Live Blog
02 Dec, 2015 , 07.02AM ISTઆજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ
10:22 AMઅમદાવાદની 53 બેઠકો પર ભાજપ આગળ, 17 બેઠકો પર કોંગ્રેસ આગળ
10:20 AMરાજકોટમાં ભાજપ 11 બેઠકો પર વિજયી, કોંગ્રેસનો 5 બેઠક પર વિજય.. છ બેઠક પર ભાજપ આગળ, 2 બેઠક પર કોંગ્રેસ આગળ
10:18 AMપહેલીાર સુરતની કડોદરા તાલુકા પંચાયતમાં 28માંથી 21 બેઠકો પર ભાજપનો વિજય
10:07 AMઅમદાવાદ, વડોદરા, રાજકોટમાં ભાજપ, સુરતમાં કોંગ્રેસ આગળ
10:01 AMભાવનગરના ભાજપના મેયર બાબુભાઈ સોલંકી હાર્યા
09:42 AMમાણસા તાલુકાની આજોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
09:40 AMરાજકોટમાં ભાજપ 12, કોંગ્રેસ 10 બેઠકો પર આગળ
09:37 AMસુરતમાં કોંગ્રેસ 32, ભાજપ 11 બેઠક પર આગળ
09:35 AMહાર્દિકના ગઢ વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કોંગ્રેસે તમામ ચાર બેઠક પર જીત મેળવી
09:34 AMવિરમગામ ન.પા.માં કોંગ્રેસ એક બેઠક પર આગળ
09:33 AMઅસલાલી તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપની 700 મતથી હાર
09:28 AMલેટેસ્ટ ટ્રેન્ડ્સ: અમદાવાદમાં પાંચ બેઠકો પર ભાજપ, 3 બેઠકો પર કોંગ્રેસ આગળ
09:27 AMકેશોદ નગરપાલિકામાં 4 બેઠકો પર ભાજપનો વિજય
09:27 AMઅમદાવાદના નિકોલ વોર્ડની ચાર બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે
09:25 AMહાલના ટ્રેન્ડ્સ અનુસાર, સુરતમાં કોંગ્રેસ 20 બેઠકો પર આગળ, ભાજપ 10 બેઠકો પર આગળ
09:23 AMઅમદાવાદમાં ચાર બેઠકો પર ભાજપ આગળ
09:15 AMજામનગરની ત્રણ બેઠકો પર ભાજપ આગળ
09:15 AMવડોદરામાં ભાજપે 1 બેઠક પર વિજય મેળવ્યો: ટીવી રિપોર્ટ્સ
09:12 AMસુરતમાં છ બેઠકો પર કોંગ્રેસ, સાત બેઠકો પર ભાજપ આગળ. ભાજપે 1 બેઠક પર વિજય મેળવ્યો
08:49 AMવડોદરામાં મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારો અને કાર્યકરોનો હોબાળો, પોલીટેકનિક સેન્ટરની ઘટના: ટીવી રિપોર્ટ્સ
08:46 AMમતગણતરી શરૂ થઈ ચૂકી છે. હાલના ટ્રેન્ડ્સ અનુસાર સુરત મહાનગરપાલિકામાં ભાજપ આગળ
08:30 AMવડાપ્રધાન કાર્યાલયના ત્રણ અધિકારીઓની પણ પરિણામો પર નજર: ટીવી રિપોર્ટ્સ
08:15 AMભાજપે
પરિણામ પહેલા સ્વીકાર્યું, કેટલાક વિસ્તારોમાં પાટીદારોનું વર્ચસ્વ
દેખાયું, નાની-મોટી ઘટનાઓની અસર પક્ષને પડી. જીત મળી તો તેનો શ્રેય ટીમને
જશે. આઈ.કે. જાડેજાએ આપ્યું નિવેદન
08:13 AMઅમદાવાદના 48, વડોદરાના 19, સુરતના 29, રાજકોટના 18, ભાવનગરના 13, જામનગરના 16 વોર્ડ્સમાં થયું હતું 22મી નવેમ્બરે મતદાન
08:13 AMઆજે 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાશે.
07:20 AMમહત્વનો સવાલ, શું ભાજપ વિધાનસભા અને લોકસભા ચૂંટણીના વિજયનું પુનરાવર્તન આ ચૂંટણીમાં પણ કરી શકશે?
07:16 AMPoll: પાટીદાર આંદોલનની અસર આજના પરિણામો પર જોવાશે?
07:05 AMઆજના પરિણામ ભાજપ, કોંગ્રેસની સાથે પાટીદાર આંદોલન માટે પણ મહત્વના બની રહેશે
07:03 AMGood
Morning, આજે જાહેર થઈ રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ, અમે
આપને આપીશું એકે-એક પળના લાઈવ અપડેટ્સ. તો જોડાયેલા રહો અમારી સાથે અને
મેળવો પરિણામોની રજેરજની માહિતી. |
No comments:
Post a Comment