સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 3 August 2016

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ, કરોડોનો સટ્ટો ખેલાયો - દ.ગુજરાતમાં આભ ફાટયું : વલસાડ પાણીમાં, ત્રણનાં મોત

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ, કરોડોનો સટ્ટો ખેલાયો

- સટ્ટાબજાર ગરમાયું , વિજય રૃપાણી હોટ ફેવરીટ

- અમિત શાહના મામલે સટોડિયા અસમંજસની સ્થિતીમાં

કાર્યકરોમાં પણ શરતો લાગી , રૃપાલા-વસાવા છેલ્લે નંબરે
અમદાવાદ ,સોમવાર
આનંદીબેન પટેલના રાજીનામા બાદ ગુજરાતમા મુખ્યમંત્રીના સિંહાસને કોણ બિરાજશે તેની રાજકીય ચર્ચા જાગી છે. નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે સટ્ટાબજાર પણ ગરમાયું છે. એટલું જ નહીં , કરોડો રૃપિયાનો સટ્ટો ખેલાયો છે. સટ્ટાબજારમાં વિજય રૃપાણી મુખ્યમંત્રી પદે હોટ ફેવરીટ છે.જો કે, અમિત શાહના મામલે સટ્ટોડિયા અસમંજસની સ્થિતીમાં છે એટલે અમિત શાહ પર ભાવ બોલાયો નથી.
અત્યાર સુધી ક્રિકેટ મેચો પર સટ્ટો ખેલાતો હતો પણ હવે તો રાજકીય ગતિવિધી પર સટ્ટો રમાઇ રહ્યો છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઇને ૫૦૦ કરોડનો સટ્ટો રમાયો હોવાનુ સૂત્રોનું કહેવું છે.
સટોડિયાઓના મતે, હાલમાં સટ્ટાબજારમાં વિજય રૃપાણીનો ભાવ ૬૦ પૈસા , નિતિન પટેલનો ભાવ રૃા.૧.૧૦ પૈસા , ભીખુ દલસાણિયાનો ભાવ રૃા.૧.૪૦ પૈસા , રૃપાલા અને ગણપત વસાવાનો ભાવ રૃા.૩ બોલાઇ રહ્યો છે.
અમિત શાહ અંગે સટોડિયા મૂંઝવણમાં છે. તેમના મતે, અમિત શાહ મુખ્યમંત્રી બની પણ શકે અને ન પણ બને. આ કારણોસર સટ્ટાબજારમાં અમિત શાહનો ભાવ પડયો નથી.
સટોડિયાઓ માની રહ્યાં છેકે, હાલમાં યુપી ચૂંટણીને કારણે ગુજરાતમાં કામચલાઉ મુખ્યમંત્રી બનશે ત્યાર બાદ અમિત શાહ મુખ્યમંત્રી બની શકે છે. આમ છતાંયે એકાદ દિવસ બાદ રાજકીય પરિસ્થિતી જોયા બાદ અમિત શાહના ભાવ પણ પડી શકે છે.
રાજકીય પક્ષોના કાર્યકરોમાં નવા મુખ્યમંત્રીને લઇને શરતો લાગી છે. આમ, આનંદીબેનના રાજીનામા બાદ ગુજરાતમાં સટ્ટાબજાર ગરમાયું છે.

સટ્ટાબજારમાં કોના શું ભાવ
અમિત શાહ : ભાવ પડયો નથી
વિજય રૃપાણી : ૬૦ પૈસા
નિતિન પટેલ : ૧.૧૦ પૈસા
ભીખુ દલસાણિયા : ૧.૪૦ પૈસા
પુરૃષોત્તમ રૃપાલા : ૩ રૃા.
ગણપત વસાવા : ૩ રૃા.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-who-is-the-new-chief-minister-of-gujarat

દ.ગુજરાતમાં આભ ફાટયું : વલસાડ પાણીમાં, ત્રણનાં મોત

- ધરમપુરમાં ૧૩, પારડીમાં ૧૨ અને વાપીમાં ૧૧ ઇંચ વરસાદ

- ૧૮ કલાક સતત વર્ષા

- NDRFની ટીમ બોલાવાઇ કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરીે ૨૮ વ્યક્તિને બચાવ્યા

- સંઘપ્રદેશ દમણમાં ૧૧ ઇંચ વરસાદ

- વલસાડમાં માત્ર ૨ ઈંચ વરસાદ પરંતુ ઔરંગાના ઘોડાપુરથી અનેક વિસ્તારમાં કેડસમા પાણી

વલસાડ,તા.૨
અરબી સમુદ્રમાં અપરએર સરક્યુલેશન સિસ્ટમ કાર્યરત થતાં વલસાડ જિલ્લામાં આભ ફાટયું હોય તેમ જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી હતી. જિલ્લામાં ૧૮ કલાકમાં સરેરાશ ૯ ઈંચ વરસાદ ઝીંકાયો હતો. ધરમપુરમાં ૧૩ ઈંચ, પારડીમાં ૧૨ ઈંચ, વાપીમાં ૧૧ ઈંચ અને કપરાડા તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

પડોશી સંઘપ્રદેશ દમણમાં પણ સાંબેલાધાર ૧૧ ઇંચ અને દા.ન.હવેલીમાં ૭ ઇંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતાં વલસાડના અનેક વિસ્તારો પાણીમાં ડુબ્યા હતા. ભાગડાવાડામાં ત્રણ અને ધરમપુર તાલુકામાં એક વ્યક્તિ તણાઈ હતી. વલસાડના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. અને એનડીઆરએફની ટીમ મદદ માટે બોલાવાઇ હતી.

 વલસાડના ભાગડાવડા સહિતના વિસ્તારમાં કોસ્ટગાર્ડે રેરસ્ક્યુ કરી ૨૮ વ્યક્તિને બચાવી લીધા હતા.   મેઘરાજાએ રૌદ્ર સ્વરૃપ ધારણ કરતાં વલસાડ જિલ્લામાં ગઈકાલથી શરૃ થયેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. જિલ્લાની તમામ નદી અને નાળાઓ છલોછલ થઇને છલકાઈ ગયા છે. ધરમપુરની માન અને તાન નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા વલસાડના છીપવાડ, કોસંબા, મોગરાવાડી, અબ્રામા, તારીયાવાડ, હનુમાનભાગડા સહિતના વિસ્તારો પાણીમાં ગરક થઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. તમામ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘણા લોકોના ઘરોમાં એકથી દોઢ ફુટ પાણી ઘુસી જતાં ઘરવખરીને ભારે નુકશાન થયું છે.

જાહેરમાર્ગો પર પણ પાણી ફરી વળવાને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓ હાલાકીમાં મુકાયા હતા. ખાસ કરીને છીપવાડ વિસ્તારને નદીના પુરની સૌથી વધુ અસર થઈ હતી. હરકતમાં આવેલા વહીવટીતંત્રએ રાહતની કામગીરી શરૃ કરી હતી. આ ઉપરાંત ભાગડાવાડા (મોરાભાગડા), કોસંબા સહિતના વિસ્તારોમાં પણ પાણી ઘુસી ગયા હતા. ભાગડાવાડામાં પૂરના કારણે ત્રણ વ્યક્તિ તણાઈ ગઈ હતી. જેમાંથી એકની લાશ મળી હતી.

જ્યારે બાકીના બે વ્યક્તિ બચી ગઇ હતી. તો ઝીંગા તળાવમાં ફસાયેલા ૧૨ સહિત અન્ય વિસ્તારમાં ફસાયેલા કુલ ૨૮ વ્યક્તિને કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. ધરમપુરના આંબોસી ભવઢાણ ગામે ડુંગર પર ચઢતી મહિલાનો પગ લપસતા સીધા ખાડીમાં પડતા તણાયા હતા. તંત્ર દ્વારા લોકોની મદદ માટે સુરતથી એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ)ની ટીમને બોલાવવામાં આવી હતી. જોકે, પુરના પાણી બપોર બાદ ઉતરવાની શરૃઆત થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે જિલ્લાની મોટાભાગની શાળા-કોલેજો બંધ રહી હતી.

ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીના ૧૮ કલાકમાં વલસાડ જિલ્લામાં સરેરાશ ૯ ઈંચ વરસાદ ઝીંકાયો હતો. સૌથી વધુ ધરમપુરમાં ૩૨૫ મી.મી., પારડીમાં ૨૯૪ મી.મી., વાપીમાં  ૨૮૫ મી.મી., ધરમપુરમાં ૨૫૩ મી.મી., ઉમરગામમાં ૧૭૬ મી.મી. અને વલસાડમાં માત્ર ૫૫ મી.મી. વરસાદ પડયો હતો. જોકે સવારે ૮ વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ થોડી રાહત આપતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડ જિલ્લામાં પડેલા દેમાર વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સાથે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વરસાદને કારણે હાઈવે તથા અન્ય માર્ગો પર પણ ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.

ધરમપુરમાં ભારે વરસાદને કારણે ૩૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ધરમપુરના ચૌંઢા ગામે ચેકડેમ પરથી યુવાન તણાયો હોવાની માહિતી સરપંચે આપી હતી. જ્યારે કરંજવેરી ગામે માન નદી કિનારે તણાઇ આવેલી અજાણ્યા વૃધ્ધની લાશ મળી હતી. સુરતથી બચાવ કામગીરી માટે આવેલી એનડીઆરએફની ટીમે કાંઠા વિસ્તાર ભદેલી જગાલાલા, હિંગરાજ, હનુમાન ભાગડા, લીલાપોર, ભાગડાખુર્દ, નવીનગરી જેવા વિસ્તારમાંથી પુરમાં ફસાયેલા ૬૦ લોકોને બચાવ્યા હતા. જિલ્લામાં પુરમાં ફસાયેલા કુલ ૪૫૮ લોકોને બચાવી લીધા હતા.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-thus-dagujaratamam-phatayum-valsad-water-three-killed


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 1 August 2016

કેન્દ્રના ૭મા પગારપંચનો આજથી અમલ ૪.૬૫ લાખ કર્મચારીઓને લાભ - પેટ્રોલના ભાવમાં લીટરે રૃા. ૧.૪૨ અને ડિઝલમાં રૃ. ૨.૦૧નો ઘટાડો

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પેટ્રોલના ભાવમાં લીટરે રૃા. ૧.૪૨ અને ડિઝલમાં રૃ. ૨.૦૧નો ઘટાડો

- ચાલુ માસમાં ત્રીજી વાર ઘટાડો

- આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવની વધઘટ અને ડોલર-રૃપિયાના દરોના આધારે સમીક્ષા

(પીટીઆઇ)               નવી દિલ્હી, તા. ૩૧
વૈશ્વિક ભાવતાલના આધારે આજે પેટ્રોલના ભાવમાં લીટરે રૃપિયા ૧.૪૨ અને ડિઝલના ૨.૦૧નો ઘટાડો કર્યાનું સરકારી ઓઇલ કંપનીએ જણાવ્યું હતું. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યા મુજબ દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ ૬૧.૦૯ રૃપિયા રહેશે. નવા ભાવ આજ મધરાતથી અમલમાં આવશેન આ માસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ત્રીજી વાર ઘટાડો થયો છે. ૧લી જુલાઇએ પેટ્રોલમાં ૮૯ પૈસા અને ડિઝલમાં ૪૯ પૈસાનો ઘટાડો થયો હતો. ૧૬મી જુલાઇએ પેટ્રોલમાં રૃપિયા ૨.૨૫ અને ડિઝલમાં ૦.૪૨ પૈસાનો ઘટાડો થયો હતો.
જુલાઇમાં ભાવ ઘટાડા અગાઉ મે માસની પહેલી તારીખ પછી પેટ્રોલના ભાવ ૪ વખત વધ્યા હતા અને કુલ વધારો ૪.૫૨ થયો હતો તે જ રીતે ડિઝલના ભાવમાં ૭.૭૨  રૃપિયાનો વધારો થયો હતો.
હાલમાં આંતરરાષ્ટ્રીય પેટ્રોલ અને ડિઝલના ભાવ તેમજ ડોલર રૃપિયાના વિનિમયના દરના આધારે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટી રહ્યા છે. જેનો લાભ વપરાશકર્તાઓને મળી રહ્યો છે તેમ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે માર્ચની ૧૭ પછી એપ્રિલ ૧૬ને બાદ કરતાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધ્યા હતા.
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને વધુ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને ડોલર રૃપિયાના વિનિયમના દર ઉપર સતત નજર રાખે છે અને દર માસની ૧૫મી અને ૩૦મીએ તે મુજબ સમીક્ષા કરી પેટ્રોલના ભાવ વધારે કે ઘટાડે છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-liter-reduction-in-petrol-and-diesel-1-42

કેન્દ્રના ૭મા પગારપંચનો આજથી અમલ ૪.૬૫ લાખ કર્મચારીઓને લાભ

- ૧૪.૬૦ ટકાથી માંડી ૨૫ ટકા સુધીનો વધારો મળશે

- પગારપંચની ભલામણો સ્વીકાર્યાની ગુજરાત સરકારની જાહેરાત

૪.૧૨ લાખ પેન્શનરોને પણ ફાયદો
અમદાવાદ, રવિવાર
કેન્દ્ર સરકારનાં ૭મા પગારપંચની ભલામણોનો અમલ ૧લી ઓગસ્ટથી જ કરી દેવાની સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી છે. જેનો લાભ ગુજરાત સરકારનાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતાં ૪.૬૫ લાખ કર્મચારીઓને મળશે. ઉપરાંત નિવૃત થયેલા ૪.૧૨ લાખ પેન્શનરોને પણ ૭મા પગારપંચનો ફાયદો થશે.
૭મા પગારપંચની ભલામણોમાં નક્કી થયેલા મેટ્રીક અનુસાર વર્ગ-૪નાં કર્મયોગીઓથી લઇને વર્ગ-૧ સુધીનાં કર્મચારી-અધિકારીઓને પગારપંચે નિયત કરેલા મેટ્રિક મુજબ ૧૪.૬૦ ટકાથી માંડીને લગભગ ૨૫ ટકા સુધીનો વધારો પ્રાપ્ત થશે. કેન્દ્રએ ૭મા કેન્દ્રીય પગારપંચની ભલામણોનો સ્વીકાર તારીખ ૧-૧-૨૦૧૬થી કરવાનાં નિર્ણયને પગલે ગુજરાતમાં પણ આ ભલામણોનો સ્વીકાર અને અમલ ૧લી ઓગસ્ટથી કરવાનું મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે.
આ નિર્ણયને કારણે રાજ્યમાં ફરજ બજાવતા અને નિવૃત થયેલા એવા કુલ ૮.૭૭ લાખ કર્મચારીઓને લાભ થશે. કેન્દ્ર સરકાર દ્વારા અન્ય ભથ્થા અંગે હવે પછી વિચારણા કરાશે. રાજ્ય સરકાર પણ યોગ્ય સમયે પગાર સુધારણા સમિતિ અને કેબિનેટ સબ સમિતિ સમક્ષ કેન્દ્ર સરકાર દ્વારા થયેલી જાહેરાતનાં અનુસંધાને તેની સમીક્ષા કરશે. આ નિર્ણય અંગેનાં વિગતવાર હુકમો નાણાં વિભાગ દ્વારા જારી કરાશે.


Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-a-recurrent-execution-today


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 30 July 2016

કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગાર સાથે એરિયર્સ પણ ચૂકવવા આદેશ - સૌરાષ્ટ્ર વરસાદથી પુલકિત : ખંભાળિયામાં સાંબેલાધાર ૮ ઇંચ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગાર સાથે એરિયર્સ પણ ચૂકવવા આદેશ

- સાતમા પગાર પંચના અમલના પગલે

- બેઝિક પગાર ૨.૫૭ ગણો કરાયો

૨૦૧૬ના જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર ૧૮૦૦૦
(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચના અહેવાલના અમલ સાથે સરકારી કર્મચારીઓને ૧લી જાન્યુઆરી ૨૦૧૬ થી મળવાપાત્ર પગાર ઉપરાંત એરિયર્સની રકમ પણ એક સાથે ઓગસ્ટ મહિનાના પગાર સાથે ચૂકવી દેવાનો નિર્ણય કર્યો હતો. સરકારના નોટિફિકેશન મુજબ કેન્દ્રિય કર્મચારીઓના બેઝિક પગાર ૨.૫૭ ગણો કરવા આદેશ કર્યો છે. સાતમા પગાર પંચની ભલામણો મુજબ કેન્દ્રીય પેન્શનરોને પણ આ  વધારાનો લાભ મળશે.
નાણા મંત્રાયના સૂત્રોના જણાવ્યા મુજબ સાતમા પગાર પંચની ભલામણ મુજબ સુધારેલ પગાર ૨૦૧૬ના જાન્યુઆરીની ૧લી તારીખથી અમલમાં આવશે જેમાં ૧૨૫ ટકા ડીએનો સમાવેશ થાય છે. ત્યાર બાદના પ્રથમ ડીએના હપ્તાની જાહેરાત હવે પછી થશે. પગાર પંચની ભલામણો મુજબ સુધારેલા પગાર માળખા મુજબ એરિયર્સ સહિત એક સાથે ઓગસ્ટના પગાર સાથે ચૂકવી દેવાશે. પ્રોવિડન્ડ ફંડ અને એનપીએલ નવા પગાર પ્રમાણે કપાશે.
નવા પગારની અને એરિયર્સની ચૂકવણી ઝડપથી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. તે માટે પ્રિચેક ઓફ ફિકશેશન કર્યાવિના ચૂકવણી કરવાના આદેશ છે. જો કે આ આદેશ પેન્શનર કે પગાર પંચના અમલ પછી છૂટા થયેલા કર્મચારીને લાગુ પડશે નહિ. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને ૨૦૧૬ના જાન્યુઆરીથી લઘુતમ પગાર ૧૮૦૦૦ થશે. અગાઉ આ મર્યાદા ૭૦૦૦ હતી. એરિયર્સની રકમ ચૂકવતી વખતે કર્મચારીઓના ઇન્કમટેક્સની રકમ કાપી લેવામાં આવશે. હાલ તૂરત અન્ય ભથ્થાઓ જૂની ગણતરી પ્રમાણે ચૂકવાશે.
 

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-in-order-to-pay-salary-arrears

સૌરાષ્ટ્ર વરસાદથી પુલકિત : ખંભાળિયામાં સાંબેલાધાર ૮ ઇંચ

- કાચા સોના જેવી મેઘમહેર વરસતાં ખેડૂતોને હાશકારો

- ધ્રોલમાં ૪ ઇંચ, જોડીયામાં ૩.૫ ઇંચ તથા કોડીનારમાં ૨.૫ ઇંચ

દીવ, તાલાલા અને ઉનામાં બે ઇંચ વરસાદથી લોકોના ચહેરા પર રોનક
સૌરાષ્ટ્રના નાના-મોટા અનેક ચેક ડેમમાં નવા પાણીની આવક

(પ્રતિનિધિઓ દ્વારા)     રાજકોટ, તા.૨૯
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે આજે સવારથી ઠેર ઠેર મેઘરાજાએ પધરામણી કરતા કાચા સોના જેવી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. આજે સૌથી વધુ ખંભાળિયામાં આભ ફાટયું હયો એમ આઠ ઇંચ વરસાદ વરસી પડતા જળબંબાકાર સર્જાયો         હતો. આ ઉપરાંત ધ્રોલમાં ૪ ઇંચ, તો જોડિયામાં ૩ાા ઇંચ તેમજ કોડીનારમાં                અઢી ઇંચ ઉપરાંત દીવ, તાલાલા, ઉના, માળીયા હાટીના અને લાલપુરમાં બે ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી. રાજકોટમાં ઝરમર એક ઇંચ વરસાદે માર્ગો ભીના કર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયાને આજે મેઘરાજાએ આઠ ઇંચ વરસાદ વરસાવીને જળબંબોળ કરી નાખ્યું હતું. ચાલુ ચોમાસામાં એક મહિનામાં માત્ર બે ઇંચ વરસાદથી દૂષ્કાળનાં પડઘમ સંભળાવા લાગ્યા હતા ત્યાં આજે સવારે ૧૧ વાગ્યાથી ખંભાળિયામાં મુશળધાર મેઘમહેર વરસી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. ખંભાળિયા-જામનગર હાઇવે પરનાં દાતા, સિંહણ, માંઢા સહિતનાં ગામોમાં ત્રણ-ચાર ઇંચ તો ભાણવડ રોડ તરફનાં તથીયા, ખોખરી, ગુંદા વગેરે ગામોમાં દોઢથી બે ઇંચ ઉપરાંત દ્વારકા રોડ પરનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે ઇંચ જેવી મેઘણહેરથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. બીજી તરફ આજે દ્વારકામાં માત્ર ઝરમર તો ભાણવડ અને કલ્યાણપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાટીયામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને દોઢ ઇંચ વરસ્યો હતો. બારાડી પંથકમાં પણ એક થી દોઢ ઇંચ મેઘમહેર વરસી હતી.
રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘાડંબર વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસતા રહ્યા હતા. સાંજ સુધીમાં અડધાથી એક ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. એ જ રીતે આજે જસદણ અને વિંછીયામાં પોણો ઇંચ તો કોટડાસાંગાણી, લોધીકા અને ઉપલેટામાં અડધો ઇંચ તેમજ ગોંડલમાં ઝાપટા પડયા હતા. પોરબંદર જિલ્લામાં પણ આજે શ્રીકાર મેઘમહેર વરસી હતી. પોરબંદરમાં એક ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ અને કુતિયાણામાં અડધો ઇંચ તો માધવપુર ઘેડ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢ ઇંચ જેવી મેઘમહેરથી આનંદની લાગણી છવાઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઘણી રાહ જોવડાવ્યા બાદ આજે મેઘસવારી આવી પહોંચી હતી. કોડીનારમાં ધીમી ધારે અઢી ઇંચ તથા તાલાલા અને ઉનામાં બે ઇંચ તો સુત્રાપાડામાં દોઢ ઇંચ ઉપરાંત ગીરગઢડામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળમાં ઝરમર વરસાદે માર્ગો ભીના કર્યા હતા. તાલાલા સહિતનાં ગીર પંથકમાં મગફળી-કપાસ જેવા ખરીફ પાક ઉપર કાચા સોના જેવી મેઘમહેરથી ખુશીની લાગણી છવાઇ છે.
જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું અને ધીમી ધારે વરસાદ શરૃ થયો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં માળીયા હાટીનામાં બે ઇંચ વરસાદ પડયો હતો. તો વિસાવદરમાં રાત્રે અડધો ઇંચ અને આજે દિવસ દરમિયાન એક ઇંચ મળી કુલ દોઢ ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે ગતરાત્રીથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં માંગરોળમાં પોણો ઇંચ તથા જામનગર, મેંદરડા, વંથલી, કેશોદ અને ભેંસાણમાં ઝાંપટા સ્વરૃપે અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. માળીયાનાં આંબેચા ગીર ઉપરાંત મનડી, અકાળા, દૂધાળા, કડાપા સહિતના ગામોમાં પણ એકથી બે ઇંચ મેઘમહેર વરસી હતી.


અમદાવાદમાં આગામી ચાર દિવસ  હળવા વરસાદની આગાહી
અમદાવાદ, તા.૨૯
અમદાવાદને સંતોષકારક વરસાદ માટે વધુ રાહ જોવી પડે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ સુધી માત્ર હળવો વરસાદ જ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને ઉતરપશ્ચિમ મધ્યપ્રદેશમાં અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેની સંભાવના વધી જાય છે.  હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની કોઇ સંભાવના નથી. દરમિયાન આજે ઉતર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં તેમજ ખેડા-આણંદમાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.

રાજકોટમાં એક ઈંચ વરસાદ, બપોરે વિમાને પાછા જવું પડયું
મેઘરાજાએ સુપડાધારે વરસવાનો દેખાવ તો કર્યો પણ વરસ્યા થોડું, આટલા વરસાદે શહેરમાં પાણી ભરાયા!

રાજકોટ,તા.૨૯
રાજકોટમાં હમણાં મુશળધાર, સુપડાંધાર, સાંબેલાધાર તુટી પડશે એવો દેખાવ કરીને મેઘરાજા ધીમી ધારે સાંજ સુધીમાં માત્ર એક ઈંચ પાણી માંડ વરસાવ્યું હતું. આટલા વરસાદથી પણ શહેરમાં પાણી ભરાયા હતા. હવામાનખાતાએ હળવા-મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરમાં આજે સવારથી સાંજ સુધી એકધારો ૯૫ ટકા ભેજ સાથે સૂર્યપ્રકાશ અદ્રશ્ય થઈ ગયો હતો અને દિવસે અંધારુ છવાઈ ગયું હતું. આ હવામાનના કારણે બપોરે ૨.૪૫ વાગ્યે મુંબઈથી રાજકોટ આવતું વિમાન ઉતરાણ નહીં કરી શકતા તેને વડોદરા લઈ જવાયું હતું પણ સાંજે હવામાન થોડું ચોખ્ખુ થતા સાંજે છએક વાગ્યે ઉતરાણ કર્યાનું જણાવાયું છે. રાજકોટમાં સવારથી એવો વરસાદી માહૌલ જામ્યો હતો કે નગરજનોને લાગતું હતું કે હમણાં જ મેઘરાજા સાંબેલાધારે તુટી પડશે પણ દેખાવ જેટલો વરસાદ ન્હોતો થયો. હવામાનખાતામાં ૧૩.૬ મિ.મિ.સાથે મૌસમનો કૂલ વરસાદ ૯ઈંચ થયો છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-saurashtra-khambhalia-heavy-8-inch


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 18 July 2016

ચોમાસાએ જોર પકડયું : ચાર રાજ્યોમાં અતિભારે વરસાદથી ૨૧નાં મોત - ગુજરાતમાં ભૂકંપ લાવી શકે તેવી કુલ ૬ ફોલ્ટ લાઇનો સક્રિય છે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ચોમાસાએ જોર પકડયું : ચાર રાજ્યોમાં અતિભારે વરસાદથી ૨૧નાં મોત

- દેશના ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદની આગાહી સાથે

 
વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ઉત્તરાખંડમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં પાંચ, આસામમાં ચાર અને રાજસ્થાનમાં બેનાં મોત
યમુનાના કેચમેન્ટ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ : ચારધામ યાત્રા સ્થગિત
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
દેશભરમાં ચોમાસું ગતિમાન થતા સર્વત્ર ભારે વરસાદ થયો છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને આસામમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં કુલ ૨૧ વ્યક્તિના મોત થયા છે. ઉત્તરપૂર્વના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.
ઉત્તરાખંડમાં તેહરીમાં ભેખડ ધસી પડતા કારમાં પ્રવાસ કરતાં ૪ પ્રવાસીના મોત થયા હતા. ઉત્તરકાશીમાં વૃક્ષ હેઠળ દબાતાં બે વ્યક્તિનાં મોત થયા હતા અને અન્ય ૪ વ્યક્તિનાં વિવિધ વિસ્તારોમાં મોત થતાં કુલ ૧૦નાં મોત થયા હતા.
ભારે વરસાદને પગલે ગંગા અને યમુનાની શાખાઓ ભાગીરથી, અલકનંદા અને મંદાકિનીમાં પણ પૂર આવ્યા હતા. કાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા હતા. હરિદ્વાર અને દહેરાદૂનમાં ભારે વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો અને તાપમાન સામાન્ય કરતાં ૫ ડિગ્રી નીચું  રહ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યા મુજબ દિલ્હીમાં આજે ૨.૫ મી.મી. વરસાદ થયો હતો. લઘુતમ તાપમાન  ૨૬.૪  ડિગ્રી  નોંધાયું હતું. ઉત્તરપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં ૧૦ સેન્ટીમીટર વરસાદ થયો હતો. રાત્રિ દરમિયાન સતત વરસાદને પગલે મથુરા અને અલિગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બિજનોરમાં મકાન તૂટી પડતાં બે બહેનોના મોત થયા હતા. જ્યારે મુઝફરનગર અને મથુરામાં મકાન તૂટી પડતાં એક બાળક સહિત બેનાં મોત થયા હતા. બલરામપુરમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશમાં કુલ પાંચના મોત થયા હતા.
પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદને પગલે તાપમાન ઘટયું હતું. પતિયાળા અને લુધિયાણામાં વરસાદ થયો હતો.
આસામમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની હતી. લગભગ ૧.૭૭ લાખ લોકો અસરગ્રસ્ત છે. આસામ, રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે કરૌલીમાં મકાન તૂટી પડતાં એક મહિલા અને બાળકનું મોત થયું હતું. કરૌલીમાં ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારો ખાલી કરાવાયા હતા.
હવામાન ખાતાએ જણાવ્યા મુજબ હિમાલયના યમુનાના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. પરિણામે ઉત્તરાખંડ, દહેરાદૂન, ઉત્તરકાશીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-21-killed-in-heavy-rains-in-four-states

ગુજરાતમાં ભૂકંપ લાવી શકે તેવી કુલ ૬ ફોલ્ટ લાઇનો સક્રિય છે

- કચ્છમાં ચાર ફોલ્ટલાઇનો રોજ ભૂકંપના આંચકા લાવે છે !

- ખંભાતની ૪૫૦ અને નર્મદાની ૪૦૦ કિ.મી. લાંબી ફોલ્ટ લાઇન જોખમી

૬થી વધુની તીવ્રતા જ વિનાશ વેરી શકે
અમદાવાદ,રવિવાર
સુરત, ભાવનગર અને અમરેલીમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૪.૭ ની હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી ૧૪ કિ.મી.દુર જમીનમાં ૧૦ કિ.મી. ઉંડે હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં છેલ્લા દશ વર્ષમાં ૪ ની તીવ્રતાના એક હજારથી પણ વધુ આંચકા આવી ચૂક્યા છે. આ અંગે ભૂકંપના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચારની આસપાસની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ડરવાની જરૃર નથી તે વિનાશકારી હોતા નથી. ૬ થી વધુની તીવ્રતાનો આંચકો હોય તો જ તે મોટાપાયે જાનમાલની ખુવારી કરી શકે છે. નોંધપાત્ર છે કે કચ્છમાં ૨ થી માંડીને ચારની તીવ્રતાના આંચકા લગભગ રોજ આવતા રહેતા હોય છે. ગુજરાતમાં ૨૦૦૬માં ૪ ની તીવ્રતાના કુલ ૪૦૫ આંચકા આવ્યા હતા.
ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વિય પ્રદેશો અને કચ્છનો જ ભૂકંપ સંભવિત કેન્દ્રમાં સૌથી વધુ જોખમી એવા પાંચમાં ઝોનમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ ૬ ફોલ્ટલાઇનો સક્રિય છે. કચ્છમાં કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટલાઇન ૨૦૦ કિ.મી. લાંબી અને જમીનમાં ૩૦ કિ.મી. ઉંડી સક્રિય ફોલ્ટ લાઇન છે જે ભચાઉથી છેક પાકિસ્તાન સુધી લાંબી છે. અલભોન્ડ ફોલ્ટ લાઇન ૧૫૦ કિ.મી. લાંબી અને જમીનમાં ૨૫થી ૩૦ કિ.મી. ઉંડી છે. કટરોલ હિલ ફોલ્ટ લાઇન ૫૦ કિ.મી. લાંબી અને ૩૦ કિ.મી. ઉંડી છે. કચ્છની આ ફોલ્ટ લાઇનોના કારણે કચ્છમાં રોજ નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. આ ઉપરાંત મકરન ફોલ્ટલાઇન પણ જોખમી છે.
સૌરાષ્ટ્રમાં ૧૫૦ કિ.મી. લાંબી રાજકોટની લીનેમેન્ટ ફોલ્ટ લાઇન સક્રિય છે. આ ઉપરાંત જામનગર, દક્ષિણ તલાલા અને સુરેન્દ્રનગરમાં નાની ફોલ્ટ લાઇનો સક્રિય છે. નર્મદામાં સૌથી મોટી ૪૦૦ કિ.મી. લાંબી ફોલ્ટ લાઇન સક્રિય છે. જે મધ્યપ્રદેશના જબલપુરથી લઇને ગુજરાતમાં છેક ભરૃચ સુધી લંબાયેલી છે. જેને નર્મદા સોન લીનેમેન્ટ ફોલ્ટ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ ફોલ્ટ લાઇન ૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા આપવા સક્ષમ છે.
બીજી ફોલ્ટ લાઇન ખંભાતમાં આવેલી છે જેે ૪૫૦ કિ.મી. લાંબી છે અને તે  ઉત્તર ગુજરાતથી લઇને છેક રાજસ્થાન સુધી સક્રિય છે.
કચ્છ સક્રિય ફોલ્ટ લાઇનના કારણે ઝોન પાંચમાં આવે છે. ઝોન ચારમાં ડીસા, વાવા, પાટણ, પાલનપુર, રાધનપુર, ધાગ્રધ્રા, મોરબી, જામનગર, લાલપુર અને દ્વારકા આવે છે. ઝોન ૩ માં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, તલાલા, વડોદરા, ભરૃચનો સમાવેશ થાય છે. ઝોન ૨ માં દાહોદનો સમાવેશ થાય છે.
ગુજરાતની ફોલ્ટલાઇનો ૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આપવા માટે પણ સક્ષમ છે. ગુજરાતમાં ૨૦૦૧માં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવી ચૂકેલો છે. ભૂકંપની ૭ ની તીવ્રતા ૧,૫૦૦ કિ.મી. સુધી અનુભવી શકાય છે. સમાન્યા રીતે પાંચથી ઓછી તીવ્રતાના આંચકા માત્ર કંપનનો જ અનુભવ કરાવે છે તે મોટાપાયે જાનમાલને નુકશાન કરતા હોતા નથી.

દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૪.૭નો ભૂકંપ : ભયનો માહોલ

- ભૂકંપનું એપી સેન્ટર કામરેજના ભાદા ગામે ૧૦ કિ.મી.ની ઊંડાઇએ

- વડોદરા અને અમરેલીમાં ધણધણાટી સાથે હળવુ કંપન

સુરતમાં સવારે ૯.૨૪ કલાકે આંચકો આવ્યા બાદ ૧૧ કલાકે ૪ની તીવ્રતાનો આફટર શોક  : ભાવનગરમાં બે કલાકના અંતરે બે વખત ૪.૫ અને ૨.૮ની તીવ્રતાના આંચકા
સુરતમાં ૫૦ વર્ષમાં પહેલીવાર આટલી મોટી તીવ્રતાનો આંચકો અનુભવાયો
અમદાવાદ, તા.૧૭
ગુજરાતના કેટલાક વિસ્તારો આજે સવારે ૪.૭ના ભૂકંપના આંચકાથી ધુ્રજી ઉઠયા હતા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ભાદા ગામ ખાતે કીમ ફોલ્ટ લાઈન ઉપર જમીનના પેટાળમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ એ.પી. સેન્ટર ધરાવતાં આ ભૂકંપથી ગુજરાતના સુરત સહિત અનેક ગામો ધૂ્રજી ઊઠયાં હતાં. સુરતમાં સવારે ૯.૨૪ કલાકે ૪.૭ની તીવ્રતાનો આંચકો આવતાં દોડધામ મચી ગઈ હતી. હાઈરાઈઝ મકાનોમાં રહેતા લોકો નીચે ઉતરી આવ્યા હતાં. ત્યાર બાદ ૧૧ વાગ્યે ફરી ૪ની તીવ્રતાનો આફટર શોક નોંધાતા શહેરીજનોમાં ભય વ્યાપી ગયો હતો. આ ભૂકંપની અસર વડોદરામાં પણ થઈ હતી. વડોદરા અને આસપાસના ગામોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં પણ આ ભૂકંપની અસરથી ધુ્રજારી અનુભવાઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સુરત-કીમ ફોલ્ટ લાઈન સક્રિય થતાં ૩ મહિનામાં આ બીજો ભૂકંપ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનીના અહેવાલ નથી.
સુરત શહેરમાં આજે સવારે બરાબર ૯ વાગ્યે ને ૨૪ મિનિટના ટકોરે ૪.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ભાગદોડ મચી ગઇ હતી. આ આંચકા બાદ ૧૧ વાગ્યે પણ ૪ની તીવ્રતાનો આફટર શોક અનુભવાયો હતો. આ આંચકો પાંચ સેકન્ડનો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર સુરત નજીકના કામરેજ તાલુકાનું ભાદા ગામ હતું. આટલો મોટો આંચકો ૫૦ વરસના ઇતિહાસમાં ક્યારેય અનુભવાયો નથી.
સુરત શહેરમાં આજે સવારે ૯.૨૪ મિનિટે અચાનક ભૂકંપના આંચકો આવ્યો હતો. આ આંચકો એટલી બધી તીવ્રતાનો હતો કે ત્રીજા માળે રહેનારાને પણ અનુભવાયો હતો. સવાર-સવારમાં આંચકા અનુભવાતા હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાના કિસ્સા બન્યા હતાં. આ આંચકો આવતા શહેરીજનો એકબીજાને મોબાઇલ ફોનથી પૂછતા અન્ય લોકો પણ ડરના માર્યા બહાર દોડી આવ્યા હતાં.
વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં આજે સવારે ધરતી ધુ્રજી હોય તેવો અનુભવ થયો હતો. 
દરમિયાન વડોદરાની ડિઝાસ્ટર મેેનેજમેન્ટ કચેરીના જણાવ્યા મુજબ ગાંધીનગરના સંદેશાના આધારે અમે વડોદરા શહેર તેમજ જિલ્લાના દરેક તાલુકાઓમાં મામલતદારને ભૂંકપના આંચકામાં થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ આપવા કહ્યુ હતુ પરંતુ દરેક તાલુકા તેમજ શહેરમાંથી એવો સંદેશો આવ્યો હતો કે નુકસાનીનો કોઇ રિપોર્ટ નથી તેમજ ધરતીકંપની અસર પણ થઇ નથી. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ગુજરાતમાં જો ધરતીકંપનો આંચકો આવતો હોય તો વડોદરાની કુબેરભુવન, જિલ્લા પંચાયતની બહુમાળ ી સરકારી ઇમારતો ઉપરાંત કેટલીક ખાનગી બિલ્ડીંગોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતો હોય છે પરંતુ આજે રવિવારનો રજાનો દિવસ હોવાથી તેની અસર ઓછી વર્તાઇ હતી. જો કે ભૂકંપના આંચકાને પગલે ફોન પર માહિતી મેળવવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો.
અમરેલી શહેર સહિત જિલ્લાના ઘણા વિસ્તારો લાઠી, બાબરા, લીલીયા, સાવરકુંડલા પંથકમાં આજે સવારના સાડા નવ કલાકે ભુકંપના આચકા આવતા બહુમાળી ઈમારતોમાં રહેલા લોકોએ ભુકંપના આંચકાના અહેસાસ કરેલ જ્યારે અન્ય ગ્રાઉન્ડ ફ્લોર મકાન ધારકોએ જમીનમાં ધણધણાટી થયાનું જણાવેલ હતું. અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે લીલિયા સાવરકુંડલામાં હળવો આંચકો આવ્યાનું જણાવ્યું હતું.
 
ગુજરાતમાં ૪૮ કલાકમાં ૧.૩થી ૪.૭ની તીવ્રતાના ૯ આંચકા
આજે સવારે ૪.૭ની તીવ્રતાના નોંધાયેલા ભૂકંપના આંચકાએ સુરતથી લઇને કચ્છ સુધીની ધરતી હલાવી દીધી હતી. તા. ૧૬ અને ૧૭ જુલાઇના બે દિવસના ૪૮ કલાકમાં સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ૧.૩ની તીવ્રતાથી લઇને ૪.૭ની તીવ્રતાના ૯ ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં આજે સવારે ચાર, રાત્રિના બે આંચકા અનુભવાયા હતાં. જો કે, આ આંચકા હળવા હોવાથી કોઇ અસર થઇ ના હતી.
સુરત-કીમ ફોલ્ટ લાઇન સક્રિય ૩ મહિનામાં બીજો ભૂકંપનો આંચકો
સુરતમાં ત્રણ મહિનામાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સુરત-કીમ ફોલ્ટ લાઇન સક્રિય થતાં આ આંચકાની તીવ્રતા વધારે નોંદાઇ હતી. ભૂકંપ નિષ્ણાંતોના મતે આ સુરત-કીમ ફોલ્ટલાઇન વર્ષોથી નિષ્ક્રીય રહી છે. જો કે, આજે ફરી સક્રિય થતાં તેની ફ્રીકવન્સી ધીરે ધીરે વકરશે એવી દહેશત વ્યક્ત કરાઇ છે. અગાઉ ગત ૧૦મી એપ્રિલે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. અને તેનું એપી સેન્ટર સુરતથી ૩૮ કિલોમીટર દૂર ઉત્તર દિશામાં માંડવીના વરેલી ગામે જમીનથી ૫ કિ.મી. અંદર નોંધાયું હતું.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-earthquakes-can-bring-in-a-total-of-6-active-fault-lines, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-gujarat-saurashtra-4-7-magnitude-earthquake


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 14 July 2016

ખોડલધામ અને ઉમિયાધામમાં હાર્દિકનાં હસ્તે શનિવારે આરતી - ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ખોડલધામ અને ઉમિયાધામમાં હાર્દિકનાં હસ્તે શનિવારે આરતી

- જેલમુક્ત થયા બાદ સૌરાષ્ટ્રમાં થનાર ભવ્ય સ્વાગત

- રાજકોટ, બોટાદ, ભાયાવદર, મોરબીમાં 'પાસ' દ્વારા રોડ-શો

- કાગવડ અને સીદસરમાં સાકરતુલા

રાજકોટ, બુધવાર
પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલનાં જમીન મંજુર થતાં આગામી તા. ૧૫મીએ જેલમુક્ત થયા બાદ તા. ૧૬મીએ આખો દિવસ સૌરાષ્ટ્રમાં પરીભ્રમણ કરશે.

તા. ૧૬મીએ સવારે ૧૧ વાગ્યે અમદાવાદથી સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીનાં દર્શન કરી પ્રમુખસ્વામી મહારાજના આશિર્વાદ મેળવશે. બાદમાં બોટાદમાં રોડ શો પછી સાંજે ૬ વાગ્યે કાગવડમાં ખોડલધામ ખાતે તેમના હસ્તે આરતી થશે અને જેતપુર પાટીદાર આંદોલન સમિતિ દ્વારા સાકરતુલા કરાશે. ત્યાંથી મોટીપાનેલી પહોંચશે અને સ્વાગત કરાશે. બાદમાં સીદસર ખાતે ઉમિયાધામમાં ૭-૩૦ વાગ્યે આરતી કરશે અને જામજોધપુર પાસ ટીમ દ્વારા સાકરતુલા કરાશે. ત્યાર પછી ધોરાજી અને ઉપલેટા તાલુકાનાં પાટીદારોની હાજરીમાં ભાયાવદરમાં રોડ શો કરવામાં આવશે.

રાત્રે ૧૦ વાગ્યે રાજકોટમાં ગોંડલ ચોકડીથી પાટીદારો ધામધૂમથી સ્વાગત કરીને રેલી સ્વરૃપે માધાપર ચોકડી સુધી લઈ જશે. ત્યાંથી પડધરી થઈને ટંકારા બાદ રાત્રે ૧૨ વાગ્યે મોરબી પહોંચશે અને રોડ-શો બાદ વિરમગામ જવા રવાા થશે. વિરમગામથી તા. ૧૭મીએ વહેલી સવારે કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત બહાર જવા નિકળી જશે. વળી, સૌરાષ્ટ્રનાં પ્રવાસ દરમિયાન પણ કોર્ટનાં આદેશને કારણે ક્યાંય જાહેરસભા યોજાય તો હાર્દિક પટેલ કોઈ નિવેદન કરશે નહીં તેમ સૌરાષ્ટ્ર 'પાસ'નાં કન્વિનર લલીત વસોયાએ જણાવ્યું હતું. 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-aarti-held-on-saturday-and-umiyadhamamam-khodaladhama-hardik-nam


કોલ્હાપુરમાં મેઘ તાંડવથી ભીષણ પૂર નદીઓ ભયજનક બનતા હાઇ એલર્ટ જાહેર

- લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવધાન રહેવા સૂચના

- પંચગંગા નદી ભયજનક સપાટીએ પહોંચતા આખું શહેર વેરવિખેર  અસંખ્ય નાગરિકોનું  સ્થળાંતર, બચાવ કામગીરી શરૃ
(પ્રતિનિધિ દ્વારા)    કોલ્હાપુર તાઃ ૧૩
કોલ્હાપુરમાં આજે  મહાનગરપાલિકા દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે.મેઘરાજાની પ્રચંડ થપાટથી કોલ્હાપુર હતું ન હતું  થઇ ગયું છે.કોલ્હાપુરમાં સતત પાંચ  દિવસથી જાણે આકાશ આખું  ફાટયું હોય તેમ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.અતિ વૃષ્ટિથી શહેરની પંચગંગા નદી ગાંડીતૂર થઇને ભયજનક સપાટી ઓળંગી  ગઇ છે.નદીનાં ભારે પૂર શહેરમાં ચારે તરફ ફેલાઇ ગયાં છે.પંચગંગામાં હજી પણ વધુ પૂર આવે તેવી શક્યતા હોવાથી મહાનગરપાલિકાએ શહેરના અમુક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરાવ્યું છે.આવી ગંભીર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા  નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ કોલ્હાપુર પહોંચી ઔગઇ છે.

બીજીબાજુ પંચગંગામાં ભારે પૂર આવવાથી તેનાકાંઠા વિસ્તારનાં લગભગ ૮૦ જેટલાં ગામો જાણે નાના નાના બેટ બની ગયા છે.વળી,આ તમામ ગામોનોસંપર્ક પણ નજીકના તાલુકા મથકો સાથે તૂટી ગયો છે.  ઉપરાંત,આખા કોલ્હાપુરમાં લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવધાન રહેવાની ચેતવણી પણ અપાઇ રહી હોવાના અહેવાલ મળે છે.કોલ્હાપુરનું પ્રસિદ્ધ રંકાળા તળાવ પણ છલકાઇ ગયું હોવાથી તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા શહેરનાં અસંખ્ય નાગરિકો તળાવ નજીક ભેળાં થયાં હતાં.
કોલ્હાપુર મહાનગરપાલિકાનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદથી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ  હોવાથી અમે કુંભાર ગલી,સુતારવાડા અને રિલાયન્સ મોલ નજીકની કામદાર ચાલમાં રહેતાં ૨૨ કુટુંબોનેે ચિત્રદુર્ગ મઠ અને મુસ્લિમ બોર્ડિંગમાં આશરો આપવામાં આવ્યો છે.ઉપરાંત,શહેરમાંનાં ચાર ઝોનમાં સતત ૨૪ કલાક  વિજિલન્સ સ્ક્વોડ શરૃ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાની હેડ ઓફિસમાંના ફાયર બ્રિગેડ વિભાગમાં સતત ૨૪ કલાક માટે કન્ટ્રોલ રૃમ પર શરૃ કરાવામાં આવ્યો છે અને તેનો સંપર્ક નં. ૧૦૮ જાહેર કરવામાં આવ્યો છે.
હાલ કોલ્હાપુરના રામાનંદનગર પૂલ પરિસર,ગાયકવાડા વાડા,જામદાર ક્લબ,પંચગંગા તાલીમ,મસ્કુતી તળાવ,સિદ્ધાર્થનગર,સીતા કોલોની,રાજારામ કોલોની,શાહુપુરી કુંભાર ગલી,મહાવીર ગાર્ડન પરિસર,બાપટ કેમ્પ અને મહાલક્ષ્મીનગર વગેરે વિસ્તારોમાં વરસાદી પૂર ફરી વળ્યાં છે. આખું કોલ્હાપુર જળબંબોળ બની ગયું છે.
કોલ્હાપુર મહાનગરપાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અતિ વૃષ્ટિથી શહેરમાં પાણીજન્ય રોગ ન ફેલાઇ જાય તેની પૂરી સાવચેતી રાખીને અમે આરોગ્ય વિભાગની સાત વિશેષ ટુકડી તૈયાર કરી છે.દરેક ટીમમાં સાત આરોગ્ય અધિકારીનો સમાવેશ કરાયો છે.આ સાતેય ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઇને તપાસ કરીને જરૃરી દવા આપશે.ઉપરાંત,શહેરમાં ૨૪ કલાક માટે એમ્બ્યુલન્સ સેવા પણ શરૃ કરવામાં આવી છે.શહેરની સાવિત્રીબાઇ,પંચગંગા અને આઇસોલેશન હોસ્પિટલમાં કટોકટીના સંજોગો માટે અમુક પથારીઓ પણ ખાલી રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.કોલ્હાપુરમાં સતત પાંચ દિવસથી શ્રીકાર વર્ષા થઇ રહી હોવાથી શરદી,ઉધરસ,તાવ અને ઉલટીનાં દરદીઓની સંખ્યામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.એટલે આવાં  દરદીઓને તાકીદે જરૃરી દવા પણ આપવાના આદેશ આપવામાં આવ્યા છે.  
કોલ્હાપુરના  વેપારી અશોક જાધવે ટેલિફોન દ્વારા 'ગુજરતા સમાચાર'ને એવી માહિતી આપી હતી કે  પંચગંગા અને વારણા નદીં કાંઠે રહેતાં  ઝૂંપડાંવ ાસીઓનું સ્થળાંતર  કરાવવામાં આવ્યું  છે જોકે  આમાંના અમુક  ઝૂંપડાંવાસીએો અન્યત્ર  જવા તૈયાર નહીં હોવાથી  મહાનગરપાલિકાએ તેમને  તાકીદની  ચેતવણી લાઉડ સ્પીકર દ્વારા  આપવી પડી છે.  આજે જોકે  વરસાદનું જોર થોડું ઓછું  થયું છે. આમ છતાં  છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં  પહેલી જ વખત આટલો ભારે વરસાદ  થયો  પહેલી જ  વખત આટલો ભારે વરસાદ થયો હોવાથી  નાગરિકોમાં  ગભરાટ ફેલાઈ ગયો છે.  ખાસ કરીને પંચગંગા અને વારણા નદી કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  લોકોને અગાઉ અન્યત્ર વસાવવામાં  આવ્યાં છે. આ તામમ ગામો વિખૂટાં પડી ગયાં છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ અરબી સમુદ્રમાં ચોમાસાનાં પરિબળો બહુ મજબૂત બની રહ્યાં છે.વળી,દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાથી છેક કેરળ સુધીના વિશાળ પટ્ટામાં ઓફ્ફ  શોર ટર્ફ પણ છવાયો છે.સાથોસાથ હાલ મધ્ય પ્રદેશ પર હવાના હળવા દબાણનો મોટો પટ્ટો પણ સર્જાયો હોવાથી તેની સીધી અને ભારે અસર નજીકના મહારાષ્ટ્રમાં પણ થઇ રહી હોવાથી આખા રાજ્યમાં મુશળધાર વર્ષા થઇ રહી છે.
જોકે હવામાન ખાતાનાં પુણે કેન્દ્રનાં સૂત્રોએ એવી આગાહી કરી છે કે હવે મહારાષ્ટ્રમાં વરસાદી જોર તબક્કાવાર ઓછું થતું જાય તેવી શક્યતા છે.

ઉ.ગુ.માં મેઘમહેર મેધરજ, ઇડરમાં સાત ઇંચ વરસાદ

- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

- રાજ્યમાં ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો

- મહેસાણાના ઉંઝામાં ૬ ઇંચ વરસાદઃ ૪૮  તાલુકાઓમાં ૨થી ૭ ઇંચ વરસાદ થયો

અમદાવાદ,બુધવાર
રાજ્યમાં આજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આજે બુધવારે સવારે ૭ વાગ્યા સુધીમાં પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૧૩૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. મેઘરજ અને ઇડરમાં સાત ઇંચ તેમજ ઉંઝામાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.

ખડૂતો ખરીફ વાવેતર માટેના જરૃરી વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ૧૫ જૂનથૂ ૧૫ જુલાઇ દરમિયાન ખરીફ વાવેતર થતું હોય છે ત્યારે રહીરહીને પણ સારો એવો વરસાદ થઇ જતા ખેડૂતો ખરીફ વાવેતરમાં લાગી ગયા છે. હિંમતનગરમાં ૭૨ મીમી, વડાલીમાં ૭૮ મીમી, ધનસુરામાં ૭૫ મીમી, માલપુરમાં ૯૫ મીમી, મોડાસામાં ૯૧ મીમી, મહુધામાં ૯૭ મીમી, થાનગઢમાં ૮૨ મીમી વરસાદ પડયો હતો. કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો હતો.  હારીજમાં ૫૫ મીમી, પાટણમાં ૫૦ મીમી, સરસ્વતીમાં ૪૯ મીમી, શંખેશ્વરમાં ૫૦ મીમી, સિદ્ધપુરમાં ૫૬ મીમી, દિયોદરમાં ૫૯ મીમી, ખેરાલુમાં ૫૨ મીમી, ખેડબ્રહ્મામાં ૫૦ મીમી, તલોદમાં ૬૩ મીમી, દહેગામમાં ૫૧ મીમી, કપડવંજમાં ૭૧ મીમી, મહેમદાવાદમાં ૫૬ મીમી, નડિયાદમાં ૬૩ મીમી મળીને કુલ ૩૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. ૪૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ તેમજ ૪૩ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ થયો હતો.આ ઉપરાંત ચાણસ્મા, સમી, વડગામ, જોટાણા, પ્રાંતિજ, વિજયનગર, ભિલોડા, ગાંધીનગર, માણસા, દેત્રોજ, ધુંધુકા, સાણંદ, ગલતેશ્વર, કઠલાલ, ખંભાત, ડભોઇ, શિનોર, નસવાડી, ધોધંબા, દાહોદ, દેવગઢ-બારીયા, લીમખેડા, ઉપલેટા, ધ્રોલ, ભાણવડ, કેશોદ, વંથલી સહિતના તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો.

અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં ચોમાસુ છવાઇ ગયુ
ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ ચાલુ રહેશે

અમદાવાદ, બુધવાર
મધ્ય પ્રદેશ અને કચ્છ પર આજે સવારે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલું રહ્યું છે. તેની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યાર બીજી તરફ ચોમાસાનો ભેજ સર્વત્ર છવાયેલો રહ્યો છે અને નૈઋત્યના મોસમી પવનો સક્રિય બની આગળ વધતા આજે સમગ્ર ગુજરાતને ચોમાસાએ આવરી લીધું છે.

હવામાનખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ ફરી વળ્યું છે અને આગામી પાંચેક દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશ અને ક્યારેક ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. આજે સવારે મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલી ભાગોમાં દરિયાઇ સપાટીથી ૩.૧ કિ.મિ.ના સ્તરે અપર એરસાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલું રહ્યું હતું. એવી જ રીતે કચ્છમાં પણ દરિયાઇ સપાટીથી ૧.૫ કિ.મિથી માંડીને ૩.૬ કિ.મિ. ના સ્તરે અપર એરસાઇક્લોનિક છવાયેલું રહ્યું હતું. આ બન્ને સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-mehsana-gujarat-idar-rain-in-saurashtra-kutch


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/