સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 5 October 2015

પૃથ્વીનું તાપમાન ૨૧મી સદીમાં ત્રણ ડિગ્રી જેટલું વધી જશે ઃ વિજ્ઞાાનીઓ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પૃથ્વીનું તાપમાન ૨૧મી સદીમાં ત્રણ ડિગ્રી જેટલું વધી જશે ઃ વિજ્ઞાાનીઓ

બે ડિગ્રી તાપમાન ઘટાડવા યુએનમાં વૈશ્વિક સમુદાયની પ્રતિબધ્ધતા

યુ.એન.નું ૧૮મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના તાપમાન સુધી પહોંચવાનું લક્ષ્યાંક

પેરિસ, તા.૪
વર્ષ ૨૧૦૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ૨.૭ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું હશે એવું યુનાઈટેડ નેશન્સના અહેવાલમાં જાહેર કરવામાં આવ્યું છે. યુએનમાં તમામ દેશોએ આવનારા વર્ષોમાં ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા માટે કટિબદ્ધતા દર્શાવી એ વખતે આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. યુએનએ ઔદ્યોગિક ક્રાંતિ આવી એ પહેલાં જેટલું પૃથ્વીનું તાપમાન હતું ત્યાં સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેના માટે આશરે બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડવું જરૃરી છે.
હાલ વિજ્ઞાાનીઓએ ક્લાઈમેટ એક્શન ટ્રેકર નામનું એક સાધન વિકસાવ્યું છે. આ સાધનની મદદતી દર મહિને પૃથ્વીનું સરેરાશ તાપમાન માપી શકાય છે. આ સાધનના વિશ્લેષણ પ્રમાણે સપ્ટેમ્બરમાં પૃથ્વીનું તાપમાન ઘટયું હતું. હવે તમામ દેશોએ યુએનમાં ટૂંક સમયમાં તાપમાન ઘટાડવા માટેના સોગંધનામું રજૂ કરવાનું છે, જેને ઈન્ટેન્ડેડ નેશનલી ડિટમાઈન્ડ કોન્ટ્રિબ્યુટર્સ (આઈએનડીસી) નામ આપવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ ક્લાઈમેટ રેસ્ક્યૂ પેક્ટનું કરોડરજ્જુ ગણાય છે.
વિશ્વના કુલ ૧૪૦ દેશોએ વિશ્વનું ૮૦ ટકા જેટલું કાર્બન એમિસન કરે છે. જોકે, આમાંના મોટા ભાગના દેશોએ પ્રદૂષણ ઘટાડવા સહિતની યોજનાઓનો અહેવાલ યુએનને સુપરત કરી દીધો છે, જેમાં ભયાનક પ્રદૂષણ કરતા ચીન, અમેરિકા અને અન્ય ૨૮ સભ્યોના યુરોપિયન યુનિયનના દેશોનો પણ સમાવેશ થાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, મોટા ભાગના દેશોએ ઓછો લક્ષ્યાંક નિર્ધારિત કરીને યુએનને અહેવાલ સુપરત કર્યો છે. જો વર્ષ ૨૧૦૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ઘટાડવું હશે તો લક્ષ્યાંક અને મહત્ત્વાકાંક્ષા ઊંચી રાખવી પડશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/