Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
મંજૂરી મળે કે ન મળે અમદાવાદમાં રપમીએ લાખો પટેલોની રેલી યોજાશેર૦૧૭ પહેલાં પટેલો અનામત લઈને જ ઝંપશેઃ હાર્દિકઅનામત આંદોલન તોડી પાડવા ભાજપનું ચોતરફથી દબાણ
જાહેર કરેલી તમામ રેલીઓ યોજવાનો આયોજકોનો નિર્ધાર
ગાંધીનગર, રવિવાર ગુજરાતમાં પટેલોને અનામત આપવા માટેની માંગણી સાથેનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર સ્વરૃપ ધારણ કરતું જાય છે. સરકાર આંદોલનને તોડી પાડવા પ્રયાસ કરી રહી છે તો આયોજકોએ તમામ રેલીઓ યોજવા મક્કમપણ આગળ વધી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વિજાપુર, માંડલ, વિરમગામ, ગોંડલ, રાજકોટ અને અમદાવાદમાં અનામતની માંગણી કરતી રેલીઓ યોજવામાં આવશે જ અને ર૦૧૭ સુધીમાં અનામત લઈને જ ઝંપીશું. આજે પત્રકારો સાથેની વાતચિતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમારા આંદોલનને તોડી પાડવા માટે ભાજપ ચોતરફથી દબાણ લાવી રહ્યો છે. રેલીઓની મંજુરીઓ રદ કરવી, હોદ્દેદારોને ધમકાવવા, તેઓના યુવા શિક્ષણ સમિતિમાંથી રાજીનામા અપાવી દેવા સહિતના અનેક પ્રકારે દબાણ લવાઈ રહ્યા છે. આમ છતાં પટેલોને અનામત મળે તે માટેનું આંદોલન છેક સુધી ચલાવવામાં આવશે. ગુજરાતના ૩૪ જિલ્લા અને તાલુકાઓમાં આવેદનપત્રો આપવા માટેની રેલીનું આયોજન કરાયું છે. તા.ર૮મીએ વિજાપુરમાં રેલીનું આયોજન કરાયું છે. જેમાં પ૦ હજારથી વધુ પટેલો ઉમટી પડશે. મામલતદાર અને પોલીસ વિભાગે મંજુરીઓ રદ કરીને વિજાપુરની રેલીના આયોજક મનોજ પટેલને ધમકાવી રહ્યા છે. પરંતુ કોઈપણ ભોગે વિજાપુરની રેલી યોજાશે જ. આ દિવસે વિજાપુર બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. આ જ દિવસે માંડલ ખાતે, ર૯મીએ વિરમગામમાં, તા.રજીએ હિંમતનગરમાં, તા.૩જીએ ગાંધીનગરમાં રેલી યોજાશે.આ ઉપરાંત તા.પમી ઓગષ્ટે રાજકોટમાં અને તા.રપમીએ અમદાવાદમાં વિશાળ રેલીનું આયોજન કરાયું છે. આ અંગે જરૃરી મંજુરીઓ લેવામાં આવશે. પરંતુ સરકાર જો મંજુરી નહીં આપે તો પણ રેલી યોજાશે. આ રેલીઓનો પ્રચાર-પ્રસાર કરવા માટે લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. હાલમાં પાટીદારોના નાના-મોટા ૯ર સંગઠનો આ આંદોલનમાં જોડાયેલા છે. આગામી દિવસોમાં ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટ, ખોડલધામ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનો સંપર્ક સાધીને તેઓનો સહકાર માંગવામાં આવશે. આ આંદોલનને ટેકો આપવા માટે અત્યાર સુધીમાં ૧૪.૬૯ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સહિતની સરકારોમાં પટેલોને અન્યાય થયો છે. સરકારમાં ૬૦ બોર્ડ-નિગમોની યોજનાઓ છે. પરંતુ તેમાંથી એકપણ યોજના પટેલો માટે નથી. પાટીદાર આયોગ પણ નથી. આથી પાટીદાર આયોગ બને, પટેલોનો ઓબીસીમાં સમાવેશ કરીને તેઓને ઓબીસીનો નવો જ ક્વોટા ફાળવાય તેવી માંગણી કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. હાલમાં પટેલ સમાજના ઉદ્યોગપતિઓ અને પાંચ બુદ્ધિજીવીઓનો સહકાર હોવાનું તેમણે જણાવી ઉમેર્યું હતું કે દરેક ધારાસભ્યો અને સાંસદોને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે. જેથી ખબર પડે કે ક્યાં પટેલ ધારાસભ્ય કે પટેલ સાંસદ આ આંદોલનમાં સાથે રહે છે. સૌરાષ્ટ્રમાં ૧૦ દિવસમાં ર૩ રેલી યોજાશેઃ ભાજપી નેતાઓનું સમર્થન આંદોલન સમિતિના કન્વીનરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં આગામી ૧૦ દિવસમાં ર૩ રેલીઓ યોજાશે. જેમાં પ ઓગષ્ટની રાજકોટની રેલી મુખ્ય છે. આ સિવાય તા.૧૩મીએ વડોદરા, તા.૧૮મીએ સુરત અને તા.રપમીએ અમદાવાદમાં ર૦ લાખ પટેલોની રેલી યોજાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે આ આંદોલનને સમર્થન આપ્યું છે. વિરમગામની રેલીમાં દલિત સમાજ, માલધારી સમાજને સાથે રાખવામાં આવશે. ઓબીસી સમાજને સાથે રાખીને આ આંદોલન કરાશે. |
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment