Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
પરમાણુ કચરામાંથી પૃથ્વીને ૭૨ વર્ષ ચાલી શકે એટલી ઊર્જા મળી શકેપૃથ્વી પરથી ઊર્જાના સ્રોત ઘટી રહ્યા છે ત્યારે નવો વિકલ્પ
અમેરિકાની ૩૦ વર્ષીય યુવતી લેસ્લી ડેવાનનું સંશોધન હાલ પૃથ્વી પર ૮૦ હજાર ટન પરમાણુ કચરો પડયો છે!
અમદાવાદ, તા.૮ પૃથ્વી પરની ઊર્જા કટોકટી હવે કોઈનાથી અજાણી નથી. બીજી તરફ પરમાણુ ઊર્જા મેળવવી સૌ કોઈ માટે સરળ નથી. ત્રીજી તરફ પરમાણુ ઊર્જા મેળવ્યા પછી વધતો રેડિયો એક્ટિવ કચરો કઈ રીતે નાશ કરવો તેનો કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. એ વચ્ચે અમેરિકાની ૩૦ વર્ષિય યુવતી લેસ્લી ડેવાને પરમાણુ કચરામાંથી ઊર્જા મેળવવાનું મોડેલ તૈયાર કર્યુ છે. લેસ્લીની ગણતરી પ્રમાણે ન્યુક્લિયર વેસ્ટ દ્વારા આપણે ૭૨ વર્ષ ચાલી શકે એટલી એનર્જી પેદા કરી શકીએ એમ છીએ. અત્યારે જગતના કેટલાક સમૃદ્ધ દેશો પરમાણુ દ્વારા વીજળી પેદા કરે છે. પરંતુ એ રીતે પેદા થતી વીજળી કુલ વીજળીના ૧૧ ટકાથી વધારે નથી. વળી પરમાણુ ઊર્જા પેદા કરવામા રેડિયો એક્ટિવ લીકેજ અને જાપાનમા થયો હતો એવો અકસ્માત થવાનો ભય તો રહે જ છે. પરમાણુ ઊર્જાનો બીજો મોટો પ્રોબ્લેમ તેની ઓછી એવરેજ છે. પરમાણુ રિએક્ટરો જેટલુ યુરેનિયમ વાપરે તેમાંથી વધુમા વધુ ૫ ટકા યુરેનિયમને જ ઊર્જામા ફેરવી શકે છે. એટલે કે બાકીનું ૯૫ ટકા યુરેનિયમ બાતલ જાય. એ યુરેનિયમ પરમાણુ વેસ્ટ તરીકે ઓળખાય છે અને હજુ સુધી તેનો સંગ્રહ કરવાની કોઈ અકસીર રીત શોધી શકાઈ નથી. એ વેસ્ટમાથી ઊર્જા મેળવવામાં સફળ થયા પછી લેસ્લીના પ્રોજેક્ટમા જગતની ઘણી મોટી કંપનીઓને રસ પડયો છે. મેસેચ્યુશેટ ઈન્સિસ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમા પરમાણુ ઊર્જા પર પીએચડી કરી ચૂકેલી લેસ્લીએ આ શોધ અજાણતા કરી હતી. અત્યારે પૃથ્વી પર વિવિધ દેશોનો મળીને અંદાજે ૮૦ હજાર ટન ન્યુક્લિયર વેસ્ટ પડયો છે. અને દર વર્ષે તેમાં ૨ હજાર ટનનો વધારો થતો જાય છે. તેનો ઉપયોગ જો ઊર્જા પેદા કરવામા થાય તો પરમાણુ ઊર્જા કરતા ૭૫ ગણી વધારે વીજળી મળી શકે એમ છે. અલબત્ત, એ માટે અંદાજે ૬ અબજ ડોલર જેવા ફંડની જરૃર પડે એમ છે. લેસ્લી હાલ એ કામગીરી કરવામા પડી છે. અત્યારે આખા જગતમા સાડા ચારસો જેટલા પરમાણુ પ્લાન્ટ કાર્યરત છે. એ બધા પ્લાન્ટ પર રેડિયો એક્ટિવ વિકિરણો લીક થવાનો ભય રહેલો છે. સામે પક્ષે લેસ્લીના પ્લાન્ટમાં લીક થવાનો કોઈ ચાન્સ નથી. લેસ્લીને તેના આ સંશોધન બદલ ટાઈમ મેગેઝિન, નેશનલ જ્યોગ્રાફિક સહિતની સંસ્થાઓએ યંગ અચવિર્સ ગણાવી તેનું સન્માન કર્યુ છે. બીજી તરફ લેસ્લી અને તેના સાથીદાર માર્ક મેસલ પરમાણુ કચરા દ્વારા ઊર્જા પેદા કરવાના પ્રોજેક્ટને ફળિભૂત કરવાના કામમા લાગી ગયા છે. |
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment