સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 15 December 2015

આજે સરદાર પટેલની પૂણ્યતિથિ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજે સરદાર પટેલની પૂણ્યતિથિ

સરદાર પટેલ ની અમદાવાદની છેલ્લી મુલાકાત બીજી ડિસેમ્બર ૧૯૫૦ની હતી

કસ્તુરભાઈ લાલભાઈએ પૂછેલું કે, ફરી ક્યારે મળીશું સરદારનો જવાબ હતો ઇશ્વરની ઇચ્છા.

અમદાવાદ, સોમવાર
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આવતીકાલે મંગળવારે પુણ્યતિથિ મનાવાશે. ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦માં તેમનું અવસાન થયું હતું. સરદાર સાહેબની અમદાવાદની છેલ્લી મુલાકાત બીજી ડિસેમ્બર, ૧૯૫૦ની હતી. તેઓ દિલ્હી પરત ફરી રહ્યા હતા તે પૂર્વે સ્વ. કસ્તુરભાઈ લાલભાઈની ટૂંકી મુલાકાત થયેલી. કસ્તુરભાઈએ પૂછેલું કે, ફરી ક્યારે મળીશું ? ત્યારે સરદાર સાહેબનો જવાબ હતો ઇશ્વરની ઇચ્છા.
આઝાદી પછી રજવાડાઓનું વિલિનીકરણ કરવામાં અને દેશને એકસૂત્રે બાંધવાની અજોડ કામગીરી કરનારા સરદાર પટેલ પોતાને ધરતીપુત્ર તરીકે ઓળખાવતા હતા અને સમર્થ- શક્તિશાળી નેતા હોવા છતાં એમના અગ્નિસંસ્કાર આમ આદમીની માફક ગિરગાંવ ચોપાટી પર કરાયા હતા. દેશમાં ક્યાંય પણ એમની 'સમાધિ' નથી. તેઓ પોતે પણ પોતાના નામે કોઈ સ્મૃતિ- સ્મારકો રચાય તેવું ઇચ્છતા નહોતા. એમના અવસાન પછી પ્યારેલાલજીએ સાચું કહ્યું હતું કે, એમને સાચી અંજલિ આપવી હોય તો ઇંટ- સિમેન્ટના સ્મારકો નહિ પરંતુ છેવાડાના માણસોના ઉદ્ધાર- વિકાસ માટેના સરદાર ઇચ્છિત કામો કરવા જોઈએ. સરદાર સાહેબ અમદાવાદમાં ૧૦૨ વર્ષ પહેલાં ૧૪ ફેબુ્રઆરી ૧૯૧૩માં આવેલા. અહીં વકીલાત કરી સાથોસાથ રાજકીય ક્ષેત્રમાં પણ આગળ વધ્યા હતા. જાહેર જીવનની પહેલી રાજકીય ચૂંટણી ૧૯૧૭માં લડેલા, માત્ર એક મતે જીતેલા. જો કે તે રદ થઈ હતી. ફરીથી ચૂંટણી યોજાઈ ત્યારે દરિયાપુર વિસ્તારમાંથી બિનહરીફ ચૂંટાયેલા.
પ્રારંભિક દિવસોમાં ગાંધીજીના વિચાર સાથે અસહમત એવા વલ્લભભાઈ ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી ગાંધીજીના વ્યક્તિત્વ સાથે અભિન્ન રીતે ભળી ગયા હતા અને છેક સુધી એ બન્નેનો સંબંધ અતૂટ રહ્યો હતો. ગાંધીજીની હત્યા થઈ તે દિવસે એમને બિરલા હાઉસમાં છેલ્લે મળનારાઓમાં સરદાર પટેલ જ હતા. અમદાવાદ એ રીતે ગૌરવ લઈ શકે છે કે એક કાળે શહેર સુધરાઈ સંસ્થાના કાઉન્સિલર અને પ્રમુખ બનેલા વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાનના હોદ્દે પહોંચ્યા હતા. જો કે, આજના શાસકો સરદારનું નામ લઈ શકે છે, સરદારની જેમ પ્રજાના દુઃખે દુઃખી બની શકતા નથી એ જુદી વાત છે.
આજે CM સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાફટનાં કોન્ક્રીટિંગનો પ્રારંભ કરાવશે
અમદાવાદ, સોમવાર
સરદાર સરોવર નર્મદા બંધ કેવડીયા ખાતે નિર્માણ થઈ રહેલી સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાફટનાં કોન્ક્રીટીંગનો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આવતીકાલે સવારે પ્રારંભ કરાવશે. સરદાર પટેલની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમા (૧૮૨ મીટર) મુખ્ય બંધથી નીચવાસમાં ૩.૧ કિ.મી. દૂર સાધુ ટેકરી ઉપર નિર્માણ પામી રહી છે. આ પ્રતિમા નિર્માણમાં ૫૬૦૦ મેટ્રીક ટન સ્ટ્રકચરલ સ્ટીલ અને ૬૬૦૦૦ મેટ્રીક ટન સીમેન્ટ તથા ૧૯૦૦ મેટ્રીક ટન કાંસાનો ઉપયોગ થવાનો છે. કોન્ક્રીટીંગનો શુભારંભ કરાવ્યા બાદ મુખ્ય બંધ ઊંચો કરવાના તથા દરવાજાની કામગીરીનું નિરિક્ષણ પણ મુખ્ય મંત્રી નર્મદા નિગમનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે.
સરદાર પટેલ ઓડિટોરિયમનું
આજે લોકાર્પણ
અમદાવાદ, સોમવાર
સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે તા. ૧૫મીને મંગળવારે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે નવનિર્મિત 'સરદાર પટેલ ઓડિટોરીયમ'નું સંસ્થાના ચેરમેન દિનશા પટેલના હસ્તે સાંજે ૪થી ૬ કલાક દરમિયાન લોકાર્પણ યોજાશે. સંસ્થાના મહામંત્રી આર.એસ. પેટલને મ્યુઝિયમના નવનિર્માણમાં અદ્યતન ટેક્નોલોજી, ૩ડી ટેકનોલોજી શો સહિતની કામગીરી બદલ એવોર્ડ એનાયતવિધિ તેમજ સરદારશ્રીના સંસ્મરણો તેમની રમૂજવૃત્તિ પરના વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો યોજાશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 11 December 2015

ધોલેરા 'સર'માટે ૯૦ હજાર હેકટર જમીન સંપાદન કરવા સામે હાઈકોર્ટનો સ્ટે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ધોલેરા 'સર'માટે ૯૦ હજાર હેકટર જમીન સંપાદન કરવા સામે હાઈકોર્ટનો સ્ટે

ખેડૂતોની જમીન મફતમાં પડાવીને ઉદ્યોગોને આપવાની નીતિને લપડાક

ખેતીની જમીનમાં ટી.પી. પાડીને ૫૦ ટકા જમીન મફતમાં લઈને ખેડૂતોને વિસ્થાપિત કરવા માટે સરકારી યોજનાની બંધારણીય યોગ્યતા સામે હાઈકોર્ટે પ્રશ્નો ઉભા કર્યા
અમદાવાદ, ગુરૃવાર
રાજય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ધોલેરા સર (સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજન) માટે ધોલેરા તાલુકાના ૨૨ ગામોની ૯૦ હજાર હેકટર જમીન ખેડૂતો પાસેથી મફતમાં લઈને ઉદ્યોગોને આપી દેવાની નીતિને મોટી લપડાક પડી છે. ગુજરાત હાઈકોર્ટમાં સર કાયદાની બંધારણીય યોગ્યતા અને ટાઉન પ્લાનીંગ એકટને ખેતીની જમીનમાં લાગુ કરવાની કાયદેસરતાને પડકારાઈ હતી. આ પિટિશનની આજે ત્રણ કલાક લાંબી ચાલેલી સુનાવણી બાદ એકટીંગ ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાજય સરકારન આ ૨૨ ગામોની જમીનનો કબ્જો ના લેવા અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ આ પ્રોજેકટમાં કોર્ટની દરમ્યાનગીરીથી મોટી અસર થશે તેવી રાજય સરકારની દલીલને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

રાજય સરકાર ધોલેરા એક નહીં પરંતુ રાજયમાં આવા અન્ય ૧૪ સર બનાવવા માંગે છે. હાઈકોર્ટના મનાઈ હુકમના કારણે સર એકટની બંધારણીય યોગ્યતા પર પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે. રાજય સરકારે ધોલેરા વિસ્તારમાં છ ટી.પી. પાડી છે અને ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-૧૯૭૬ મુજબ ખેડૂતોની ૪૦ ટકાના બદલે ૫૦ ટકા જમીન ગેઝેટમાં જાહેરાત કરીને એક ઝાટકે લઈ લેવાનું નક્કી કરાયું હતું. ખેડૂતોની ૫૦ ટકા જમીન આ રીતે મફતમાં લઈ લેવાની હતી અને બાકીની જમીન ખેડૂતને જે ગામમાં ખરાબામાં કે અન્ય કયાંય ખાલી પડે ત્યા આપવાની હતી. આ યોજનાના અમલ માટે રાજય સરકારે સર એકટમાં ટી.પી. એકટને સમાવી લીધો છે. આથી હાઈકોર્ટમાં થયેલી જાહેરહીતની અરજીમાં સર એકટની કલમ ૩,૪,૫,૮,૧૭ અને ૨૯ની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. ખેડૂતો દ્વારા કોર્ટ સમક્ષ એવી દલીલ મુકવામાં આવી છે કે આ તમામ જમીન પંચાયતની અંદર આવે છે અને ખેતીની જમીન છે. આ જમીન ટાઉન પ્લાનીંગ એકટ હેઠળ કઈ રીતે લઈ શકાય? આ માટે જે તે વિસ્તારોને નગરપાલીકામાં ફેરવવા પડે અને તેના માટેના માપદંડ નક્કી છે જેમ કે ગામની વસ્તી કેટલી છે, કેટલા ટકા લોકો ખેતી સિવાયના અન્ય વ્યવસાય પર આધાર રાખે છે વગેરે. જે વિસ્તાર ગ્રામ્ય માંથી શહેરી બનવા તરફ જઈ રહ્યો હોય તો તેના વિકાસ માટે ઓથોરિટીની રચના કરવી પડે. રાજય સરકારનું પગલું બંધારણના અનુચ્છેદ ૨૪૩ (ઝેડ)(ડી) અને (ઝેડ)(ઈ)નું સીધુ ઉલ્લંઘન છે.
સામાન્ય રીતે કયાંય ટી.પી. પડે તો ૪૦ ટકા જમીન કપાતમાં જતી હોઈ છે જેનો ઉપયોગ રસ્તાઓ બનાવવામાં, બગીચા બનાવવામાં, ડ્રેનેજ વગેરે માટે થતો હોઈ છે. જેના બદલે કોઈ જાહેર હેતુના બદલે સરકાર આ જમીન ખેડૂતો પાસેથી ટી.પી.ના ઓઠા હેઠળ લઈને ઉદ્યોગોને પાણીના ભાવે વેચી દેવા માંગે છે. આથી ખેડૂતોની માંગ હતી કે કેન્દ્ર સરકારના નવા જમીન સંપાદન ધારા હેઠળ જ જમીન સંપાદિત થઈ શકે જે ધારો જાન્યુઆરી ૨૦૧૫થી અમલમાં આવ્યો છે. આ ધારા મુજબ જમીન સંપાદિત કરતાં પહેલા ૭૦ ટકા ખેડૂતોની સહમતી જરૃરી છે, બજાર કિંમત કરતાં ખેડૂતોને ચાર ગણું જમીનનું વળતર ચુકવવું પડે અને અસરગ્રસ્ત ખેડૂતના પરિવારના સભ્યોને ઉદ્યોગોમાં નોકરી આપવી પડે.
ધોલેરા સર ડેવલોપમેન્ટ ઓથોરિટી તરફથી ૨૬ નવેમ્બરથી ધોલેરાના ૨૦૦ જેટલા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવાયું છે કે ૧૫ દિવસમાં વેરીફિકેશન માટે અધિકારીઓ આવશે અને ત્યારબાદ તેમની જમીનો ટી.પી. એકટ હેઠળ લેવામાં આવશે. આ રીતે અન્ય તમામ ગામોના ખેડૂતોને પણ નોટિસો આપવાની શરૃ થવાની હતી જેથી આજે વચગાળાની રાહત માટે સિવિલ એપ્લીકેશન કરવામાં આવી હતી, જો કે હાઈકોર્ટનો મનાઈહુકમ આવી જતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

ભાલના ઘઉ, કપાસ, ચણા, જીરુ સહિતના પાક લેતી
ખેડૂતોની ફળદ્રુપ જમીનો લઈને સરકાર ઉદ્યોગો વિકસાવવા માંગે છે
સરકારે નર્મદાનું પાણી પણ બંધ કરી દીધું છે, જો આ પાણી મળે તો જમીનમાં સોનું પાકેઃ ખેડૂતો

અમદાવાદ, ગુરૃવાર
ધોલેરામાં સરકાર જે મહત્વાકાંક્ષી પ્રોજેકટનું સપનું જોઈ રહી છે તેમાં જે જમીનો લેવાની થાય છે તેમાંની ૮૦ ટકા જમીનમાં અત્યારે ખેતી થાય છે. આજની સુનાવણીમાં હાઈકોર્ટમાં આવેલા ખેડૂતોનું કહેવું હતું કે દેશભરમાં જાણીતા ભાલના ઘઉ ઉગાડતી જમીન લઈને સરકાર ઉદ્યોગો વિકસાવવા માંગે છે અને ખેડૂતોને બેઘર કરીને રસ્તે રઝડતા કરવા માંગે છે.
કોર્ટની કાર્યવાહી સાંભળવા આવેલા સાંગાસર ગામના ખેડૂત ઉત્સંગ રવજીભાઈનું કહેવું હતું કે 'અમારો વિસ્તાર નર્મદા કમાન્ડનો વિસ્તાર છે. અહીં નર્મદાનું પાણી આપવામાં આવતું નથી. જો આ પાણી આપવામાં આવે તો અહીં સોનું પાકે.' સોઢી ગામના અન્ય એક ખેડૂત કનુભાઈ ભીમાભાઈનું કહેવું હતું કે 'અમારી જમીનમાં બિન પિયત કપાસ છ ફુટ ઉંચા ઉભા છે. આ ઉપરાંત જુવાર, ચણા, જીરુ વગેરે થાય છે. અમારી આવો પાક આપતી જમીન આપી દેતા કેવી રીતે જીવ ચાલે.'  ખેડૂતોના મતે રાજય સરકારે કરેલી યોજનામાં ખેડૂતોને એવી રીતે ફસાવ્યા છે કે આખરી પરિણામ માટે ૩૦ વર્ષ સુધી રાહ જોવી પડ. એટલે કે આ યોજનાનો સંપૂર્ણ અમલ ૨૦૪૦ સુધીમાં થવાનો છે ત્યાં સુધી બાકીની ૫૦ ટકા જમીનનો હેતુફેર ખેડૂત કરી ના શકે. ખેડૂતને ૫૦ ટકા જમીન કયાંક ખરાબામાં આપે એટલે તેનો આખો પરિવાર અને રોજગાર બધુ જ વેર-વીખેર થઈ જાય. ખેડૂતની જમીન પણ જાય અને વિકાસના ફળ તો દૂરનું સ્વપ્ન જ રહે.

સરકાર સુનાવણી દરમ્યાન અચાનક સોગંદનામું રજૂ કરતાં હાઈકોર્ટ ગુસ્સે
આજે સવારે ૧૧ વાગ્યાથી સર એકટની બંધારણીય યોગ્યતાના મુદ્દે સુનાવણી શરૃ થઈ હતી જેમાં ટી.પી.ના કાયદાને સરના કાયદામાં સમાવવા માટે રાષ્ટ્રપતિની મંજુરી જરૃરી નથી તેવી રજૂઆત રાજય સરકાર તરફથી થઈ હતી અને આ માટે સુપ્રીમકોર્ટનો ચુકાદો ટાંકવા માટે સમય માંગવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે સવારના સેશનમાં જ કોર્ટે મનાઈહુકમ આપવાનું વલણ દાખવતા સરકાર તરફથી આજે જ સુનાવણી કરવાની વિનંતિ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને બપોરે અઢી વાગ્યાથી ફરીથી સુનાવણી હાથ ધરાઈ હતી. બપોરે સરકાર તરફથી અચાનક સોગંદનામું રજૂ કરી દેવાયું હતું કે આ બહુ મોટો પ્રોજેકટ છ અને કોર્ટની દરમ્યાનગીરીથી મોટી અસર થશે. પિટિશનરોને જવાબ આપવાનો પણ સમય આપ્યા વગર આશ્રર્યજનક રીતે અચાનક ચાલુ સુનાવણીએ સોગંદનામું રજૂ કરાતાં કોર્ટ ગુસ્સે ભરાઈ હતી અને કહ્યું હતું કે આ સોગંદનામું કરવા માટે આજના દિવસે બીજી વાર સુનાવણી હાથ ધરાઈ નહોતી. સોમવાર સુધી રાહ જોવાની સરકારની વિનંતિને પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને એડવોકેટ જનરલને જમીન સંપાદિત નહીં થાય તેવું નિવેદન આપવા જણાવ્યું હતું. જો કે તેઓ આવું નિવેદન કરી શકે તેમ નથી તેવું કોર્ટને જણાવતાં કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.

ટી.પી. એકટને સર એકટમાં સમાવતા પહેલા રાષ્ટ્રપતિની મંજુરી જરૃરી
ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-૧૯૭૬ જયારે અમલમાં આવ્યો ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હતુ અને આ કાયદો રાષ્ટ્રપતિની મંજુરીથી અમલમાં આવ્યો હતો. રાજય સરકારે આ કાયદાનો સરના કાયદામાં જમીન સંપાદન કરવા માટે સમાવેશ કરી દીધો છે. હાઈકોર્ટે આજે સરકારને જણાવ્યું હતું કે આવું કરવા માટે રાષ્ટ્રપતિની મંજુરી જરૃરી છે તે લેવામાં આવી નથી.

કયા ગામની કેટલા વીઘા જમીન સંપાદિત કરવાની છે?
ક્રમ
ગામનું નામ
વીઘા
૧
બાવળીયાળી
૫૦,૪૪૨
૨
ભડીયાદ
૭૪૦
૩
ભાણગઢ
૩૭,૭૫૮
૪
ભીમતળાવ
૧૩૮૦
૫
ધોલેરા
૧૩,૫૫૪
૬
ગોરાસુ
૨૫૨
૭
કાદીપુર
૪૯૭૩
૮
ખૂણ
૩૧૫૫
૯
મહાદેવપુરા
૪૪૧૨
૧૦
મીંગલપુરા
૬૭૧૪
૧૧
મૂંડી
૭૩૫
૧૨
ઓતારીયા
૮૪૨
૧૩
પોચી
૧૧૯૧
૧૪
રાહ તળાવ
૨૦,૨૧૨
૧૫
સાંઢીડા
૫૨૦૧
૧૬
ઝાંખી
૩૦૪૭
૧૭
આંબલી
૯૯૯૨
૧૮
ચેર
૮૩૫
૧૯
ગોગલા
૯૪૮
૨૦
હેબતપુર
૬૦૧૯
૨૧
સાંગાસર
૪૭૨૦
૨૨
સોઢી
૧૯૯૧
 
Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 10 December 2015

નાસા : ૧-૨ ડિસેમ્બરે ચેન્નાઇમાં પડેલા વરસાદે છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

નાસા : ૧-૨ ડિસેમ્બરે ચેન્નાઇમાં પડેલા વરસાદે છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું તારણ

નાસાએ કહ્યું 1901 પછી ક્યારેય આટલો વરસાદ નથી

છેલ્લા ૧૦૦ વર્ષમાં એક દિવસમાં ૧-૨ ડિસેમ્બર જેટલો વરસાદ પડયો નથી: ૨૪ કલાકમાં ચેન્નાઇમાં ૧૪ ઇંચ વરસાદ પડયો હતો
(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા. ૯
ચેન્નાઇમાં ૧-૨ ડિસેમ્બરે પડેલો વરસાદ છેલ્લા ૧૦૦ વર્ષો દરમિયાન એક દિવસમાં પડેલા વરસાદથી વધુ પડયો હતો તેમ નાસાએ જણાવ્યું છે. સ્પેસ એજન્સીએ ગઇકાલે એનિમેટેડ નકશો રજૂ કર્યો હતો જેમાં સેટેલાઇટને આધારે ૧ અને ૨ ડિસેમ્બરે દક્ષિણ  પૂર્વ ભારતમાં કેટલો વરસાદ પડયો તે દર્શાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ૨૪ કલાક દરમિયાન ચેન્નાઇમાં ૧૪ ઇંચ વરસાદ પડયો હતો. નાસાના અર્થ ઓબ્ઝરવેટરીના જણાવ્યા મુજબ ઇન્ટેગ્રેટેડ મલ્ટી સેટેલાઇટ રેટ્રિવેલ્સ ફોર જીપીએમ(આઇએમઇઆરજી) દ્વારા વરસાદના આંકડા જાણવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે તમિલાનાડુમાં પડેલા વરસાદને કારણે ૨૫૦ લોકોનાં મોત થયા હતાં અને લાખો લોકોને અસર થઇ હતી.
નાસાના ગોદદાર્ડ સ્પેસ ફલાઇટ સેન્ટરની જીપીએમ ટીમના વિજ્ઞાાની હલ પિર્સે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વના વિસ્તારમાં દક્ષિણપૂર્વ કાંઠેથી કુલ ૨૦ ઇંચ વરસાદ પડયો હતો. ભારતના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં વર્ષના કુલ વરસાદનો ૫૦ થી ૬૦ ટકા વરસાદ પડે છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 9 December 2015

પરમાણુ કચરામાંથી પૃથ્વીને ૭૨ વર્ષ ચાલી શકે એટલી ઊર્જા મળી શકે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પરમાણુ કચરામાંથી પૃથ્વીને ૭૨ વર્ષ ચાલી શકે એટલી ઊર્જા મળી શકે

પૃથ્વી પરથી ઊર્જાના સ્રોત ઘટી રહ્યા છે ત્યારે નવો વિકલ્પ

અમેરિકાની ૩૦ વર્ષીય યુવતી લેસ્લી ડેવાનનું સંશોધન હાલ પૃથ્વી પર ૮૦ હજાર ટન પરમાણુ કચરો પડયો છે!
અમદાવાદ, તા.૮
પૃથ્વી પરની ઊર્જા કટોકટી હવે કોઈનાથી અજાણી નથી. બીજી તરફ પરમાણુ ઊર્જા મેળવવી સૌ કોઈ માટે સરળ નથી. ત્રીજી તરફ પરમાણુ ઊર્જા મેળવ્યા પછી વધતો રેડિયો એક્ટિવ કચરો કઈ રીતે નાશ કરવો તેનો કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. એ વચ્ચે અમેરિકાની ૩૦ વર્ષિય યુવતી લેસ્લી ડેવાને પરમાણુ કચરામાંથી ઊર્જા મેળવવાનું મોડેલ તૈયાર કર્યુ છે. લેસ્લીની ગણતરી પ્રમાણે ન્યુક્લિયર વેસ્ટ દ્વારા આપણે ૭૨ વર્ષ ચાલી શકે એટલી એનર્જી પેદા કરી શકીએ એમ છીએ.
અત્યારે જગતના કેટલાક સમૃદ્ધ દેશો પરમાણુ દ્વારા વીજળી પેદા કરે છે. પરંતુ એ રીતે પેદા થતી વીજળી કુલ વીજળીના ૧૧ ટકાથી વધારે નથી. વળી પરમાણુ ઊર્જા પેદા કરવામા રેડિયો એક્ટિવ લીકેજ અને જાપાનમા થયો હતો એવો અકસ્માત થવાનો ભય તો રહે જ છે. પરમાણુ ઊર્જાનો બીજો મોટો પ્રોબ્લેમ તેની ઓછી એવરેજ છે. પરમાણુ રિએક્ટરો જેટલુ યુરેનિયમ વાપરે તેમાંથી વધુમા વધુ ૫ ટકા યુરેનિયમને જ ઊર્જામા ફેરવી શકે છે. એટલે કે બાકીનું ૯૫ ટકા યુરેનિયમ બાતલ જાય. એ યુરેનિયમ પરમાણુ વેસ્ટ તરીકે ઓળખાય છે અને હજુ સુધી તેનો સંગ્રહ કરવાની કોઈ અકસીર રીત શોધી શકાઈ નથી.
એ વેસ્ટમાથી ઊર્જા મેળવવામાં સફળ થયા પછી લેસ્લીના પ્રોજેક્ટમા જગતની ઘણી મોટી કંપનીઓને રસ પડયો છે. મેસેચ્યુશેટ ઈન્સિસ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમા પરમાણુ ઊર્જા પર પીએચડી કરી ચૂકેલી લેસ્લીએ આ શોધ અજાણતા કરી હતી.
અત્યારે પૃથ્વી પર વિવિધ દેશોનો મળીને અંદાજે ૮૦ હજાર ટન ન્યુક્લિયર વેસ્ટ પડયો છે. અને દર વર્ષે તેમાં ૨ હજાર ટનનો વધારો થતો જાય છે. તેનો ઉપયોગ જો ઊર્જા પેદા કરવામા થાય તો પરમાણુ ઊર્જા કરતા ૭૫ ગણી વધારે વીજળી મળી શકે એમ છે. અલબત્ત, એ માટે અંદાજે ૬ અબજ ડોલર જેવા ફંડની જરૃર પડે એમ છે. લેસ્લી હાલ એ કામગીરી કરવામા પડી છે. અત્યારે આખા જગતમા સાડા ચારસો જેટલા પરમાણુ પ્લાન્ટ કાર્યરત છે. એ બધા પ્લાન્ટ પર રેડિયો એક્ટિવ વિકિરણો લીક થવાનો ભય રહેલો છે. સામે પક્ષે લેસ્લીના પ્લાન્ટમાં લીક થવાનો કોઈ ચાન્સ નથી.
લેસ્લીને તેના આ સંશોધન બદલ ટાઈમ મેગેઝિન, નેશનલ જ્યોગ્રાફિક સહિતની સંસ્થાઓએ યંગ અચવિર્સ ગણાવી તેનું સન્માન કર્યુ છે. બીજી તરફ લેસ્લી અને તેના સાથીદાર માર્ક મેસલ પરમાણુ કચરા દ્વારા ઊર્જા પેદા કરવાના પ્રોજેક્ટને ફળિભૂત કરવાના કામમા લાગી ગયા છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 8 December 2015

માનવ વસતિમાં ૩૦ થી ૧૦૦ કિ.મી. સુધી દરિયાનાં પાણી ઘૂસ્યાં છે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

માનવ વસતિમાં ૩૦ થી ૧૦૦ કિ.મી. સુધી દરિયાનાં પાણી ઘૂસ્યાં છે

ગુજરાતમાં ગ્લોબલ વોર્મિગની અસરને કારણે

ગુજરાતમાં ૭૩૨ કિમી જેટલો દરિયાકિનારા વિસ્તાર ભયજનક ઃ જામનગર દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, અમરેલીના દરિયાકાંઠાનાં ગામો ઉજ્જડ બન્યાં
અમદાવાદ,સોમવાર
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું ૬ હજારની વસ્તી ધરાવતા માણેકપુર અને ખત્રીવાડા ગામમાં દરિયાના પાણીના ડરથી ૫૦ ટકા વસ્તી ગામ છોડી દિધુ છે.યુએનના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિગને કારણે ૧૯૦૧ થી ૨૦૦૧ સુધી એક સદીના સમયગાળામાં દરિયાની સપાટી એક મીટર વધી છે. જેની અસર ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં પણ વર્તાઇ છે.

ગુજરાતના ૧૬૦૦ કિ.મી દરિયા કિનારાની હલચલ વિશે ચેન્નાઇની ઇન્સ્ટિટયૂટ  ઓફ ઓશન મેનેજમેન્ટ અને ભારત સરકારના પર્યાવરણ વિભાગના સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતના ૭૩૨ કિ.મીના દરિયા કિનારા વિસ્તારમાં દરિયાના પાણી ગામ તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતના કચ્છ,જામનગર અને ભરૃચમાં ભયજનક રીતે દરિયો માનવવસ્તી તરફ આગળ વધી રહ્યો છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન મેનેજમેન્ટ રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં દરિયો ઓછા-વત્તા પ્રમાણમાં આગળ વધી રહ્યો છે,જયારે જામનગર,અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરમાં સૌથી વધારે નુકસાન થયું છે. જામનગર અને દ્વારકામાં કુલ ૯૦ કિ.મી સુધી દરિયો આગળ વધ્યો છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં ૧૦૦ કિ.મી, ભાવનગરમાં ૬૦ કિ.મી અને અમરેલીમાં ૩૦ કિ.મીનો કિનારોમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયાની આ સ્થિતિને કારણે ગામ ખાલી થવા લાગ્યા છે.
જામસર ગામમાં ૭૦૦ની વસ્તીના સ્થાને માત્ર ૧૦૦ લોકો જ રહ્યા છે.જામસરમાં દરિયાના પાણીને અટકાવવા માટે અંગ્રેજોના જમાનામાં પાળો બાંધવામાં આવ્યો હતો જે દરિયાના મોજાને લીધે તૂટી ગયો છે જેના કારણે પાણી ગામ સુધી પહાંેચી ગયા છે. અહીં ૧૫ જેટલા ગામમાં દરિયાના પાણી આવી જવાથી ઉજ્જડ બન્યા છે. બીજી તરફ ઔધોગિકરણના લીધે પણ દરિયા કિનારાના ગામને મોટું નુકસાન પહોચી રહ્યું છે. કચ્છના ઉઘોગોના કારણે દરિયા કિનારા ઉપર સિમેન્ટની દિવાલો બની ગઇ છે જેના લીધે દરિયાના મોજા રોકાઇને પાછા ફરતા મોજા સામેના કિનારે આવેલા જોડીયા તાલુકાના ગામડાઓમાં ખુલ્લા કિનારામાં ઘૂસી જાય છે.

ગુજરાતમાં જિલ્લાવાર આગળ વધેલો દરિયો
જિલ્લાનું નામ
વધારે
મધ્યમ
ઓછી
-
-
-
(માપ કિ.મી.માં)
કચ્છ
૬૨.૩
૧૧૫.૬
૧૩૨.૭
જામનગર
૧૨.૯
૧૩.૫
૬૫.૫
ભરૃચ
૬.૨
૨૧.૦
૨૭.૫
વલસાડ
૩.૧
---
૪૦.૯
જૂનાગઢ
----
---
૧૦૦.૩
ગીર સોમનાથ
 -----
----
-----
ભાવનગર
-----
૫.૨
૫૯.૫
અમરેલી
-----
૫.૨
૩૦
અમદાવાદ
-----
૨.૮
૧૧.૩
ખેડા
-----
----
૯.૮
સુરત
......
૬.૯
૧૧.૨
 
Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 7 December 2015

અમદાવાદ સહિત કચ્છ-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અમદાવાદ સહિત કચ્છ-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા

નલિયા૧૧.૮ સાથે સૌથી ઠંડુંગાર ઃ અમદાવાદમાં ૧૫.૭ ડિગ્રી ઠંડી નોંધાઇ

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં શિયાળો ધીરે ધીરે પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યો છે. નલિયા ૧૧.૮ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુંગાર બની રહ્યું હતું. નલિયા ઉપરાંત ગાંધીનગર, ડીસા, વલસાડ, અમરેલીમાં પણ ઠંડીનો પારો ૧૫ ડિગ્રીથી નીચે ગયો હતો. અમદાવાદમાં ૧૫.૭ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી મંગળ-બુધવાર દરમિયાન કચ્છ-પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આગામી મંગળ-બુધવારને બાદ કરતા  ગુજરાતમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે-મોડી રાત્રે તાપામાનનો પારો ગગડી જાય છે પરંતુ બપોરના સમયે આંશિક ગરમીનો અહેસાસ થતો હોય છે. જોકે, ૧૫ ડિસેમ્બર બાદ શિયાળાની સિઝન 'ચોથા ગીયર'માં આવી જશે તેમ હવામાનશાસ્ત્રીઓનું માનવું છે. રાજકોટ. સુરત, વડોદરા, અમરેલી, પોરબંદરમાં ગરમીનો પારો ૩૪થી ૩૫ ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જોકે, ૧૫ ડિસેમ્બર બાદ સરેરાશ મહત્તમ તાપમાન પણ ૩૦ ડિગ્રીથી નીચે જશે.
અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાન ૧૪થી ૧૬ ડિગ્રી જ્યારે સરેરાશ મહતમ તાપમાન ૩૩થી ૩૪ ડિગ્રી વચ્ચે નોંધાઇ શકે છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી ?
શહેર
સરેરાશ લઘુતમ તાપમાન
નલિયા
૧૧.૮
વલસાડ
૧૩.૧
ગાંધીનગર
૧૪.૦
ડીસા
૧૪.૦
અમરેલી
૧૪.૧
ભુજ
૧૫.૨
પોરબંદર
૧૫.૫
અમદાવાદ
૧૫.૭
સુરેન્દ્રનગર
૧૫.૮
વડોદરા
૧૬.૨
રાજકોટ
૧૬.૫
ભાવનગર
૧૭.૨
સુરત
૧૯.૦
 
Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 5 December 2015

ચૂંટણીમાં સફળતાથી પાટીદારો ફરીથી આંદોલન આગળ ચલાવશે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ચૂંટણીમાં સફળતાથી પાટીદારો ફરીથી આંદોલન આગળ ચલાવશે

પાટીદાર આંદોલનકારીઓની મિટિંગમાં જે મુદ્દાને સમાજ તરફથી ટેકો મળ્યો અને ચૂંટણીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં સફળતા મળી તે મુદ્દાને લઇને જ એક મહિનામાં ફરીથી અનામતની માગણી સાથે આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તે માટે હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ અને લાલજીભાઇ પટેલના સરદાર પટેલ ગ્રૂપના મળીને કુલ ૨૨ સભ્યોની કોર કમિટી બનાવવામાં આવશે. જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આગળ ચલાવવાની રણનીતિ ઘડશે. પાટીદાર અગ્રણીઓ સાબરમતી જેલમાં રહેલા નિલેશ એરવાડિયા અને દિનેશ બાંભણિયાને મળ્યા હતા. તેમણે પંચાયતોમાં ભાજપના પરાજયથી ખુશી વ્યક્ત કરી હતી.

લાલજીભાઇ પટેલ, અલકેશ પટેલ, વરૂણ પટેલ વિગેરે અગ્રણીઓની એક િમટિંગ શહેરમાં યોજાઇ હતી. જેમાં બીજા તબક્કાનું આંદોલન શરૂ કરીને અનામત માગવાની મૂળ વિચારધારાને સફળતા મળી હોવાથી તેને જ આગળ લઇ જવાનું નક્કી કરાયું હતું. જે સ્થળે પાટીદારો વધુ ભેગા થતા હતા ત્યાં ફરીથી મિટિંગનો દોર ચલાવી જાગૃતિ અભિયાન હાથ ધરવાનું પણ નક્કી કરાયું હતું. અત્યાર સુધી પાસ અને એસપીજીના કાર્યકરો અલગ અલગ રીતે કામ કરતા હતા તેથી તાકાત વહેંચાઇ જતી હતી તેના બદલે ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે ચૂંટણી પરિણામોમાં પાટીદાર સમાજે એકતા દર્શાવી તેવી એકતા હવે સંગઠનોમાં દર્શાવવા પણ સહમતી સધાઇ હતી.

પાસના કન્વીનરો અને એસપીજીના અગ્રણીઓની એ વાત સાથે પણ સંમત થયા હતા કે, હવેનું આંદોલન વર્ગ વિગ્રહ ભણી ન જાય કે પોલીસ સાથે ઘર્ષણમાં ન ફેરવાઇ જાય તે રીતે જ ચલાવાશે. આંદોલન ધીમે ધીમે ચાલતું હોય તો પણ ગાંધી ચિંધ્યા માર્ગેથી ચલિત નહીં થવાય. તે સાથે જેલમાં રહેલા મુખ્ય આંદોલનકારીઓ અને અન્ય ૨૦૦ જેટલા યુવાનોને પણ કાયદાકીય લડત આપીને જામીન અપાવીને બહાર લાવવાના કામને પ્રાથમિકતા અપાશે.

ભાજપને ફટકો પડ્યાનું જાણી જેલમાં સારી ઊંઘ આવી

એલ.ડી. પટેલ સહિતના અગ્રણીઓ અને આંદોલનકારીઓના કુટુંબીજનો જેલમાં નિલેશ એરવાડિયા અને દિનેશ બાંભણિયાને મળ્યા હતા. તેમણે પંચાયતોમાં ભાજપને પાઠ ભણાવવા બદલ પાટીદાર સમાજને અભિનંદન પાઠવ્યા હતા. જેલમાં રહીને ઘણા સમયે સારા સમાચાર મળ્યા તેવી પ્રતિક્રિયા વ્યકત કરી હતી. એક અગ્રણીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને ભાજપને પડેલા પ્રથમ ફટકા માટે પાટીદાર આંદોલન કારણભૂત છે તેવા સમાચાર જેલમાં સાંભળીને ઘણા વખતે તેમને સારી ઊંંઘ આવી હતી અને ખુશી પણ વ્યક્ત કરી હતી.

Source :-http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/50048921.cms