Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
કરન્સીને બદલે હવે 'અંગુઠા છાપ ભીમ એપ' અંગુઠો બતાવો, પૈસા ટ્રાન્સફર કરો !
- મોદી સરકારનું નવું ગતકડુ
- આ એપ્લિકેશનથી ગરીબો, દલિતો, ખેડૂતોનું સશક્તિકરણ થશે તેવો મોદીનો દાવો
નવા વર્ષથી ATMમાંથી ૨૫૦૦ના બદલે ૪૫૦૦ ઉપાડી શકાશે
નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2016, શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ
મેળાની શરૃઆત કરી છે. આ મેળામાં મોદીએ એક વિશેષ એપ્લિકેશનની માહિતી આપી હતી
જેની મદદથી હવે ડિજિટલ પેમેન્ટ શક્ય બનશે. આ એપ્લિકેશનને ભીમ નામ આપવામાં
આવ્યું છે. રાજધાની દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત આ ડિજિટલ મેળાને
સંબોધીત કરતી વેળાએ મોદીએ આ એપ્લિકેશનની જાહેરાત કરી હતી.
મોદીએ દાવો કર્યો હતો કે આ એક એવી એપ્લિકેશન છે કે જેનો કોઇ પણ ઉપયોગ કરી
શકે તેટલી સરળ છે. વળી માત્ર અંગુઠાનું નિશાન જ તમારી ઓળખ બનશે. ભીમ એપનું
આખુ નામ ભારત ઇન્ટરફેસ ફોર મની છે. જોકે તેને મોદીએ ભીમ રાવ આંબેડકરના નામ
સાથે પણ જોડયું હતું. આધારકાર્ડની મદદથી આ એપ્લિકેશન કામ કરશે. જેને
પેમેન્ટ એપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી
પણ ડાઉનલોડ કરી શકાશે.
એકવાર એપ્લિકેશન સ્માર્ટફોનમાં ડાઉનલોડ થઇ જશે બાદમાં યૂઝરે પોતાના બેંક
ખાતાને નોંધાવવું પડશે. બાદમાં યુપીઆઇ પીન સેટ કરવી પડશે. યૂઝરનો મોબાઇલ
નંબર પેમેન્ટ એડ્રેસ બની જશે. એક વખત રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તેનો ઉપયોગ
કરી શકાશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે ભીમ
એપ્લિકેશન એ ગરીબો, દલિતો, ખેડુતોનું સશક્તિકરણ કરશે. અત્યાર સુધી આપણે
ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ મતદાન કરવા માટે કરતા હતા પણ હવે ડિજિટલ
પેમેન્ટ ક્રાંતી તરફ ભારત જઇ રહ્યું છે. મોદીએ જણાવ્યું હતું કે ભીમ રાવ
આંબેડરના નામે આ એપ્લિકેશનનું નામ ભીમ રાખવામાં આવ્યું છે. બે સપ્તાહમાં આ
એપ્લિકેશન સંપૂર્ણપણે કામ કરતી થઇ જશે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-thumb-impression-bhim-show-ape-thumb-money-transfer
નોટબંધીના ૫૦ દિવસ પછી પણ નોટોની તીવ્ર અછત : ૬૦ ટકા ATM 'કેશલેસ'
- દેશમાં કુલ ૨.૨ લાખ ATM માંથી માત્ર ૪૦ ટકામાં જ પૈસા !
- ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટો માટે દેશના તમામ ATM રિકેલિબ્રેટ થયાનો સરકારનો દાવો
મુંબઇ, તા. 30 ડિસેમ્બર, 2016, શુક્રવાર
૨૦૦૦ અને ૫૦૦ની નવી નોટોના વિતરણ માટે દેશના તમામ એટીએમને રિકેલિબ્રેટ કરી
દેવામાં આવ્યા હોવા છતાં નોટબંધીના ૫૦ દિવસ પછી પણ નોટોની અછતને પગલે ૬૦
ટકા એટીએમ બંધ પડેલા છે. દેશના ૨.૨ લાખ એટીએમ પૈકી ફક્ત ૩૫ થી ૪૦ ટકા એટીએમ
જ કાર્ય કરી રહ્યાં છે.
બેન્કિંગ એન્ડ પેમેન્ટ ટેકનોલોજી સેવા પૂરી પાડતી એક કંપનીના મેનેજિંગ
ડિરેક્ટર રામાસ્વામી વેન્કટેચલમના જણાવ્યા મુજબ ૨૪ કલાક એટીએમ ચાલુ રાખવા
માટે પર્યાપ્ત રોકડ હાલમાં બેન્કો પાસે નથી. હાલમાં દેશમાં માત્ર ૩૭ ટકા
એટીએમ જ નાણા પૂરા પાડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં એટીએમમાંથી દૈનિક ધોરણે મહત્તમ ૨૫૦૦ રૃપિયા જ
ઉપાડવામાં દેવામાં આવે છે. કેટલાક એટીએમ એવા છે જેમાંથી ફક્ત ૨૦૦૦ અને
૫૦૦ની નવી જ નોટો મળે છે કારણકે તેનાથી ઓછા મૂલ્યની નોટોની ભારે અછત અને
માંગ છે.
દેશમાં એવા એટીએમ ઘણા ઓછા છે જે ૨૪ કલાક નાણા આપી રહ્યાં છે. મોટા ભાગના
એટીએમમાં નાણાં નાખવામાં આવ્યા પછી થોડાક જ કલાકમાં નાણા સમાપ્ત થઇ જાય છે.
ત્યારબાદ આ એટીએમમાં ફરીથી નાણાનો પુરવઠો ઠાલવવામાં આવતો નથી. ઉલ્લેખનીય
છે કે આઠ નવેમ્બરે જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી ત્યારે દેશમાં ૧.૮
થી ૧.૯ એટીએમ ૨૪ કલાક કાર્ય કરી રહ્યાં હતાં. એટીએમમાં ચાર કન્ટેનર એટલે
કે કેસેટ હોય છે. દરેક કેસેટમાં કોઇ એક જ પ્રકારની મહત્તમ ૧૦,૦૦૦ નોટો મૂકી
શકાય છે.
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment