Pages

Thursday, 1 January 2015

આજથી LPGની સબસીડી બેંક ખાતાઓમાં જમા થશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજથી LPGની સબસીડી બેંક ખાતાઓમાં જમા થશે

૧૫મી નવેમ્બરથી ૫૪ જિલ્લામાં અમલમાં મૂકાયેલી

આ યોજના હવેથી દેશભરમાં અમલી

(પીટીઆઇ)               નવી દિલ્હી, તા.૩૧
આવતી કાલથી રાંધણ ગેસના વપરાશકારો તેમના ગેસ સીલીન્ડરની સબસીડી સીધી જ તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે. જેથી તેમને બજાર ભાવે ગેસ મળી રહે. ગ્રાહક રાંધણ ગેસની 'ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમમાં જોડાય તે પચી તે રૃા.૫૬૮ તેના બેંક એકાઉન્ટમાં સબસીડી રૃપે જમા મેળવી શકશે. આ યોજનાને હાલ 'પહલ' નામ આપવામાં આવ્યું છે. તેમને આ પૈસાનો ઉપયોગ ૧૪.૨ કિલોનું રાંધણ ગેસનો બાટલો ખરીદવામાં કરવાનો રહેશે.
હાલ દિલ્હીમાં ગેસનો બાટલો ૭૫૨ રૃા. ખુલ્લા બજારમાં મળે છે. જ્યારે સબસીડીવાળો ૧૪.૨ કિલોનો બાટલો ૪૧૭ રૃા. કિલોના ભાવે મળે છે. દેશના અન્ય શહેરોમાં તેના ભાવ સ્થાનિક કરવેરા અનુસાર ઉંચા હોઇ શકે છે. આ મહત્વકાંક્ષી યોજના જૂન ૨૦૧૩માં પૂર્વ યુ.પી.એ. સરકારે અમલમાં મુકી હતી પણ કોર્ટના હુકમોને પગલે ચાલુ વર્ષની શરૃઆતમાં અટકાવી દેવાઇ હતી.
આ યોજનામાં જોડાવા ઇચ્છતી વ્યક્તિએ તેના આધાર કાર્ડનો નંબર તેના બેંક ખાતામાં આપવો પડશે અથવા જેની પાસે આધાર કાર્ડ ન હોય તેમણે પોતાનો બેંકનો ખાતા નંબર તેમના ૧૭ આંકડા એલ.પી.જી. આઇ.ડી. સાથે લખવો પડશે. તેમ અત્રે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. પહલા અથવા 'પ્રત્યક્ષ હસ્તાંતરીત લાભ' નામક આ યોજનાને ૧૫મી નવેમ્બરથી દેશના ૫૪ જિલ્લામાં લાગુ કરાઇ હતી. જે હવેથી આખા દેશમાં અમલી બનશે. જેમાં ગ્રાહકને ૧૪.૨ કિ.ગ્રા.ના ૧૨ અથવા પાંચ કિ.ગ્રા.ના ૩૪ બાટલા સબસીડીયુક્ત ભાવે મળશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment