સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 18 July 2016

ચોમાસાએ જોર પકડયું : ચાર રાજ્યોમાં અતિભારે વરસાદથી ૨૧નાં મોત - ગુજરાતમાં ભૂકંપ લાવી શકે તેવી કુલ ૬ ફોલ્ટ લાઇનો સક્રિય છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ચોમાસાએ જોર પકડયું : ચાર રાજ્યોમાં અતિભારે વરસાદથી ૨૧નાં મોત

- દેશના ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદની આગાહી સાથે

 
વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ઉત્તરાખંડમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં પાંચ, આસામમાં ચાર અને રાજસ્થાનમાં બેનાં મોત
યમુનાના કેચમેન્ટ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ : ચારધામ યાત્રા સ્થગિત
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
દેશભરમાં ચોમાસું ગતિમાન થતા સર્વત્ર ભારે વરસાદ થયો છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને આસામમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં કુલ ૨૧ વ્યક્તિના મોત થયા છે. ઉત્તરપૂર્વના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.
ઉત્તરાખંડમાં તેહરીમાં ભેખડ ધસી પડતા કારમાં પ્રવાસ કરતાં ૪ પ્રવાસીના મોત થયા હતા. ઉત્તરકાશીમાં વૃક્ષ હેઠળ દબાતાં બે વ્યક્તિનાં મોત થયા હતા અને અન્ય ૪ વ્યક્તિનાં વિવિધ વિસ્તારોમાં મોત થતાં કુલ ૧૦નાં મોત થયા હતા.
ભારે વરસાદને પગલે ગંગા અને યમુનાની શાખાઓ ભાગીરથી, અલકનંદા અને મંદાકિનીમાં પણ પૂર આવ્યા હતા. કાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા હતા. હરિદ્વાર અને દહેરાદૂનમાં ભારે વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો અને તાપમાન સામાન્ય કરતાં ૫ ડિગ્રી નીચું  રહ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યા મુજબ દિલ્હીમાં આજે ૨.૫ મી.મી. વરસાદ થયો હતો. લઘુતમ તાપમાન  ૨૬.૪  ડિગ્રી  નોંધાયું હતું. ઉત્તરપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં ૧૦ સેન્ટીમીટર વરસાદ થયો હતો. રાત્રિ દરમિયાન સતત વરસાદને પગલે મથુરા અને અલિગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બિજનોરમાં મકાન તૂટી પડતાં બે બહેનોના મોત થયા હતા. જ્યારે મુઝફરનગર અને મથુરામાં મકાન તૂટી પડતાં એક બાળક સહિત બેનાં મોત થયા હતા. બલરામપુરમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશમાં કુલ પાંચના મોત થયા હતા.
પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદને પગલે તાપમાન ઘટયું હતું. પતિયાળા અને લુધિયાણામાં વરસાદ થયો હતો.
આસામમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની હતી. લગભગ ૧.૭૭ લાખ લોકો અસરગ્રસ્ત છે. આસામ, રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે કરૌલીમાં મકાન તૂટી પડતાં એક મહિલા અને બાળકનું મોત થયું હતું. કરૌલીમાં ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારો ખાલી કરાવાયા હતા.
હવામાન ખાતાએ જણાવ્યા મુજબ હિમાલયના યમુનાના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. પરિણામે ઉત્તરાખંડ, દહેરાદૂન, ઉત્તરકાશીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-21-killed-in-heavy-rains-in-four-states

ગુજરાતમાં ભૂકંપ લાવી શકે તેવી કુલ ૬ ફોલ્ટ લાઇનો સક્રિય છે

- કચ્છમાં ચાર ફોલ્ટલાઇનો રોજ ભૂકંપના આંચકા લાવે છે !

- ખંભાતની ૪૫૦ અને નર્મદાની ૪૦૦ કિ.મી. લાંબી ફોલ્ટ લાઇન જોખમી

૬થી વધુની તીવ્રતા જ વિનાશ વેરી શકે
અમદાવાદ,રવિવાર
સુરત, ભાવનગર અને અમરેલીમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૪.૭ ની હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી ૧૪ કિ.મી.દુર જમીનમાં ૧૦ કિ.મી. ઉંડે હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં છેલ્લા દશ વર્ષમાં ૪ ની તીવ્રતાના એક હજારથી પણ વધુ આંચકા આવી ચૂક્યા છે. આ અંગે ભૂકંપના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચારની આસપાસની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ડરવાની જરૃર નથી તે વિનાશકારી હોતા નથી. ૬ થી વધુની તીવ્રતાનો આંચકો હોય તો જ તે મોટાપાયે જાનમાલની ખુવારી કરી શકે છે. નોંધપાત્ર છે કે કચ્છમાં ૨ થી માંડીને ચારની તીવ્રતાના આંચકા લગભગ રોજ આવતા રહેતા હોય છે. ગુજરાતમાં ૨૦૦૬માં ૪ ની તીવ્રતાના કુલ ૪૦૫ આંચકા આવ્યા હતા.
ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વિય પ્રદેશો અને કચ્છનો જ ભૂકંપ સંભવિત કેન્દ્રમાં સૌથી વધુ જોખમી એવા પાંચમાં ઝોનમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ ૬ ફોલ્ટલાઇનો સક્રિય છે. કચ્છમાં કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટલાઇન ૨૦૦ કિ.મી. લાંબી અને જમીનમાં ૩૦ કિ.મી. ઉંડી સક્રિય ફોલ્ટ લાઇન છે જે ભચાઉથી છેક પાકિસ્તાન સુધી લાંબી છે. અલભોન્ડ ફોલ્ટ લાઇન ૧૫૦ કિ.મી. લાંબી અને જમીનમાં ૨૫થી ૩૦ કિ.મી. ઉંડી છે. કટરોલ હિલ ફોલ્ટ લાઇન ૫૦ કિ.મી. લાંબી અને ૩૦ કિ.મી. ઉંડી છે. કચ્છની આ ફોલ્ટ લાઇનોના કારણે કચ્છમાં રોજ નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. આ ઉપરાંત મકરન ફોલ્ટલાઇન પણ જોખમી છે.
સૌરાષ્ટ્રમાં ૧૫૦ કિ.મી. લાંબી રાજકોટની લીનેમેન્ટ ફોલ્ટ લાઇન સક્રિય છે. આ ઉપરાંત જામનગર, દક્ષિણ તલાલા અને સુરેન્દ્રનગરમાં નાની ફોલ્ટ લાઇનો સક્રિય છે. નર્મદામાં સૌથી મોટી ૪૦૦ કિ.મી. લાંબી ફોલ્ટ લાઇન સક્રિય છે. જે મધ્યપ્રદેશના જબલપુરથી લઇને ગુજરાતમાં છેક ભરૃચ સુધી લંબાયેલી છે. જેને નર્મદા સોન લીનેમેન્ટ ફોલ્ટ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ ફોલ્ટ લાઇન ૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા આપવા સક્ષમ છે.
બીજી ફોલ્ટ લાઇન ખંભાતમાં આવેલી છે જેે ૪૫૦ કિ.મી. લાંબી છે અને તે  ઉત્તર ગુજરાતથી લઇને છેક રાજસ્થાન સુધી સક્રિય છે.
કચ્છ સક્રિય ફોલ્ટ લાઇનના કારણે ઝોન પાંચમાં આવે છે. ઝોન ચારમાં ડીસા, વાવા, પાટણ, પાલનપુર, રાધનપુર, ધાગ્રધ્રા, મોરબી, જામનગર, લાલપુર અને દ્વારકા આવે છે. ઝોન ૩ માં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, તલાલા, વડોદરા, ભરૃચનો સમાવેશ થાય છે. ઝોન ૨ માં દાહોદનો સમાવેશ થાય છે.
ગુજરાતની ફોલ્ટલાઇનો ૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આપવા માટે પણ સક્ષમ છે. ગુજરાતમાં ૨૦૦૧માં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવી ચૂકેલો છે. ભૂકંપની ૭ ની તીવ્રતા ૧,૫૦૦ કિ.મી. સુધી અનુભવી શકાય છે. સમાન્યા રીતે પાંચથી ઓછી તીવ્રતાના આંચકા માત્ર કંપનનો જ અનુભવ કરાવે છે તે મોટાપાયે જાનમાલને નુકશાન કરતા હોતા નથી.

દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૪.૭નો ભૂકંપ : ભયનો માહોલ

- ભૂકંપનું એપી સેન્ટર કામરેજના ભાદા ગામે ૧૦ કિ.મી.ની ઊંડાઇએ

- વડોદરા અને અમરેલીમાં ધણધણાટી સાથે હળવુ કંપન

સુરતમાં સવારે ૯.૨૪ કલાકે આંચકો આવ્યા બાદ ૧૧ કલાકે ૪ની તીવ્રતાનો આફટર શોક  : ભાવનગરમાં બે કલાકના અંતરે બે વખત ૪.૫ અને ૨.૮ની તીવ્રતાના આંચકા
સુરતમાં ૫૦ વર્ષમાં પહેલીવાર આટલી મોટી તીવ્રતાનો આંચકો અનુભવાયો
અમદાવાદ, તા.૧૭
ગુજરાતના કેટલાક વિસ્તારો આજે સવારે ૪.૭ના ભૂકંપના આંચકાથી ધુ્રજી ઉઠયા હતા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ભાદા ગામ ખાતે કીમ ફોલ્ટ લાઈન ઉપર જમીનના પેટાળમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ એ.પી. સેન્ટર ધરાવતાં આ ભૂકંપથી ગુજરાતના સુરત સહિત અનેક ગામો ધૂ્રજી ઊઠયાં હતાં. સુરતમાં સવારે ૯.૨૪ કલાકે ૪.૭ની તીવ્રતાનો આંચકો આવતાં દોડધામ મચી ગઈ હતી. હાઈરાઈઝ મકાનોમાં રહેતા લોકો નીચે ઉતરી આવ્યા હતાં. ત્યાર બાદ ૧૧ વાગ્યે ફરી ૪ની તીવ્રતાનો આફટર શોક નોંધાતા શહેરીજનોમાં ભય વ્યાપી ગયો હતો. આ ભૂકંપની અસર વડોદરામાં પણ થઈ હતી. વડોદરા અને આસપાસના ગામોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં પણ આ ભૂકંપની અસરથી ધુ્રજારી અનુભવાઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સુરત-કીમ ફોલ્ટ લાઈન સક્રિય થતાં ૩ મહિનામાં આ બીજો ભૂકંપ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનીના અહેવાલ નથી.
સુરત શહેરમાં આજે સવારે બરાબર ૯ વાગ્યે ને ૨૪ મિનિટના ટકોરે ૪.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ભાગદોડ મચી ગઇ હતી. આ આંચકા બાદ ૧૧ વાગ્યે પણ ૪ની તીવ્રતાનો આફટર શોક અનુભવાયો હતો. આ આંચકો પાંચ સેકન્ડનો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર સુરત નજીકના કામરેજ તાલુકાનું ભાદા ગામ હતું. આટલો મોટો આંચકો ૫૦ વરસના ઇતિહાસમાં ક્યારેય અનુભવાયો નથી.
સુરત શહેરમાં આજે સવારે ૯.૨૪ મિનિટે અચાનક ભૂકંપના આંચકો આવ્યો હતો. આ આંચકો એટલી બધી તીવ્રતાનો હતો કે ત્રીજા માળે રહેનારાને પણ અનુભવાયો હતો. સવાર-સવારમાં આંચકા અનુભવાતા હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાના કિસ્સા બન્યા હતાં. આ આંચકો આવતા શહેરીજનો એકબીજાને મોબાઇલ ફોનથી પૂછતા અન્ય લોકો પણ ડરના માર્યા બહાર દોડી આવ્યા હતાં.
વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં આજે સવારે ધરતી ધુ્રજી હોય તેવો અનુભવ થયો હતો. 
દરમિયાન વડોદરાની ડિઝાસ્ટર મેેનેજમેન્ટ કચેરીના જણાવ્યા મુજબ ગાંધીનગરના સંદેશાના આધારે અમે વડોદરા શહેર તેમજ જિલ્લાના દરેક તાલુકાઓમાં મામલતદારને ભૂંકપના આંચકામાં થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ આપવા કહ્યુ હતુ પરંતુ દરેક તાલુકા તેમજ શહેરમાંથી એવો સંદેશો આવ્યો હતો કે નુકસાનીનો કોઇ રિપોર્ટ નથી તેમજ ધરતીકંપની અસર પણ થઇ નથી. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ગુજરાતમાં જો ધરતીકંપનો આંચકો આવતો હોય તો વડોદરાની કુબેરભુવન, જિલ્લા પંચાયતની બહુમાળ ી સરકારી ઇમારતો ઉપરાંત કેટલીક ખાનગી બિલ્ડીંગોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતો હોય છે પરંતુ આજે રવિવારનો રજાનો દિવસ હોવાથી તેની અસર ઓછી વર્તાઇ હતી. જો કે ભૂકંપના આંચકાને પગલે ફોન પર માહિતી મેળવવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો.
અમરેલી શહેર સહિત જિલ્લાના ઘણા વિસ્તારો લાઠી, બાબરા, લીલીયા, સાવરકુંડલા પંથકમાં આજે સવારના સાડા નવ કલાકે ભુકંપના આચકા આવતા બહુમાળી ઈમારતોમાં રહેલા લોકોએ ભુકંપના આંચકાના અહેસાસ કરેલ જ્યારે અન્ય ગ્રાઉન્ડ ફ્લોર મકાન ધારકોએ જમીનમાં ધણધણાટી થયાનું જણાવેલ હતું. અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે લીલિયા સાવરકુંડલામાં હળવો આંચકો આવ્યાનું જણાવ્યું હતું.
 
ગુજરાતમાં ૪૮ કલાકમાં ૧.૩થી ૪.૭ની તીવ્રતાના ૯ આંચકા
આજે સવારે ૪.૭ની તીવ્રતાના નોંધાયેલા ભૂકંપના આંચકાએ સુરતથી લઇને કચ્છ સુધીની ધરતી હલાવી દીધી હતી. તા. ૧૬ અને ૧૭ જુલાઇના બે દિવસના ૪૮ કલાકમાં સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ૧.૩ની તીવ્રતાથી લઇને ૪.૭ની તીવ્રતાના ૯ ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં આજે સવારે ચાર, રાત્રિના બે આંચકા અનુભવાયા હતાં. જો કે, આ આંચકા હળવા હોવાથી કોઇ અસર થઇ ના હતી.
સુરત-કીમ ફોલ્ટ લાઇન સક્રિય ૩ મહિનામાં બીજો ભૂકંપનો આંચકો
સુરતમાં ત્રણ મહિનામાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સુરત-કીમ ફોલ્ટ લાઇન સક્રિય થતાં આ આંચકાની તીવ્રતા વધારે નોંદાઇ હતી. ભૂકંપ નિષ્ણાંતોના મતે આ સુરત-કીમ ફોલ્ટલાઇન વર્ષોથી નિષ્ક્રીય રહી છે. જો કે, આજે ફરી સક્રિય થતાં તેની ફ્રીકવન્સી ધીરે ધીરે વકરશે એવી દહેશત વ્યક્ત કરાઇ છે. અગાઉ ગત ૧૦મી એપ્રિલે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. અને તેનું એપી સેન્ટર સુરતથી ૩૮ કિલોમીટર દૂર ઉત્તર દિશામાં માંડવીના વરેલી ગામે જમીનથી ૫ કિ.મી. અંદર નોંધાયું હતું.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-earthquakes-can-bring-in-a-total-of-6-active-fault-lines, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-gujarat-saurashtra-4-7-magnitude-earthquake


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment