સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 30 July 2016

કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગાર સાથે એરિયર્સ પણ ચૂકવવા આદેશ - સૌરાષ્ટ્ર વરસાદથી પુલકિત : ખંભાળિયામાં સાંબેલાધાર ૮ ઇંચ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગાર સાથે એરિયર્સ પણ ચૂકવવા આદેશ

- સાતમા પગાર પંચના અમલના પગલે

- બેઝિક પગાર ૨.૫૭ ગણો કરાયો

૨૦૧૬ના જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર ૧૮૦૦૦
(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચના અહેવાલના અમલ સાથે સરકારી કર્મચારીઓને ૧લી જાન્યુઆરી ૨૦૧૬ થી મળવાપાત્ર પગાર ઉપરાંત એરિયર્સની રકમ પણ એક સાથે ઓગસ્ટ મહિનાના પગાર સાથે ચૂકવી દેવાનો નિર્ણય કર્યો હતો. સરકારના નોટિફિકેશન મુજબ કેન્દ્રિય કર્મચારીઓના બેઝિક પગાર ૨.૫૭ ગણો કરવા આદેશ કર્યો છે. સાતમા પગાર પંચની ભલામણો મુજબ કેન્દ્રીય પેન્શનરોને પણ આ  વધારાનો લાભ મળશે.
નાણા મંત્રાયના સૂત્રોના જણાવ્યા મુજબ સાતમા પગાર પંચની ભલામણ મુજબ સુધારેલ પગાર ૨૦૧૬ના જાન્યુઆરીની ૧લી તારીખથી અમલમાં આવશે જેમાં ૧૨૫ ટકા ડીએનો સમાવેશ થાય છે. ત્યાર બાદના પ્રથમ ડીએના હપ્તાની જાહેરાત હવે પછી થશે. પગાર પંચની ભલામણો મુજબ સુધારેલા પગાર માળખા મુજબ એરિયર્સ સહિત એક સાથે ઓગસ્ટના પગાર સાથે ચૂકવી દેવાશે. પ્રોવિડન્ડ ફંડ અને એનપીએલ નવા પગાર પ્રમાણે કપાશે.
નવા પગારની અને એરિયર્સની ચૂકવણી ઝડપથી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. તે માટે પ્રિચેક ઓફ ફિકશેશન કર્યાવિના ચૂકવણી કરવાના આદેશ છે. જો કે આ આદેશ પેન્શનર કે પગાર પંચના અમલ પછી છૂટા થયેલા કર્મચારીને લાગુ પડશે નહિ. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને ૨૦૧૬ના જાન્યુઆરીથી લઘુતમ પગાર ૧૮૦૦૦ થશે. અગાઉ આ મર્યાદા ૭૦૦૦ હતી. એરિયર્સની રકમ ચૂકવતી વખતે કર્મચારીઓના ઇન્કમટેક્સની રકમ કાપી લેવામાં આવશે. હાલ તૂરત અન્ય ભથ્થાઓ જૂની ગણતરી પ્રમાણે ચૂકવાશે.
 

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-in-order-to-pay-salary-arrears

સૌરાષ્ટ્ર વરસાદથી પુલકિત : ખંભાળિયામાં સાંબેલાધાર ૮ ઇંચ

- કાચા સોના જેવી મેઘમહેર વરસતાં ખેડૂતોને હાશકારો

- ધ્રોલમાં ૪ ઇંચ, જોડીયામાં ૩.૫ ઇંચ તથા કોડીનારમાં ૨.૫ ઇંચ

દીવ, તાલાલા અને ઉનામાં બે ઇંચ વરસાદથી લોકોના ચહેરા પર રોનક
સૌરાષ્ટ્રના નાના-મોટા અનેક ચેક ડેમમાં નવા પાણીની આવક

(પ્રતિનિધિઓ દ્વારા)     રાજકોટ, તા.૨૯
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે આજે સવારથી ઠેર ઠેર મેઘરાજાએ પધરામણી કરતા કાચા સોના જેવી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. આજે સૌથી વધુ ખંભાળિયામાં આભ ફાટયું હયો એમ આઠ ઇંચ વરસાદ વરસી પડતા જળબંબાકાર સર્જાયો         હતો. આ ઉપરાંત ધ્રોલમાં ૪ ઇંચ, તો જોડિયામાં ૩ાા ઇંચ તેમજ કોડીનારમાં                અઢી ઇંચ ઉપરાંત દીવ, તાલાલા, ઉના, માળીયા હાટીના અને લાલપુરમાં બે ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી. રાજકોટમાં ઝરમર એક ઇંચ વરસાદે માર્ગો ભીના કર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયાને આજે મેઘરાજાએ આઠ ઇંચ વરસાદ વરસાવીને જળબંબોળ કરી નાખ્યું હતું. ચાલુ ચોમાસામાં એક મહિનામાં માત્ર બે ઇંચ વરસાદથી દૂષ્કાળનાં પડઘમ સંભળાવા લાગ્યા હતા ત્યાં આજે સવારે ૧૧ વાગ્યાથી ખંભાળિયામાં મુશળધાર મેઘમહેર વરસી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. ખંભાળિયા-જામનગર હાઇવે પરનાં દાતા, સિંહણ, માંઢા સહિતનાં ગામોમાં ત્રણ-ચાર ઇંચ તો ભાણવડ રોડ તરફનાં તથીયા, ખોખરી, ગુંદા વગેરે ગામોમાં દોઢથી બે ઇંચ ઉપરાંત દ્વારકા રોડ પરનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે ઇંચ જેવી મેઘણહેરથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. બીજી તરફ આજે દ્વારકામાં માત્ર ઝરમર તો ભાણવડ અને કલ્યાણપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાટીયામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને દોઢ ઇંચ વરસ્યો હતો. બારાડી પંથકમાં પણ એક થી દોઢ ઇંચ મેઘમહેર વરસી હતી.
રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘાડંબર વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસતા રહ્યા હતા. સાંજ સુધીમાં અડધાથી એક ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. એ જ રીતે આજે જસદણ અને વિંછીયામાં પોણો ઇંચ તો કોટડાસાંગાણી, લોધીકા અને ઉપલેટામાં અડધો ઇંચ તેમજ ગોંડલમાં ઝાપટા પડયા હતા. પોરબંદર જિલ્લામાં પણ આજે શ્રીકાર મેઘમહેર વરસી હતી. પોરબંદરમાં એક ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ અને કુતિયાણામાં અડધો ઇંચ તો માધવપુર ઘેડ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢ ઇંચ જેવી મેઘમહેરથી આનંદની લાગણી છવાઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઘણી રાહ જોવડાવ્યા બાદ આજે મેઘસવારી આવી પહોંચી હતી. કોડીનારમાં ધીમી ધારે અઢી ઇંચ તથા તાલાલા અને ઉનામાં બે ઇંચ તો સુત્રાપાડામાં દોઢ ઇંચ ઉપરાંત ગીરગઢડામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળમાં ઝરમર વરસાદે માર્ગો ભીના કર્યા હતા. તાલાલા સહિતનાં ગીર પંથકમાં મગફળી-કપાસ જેવા ખરીફ પાક ઉપર કાચા સોના જેવી મેઘમહેરથી ખુશીની લાગણી છવાઇ છે.
જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું અને ધીમી ધારે વરસાદ શરૃ થયો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં માળીયા હાટીનામાં બે ઇંચ વરસાદ પડયો હતો. તો વિસાવદરમાં રાત્રે અડધો ઇંચ અને આજે દિવસ દરમિયાન એક ઇંચ મળી કુલ દોઢ ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે ગતરાત્રીથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં માંગરોળમાં પોણો ઇંચ તથા જામનગર, મેંદરડા, વંથલી, કેશોદ અને ભેંસાણમાં ઝાંપટા સ્વરૃપે અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. માળીયાનાં આંબેચા ગીર ઉપરાંત મનડી, અકાળા, દૂધાળા, કડાપા સહિતના ગામોમાં પણ એકથી બે ઇંચ મેઘમહેર વરસી હતી.


અમદાવાદમાં આગામી ચાર દિવસ  હળવા વરસાદની આગાહી
અમદાવાદ, તા.૨૯
અમદાવાદને સંતોષકારક વરસાદ માટે વધુ રાહ જોવી પડે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ સુધી માત્ર હળવો વરસાદ જ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને ઉતરપશ્ચિમ મધ્યપ્રદેશમાં અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેની સંભાવના વધી જાય છે.  હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની કોઇ સંભાવના નથી. દરમિયાન આજે ઉતર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં તેમજ ખેડા-આણંદમાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.

રાજકોટમાં એક ઈંચ વરસાદ, બપોરે વિમાને પાછા જવું પડયું
મેઘરાજાએ સુપડાધારે વરસવાનો દેખાવ તો કર્યો પણ વરસ્યા થોડું, આટલા વરસાદે શહેરમાં પાણી ભરાયા!

રાજકોટ,તા.૨૯
રાજકોટમાં હમણાં મુશળધાર, સુપડાંધાર, સાંબેલાધાર તુટી પડશે એવો દેખાવ કરીને મેઘરાજા ધીમી ધારે સાંજ સુધીમાં માત્ર એક ઈંચ પાણી માંડ વરસાવ્યું હતું. આટલા વરસાદથી પણ શહેરમાં પાણી ભરાયા હતા. હવામાનખાતાએ હળવા-મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરમાં આજે સવારથી સાંજ સુધી એકધારો ૯૫ ટકા ભેજ સાથે સૂર્યપ્રકાશ અદ્રશ્ય થઈ ગયો હતો અને દિવસે અંધારુ છવાઈ ગયું હતું. આ હવામાનના કારણે બપોરે ૨.૪૫ વાગ્યે મુંબઈથી રાજકોટ આવતું વિમાન ઉતરાણ નહીં કરી શકતા તેને વડોદરા લઈ જવાયું હતું પણ સાંજે હવામાન થોડું ચોખ્ખુ થતા સાંજે છએક વાગ્યે ઉતરાણ કર્યાનું જણાવાયું છે. રાજકોટમાં સવારથી એવો વરસાદી માહૌલ જામ્યો હતો કે નગરજનોને લાગતું હતું કે હમણાં જ મેઘરાજા સાંબેલાધારે તુટી પડશે પણ દેખાવ જેટલો વરસાદ ન્હોતો થયો. હવામાનખાતામાં ૧૩.૬ મિ.મિ.સાથે મૌસમનો કૂલ વરસાદ ૯ઈંચ થયો છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-saurashtra-khambhalia-heavy-8-inch


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 18 July 2016

ચોમાસાએ જોર પકડયું : ચાર રાજ્યોમાં અતિભારે વરસાદથી ૨૧નાં મોત - ગુજરાતમાં ભૂકંપ લાવી શકે તેવી કુલ ૬ ફોલ્ટ લાઇનો સક્રિય છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ચોમાસાએ જોર પકડયું : ચાર રાજ્યોમાં અતિભારે વરસાદથી ૨૧નાં મોત

- દેશના ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદની આગાહી સાથે

 
વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ઉત્તરાખંડમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં પાંચ, આસામમાં ચાર અને રાજસ્થાનમાં બેનાં મોત
યમુનાના કેચમેન્ટ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ : ચારધામ યાત્રા સ્થગિત
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
દેશભરમાં ચોમાસું ગતિમાન થતા સર્વત્ર ભારે વરસાદ થયો છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને આસામમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં કુલ ૨૧ વ્યક્તિના મોત થયા છે. ઉત્તરપૂર્વના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.
ઉત્તરાખંડમાં તેહરીમાં ભેખડ ધસી પડતા કારમાં પ્રવાસ કરતાં ૪ પ્રવાસીના મોત થયા હતા. ઉત્તરકાશીમાં વૃક્ષ હેઠળ દબાતાં બે વ્યક્તિનાં મોત થયા હતા અને અન્ય ૪ વ્યક્તિનાં વિવિધ વિસ્તારોમાં મોત થતાં કુલ ૧૦નાં મોત થયા હતા.
ભારે વરસાદને પગલે ગંગા અને યમુનાની શાખાઓ ભાગીરથી, અલકનંદા અને મંદાકિનીમાં પણ પૂર આવ્યા હતા. કાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા હતા. હરિદ્વાર અને દહેરાદૂનમાં ભારે વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો અને તાપમાન સામાન્ય કરતાં ૫ ડિગ્રી નીચું  રહ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યા મુજબ દિલ્હીમાં આજે ૨.૫ મી.મી. વરસાદ થયો હતો. લઘુતમ તાપમાન  ૨૬.૪  ડિગ્રી  નોંધાયું હતું. ઉત્તરપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં ૧૦ સેન્ટીમીટર વરસાદ થયો હતો. રાત્રિ દરમિયાન સતત વરસાદને પગલે મથુરા અને અલિગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બિજનોરમાં મકાન તૂટી પડતાં બે બહેનોના મોત થયા હતા. જ્યારે મુઝફરનગર અને મથુરામાં મકાન તૂટી પડતાં એક બાળક સહિત બેનાં મોત થયા હતા. બલરામપુરમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશમાં કુલ પાંચના મોત થયા હતા.
પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદને પગલે તાપમાન ઘટયું હતું. પતિયાળા અને લુધિયાણામાં વરસાદ થયો હતો.
આસામમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની હતી. લગભગ ૧.૭૭ લાખ લોકો અસરગ્રસ્ત છે. આસામ, રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે કરૌલીમાં મકાન તૂટી પડતાં એક મહિલા અને બાળકનું મોત થયું હતું. કરૌલીમાં ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારો ખાલી કરાવાયા હતા.
હવામાન ખાતાએ જણાવ્યા મુજબ હિમાલયના યમુનાના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. પરિણામે ઉત્તરાખંડ, દહેરાદૂન, ઉત્તરકાશીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-21-killed-in-heavy-rains-in-four-states

ગુજરાતમાં ભૂકંપ લાવી શકે તેવી કુલ ૬ ફોલ્ટ લાઇનો સક્રિય છે

- કચ્છમાં ચાર ફોલ્ટલાઇનો રોજ ભૂકંપના આંચકા લાવે છે !

- ખંભાતની ૪૫૦ અને નર્મદાની ૪૦૦ કિ.મી. લાંબી ફોલ્ટ લાઇન જોખમી

૬થી વધુની તીવ્રતા જ વિનાશ વેરી શકે
અમદાવાદ,રવિવાર
સુરત, ભાવનગર અને અમરેલીમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૪.૭ ની હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી ૧૪ કિ.મી.દુર જમીનમાં ૧૦ કિ.મી. ઉંડે હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં છેલ્લા દશ વર્ષમાં ૪ ની તીવ્રતાના એક હજારથી પણ વધુ આંચકા આવી ચૂક્યા છે. આ અંગે ભૂકંપના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચારની આસપાસની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ડરવાની જરૃર નથી તે વિનાશકારી હોતા નથી. ૬ થી વધુની તીવ્રતાનો આંચકો હોય તો જ તે મોટાપાયે જાનમાલની ખુવારી કરી શકે છે. નોંધપાત્ર છે કે કચ્છમાં ૨ થી માંડીને ચારની તીવ્રતાના આંચકા લગભગ રોજ આવતા રહેતા હોય છે. ગુજરાતમાં ૨૦૦૬માં ૪ ની તીવ્રતાના કુલ ૪૦૫ આંચકા આવ્યા હતા.
ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વિય પ્રદેશો અને કચ્છનો જ ભૂકંપ સંભવિત કેન્દ્રમાં સૌથી વધુ જોખમી એવા પાંચમાં ઝોનમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ ૬ ફોલ્ટલાઇનો સક્રિય છે. કચ્છમાં કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટલાઇન ૨૦૦ કિ.મી. લાંબી અને જમીનમાં ૩૦ કિ.મી. ઉંડી સક્રિય ફોલ્ટ લાઇન છે જે ભચાઉથી છેક પાકિસ્તાન સુધી લાંબી છે. અલભોન્ડ ફોલ્ટ લાઇન ૧૫૦ કિ.મી. લાંબી અને જમીનમાં ૨૫થી ૩૦ કિ.મી. ઉંડી છે. કટરોલ હિલ ફોલ્ટ લાઇન ૫૦ કિ.મી. લાંબી અને ૩૦ કિ.મી. ઉંડી છે. કચ્છની આ ફોલ્ટ લાઇનોના કારણે કચ્છમાં રોજ નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. આ ઉપરાંત મકરન ફોલ્ટલાઇન પણ જોખમી છે.
સૌરાષ્ટ્રમાં ૧૫૦ કિ.મી. લાંબી રાજકોટની લીનેમેન્ટ ફોલ્ટ લાઇન સક્રિય છે. આ ઉપરાંત જામનગર, દક્ષિણ તલાલા અને સુરેન્દ્રનગરમાં નાની ફોલ્ટ લાઇનો સક્રિય છે. નર્મદામાં સૌથી મોટી ૪૦૦ કિ.મી. લાંબી ફોલ્ટ લાઇન સક્રિય છે. જે મધ્યપ્રદેશના જબલપુરથી લઇને ગુજરાતમાં છેક ભરૃચ સુધી લંબાયેલી છે. જેને નર્મદા સોન લીનેમેન્ટ ફોલ્ટ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ ફોલ્ટ લાઇન ૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા આપવા સક્ષમ છે.
બીજી ફોલ્ટ લાઇન ખંભાતમાં આવેલી છે જેે ૪૫૦ કિ.મી. લાંબી છે અને તે  ઉત્તર ગુજરાતથી લઇને છેક રાજસ્થાન સુધી સક્રિય છે.
કચ્છ સક્રિય ફોલ્ટ લાઇનના કારણે ઝોન પાંચમાં આવે છે. ઝોન ચારમાં ડીસા, વાવા, પાટણ, પાલનપુર, રાધનપુર, ધાગ્રધ્રા, મોરબી, જામનગર, લાલપુર અને દ્વારકા આવે છે. ઝોન ૩ માં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, તલાલા, વડોદરા, ભરૃચનો સમાવેશ થાય છે. ઝોન ૨ માં દાહોદનો સમાવેશ થાય છે.
ગુજરાતની ફોલ્ટલાઇનો ૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આપવા માટે પણ સક્ષમ છે. ગુજરાતમાં ૨૦૦૧માં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવી ચૂકેલો છે. ભૂકંપની ૭ ની તીવ્રતા ૧,૫૦૦ કિ.મી. સુધી અનુભવી શકાય છે. સમાન્યા રીતે પાંચથી ઓછી તીવ્રતાના આંચકા માત્ર કંપનનો જ અનુભવ કરાવે છે તે મોટાપાયે જાનમાલને નુકશાન કરતા હોતા નથી.

દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૪.૭નો ભૂકંપ : ભયનો માહોલ

- ભૂકંપનું એપી સેન્ટર કામરેજના ભાદા ગામે ૧૦ કિ.મી.ની ઊંડાઇએ

- વડોદરા અને અમરેલીમાં ધણધણાટી સાથે હળવુ કંપન

સુરતમાં સવારે ૯.૨૪ કલાકે આંચકો આવ્યા બાદ ૧૧ કલાકે ૪ની તીવ્રતાનો આફટર શોક  : ભાવનગરમાં બે કલાકના અંતરે બે વખત ૪.૫ અને ૨.૮ની તીવ્રતાના આંચકા
સુરતમાં ૫૦ વર્ષમાં પહેલીવાર આટલી મોટી તીવ્રતાનો આંચકો અનુભવાયો
અમદાવાદ, તા.૧૭
ગુજરાતના કેટલાક વિસ્તારો આજે સવારે ૪.૭ના ભૂકંપના આંચકાથી ધુ્રજી ઉઠયા હતા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ભાદા ગામ ખાતે કીમ ફોલ્ટ લાઈન ઉપર જમીનના પેટાળમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ એ.પી. સેન્ટર ધરાવતાં આ ભૂકંપથી ગુજરાતના સુરત સહિત અનેક ગામો ધૂ્રજી ઊઠયાં હતાં. સુરતમાં સવારે ૯.૨૪ કલાકે ૪.૭ની તીવ્રતાનો આંચકો આવતાં દોડધામ મચી ગઈ હતી. હાઈરાઈઝ મકાનોમાં રહેતા લોકો નીચે ઉતરી આવ્યા હતાં. ત્યાર બાદ ૧૧ વાગ્યે ફરી ૪ની તીવ્રતાનો આફટર શોક નોંધાતા શહેરીજનોમાં ભય વ્યાપી ગયો હતો. આ ભૂકંપની અસર વડોદરામાં પણ થઈ હતી. વડોદરા અને આસપાસના ગામોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં પણ આ ભૂકંપની અસરથી ધુ્રજારી અનુભવાઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સુરત-કીમ ફોલ્ટ લાઈન સક્રિય થતાં ૩ મહિનામાં આ બીજો ભૂકંપ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનીના અહેવાલ નથી.
સુરત શહેરમાં આજે સવારે બરાબર ૯ વાગ્યે ને ૨૪ મિનિટના ટકોરે ૪.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ભાગદોડ મચી ગઇ હતી. આ આંચકા બાદ ૧૧ વાગ્યે પણ ૪ની તીવ્રતાનો આફટર શોક અનુભવાયો હતો. આ આંચકો પાંચ સેકન્ડનો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર સુરત નજીકના કામરેજ તાલુકાનું ભાદા ગામ હતું. આટલો મોટો આંચકો ૫૦ વરસના ઇતિહાસમાં ક્યારેય અનુભવાયો નથી.
સુરત શહેરમાં આજે સવારે ૯.૨૪ મિનિટે અચાનક ભૂકંપના આંચકો આવ્યો હતો. આ આંચકો એટલી બધી તીવ્રતાનો હતો કે ત્રીજા માળે રહેનારાને પણ અનુભવાયો હતો. સવાર-સવારમાં આંચકા અનુભવાતા હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાના કિસ્સા બન્યા હતાં. આ આંચકો આવતા શહેરીજનો એકબીજાને મોબાઇલ ફોનથી પૂછતા અન્ય લોકો પણ ડરના માર્યા બહાર દોડી આવ્યા હતાં.
વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં આજે સવારે ધરતી ધુ્રજી હોય તેવો અનુભવ થયો હતો. 
દરમિયાન વડોદરાની ડિઝાસ્ટર મેેનેજમેન્ટ કચેરીના જણાવ્યા મુજબ ગાંધીનગરના સંદેશાના આધારે અમે વડોદરા શહેર તેમજ જિલ્લાના દરેક તાલુકાઓમાં મામલતદારને ભૂંકપના આંચકામાં થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ આપવા કહ્યુ હતુ પરંતુ દરેક તાલુકા તેમજ શહેરમાંથી એવો સંદેશો આવ્યો હતો કે નુકસાનીનો કોઇ રિપોર્ટ નથી તેમજ ધરતીકંપની અસર પણ થઇ નથી. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ગુજરાતમાં જો ધરતીકંપનો આંચકો આવતો હોય તો વડોદરાની કુબેરભુવન, જિલ્લા પંચાયતની બહુમાળ ી સરકારી ઇમારતો ઉપરાંત કેટલીક ખાનગી બિલ્ડીંગોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતો હોય છે પરંતુ આજે રવિવારનો રજાનો દિવસ હોવાથી તેની અસર ઓછી વર્તાઇ હતી. જો કે ભૂકંપના આંચકાને પગલે ફોન પર માહિતી મેળવવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો.
અમરેલી શહેર સહિત જિલ્લાના ઘણા વિસ્તારો લાઠી, બાબરા, લીલીયા, સાવરકુંડલા પંથકમાં આજે સવારના સાડા નવ કલાકે ભુકંપના આચકા આવતા બહુમાળી ઈમારતોમાં રહેલા લોકોએ ભુકંપના આંચકાના અહેસાસ કરેલ જ્યારે અન્ય ગ્રાઉન્ડ ફ્લોર મકાન ધારકોએ જમીનમાં ધણધણાટી થયાનું જણાવેલ હતું. અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે લીલિયા સાવરકુંડલામાં હળવો આંચકો આવ્યાનું જણાવ્યું હતું.
 
ગુજરાતમાં ૪૮ કલાકમાં ૧.૩થી ૪.૭ની તીવ્રતાના ૯ આંચકા
આજે સવારે ૪.૭ની તીવ્રતાના નોંધાયેલા ભૂકંપના આંચકાએ સુરતથી લઇને કચ્છ સુધીની ધરતી હલાવી દીધી હતી. તા. ૧૬ અને ૧૭ જુલાઇના બે દિવસના ૪૮ કલાકમાં સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ૧.૩ની તીવ્રતાથી લઇને ૪.૭ની તીવ્રતાના ૯ ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં આજે સવારે ચાર, રાત્રિના બે આંચકા અનુભવાયા હતાં. જો કે, આ આંચકા હળવા હોવાથી કોઇ અસર થઇ ના હતી.
સુરત-કીમ ફોલ્ટ લાઇન સક્રિય ૩ મહિનામાં બીજો ભૂકંપનો આંચકો
સુરતમાં ત્રણ મહિનામાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સુરત-કીમ ફોલ્ટ લાઇન સક્રિય થતાં આ આંચકાની તીવ્રતા વધારે નોંદાઇ હતી. ભૂકંપ નિષ્ણાંતોના મતે આ સુરત-કીમ ફોલ્ટલાઇન વર્ષોથી નિષ્ક્રીય રહી છે. જો કે, આજે ફરી સક્રિય થતાં તેની ફ્રીકવન્સી ધીરે ધીરે વકરશે એવી દહેશત વ્યક્ત કરાઇ છે. અગાઉ ગત ૧૦મી એપ્રિલે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. અને તેનું એપી સેન્ટર સુરતથી ૩૮ કિલોમીટર દૂર ઉત્તર દિશામાં માંડવીના વરેલી ગામે જમીનથી ૫ કિ.મી. અંદર નોંધાયું હતું.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-earthquakes-can-bring-in-a-total-of-6-active-fault-lines, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-gujarat-saurashtra-4-7-magnitude-earthquake


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 14 July 2016

ખોડલધામ અને ઉમિયાધામમાં હાર્દિકનાં હસ્તે શનિવારે આરતી - ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ખોડલધામ અને ઉમિયાધામમાં હાર્દિકનાં હસ્તે શનિવારે આરતી

- જેલમુક્ત થયા બાદ સૌરાષ્ટ્રમાં થનાર ભવ્ય સ્વાગત

- રાજકોટ, બોટાદ, ભાયાવદર, મોરબીમાં 'પાસ' દ્વારા રોડ-શો

- કાગવડ અને સીદસરમાં સાકરતુલા

રાજકોટ, બુધવાર
પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલનાં જમીન મંજુર થતાં આગામી તા. ૧૫મીએ જેલમુક્ત થયા બાદ તા. ૧૬મીએ આખો દિવસ સૌરાષ્ટ્રમાં પરીભ્રમણ કરશે.

તા. ૧૬મીએ સવારે ૧૧ વાગ્યે અમદાવાદથી સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીનાં દર્શન કરી પ્રમુખસ્વામી મહારાજના આશિર્વાદ મેળવશે. બાદમાં બોટાદમાં રોડ શો પછી સાંજે ૬ વાગ્યે કાગવડમાં ખોડલધામ ખાતે તેમના હસ્તે આરતી થશે અને જેતપુર પાટીદાર આંદોલન સમિતિ દ્વારા સાકરતુલા કરાશે. ત્યાંથી મોટીપાનેલી પહોંચશે અને સ્વાગત કરાશે. બાદમાં સીદસર ખાતે ઉમિયાધામમાં ૭-૩૦ વાગ્યે આરતી કરશે અને જામજોધપુર પાસ ટીમ દ્વારા સાકરતુલા કરાશે. ત્યાર પછી ધોરાજી અને ઉપલેટા તાલુકાનાં પાટીદારોની હાજરીમાં ભાયાવદરમાં રોડ શો કરવામાં આવશે.

રાત્રે ૧૦ વાગ્યે રાજકોટમાં ગોંડલ ચોકડીથી પાટીદારો ધામધૂમથી સ્વાગત કરીને રેલી સ્વરૃપે માધાપર ચોકડી સુધી લઈ જશે. ત્યાંથી પડધરી થઈને ટંકારા બાદ રાત્રે ૧૨ વાગ્યે મોરબી પહોંચશે અને રોડ-શો બાદ વિરમગામ જવા રવાા થશે. વિરમગામથી તા. ૧૭મીએ વહેલી સવારે કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત બહાર જવા નિકળી જશે. વળી, સૌરાષ્ટ્રનાં પ્રવાસ દરમિયાન પણ કોર્ટનાં આદેશને કારણે ક્યાંય જાહેરસભા યોજાય તો હાર્દિક પટેલ કોઈ નિવેદન કરશે નહીં તેમ સૌરાષ્ટ્ર 'પાસ'નાં કન્વિનર લલીત વસોયાએ જણાવ્યું હતું. 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-aarti-held-on-saturday-and-umiyadhamamam-khodaladhama-hardik-nam


કોલ્હાપુરમાં મેઘ તાંડવથી ભીષણ પૂર નદીઓ ભયજનક બનતા હાઇ એલર્ટ જાહેર

- લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવધાન રહેવા સૂચના

- પંચગંગા નદી ભયજનક સપાટીએ પહોંચતા આખું શહેર વેરવિખેર  અસંખ્ય નાગરિકોનું  સ્થળાંતર, બચાવ કામગીરી શરૃ
(પ્રતિનિધિ દ્વારા)    કોલ્હાપુર તાઃ ૧૩
કોલ્હાપુરમાં આજે  મહાનગરપાલિકા દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે.મેઘરાજાની પ્રચંડ થપાટથી કોલ્હાપુર હતું ન હતું  થઇ ગયું છે.કોલ્હાપુરમાં સતત પાંચ  દિવસથી જાણે આકાશ આખું  ફાટયું હોય તેમ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.અતિ વૃષ્ટિથી શહેરની પંચગંગા નદી ગાંડીતૂર થઇને ભયજનક સપાટી ઓળંગી  ગઇ છે.નદીનાં ભારે પૂર શહેરમાં ચારે તરફ ફેલાઇ ગયાં છે.પંચગંગામાં હજી પણ વધુ પૂર આવે તેવી શક્યતા હોવાથી મહાનગરપાલિકાએ શહેરના અમુક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરાવ્યું છે.આવી ગંભીર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા  નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ કોલ્હાપુર પહોંચી ઔગઇ છે.

બીજીબાજુ પંચગંગામાં ભારે પૂર આવવાથી તેનાકાંઠા વિસ્તારનાં લગભગ ૮૦ જેટલાં ગામો જાણે નાના નાના બેટ બની ગયા છે.વળી,આ તમામ ગામોનોસંપર્ક પણ નજીકના તાલુકા મથકો સાથે તૂટી ગયો છે.  ઉપરાંત,આખા કોલ્હાપુરમાં લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવધાન રહેવાની ચેતવણી પણ અપાઇ રહી હોવાના અહેવાલ મળે છે.કોલ્હાપુરનું પ્રસિદ્ધ રંકાળા તળાવ પણ છલકાઇ ગયું હોવાથી તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા શહેરનાં અસંખ્ય નાગરિકો તળાવ નજીક ભેળાં થયાં હતાં.
કોલ્હાપુર મહાનગરપાલિકાનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદથી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ  હોવાથી અમે કુંભાર ગલી,સુતારવાડા અને રિલાયન્સ મોલ નજીકની કામદાર ચાલમાં રહેતાં ૨૨ કુટુંબોનેે ચિત્રદુર્ગ મઠ અને મુસ્લિમ બોર્ડિંગમાં આશરો આપવામાં આવ્યો છે.ઉપરાંત,શહેરમાંનાં ચાર ઝોનમાં સતત ૨૪ કલાક  વિજિલન્સ સ્ક્વોડ શરૃ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાની હેડ ઓફિસમાંના ફાયર બ્રિગેડ વિભાગમાં સતત ૨૪ કલાક માટે કન્ટ્રોલ રૃમ પર શરૃ કરાવામાં આવ્યો છે અને તેનો સંપર્ક નં. ૧૦૮ જાહેર કરવામાં આવ્યો છે.
હાલ કોલ્હાપુરના રામાનંદનગર પૂલ પરિસર,ગાયકવાડા વાડા,જામદાર ક્લબ,પંચગંગા તાલીમ,મસ્કુતી તળાવ,સિદ્ધાર્થનગર,સીતા કોલોની,રાજારામ કોલોની,શાહુપુરી કુંભાર ગલી,મહાવીર ગાર્ડન પરિસર,બાપટ કેમ્પ અને મહાલક્ષ્મીનગર વગેરે વિસ્તારોમાં વરસાદી પૂર ફરી વળ્યાં છે. આખું કોલ્હાપુર જળબંબોળ બની ગયું છે.
કોલ્હાપુર મહાનગરપાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અતિ વૃષ્ટિથી શહેરમાં પાણીજન્ય રોગ ન ફેલાઇ જાય તેની પૂરી સાવચેતી રાખીને અમે આરોગ્ય વિભાગની સાત વિશેષ ટુકડી તૈયાર કરી છે.દરેક ટીમમાં સાત આરોગ્ય અધિકારીનો સમાવેશ કરાયો છે.આ સાતેય ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઇને તપાસ કરીને જરૃરી દવા આપશે.ઉપરાંત,શહેરમાં ૨૪ કલાક માટે એમ્બ્યુલન્સ સેવા પણ શરૃ કરવામાં આવી છે.શહેરની સાવિત્રીબાઇ,પંચગંગા અને આઇસોલેશન હોસ્પિટલમાં કટોકટીના સંજોગો માટે અમુક પથારીઓ પણ ખાલી રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.કોલ્હાપુરમાં સતત પાંચ દિવસથી શ્રીકાર વર્ષા થઇ રહી હોવાથી શરદી,ઉધરસ,તાવ અને ઉલટીનાં દરદીઓની સંખ્યામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.એટલે આવાં  દરદીઓને તાકીદે જરૃરી દવા પણ આપવાના આદેશ આપવામાં આવ્યા છે.  
કોલ્હાપુરના  વેપારી અશોક જાધવે ટેલિફોન દ્વારા 'ગુજરતા સમાચાર'ને એવી માહિતી આપી હતી કે  પંચગંગા અને વારણા નદીં કાંઠે રહેતાં  ઝૂંપડાંવ ાસીઓનું સ્થળાંતર  કરાવવામાં આવ્યું  છે જોકે  આમાંના અમુક  ઝૂંપડાંવાસીએો અન્યત્ર  જવા તૈયાર નહીં હોવાથી  મહાનગરપાલિકાએ તેમને  તાકીદની  ચેતવણી લાઉડ સ્પીકર દ્વારા  આપવી પડી છે.  આજે જોકે  વરસાદનું જોર થોડું ઓછું  થયું છે. આમ છતાં  છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં  પહેલી જ વખત આટલો ભારે વરસાદ  થયો  પહેલી જ  વખત આટલો ભારે વરસાદ થયો હોવાથી  નાગરિકોમાં  ગભરાટ ફેલાઈ ગયો છે.  ખાસ કરીને પંચગંગા અને વારણા નદી કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  લોકોને અગાઉ અન્યત્ર વસાવવામાં  આવ્યાં છે. આ તામમ ગામો વિખૂટાં પડી ગયાં છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ અરબી સમુદ્રમાં ચોમાસાનાં પરિબળો બહુ મજબૂત બની રહ્યાં છે.વળી,દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાથી છેક કેરળ સુધીના વિશાળ પટ્ટામાં ઓફ્ફ  શોર ટર્ફ પણ છવાયો છે.સાથોસાથ હાલ મધ્ય પ્રદેશ પર હવાના હળવા દબાણનો મોટો પટ્ટો પણ સર્જાયો હોવાથી તેની સીધી અને ભારે અસર નજીકના મહારાષ્ટ્રમાં પણ થઇ રહી હોવાથી આખા રાજ્યમાં મુશળધાર વર્ષા થઇ રહી છે.
જોકે હવામાન ખાતાનાં પુણે કેન્દ્રનાં સૂત્રોએ એવી આગાહી કરી છે કે હવે મહારાષ્ટ્રમાં વરસાદી જોર તબક્કાવાર ઓછું થતું જાય તેવી શક્યતા છે.

ઉ.ગુ.માં મેઘમહેર મેધરજ, ઇડરમાં સાત ઇંચ વરસાદ

- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

- રાજ્યમાં ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો

- મહેસાણાના ઉંઝામાં ૬ ઇંચ વરસાદઃ ૪૮  તાલુકાઓમાં ૨થી ૭ ઇંચ વરસાદ થયો

અમદાવાદ,બુધવાર
રાજ્યમાં આજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આજે બુધવારે સવારે ૭ વાગ્યા સુધીમાં પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૧૩૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. મેઘરજ અને ઇડરમાં સાત ઇંચ તેમજ ઉંઝામાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.

ખડૂતો ખરીફ વાવેતર માટેના જરૃરી વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ૧૫ જૂનથૂ ૧૫ જુલાઇ દરમિયાન ખરીફ વાવેતર થતું હોય છે ત્યારે રહીરહીને પણ સારો એવો વરસાદ થઇ જતા ખેડૂતો ખરીફ વાવેતરમાં લાગી ગયા છે. હિંમતનગરમાં ૭૨ મીમી, વડાલીમાં ૭૮ મીમી, ધનસુરામાં ૭૫ મીમી, માલપુરમાં ૯૫ મીમી, મોડાસામાં ૯૧ મીમી, મહુધામાં ૯૭ મીમી, થાનગઢમાં ૮૨ મીમી વરસાદ પડયો હતો. કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો હતો.  હારીજમાં ૫૫ મીમી, પાટણમાં ૫૦ મીમી, સરસ્વતીમાં ૪૯ મીમી, શંખેશ્વરમાં ૫૦ મીમી, સિદ્ધપુરમાં ૫૬ મીમી, દિયોદરમાં ૫૯ મીમી, ખેરાલુમાં ૫૨ મીમી, ખેડબ્રહ્મામાં ૫૦ મીમી, તલોદમાં ૬૩ મીમી, દહેગામમાં ૫૧ મીમી, કપડવંજમાં ૭૧ મીમી, મહેમદાવાદમાં ૫૬ મીમી, નડિયાદમાં ૬૩ મીમી મળીને કુલ ૩૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. ૪૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ તેમજ ૪૩ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ થયો હતો.આ ઉપરાંત ચાણસ્મા, સમી, વડગામ, જોટાણા, પ્રાંતિજ, વિજયનગર, ભિલોડા, ગાંધીનગર, માણસા, દેત્રોજ, ધુંધુકા, સાણંદ, ગલતેશ્વર, કઠલાલ, ખંભાત, ડભોઇ, શિનોર, નસવાડી, ધોધંબા, દાહોદ, દેવગઢ-બારીયા, લીમખેડા, ઉપલેટા, ધ્રોલ, ભાણવડ, કેશોદ, વંથલી સહિતના તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો.

અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં ચોમાસુ છવાઇ ગયુ
ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ ચાલુ રહેશે

અમદાવાદ, બુધવાર
મધ્ય પ્રદેશ અને કચ્છ પર આજે સવારે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલું રહ્યું છે. તેની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યાર બીજી તરફ ચોમાસાનો ભેજ સર્વત્ર છવાયેલો રહ્યો છે અને નૈઋત્યના મોસમી પવનો સક્રિય બની આગળ વધતા આજે સમગ્ર ગુજરાતને ચોમાસાએ આવરી લીધું છે.

હવામાનખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ ફરી વળ્યું છે અને આગામી પાંચેક દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશ અને ક્યારેક ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. આજે સવારે મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલી ભાગોમાં દરિયાઇ સપાટીથી ૩.૧ કિ.મિ.ના સ્તરે અપર એરસાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલું રહ્યું હતું. એવી જ રીતે કચ્છમાં પણ દરિયાઇ સપાટીથી ૧.૫ કિ.મિથી માંડીને ૩.૬ કિ.મિ. ના સ્તરે અપર એરસાઇક્લોનિક છવાયેલું રહ્યું હતું. આ બન્ને સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-mehsana-gujarat-idar-rain-in-saurashtra-kutch


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 11 July 2016

પ્રાચીન ભારતમાં પારાશર વિધિથી વરસાદની આગાહી થતી હતી - મોરકકોમાં પહાડ પર ઘેરાયેલા વાદળોમાંથી પાણી ઉતારી લેવાય છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પ્રાચીન ભારતમાં પારાશર વિધિથી વરસાદની આગાહી થતી હતી

- આ વિધિ મુજબ એક ગ્રહ રાજા,બીજો ગ્રહ મંત્રી અને ત્રીજો ગ્રહ મેઘાધિપતિ હોય છે

નવી દિલ્હી,તા.૧૦
ભારતીય ઉપ મહાદ્વીપમાં થતા કુલ વાર્ષિક વરસાદનો ૮૦ ટકાથી પણ વધારે વરસાદ જુન,જુલાઇ અને ઓગસ્ટમાં પડે છે.આજકાલ તો વરસાદની આગાહીઓનું વિજ્ઞાાન વિકસ્યું છે પરંતુ પ્રાચિન ભારતમાં વરસાદનું માપ દ્રોણ વિધીથી લેવામાં આવતું હતું.આ વિધિનું વર્ણન કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મળે છે.જયોતિષીય ગણનાઓના આધારે વરસાદના અનુમાનની જાણકારી દેશના વિભિન્ન નગરોમાં પ્રગટ થતા પંચાગોમાં આપવામાં આવે છે. વરસાદની સંભવિત માત્રા જાણવા માટે પારાશર વિધિ પ્રચલિત છે.તેના અનુસાર દર વર્ષે એક ગ્રહ રાજા,બીજો ગ્રહ મંત્રી અને ત્રીજો ગ્રહ મેઘાધિપતિ હોય છે.આ સ્થિતિ દર વર્ષે બદલાતી રહે છે.આ ગ્રહોની યુતિના આધારે વરસાદની ભવિષ્ય વાણી કરવામાં આવે છે.તે તાલિકા મુજબ કોઇ વર્ષનો રાજા જો બુધ કે શુક્ર હોય તો સારો વરસાદ થાય છે તેમજ ધન ધાન્યો પણ સારા પાકે છે.પરંચુ જો શનિ રાજા હોય તો વરસાદ છુટો છવાયો અને પાક નબળા પાકે છે.


ભારતમાં ઇસ ૧૮૮૬માં પહેલી વાર વૈજ્ઞાાનિક આધારે મોન્સૂનની આગાહી  થયેલી
ભારતમાં હવામાન વિભાગ અંગ્રેજોના જમાનાથી કાર્યરત છે.ભારતમાં ઇસ ૧૮૮૪માં મોન્સૂન વિભાગની સ્થાપના એચ એફ બ્લેનફોર્ડે કરી હતી.ભારતમાં ઇસ ૧૮૮૬માં પહેલી વાર વૈજ્ઞાાનિક આધારે મોન્સૂનની આગાહી કરવામાં આવી હતી.ભારતના મૌસમ વિભાગના અનુમાન અનુસાર લાંબા ગાળાની ગણતરી મુજબ ૯૦ થી ૯૭ ટકા વરસાદ સામાન્ય ગણવામાં આવે છે. જયારે ૯૦ ટકાથી ઓછો વરસાદએ દુષ્કાળના સંકેત આપે છે. ભારતની વિવિધ ભાષાઓમાં વાદળો માટે ઘન, ઘટા, મેઘ, બદલી,જલદ, સૌદામિની જેવા ૪૦ કરતા પણ વધારે શબ્દો છે.દુનિયામાં સૌથી વધુ વરસાદ મેઘાલય રાજયના ચેરાપુંજી પાસે આવેલા માસિનરામ નામના સ્થળે પડે છે.
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-parashar-rites-of-ancient-india-was-rainfall

મોરકકોમાં પહાડ પર ઘેરાયેલા વાદળોમાંથી પાણી ઉતારી લેવાય છે

આ પાણી વડે ૪ ગામના લોકોની પાણીની તરસ છિપાય છે

વાદળો અને ઘૃમ્મસમાંથી પાણી કાઢવાની આ ટેકનિક

ભલે એમ માનવામાં આવતું હોય કે ઘટાટોપ ઘેરાયેલા વાદળોને વરસાવવાની ફરજ પાડી શકાય નહી,પરંતુ પહાડી દેશ મોરકકોની બાઉટમેજગુઇડા નામની પહાડીઓ પર એક નવી ટેકનિકની મદદથી વાદળોમાં રહેલા પાણીને એકત્ર કરવાના પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હવામાં ભેજ સ્વરુપે તરતા પાણીને વાદળમાંથી ઉતારી લેવાની ટેકનિક લોકો માટે આર્શિવાદ પુરવાર થઇ છે.આ વિસ્તાર સાઉથ વેસ્ટર્ન મોરકકોમાં આવેલો છે.આના દ્વારા ચાર ગામો અને સ્કૂલને પાણી આપવામાં આવે છે.

અહીં પીવાના પાણીની તંગી રહે છે. પથરાળ જમીનમાં ઉડે સુધી ખેડવા છતાં પાણી મળતું નથી.ઉંચાઇ પર આવેલા આ વિસ્તારના વાદળો અને ધૃમ્મસમાંથી પાણી કાઢવાની ટેકનિક જર્મનીના વોટર ફાઉન્ડેશને વિકસાવી છે.તેની મદદથી માત્ર એક મહિનામાં જ જ લોકોને પીવાનું શુધ્ધ પાણી પણ મળતું થયું છે.જો કે તેમ છતાં તેનું ટેસ્ટિંગ કરીને તેમાં જરુરી મિનરલ પણ ઉમેરવામાં આવે છે.સંશોધકોના જણાવ્યા અનુસાર એક સ્કેવર મીટરમાંથી ૨૮ લિટર જેટલું પાણી મેળવી શકાય છે.આના માટે ખાસ પ્રકારની ટેકનિકથી તૈયાર કરવામાં આવેલી નેટ ગોઠવવામાં આવે છે.

એક મહિનામાં સરેરાશ ૧૦ દિવસ આ વિસ્તાર વાદળોથી ઢંકાયેલો રહેતો હોવાથી પાણી નિતારવામાં આવે છે.મોરકકોમાં આ કાર્ય માટે મ્યુનિક યુનિર્વસિટીની પણ મદદ લેવામાં આવી છે.આ વિશિષ્ટ ટેકનિક પાછળ ૭ થી ૧૩ હજાર યુરો જેટલો ખર્ચ થાય છે.પહાડી પરના વોટર વિભાગ દ્વારા પાણી સ્ટોરેજ કરીને લોકોને નળ કનેકશનથી માથા દિઠ ૫૦ લીટર આપવામાં આવે છે. આના માટે પહાડોની વચ્ચે ૮ કીમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. આમ જે ઘટાટોપ વાદળો અને ઘૃમ્મસભર્યા વાતાવરણથી લોકો પરેશાન રહેતા હતા તેની મદદથી જ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/cloud-water-technic-use-in-moracco


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 9 July 2016

રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા - 'થઇ ગયું તે થઇ ગયું' તેમ કહી ડો. જયેશ પટેલે ગુનો કબુલી લીધો - ગુજરાતમાં સરેરાશ ૧૨.૪૨ ટકા જેટલો વરસાદ થયો છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

- પાટીદાર અનામત આંદોલન અંગે અમદાવાદ અને સુરત પોલીસે નોંધેલા

- છ માસ માટે ગુજરાત બહાર રહેવું પડશે

વિસનગરનો કેસ બાકી હોઇ જેલમાંથી ૧૧ મી પછી બહાર નીકળશે
અમદાવાદ,શુક્રવાર
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા તોફાનો અને ભડકાઉ ભાષણ આપવા સહિતની હરકતો અંગે અમદાવાદ અને સુરત પોલીસે હાર્દિક પટેલ સામે નોંધેલા રાજદ્રોહના ગુનામાં જામીન અરજી મંજૂર કરી છે. હાર્દિકે ગુજરાત બહાર રહેવાની આપેલી બાંયેધરીના સંદર્ભમાં કોર્ટે છ માસ માટે ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મંજૂર કર્યા છે. જો કે હાર્દિક સામે વિસનગરના કેસ બાકી હોઇ તેની જામીન અરજી ૧૧મી એ નિયત થઇ હોવાથી તે હાલમાં જેલમાંથી બહાર આવશે નહીં.
જસ્ટિસ એ.જે.દેસાઇ આજે બપોર બાદ ભરચક કોર્ટમાં હાર્દિકના જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાનો ચુકાદો જાહેર કર્યો હતો. તે સાથે હાર્દિકના સમર્થકોમાં ખુશાલી છવાઇ ગઇ હતી. કોર્ટે હાર્દિકને અમદાવાદ અને સુરતના રાજદ્રોહના ગુનામાં શરતી જામીન મંજૂર કર્યા હોવાની જાહેરાત કરી હતી અને નવેસરથી બાંયેધરી આપવા ફરમાન કર્યું હતું. હાર્દિકને જામીન મંજૂર કરવાના હુૂકમમા તેણે છ માસ સુધી ગુજરાતની બહાર રહેવાની શરતનો સમાવેશ થાય છે. અન્ય શરતો જામીન અરજીની સુનાવણી દરમ્યાન તેણે આપેલી બાંયેધરી મુજબની છે.જેમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદ્દભવે તેવી પ્રવૃત્તિથી દૂર રહેવાનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને સુરતમાં દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના ગુનામાં ઓગસ્ટ ૨૦૧૫ થી જેલમાં છે. તેની જામીન અરજી અમદાવાદ અને સુરતની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આથી તેણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી અને જામીન અરજીની સુનાવણી દરમ્યાન અન્ય બે આરોપીઓને જે શરતે જામીન પર મુક્ત કર્યા છે તેવી બાંયેધરી પણ આપવાની તૈયારી બતાવી હતી.
જો કે રાજ્ય સરકારે તેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને જામીન આપવામાં આવશે તો ફરીથી એ જ પ્રકારના ગુનાઓ આચરવાની સંભાવના રહેલી છે. તેમજ કાયદો અને વ્યવસ્થાના સ્થિતિમાં પણ પ્રશ્નો ઉભા થઇ શકે તેવી દહેશત છે.ઉપરોક્ત બન્ને ગુનાઓમાં હાઇકોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. પરંતુ વિસનગરના કેસમાં તેની જામીન અરજીની સુનાવણી બાકી છે. જ ૧૧ મી જુલાઇ પર નિયત થઇ છે. હાઇકોર્ટ આ જામીન અરજી માન્ય રાખે તે પછી તેનો છૂટકરો થશે અને જામીન પર જેલમાંથી બહાર આવશે.

હાર્દિક સામેના કેસની ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની સંભાવના નથી
અરજદારે જ બાંયધરી આપી હોેઇ જામીન આપવા માટે યોગ્ય કેસ :કોર્ટ

અમદાવાદ,શુક્રવાર
રાજદ્રોહના આરોપસર પકડાયેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને હાઇકોર્ટે આજે રૃા.૫૦ હજારના જામીન પર મૂક્ત કરવાનો હુકમ કર્યો છે. હાર્દિકને શા માટે જામીન પર છોડવો જોઇએ તે માટે જસ્ટિસ એ.જે.દેસાઇ કેટલાક અગત્યાના તારણો નોંધ્યા છે.
(૧) જામીન અરજીની સુનાવણી દરમ્યાન તેણે છ માસ માટે ગુજરાત બહાર રહેવાની તૈયારી બતાવી છે.
(૨) તેની સામે સુરત અને અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસ નજીકના ભવિષ્યમાં પૂરાં થઇ શકે તેમ નથી. સુરતના કેસમાં ૧૪૮ સાક્ષીઓ છે. અમદાવાદના કેસમાં ૫૦૩ સાક્ષીઓ છે. આરોપી ઓક્ટોબર ૨૦૧૫ થી જેલમાં છે.
(૩) અરજદાર જામીન પર છૂટયા પછી એ જ પ્રકારના ગુનાઓનું પુનરાવર્તન કરશે તેવી સંભાવનાઓ સૂચવતા કોઇ પુરાવાઓ રજૂ થયા નથી.
(૪) તેની સાથેના આ જ કેસોમાં અન્ય ત્રણ આરોપીઓને જામીન પર મૂક્ત કરવામાં આવ્યા છે. તે સંજોગોમાં અરજદારને જેલમાં રાખી શકાય નહીં.
(૫) આ કેસમાં સાક્ષીઓ સાથે ચેડાં થવાનો કે ધમકી આપવાનો કોઇ પ્રશ્ન નથી. કારણ કે ફરિયાદી જ નાયબ પોલીસ કમિશનર કે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દરજ્જાના અધિકારીઓ છે. સાક્ષીઓ પોલીસ અધિકારી છે અથવા તો સરકારી અધિકારી છે.
(૬) રાજદ્રોહના આરોપ અંગે રજૂ કરાયેલી સામગ્રી ટીવી ઇન્ટરવ્યૂ, એપ્પસ વગેરે જોઇ છે. પરંતુ આ સમગ્ર બાબત એફઆઇઆર રદ્દ કરવાનો મામલો સુપ્રીમકોર્ટની વિચારણા હેઠળ છે.
આરોપીને જામીન પર છોડવા માટેનો યોગ્ય કેસ હોવાનું ઠરાવીને નીચે મુજબની શરતો મૂકી છે.
૧. દરેક કેસમાં રૃા. ૫૦ હજારના બોન્ડ આપવા. ૨૫-૨૫ હજારના બે વ્યક્તિઓના જામીન આપવાના રહેશે.
૨. સ્વતંત્રતાનો દુરપયોગ કરવો નહીં કે ગેરલાભ ઉઠાવવો નહીં.
૩. પ્રોસીક્યુશનને અસર થાય તે રીતે ન વર્તવુ.
૪. ટ્રાયલકોર્ટ સમક્ષ છ માસ માટે ગુજરાત બહાર રહેવા અંગેની બાંયેધરી રજૂ કરવી.
૫. ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જે તે સ્થાનિક પોલીસને તેની જાણકારી આપવી.
૬. જવાબદાર અધિકારીએ ગુજરાત બહાર તે જ્યાં રહેવાનો હોય ત્યાં સુરક્ષિત પહોંચે તે માટે યોગ્ય પગલાં ભરવા.
૭. અરજદારે જે તે સ્થાનિક પોલીસ સમક્ષ દર મહિનાના સોમવારે હાજરી ભરાવવી.
૮. પાસપોર્ટ હોય તો કોર્ટમાં જમા કરાવવો.
૯. ગુજરાતમાં પ્રવેશ્યા પછી ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી દર સોમવારે અમદાવાદમાં અને દર ગુરૃવારે સંબંધિત પોલીસ મથકે હાજરી ભરાવવી.
૧૦. કોર્ટની પરવાનગી વગર રહેઠાણના સરનામામાં ફેરફાર કરવો નહીં.
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-hardik-patel-granted-bail-by-the-high-court-treason-charges

'થઇ ગયું તે થઇ ગયું' તેમ કહી ડો. જયેશ પટેલે ગુનો કબુલી લીધો

- રેન્જ આઇ.જી. અને ડી.એસ.પી. કહે છે

- બીજી વખતના રિમાન્ડ પછી પોલીસની કડક પૂછપરછમાં ડો. જયેશ પટેલ માનસિક રીતે ભાંગી પડયો હતો

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા,શુક્રવાર
પારૃલ યુનિવર્સિટીની નર્સીંગની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવાના કેસમાં બીજી વખત રિમાન્ડ મળતા ડો. જયેશ પટેલ ગઇકાલે પૂછપરછ દરમિયાન ભાંગી પડયો હતો અને છેવટે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. જોકે, અચાનક સવારે તેની તબિયત બગડતા વિગતવાર નિવેદન લઇ શકાયુ નથી.

આ અંગેની વિગત એવી છે કે, પારૃલ યુનિવર્સિટીમાં નર્સીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં નાટયાત્મક ઢબે પકડાયેલા પારૃલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેન ડો. જયેશ પટેલે અત્યાર સુધી પોલીસને ગોળ-ગોળ ફેરવી હતી. પરંતુ ગઇકાલે ડો. જયેશ પટેલના વધુ ત્રણ દિવસના રિમાન્ડ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા ત્યારબાદ જિલ્લા પોલીસે ગઇકાલ સાંજથી તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી હતી. ગઇકાલે રાત્રે અને ત્યારબાદ આજે સવારે પણ પોલીસે તેની પૂછપરછ કરી હતી. પરંતુ, ડૉ. જયેશ પટેલના અગાઉના વર્તન અને ગઇકાલના વર્તનમાં ઘણો તફાવત દેખાયો હતો. અને છેવટે માનસિક રીતે ભાંગી પડેલા ડૉ. જયેશ પલેટે ''થઇ ગયુ તે થઇ ગયુ તેમ કહી. પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું ડી.એસ.પી. એ તેમજ રેેન્જ આઇ.જી.એ જણાવ્યું છે.

જોકે, ત્યારબાદ તેનું વિગતવાર નિવેદન લેવાનું હતું. પરંતુ અચાન ડૉ. જયેશ પટેલની તબિયત બગડતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી તેનું વિગતવારનું નિવેદન લેવામાં આવશે તેવું ડીએસપીએ જણાવ્યું છે.

LCB પી.આઇ.નું આશ્ચર્યજનક વલણ
ડૉ. જયેશ પટેલે પોતાના ગુનાની કબૂલાત કરી નથી
પીઆઇ ચૌધરી અગાઉ પણ આ ચર્ચાસ્પદ કેસની વિગતો આપવાનું ટાળતાં હતાં


(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
ડૉ. જયેશ પટેલના કેસનીતપાસ કરતા એલ.સી.બી. પીઆઇ કે.જે. ચૌધરી આ કેસની માહિતી આપવાનું કોઇક કારણોસર શરૃઆતથી જ ટાળી રહ્યા છે. આજે પણ ડો. જયેશ પટેલે પોતાના ગુનાની કબૂલાત કરી છે ? તેવું પૂછતાં તેમણે આ બાબતે જણાવ્યું હતું કે ડો. જયેશ પટેલે ગુનાની કબૂલાત કરી નથી. જયારે બીજી તરફ ડીએસપી અને રેન્જ આઇ.જી.એ પત્રકારોને જણાવ્યું હતું કે ડો. જયેશ પટેલેગુનાની કબૂલાત કરી છે.

સમગ્ર રાજયમાં ચકચાર જગવાનાર આ કેસની તપાસ શું વિગતો બહાર આવી? તે જાણવાની ઇંતેજારી સૌ કોઇને હોય તે સ્વાભાવિક છે. તેવા સંજોગોમાં કેસની તપાસ અધિકારી અને એલ.સી.બી પીઆઇ કે.જે. ચૌધરીનું આવું વલણ આશ્ચર્ય પમાડનારૃ છે.

આ વાત પરથી એવી પ્રતિતિ થાય છે કે ડો. જયેશ પટેલના ચકચાર ભર્યા કેસનીતપાસમાં જિલ્લા પોલીસ વચ્ચે જ સંકલનનો અભાવ છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/jayesh-patel-gujarat-baroda-rape-crime
 

ગુજરાતમાં સરેરાશ ૧૨.૪૨ ટકા જેટલો વરસાદ થયો છે

- ચાર તાલુકામાં વરસાદનો છાંટો પણ પડયો નથી

- આગામી ત્રણ દિવસ માત્ર હળવા ઝાપટાંની આગાહી

અમદાવાદ, શુક્રવાર
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જેમ ખેંચાતો જાય છે તેમ ચિંતાના વાદળો વધુને વધુ ઘેરા બની રહ્યા છે. હવામાન ખાતાની આગાહીને વિશ્વસનીય ગણવામાં આવે તો અમદાવાદમાં આગામી ચાર થી પાંચ દિવસ માત્ર હળવા વરસાદની સંભાવના છે. વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં કુલ ૧.૨૫ ઈંચ જયારે અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૦.૬૬ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે ૮ જુલાઇ સુધી અમદાવાદ શહેરમાં ૬.૩૩ ઈંચ અને અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૪.૬૪ ઈંચ વરસાદ પડી ચૂક્યો હતો.
આ વર્ષે સમગ્ર ગુજરાતમાં હજુ સુધી સરેરાશ ૧૨.૪૨% વરસાદ નોંધાયો છે. વધુ ચિંતાની વાત એ છે કે રાજ્યના ચાર તાલુકામાં હજુ સુધી સહેજપણ વરસાદ પડયો નથી. બીજી તરફ ગત વર્ષે ૮ જુલાઇ સુધી માત્ર એક તાલુકામાં સહેજપણ વરસાદ પડયો નહોતો. આ વર્ષે અત્યારસુધી ૯૫ તાલુકામાં ૫૦ મી.મી, ૭૯ તાલુકામાં ૫૧ થી ૧૨૫ મી.મી., ૫૩ તાલુકામાં ૧૨૬ થી ૨૫૦ મી.મી. સુધી વરસાદ નોંધાયો છે. ગત વર્ષે કચ્છ જિલ્લામાં સરેરાશ ૨.૩૨ ઈંચ વરસાદ પડયો હતો જ્યારે આ વખતે માત્ર ૦.૫૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
વરસાદ ખેંચાવવા અંગે હવામાન વિભાગ પાસે પણ કોઇ સ્પષ્ટ જવાબ નથી. હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે પૂર્વ ઉતર પ્રદેશ ડિપ્રેશન સિસ્ટમ છવાઇ હતી જે નબળું પડી લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. ઓફસર ટ્રફ હાલમાં કેરળથી કર્ણાટક સુધી સક્રિય છે. જે આગામી દિવસોમાં સક્રિય બનતા દક્ષિણ ગુજરાતમાં ચોમાસું લાવી શકે છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gujarat-is-12-42-per-cent-of-the-average-rainfall
 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/