઅપ થયુ હતુ અને તે અંગે હોસ્પીટલ દ્વારા બંધ કવરમાં પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે જ્યારે એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-women-rape-in-college, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-patel-went-underground-oppressors-rapeSource :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 14 June 2016

શાકભાજી મોંઘા થતાં મે માસમાં ફુગાવો વધીને ૨૧ મહિનાની ટોચે, ૫.૭૬ ટકા - કેન્દ્રના GSTનો અમલ થાય તો ગુજરાતને ૧૦,૮૦૦ કરોડનો ફટકો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

શાકભાજી મોંઘા થતાં મે માસમાં ફુગાવો વધીને ૨૧ મહિનાની ટોચે, ૫.૭૬ ટકા

- ફુગાવો એપ્રિલમાં ૫.૩૯ ટકા હતો, સતત બીજે મહિને વધારો થયો

- શાકભાજી સહિત ફળો, અનાજ, કઠોળ અને દૂધના ભાવમાં જંગી વધારો

ખાદ્ય પર્દાથોનો ફુગાવો  વધીને ૭.૫૫ ટકા : વ્યાજ દર ઘટવાની આશા નહીંવત
(પીટીઆઇ)               નવી દિલ્હી, તા. ૧૩
સળંગ બીજા મહિને મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે. શાકભાજી સહિતની ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વધતા મે મહિનામાં ફુગાવો વધીને ૫.૭૬ ટકા થયો છે. જે ૨૧ મહિનાની ઉચ્ચ સપાટી દર્શાવે છે. ફુગાવો વધતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. અનેક રાજ્યો દુષ્કાળનો સામનો કરી રહ્યાંની વચ્ચે જો વરસાદ સમયસર અને પૂરતો નહીં આવે તો જૂન મહિનામાં પણ મોંઘવારી માઝા મૂકશે તેમા કોઇ શંકા નથી.
મે મહિનામાં શાકભાજીના ભાવ ૧૦.૭૭ ટકા વધ્યા છે. એપ્રિલ મહિનામાં શાકભાજીના ભાવ ૪.૮૨ ટકા વધ્યા હતાં. મે મહિનામાં ઇંડાનો ભાવમાં ૯.૧૩ ટકાનો વધારો થયો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ મે મહિનામાં ખાદ્ય વસ્તુઓનોે ફુગાવો વધીને ૭.૫૫ ટકા થયો છે. એપ્રિલ મહિનામાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૬.૩૨ ટકા હતો.
અનાજ અને તેની સાથે સંકળાયેલી પેદાશો, માંસ-માછલી, દૂધ અને તેની બનાવટો તથા ફળો એપ્રિલ મહિનાની સરખામણીમાં મે મહિનામાં સસ્તા થયા હતાં. આંકડાઓ મુજબ ઇંધણ અને વીજળીના ભાવ પણ એપ્રિલ મહિનાની સરખામણીમાં ઘટયા છે.
સ્ટેટિસ્ટિક્સ અને કાર્યક્રમ અમલીકરણનું મંત્રાલય કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્ષ(સીપીઆઇ) આધારિત ફુગાવો ગણવા માટે વિવિધ શહેરો અને ગામોમાંથી વસ્તુઓના ભાવ એેકત્ર કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ ગણવા માટે ફુગાવાના આંકડાઓને ધ્યાનમાં લેતી હોય છે.
ચાલુ મહિનાની શરૃઆતમાં દ્વિમાસિક નીતિ જાહેર કરતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર રઘુરામ રાજને ફુગાવો વધવાની શકયતાને પગલે વ્યાજ દરમાં ઘટાડો કર્યો ન હતો. મે મહિનામાં અનાજના ભાવ ૨.૪૩ ટકાથી વધીને ૨.૫૯ ટકા થયો છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-vegetable-hit-21-month-high-in-inflation

કેન્દ્રના GSTનો અમલ થાય તો ગુજરાતને ૧૦,૮૦૦ કરોડનો ફટકો

- ઇ-કોમર્સ અને એક્ષ્પોર્ટ જેવા મુદ્દાઓ ચર્ચાશે

આવું નુકસાન સરભર કરવા ગુજરાતના નાણા મંત્રી આજે કોલકાતામાં મળનારી એમ્પાવર કમિટીની બેઠકમાં રજૂઆત કરશે
અમદાવાદ, સોમવાર
કેન્દ્ર સરકાર દ્વારા જો GST (ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ)નો અમલ કરવામાં આવશે તો ગુજરાતને વર્ષે રૃપિયા ૧૦૮૦૦ કરોડનું નુકસાન થવાની શકયતા છે. આ નુકસાનીની રકમ સરભર કરવા માટે ગુજરાત દ્વારા રજુઆત કરાશે. આવતીકાલે કોલકતામાં મળનારી એમ્પાવર કમિટીની બેઠકમાં રાજ્યને વળતર આપવા સહિતનાં મુદ્દાઓ મુકવામાં આવશે.
ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં નાણા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, જો GST નો અમલ થશે તો ગુજરાતને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. જેની સામે ગુજરાતને વળતર આપવું જોઈએ. જેમાં GST નાં કલેશન માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા બંને પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. ઉપરાંત આવતીકાલની મીટીંગમાં ઇનપુટ ટેક્સ ક્રેડીટ, એક્ષ્પોર્ટ તેમજ ઇ-કોમર્સ અંગે પણ ચર્ચા થશે. જો કે પેટ્રોલિયમ પ્રોડકટસ, રીઅલ એસ્ટેટ, ઇલેકટ્રી સીટી સહિતનાં ક્ષેત્રોમાં ટેક્સ અંગે કોઇ સ્પષ્ટતા નથી.
આવા ક્ષેત્રોમાં કેવી રીતે ટેક્સ વસૂલી શકાય તેની ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન મેળવાશે. આ ક્ષેત્રોમાં ટેક્સ કલેકશન માટે રાજ્ય સરકાર પાસે કોઇ માળખું ઉપલબ્ધ નથી.
જેથી કેન્દ્રની ખાસ મદદની જરૃરત પડશે. અત્રે નોંધનીય છે કે અત્યારે રાજ્ય સરકારને વેટની ૪૫ હજાર કરોડ મળીને અન્ય વેરા સહિતની અંદાજે ૬૨ હજાર કરોડની આવક મળે છે. તેમજ કેન્દ્રના વેરાનો હિસ્સો ૧૪ હજાર કરોડ જેટલો છે. જેથી ગુજરાત સરકાર દ્વારા અંદાજે ૭૬ હજાર કરોડની આવક GST ના અમલ પછી પણ મળશે. ઉપરાંત આ આવકમાં દર વર્ષે વધારો થતો રહે તેવી વ્યવસ્થા અને માળખુ ઉભુ કરવાની માગણી પણ થશે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-central-gst-is-implementedSource :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/