સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 19 February 2016

જેલમાં હાર્દિકની ભૂખ હડતાળ : બહાર પાટીદારોના ઉપવાસ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

જેલમાં હાર્દિકની ભૂખ હડતાળ : બહાર પાટીદારોના ઉપવાસ

- સરકારને ભીંસમાં લેવા પાટીદાર નેતાની નવી વજીર ચાલ !

- હાર્દિકના બે પત્રો પણ બહાર આવવા દીધા નથી

સુરતની લાજપોર જેલના સત્તાવાળા દ્વારા ટિફિનમાં ધૂળ-કાંકરા ભેળવી દેવાતા હોવાનો 'પાસ'નો આક્ષેપ
(પ્રતિનિધિ દ્વારા)     સુરત,  ગુરૃવાર
આખરે જેલમાં બંધ હાર્દિક પટેલે પણ ભૂખહડતાળનું હથિયાર ધારણ કરી લેતાં હવે સરકાર પર ભીંસ વધશે. હાર્દિકની હડતાળનાં પ્રત્યાઘાત સ્વરૃપે બહાર પણ પાટીદાર યુવાનો હડતાળ પર ઉતરી શકે છે. સુરતમાં અગાઉ ભૂખ હડતાળ પર ગયેલો નિખિલ સવાણી ફરીવાર હાર્દિકના સમર્થનમાં ભૂખહડતાળ પર જશે.

હાર્દિકનાં ભૂખ હડતાળનાં નિર્ણયથી પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જાણે નવા પ્રાણ ફુંકાયા છે. જેલની વાત બહાર આવતા જ પાટીદાર યુવાનો વધુ ચેતનવંતા બન્યા છે. ગુરૃવારે રાત્રે બોલાવેલી પત્રકાર પરિષદમાં સહકન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું ક, સરકાર સાથે સમાધાનની વાતોમાં કેટલું તથ્ય છે એ તો સમાધાન માટેની કમિટી અને સરકાર જાણે પણ હાર્દિક સાથે જે વ્યવહાર થઇ રહ્યો છે તે ખૂબ આઘાતજનક છે. જો હાર્દિક સાથે કંઇ અઘટિત બનશે તો એનું પરિણામ સરકારે ભોગવવું પડશે.

ધાર્મિકે સરકાર અને તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારથી હાર્દિકે ૧૨૦૦ કરોડની ઓફરવાળો લેટર જારી કર્યો ત્યારથી હાર્દિકને જેલમાં ખોટી રીતે હેરાન કરી માનસિક અને શારીરિક ત્રાસ અપાય છે. ઘરેથી આવતા ટીફીનમાં પણ ધૂળ-કાંકરા ભેળવી સ્વાસ્થ્ય સાથે છે ચેડાં કરાઇ રહ્યાં છે. તબિયત બગડે તો તબીબની પણ વ્યવસ્થા અપાતી નથી. હાર્દિકનાં વકીલને પણ મુલાકાતથી વંચિત રખાયા હતા. હાર્દિક દ્વારા બે પત્ર લખાયા છે પણ તેને બહાર આવવા દીધા નથી.

આ બધાની ત્રસ્ત હાર્દિક પટેલ તા. ૧૭મી ફેબુ્રઆરીથી અન્નજળનો ત્યાગ કરીને ભૂખ હડતાળ પર ઉતરી ગયો છે. જ્યાં સુધી પાટીદાર સમાજને અનામત નહીં મળે અને નિર્દોષ યુવાનોને જેલમુક્ત કરી ખોટા કેસ પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી હાર્દિકે અન્નજળનો ત્યાગ કર્યો હોવાનું પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.

વધુમાં ધાર્મિકે કહ્યું કે, આંદોલનનો આગેવાન જો આવી વ્યથા બોગવતો હોય અને ઉપવાસ કરતો હોય તો ગામો, તાલુકા, જિલ્લા અને શહેરોમાં સ્વયંભૂ ઉપવાસ આંદોલનો શરૃ કરી હાર્દિકને સમર્થન આપીએ અને આ બાબતની જાણ કરતો પત્ર મામલતદાર અને કલેકટરને પણ આપીએ. હાર્દિક પટેલને જેલમાં કંઇપણ થશે તો સરકાર અને જેલ અધિકારીઓ જવાબદાર રહેશે. અને પછી ગુજરાતમાં જે પણ પરિસ્થિતિ ઉભી થશે તેના માટે સરકાર જ જવાબદાર રહેશે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

શાંત પડેલું અનામત આંદોલન ફરી હાર્દિકના ઉપવાસથી વાઇબ્રન્ટ થયું છે. હવે આંદોલનનો આ નવો તબક્કો કેવા કેવા રંગ દેખાડે છે તે જોવું રહ્યું.

આજથી નિખિલ સવાણી ફરીવાર ઉપવાસ પર
હાર્દિક પટેલના ઉપવાસ સાથે હાર્દિકને સમર્થન આપવા માટે સુરત પાસનાં સહકન્વીનર નિખિલ સવાણી ફરી એકવાર ભૂખ હડતાળ પર જશે. નિખિલ તેના ઘરેથી જ શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી ભૂખ હડતાળ શરૃ કરશે.

રાજદ્રોહના ગુનામાં પાસના નેતા વિપુલ અને ચિરાગના જામીન નકારાયા

તપાસ નાજુક તબક્કામાં હોવાથી કોર્ટે પુરાવા સાથે ચેડા થવાની સંભાવના દર્શાવી


(પ્રતિનિધિ દ્વારા)     સુરત, ગુરુવાર
અમરોલી પોલીસમાં નોંઘાયેલા રાજદ્રોહના ગુનાઇત કારસામાં જેલવાસ ભોગવતા પાટીદાર અનામત આંદોલનના અગ્રણી નેતાઓ પૈકીના ્રોપી વિપુલ રસીક દેસાઇ તથા ચિરાગ કાનજી દેસાઇની જામીન મુક્તિની માંગને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ કુ.ગીતાબેન ગોપીએ નકારી કાઢી હતી.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમરોલી પોલીસમાં પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયેલા રાજદ્રોહના ગુનાઇત કારસામાં સામેલ આરોપી ચિરાગ કાનજી દેસાઇ તથા વિપુલ રસીક દેસાઇ (રે.ક્રીષ્ના રો હાઉસ, મોટા વરાછા)ની સુરત ક્રાઇમબ્રાંચે જાન્યુ.૨૦૧૬માં ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.
બંને આરોપીઓએ પોતાની વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ ન હોવા ઉપરાંત ઉશ્કેરણી જનક નિવેદનો કે બેદિલી ફેલાય એવા નિવેદનો કર્યો હોવાનો ફરિયાદ પક્ષનો કેસ ન હોઇ જામીન આપવા એડવોકેટ યશવંતસિંહવાળા મારફતે કોર્ટમાં ઘા નાખી હતી.

જેના વિરુદ્ધમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ તથા સ્પેશ્યલ નિયુક્ત સરકારી વકીલ નયન સુખડવાલાએ સુરત ક્રાઇમબ્રાંચના તપાસ અધિકારી પીઆઇ દહીયાનું સોગંદનામુ રજુ કર્યુ હતું. સરકારપક્ષે જણાવ્યુ હતું કે આરોપીઓ પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર હાર્દિક પટેલ સાથે સક્રીય રીતે સંડોવાયેલા છે. આરોપી વિપુલ દેસાઇએ સુરત પોલીસે કબ્જે કરેલા મોબાઇલના ગુ્રપ મેસેજીસમાં રાજદ્રોહને લગતાં પુરાવા પોલીસને હાથ ન લાગે તે માટે મોબાઇલ પરત આપવા માંગ કરી હતી. તદુપરાંત આત્મ વિલોપનની ધમકી આપી પુરાવાનો નાશ કરવાની પેરવી કરી છે. તદુપરાંત આરોપી હાર્દિક પટેલે સહઆરોપી વિપુલ દેસાઇને આત્મહત્યા કરવા સંબંધે પાટીદારનો દીકરો મરે નહીં પણ બે ચાર પોલીસને મારીને મરે એવા સ્ફોટક અને ઉશ્કેરણી જનક નિવેદનો કર્યા હતા. જે વખતે આરોપી વિપુલ દેસાઇએ આરોપી હાર્દિકની હાજરી હતી.

જ્યારે આરોપી ચિરાગ દેસાઇએ ટેલિફોનીક સંપર્ક કરીને આરોપી વિપુલ દેસાઇને હાર્દિકને નુકશાન થાય તેવું નિવેદન બદલવા જણાવ્યું હતુ. જેથી તમામ આરોપીઓ સામે ગુનાઇત ષડયંત્રમાં સામેલ હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.

કોર્ટે રેકર્ડ પરના પુરાવા અને ગુનાની ગંભીરતાને લક્ષમાં લઇ પાસના આરોપી નેતાઓની જામીન મુક્તિની માંગ નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યુ હતુ કે આરોપીઓ સામેના ગંભીર ગુનાની તપાસ નાજુક તબક્કામાં હોઇ જામીન મુક્ત કરવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.
હાર્દિક પટેલના માતાપિતા અનશન પર ઉતરેલા પાટીદારોને મળ્યાં
ભાજપ સરકાર અને પાટીદાર નેતાઓએ એવો દાવો કર્યો છેકે, ટૂંક જ સમયમાં આંદોલન સમેટાઇ જશે કેમ કે, સમાધાનના છેલ્લી ઘડીને પ્રયાસો ચાલી રહ્યાં છે. જોકે, હજુયે મેળ પડે તેમ લાગતું નથી. આજે વસ્ત્રાલમાં ભૂખ હડતાલ પર ઉતરેલાં પાટીદાર યુવકોને હાર્દિક પટેલના માતાપિતા મળ્યાં હતાં. તેમને સાથ આપવા તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છેકે, જેલમાં બંધ ત્રણ પાટીદાર આંદોલનકારીઓએ સરકાર સાથે સમાધાનની તૈયારી માટે તૈયારી દર્શાવી છે પણ હજુયે હાર્દિક પટેલ મગનું મરી પાડવા તૈયાર નથી.આમ, હજુયે કોકડુ ગુંચવાયેલું છે. પાટીદારોમાં યે સમાધાનમાં મુદદ્ તડાં પડયાં છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment