Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
આતંકીઓ ઘૂસ્યાના ભયથી દેશભરમાં હાઈ એલર્ટ
- ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં જડબેસલાક સુરક્ષા
- પાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ભારતને ઘૂસણખોરીની બાતમી આપતાં આઇબી સતર્ક
પ. ભારતના તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતો બંદોબસ્ત
કોલકાતા એરપોર્ટને ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળતાં એલર્ટ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૬
ગુજરાત સરહદેથી દેશમાં પાકિસ્તાનના દસ આતંકવાદી ઘૂસ્યા હોવાની ગુપ્તચર અહેવાલો પછી રાજધાની દિલ્હી સહિત પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ગુપ્તચર તંત્રે આપેલી જાણકારી મુજબ, મહાશિવરાત્રીના તહેવારને પગલે આતંકવાદીઓ કોઈ મોટા હુમલાને અંજામ આપે એવું પણ બની શકે છે. આ કારણોસર કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને સાબદાં રહેવાનું પણ સૂચન કર્યું છે.
ભારતમાં પાકિસ્તાન સરહદેથી તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી ઘૂસ્યાની બાતમી ભારતને પાકિસ્તાને જ આપી હતી. પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર નસીર ખાન જંઝુઆએ જ સોમવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલને આ માહિતી આપતા કહ્યું હતું કે, મહા શિવરાત્રીના તહેવારના પગલે કેટલાક આતંકવાદીઓએ ગુજરાતમાંથી ઘૂસીને મોટો હુમલો કરવાનું આયોજન કર્યું છે.
પશ્ચિમી રાજ્યોમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમી પછી નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની ચાર ટીમ પણ તૈનાત કરાઈ છે. આ દરમિયાન પોલીસે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં ગુપ્ત તપાસ હાથ ધરી છે. કચ્છ જેવા સરહદી શહેરમાં પણ કેટલાક સ્થળે દરોડા પડાયા હતા. એટલું જ નહીં, દેશના તમામ સંવેદનશીલ સ્થળો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.
આ દરમિયાન કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. કોલકાતા પોલીસના જણાવ્યાનુસાર, આ ઈ-મેઇલ જર્મનીથી એરપોર્ટ મેનેજરના ઈ-મેઇલ એડ્રેસ પર મોકલાયો હતો. આ કારણોસર કોલકાતામાં પણ એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને મંદિરો જેવા મહત્ત્વના સ્થળોએ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી પછી સરકારી મકાનો, ગીચ વિસ્તારો, મંદિરો અને ભરચક બજારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પઠાણકોટ એરબેઝ પરના હુમલા પછી દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા છે અને સરહદો પણ અભેદ્ય છે. જોકે, આ વખતે તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી દિલ્હીમાં ઘૂસ્યાની બાતમી પછી પેટ્રોલિંગ વધારાયું છે અને તમામ મહત્ત્વના સ્થળોએ સીસીટીવી પણ ગોઠવાયા છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ સેલ જુદી જુદી રીતે સુરક્ષાની સ્થિતિ સંભાળી રહ્યા છે, જેથી અસમાજિક તત્ત્વો પર પણ પૂરતી નજર રાખી શકાય.

Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment