Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
પૃથ્વીના ધુ્રવો પર ઓઝોન વાયુમાં ૪ ટકા જેટલો ઘટાડો થયોછેલ્લાં ૫૦ વર્ષ દરમિયાનકલોરો ફલોરો કાર્બન,કલોરીન અને બ્રોમાઇડ જેવા વાયુઓ ઓઝોન માટે નુકસાનકારક
અમદાવાદ,તા.૧૫
અવકાશમાં ૧૫ થી ૩૫ કીમી દૂર આવેલા સમતાપ મંડળમાં આવેલું ઓઝોન વાયુનું સ્તર સૂર્ય પ્રકાશમાં રહેલા નુકસાનકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોનું શોષણ કરીને પૃથ્વીની પરની જીવસૃષ્ટીને બચાવે છે.છેલ્લા ૬ દાયકામાં પૃથ્વી પર વધતા જતા પ્રદુષણના કારણે વાયુમંડળમાં ફેરફારો થવાથી ઓઝોન વાયુનું લેયરમાં પાતળું પડતું જાય છે.કલોરો ફલોરો કાર્બન,કલોરીન અને બ્રોમાઇડ જેવા નુકસાનકારક ગેસોના ઉત્સર્જનના કારણે ૧૯૭૦ પછી પૃથ્વીના સમતાપ મંડળમાં ઓઝોન ગેસમાં દર ૧૦ વર્ષે ૪ ટકા જેટલો ઘટાડો થઇ રહયો છે.ખાસ કરીને પૃથ્વીના ધૃવિય શ્રેત્રોમાં ચોકકસ સમય દરમિયાન ઓઝોનનો ભારે ઘટાડો થયો છે જેને ઓઝોન છિદ્ર પણ કહે છે.બીજી બાજુ પૃથ્વી પર પાંગરેલા જીવનને ઓઝોન વાયુ સાથે સીધો સંબંધ હોવાથી તે અંગેની જાગૃતિ લાવવા ઓઝોન સંરક્ષણ દિવસ પણ ઉજવવામાં આવે છે.લાખો વર્ષથી અસ્તિત્વ ધરાવતા પૃથ્વીના વાયુમંડળમાં જેટલા ફેરફાર થયા નથી તેટલા છેલ્લા ૧૦૦ વર્ષમાં થઇ રહયા હોવાથી આછા નીલા રંગના ઓઝોન વાયુને બચાવવો જરુરી બન્યો છે.ઓઝોનએ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે તેનો અર્થ સ્મેલ એટલે ગંધ થાય છે. ઓઝોનની માત્રા વિષુવવૃત રેખાની નજીક વધારે જયારે ધૃવો તરફ ઓછી ૧૮૩૯માં સ્વીસ કેમિસ્ટ સ્કોન બિઅને પૃથ્વી પરના જીવોના આરોગ્ય માટે ઓઝોન વાયું કેટલો ઉપયોગી છે તેની જાણકારી આપી હતી.જયારે ૧૮૬૦ ઓઝોન વાયુના બંધારણમાં ઓકિસજનના ત્રણ અણું અંગેનું રીસર્ચ વૈજ્ઞાાનિક જીન્સ લૂઇસ કર્યું હતું.જો કે ૧૯૧૩માં ઓઝોન વાયુના સંશોધનનો સૌથી વધારે જશ ફેન્ચ વૈજ્ઞાાનિક ચાર્લિસ ફાર્બી અને હેનરીલ બ્રિઝનને મળે છે.૧૯૩૦માં બ્રિટીશ ફિઝીસ્ટ સિડની ચેમ્પમેને સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનના સર્જન અને વિનાશની થિએરી રજૂ કરી હતી જે ચેમ્પમન રી એકશન તરીકે જાણીતી છે.૧૯૨૦માં ઓકસફર્ડ વૈજ્ઞાાનિક જી એમ બી ડોબ્સને ઓઝોનનું નીરીક્ષણ કરવા માટે યંત્ર બનાવ્યું હતું.સમતાપ મંડળમાં ઓઝોનની માત્રા વિષુવવૃત રેખાની નજીક વધારે છે.તેમજ જેમ ધૃવો તરફ આગળ વધતા જઇએ તેમ ઘટતી જાય છે.ખાસ કરીને ઉત્તર ધૃવ કરતા દક્ષિણ ધૃવમાં ઓઝોનના પડને વધારે નુકસાન થયું છે કલોરો ફલોરો કાર્બન વાયુ ઓઝોનના લેયરનો દુશ્મન નંબર વન પહેલીવાર ૧૯૮૫માં ઓઝોન પરતમાં છેદ હોવાનું બહાર આવ્યું હતું.ત્યાર પછી ઓઝોન લેયર અંગે ખૂબજ સંશોધનો થયા જેમાં બહાર આવ્યું કે ૧૯૨૦માં શોધાયેલો સીએફસી તરીકે ઓળખાતો કલોરો ફલોરો કાર્બન વાયુ ઓઝોનના લેયર માટે સૌથી જોખમ છે.તેનો ઉપયોગ ફ્રિજ,એ.સી,હેયર સ્પે અને ડિઓડરન્ટમાં થતો આથી ૧૯૮૭માં સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા ઓઝોનના પરતને નુકસાન પહોચાડતા પદાર્થોની યાદી તૈયાર કરીને તેનો ઉપયોગ ઘટાડવાનું આહવાન કર્યું હતું.એક માહિતી મુજબ વાતાલરણમાં ૭૪ હજાર ટન એસી ગેસ જોવા મળે છે. ઓઝોનના પડને નુકસાન કરતા ગેસો પર પ્રતિબંધ છતાં ભળતા વાયુઓનો ઉપયોગ અને ઉત્પાદન બેરોક ટોક થયા કરતું હોવાથી ઓઝોનના પરત પરનું જોખમ ઘટયું નથી.એરોસેલ ઉત્પાદનો , મિથાઇલ બ્રામાઇડ પણ કલોરીન પણ ઓઝોન માટે જોખમી પૂરવાર થયા છે. |
Source :-http://www.gujaratsamachar.com/
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment