Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
પાટીદાર યુવાનોની ભરતી માટે ભાજપ-કોંગ્રેસમાં રીતસરની લાગી છે રેસ
ગુજરાતમાં
અત્યારે આ પહેલી એવી ચૂંટણી છે જેમાં ભાજપ અને કોંગ્રેસમાં ભરતીમેળાનું
સ્વરૂપ બદલાઈ ગયું છે. અગાઉની ચૂંટણીઓમાં પણ ભાજપમાં વિશેષ ભરતીમેળો જોવા
મળતો હતો. જેમાં કોંગ્રેસના સહકારી આગેવાન, હોદ્દેદાર કે પૂર્વ ધારાસભ્ય,
પૂર્વ સાંસધ અને છેલ્લે તો સીટિંગ ધારાસભ્ય અને સંસદસભ્ય પણ ભાજપમાં જોડાયા
હતા. કોંગ્રેસમાં પણ ભાજપના કોઈ હોદ્દેદાર કે પૂર્વ ચૂંટાયેલા સભ્ય જોડાતા
હતા, પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં
'પાટીદાર યુવાનો' જોડાયાના સમાચાર મોટા બને છે. પાટીદાર આંદોલને ચૂંટણીના
ગણિત બદલી નાખ્યા તેનો આ એક પુરાવો છે. મુખ્યમંત્રી પ્રચારમાં નીકળે અને
૨૦૦-૩૦૦ પાટીદાર યુવાનો જોડાયાની જાહેરાત થાય છે. એવી જ રીતે શંકરસિંહ
વાઘેલા ચૂંટણી પ્રવાસમાં જાય છે ત્યાં પણ એટલી જ સંખ્યામાં પાટીદાર યુવાનો
કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત થાય છે.
રાજકીય હવા ઊભી કરવા વિવિધ સમાજનો ઉપયોગ ભૂતકાળની ચૂંટણીમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દરેક જાહેર કાર્યક્રમમાં અને ચૂંટણી સભામાં વિશેષ વિવિધ સમાજ દ્વારા મુખ્યમંત્રીનું તેમની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવતું હતું. આદિવાસી સમાજ તીરકામઠું આપતા હતા, કચ્છના લોકો કચ્છી બંડી પહેરાવતા હતા. તો ઠાકોર-ક્ષત્રિય સમાજ માથે સાફો બાંધી હાથમાં તલવાર આપતાં હતાં, પરંતુ આ વખતની ચૂંટણીમાં આ બધું જ બાજુ પર મૂકીને પાટીદાર યુવાનો પક્ષમાં જોડાયા અને સમર્થન જાહેર કર્યું એ જ મુખ્ય પ્રોપેગેન્ડા રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા નેતાઓના પ્રવાસના આયોજનનો આ એક ભાગ બની ચૂક્યો છે. જે આંકડાઓ જાહેર થાય છે એ અને જે યુવાનોને ખેસ પહેરાવી લાઈનો કરાવી દેવામાં આવે છે તેમાં વાસ્તવિકતા થોડી દૂર હોય છે. પક્ષના જ કાર્યકરો ઓછા જાણીતા ચહેરાઓને નવા જોડાયેલા કાર્યકરોમાં ખપાવી દેવામાં આવે છે. આ આયોજન માટે સ્થાનિક નેતાઓને કાર્યક્રમ પહેલાં સૂચના આપવામાં આવે છે અને નેતાઓ પહોચે એ પહેલાં આયોજન ચકાસી લેવામાં આવે છે. ભાજપના એક આગેવાન સાથે નિખાલસ ચર્ચામાં તેમણે સ્વીકાર્યું કે, આવું બધું કરવાથી રાજકીય વાતાવરણ ઊભું કરી શકાય છે. અત્યારે પાટીદાર સમાજ ભાજપથી વિમુખ છે, તેમાં ૨૦૦-૩૦૦ યુવાનો ભાજપમાં જોડાયાની જાહેરાતથી કેટલાક કિનારે બેઠેલા કાર્યકરો સક્રિય થઈ જાય છે. માટે આવું બધું કરવું પડે છે. પાટીદારો એ ભાજપની વોટબેંક ગણાય છે. જેથી પાટીદારો કોંગ્રેસમાં જોડાયાના સમાચારનું મહત્ત્વ વધી જાય છે. માટે કોંગ્રેસ પણ આ હવા ઊભી કરવા એવા અને એટલા જ પ્રયત્નો કરે છે. |
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3180882
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment