Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
પટેલોને બેવકુફ બનાવતી EBC અનામત યોજનાનું સૂરસૂરિયું : વટહુક્મનું બાળમરણ
- કાયદા શાસ્ત્રીઓનો અને અધિકારીઓનો સ્પષ્ટ મત હોવા છતાં
- સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમલનો સરકારનો બચાવ
EBCને રદ કરતો પરિપત્ર રદ કરાયો હતો પણ હવે એ જ યથાવત રહ્યો
અનામતની માગણી સાથે પાટીદારોએ રાજ્યભરમાં આંદોલન કરતાં આખરે સરકારે
પાટીદારોને બેવકુફ બનાવવા માટે ૧૦ ટકા EBC અનામત આપવાની જાહેરાત કરી હતી.
સરકારનાં ઉચ્ચ અધિકારીઓ અને કાયદાના નિષ્ણાતોએ સ્પષ્ટ રીતે સરકારને
જણાવ્યું હતું કે આ EBC સુપ્રીમ કોર્ટમાં ચકવાની નથી. રદ જ થશે. આમ છતાં
પ્રજાના લાખો રૃપિયા કાયદાકીય લડતમાં વેડફી નખાયા છે. પરંતુ અગાઉની અપેક્ષા
અને ગણતરી મુજબ ટેકનિકલ કારણોસર જ ૧૦ ટકા EBC અનામત આપોઆપ જ રદ થઇ ગઇ છે.
જેને કારણે સરકારે EBC માટેનો જ વટહુકમ મોટા ઉપાડે કર્યો હતો તેનું બાળમરણ
થઇ ગયું છે.
૧લી મેના દિવસે રાજ્યપાલે ઈબીસી અનામતનો વટહુકમ બહાર પાડયો હતો. પરંતુ
તેને કાયદો બનાવવા માટે વિધાનસભા ગૃહમાં વિદ્યાયક લાવવું પડે પણ છેલ્લે ૨૨
ઓગસ્ટે બોલાવેલા સત્રમાં કોર્ટમાં કેસ ચાલતો હોઈ, કાયદો ઘડી શકાયો નહોતો.
નિયમ મુજબ સત્ર બોલાયાના છ સપ્તાહમાં જો વિધેયક પસાર ન થઈ શકે તો વટહુકમ
આપોઆપ રદ થઈ જાય છે. જેનો અર્થ થાય છે કે સરકારે ૧૦ ટકા ઈબીસી અનામતનો
વટહુકમ હવે રદ થઈ ગયો છે.
ઈબીસી આપોઆપ રદ થવાનું હોઈ, સોમવારે મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ
મુખ્યમંત્રી નિતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાની બેઠક મળી હતી. જેમાં આ
મુદ્દે ખૂબ જ લાંબી ચર્ચા વિચારણા પણ થઈ હતી. આખરે મોડી સાંજે નિતિન પટેલે
સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત
ઈબીસી માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ મુજબ તમામ જગ્યાઓ ભરાશે.
તેઓએ ઉમેર્યું હતું કે, ૧૦ ટકા અનામતનો અમલ કરવા માટે સરકાર દ્વારા સતત
પ્રયાસો કરાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સમક્ષ ગુજરાતનો કેસ રજૂ
કરવા સરકારે ખ્યાતનામ વકીલો પણ નીમ્યા છે. સરકાર તરફે ચૂકાદો લાવવા માટે
તમામ તાકાત લગાવાશે. આ કેટેગરીનાં ઉમેદવારોને ભરતીમાં અન્યાય ન થાય તે માટે
અત્યારે જેટલી ભરતી થયેલી હોય તેના ૧૦ ટકા જગ્યાઓ બિન અનામત કક્ષાના
આર્થિક રીતે નબળા વર્ગના ક્વોટામાંથી ભરાશે.
ઈબીસી માટે હાઈકોર્ટના ચુકાદાને ધ્યાને લઈને ૧૦ ટકા અનામતની જોગવાઈનો
અમલ નહીં કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જ્યારે સરકારને ચાલુ વર્ષે
૬૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવા માટેની ભરતી પ્રક્રિયા કરવી છે. આ
કાર્યવાહી ચાલુ રહે એ પણ જરૃરી છે જેથી તમામ જગ્યાઓ ભરવા માટેનો સરકારે
નિર્ણય કર્યો છે.
અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ એટલે કે ૨૩મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીની
સૂચનાથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૦ ટકા ઈબીસી અનામતને રદ કરવાનો
પરિપત્ર કરાયો હતો. જે સરકારનાં તમામ વિભાગોને મોકલાયો હતો. પરંતુ આ
પરિપત્રનાં ૪ કલાક પછી ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિન પટેલે આ પરીપત્રને જ
રદ્દ કરી દેતો નવો પરિપત્ર જારી કરાવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે તેઓએ
પ્રેસ કોન્ફરન્સ બોલાવી જાહેર કર્યું હતું કે હજુ સુપ્રીમ કોર્ટમાં કેસ
ચાલુ છે અને સરકારને આશા છે કે ગુજરાતની તરફેણમાં ચૂકાદો આવે. આવા કારણોથી જ
ઈબીસી વર્ગનાં યુવાનોને અન્યાય ન થાય તે માટે શરૃ કરાયેલી સરકારી ભરતી
પ્રક્રિયા અટકાવી હતી. પરંતુ હવે તેનો કોઈ જ અર્થ રહેતો નથી. કારણે હવે ૧૦
ટકા ઈબીસી અનામત જ રહેતી નથી. જેથી તમામ ભરતી પ્રક્રિયા ઈબીસી વગર જ શરૃ
કરાશે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amdavad-making-patels-fool-ebc-reserve-scheme-flop-infantile-death-of-planning-ordinance
કરાચી, તા. ૩
પાક.થી બે બોટમાં આતંકીઓ ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી એલર્ટ
- પાક.ની બે શંકાસ્પદ બોટ ઝડપાયાના બે દિવસ બાદ
- આતંકીઓ ૨૬/૧૧ જેવા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં
ગુપ્તચર સંસ્થાઓએ કોસ્ટગાર્ડ, નેવીને ખડેપગે રહેવા કહ્યું
ગુપ્તચર સંસ્થાઓએ ચેતવણી જારી કરી છે કે પાકિસ્તાનથી બે બોટ લઇને આતંકીઓ
ભારત તરફ રવાના થયા છે. આ બોટ સમુદ્રમાં જ છે અને ગમે ત્યારે ગુજરાત અથવા
તો મહારાષ્ટ્રના સમુદ્ર કીનારે આવીને આતંકીઓ હુમલાને અંજામ આપી શકે છે. જે
રીતે ૨૦૦૮માં આતંકીઓએ મુંબઇ હુમલાને અંજામ આપવા માટે બોટનો ઉપયોગ કર્યો હતો
તેવી જ રીતે આ વખતે પણ તેઓ સમુદ્રી માર્ગે આવીને આતંકી હુમલો કરી શકે છે.
ગુપ્તચર સંસ્થાઓેએ આતંકીઓ આવી રહ્યા હોવાની શક્યતાઓને આધારે કોસ્ટગાર્ડ
અને નેવીને એલર્ટ કરી દીધી છે. મળેલી પ્રાથમિક માહિતી અનુસાર જે બે બોટ્સ
ભારત તરફ રવાના થઇ છે તેમાંથી એકને ટેકનિકલ ખામી સર્જાતા તે હાલ સમુદ્ર
વચ્ચે જ અટકેલી છે. જ્યારે બીજી બોટ ભારત તરફ આવી રહી છે. આ પહેલા
પાકિસ્તાનની બે શંકાસ્પદ બોટ ઝડપીને કોસ્ટગાર્ડ દ્વારા તેને પોરબંદર
લાવવામાં આવી છે. અને આ સમગ્ર બોટમાં હાજર આશરે નવ લોકોની પૂછપરછ ચાલી રહી
છે.
રાજ્ય સરકારોને પણ બે દિવસ પહેલા એલર્ટ રહેવાની ચેતવણી જારી કરાઇ હતી.
ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની આતંકીઓએ
હુમલો કરવાની ચીમકી આપી હતી. જેને પગલે હાલ એલર્ટ જારી કરાયુ છે. ખાસ કરીને
ગુજરાત, રાજસ્થાન, પંજાબ સરહદેથી આતંકીઓ ઘુસવાની ફીરાકમાં છે. એલઓસી પર
સૈન્યની કડક કાર્યવાહીને પગલે આતંકીઓ મુંબઇમાં કરેલા હુમલા જેવા જ કોઇ
હુમલા માટે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી શકે છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-these-terrorists-are-coming-to-gujarat-alert
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment