Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
અનામત અથવા OBC આપો રાજસ્થાન પેટર્ન નહીં ચાલે- પાટીદારોએ ૨૭ મુદ્દા જાહેર કર્યા
- ૧૦ દિવસમાં સરકાર ૨૭ મુદ્દા પર નિર્ણય નહીં લે તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર પટેલ સમાજને અનામત અથવા ઓબીસી આપો, રાજસ્થાન પેટર્ન નહીં ચાલે, તમામ યુવાનો પરના કેસો પાછા ખેંચો, પટેલ નિગમ અથવા આયોગ બનાવો, પોલીસ દમનનો ભોગ બનેલાને ૧૫ લાખનું વળતર આપો... આવા ૨૭ મુદ્દાઓ આજે સુરતમાં બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પાસ દ્વારા રજૂ કરાયા હતા. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં દસ કન્વીનર્સ હાર્દિક પટેલને મળવા લાજપોર જેલ ગયા હતા. તેઓની હાર્દિક પટેલ સાથે એક કલાક મિટીંગ ચાલી હતી. એ મિટીંગ બાદ પાસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. જેમાં હાર્દિકે આપેલા ૨૭ મુદ્દાઓ વિશે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ૧૦ દિવસમાં સરકાર અમારા ૨૭ મુદ્દાઓ પર નિર્ણય નહીં લે તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે. હાર્દિકે આપેલા ૨૭ મુદ્દા પાસ દ્વારા સાંસદ વિઠ્ઠલ રાદડીયા અને અન્ય મધ્યસ્થીઓને તથા સુરતના અગ્રણીઓને અપાયા છે. હાર્દિક સાથે મળવા ગયેલા કન્વીનર્સે સમાધાન અને આગળની રણનીતિ વિશે પણ ચર્ચા કરી હતી. જેમાં જો ૧૦ દિવસમાં નિર્ણય નહીં આવે તો રાજપીપળાથી સરદારના મૂળ વતન કરમસદ સુધીની કળશયાત્રા કાઢવાનું આયોજન પણ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકનાં ૨૭ મુદ્દાઓમાં અનામત સિવાય અન્ય જ્ઞાાતિ અને સામાજીક મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. કોર્ટ મેરેજ માટે બંનેમાંથી કોઈ એકના માતા-પિતાની સહ જરૃરી ધ કોર્ટ મેરેજ માટે બંનેમાંથી કોઈ એકના માતા અથવા પિતાની સહી જરૃરી હોવી જોઈએ. ધ ૨૧ નંબરના આ મુદ્દો વિચિત્ર છતાં વિચારવા જેવો છે. હાર્દિકે આ મુદ્દો કેમ લખ્યો? એની પાછળ પણ કંઈક કારણ અને તર્ક હોવું જોઈએ એવુ બુધ્ધિજીવીઓ કહી રહ્યા છે. પણ એટલુ ચોક્કસ છે આ ૨૭ મુદ્દા માટે હાર્દિકે ખૂબ મગજ કસ્યુ છે. હાર્દિકનું અનામત બજેટ ૨૭ મુદ્દા જાણે યોજના! હાર્દિકે ૨૭ મુદ્દામાં પટેલ સમાજ અનામત સાથે અન્ય મુદ્દાઓ પણ લીધા છે. સારી છાપ ઉભી કરવા કે ખરેખર હૃદયથી એ ખબર નહીં, પણ અમુક મુદ્દા ઘણા અસરકારક અને બધાનુ ભલુ થાય તેવા પ્રકારના છે, જેમાં ખેડૂતો માટે હાર્દિકે ખૂબ સારી ભાવના રાખી છે. ખેડૂતોના વીજ-પાણીના પ્રશ્નો તથા વ્યાજમુક્ત લોન, દલિત આદિવાસી, મુસ્લિમ, કોળી સમાજ વગેરે માટે વિચાર્યુ છે. પાટીદારોની ૨૭ માંગણીઓ... ૧. પટેલ સમાજને અનામત આપો અથવા ઓબીસી આપો રાજસ્થાન પેટર્ન પ્રમાણે નહીં ચાલે ૨. તમામ યુવાનો પરનાં કેસો પાછા ખેંચો ૩. પટેલ નિગમ અથવા આયોગ બનાવો ૪. પોલીસ દમનનો ભોગ બનેલાને ૧૫ લાખનું વળતર અને સુરેન્દ્રનગર દલિતોની હત્યા થઈ તેમને ૧૦ લાખનું વળતર ૫. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનની હત્યા કરનાર પોલીસ પર કાર્યવાહી ૬. ખાનગી શાળા કોલેજમાં મેરિટ પ્રથાનો અમલ કરવો ૭. રોસ્ટર પધ્ધતિને નાબૂદ કરવામાં આવે ૮. રાજ્યમાં ૧૦ વિદ્યાર્થી ઓછી જમીન ધરાવનારા પરિવાર માટે સહાય નિગમ બનાવવામાં આવે જ દરેક જ્ઞાાતિ માટે ઉપયોગી બને, આ પરિવારને એસસી એસટીના લાભ મળે ૯. ખાનગી શાળામાં કોલેજમાં મેનેજમેન્ટ સીટ તેમજ ડોનેશન સીટ પર સરકાર ૮૦ ટકા રાહત આપે ૧૦. રાજ્યના તમામ તાલુકામાં બે સરકારી શાળા, વિશાળ તાલુકામાં સરકારી કોલેજ બનાવાઈ ૧૧. તમામ જાતિના યુવાનો માટે વગર વ્યાજે ધંધા માટે લોન ૧૨. રાજ્યની કંપનીઓમાં રાજ્યમાં ૮૦ ટકા રાહત આપે ૧૩. રાજ્યની સરકાર વધુમાં વધુ રોજગારી ઉભી કરે ૧૪. રાજ્યના ૫૦૦ એમબીબીએસની સીટમાં વધારો કરે ૧૫. ખાનગી શાળા કોલેજમાં ડોનેશન બંધ કરવામાં આવે ૧૬. ખેડૂતોને ભાવ પર તાત્કાલિક નિર્ણય લે ૧૭. ખેડૂતની મંજૂરી તથા સહી વગર જમીન સંપાદન કરવામાં ન આવે ૧૮. ખેતરની માલિકીમાં હાઈવોલ્ટેજ વીજ થાંભલા મૂકવા માટે યોગ્ય વળતર દર મહિને અપાય અને ખેતરના છેડે લગાવવામાં આવે ૧૯. ખેડૂતને સંપૂર્ણ કરમુક્ત લોન આપો ૨૦. ખેડૂતના મુખ્ય પ્રશ્નો જેવા કે પાણી વીજળી અને જનાવર મુદ્દે યોગ્ય નિર્ણય લેવાય ૨૧. કોર્ટ મેરેજ માટે યુવાન અથવા યુવતીના માતા અથવા પિતાની સહી જરૃરી હોવી જોઈએ ૨૨. રાજ્યની બહેનોની ખાનગી કે સરકારી હોસ્ટેલોની ફી સરકાર ૬૦ ટકા ભરે ૨૩. રાજ્યના સંપૂર્ણ વ્યસન મુક્ત કરવામાં આવે, બુટલેગરો માટે કાયદેસરની આવક ઉભી કરવામાં આવે ૨૪. દલિત આદિવાસી તથા મુસ્લિમ સમાજ માટે શહેરમાં છાત્રાલય અથવા આશ્રમ બનાવવામાં આવે ૨૫. ઠાકોર કોળી સમાજની જમીન હડપ કરતા જમીન માફિયા તથા ઉદ્યોગપતિ રોકવા માટે રાજ્ય જમીન અધિકારી સમિતિની રચના કરવામાં આવે ૨૬. રાજ્યમાં કરવામાં આવતી સરકારી નોકરી માટેની ભરતીમાં પ્રવેશ ફી માફ કરવામાં આવે ૨૭. વિધવા બહેન માટે સરકારી નોકરીમાં સ્થાન આપવામાં આવે |
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment