સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 10 August 2016

આનંદીબહેનનો ટોલ ટેક્સ નાબૂદીનો અમલ ૧૫ ઓગસ્ટે શક્ય જ નથી - ગુજરાતમાં ભારે વરસાદને પગલે ૨૧ ડેમો છલકાયાં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આનંદીબહેનનો ટોલ ટેક્સ નાબૂદીનો અમલ ૧૫ ઓગસ્ટે શક્ય જ નથી

- સત્તા છોડવા હરખપદૂડા થઇ પ્રસિદ્ધિ મેળવવા કરેલી જાહેરાતનો ફિયાસ્કો

- મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આટલો જલદીથી અમલ કરવાનું મુશ્કેલ જણાવ્યું

- સરકાર તારીખ નક્કી કરી રહી છે

અમદાવાદ, મંગળવાર

તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા થોડા દિવસો પહેલા જ એવી જાહેરાત થઈ હતી કે રાજ્યનાં ધોરીમાર્ગો પર આવેલા ટોલનાકા પરથી લેવાતા ટોલટેક્સમાંથી નાગરિકોને મુક્તિ અપાશે. જેનો અમલ ૧૫મી ઓગસ્ટથી કરવાનું એલાન પણ તેમણે કર્યું હતું. પરંતુ હવે નવા મુખ્યમંત્રી આવી ગયા છે. જેથી ૧૫મી ઓગસ્ટથી ટોલટેક્સની નાબુદીનો અમલ થઈ જ જશે એ નક્કી નથી. તેનો અમલ કરવામાં થોડો સમય વધુ જાય એવી શક્યતાઓ છે.

મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપતાં પહેલા આનંદીબહેન પટેલે ખુબ જ મોટા ઉપાડે ત્રણથી ચાર મોટી અને મહત્ત્વની જાહેરાતો કરીને ગયા હતા. એકાએક એ એ પણ કોઈ મંત્રીને વિશ્વાસમાં લીધા વગર રાતોરાત આ પ્રકારના નિર્ણયો કર્યા હતા.

પરંતુ ખરેખર નિર્ણય કર્યા પહેલા કે પર્યા બાદ લાગતાવળગતા ડીપાર્ટમેન્ટ સાથે પણ તેનો અમલ કઈ રીતે કરી શકાશે તેની ચર્ચા વિચારણા કરી નહોતી. હવે પાંચ દિવસ પછી ૧૫મી ઓગસ્ટ છે અને સરકારે હજુ કાર્યભાર સંભાળ્યાને બે દિવસ થયા છે.

CM અને ડે. સીએમ. સહિતનાં તમામ મંત્રીઓ અત્યારે શુભેચ્છાઓ લેવામાં વ્યસ્ત છે. હજુ ઓછામાં ઓછું અઠવાડિયા સુધી આવો માહોલ રહેવાનો છે.

જેથી ટોલટેક્સની માફીનો અમલ ૧૫મીથી જ થશે એવું અત્યારે લાગતું નથી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૃપાણીનો સંપર્ક રતાં તેઓએ જણાવ્યું કે, માજી મુખ્યમંત્રી આનંદીબહેને જે કોઈ  જાહેરાતો કરી છે તે બધાનો અમલ કરાશે જ. ટોલટેક્સની નાબુદીનાં અમલની બાબત હાલમાં વિચારણા હેઠળ છે. ૧૫મી ઓગસ્ટ અમલ માટે ઘણી વહેલી લાગે છે.

તેઓએ ઉમેર્યું હતું કે આનંદીબહેનની તમામ જાહેરાતો કે નિર્ણયોનો અમલ કરાવવા માટે સરકાર પૂરતા પ્રયત્નો કરશે. ટોલટેક્સ નાબુદીનો અમલ ૧૫મી ઓગસ્ટથી જ થઈ શકે તે માટેનાં પ્રયત્નો ચાલુ છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anandiben-toll-elimination-is-not-possible-to-implement-the-august-15

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ૨૧ ડેમો છલકાયાં

- ઉત્તર ગુજરાતના ૧૫ ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી

- ગુજરાતમાં પાણીના સંગ્રહની ટકાવારી ૬૫.૩૮ થઇ

- સૌથી વધુ સૌરાષ્ટ્રના ૧૩ ડેમો ભરાયા

અમદાવાદ ,મંગળવાર

પાકિસ્તાન અને રાજસ્થાન પર અપરએર સરક્યુલેશન સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં ૨૧ ડેમો છલકાયાં છે. રાજ્યમાં ૨૦૩ ડેમોમાં હાલમાં પાણીના સંગ્રહની ટકાવારી વધીને ૬૫.૩૮ ટકા થવા પામી છે.

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં છેલ્લા ત્રણેક દિવસથી નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. આ વખતે દક્ષિણ-મધ્ય ગુજરાતની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે પરિણામે ૧૫ ડેમોમાં એકેય ડેમ સંપૂર્ણપણે ભરાયો નથી.

ઉત્તર ગુજરાતના ડેમોમાં ૨૯.૮૭ ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે જેના લીધે ૧૭ ડેમોમાંથી એક ડેમ છલોછલ ભરાયો છે . મધ્ય ગુજરાતમાં પાણીનો સંગ્રહ ૬૫.૩૬ ટકા થયો છે. ૧૭ ડેમોમાં ૧૫૩૬.૮૯ એમસીએમ પાણી સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમો પૈકી ૩ ડેમો છલકાયાં છે. અહીં પાણીના સંગ્રહની ટકાવારી ૬૪.૧૭ થઇ છે. કચ્છમાં પણ ૩ ડેમો સંપૂર્ણપણે ભરાયાં છે.

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ડેમોમાં તળિયા દેખાતા હતાં. ભારે વરસાદને લીધે ૧૩ ડેમો છલકાઇ ચૂક્યાં છે. ૧૩૮ ડેમોમાં પાણીનો સંગ્રહ ૨૮.૧૦ ટકા થયો છે. માત્ર ૭૧૨.૯૧ એમસીએમ પાણી છે. નર્મદા ડેમને બાદ કરતાં રાજ્યના ૨૦૩ ડેમોમાં પાણીના સંગ્રહની ટકાવારી ૫૩.૮૩ ટકા થવા પામી છે. આમ, ભારે વરસાદને પગલે રાજ્યના કુલ ૨૧ ડેમો સંપૂર્ણપણે ભરાયાં છે. વરસાદને પગલે અન્ય ડેમો પણ પાણીના સંગ્રહની ટકાવારી વધે તેમ છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ-પૂરથી ૬૯.૭૪ કરોડનું નુકસાન

- વલસાડ પાલિકા વિસ્તારમાં ૧.૮૫ કરોડ, ગ્રામ્યમાં ૭૦ લાખ જ્યારે જિલ્લામાં માર્ગોને સૌથી વધુ ૪૯ કરોડનું નુકસાન

વલસાડ, મંગળવાર
વલસાડમાં આવેલા પૂરમાં સહિત જીલ્લામાં ભારે વરસાદથી કુલ રૃા. ૬૯.૭૪ કરોડનું નુકસાન થયું હોવાનો સર્વેમાં અંદાજ નીકળ્યો છે. જેમાં વલસાડ પાલિકા વિસ્તારમાં રૃા.૧.૮૫ કરોડ, ગ્રામ્ય વિસ્તારમાં રૃા.૭૦ લાખની સાથે ૩૦૫ હેક્ટર જમીનમાં ધોવાણ થતાં અંદાજિત રૃા.૧.૬૪ કરોડનું નુકશાન થયું છે.

ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે વલસાડમાં સર્જાયેલી ભારે તારાજીમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાન થયું હતું. વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સત્વરે રાહતનું કાર્ય શરૃ કર્યું હતું. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા માટે વિવિધ ટીમો કામે લાગી હતી. સર્વેમાં નુકશાનીનો પ્રાથમિક અંદાજ કાઢવામાં આવ્યો છે.

જે મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને રૃા.૧૧.૮૭ લાખ, માર્ગ અને મકાન પંચાયત વિભાગને રૃા.૧ કરોડ, પશુપાલન વિભાગને રૃા.૩૦ હજાર, માર્ગ અને મકાન વિભાગને રૃા.૪૯ કરોડ, શિક્ષણ વિભાગને રૃા.૬.૪૫ લાખ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને રૃા.૩૭ લાખનું નુકશાન થયું છે. જ્યારે ખાનગી મિલકતોને થયેલા નુકશાનીમાં પારડી પાલિકા વિસ્તારમાં રૃા.૫૩.૨૫ લાખ, ધરમપુર પાલિકા વિસ્તારમાં રૃા.૧૦.૨૫ લાખ, વલસાડ નગરપાલિકા હદમાં રૃા.૧.૮૫ કરોડ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૯.૮૧ લાખનું નુકશાન થયું છે.

આ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે કપરાડા, ધરમપુર, વલસાડ અને ઉમરગામમાં ૩૦૫ હેક્ટર જમીનનું ધોવાણ થતાં આંબા, ચીકુ, કેળા, શાકભાજી તેમજ બાગાયતી પાકો તથા ૩૮૭ હેક્ટર જમીનમાં ડાંગર, શેરડી અને કઠોળની ખેતીમાં અંદાજિત રૃ.૧.૬૪ કરોડનું નુકશાન થયાનો અંદાજ કાઢવામાં આવ્યો છે. પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૧,૮૮૫ વ્યક્તિઓ અને શહેરી વિસ્તારમાંથી ૧૨૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે કેશડોલ, ઘરવખરી સહાય, માનવમૃત્યુ સહાય, નુકશાન પામેલા ઘરો મળી કુલ રૃા.૩.૧૦ કરોડ ફાળવી દીધા છે.

વડોદરામાં સાંબેલાધાર વરસાદઃ ૪ કલાકમાં સાત ઈંચથી જળબંબાકાર

- મેઘરાજાની જોરદાર ઈનિંગઃ શહેર જળબંબાકાર બનતા જનજીવન ઠપઃ કોર્પો.ની પોલ ખૂલી ગઈઃ આઠ વૃક્ષો ધરાશાયીઃ એક પાણીમાં ફસાયો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
મેઘરાજાએ વડોદરામાં આજે હલ્લાબોલ કરી ત્રણેક કલાક જેટલી લાંબી સાંબેલાધાર ઈનિંગ્સ ખેલતાં શહેર પાણી પાણી થઈ ગયું હતું. સર્વત્ર ઘૂંટણસમાણા ભરાયેલા પાણીમાં જનજીવન સ્થગિત થઈ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી. આજે ચાર કલાકમાં વરસેલા લગભગ ૭ ઈંચ વરસાદે વૃક્ષો ઉપરાંત બોર્ડ - બેનરોની પણ ખબર લઈ નાખતા અરાજકતા સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ તા.૨ જુલાઈએ શહેરમાં ધમાકેદાર એન્ટ્રી સાથે ચોમાસાનો પ્રારંભ થયો એ પછી આજે પહેલી વાર મેઘરાજાએ વરસાદનો હલ્લા બોલ કર્યો હતો. પરિણામે ચોફેર જળબંબાકાર થઈ રહેતાં રાહદારીઓ અને વાહનચાલકોની બૂરે વલી થઈ હતી.
આજે બપોરે ૨ ના સુમારે શરૃ થયેલી વર્ષાએ જોતજોતામાં મુશળધાર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. શહેરની એન્ટ્રી સમાન એક્સપ્રેસ વે થી વીઆઈપી રોડ, મુક્તાનંદ, અંબાલાલ પાર્ક, મેન્ટલ હોસ્પિટલ ચાર રસ્તા, બહુચારાજી રોડ, સલાટવાડા, નાગરવાડા, દાંડિયા બજાર ઉપરાંત આજવા રોડ, વાઘોડિયા રોડ, વિજયનગર, સંગમ ચાર રસ્તા, ગોત્રી- ગોરવા, વાસણા, સૂર્યા પેલેસ હોટલથી જેતલપુર રોડનો માર્ગ, પરશુરામ ભઠ્ઠા, તેમજ અન્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરને પરાં વિસ્તારો સાથે જોડતા રેલવે ગરનાળું, સયાજીગંજ ગરનાળું, જૂની પ્રિયલક્ષ્મી મિલનું નાળું પાણીમય થઇ જતાં વાહનોના એન્જિનોમાં પાણી ભરાઇ જતાં એને ખેંચીને લઇ જવા પડયા હતા.
દેખીતી રીતે જ આજના ભારે વરસાદે વડોદરા મ્યુ.કોર્પોરેશનની કહેવાતી પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. વરસાદનો સમયગાળો નિયત જ હોય છે. છતાં 'અનુભવી' પાલિકા તંત્ર બિન કાર્યક્ષમ સાબિત થાય છે. વર્ષોથી આ નિષ્ફળતાનો ક્રમ જળવાઇ રહેતાં વરસાદી પાણીના સક્ષમ નિકાલની વ્યવસ્થા વિના હજારો નાગરિકો આજે પણ પારાવાર પરેશાન થયા હતાં. દ્વિચક્રી વાહનો તો ખેંચીને પણ લઇ જવાયા હતા. જ્યારે મોટર અને અન્ય મોટા વાહનો પાણીમાં ફસાઇ જતાં અનેક સ્થળોએ ટ્રાફિક જામ થઇ ગયો હતો.
આજના દે.... માર વરસાદથી સયાજીગંજ મમતા હોટલ પાસે એક માણસ ફસાઇ જતાં ેએને ફાયરબ્રિગેડના લાશ્કરોએ બચાવી લીધો હતો. ગોરવામાં અમરકાર પાસે ન્યુ સમા, રોડપર સ્પોર્ટસ, ન્યુ સમા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેકસ સ્થિત નારાયણ બંગલો પાસે એસ.એસ.જી., હોસ્પીટલ સામે કીર્તિ મંદિર પાસે, સહિત આઠ સ્થળોએ ઝાડ ધરાશાયી થયા હતા. પરિણામે ફાયરબ્રિગેડના લાશ્કરોની કામગીરી વધી પડી હતી.
આજે શહેરમાં બપોરે ૨ થી ૪ દરમિયાન પાંચ મિલિમીટર, જ્યારે એ પછી ૪ થી ૬ દરમિયાન ૧૭૦ મિલિમીટર પાણી વરસતા કુલ ૧૭૫મિલિમીટર એટલે કે સાત િંચ વરસાદ શહેરમાં ખાબક્યો હતો.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/heavy-rains-in-the-wake-of-the-21-demo-chalakayam, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat-69-74-crore-loss-valsad-district-heavy-rain-floods, http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-deluge-was-seven-inches-in-heavy-basin-receives-most-4-hours-in-vadodara
 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment