સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 26 November 2015

પાટીદાર યુવાનોની ભરતી માટે ભાજપ-કોંગ્રેસમાં રીતસરની લાગી છે રેસ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદાર યુવાનોની ભરતી માટે ભાજપ-કોંગ્રેસમાં રીતસરની લાગી છે રેસ

ગુજરાતમાં અત્યારે આ પહેલી એવી ચૂંટણી છે જેમાં ભાજપ અને કોંગ્રેસમાં ભરતીમેળાનું સ્વરૂપ બદલાઈ ગયું છે. અગાઉની ચૂંટણીઓમાં પણ ભાજપમાં વિશેષ ભરતીમેળો જોવા મળતો હતો. જેમાં કોંગ્રેસના સહકારી આગેવાન, હોદ્દેદાર કે પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસધ અને છેલ્લે તો સીટિંગ ધારાસભ્ય અને સંસદસભ્ય પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાં પણ ભાજપના કોઈ હોદ્દેદાર કે પૂર્વ ચૂંટાયેલા સભ્ય જોડાતા હતા, પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં 'પાટીદાર યુવાનો' જોડાયાના સમાચાર મોટા બને છે. પાટીદાર આંદોલને ચૂંટણીના ગણિત બદલી નાખ્યા તેનો આ એક પુરાવો છે. મુખ્યમંત્રી પ્રચારમાં નીકળે અને ૨૦૦-૩૦૦ પાટીદાર યુવાનો જોડાયાની જાહેરાત થાય છે. એવી જ રીતે શંકરસિંહ વાઘેલા ચૂંટણી પ્રવાસમાં જાય છે ત્યાં પણ એટલી જ સંખ્યામાં પાટીદાર યુવાનો કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત થાય છે.

રાજકીય હવા ઊભી કરવા વિવિધ સમાજનો ઉપયોગ ભૂતકાળની ચૂંટણીમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દરેક જાહેર કાર્યક્રમમાં અને ચૂંટણી સભામાં વિશેષ વિવિધ સમાજ દ્વારા મુખ્યમંત્રીનું તેમની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવતું હતું. આદિવાસી સમાજ તીરકામઠું આપતા હતા, કચ્છના લોકો કચ્છી બંડી પહેરાવતા હતા. તો ઠાકોર-ક્ષત્રિય સમાજ માથે સાફો બાંધી હાથમાં તલવાર આપતાં હતાં, પરંતુ આ વખતની ચૂંટણીમાં આ બધું જ બાજુ પર મૂકીને પાટીદાર યુવાનો પક્ષમાં જોડાયા અને સમર્થન જાહેર કર્યું એ જ મુખ્ય પ્રોપેગેન્ડા રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા નેતાઓના પ્રવાસના આયોજનનો આ એક ભાગ બની ચૂક્યો છે. જે આંકડાઓ જાહેર થાય છે એ અને જે યુવાનોને ખેસ પહેરાવી લાઈનો કરાવી દેવામાં આવે છે તેમાં વાસ્તવિકતા થોડી દૂર હોય છે. પક્ષના જ કાર્યકરો ઓછા જાણીતા ચહેરાઓને નવા જોડાયેલા કાર્યકરોમાં ખપાવી દેવામાં આવે છે. આ આયોજન માટે સ્થાનિક નેતાઓને કાર્યક્રમ પહેલાં સૂચના આપવામાં આવે છે અને નેતાઓ પહોચે એ પહેલાં આયોજન ચકાસી લેવામાં આવે છે. ભાજપના એક આગેવાન સાથે નિખાલસ ચર્ચામાં તેમણે સ્વીકાર્યું કે, આવું બધું કરવાથી રાજકીય વાતાવરણ ઊભું કરી શકાય છે. અત્યારે પાટીદાર સમાજ ભાજપથી વિમુખ છે, તેમાં ૨૦૦-૩૦૦ યુવાનો ભાજપમાં જોડાયાની જાહેરાતથી કેટલાક કિનારે બેઠેલા કાર્યકરો સક્રિય થઈ જાય છે. માટે આવું બધું કરવું પડે છે.

પાટીદારો એ ભાજપની વોટબેંક ગણાય છે. જેથી પાટીદારો કોંગ્રેસમાં જોડાયાના સમાચારનું મહત્ત્વ વધી જાય છે. માટે કોંગ્રેસ પણ આ હવા ઊભી કરવા એવા અને એટલા જ પ્રયત્નો કરે છે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3180882

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 25 November 2015

આજે દેવ દીવાળી, શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ ઃ ગુરુ નાનકજીની જન્મતિથિ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજે દેવ દીવાળી, શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ ઃ ગુરુ નાનકજીની જન્મતિથિ

ડાકોર, દ્વારકા, શામળાજી, સોમનાથ, અંબાજીમાં વિશેષ પૂજન અર્ચન

જૈન સાધુ-સાધ્વીજીઓનો વિહાર શરૃ થશે

અમદાવાદ, મંગળવાર
હિન્દુ પરંપરા મુજબ દીવાળીથી માંડીને દેવ દીવાળી સુધીના પર્વની ઉજવણીનું આવતીકાલે સમાપન થશે. બીજી તરફ જૈન પરંપરા મુજબ ગિરિરાજ યાત્રા (શેત્રુંજયની યાત્રા)નો તથા જૈન સાધુ-સાધ્વીજીઓના વિહારનો પણ પ્રારંભ થશે તો પ્રથમ શીખ ગુરુ શ્રી નાનકદેવજીના જન્મ જયંતી પર્વની પણ સમગ્ર શીખ સમાજ પારંપરિક રીતે ઉજવણી કરશે.

આસોવદ બારશ - વાક (વાઘ) બારશથી લાભ પાંચમનું દીવાળી પર્વ, તે પછી કારતક સુદ અગિયાર- દેવઉઠી એકાદશી અને હિન્દુ પરંપરા મુજબ ચાતુર્માસનો અંત - તુલસી વિવાહનાં પ્રસંગો, અને હવે છેલ્લે કાર્તિકી પૂર્ણિમાએ દેવ દીવાળીનું પર્વ એમ લાંબી ઉજવણી થાય છે. બુધવારે પૂર્ણિમાએ તેનું સમાપન થશે. આ પર્વ નિમિત્તે મંદિરોમાં પૂજન-અર્ચન ઉપરાંત રાજભોગ-અન્નકૂટ વગેરેનાં આયોજનો થશે. ગુજરાતમાં અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી જેવાં પ્રસિદ્ધ તીર્થ ધામોમાં વિશેષ પૂજન-અર્ચન થશે. અગિયારશથી શરૃ થયેલા શામળાજીના મેળા તથા સિદ્ધપુરના કાત્યોકના મેળાનું પણ આજે વિધિવત સમાપન થશે.
બીજી બાજુ જૈન પરંપરા મુજબ જૈન સાધુ સાધ્વીજીઓના ચાતુર્માસની સમાપ્તિ અને નવા વર્ષે વિહાર કરવાની પરંપરા છે. તે ઉપરાંત કાર્તિક પૂર્ણિમાએ શત્રુંજય-ગિરિરાજજીના યાત્રાનો પ્રારંભ પણ થશે. સાથોસાથ કલિકાલ સર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય મહારાજનો જન્મદિવસ પણ છે. પૂ. મુનિરાજ જગતચન્દ્રવિજયજી મહારાજના જણાવ્યા પ્રમાણે કારતકી પૂનમ એટલે રત્નત્રયી આરાધના, તત્ત્વત્રયીની ઉપાસનો દિવસ છે. ચોમાસામાં ચાર મહિના માંગલિક રહેલી શ્રી શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ થાય છે. હજારો શ્રાવક-શ્રાવિકાઓ ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. કેટલાક નવ્વાણુ યાત્રાનો આરંભ કરે છે. આ દર્શન એટલે દેવની ઉપાસના. કલિકાલ સર્વજ્ઞા પૂ. હેમચન્દ્રચાર્યજીનો જન્મ દિન એટલે ગુરુભગવંતના સ્મરણથી ગુરુતત્વની ઉપાસના અને છેલ્લે ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહેલા સાધુ-સાધ્વીજીઓએ ભાવિકોને તપ-ત્યાગની આરાધના કરાવી હોય છે. તેઓ હવે વિહાર કરશે. એ સંદર્ભમાં એ પણ એક ઉપાસના છે. આમ આ ત્રિવેણી પર્વ છે.
દરમિયાન, શીખોના પ્રથમ ગુરુ નાનક દેવજીના જન્મ જયંતી પર્વની પણ ધાર્મિક પરંપરાઓ મુજબ આજે ઉજવણી થશે. અમદાવાદ સહિત ગુજરાતનાં ગુરુદ્વારાઓમાં એ નિમિત્તે વિશેષ આયોજન થશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-sardar-patel-gujarat-polls-corporation-dariyapur

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 19 November 2015

BJP-પાટીદારો વચ્ચે વર્ચસ્વનો મરણિયો જુગાર

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

BJP-પાટીદારો વચ્ચે વર્ચસ્વનો મરણિયો જુગાર

પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને પ્રચારના ફાંફા પડી રહ્યા છે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ પાટીદારોને સંપૂર્ણ સમજાવવામાં સફળ થયા નથી ત્યારે હવે ઉમેદવારોએ તેમની રીતે ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ કરી દીધા છે. જેમાં સીધેસીધા જે તે સોસાયટીના પાટીદાર અગ્રણીઓને બોલાવીને તેમની સાથે રાત્રિ બેઠકો શરૂ કરવામાં આવી છે અને વ્યક્તિગત વિરોધ નહીં કરવા માટે સમજાવટ કરવામાં આવે છે. પાટીદારોથી પરિચિત હોય તેવા લોકોને પણ મધ્યસ્થી તરીકે રાખવામાં આવે છે. જો કે કેટલા અંશે આ પ્રયાસ સફળ થઇ રહ્યો છે તે પરિણામ વખતે જ ખબર પડશે. તેની બીજી તરફ શહેરના કેટલાક વિસ્તાર એવા છે જયાં પાટીદારોના વિરોધથી ભાજપનું એક બેનર પણ લાગી શક્યું નથી કે પ્રચારનો એક રાઉન્ડ પણ લઇ શકાયો નથી. ચૂંટણી પરિણામના આધારે કોણ કોની પર વર્ચસ્વ જમાવશે તેનો તેની જાણે એકબીજા વચ્ચે હરીફાઇ ચાલી રહી હોય તેવો માહોલ છે.
ભાજપ અને પાટીદારો વચ્ચે હાલ જે ટકરાવ ચાલી રહ્યો છે તેમાં કોંગ્રેસ લાભ ન લઇ જાય તેવા આધારે પાટીદારોને મનાવવા માટે અભિયાન શરૂ કરાયું છે. પક્ષ દ્વારા પણ ઉમેદવારોને, જે તે વોર્ડમાં આવતી વિધાનસભાના ધારાસભ્યોને અને કેટલાક અગ્રણીઓને પાટીદારોને મનાવવા જે યોગ્ય લાગે તે પ્રયાસ કરવા માટે છૂટ આપવામાં આવી છે. પાટીદાર સોસાયટીમાં ભાજપના ઉમેદવાર પ્રચાર માટે જઇ શકે અને તેમની વાત લોકો સમક્ષ મૂકી શકે તે રીતે વાતની શરૂઆત કરવામાં આવે છે. ઉમેદવાર અને સ્થાનિક અગ્રણીઓની મીટીંગમાં તે પણ કહેવામાં આવે છે કે, તમારો વિરોધનો મુદ્દો જે હોય તે તેના સ્થાને છે પરંતુ તમારા વોર્ડના ઉમેદવાર જો યોગ્ય હોય તો તેનો વિરોધ કરવો યોગ્ય નથી. પાટીદાર સોસાયટીમાં ભાજપના કેટલાક ઉમેદવારોએ ખચકાતા ખચકાતા રાઉન્ડ પણ શરૂ કરી દીધા છે. જેમાં ભારે વિરોધ થવાનું ઓછું થયું છે. જો કે પાસના પ્રવક્તા હરિકેશ પટેલના દાવા મુજબ બુધવારે શાહીબાગમાં ભાજપના ઉમેદવાર રાઉન્ડ લેવા નિકળ્યા ત્યારે મીરા પાર્ક સોસાયટીમાં તેમને પ્રચાર માટે આવવા માટે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું. આમછતાં ભાજપને વિરોધ ઓછો થતા રાહત જોવા મળી હતી.
બીજી તરફ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં ભાજપના ઉમેદવાર હજુ પગ મૂકી શક્યા નથી અને અહીં સમજાવટના મરણિયા પ્રયાસો ચાલુ છે. ઇન્ડિયા કોલોનીના હીરાવાડી વિસ્તારમાં પાટીદારોની ૪૫ જેટલી સોસાયટી છે ત્યાં હજુ સુધી ભાજપ પ્રચાર કરવા જઇ શક્યું નથી. અહીં ભાજપનો ભગવો દેખાય એટલે થાળી-વેલણનો અવાજ અચૂક સાંભળવા મળે છે અને સોસાયટીના ઝાંપા બંધ કરી દેવામાં આવે છે. આવી જ સ્થિતિ કેટલાક અંશે, વસ્ત્રાલ, બાપુનગર, રાણીપ, ઘાટલોડિયા, નારણપુરા અને ઠક્કરબાપાનગરમાં છે.
ભાજપ અને પાટીદારો વચ્ચેના આ જંગમાં રોજ સ્થિતિ બદલાતી હોય તેવો માહોલ છે. કયાંક સમજાવટથી મામલો કાબૂમાં આવી રહ્યો છે તો કયાંક હજુ પણ પગ પણ મૂકી ન શકાય તેવો ઉગ્ર વિરોધ જારી છે. કેટલાક વોર્ડમાં કોંગ્રેસ દ્વારા પાટીદાર આંદોલનકારીઓના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી હોવાથી ભાજપનો સંપૂર્ણ બહિષ્કાર જેવી પણ સ્થિતિ છે. પૂર્વના અનેક વિસ્તાર એવા છે જયાં રાત્રે રોજેરોજ પાટીદારોની નાની-મોટી સભાઓ મળે છે અને જોરદાર ભાષણ આપવામાં આવે છે. આ બધા વચ્ચે પાટીદારોનો એક વર્ગ એવો પણ છે જેઓ તટસ્થ છે અને સમાજની સાથે હોવાથી કોઇને મન કળવા દેતો નથી. તેમના વલણ પર ભાજપના ઉમેદવારો આશા રાખીને બેઠા છે

Source :-http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/bjp-/articleshow/49836765.cms

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 18 November 2015

અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં એક પણ નવો કરવેરો નહીં ઃ કોંગ્રેસ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં એક પણ નવો કરવેરો નહીં ઃ કોંગ્રેસ

કોંગ્રેસે 'સિટી વિઝન ડોક્યુમેન્ટ' નામે બહાર પાડેલો ઢંઢેરો

પાણી, ગટર, રોડનાં કામોને પ્રાધાન્ય ઃ AMTS અને BRTSનું સંકલન કરી વધુ અસરકારક ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પડાશે
અમદાવાદ, મંગળવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આવી રહેલી ચૂંટણીનો ઢંઢેરો આજે કોંગ્રેસે અમદાવાદ સિટી વિઝન ડોક્યુમેન્ટના નામે પ્રસિદ્ધ કર્યો છે. જેમાં દર વખત જેમ અનેક સુંવાળા વચનોની લહાણી કરવામાં આવી છે. ડોક્યુમેન્ટના પહેલાં હિસ્સામાં ભાજપના સત્તાવાળાઓની અણઆવડતના કારણે સર્જાયેલી સમસ્યાનું લંબાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા હિસ્સામાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ૨૦૧૫થી ૨૦૨૦ દરમ્યાન ક્યા ક્યા કામોને પ્રાધાન્ય આપશે તેનું વિવરણ કરવામાં આવ્યું છે. આવનારા પાંચ વર્ષમાં નવો એક પણ કરવેરો નહીં નખાય તેવું વચન આપ્યું છે.

'અમદાવાદને અતુલ્ય' બનાવવાના વચન સાથે જણાવ્યું છે કે, અમદાવાદના ૨૨ ટકા વિસ્તારોમાં પાણીનું નેટવર્ક નથી અને ૩૧ ટકા વિસ્તારોમાં ગટરનું નેટવર્ક નથી. મેગાસિટીમાં ૨૨૦૦૦ ખાળકૂવા છે. વટવા, લાંભા, બહેરામપુરા, મકતમપુરા, રામોલ-હાથીજણ, શીલજ, ગોતા જેવા વિસ્તારો પાણીના નેટવર્ક સાથે જોડાયેલા નહીં હોવાથી ટેન્કરથી પાણી અપાય છે. કોંગ્રેસ ટેન્કરરાજ ખત્મ કરવા માગે છે. જ્યારે નવા વિકસેલા વિસ્તારોમાં ગટરની સુવિધા નથી. કોટ વિસ્તાર અને ગામતળના વિસ્તારોમાં વર્ષો જુની ગટરો જર્જરિત થઈ ગયેલી છે ત્યાં નવી સુવિધા ઉભી કરાશે.
ઉપરાંત રોડ રસ્તા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ટકાઉ અને વધુ લોકભોગ્ય બનાવાશે. જ્યાં સતત ટ્રાફિક રહે છે તેવા અંજલી, પરિમલ ગાર્ડન, ઈન્કમટેક્સ, પાંજરાપોળ, જુના વાડજ, વિરાટનગર, પાલડી, નરોડા રેલવે ક્રોસીંગ, જલારામ ક્રોસીંગ, સત્તાધાર ચાર રસ્તા, માનસી જંકશ ખાતે નવા બ્રિજ બનાવવામાં આવશે.
બીઆરટીએસ અને એએમટીએસ બસોનું સંકલન કરાશે તેમ જણાવી ઉમેર્યું છે કે, બીઆરટીએસનો અણધડ રીતે અમલ થતાં અદ્યતન સુવિધા સગવડતા બદલે અગવડ બની ગઈ છે. બસોમાં જીપીએસ સિસ્ટિમ લગાવાશે અને પેસેન્જરને બસની વિગતો મોબાઈલ ફોન પર મળી રહે તે માટે 'અમદાવાદ બસ'ના નામે મોબાઈલ એપ્લીકેશન વિકસાવાશે. પ્રત્યેક બસને વાય-ફાઈ સુવિધાથી સજ્જ કરાશે. લાલદરવાજા અદ્યતન બહુમાળી મુખ્યાલય ઉભું કરાશે.
ઉપરાંત પારદર્શી વહિવટ, વહિવટી સુધારણા, પ્રત્યેક વોર્ડમાં એક મોડેલ સ્કુલ, કચરાનો અદ્યતન ઢબે નિકાલ, નવી હોસ્પિટલો અને નબળાવર્ગને નિઃશુલ્ક આરોગ્ય સેવા, પાર્કિંગની વ્યવસ્થા, સ્લમ ફ્રી સિટી સહિત અનેક વચનો આપ્યા છે. જ્યારે પહેલા હિસ્સામાં વર્તમાન શાસનમાં પ્રોપર્ટી ટેક્સમાં થયેલો ૨૦૦ ટકાનો વધારો, બીઆરટીએસના કારણે ઉભી થયેલી ટ્રાફિક સમસ્યા, કચરાનો અવૈજ્ઞાાનિક ઢબે નિકાલ, વહિવટી નિષ્ફળતાઓ, ઓકટ્રોયની અવેજીમાં સરકારમાંથી બાકી નીકળતી રકમ વગેરે મુદ્દાઓનું વિવરણ કર્યું છે.

વિઝન ડોક્યુમેન્ટની હાઇલાઇટ્સ
  • ભ્રષ્ટાચાર રોકવા કોન્ટ્રાકટરો, કામની વિગતો ઓનલાઇન મૂકાશે
  • પ્રોપર્ટી ટેક્સના માળખાને વધુ વ્યાજબી,સુસંગત બનાવાશે
  • દરેક વોર્ડમાં મોડેલ સ્કૂલ ઉભી કરાશે
  • એએમટી બસોને જીપીએસ સિસ્ટમ- વાઇફાઇથી સજ્જ કરાશે
  • આગામી વર્ષોની જરૃરિયાતને ધ્યાનમાં લઇને ૬ હજાર ટન કચરાની પ્રોસેસ કરવાની ક્ષમતા ઉભી રાશે
  • ખારીકટ કેનાલની સફાઇ કરાશે
  • સવાર-સાંજ અપાતા પાણીના સમયમા અડધો કલાકનો વધારો કરાશે
  • પાણીનો સ્ટોરેજ કરી ૨૪ કલાક પાણી આપવાના કન્સેપ્ટનો અમલ કરાશે
  • સ્ટ્રેટેજીક પોઇન્ટ પર આર.ઓ પ્લાનટ ઉભા કરીને અમદાવાદીને મિનરલ વોટર અપાશે
  • પ્રત્યેક વોર્ડમાં એક અર્બન આરોગ્ય સેન્ટર- રેફરલ હોસ્પિટલ ઉભી કરાશે
  • ત્રણ નવી આધુનિક સુવિધાથી સજજ્ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ શરૃ કરાશે
  • ટ્રાફિક સમસ્યા હળવી કરવા ૧૦ નવા બ્રિજ બનાવાશે
  • નવી ટીપી સ્કિમોમાં પાર્કિગ માટેના અલાયદા પ્લોટ ફાળવાશે
  • સરદારબાગ વિસ્તારને ઐતિહાસિક સિટીચોક બનાવવામાં આવશે
  • પ્રત્યેક ઝોનમાં આધુનિક લાઇબ્રેરી ઉભી કરાશે
  • દરેક વોર્ડમાં રોજગારલક્ષી વોકેશનલ ટ્રેઇનીંગની વ્યવસ્થા કરાશે
  • સ્લમ ફ્રી સિટી માટે અલાયદુ આયોજન કરાશે
  • અમદાવાદની આગવી ઓળખ માટે ચારેય દિશામાં પ્રવેશદ્વાર બનાવાશે જયાં આધુનિક માહિતી કેન્દ્ર ઉભા કરાશે.
  • શહેરમાં ૧૦ નવા પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે
  • શહેરના ગીચ વિસ્તારોમાં રસ્તા પર અવરજવર કરતાં લોકો માટે લિફ્ટની સુવિધા સાથેના ઓવરબ્રિજ વિકસાવાશે.

Source :-http://www.gujaratsamachar.com