Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
અંધશ્રધ્ધાની રાજધાની દિલ્હીઃ વહેલા વિવાહની બાધામાં બાળકીને બલી ચઢાવી
- માતાના મંદિરે પગથીયે પગથીયે દોઢ વર્ષની બાળકીને પટકી પટકી ઉતારી મોતને ઘાટ
- મંદિરમાં હાજર લોકોએ યુવાનને પકડીને પોલીસને સોંપ્યો
નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર 2016, મંગળવારએક માથાફરેલ યુવકે પોતાના લગ્ન જલદી થાય એટલા માટે એક દોઢ વર્ષની બાળકીને માતાના મંદિરના પગથિયે પછાડી પછાડીને તેની બલી આપી દેવાનો હીચકારો બનાવ સામે આવ્યો છે. નાના બાળકનો જીવ લઈને પોતાના વિવાહની તૈયારી કરનાર યુવાને અંધશ્રધ્ધામાં બાળકીની હત્યા કરી નાંખી હતી.
દિલ્હીના રનહોલામાં મોહન ગાર્ડન વિસ્તારમાં સોમવારે એક સનસની કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. મંદિરમાં હાજર લોકોના કહ્યાનુસાર અચાનક એક યુવાન માતાના મંદિરે એક બાળકીના પગ પકડીને તેને સીડીઓ ઉપર જોર જોરથી પછાડી રહ્યો હતો. લોકે એ તુરંત જ આ ઘાતકી કૃત્યુ જોયુ અને યુવાનને પકડી પાડી બાળકીને ચોડાવી હતી. બાળકી નીંગળતી હાલતમાં હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી ત્યારે રસ્તામાં જ તેનુ મોત થયુ હતુ.
મંદિરમાં હાજર લોકોએ આ ઘાતકી યુવાન પાસેથી બાળકીને આંચકી લઈને તેને મેથીપાક ચખાડ્યો હતો. અને પોલીસને ફોન કર્યો હતો. આ અંગે આરોપીની પૂછતાછ કરતા યુવાને પોતાના વિવાહ જલદી થઈ જાય એટલે એક બાબાના કહેવાથી પાડોશમાં રહેતી દોઢ વર્ષની બાળકીને ફોસલાવી પટાવી પોતાની સાથે મંદિર લઈ આવ્યો હતો અન અહીં તેની બલી ચઢાવવાની પ્રક્રિયાના ભાગ રૂપે તેન પગ થી પકડીને મંદિરના પગથિયાઓમાં જોર જોરથી પછાડી રહ્યો હતો.
આ અંગે તુરંત જ બાળકીના પરિવારજનોને જાણ કરાઈ હતી. પરિવારનું આક્રંદ સાંભળી ભલભલા રડી પડે તેવુ દ્રશ્ય સર્જાયુ હતુ. આરોપીને પોલીસે હિરાસતમાં લઈને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/a-boy-wants-to-marry-therefore-he-immolate-a-girl-kid-very-brutally-in-delhi
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-errorists-viral-video-social-media
બર્ડ ફલુની બીમારીથી ચિંતિત કેન્દ્રનો રાજ્યોને આરોગ્ય અંગે એલર્ટ
- બર્ડ ફલુના કારણે ઇન્દિરા ગાંધીના શક્તિસ્થળને બંધ કરાયો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૬
દેશના કેટલાક ભાગોમાં પક્ષીઓમાં ઇન્ફલિએન્ઝાના લક્ષ્ણો દેખાતા કેન્દ્ર
સરકારે આગે આરોગ્ય અંગે એક માર્ગ દર્શિકા બહાર પાડીને રાજ્યોને એલર્ટ કર્યા
હતા અને પક્ષીઓ તેમજ માનવીઓનો ઓછા સંપર્ક થાય એવી સલાહ આપી હતી. દિલ્હી,
ગ્વાલિયર અને કેરળના કેટલાક શહેરોમાં બર્ડ ફલુની અસર જોવા મળી હતી એમ વિશ્વ
આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું. જો કે તેમણે એવું કહ્યું હતુ કે આ વાયરસની
અસર માનવીઓ પર થાય એની શક્યતા ઓછી છે.
તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલી પત્રમાં આરોગ્ય સચિવ સી.કે. મિશ્રાએ
લખ્યું હતું કે આ મહામારીને રોકવા તમામ જરૃરી પગલાં ભરવા અને જરૃર પડે તો
કેન્દ્રની સહાય લેવી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, પોલ્ટ્રી ફાર્મ પર આની કોઇ અસર
પડશે નહીં. ' સામાન્ય લોકો પર ઇન્ફલ્એન્ઝાની અસર પડશે નહી, હાલના જ્ઞાાન
મુજબ, આના વાયરસ માનવોમાં પ્રસરે એની શક્યતા ખૂબ ઓછી છે. તેમ છતાં ખૂબ
વધારે સાવચેતી લેવાની જરૃર છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ
મરેલા પક્ષીઓને ઠેકાણે પાડતી સ્ટાફને સાવચેત કરવાની જરૃર છે.
દરેક જણે સુરક્ષિત સાધનોનો ઉપયોગ કરવો અને માનવોને મરેલા પક્ષીઓથી દુર
રાખવા એવું પણ કહેવામાં આવ્યું હતું. બર્ડ ફલુના કારણે સરકારે આજે પૂર્વ
વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના શક્તિસ્થલને બંધ કરી દીધો હતો. આ બીમારીના
કારણે પાયનગરમાં ૬૬ મોત થયા હતા. આજે વધુ બે બતકોના મોત થયા હતા.
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-errorists-viral-video-social-media
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment