સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 2 July 2016

રથયાત્રામાં ભગવાન જગન્નાથજી રજવાડી વેશ ધારણ કરશે - ઝારખંડના ભાજપ પ્રમુખના પુત્રે ૧૧ વર્ષીય બાળા સાથે લગ્ન કર્યા - ઉત્તરાખંડ, અરૃણાચલમાં વાદળ ફાટતાં ૪૩નાં મોત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ઉત્તરાખંડ, અરૃણાચલમાં વાદળ ફાટતાં ૪૩નાં મોત

- કુદરતનો 'અજબ ખેલ' : ક્યાંક કાળઝાળ ગરમી, ક્યાંક ભીષણ પૂર

- ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી ૨૫ અને અન્ય ઘટનાઓમાં ૧૨નાં મોત


નદીઓ ભયજનક સપાટીએ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સૌથી વધુ ૪૫ અને જેસલમેરમાં ૪૧ ડિગ્રી તાપમાન
અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી આઠનાં મોત,  પાંચ લાપતા : યુદ્ધના ધોરણે શોધખોળ શરૃ
ઉત્તરાખંડના ચમોલીમાં ફસાયેલા બદ્રીનાથ જતા ૭૦ યાત્રાળુઓને ભારે જહેમતે બચાવાયા

(પી.ટી.આઈ.)    દહેરાદૂન, તા. ૧
ઉત્તરાખંડમાં છ જગ્યાએ વાદળ ફાટતાં ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં ૩૫નાં મોત થયાં હતાં અને હજુ અનેક લોકો લાપતા છે જેમના બચવાની આશા નહીવત છે. અરૃણાચલમાં પણ ભેખડ ધસી પડતાં આઠનાં મોત થયા હતાં. જોકે રાજસ્થાનમાં હજી ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ રહ્યો હતો. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણા તેમજ ઓડિશામાં ગરમી અને ઉકળાટનું વાતાવરણ હતું. પાટનગર દિલ્હીમાં આજે ધોધમાર વરસાદ થયો હતો અને તાપમાન ઘટીને ૩૬.૬ ડિગ્રી નોંધાયું હતું.
ઉત્તરાખંડના ચમોલીમાં ભેખડ ધસી પડતાં ૮નાં મોત થયાં હતાં અને અન્ય દુર્ઘટનામાં ચારના મોત થયા હતા. જેમાંથી બેનાં પૂરમાં તણાઈ જવાથી મોત થયાં હતાં. ભેખડોના કાદવ કીચડ હેઠળ ૧૭ જણા ફસાયેલા હોવાની ભીતિ સેવાઈ રહી છે. ચમોલી જિલ્લામાં સિંધાલી, પથાકોટ, ઓગલા અને થાલ ગામો હજી કાદવ કિચડ હેઠળ છે. બચાવ કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે. વાદળ ફાટવાને કારણે બે કલાકમાં ૧૦૦ મી.મી. વરસાદ થયો હતો. વાદળ ફાટવાની આવી ભીષણ ઘટના છેલ્લાં ૧૦૦ વર્ષમાં ક્યારેય થઈ ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ઉત્તરાખંડમાં ભેખડ ધસી પડવાની ઘટનાને પગલે નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સની ટુકડી ઉત્તરાખંડમાં મોકલવામાં આવી હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહે ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી હરીશ રાવત સાથે વાત કરી ઘટનાની જાણકારી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઉત્તરાખંડ સરકારે મૃતકોનાં સગાંને પાંચ લાખના વળતરની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચમોલી અને પિયોરગઢ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. ઋષીકેશ બદ્રીનાથ માર્ગ બંધ કરાયો હતો. ઉત્તરાખંડની મોટી નદીઓનાં જળસ્તર પણ વધ્યાં હતાં.
હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી ભૂસ્ખલનમાં પાંચના મોત થયા હતા. પશ્ચિમ કાર્મેંગ જિલ્લામાં ભારે વરસાદથી ખાનાખરાબી સર્જાઈ હતી. ભૂસ્ખલનના કાદવ હેઠળ અન્ય પાંચ લાપતા હોવાનું જણાવ્યું હતું. ઘાયલ થયેલ ૩ને હોસ્પિટલે પહોંચાડાયા હતા. ભાલુક પોંગ જિલ્લામાં ઇન્ટેલીજન્સ બ્યુરોના પાંચ અધિકારીઓ લાપતા થયા હતા. તિબેટન બોર્ડર પોલીસ ફોર્સના ૩૦ જવાનોની ટુકડી બચાવ કાર્યમાં લાગી હતી ભાલુકપેંગમાં ભૂસ્ખલનને કારણે સંખ્યાબંધ મકાનો પર કાદવ કિચડ ફેલાઈ ગયો હતો.
પશ્ચિમ બંગાળના હિમાચલ વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો. જલપાઈ ગુડીમાં ૧૦૩ મી.મી. કૂચબિહારમાં ૧૭ મી.મી. અને દાર્જીલિંગમાં ૧૦.૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. મોટા ભાગના વિસ્તારોનું તાપમાન ઘટયું હતું. દાર્જીલિંગ, કુચબિહાર અને જલપાઈગુડીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. કેરળમાં ભારે વરસાદને પગલે ભવાની નદીની સપાટી ભયજનક રીતે વધી ગઈ હતી. નદી કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી હતી. પીલુર ડેમમાંથી પાણી છોડવાને પગલે નદીમાં ભીષણ પૂરની શક્યતા દર્શાવાઈ હતી.

દેશમાં વાદળ ફાટવાની તાજેતરની પાંચ ઘટના
(૧) ઉત્તરાખંડ તેહરી જિલ્લામાં મેની ૨૮મીએ વાદળ ફાટવાની ઘટનામાં ડઝન ઉપરાંત ગામોમાં તારાજી થઈ હતી. ૧૦૦ પશુઓ દબાયા હતા. જોકે માનવ જાનહાની થઈ નહોતી. ચાર ધામ યાત્રાના પ્રવાસીઓ રઝળી પડયા હતાં.
(૨) હિમાચલ પ્રદેશ સિમલામાં મે માસની ૧૪ તારીખે વાદળ ફાટતાં પડેલા ધોધમાર વરસાદથી પૂર આવ્યું હતું. અને યુવાનો તણાઈ જવાથી મોત થયા હતાં.
(૩) હિમાચલ પ્રદેશ ધરમપુર જિલ્લામાં ઓગસ્ટ ૨૦૧૧માં વાદળ ફાટતાં પડેલા વરસાદમાં એક પરિવારના ૩ સહિત ૪નાં મોત થયા હતાં.
(૪) કાશ્મીર ખીણ   કાશ્મીર ખીણમાં જૂલાઈ ૨૦૧૫માં ત્રણ સપ્તાહમાં ૮ વખત વાદળ ફાટવાની ઘટના બની હતી.
(૫) ઉત્તરાખંડ   ૨૦૧૫ના જુલાઈમાં તેહરી જિલ્લામાં વાદળ ફાટતાં ભારે વરસાદથી ભેખડો ધસી પડવાની ઘટનામાં એક વૃદ્ધ જીવતો દટાઈ ગયો હતો અને અન્ય પાંચ ઘાયલ થયા હતાં.
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-43-killed-in-uttarakhand-cloud-phatatam

ઝારખંડના ભાજપ પ્રમુખના પુત્રે ૧૧ વર્ષીય બાળા સાથે લગ્ન કર્યા

- એક યુવતિનું બે વર્ષ શોષણ કર્યા બાદ

- ઝારખંડના ભાજપ પ્રમુખ તલા મરાંડીના પુત્ર સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી


રાંચી, તા. ૧
ઝારખંડ ભાજપના પ્રમુખ તલા મરાંડીના પુત્ર મુન્ના મરાંડી સામે, એક છોકરીનું બે વર્ષ શારીરિક શોષણ કરીને પછી બીજી સગીર છોકરી સાથે લગ્ન કરી લેવાનો આક્ષેપ થયો છે. વિપક્ષે તેમના રાજીનામા તેમજ આ મામલે તટસ્થ તપાસની માંગણી કરી છે. રાજ્યના મહિલા પંચે પણ આ મામલે તપાસ આદરી છે.
રાજ્યના ગોડ્ડા જિલ્લાની એક અદાલતમાં ફરિયાદ કરીને એક છોકરીએ ફરિયાદ કરી છે કે તલા મરાંડીના પુત્ર મુન્ના મરાંડીને તેની સાથે સંબંધ હતો. તેણે મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ, તે પોતાના વચનમાંથી ફરી ગયો હતો. તેમણે ગત મંગળવારે બીજી સગીર છોકરી સાથે લગ્ન કરી લીધા હોવાનો પણ તેમાં આક્ષેપ કરાયો છે. મુન્નાએ જેની સાથે લગ્ન કર્યા તે છોકરી માત્ર ૧૧ વર્ષની હોવાનું કહેવાય છે.
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે મરાંડીએ તેને મોબાઈલ ફોન પણ અપાવી દીધો હતો જેથી તેઓ સંપર્કમાં રહી શકે.
ઝારખંડ મહિલા પંચના વડા મહુઆ માંઝીએ તે છોકરીને, તેની ફરિયાદ પર પુરતુ લક્ષ્ય આપવા અને યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી છે. તો સામે ઝારખંડમાં ભાજપનું શાસન હોઈને વિપક્ષ કોંગ્રેસના મહામંત્રી અશોક દુબએ માંગણી કરી છે કે મરાંડીને પ્રમુખ પદેથી છુટા કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો કે મુખ્ય પ્રધાન રઘુબરદાસ ગોડા મરાંડીને ત્યાં લગ્નમાં હાજર રહેવાના હતા તે કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. પણ આ મુદ્દે ભાજપે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. મરાંડી સંથલ આદિવાસી નેતા છે અને ગત મહિને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ નીમાયા છે.


Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-jharkhand-bjp-president-s-son-married-the-11-year-old-girl

રથયાત્રામાં ભગવાન જગન્નાથજી રજવાડી વેશ ધારણ કરશે

- વૃંદાવન, સુરતથી ભગવાનના વસ્ત્રો માટેનાં સેમ્પલ મગાવાયાં

- સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન માટે ભક્તો ઉમટયા


અમદાવાદ, શુક્રવાર
પ્રત્યેક અમદાવાદીઓ માટે વિશિષ્ટ પર્વ સમાન જગન્નાથજીની રથયાત્રા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભગવાન જગન્નાથજી-બહેન સુભદ્રા અને ભાઇ બલરામજીના મામેરાનાં દર્શન ભક્તો કરી શકે તેના માટે ભગવાનના મોસાળ સરસપુરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ભગવાન જગન્નાથ માટે રથયાત્રાના દિવસે ધારણ કરવા માટે ખાસ રજવાડી વેશ તૈયાર કરવામાં આવ્યો છે.
ભગવાનના મામેરાના દર્શન માટે આજે બપોરે ૩:૩૦થી જ ભક્તોની લાંબી લાઇન લાગવાની શરૃ થઇ ગઇ હતી. મોડી સાંજ સુધી ભક્તોએ મામેરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મામેરા અંગે માહિતી આપતા સરસપુર ખાતેના રણછોડજી મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું કે 'અમદાવાદના ઐતિહાસિક-પૌરાણિક મહત્તા ધરાવતા રણછોડજી મંદિરમાં મામેરાની તૈયારી પૂરી થઇ ગઇ છે. રથયાત્રાના દિવસે ભગવાન સરસપુરમાં વિશ્રામ કરવા થોડો સમય રોકાશે ત્યારે તેમને આભૂષણ-વસ્ત્રો ધરાવવામાં આવશે. ભગવાનના મામેરાની દોઢ મહિના અગાઉ જ તૈયારી શરૃ કરી દેવામાં આવી હતી. મામેરા માટે ભગવાનના વસ્ત્રોના સેમ્પલ મથુરા, સુરતથી મગાવવામાં આવ્યા હતા. સોેનેરી કાપડ અને ઝરી વર્કથી તમામ વાઘા તૈયાર કરાયા છે. આ ઉપરાંત સોનાની વિંટી-દોરો, બૂટી સહિતના વિશિષ્ટ ડિઝાઇનના આભૂષણો ભગવાનને અર્પણ કરવામાં આવશે. '
રથયાત્રાના દિવસે ભગવાનની પાઘડી પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વખતે ભગવાન માટે મોરપંખ વાળી પાઘડી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટી મંડળે આ સાથે જણાવ્યું કે 'ભગવાનને ધરાવવામાં આવતા વસ્ત્રો, આભૂષણો, ભેટ-સોગાદ માટે ભક્તોનો ભાવ જોવાતો હોય છે, તેની કેટલી કિંમત છે તે જોવાતું નથી . આ જ કારણથી  ક્યારેય પણ ભગવાનના મામેરા માટે કેટલો ખર્ચ કરવામાં આવે છે તેની વિગત જાહેર કરવામાં આવતી નથી.'

Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-lord-jagannath-rath-yatra


GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment