Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
ઉત્તર ગુજરાતમાં ભાજપનો કારમો પરાજયપાટીદાર અનામત આંદોલન, મોંઘવારી અનેસ્થાનિક પ્રશ્નોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તીવ્ર અસર
પાટણ-મહેસાણા
જિલ્લા પંચાયત કોંગ્રેસે હાંસલ કરી, પાટણની ૯ તા.પંચાયતમાં ૧૦૪ બેઠકો
કોંગ્રેસ મહેસાણાની ૧૦ તા.પંચાયતમાં ૧૪૦ બેઠકો મેળવી વિજયી
મહેસાણા, તા.૨ ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ૨૯મી નવેમ્બરે યોજાયેલ ચૂંટણીમાં બીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમળને કચડી પંજો ખિલવા પામ્યો હતો. મહેસાણા જીલ્લામાં ૪ પાલિકા પૈકી ૩માં કોંગ્રેસ અને એકમાં ભાજપ જ્યારે ૧૦ તાલુકા પંચાયત પૈકી કોંગ્રેસે ૧૪૦ સીટ તથા ભાજપે ૬૩ સીટ મેળવેલ છે. જ્યારે જિલ્લા પંચાયતની ૪૨ પૈકી ૩૩ સીટ મેળવી છે. તેજ રીતે પાટણ જિ.પં.માં ૧૦૪ બેઠક મેળવી કોંગ્રેસે સત્તા હાંસલ કરી ભાજપના સુપડા સાફ કર્યા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પાટીદાર ફેકટરની ઈફેકટ અને ઓબીસી મતોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. જેમાં મહેસાણા પાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી ભાજપનું શાસન ચાલતુ હતું તેના પર બ્રેક લગાડી પંજાએ સત્તા હાંસલ કરી છે. વિકાસની મોટી વાતો અને શહેરની પ્રજાની સમસ્યાઓ યથાવત રહેતાં તથા યુવા બ્રિગેડ અને પાટીદાર અનામત આંદોલનના કારણે મહેસાણા પાલિકા ૧૧ વોર્ડની ૪૪ પૈકી ૨૯ સીટો કોંગ્રેસ વિજયી થયું છે. જ્યારે ભાજપને ૧૫ સીટ મળી છે. તેજ રીતે વિસનગર નગરપાલિકામાં ૩૬ સીટ પૈકી કોંગ્રેસે ૧૨ અને ભાજપે ૭ સીટ તથા અપક્ષ ૧૭ સીટ મેળવી છે. કોંગ્રેસ અને અપક્ષે વિકાસ ગઢબંધન બનાવેલ હોઈ સત્તા હાંસલ કરશે. તેજ રીતે ઊંઝામાં ભાજપ તરફથી એકપણ ઉમેદવાર ન ઉભો રાખતાં વિશ્વના રેકોર્ડમાં ગણના થવા પામી છે. જેમાં ૩૬ બેઠકો પૈકી અપક્ષોએ ૩૫ સીટ મેળવી છે. જ્યારે કોંગ્રેસને ૧ સીટ મળી છે. તેજ રીતે કડી પાલિકામાં ૩૬ બેઠકો પૈકી ૨૮ બેઠકો ભાજપ અને ૮ કોંગ્રેસને મળી છે. કડી મહેસાણા માટે અપવાદરૃપ બનતાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. જ્યારે વિજાપુર પેટા પાલિકાની ચૂંટણીમાં ૨ બેઠકો અપક્ષોએ હાંસલ કરી હતી અને વડનગરમાં ૧ બેઠક પર ભાજપનો વિજય થયો છે. તેજ રીતે જિલ્લા પંચાયતની ૪૨ સીટો પૈકી ૩૩ બેઠકો પર કોંગ્રેસ અને ૯ પર ભાજપ વિજયી બન્યું છે. તાલુકાવાર જોઈએ તો કડીમાં ભાજપ-૨ અને કોંગ્રેસ-૪, વિસનગર-૦૫ કોંગ્રેસ, ખેરાલુમાં કોંગ્રેસ-૧, ભાજપ-૨, વડનગરમાં ભાજપ-૩, સતલાસણા ભાજપ-૦૨, વિજાપુરમાં કોંગ્રેસ-૬, મહેસાણામાં ભાજપ-૦૨ અને કોંગ્રેસ-૬, ઊંઝામાં ૩ ભાજપ, બેચરાજી ગૃહમંત્રીના વિસ્તારમાં પણ ૩ સીટો કોંગ્રેસે મેળવી છે. જ્યારે જોટાણામાં ૦૨ કોંગ્રેસે મેળવી છે. તેજ રીતે મહેસાણા જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં કડી અને સતલાસણામાં સમરસ બની છે. જેમાં કડીમાં ભાજપ-૧૪, કોંગ્રેસ-૧૪ તેમજ સતલાસણામાં ભાજપ-૦૭, કોંગ્રેસ-૦૭. જ્યારે ખેરાલુ અને વડનગરમાં ૧ સીટથી ભાજપ વિજયી બની છે. જેમાં ખેરાલુમાં ભાજપ-૦૯ અને કોંગ્રેસ-૦૮, વડનગરમાં ભાજપ-૦૯ અને કોંગ્રેસ-૭ જ્યારે વિજાપુરમાં ભાજપ-૦૭ અને કોંગ્રેસ-૨૦, મહેસાણામાં ભાજપ-૦૮ કોંગ્રેસ-૨૩, ઊંઝામાં ભાજપ-૧ કોંગ્રેસ-૧૩, બેચરાજીમાં ભાજપ-૧ કોંગ્રેસ-૧૫, જોટાણા ભાજપ-૨ અને કોંગ્રેસ-૧૪ આમ ૧૦ તાલુકા પૈકી બે ટાઈ પડી છે અને બેમાં ભાજપ અને ૬માં કોંગ્રેસનું શાસન સંભાળશે. તેજ રીતે પાટણ પાલિકામાં કોંગ્રેસ ૩૩ સીટો મેળવી વિજયી બની છે. જ્યારે સિધ્ધપુર પાલિકામાં ભાજપ-૧૫, કોંગ્રેસ-૦૯ અને અન્ય અપક્ષ-૧૨ સીટો મેળવી છે. જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી. જ્યારે ચાણસ્માની પાલિકાની પેટાચૂંટણીમાં ૬ સીટો અપક્ષોએ કબજે કરી છે તેમજ જિલ્લા પંચાયતમાં ૩૨ બેઠકો પૈકી ૨૨ બેઠકો કોંગ્રેસે કબજે કરી છે તેમજ ૧૦ ભાજપને મળી છે. તેજ રીતે ૯ તાલુકા પંચાયતમાં ૧૭૭ પૈકી કોંગ્રેસને ૧૦૪ તથા ભાજપને ૫૫ સીટો મળી છે. આમ પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત કોંગ્રેસે સર કરી છે. બનાસકાંઠામાં બે પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં પાલનપુરમાં ભાજપે ૨૩ સીટ મેળવી છે. જ્યારે ડીસામાં ભાજપ-૨૧ સીટ મેળવી વિજયી બનતાં બંનેમાં ભગવો લહેરાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં મોંઘવારી, અનામત આંદોલન તથા સ્થાનિક પ્રજાના પ્રશ્નોને વાચા ન મળતાં પ્રજાએ પરિવર્તન પવન ફુંકાયો અને કમળને કચડી પંજાએ સર કર્યુ છે. વહીવટી તંત્ર દ્વારા તમામ મત ગણતરી કેન્દ્રો પર સારી કામગીરી બજાવી હતી તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પૂરો પડાયો હતો. મહેસાણા નગરપાલિકા ચૂંટણીમાં ૯૩૯ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો મહેસાણા, તા. ૨ મહેસાણા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ બુધવારના રોજ જાહેર થયું હતું. જેમાં પાલિકામાં સત્તાધુરા કોંગ્રેસ પક્ષ સંભાળશે તેવો જનાદેશ મતદારોએ આપ્યો છે. આ સાથે કેટલાક મતદારોએ નોટાનો ઉપયોગ પણ કર્યો હતો. ૮, ૯, ૧૧ વોર્ડમાં સૌથી વધુ મતદારોએ નોટાનું બટન દબાવ્યું જેમાં ૯૩૯ જેટલા મતદારો દ્વારા નોટાનું બટન દબાવી આમાંથી કોઈ તેમને પસંદ નથી તેવો નોટામાં મત આપી દર્શાવ્યું હતું માટે મહેસાણા નગરપાલિકાની ચૂંટણી છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. જ્યારે ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા મરણીયા પ્રયાસો કરાયા હતા. બુધવારના રોજ મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના ખોળે ૨૯ બેઠકો ગઈ છે જ્યારે ભાજપના ખોળે ૧૫ બેઠકો જવા પામી છે. જેથી મહેસાણા પાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી આવતા પાલિકામાં સત્તા પર કોંગ્રેસ બેસશે. આ વખતે મહેસાણા પાલિકાની ૧૧ વોર્ડમાં ૯૩૯ મતદારોે નોટાનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આ ૧૧ વોર્ડમાં સૌથી વધુ નોટાનો ઉપયોગ વોર્ડ નં. ૮, ૯ અને વોર્ડ નં. ૧૧ માં કરવામાં આવ્યો છે. મહેસાણા શહેર ભાજપ પ્રમુખ ઃ કૌશિકભાઈ વ્યાસ મહેસાણા નગરપાલિકાની સત્તા ભાજપ પક્ષે ગુમાવી છે. બુધવારના રોજ યોજાયેલ મત ગણતરીમાં ભાજપને ફાળે ૧૫ બેઠકો મળી છે. અને હારનો સામનો કરવો પડયો છે ત્યારે શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ પક્ષને જીત મળી શકી નથી. જોકે વોર્ડ નં. ૧, ૫, ૬, ૭ અને ૧૧ નં. વોર્ડમાં ભાજપને પાટીદારોના મત મળતા હતા તે મત ભાજપને નથી મળ્યા જેથી અમને પાટીદાર પ્રભુત્વવાળા વોર્ડના કારણે હારનો સામનો કરવો પડયો છે. મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ઃ ભૌતિક ભટ્ટ મહેસાણા નગરપાલિકાની ૪૪ બેઠકો પૈકી ૨૯ બેઠકો પર કોંગ્રેસે કબજો જમાવવાની ખુશી વ્યક્ત કરતાં કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકામાં સીટી બસ સેવાના અભાવથી સિનીયર સીટીઝનો તથા ગૃહિણીઓ ભારે ત્રસ્ત હતી. શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડનો વિકાસ ન કરાતા યુવાવર્ગ અને મહાનગરપાલિકા જેટલો મહેસાણા પાલિકામાં વેપારીઓ પાસેથી વ્યવસાયવેરો વસુલાતો હોવાથી વેપારીવર્ગ પણ ભાજપના શાસનથી ત્રસ્ત હતો. જેથી આ કારણોને લઈ કોંગ્રેસને મતદારોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. મહેસાણા જિલ્લા નગરપાલિકાનું પરિણામ
મહેસાણા તાલુકા પંચાયતોનું પરિણામ
મહેસાણા જિલ્લા પંચાયતોનું પરિણામ
|
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment