સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 18 May 2016

વિશ્વભરમાં એક જ દિવસમાં કુદરતના ત્રણ રૌદ્ર સ્વરૃપ - સાતમાંથી પાંચ ખંડો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે : અલ નિનોની અસર

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

વિશ્વભરમાં એક જ દિવસમાં કુદરતના ત્રણ રૌદ્ર સ્વરૃપ

- શ્રીલંકામાં ભારે વરસાદના પગલે ભીષણ પૂરઃ બે લાખ લોકોને અસર

- અમેરિકના ન્યૂ ઈંગ્લેન્ડ સ્ટેટના દરેક મોટા શહેરમાં સાડા સાત ઈંચ બરફવર્ષા

- એશિયામાં કંબોડિયામાં મે માસમાં વરસાદના બદલે અલ નિનોના કારણે ભયાનક દુષ્કાળ
 
- અમેરિકના ન્યૂ ઈંગ્લેન્ડ સ્ટેટના દરેક મોટા શહેરમાં મે મહિનામાં પહેલીવાર ધુંઆધાર સાડા સાત ઈંચ બરફવર્ષા
નવી દિલ્હી, તા.૧૭
વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણીય મુશ્કેલીઓની ધીમી પણ કેવી જોખમી અસરો થઈ રહી છે એનું આજે ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. અમેરિકાના ન્યૂ ઈંગ્લેન્ડ સ્ટેટમાં મે મહિનામાં સાત ઈંચ જેટલી બરફવર્ષા થઈ હતી. બીજી તરફ, મે માસમાં જ્યાં વરસાદનું આગમન થાય છે તે એશિયાના કંબોડિયા, મ્યાંમાર અને વિયેતનામ જેવા દેશોના અનેક વિસ્તારોના લોકો ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત શ્રીલંકામાં કમોસમી વરસાદના કારણે પૂર આવવાના કારણે બે લાખ લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ વર્ષે ભારતમાં સિંહસ્થ કુંભ દરમિયાન ત્રિદિવસીય વૈચારિક કુંભનું આયોજન કરાયું હતું. આ દરમિયાન  ભારતમાં અનેક રાજ્યો દુષ્કાળ અને કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે કુંભમાં પહેલીવાર વાવાઝોડા સાથે વરસાદ પડવાની ઘટના જોવા મળી હતી.

અમેરિકાના ન્યૂ ઈંગ્લેન્ડ રાજ્યના મેઈન નામના ટાઉનમાં મે માસમાં સાડા સાત ઈંચ બરફ પડયો હતો. ન્યૂ ઈંગ્લેન્ડમાં મે માસમાં પહેલી વાર આટલી મોટી માત્રામાં બરફ પડયો છે. બરફવર્ષા થતા જ સમગ્ર ન્યૂ ઈંગ્લેન્ડનો પારો અચાનક ૧૫ ડિગ્રી નીચે જતો રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર, આર્કટિકના તેજ ગતિથી આવતા પવનોના કારણે બરફવર્ષા થઈ છે. ન્યૂ ઈંગ્લેન્ડના ન્યૂ હેમ્પશાયર, વર્મોન અને મેઈન શહેરની વિવિધ કાઉન્ટીમાં ધુંઆધાર બરફ પડયો હોવાનું નોંધાયું છે.

એશિયાના કંબોડિયા, મ્યાંમાર અને વિયેતનામ જેવા દેશોના અનેક વિસ્તારોમાં મે માસમાં સામાન્ય રીતે વરસાદ પડે છે. જોકે, આ ત્રણેય દેશના અનેક વિસ્તારમાં છેલ્લાં એક વર્ષથી વરસાદ નહીં પડતા ભયાનક દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર, આ દેશોમાં અલ નિનોની અસરના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, ટૂંક સમયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ જશે એવી આશા છે.

બીજી તરફ, ભારતમાં પણ દેશમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સખત હીટવેવનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં પણ આ રાજ્યોના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો.

શ્રીંલંકામાં પડેલા ભારે વરસાદને પગલે આવેલા પૂરની આશરે બે લાખ લોકો પર અસર થઇ હતી અને ૧૧ જણા માર્યા ગયા હતા. આજની આ ઘટનાએ આખા ટાપુના દેશને હચમચાવી દીધો હતો, એમ અધિકારીઓએ કહ્યુ ંહતું. ' વહીવટી તંત્રના ૨૫ પૈકી ૧૯ જિલ્લાઓમાં પૂરની ભારે અસર પડી છે. કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડી હતી અને પૂરના પાણી ફરી વળ્યા હતા. ૪૭૯૨૨ પરિવારના ૨૦૭૫૫૬ લોકો પર આની ખૂબ જ ગંભીર અસર પડી છે' એમ આપત્તી વ્યવસ્થાપન વિભાગના અધિકારીએ કહ્યું હતું.

પૂરમાં ૬૮ મકાનો તારાજ થયા હતા. શ્રીલંકાના પાટનગર કોલંબોમાં પૂરની સૌથી ગંભીર અસર પડી હતી જ્યાં રસ્તાઓ પર પાણીમાં ડુબી ગયા હતા. હવામાન ખાતાના અધિકારીએ કહ્યું હતું કે  જેના કારણે ભારે વરસાદ પડયો હતો એ હવાનું ઓછું દબાણ હવે દક્ષિણ તરફ વળ્યું હતું. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃશ્રો પડી ગયા હતા અને અનેક જગ્યાએ રસ્તા પણ બંધ થઇ ગયા હતા. કેબલ તુટી જવાના કારણે શહેરોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. રાહત કામગીરી માટે શ્રીલંક સેનાને બોલાવવામાં આવી હતી.
આઠ જિલ્લાઓમાં હજુ પણ ભેખડો ધસી પડશે એવી આગાહી કરવામાં આવી હતી.

ચોખાનું ઉત્પાદન ઘટશે
ભારત, થાઈલેન્ડ અને વિએટનામ એ જગતના ૩ મોટા ચોખાની નીકાસ કરતાં દેશો છે. ત્રણેય દેશો મળીને જગતની કુલ જરૃરિયાતના ૬૦ ટકા ચોખા પુરા પાડે છે. કુલ નિકાસ ૪.૩ કરોડ ટન જેટલી થાય છે. પણ આ ત્રણેય દેશોમાં પાણીની અછતના કારણે ચોખાનું ઉત્પાદન ઘટશે. ઈન્ટરનેશનલ ગ્રેઈન્સ કાઉન્સિલના અંદાજ પ્રમાણે ચોખાની નીકાસ ત્રણેય દેશોમાં થઈને ૧.૯ કરોડ ટન જેટલી ઘટશે. વર્ષ ૨૦૦૩ પછીનો એ સૌથી મોટો નિકાસ ઘટાડો હશે.

દુષ્કાળનો સામનો કરવા નદીઓનું જોડાણ થશે
ભારતની પાણીની અછત જોયા પછી ફરીથી કેન્દ્ર સરકારે નદીઓના જોડાણની યોજની ફાઈલો પરથી ધૂળ ખંખેરી છે. કેન્દ્રિય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ કહ્યુ હતું કે હવે નદીઓને પરસ્પર જોડવીએ સરકારની પ્રાયોરિટી છે. સરકારે અગાઉ પણ બ્રહ્મપુત્રા અને ગંગા જેવી અવિરત વહેતી નદીઓનું પાણી અન્ય નદીઓમાં ઠાલવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. પણ પર્યાવરણવાદીઓએ તેનો વિરોધ કર્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે ફરીથી સરકાર નદી જોડાણ માટે સક્રિય થઈ છે. હાલ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી પસાર થતી કેન અને બેતવા નદીને જોડવાના પ્રોજેક્ટને સરકારે મંજૂર કરી દીધો છે. માટે તેની કામગીરી ગમે ત્યારે શરૃ થઈ શકે એમ છે.

મુંબઈની પાણીની અછત દૂર કરવા માટે સરકાર દમણગંગા અને પિંજલ નદીને જોડવાની તૈયારી કરી રહી છે. ઉમા ભારતીએ જણાવ્યુ હતું કે આઝાદી પછી પ્રથમ વાર દેશમાં આ રીતે રિવર લિન્કિંગ પ્રોજેક્ટ શરૃ થવા જઈ રહ્યો છે. જોકે પર્યાવરણવાદીઓ નદીઓના જોડાણની વિરૃદ્ધમાં છે, કેમ કે તેનાથી ભવિષ્યમાં બીજી મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા છે. વળી સરકારે નદીઓના જોડાણ માટે કોઈ વૈજ્ઞાાનિક અભ્યાસ કર્યો નથી. કેન-બેતવાના જોડાણનો હજુ તો અભ્યાસ થઈ રહ્યો છે. તેનો રિપોર્ટ આવે એ પહેલા જ સરકારે મંજૂરી આપી દીધી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/nature-rain-snow-drought-in-the-united-states-sri-lanka

સાતમાંથી પાંચ ખંડો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે : અલ નિનોની અસર

- મે-૨૦૧૫ પછીના દરેક મહિને પૃથ્વીનું સરેરાશ તાપમાન વધ્યું છે

- આફ્રિકાના ઘણા ભાગોમાં ત્રણ વર્ષથી વરસાદ નથી : ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં ૧૨ વર્ષથી દુષ્કાળ : યુરોપ અને એન્ટાર્કટિકા બે ખંડોને જ રાહત

અમદાવાદ, તા.૧૭
ભારતમાં પોણા ભાગની વસતી દુષ્કાળથી પીડાઈ રહી છે. સરકારે દેશના ૨૫૦ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે અને હજુ જરૃર પડયે વધુ જિલ્લાઓ જાહેર થશે. જોકે આ બદતર સ્થિતિ એકલા ભારતની નથી. દુનિયાના સાત પૈકીના પાંચ ખંડો નાના-મોટા દુષ્કાળનો સામનો કરી રહ્યાં છે. એન્ટાર્કટિકા ખંડ બર્ફીલો છે, માટે ત્યાં દુષ્કાળની કોઈ અસર નથી. બાકીના છ ખંડ પૈકી યુરોપને હજુ સુધી દુષ્કાળની અસર થઈ નથી. તેની સામે યુરોપ દર વર્ષે બરફના તોફાનથી પીડાતું રહે છે.

વિશ્વભરમાં વાતાવરણ બદલ્યું હોવા પાછળ સમુદ્રી પ્રવાહ અલ નિન્યોને કારણભૂત ગણવામાં આવે છે. અલ નિન્યો અને લા નિના નામના પર્યાવરણિય ફેરફારોને કારણે લગભગ આખા જગતનું હવામાન બદલાય છે. અત્યારે એવી જ સ્થિતિ છે. મે ૨૦૧૫ પછીના દરેક મહિને પૃથ્વીનું સરેરાશ તાપમાન વધતું રહ્યું છે. એટલે કે ગરમી વધી રહી છે.

આફ્રિકામાં સોમાલિયાનો કેટલોય ભાગ દુષ્કાળ પીડીત હોવાથી હજારો સોમાલી લોકો કેન્યા સરહદે શરૃ થયેલી રાહત છાવણીઓ તરફ દોડી રહ્યાં છે. કેન્યાનો દાદાબ કેમ્પ ફૂલ થઈ ચૂક્યો છે, માટે હવે કેન્યાએ ધમકી આપી છે કે હજુ વધારે લોકો આવશે તો અમારે કેમ્પ બંધ કરી દેવો પડશે.
સોમાલિયા ઉપરાંત લેસોથો, માલાવી, મોઝામ્બિક, સ્વાઝિલેન્ડ અને ઝિમ્બાબ્વેમાં દુષ્કાળને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડે એવા દિવસો દૂર નથી. આફ્રિકાના સાડા ત્રણ કરોડથી વધારે લોકો હાલ દુષ્કાળની અસર નીચે છે. નામિબિયામાં પાણીની અછતને કારણે કોકાકોલાએ કોલ્ડ ડ્રિન્ક્સનો પ્લાન્ટ બંધ કરી દેવો પડયો છે. પાણીની અછત છે કેમ કે આફ્રિકાના કેટલાય ભાગોમાં સતત ૩ વર્ષથી વરસાદ નથી પડયો.

એશિયામાં ભારત સિવાય કમ્બોડિયા, થાઈલેન્ડ અને લાઓસમાં પણ તાપમાન ૪૪ ડીગ્રી સુધી પહોંચ્યુ છે. ગરમીના કારણે બધા દેશોમાં કૃષિ પાકોને અસર થઈ રહી છે અને પાણીની અછત તો છે જ. ચીનની સ્થિતિ સારી હોવા છતાં ત્યાં ૧૧૦ શહેરોમાં પાણીની તંગી છે. ઓસ્ટ્રેલિયા તો છેલ્લા બાર વર્ષથી કોઈને કોઈ ભાગમાં દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં વરસાદ પડતાં થોડી રાહત થઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં બીજા વિશ્વયુદ્ધ વખતે ૮ વર્ષ લાંબો દુષ્કાળ નોંધાયો હતો.

ઉત્તર અમેરિકામાં ઠંડો ગણાતો દેશ કેનેડા ગરમ થઈ ગયો છે. કેનેડાના જંગલોમાં હજુ દસ-પંદર દિવસ પહેલા જ આગ લાગવાને કારણે ફોર્ટ મર્ક્યુરી શહેરના તમામ ૮૦ હજાર રહેવાસીઓને બીજે ખસેડવા પડયા હતા. કેનેડામાં ગયા વર્ષે જરૃરિયાત કરતાં ૬૫ ટકા જ વરસાદ પડયો હતો. દેશનો કેટલોય ભાગ સુક્કો થયો હોવાથી જંગલમાં વારંવાર આગ લાગી રહી છે. અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય પણ ઈતિહાસનો સૌથી ભયંકર દુકાળ ભોગવી રહ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના તમામ મોટા શહેરોમાં ૨૫ ટકા પાણીકાપ જાહેર કરી દેવાયો છે.

દક્ષિણ અમેરિકા ખંડના દેશો તો ત્યાંના વર્ષા જંગલો એટલે કે બારેમાસ વરસાદ પડતો હોય એવા જંગલો માટે જાણીતા છે. જોકે જંગલ સિવાયના ભાગોની સ્થિતિ કથળી છે. ૮૦ વર્ષના સૌથી કપરા દુકાળમાંથી હમણાં જ બ્રાઝિલ બહાર નીકળ્યું છે. બ્રાઝિલના પડોશી વેનેઝુએલાના કેટલાક ભાગોમાં સતત ૩ વર્ષથી વરસાદ નથી વરસ્યો. પરિણામે વેનેઝુએલાની સરકાર પાણીની ચોરી અટકાવવા કટીબદ્ધ બની છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/el-nino-drought-in-india-water



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment