Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
દિલ્હી, રાજસ્થાન અને હિમાચલમાં ભારે વરસાદ : એકનું મોત
- બંગાળના ઉપસાગર પર સર્જાયેલું ડિપ્રેશન ઝારખંડ અને બિહાર તરફ આગળ વધવા આગાહી
(પી.ટી.આઈ.) નવીદિલ્હી, તા. ૧૨
પાટનગર દિલ્હી, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદના અહેવાલ છે. હિમાચલ પ્રદેશમાં એકનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
પાટનગર દિલ્હીમાં ભારે વરસાદથી તાપમાન ઘટીને ૩૩ ડિગ્રી થયું હતું. સફદરજંગ વેધશાળાએ દિલ્હીમાં ૨૯.૬ મી.મી. વરસાદ થયાનું જણાવ્યું હતું.
હિમાચલ પ્રદેશના કાંગડામાં એક વ્યક્તિનું પૂરમાં તણાઈ જતાં મોત થયું હતું. રાજ્યમાં હાલ સુધી વરસાદને કારણે કુલ ૨૫ મોત થયાં છે. રાજ્યમાં કાંગડા, હમીરપુર, બિલલપુર જિલ્લામાં ભારે વરસાદ હતો. આ સ્થળોએ ૪૨ થી ૨૧૭ મી.મી. વરસાદ નોંધાયો હતો.
બંગાળના ઉપસાગર પરનું ડિપ્રેશન ઓડિશાના બાલાસોરથી ૨૮૦ કિલોમીટરના અંતરે સ્થિર થયું હતું. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ ડિપ્રેશન ઝારખંડ અને બિહાર તરફ આગળ વધશે. કોલકાતામાં સામાન્ય વરસાદ થયો હતો બાંકુરામાં ૯.૩ મી.મી. અને આસાનસોલમાં ૧૪.૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. બિહારના જમુઈ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.
રાજ્યના અન્ય સ્થળોએ સામાન્ય વરસાદ હતો. જમુઈમાં સાત સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો.
રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ચિત્તોડગઢના ગંગનારમાં સૌથી વધુ ૧૧ સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશ તેમજ પંજાબ અને હરિયાણાના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-delhi-rajasthan-and-himachal-pradesh-heavy-rain-one-killed
આઈબીએમએ બનાવેલું પ્રથમ પર્સનલ કમ્પ્યુટર ૩૫ વર્ષનું થયું
- ૧૯૮૧ની ૧૨મી ઓગસ્ટ IBM PC 5150 માર્કેટમાં મૂકાયું હતું
- ૧૯૮૩માં 'ટાઈમ' મેગેઝિને કવર પર 'મેન ઓફ ધ યર'ના સ્થાને કમ્પ્યુટરને 'મશીન ઓફ ધ યર' જાહેર કર્યું હતું
ન્યુયોર્ક, તા.૧૨
જગતનું સૌથી પહેલું પર્સનલ કમ્પ્યુટર (પીસી) અમેરિકન જાયન્ટ કંપની ઈન્ટરનેશનલ બિઝનેસ મશિન્સ (આઈબીએમ)એ ૧૯૮૧ની ૧૨મી ઓગસ્ટે માર્કેટમાં મુક્યુ હતું. એ કમ્પ્યુટરનું નામ આઈબીએમએ IBM PC 5150 રાખ્યું હતું. એ પહેલા માર્કેટમાં કમ્પ્યુટરો તો ઉપલબ્ધ હતા, પરંતુ જેને પર્સનલ કહી શકાય એવા કમ્પ્યુટરો ન હતા. આઈબીએમે એવુ કમ્પ્યુટર તૈયાર કર્યું હતું, જે વ્યક્તિ પોતાની રીતે ઘરે વાપરી શકે. ૧૯૬૭માં પ્રથમ ફ્લોપી ડિસ્ક પણ આઈબીએમ દ્વારા જ તૈયાર થઈ હતી.

શરૃઆતમાં તો ઘણા ટેકનોલોજી નિષ્ણાતો માનવા તૈયાર પણ ન હતા કે આઈબીએમ આવુ
કમ્પ્યુટર તૈયાર કરી શકે એમ છે. એટલે મિટિંગમાં જ એક અધિકારીએ તો એવુ પણ
કહ્યુ હતું કે આઈબીએમ માટે પર્સનલ કમ્પ્યુટર તૈયાર કરવું એ હાથીને સ્ટેપ
ડાન્સ શિખવવા જેવું છે. એટલે કે અત્યંત અઘરું છે અથવા અશક્ય છે. એ પછી ડોન
એસ્ટ્રીજની આગેવાનીમાં ૧૨ વ્યક્તિઓની ટીમ સતત મચી પડી હતી. એ ટીમને કંપનીએ
વિશેષ છૂટછાટ આપી રાખી હતી. એટલે આઈબીએમના ઈતિહાસમાં ક્યારે ન થયું હોય એ
રીતે આ ટીમે માર્કેટમાંથી જોઈએ એવા પાર્ટ્સ ખરીદ્યા, બજેટમાં અનેક છૂટછાટો
લીધી અને પછી નક્કી થયેલા સમયમાં પ્રથમ પીસી તૈયાર કરી દેખાડયુ.
ન્યુયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી કંપનીએ રજૂ કરેલા આ પ્રથમ પીસીની
કિંમત એ વખતે ૧૫૬૫ ડોલર રાખવામાં આવી હતી. એ કિંમતમાં આખી સિસ્ટમ એટલે કે
મોનિટર, સીપીયુ, પ્રિન્ટર, બે ડ્રાઈવ, એક્સ્ટ્રા મેમરી, વગેરે જેવી સાધન
સામગ્રીનો સમાવેશ થતો હતો. જેથી ઘરે લાવ્યા પછી કમ્પ્યુટર ખરેખર પર્નસલ
લાગે અને ઘરેલું જરૃરિયાત પુરી કરી શકાય. આજના કમ્પ્યુટરના સ્ક્રીન કરતા
તેનો સ્ક્રીન ઘણો નાનો હતો, પરંતુ ત્યારે ઉપયોગ પણ ગણતરીઓ પુરતો જ વધારે
કરવાનો હતો. મોડેલમાં અપગ્રેડેશન થતું ગયું એમ કિંમત પણ વધીને ૩ હજાર ડોલર
સુધી રખાઈ હતી.
માર્કેટમાં પીસી આવ્યા પછી કંપનીને અપેક્ષા કરતા વધારે રિસ્પોન્સ મળ્યો
હતો. એક ડિલરે તો આવીને હજાર ડોલર એડવાન્સમાં આપીને કહ્યું કે મારે ૨૨ પીસી
જોઈએ છે. ઉદ્ઘાટનના દિવસે જ ૪૦,૦૦૦ ઓર્ડર નોંધાયા હતા. બે વર્ષમાં તો
કમ્પ્યુટર એટલા બધા વેચાયા કે ટાઈમ મેગેઝિને તેને કવર પર ચમકાવવું પડયું.
ટાઈમ મેગેઝિન દર વર્ષે મેન ઓફ ધ યર જાહેર કરે છે, તેને બદલે આ પીસીને મશિન
ઓફ ધ યર જાહેર કર્યું હતું. ઓગસ્ટમાં ઓપન કર્યા પછી માર્કેટમાં સપ્ટેમ્બરથી
તેનું વિધિવત્ વેચાણ શરૃ થયુ હતું. હવે લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ ફોનને
કારણે પર્સનલ કમ્પ્યુટરોનો યુગ ખતમ થઈ ચૂક્યો છે. ઓફિસો સિવાય પર્સનલ
કમપ્યુટરોનો વપરાશ ઘટતો જાય છે. પીસીનું વેચાણ પણ ઘટતું જાય છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-ibma-made-the-first-personal-computer-in-35-years
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
Sir in Every year Andhra Pradesh Public Service Commission conducts various recruitment examinations to select capable candidates. please update the page & provide latest info about APPSC Notification.
ReplyDelete