Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
ધોલેરા 'સર'માટે ૯૦ હજાર હેકટર જમીન સંપાદન કરવા સામે હાઈકોર્ટનો સ્ટેખેડૂતોની જમીન મફતમાં પડાવીને ઉદ્યોગોને આપવાની નીતિને લપડાક
ખેતીની
જમીનમાં ટી.પી. પાડીને ૫૦ ટકા જમીન મફતમાં લઈને ખેડૂતોને વિસ્થાપિત કરવા
માટે સરકારી યોજનાની બંધારણીય યોગ્યતા સામે હાઈકોર્ટે પ્રશ્નો ઉભા કર્યા
અમદાવાદ, ગુરૃવાર રાજય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ધોલેરા સર (સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજન) માટે ધોલેરા તાલુકાના ૨૨ ગામોની ૯૦ હજાર હેકટર જમીન ખેડૂતો પાસેથી મફતમાં લઈને ઉદ્યોગોને આપી દેવાની નીતિને મોટી લપડાક પડી છે. ગુજરાત હાઈકોર્ટમાં સર કાયદાની બંધારણીય યોગ્યતા અને ટાઉન પ્લાનીંગ એકટને ખેતીની જમીનમાં લાગુ કરવાની કાયદેસરતાને પડકારાઈ હતી. આ પિટિશનની આજે ત્રણ કલાક લાંબી ચાલેલી સુનાવણી બાદ એકટીંગ ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાજય સરકારન આ ૨૨ ગામોની જમીનનો કબ્જો ના લેવા અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ આ પ્રોજેકટમાં કોર્ટની દરમ્યાનગીરીથી મોટી અસર થશે તેવી રાજય સરકારની દલીલને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. રાજય સરકાર ધોલેરા એક નહીં પરંતુ રાજયમાં આવા અન્ય ૧૪ સર બનાવવા માંગે છે. હાઈકોર્ટના મનાઈ હુકમના કારણે સર એકટની બંધારણીય યોગ્યતા પર પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે. રાજય સરકારે ધોલેરા વિસ્તારમાં છ ટી.પી. પાડી છે અને ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-૧૯૭૬ મુજબ ખેડૂતોની ૪૦ ટકાના બદલે ૫૦ ટકા જમીન ગેઝેટમાં જાહેરાત કરીને એક ઝાટકે લઈ લેવાનું નક્કી કરાયું હતું. ખેડૂતોની ૫૦ ટકા જમીન આ રીતે મફતમાં લઈ લેવાની હતી અને બાકીની જમીન ખેડૂતને જે ગામમાં ખરાબામાં કે અન્ય કયાંય ખાલી પડે ત્યા આપવાની હતી. આ યોજનાના અમલ માટે રાજય સરકારે સર એકટમાં ટી.પી. એકટને સમાવી લીધો છે. આથી હાઈકોર્ટમાં થયેલી જાહેરહીતની અરજીમાં સર એકટની કલમ ૩,૪,૫,૮,૧૭ અને ૨૯ની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. ખેડૂતો દ્વારા કોર્ટ સમક્ષ એવી દલીલ મુકવામાં આવી છે કે આ તમામ જમીન પંચાયતની અંદર આવે છે અને ખેતીની જમીન છે. આ જમીન ટાઉન પ્લાનીંગ એકટ હેઠળ કઈ રીતે લઈ શકાય? આ માટે જે તે વિસ્તારોને નગરપાલીકામાં ફેરવવા પડે અને તેના માટેના માપદંડ નક્કી છે જેમ કે ગામની વસ્તી કેટલી છે, કેટલા ટકા લોકો ખેતી સિવાયના અન્ય વ્યવસાય પર આધાર રાખે છે વગેરે. જે વિસ્તાર ગ્રામ્ય માંથી શહેરી બનવા તરફ જઈ રહ્યો હોય તો તેના વિકાસ માટે ઓથોરિટીની રચના કરવી પડે. રાજય સરકારનું પગલું બંધારણના અનુચ્છેદ ૨૪૩ (ઝેડ)(ડી) અને (ઝેડ)(ઈ)નું સીધુ ઉલ્લંઘન છે. સામાન્ય રીતે કયાંય ટી.પી. પડે તો ૪૦ ટકા જમીન કપાતમાં જતી હોઈ છે જેનો ઉપયોગ રસ્તાઓ બનાવવામાં, બગીચા બનાવવામાં, ડ્રેનેજ વગેરે માટે થતો હોઈ છે. જેના બદલે કોઈ જાહેર હેતુના બદલે સરકાર આ જમીન ખેડૂતો પાસેથી ટી.પી.ના ઓઠા હેઠળ લઈને ઉદ્યોગોને પાણીના ભાવે વેચી દેવા માંગે છે. આથી ખેડૂતોની માંગ હતી કે કેન્દ્ર સરકારના નવા જમીન સંપાદન ધારા હેઠળ જ જમીન સંપાદિત થઈ શકે જે ધારો જાન્યુઆરી ૨૦૧૫થી અમલમાં આવ્યો છે. આ ધારા મુજબ જમીન સંપાદિત કરતાં પહેલા ૭૦ ટકા ખેડૂતોની સહમતી જરૃરી છે, બજાર કિંમત કરતાં ખેડૂતોને ચાર ગણું જમીનનું વળતર ચુકવવું પડે અને અસરગ્રસ્ત ખેડૂતના પરિવારના સભ્યોને ઉદ્યોગોમાં નોકરી આપવી પડે. ધોલેરા સર ડેવલોપમેન્ટ ઓથોરિટી તરફથી ૨૬ નવેમ્બરથી ધોલેરાના ૨૦૦ જેટલા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવાયું છે કે ૧૫ દિવસમાં વેરીફિકેશન માટે અધિકારીઓ આવશે અને ત્યારબાદ તેમની જમીનો ટી.પી. એકટ હેઠળ લેવામાં આવશે. આ રીતે અન્ય તમામ ગામોના ખેડૂતોને પણ નોટિસો આપવાની શરૃ થવાની હતી જેથી આજે વચગાળાની રાહત માટે સિવિલ એપ્લીકેશન કરવામાં આવી હતી, જો કે હાઈકોર્ટનો મનાઈહુકમ આવી જતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ભાલના ઘઉ, કપાસ, ચણા, જીરુ સહિતના પાક લેતી ખેડૂતોની ફળદ્રુપ જમીનો લઈને સરકાર ઉદ્યોગો વિકસાવવા માંગે છે સરકારે નર્મદાનું પાણી પણ બંધ કરી દીધું છે, જો આ પાણી મળે તો જમીનમાં સોનું પાકેઃ ખેડૂતો અમદાવાદ, ગુરૃવાર ધોલેરામાં સરકાર જે મહત્વાકાંક્ષી પ્રોજેકટનું સપનું જોઈ રહી છે તેમાં જે જમીનો લેવાની થાય છે તેમાંની ૮૦ ટકા જમીનમાં અત્યારે ખેતી થાય છે. આજની સુનાવણીમાં હાઈકોર્ટમાં આવેલા ખેડૂતોનું કહેવું હતું કે દેશભરમાં જાણીતા ભાલના ઘઉ ઉગાડતી જમીન લઈને સરકાર ઉદ્યોગો વિકસાવવા માંગે છે અને ખેડૂતોને બેઘર કરીને રસ્તે રઝડતા કરવા માંગે છે. કોર્ટની કાર્યવાહી સાંભળવા આવેલા સાંગાસર ગામના ખેડૂત ઉત્સંગ રવજીભાઈનું કહેવું હતું કે 'અમારો વિસ્તાર નર્મદા કમાન્ડનો વિસ્તાર છે. અહીં નર્મદાનું પાણી આપવામાં આવતું નથી. જો આ પાણી આપવામાં આવે તો અહીં સોનું પાકે.' સોઢી ગામના અન્ય એક ખેડૂત કનુભાઈ ભીમાભાઈનું કહેવું હતું કે 'અમારી જમીનમાં બિન પિયત કપાસ છ ફુટ ઉંચા ઉભા છે. આ ઉપરાંત જુવાર, ચણા, જીરુ વગેરે થાય છે. અમારી આવો પાક આપતી જમીન આપી દેતા કેવી રીતે જીવ ચાલે.' ખેડૂતોના મતે રાજય સરકારે કરેલી યોજનામાં ખેડૂતોને એવી રીતે ફસાવ્યા છે કે આખરી પરિણામ માટે ૩૦ વર્ષ સુધી રાહ જોવી પડ. એટલે કે આ યોજનાનો સંપૂર્ણ અમલ ૨૦૪૦ સુધીમાં થવાનો છે ત્યાં સુધી બાકીની ૫૦ ટકા જમીનનો હેતુફેર ખેડૂત કરી ના શકે. ખેડૂતને ૫૦ ટકા જમીન કયાંક ખરાબામાં આપે એટલે તેનો આખો પરિવાર અને રોજગાર બધુ જ વેર-વીખેર થઈ જાય. ખેડૂતની જમીન પણ જાય અને વિકાસના ફળ તો દૂરનું સ્વપ્ન જ રહે. સરકાર સુનાવણી દરમ્યાન અચાનક સોગંદનામું રજૂ કરતાં હાઈકોર્ટ ગુસ્સે આજે સવારે ૧૧ વાગ્યાથી સર એકટની બંધારણીય યોગ્યતાના મુદ્દે સુનાવણી શરૃ થઈ હતી જેમાં ટી.પી.ના કાયદાને સરના કાયદામાં સમાવવા માટે રાષ્ટ્રપતિની મંજુરી જરૃરી નથી તેવી રજૂઆત રાજય સરકાર તરફથી થઈ હતી અને આ માટે સુપ્રીમકોર્ટનો ચુકાદો ટાંકવા માટે સમય માંગવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે સવારના સેશનમાં જ કોર્ટે મનાઈહુકમ આપવાનું વલણ દાખવતા સરકાર તરફથી આજે જ સુનાવણી કરવાની વિનંતિ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને બપોરે અઢી વાગ્યાથી ફરીથી સુનાવણી હાથ ધરાઈ હતી. બપોરે સરકાર તરફથી અચાનક સોગંદનામું રજૂ કરી દેવાયું હતું કે આ બહુ મોટો પ્રોજેકટ છ અને કોર્ટની દરમ્યાનગીરીથી મોટી અસર થશે. પિટિશનરોને જવાબ આપવાનો પણ સમય આપ્યા વગર આશ્રર્યજનક રીતે અચાનક ચાલુ સુનાવણીએ સોગંદનામું રજૂ કરાતાં કોર્ટ ગુસ્સે ભરાઈ હતી અને કહ્યું હતું કે આ સોગંદનામું કરવા માટે આજના દિવસે બીજી વાર સુનાવણી હાથ ધરાઈ નહોતી. સોમવાર સુધી રાહ જોવાની સરકારની વિનંતિને પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને એડવોકેટ જનરલને જમીન સંપાદિત નહીં થાય તેવું નિવેદન આપવા જણાવ્યું હતું. જો કે તેઓ આવું નિવેદન કરી શકે તેમ નથી તેવું કોર્ટને જણાવતાં કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. ટી.પી. એકટને સર એકટમાં સમાવતા પહેલા રાષ્ટ્રપતિની મંજુરી જરૃરી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-૧૯૭૬ જયારે અમલમાં આવ્યો ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હતુ અને આ કાયદો રાષ્ટ્રપતિની મંજુરીથી અમલમાં આવ્યો હતો. રાજય સરકારે આ કાયદાનો સરના કાયદામાં જમીન સંપાદન કરવા માટે સમાવેશ કરી દીધો છે. હાઈકોર્ટે આજે સરકારને જણાવ્યું હતું કે આવું કરવા માટે રાષ્ટ્રપતિની મંજુરી જરૃરી છે તે લેવામાં આવી નથી. કયા ગામની કેટલા વીઘા જમીન સંપાદિત કરવાની છે?
|
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment