સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 25 September 2017

પાટણની ઘટના અંગે હાર્દિક પટેલ સહિતના આગેવાનો સામેની ફરીયાદ હાઈકોર્ટે રદ કરી - મંદી હજુય જારી : વધુ ૧૪૪ પોઇન્ટનો સેંસેક્સમાં ઘટાડો - તોતિંગ ટેકસના લીધે પેટ્રોલ-ડીઝલ ભડકે બળે છે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 
પાટણની ઘટના અંગે હાર્દિક પટેલ સહિતના આગેવાનો સામેની ફરીયાદ હાઈકોર્ટે રદ કરી

   પાટણ, તા. ૨૫ :. પાટણ શહેરમાં તા. ૨૬-૮-૨૦૧૭ના રોજ યોજાયેલા પાટીદાર સમાજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમના દિવસે શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પાસેની નવજીવન હોટલ પાસે પાટીદાર આગેવાનો હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા તથા મહેશ પટેલ સહિતના કાર્યકરો વચ્ેચની મારામારી અથડામણના ચર્ચાસ્પદ કેસનો વધુ એક આરોપી સુનિલ ધીરૂભાઈ ખોખરીયા રહે. રાજકોટવાળાની પાટણ પોલીસે રાજકોટથી ધરપકડ કરી તેને ગઈકાલે પાટણ ખાતે લવાયો હતો ને આજે પાટણ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેને પાટણના મેજીસ્ટ્રેટ વી.કે. સોલંકીની કોર્ટમાં રજુ કર્યો હતો.
   પોલીસે રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસના આરોપીના વકીલ આર.ડી. દેસાઈએ રજુઆત કરી હતી.દરમ્યાન આ કેસના આરોપીના વકીલ આર.ડી. દેસાઈએ જણાવ્યુ હતું કે ઉપરોકત તા. ૨૬-૮-૧૭ની પાટણની ઘટના અંગે 'પાસ' આગેવાનો સામે પાટણના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯/૨૦૧૭થી નોંધાયેલી એફઆઈઆર (ફરીયાદ) રદ કરવા માટે આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ (એફઆઈઆર) રદ કરવા માટે કરેલી કવોશિંગ એપ્લીકેશન (ક્રિમીનલ મીસ એપ્લીકેશન) નં. ૨૩૨૮૨/ ૧૭ની સુનાવણી કરી હાઈકોર્ટે આ ફરીયાદ રદ કરવાનો આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું

Source :-http://www.akilanews.com/25092017/gujarat-news/1506320951-63838

મંદી હજુય જારી : વધુ ૧૪૪ પોઇન્ટનો સેંસેક્સમાં ઘટાડો
અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા માટે સરકાર સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરી શકે : વિદેશી રોકાણકારો વેચવાલીના મુડમાં
   મુંબઇ,તા. ૨૫: શેરબજારમાં આજે સતત બીજા કારોબારી સેશનમાં મંદી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સમાં ૧૪૪ પોઇન્ટનો વધુ ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૩૧૭૭૫ની સપાટી પર પહોંચી ગઇ હતી. જ્યારે નિફ્ટી ૪૩ પોઇન્ટ ઘટીને ૯૯૨૨ની સપાટી પર રહ્યો હતો. વિદેશી રોકાણકારો હાલમાં વેચવાલીના મુડમાં દેખાઇ રહ્યા છે શેરબજારમાં શુક્રવારે તીવ્ર કડાકો બોલી ગયો હતો. સતત ચોથા કારોબારી સેશનમાં મંદીનું મોજુ ફરી વળતા  બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક ટકાથી પણ વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જુદા જુદા નકારાત્મક પરિબળોના લીધે મોટો કડાકો બોલી ગયો હતો. આર્થિક મંદીને રોકવા માટે સરકાર સ્ટીમ્યુલસ પેકેજ લાવી શકે છે તેવા સમાચાર વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યું છે. આના કારણે ફિસ્કલ ડેફિસિટ ઉપર નકારાત્મક અસર થઇ શકે છે. શુક્રવારે કારોબારના અંતે સેંસેક્સ ૪૪૭ પોઇન્ટ ઘટીને ૩૧૯૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૫૭ પોઇન્ટ ઘટીને ૯૯૬૪ની નીચી સપાટીએ રહ્યો હતો.  જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં પણ પ્રવાહી સ્થિતિ રહી શકે છે. સરકાર ફિસ્કલ ડેફિસિટને લઇને પણ ગણતરી કરી રહી છે. સરકાર ૪૦૦૦૦-૫૦૦૦૦ કરોડ સુધીની રેંજમાં સ્ટીમ્યુલસ પેકેજ લાવી શકે છે.પ્રશાંત મહાસાગરમાં હાઈડ્રોજન બોંબનું પરીક્ષણ કરી શકે તેવી ઉત્તર કોરિયાએ વાત કર્યા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શાબ્દિક યુદ્ધ વધી રહ્યું છે જેથી પણ બજારમાં ચિંતા પ્રવર્તી રહી છે. કોરિયન કટોકટીને લઇને વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં દહેશત ફેલાયેલી છે અને ચિંતા દિન પ્રતિદિન વધી રહી છે. એફઆઈઆઈ દ્વારા વેચવાલીનું મોજુ રાખવામાં આવ્યું છે. આર્થિક મંદીને દૂર કરવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો સરકાર યોજના સાથે આગળ વધશે તો ફિસ્કલ ડેફિસિટ ઉપર તેની અસર શું થશે તેને લઇને પણ કારોબારીઓ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. આ તમામ પરિબળોના લીધે બજારમાં આજે મોટો કડાકો બોલી ગયો હતો.શેરબજારમાં ઉદાસીનતા માટે કેટલાક કારણો જવાબદાર દેખાઇ રહ્યા છે. અપેક્ષા મુજબ જ ફેડે કહ્યુ છે કે તે ઓક્ટોબર મહિનામાં વ્યાજદરમાં સુધારા કરી શકે છે.આગામી દિવસોમાં જે પરિબળોને લઇને માર્કેટની દિશા હવે નક્કી થનાર છે તેમાં યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી સમીક્ષા, આઈપીઓને લઇને તેજી, અનેક ટેકનિકલ પરિબળો, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉથલપાથલ અને ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલોના સતત પરીક્ષણોને લઇને ચિંતાના માહોલનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળો વચ્ચે શેરબજારમાં હાલ સાવધાનીપૂર્વકનું વલણ કારોબારીઓ અપનાવે તેવી શક્યતા છે. રોકાણકારો હાલમાં ચિંતાતુર દેખાઇ રહ્યા છે. કારણ કે સ્થિતી જટિલ સ્થાનિક અને વૈશ્વિક મોરચે બનેલી છે. અમેરિકા અને ઉત્તર કોરિયા પોત પાતાના વલણ પર મક્કમ રીતે આગળ વધી રહ્યા છે જેના કારણે તકલીફ ઉભી થઇ શકે ચે. સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા ૫૪૯૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સવારના કારોબારમાં આજે બીએસઇ મિડકેપ અને સ્મોલ ઇન્ડેક્સમાં ૦.૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો.આજે દિવસ દરમિયાન ઉતારચઢાવની સ્થિતી જોવા મળી શકે છે. કારોબારી મોટા જોખમ લેવા માટે હાલમાં તૈયાર દેખાઇ રહ્યા નથી. 

Source :-http://www.akilanews.com/25092017/main-news/1506324064-114791

તોતિંગ ટેકસના લીધે પેટ્રોલ-ડીઝલ ભડકે બળે છે
ક્રૂડના ભાવઘટાડાનો લાભ લોકોને મળતો નથીઃ રાજ્ય સરકારોએ ટેકસ ઓછો કરવો જોઇએઃ મે-૨૦૧૪માં ક્રૂડ પ્રતિ બેરલ ૧૦૭ USD હતું અને હવે તેનાથી અડધો ભાવ થયો છે પણ ગ્રાહકોને તેનો સીધો લાભ મળતો નથી
તોતિંગ ટેકસના લીધે પેટ્રોલ-ડીઝલ ભડકે બળે છે
   મુંબઇ તા. ૨૫ : પેટ્રોલના એક લીટરના ભાવ જયારે રૂ. ૬૦ જેટલા હતા, ત્યારે આજની સત્તાધારી પાર્ટી બીજેપીના નેતાઓ રસ્તા જામ કરી દેતા હતા અને આંદોલનો કરીને સરકારને ભાવવધારો પાછો લેવા દબાણ કરતી હતી. હવે તેમના શાસનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ થયા છે ત્યારે તેમના પેટનું પાણી હાલતું નથી.
   પેટ્રોલ અને ડીઝલના દામ આમ આદમીને સખત ખૂંચી રહ્યા છે તેવા સમયે એસોચેમએ એક અભ્યાસમાં જણાવ્યું છે કે, પેટોલ-ડીઝલનો ભાવવધારો બજાર પ્રેરિત નથી, તે સરકાર પ્રેરિત છે. સરકાર દ્વારા લેવાતો ટેકસ હાલના ભાવવધારા માટે જવાબદાર છે. મે-૨૦૧૪માં ક્રૂડ પ્રતિ બેરલ ૧૦૭ USD હતું અને હવે તેનાથી અડધો ભાવ થયો છે પણ ગ્રાહકોને તેનો સીધો લાભ મળતો નથી.
   એસોચેમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યકિત હાલમાં ક્રૂડના ભાવમાં ૧૮% જેટલો થયેલો વધારો ધ્યાનમાં નહિ લે. કેમ કે તે તો વર્ષ ૨૦૧૪માં જયારે ક્રૂડમાં ભાવ ૧૦૭ USD હતો ત્યારની સાથે જ હાલના ભાવની તુલના કરશે. જયારે ક્રૂડ ૧૦૭USD હતું ત્યારે પેટ્રોલના ભાવ રૂ. ૭૧ હતાં અને હવે ૫૪ USD છે ત્યારે પણ ભાવ રૂ. ૭૧થી ૭૨ જેટલો છે. ગ્રાહક તો સીધો એ જ સવાલ કરશે કે ક્રૂડના ભાવ અડધા થયા છે તો પેટ્રોલ ૪૦ રૂ. લીટર કેમ મળતું નથી? વધુમાં એસોચેમે એમ પણ જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા એકસાઈઝ અને વેટ સહિતના ટેકસના લીધે ભાવમાં સુધારો કરવાની તકોના માર્ગમાં બાધા ઊભી થઇ જાય છે. એસોચેમના જનરલ સેક્રેટરી ડી.એસ. રાવતે કહ્યું છે કે, સરકાર સુધારા ના કરી શકે તો તેનો ભોગ ગ્રાહકો બનવા ના જોઈએ. સરકારને ક્રૂડના ઓછા ભાવ ચુકવવા પડે છે ત્યારે તેઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ એ જ રીતે ઘટાડો થવો જોઈએ.(૨૧.૧૧)
   પેટ્રોલના ૩૯%, ડીઝલના ૩૫% ઓછા ભાવ ચુકવતી સરકાર લોકોને લાભ આપતી નથીઃ બજાજ
   ઊર્જા અને નિયમન ક્ષેત્રના નિષ્ણાત કે.કે. બજાજે એક અભ્યાસ કરીને જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં ક્રૂડના ભાવ તળિયે આવ્યા છે પણ કોંગ્રેસના સમયે પેટ્રોલ-ડીઝલ જે ભાવે મળતા તેવી તેજી જ જોવા મળી રહી છે. તેની પાછળ સરકારે વધારેલો ટેકસનો દર અને ડીલર્સના કમિશન છે. ભાજપ સરકારે છેલ્લા ત્રણ વર્ષોમાં પેટ્રોલ પરની ડ્યુટી અને ટેકસમાં ૭૦%નો વધારો કર્યો છે, જયારે કે ડીઝલમાં ૧૪૦%નો વધારો ઝીંકયો છે. તેવી જ રીતે પેટ્રોલ પરનું ડીલર્સનું કમિશન ૪૯.૯% અને ડીઝલનું કમિશન ૧૭૪% જેટલું વધ્યું છે. એટલું જ નહિ ત્રણ વર્ષ પેહલા પેટ્રોલનો બેસિક ભાવ રૂ. ૪૭.૧૨ હતો જે અત્યારે લીટરે ૧૯ રૂ જેટલો ઓછો થઇને ૨૮.૪૧ રૂ. થયો છે. એવી જ રીતે રૂ ૪૪.૯૮ના ભાવનું ડીઝલ અત્યારે રૂ. ૧૬.૧૪ ઘટીને ૨૮.૮૪ જ રહી ગયું છે. સરકાર હાલ કોંગ્રેસની સરકાર કરતા પેટ્રોલના ૩૯% અને ડીઝલના ૩૫% ઓછા ભાવ ચુકવે છે પણ ગ્રાહકને તેનો કોઈ લાભ આપતી નથી.

Source :-http://www.akilanews.com/25092017/main-news/1506320356-114787

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER  

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 20 September 2017

અર્થતંત્રની માંદગીથી સરકાર ચિંતાતુરઃ પ્રોત્સાહન પેકેજ આવશે ! - GSTએ પથારી ફેરવીઃ બજારોમાં નવરાત્રી-દિવાળી પુર્વેની રોનક ગાયબ

Gujarat Patel Group

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-

If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 

અર્થતંત્રની માંદગીથી સરકાર ચિંતાતુરઃ પ્રોત્સાહન પેકેજ આવશે !

અર્થતંત્ર દોડતુ નહિ થાય અને મોંઘવારી કાબુમાં નહી આવે તો માત્ર આર્થિક મોરચે જ નહી પરંતુ રાજકીય મોરચે પણ સરકારને નુકસાન થવાની ભીતિઃ મેન્યુફેકચરીંગ, પાવર, રોજગારવાળા સેકટરોને પ્રોત્સાહન પેકેજ મળે તેવી શકયતાઃ ગઇકાલે જેટલીના અધ્યક્ષપદ હેઠળ યોજાય ઉચ્ચકક્ષાની બેઠક
   નવી દિલ્હી તા.ર૦ : દેશના અર્થતંત્રને ટાઢીયો તાવ આવી જતા સરકાર ચિંતિત બની છે. સરકારને લાગે છે કે અર્થતંત્રના ગ્રોથને જો વધારવામાં નહી આવે અને મોંઘવારીને કાબુમાં નહી લેવામાં આવે તો તેને આર્થિક મોરચાની સાથે-સાથે રાજકીય મોરચે પણ નુકસાન થઇ શકે છે. આ જ કારણે ગઇકાલે નાણામંત્રી અરૂણ જેટલીના વડપણમાં યોજાયેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં અર્થતંત્રને દોડતુ કરવાના મામલે મંથન કરવામાં આવ્યુ હતુ.
   સુત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં એ સવાલોના જવાબ શોધવાની કવાયત થઇ કે શું નોટબંધીની અસર અર્થતંત્ર ઉપર પડી છે ? જીએસટીની ઇકોનોમી અને માર્કેટ ઉપર કેટલી અસર થઇ છે ? શું જીએસટીએ મોંઘવારી વધારી છે? સુત્રોના જણાવ્યા પ્રમાણે જેટલીએ કહ્યુ છે કે અર્થતંત્રને મજબુત કરવા માટે પોઝીટીવ આઇડિયા અને નક્કર પગલાની જરૂર છે. આ માટે તમામ મંત્રાલયોએ સાથે કામ કરવાની જરૂર છે. બેઠકમાં મેન્યુફેકચરીંગ, પાવર, રોજગારવાળા સેકટરોને પ્રોત્સાહન પેકેજ આપવા પણ વિચાર કરવામાં આવી હતી. આ બેઠકમાં જેટલી ઉપરાંત વાણીજય મંત્રી, રેલ્વે મંત્રી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ વગેરે હાજર રહ્યા હતા. પહેલા આ બેઠકમાં વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના હતા.
   તાજેતરના સમયમાં આર્થિક વૃધ્ધિનો દર ઘટી ગયો છે. ફેકટરીઓમાં સુસ્તી જોવા મળી રહી છે. કોર સેકટરને બિમારી લાગી ગઇ છે. મોંઘવારીનો દર ઉંચે પહોંચી ગયો છે. કરંટ એકાઉન્ટની ખાધ વધી છે. આયાત ઘટી નિકાસ વધી છે એટલુ જ નોકરી પણ વધી નથી. આ બેઠકમાં આ બધા પાસાઓ ઉપર વિચાર કરવામાં આવ્યો હતો. પગલાની પણ ચર્ચા થઇ હતી. પ્રોત્સાહન પેકેજ આપવા વિચારણા કરવામાં આવી હતી.
   સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા, રોજગારીની નવી તકો ઉભી કરવા અને વ્યાપાર ખાધ ઘટાડવા માટે લઘુ અને મધ્યમગાળા એમ બંને પ્રકારના ઉપાય ઉપર વિચાર કરી રહી છે. સરકારે પ્રોત્સાહન પેકેજની જે વિચારણા કરી છે તે બજેટ પહેલા જ આવે તેવી શકયતા છે. (૩-૪)
   સરકાર માટે કઇ બાબત ચિંતાની ?
   * આર્થિક વૃધ્ધિ દર ૭.૯ ટકાથી ઘટી પ.૭ ટકા થઇ ગયો.
   * રિટેલ મોંઘવારીનો દર ર.૩૬ ટકા હતો તે વધીને ૩.૩૬ ટકા થઇ ગયો.
   * ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ ૬.પ ટકાથી ઘટીને ૧.૭ ટકા થઇ ગયો.
   * માર્કેટમાં ડિમાન્ડ નથી.
   * કોર સેકટરનો ગ્રોથ ર.૪ ટકા થઇ ગયો છે.
   * કરંટ એકાઉન્ટની ખાધ જીડીપીના ર.૪ ટકા થઇ ગઇ
   * આયાત ઘટી, નિકાસ વધી.
   * નવી રોજગારીની તકો ઉભી થતી નથી.

Source :-http://www.akilanews.com/20092017/main-news/1505882138-114478

GSTએ પથારી ફેરવીઃ બજારોમાં નવરાત્રી-દિવાળી પુર્વેની રોનક ગાયબ

પહેલા નોટબંધીએ ફટકો પહોંચાડયો હવે જીએસટી ઉંઘહરામ કરી રહ્યુ છેઃ વેપારીઓ જીએસટીની કડાકુટમાંથી બહાર આવતા નથી તો મોંઘવારીને કારણે ગ્રાહકો અદ્રશ્યઃ કપડા બજાર, સોનીબજાર, ફર્નીચર માર્કેટ, ઇલેકટ્રોનીક માર્કેટ, રિયલ એસ્ટેટ વગેરેમાં ચહલપહલ દેખાતી નથીઃ વેપારીઓના ટર્નઓવર ઘટી ગયાઃ જીએસટી સામે ભભૂકતો રોષ
નવી દિલ્હી તા.ર૦ : પહેલા નોટબંધી અને પછી જીએસટી બંનેના મારથી સૌથી વધુ માઠી અસર નાના વેપારીઓ પર પડ છે. નોટબંધીથી માંડ બહાર નીકળ્યા ત્યાં જીએસટીએ વેપારીઓને દોડતા કરી દીધા છે. છેલ્લુ એક વર્ષ માત્ર કાગળો જ જમા કરાવવામાં ચાલ્યુ ગયુ. વેપાર કઇ થયો નથી ઉપરથી જીએસટી ભરવાની મજબુરી, આ બધાને કારણે ઇદ અને રક્ષાબંધનના તહેવારો નબળા ગયા બાદ હવે દિવાળી પણ વેપારીઓ માટે ફિક્કી રહે તેવી શકયતા છે. દિવાળીને હવે એક જ મહિનો બાકી છે છતાં બજારમાં રોનક દેખાતી નથી. જીએસટી રીટર્ન દાખલ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એટલુ જ નહી બજારમાં ગ્રાહકો પણ ખરીદી માટે નહી આવતા હોવાથી તમામ સેકટરમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
   વેપારીઓનું કહેવુ છે કે વેપાર ધંધા કરવાના બદલે અત્યારે અમારો સમય જીએસટી રીટર્ન ભરવામાં પસાર થાય છે. એક મહિનામાં ત્રણ-ત્રણ ફોર્મ, જીએસટી-આર-૧, ર અને ૩ જમા કરાવવા પડે છે. માત્ર વેપારીઓ જ નહી પણ કરવેરાના સલાહકારો અને સીએ રિટર્ન ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓનુ કહેવુ છે કે જીએસટી કાઉન્સીલે તેને સરળ બનાવવાની દિશામાં તત્કાલ પગલા લેવા જોઇએ. કોન્ફેડ્રેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનું કહેવુ છે કે, જીએસટી અમલના ૭પ દિવસ વેપારીઓ માટે મુશ્કેલીભર્યા રહ્યા છે જો સ્થિતિ નહી સુધરે તો આંદોલન પણ કરવુ પડશે. જીએસટી પોર્ટલ પર મુશ્કેલીઓ આવી રહી છે જેને કારણે સરકાર રિટર્ન ભરવાની તારીખ આગળ વધારી રહી છે.
   છેલ્લા થોડા દિવસથી મોંઘવારી ફુંફાડા મારી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બેકાબુ વધારો થતા લોકોમાં રાડ બોલી ગઇ છે તો અન્ય જીવનજરૂરી ચીજોના ભાવો પણ આસમાને પહોંચી જતા લોકોમાં તહેવારો કઇ રીતે ઉજવવા તેની ચિંતા ઉભી થઇ છે. નવરાત્રી અને દિવાળી પહેલા જોવાતી રંગત બજારોમાંથી ગાયબ છે. લોકોનું કહેવુ છે કે મોંઘવારીના કારણે ઘરનું બજેટ ઘટાડવુ પડયુ છે. વેપારીઓ પણ ગ્રાહકો નહી ફરકતા પરેશાન છે. જીએસટી બાદ ચીજવસ્તુઓના ભાવ ઘટવાને બદલે વધવા લાગતા લોકોના માસિક બજેટ વેરવિખેર થઇ ગયા છે.
   કપડા બજાર, સોનીબજાર, ફર્નીચર માર્કેટ, ઇલેકટ્રોનીક માર્કેટ, રિયલ એસ્ટેટ વગેરે બજારો સુમસામ ભાસી રહી છે. દિવાળી પુર્વેની ખરીદી કયાંય પણ જોવા મળતી નથી. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ રિયલ એસ્ટેટમાં હોવાનુ જણાય છે. જમીન, મકાન અને ફલેટના સોદાઓ પહેલા કરતા સાવ પાંખી સંખ્યામાં થઇ રહ્યા છે. દિવાળીની મોસમ હોવા છતાં પણ રિયલ એસ્ટેટ બજાર ઠંડુ રહેતા બિલ્ડરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.
   દિવાળી અને નવરાત્રીના તહેવારો આવી રહ્યા હોવા છતાં પણ બજારોમાં ચમક નહી દેખાતા વેપારીઓ એવુ જણાવી રહ્યા છે આ વર્ષે દિવાળી બગડે નહી તો સારૂ. વેપારીઓ કહે છે કે, જીએસટીએ પથારી ફેરવી નાંખી છે. કયારેક ઇન્ટરનેટ ઠપ્પ થઇ જાય છે તો કયારેક સિસ્ટમ હેન્ગ થઇ જાય છે જેને કારણે અમારૂ સમગ્ર ધ્યાન માત્ર તેના ઉપર જ કેન્દ્રીત થઇ જાય છે અને વેપાર કરી શકતા નથી. વેપારીઓનુ કહેવુ છે કે દિવાળીમાં વેપાર અગાઉ જેવો નહી થાય. નાના વેપારીઓએ જીએસટીનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યુ તેઓ ખરીદીથી બચી રહ્યા છે વળી જીએસટીને કારણે તમામ પ્રોડકટના ભાવ ૧૦ થી ૩૦ ટકા વધી જતા વેપાર ઉપર પણ અસર પડશે. (૩-૩)

Source :-http://www.akilanews.com/20092017/main-news/1505882157-114479

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 15 September 2017

બ્લૂ વ્હેલ ગેમ સમાજ માટે ખતરો છે આપણા સંતાનો શું રમે છે તેનું ધ્યાન આપણે જ રખવુ પડે. Gujarat Patel Group સમાજ દરેક વાલી ને વીનંતી કરે છે દરેક વાલી મહીનામા 1 વાર સંતાનોના મોબાઇલ ચેક કરે ગેમ કે એપ હાઈડ પણ નથી કરી તે પણ ઘ્યાન રાખે.Blue Whale (game) List of tasks નીચે છે

Gujarat Patel Group

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-

If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Note :-  બ્લૂ વ્હેલ ગેમ સમાજ માટે ખતરો છે આપણા સંતાનો શું રમે છે તેનું ધ્યાન આપણે જ રખવુ પડે.
ગયત્રી સોલ્યુશન ગ્ર્રપ સમાજ દરેક વાલી ને વીનંતી કરે છે દરેક વાલી મહીનામા 1 વાર સંતાનોના મોબાઇલ ચેક કરે ગેમ કે એપ હાઈડ પણ નથી કરી તે પણ ઘ્યાન રાખે.
Blue Whale (game) List of tasks નીચે છે
  

બ્લૂ વ્હેલ ગેમ : જોધપુરમાં યુવતીનો બીજી વખત આત્મહત્યાનો પ્રયાસ

રાજસ્થાનના જોધપુરમાં બ્લૂ વ્હેલ ચેલેન્જની એક ટાસ્ક માટે એક ઝરણામાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારી છોકરીએ ફરી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ૧૦મા ધોરણમાં ભણતી છોકરીએ આ વખતે ઊંઘની ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સમયસર પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જતાં તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.
જોધપુરના મંડોર વિસ્તારમાં રહેતી પીડિત છોકરી બ્લૂ વ્હેલ ગેઇમ રમતી હતી. તેણે તમામ તબક્કા પસાર કરી લીધા હતા. સોમવારની રાત્રે તેને છેલ્લા ટાસ્ક માટે પહાડ પરથી કૂદીને આત્મહત્યા કરી લેવાની હતી. તેણે રાત્રે લગભગ ૧૧ વાગ્યે પહાડ પરથી કાયલાના ઝરણામાં છલાંગ મારી દીધી હતી, ત્યારે લોકોએ તેને જોઇ લેતાં તેને બચાવી લેવાઇ હતી.
સંતાનો શું રમે છે તેનું ધ્યાન વાલી રાખે કે સરકાર?: હાઇકોર્ટ
“પોતાના સંતાનો ક્યાં જાય છે? શું કરે છે? એનું ધ્યાન રાખવાની જવાબદારી માતા-પિતાની છે. શું એક ઓનલાઇન ગેમ માટે સરકારને દોષી ઠેરવી શકાય?” એવો વેધક પ્રશ્ન બોમ્બે હાઇકોર્ટે પૂછયો હતો. જીવલેણ ઓનલાઇન ગેમ ‘બ્લુ વ્હેલ’ના વિરોધમાં બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સિટિઝન સર્કલ ફોર સોશિયલ વેલફેર એન્ડ એજ્યુકેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ અરજી માટે ગૂગલ, ફેસબુક, યાહુ સહિત મુંબઇ પોલીસના સાયબર સેલને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી એક અઠવાડિયા બાદ થશે.

Source :-http://chitralekha.com/breaking-news/russian-police-arrested-17-year-old-old-who-mastermind-of-blue-whale-challenge-game/

Source :-http://chitralekha.com/breaking-news/russian-police-arrested-17-year-old-old-who-mastermind-of-blue-whale-challenge-game/

 મોસ્કો- રશિયન પોલીસે 17 વર્ષની એક યુવતીની ધરપકડ કરી છે. જેના ઉપર આરોપ છે કે, જીવલેણ ગેમ ‘બ્લૂ વ્હેલ’ની પાછળ તેનો હાથ છે. આ ગેમ રમનારા લોકોને આત્મહત્યા કરવા માટે આ યુવતી ઉશ્કેરતી હોવાનો આરોપ છે. આ યુવતી બ્લૂ વ્હેલ ગેમ રમનારાઓને ધમકી આપતી હતી કે, જો તે ટાસ્ક પુરા નહીં કરે તો તે ગેમ અધૂરી છોડનારા વ્યક્તિના પરિવારના સભ્યોની હત્યા કરી નાખશે. મહત્વનું છે કે, બ્લૂ વ્હેલ ગેમ ચેલેન્જ એવા લોકોને પોતાના ટાર્ગેટ બનાવતી હતી જે માનસિક તણાવનો ભોગ બનેલા હોય અને આત્મહત્યા કરવાનો વિચાર કરતા હોય.
બ્લૂ વ્હેલ ગેમને એકવાર સાઈન કર્યા બાદ ખેલાડીને 50 દિવસમાં ટાસ્ક પુરો કરવાની ચેલેન્જ આપવામાં આવતી હતી. જેમાં પોતાની જાતને હાનિ પહોંચાડવી, એકલા હોરર ફિલ્મો જોવી અને પોતાને ઈજા કરીને હાથ ઉપર વ્હેલનું ચિત્ર દોરવા જેવા ટાસ્કનો સમાવેશ કરવામાં આવે છે. આ ગેમનો અંતિમ ટાસ્ક 50મા દિવસે આપવામાં આવતો હતો. જેમા પોતાને જીવથી મારી નાખવાનો ટાસ્ક આપવામાં આવતો હતો.
આપને જણાવી દઈએ કે, દેશભરમાં આ ગેમને કારણે 300થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. રશિયન પોલીસ દ્વારા ફૂટેજ જારી કરવામાં આવ્યાં છે. જેમાં પોલીસ દ્વારા બ્લૂ વ્હેલ ગેમની માસ્ટર માઈન્ડ યુવતીની ધરપકડ કરતી દર્શાવવામાં આવી છે. આરોપી યુવતી મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની છે. અને તેણીએ પોતાનો ગુનો પણ કબૂલ કર્યો છે. યુવતીને કોર્ટમાં રજૂ કરાયા બાદ  ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે.

Source :-http://chitralekha.com/breaking-news/russian-police-arrested-17-year-old-old-who-mastermind-of-blue-whale-challenge-game/

ગુજરાતમાં બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં ગૂગલ ટ્રેન્ડમાં સૂરત પ્રથમ ક્રમે

બ્લુ વ્હેલ ગેમ હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી ચૂકી છે. ઉત્તર ગુજરાતના એક યુવાને અમદાવાદની સાબરમતિ નદીમાં ઝંપલાવીને આખરે મોતને વ્હાલું કરીને અંતિમ સ્ટેજ પૂરૂ કર્યું હતું, બ્લૂ વ્હેલ ગેમ વિશ્વભરમાં 100થી વધારે લોકોને ભરખી ગઇ છે. બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં સુરત રાજ્યમાં અવ્વલ ક્રમે છે. જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. બ્લૂ વ્હેલ ગેમ-બ્લૂ વ્હેલ ચેલેન્જ જેવાં નામોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ ગેમની લિંક મોકલવામાં આવશે તો મોકલનાર પર આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થઈ શકે છે.સુરત, બરોડા, રાજકોટમાં રોજ ૧૦થી ૧૦૦ લોકો સર્ચ કરે છે

જ્યારે અમદાવાદમાં સર્ચ કરતાં લોકોની સખ્યાં ૧૦થી ૫૦ વચ્ચે છે. ગુજરાતમાં ગુગલ પર થયેલા ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીના સર્ચના ટ્રેન્ડમાં સુરત પ્રથમ, બરોડા બીજા અને અમદાવાદ ત્રીજા ક્રમે છે.જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર એવી કોઈ પણ બ્લૂ વ્હેલ ગેમ કે બ્લૂ વ્હેલ ચેલેન્જ નામની ગેમ મારફતે ક્યુરેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પર પ્રતિબંધ કરવામાં આવે છે. આ પ્રકારની ગેમ કોઈ રમતું કે ડાઉનલોડ કરતું કે આવી ગેમમાં ભાગ લેતું જણાય તો તે ગુનાને પાત્ર રહેશે. જેથી તેની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

Source :-https://m.dailyhunt.in/news/india/gujarati/webduniya+gujarati-epaper-gujweb/bluewhale+game+gujaratama+blu+vhel+gem+sarch+karavama+gugal+trendama+surat+pratham+krame-newsid-72911794

અમદાવાદ: 12 વર્ષના કિશોરની આત્મહત્યા, બ્લૂ વ્હેલ ગેમ જવાબદાર?

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 12 વર્ષના એક કિશોરે આત્મહત્યા કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. કિશોર બ્લૂ વ્હેલ ગેમનો શિકાર બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતક કિશોરના હાથ પર શંકાસ્પદ ચિત્ર દોરાયેલું મળી આવ્યું છે.
વસ્ત્રાપુરના માનસી સર્કલ પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ બંગલોમાં રહેતા 12 વર્ષના કિશોર અરહન કુંજલ શાહે રવિવારે અગમ્ય કારણોસર પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ તેના જમણા હાથ પર સ્કેચપેનથી કોઈ ચિત્ર દોરેલું હતું. જેને પગલે આ કિશોરે બ્લૂ વ્હેલ ગેમને કારણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે સમયે આ ઘટના બની તે સમયે મૃતકના પિતા રાજપથ ક્લબમાં વોકિંગ માટે ગયા હતા. અરહનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે.
પોલીસ અને મૃતકના પિતાએ અરહનના મોત માટે બ્લૂ વ્હેલ ગેમ જવાબદાર હોવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે તેની પાસે મોબાઈલ ન હતો કે તે કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતો ન હતો. જોકે, પોલીસે દરેક એન્ગલથી ઘટનાની તપાસ કરી રહી છે.

Source :-http://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/12-years-old-boy-commit-suicide-in-ahmedabad-94000/

છત્તીસગઢ: 36 સ્ટુડન્ટના હાથમાં નિશાન, બ્લૂ વ્હેલની જાળમાં ફસાયા? 

રાયપુર(છત્તીસગઢ): ડેથ ગેમ બ્લૂ વ્હેલનો ખૌફ યથાવત જ છે જેનું સૌથી ગંભીર ઉદાહરણ છત્તીસગઢમાં જોવા મળ્યું છે, જયાં 36 બાળકોને બ્લૂ વ્હેલની ચેલેન્જમાં ફંસાઈને પોતાના હાથના કાંડા પર કટ મૂક્યાં છે. ગુરૂવારે પોલીસે બાલોદના સ્કૂલમાં 6 વિદ્યાર્થીઓને બ્લૂ વ્હેલ ગેમ રમતા પકડ્યા હતા. તો દંતેવાડાના સ્કૂલ પ્રિન્સિપાલે વરિષ્ઠ અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવ્યું કે 30 વિદ્યાર્થીઓના કાંડા પર કટના નિશાન મળ્યાં છે. આ તમામ લોકો ખતરનાક ઓનલાઈન ગેમ રમે છે તેવી આશંકા છે. તો હિમાચલ પ્રદેશમાં ગેમ ખેલી રહેલાં 10 વર્ષના સ્ટૂડન્ટે આત્મહત્યા કરી લીધી છે. તેને સુસાઈડમાં લખ્યું છે કે, “એક પઝલ સોલ્વના કરવાથી તે પોતાનો જીવ આપી રહ્યો છે.”
પોલીસ આવી તો સ્કૂલમાંથી ભાગી ગયા બાળકો
- બાલોદ એસપી દિપક ઝાના જણાવ્યા મુજબ, “પોલીસને જાણકારી મળી હતી કે એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણતાં કેટલાંક વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે. પોલીસ જ્યારે ત્યાં પહોંચી તો બધાં જ ભાગી ગયા હતા. આ બાબતની જાણકારી તેમના વાલીઓને આપવામાં આવી છે. પોલીસે તપાસ માટે મોબાઈલ જપ્ત કરી લીધા છે.”
- દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યું કે, “ગુરૂવારે જ્યારે અમે સ્કૂલે પહોંચ્યા તો 30 બાળકોમાંથી 26 ગેરહાજર હતા. તમામ 8-10 ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં છે. કેટલાંક બાળકોના કાંડા પર ક્રોસ બનેલું છે તો કોઈના કાંડા પર લાઈન દોરેલી છે. કેટલાંકના ઈજાઓના નિશાન તો હજુ સુકાયાં પણ નથી.ત્યારે આ વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે કે આ નિશાન કોઈક અન્ય વસ્તુ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.”
- અહીં બાળકોના કાંડા પર કટના નિશાન તે સમયે મળ્યાં જ્યારે સ્કૂલમાં બુધવારનાં રોજ તપાસ કરવામાં આવી. 30 બાળકોના કાંડા પર કટના નિશાન મળ્યાં હતા અને સ્ટૂડન્ટની બેગમાંથી સર્જિકલ બ્લેડ મળી હતી. જે બાદ પ્રિન્સિપાલે વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખ્યો હતો. તમામ બાળકોની કાઉન્સલિંગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીએ કહ્યું - મિત્રો પાસેથી પડકાર મળ્યો તો કાંડુ કાપ્યું
- દંતેવાડામાં 4 વિદ્યાર્થીઓની પૂછપરછ દરમિયાન જણાવા મળ્યું કે, “અમે આર્થિક રીતે નબળા છીએ, અમને કહેવામાં આવ્યું કે આવું કરવાથી પૈસાદાર થઈ જવાશે. પિતા શરાબ પીવે છે, મેં સાંભળ્યું હતું કે આવું કરવાથી ખરાબ આદતો છૂટી જાય છે. બીજાએ કહ્યું કે મિત્રો પાસેથી મળેલી ચેલેન્જના કારણે તેને પોતાના હાથ પર ક્રોસ બનાવ્યું હતું.”
જશપુરમાં 25 હજાર લોકોએ બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરી
- છેલ્લાં 7 દિવસમાં છત્તીસગઢના જશપુરમાં 25 હજારથી વધુ લોકોએ બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરી છે. IT એક્સપર્ટના દાવા મુજબ જશપુર પછી દુર્ગ-ભિલાઇ પ્રદેશમાં બીજા નંબર પર છે, જયાં 15 હજાર લોકોએ આ ડેથ ગેમનું ઓનલાઇન સર્ચ કર્યુ હતું. ત્રીજા નંબરે પર જગદલપુર છે જયાં 12 હજાર લોકોએ આ ગેમને ઇન્ટરનેટ પર શોધી હતી.
- ગુગલ ટ્રેન્ડના તાજા રિપોર્ટ મુજબ આ ગેમ વિશ્વભરમાંથી ભારતમાં સૌથી વધુ સર્ચ થઈ રહી છે. નોર્થ રાજ્ય મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, કેરળ અને ઝારખંડમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ અને ડાઉનલોડ કરવામાં આવી રહી છે. વિશ્વમાં જે 50 શહેરોમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ થયું છે તેમાં ભારતના 30 શહેરો છે.
હિમાચલના વિદ્યાર્થીએ ફાંસી લગાવી
- હિમાચલ પ્રદેશમાં ગુરૂવારે બ્લૂ વ્હેલ ગેમના કારણે મોતનો પહેલો મામલો સામે આવ્યો છે. 10 વર્ષના એક બાળકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. બાળકે સુસાઈડ નોટ પણ મુકી છે. જેમાં લખ્યું છે કે, “એક પઝલ સોલ્વ ન કરવાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.”
- આત્મહત્યા કરનારો વિદ્યાર્થી બાધૂ વિસ્તારના ગુરૂકુળ પબ્લિક સ્કૂલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેની બોડી ઘરની છત પર લટેકલી મળી હતી. તપાસ કર્યા બાદ પોલીસે જણાવ્યું કે આ પઝલ નહીં પરંતુ બ્લૂ વ્હેલ ગેમ હતી. બાળક એક ફેમિલી મેમ્બરના મોબાઈલમાં ગેમ રમતો હતો.
બ્લૂ વ્હેલ ગેમ નહીં એક ટ્રેપ
- ટીનેજર્સ ગેમ માનીને બ્લૂ વ્હેલની ફંદામાં ફંસાય જાય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર બ્લૂ વ્હેલ એપ્લિકેશન શોધવામાં આવી રહી છે, પરંતુ હકિકતે આ કોઈ ગેમ કે એપ્લિકેશન નથી. આ ગુનાહિત માનસિકતા ધરાવતાં લોકોનું એક ટ્રેપ છે. આ ટ્રેપમાં ફંસાયને વિશ્વભરના 130થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આ ટ્રેપમાં માસૂમ બાળકો સહેલાયથી ફંસાય જાય છે.
- બ્લૂ વ્હેલની પાછળ રશિયાના ફિલિપ બુડઇકિન નામના માનસિક રીતે બિમાર વ્યક્તિનું ભેજું છે. તેની ધરપકડ થઈ ચુકી છે અને તે ત્રણ વર્ષની સજા કાપી રહ્યો છે. ગેમથી પહેલી મોતનો મામલો 2015માં આવ્યો હતો. ધરપકડ પછી ફિલિપે કહ્યું હતું કે, “ગેમનો હેતુ સમાજને સાફ કરવાનો છે.” ફિલિપની નજરમાં સુસાઈડ કરનારા તમામ લોકો બાયો વેસ્ટ છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-chhatisgarh-36-student-cut-their-hand-due-to-blue-whale-game-gujarati-news-5695460-PHO.html?ref=ht

બ્લૂ વ્હેલ ગેમનો ખતરોઃ CBSE બોર્ડે શાળાઓમાં સ્માર્ટફોન લઇ આવવા પર પ્રતિબંધ મૂકયો

   નવી દિલ્હી તા. ૨૧ : દુનિયાના અનેક દેશો બાદ હવે ભારતમાં પણ ઓનલાઈન બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમે હાહાકાર મચાવી દીધો છે. બાળકો, સગીર વયના લોકોને આત્મહત્યા કરવા તરફ દોરી જતી આ રમતે ફેલાવેલી દહેશતને ધ્યાનમાં લઈને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે મુજબ વિદ્યાર્થીઓને ફરમાન છે કે એમણે શાળાઓમાં સ્માર્ટફોન લઈને આવવું નહીં.
   સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયૂકેશન (સીબીએસઈ) દ્વારા બ્લૂ વ્હેલ ગેમ સંબંધમાં દેશની તમામ શાળાઓના પ્રિન્સીપાલોને કડક ચેતવણી પણ કાઢવામાં આવી છે. સીબીએસઈ બોર્ડે શાળાઓમાં ઈન્ટરનેટ અને ઈલેકટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ મામલે નવા નિયમો બહાર પાડ્યા છે.
   બોર્ડે શાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ અને ટેકનોલોજીઓના સુરક્ષિત ઉપયોગ વિશે જાણકારી આપે અને સાથોસાથ એ કાળજી પણ લે કે વિદ્યાર્થીઓ પરવાનગી વગર સ્માર્ટફોન, ટેબલેટ, આઈપેડ, લેપટોપ જેવા ઈલેકટ્રોનિક ગેજેટ્સ સ્કૂલમાં લાવે નહીં.
   બોર્ડે શાળાઓના પ્રિન્સીપાલોને વધુમાં જણાવ્યું છે કે શાળાનાં પરિસરમાં આઈટી સંપન્ન ઉપકરણો દ્વારા બિનજરૂરી પ્રવૃત્ત્િ।ઓને રોકવા માટેની દિશામાં પગલાં લેવા. શાળાઓમાં તમામ કમ્પ્યુટરોમાં અસરકારક ફાયરવોલ, ફિલ્ટર, મોનિટરિંગ સોફટવેર જેવા સુરક્ષા ઉપાયોને પણ લાગુ કરવાનું શાળાઓને જણાવવામાં આવ્યું છે.
   શાળાઓનાં તમામ કમ્પ્યુટરમાં પેરેન્ટલ કન્ટ્રોલ ફિલ્ટર તથા એન્ટી-વાયરસ પ્રોગ્રામ્સ ઈન્સ્ટોલ કરવા જોઈએ. સાથોસાથ, વિદ્યાર્થીઓને ઈન્ટરનેટના માન્ય રખાયેલા ઉપયોગના નિયમોથી વાકેફ કરવા જોઈએ.

Source :-http://www.akilanews.com/21082017/main-news/1503295566-112310

Blue Whale game still available in various other names

  'A Silent House'
 'A Sea of Whales'
 'Wake Me Up at 4:20 AM'
Sea of whales
1 to 50

બ્લેડથી હાથ કાપવો, સુસાઇડ કરવુઃ આવા ચેલેન્જ આપે છે ‘બ્લૂ વ્હેલ’ ગેમ

રશિયામાં પૉપ્યૂલર બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમને રમતા રમતા અત્યાર સુધી 130 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે
ગેજેટ ડેસ્કઃ ‘બ્લૂ વ્હેલ’નું ભૂત હવે ભારતમાં પણ આવી ચૂક્યું છે. આ ગેમને રમતા રમતા મુંબઇના અંધેરી ઇસ્ટ વિસ્તારમાં 14 વર્ષના એક વિદ્યાર્થીએ હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી કુદકો લગાવી જીવ ગુમાવ્યો દીધો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’ને રમતા 130 લોકો મૃત્યુ પામ્યા છે. આ ગેમમાં 50 ચેલેન્જ હોય છે જેને સ્વીકાર કરી છેલ્લે સુસાઇડ કરવાનું હોય છે. આ એક ઇન્ટરનેટ ગેમ છે.
અમે અહીં તમને આ ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’ને લોકો કઇ રીતે રમી રહ્યાં છે અને કયા કયા ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યાં છે તેને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ છીએ.
શું છે ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’?
- 'ધ બ્લૂ વ્હેલ ગેમ' કે 'ધ બ્લૂ વ્હેલ ચેલેન્જ' રશિયામાં બનેલી એક ઇન્ટરનેટ ગેમ છે. આમાં પ્લેયર 50 દિવસ સુધી કંઇક ખાસ ટાસ્ક બતાવવામાં આવે છે. એક એક કરીને બધા ટાસ્ક પુરા કર્યા પછી છેલ્લે સુસાઇડ માટે ઉકસાવવામાં આવે છે.
Source :- http://www.divyabhaskar.co.in/news/GAD-infog-blue-whale-challenge-game-know-how-to-play-game-gujarati-news-5660085-PHO.html?seq=1

 Blue Whale (game) 

List of tasks

  1. Carve a specific phrase on the person’s own hand or arm.
  2. Wake up at 4:20 a.m. and watch a scary video (sent by the curator.)
  3. Make lengthwise cuts on the person’s own arm.
  4. Draw a whale on a piece of paper
  5. Write “yes” on the person’s own leg if ready to be a whale. Otherwise, they should cut themselves multiple times.
  6. Secret task (written in code.)
  7. Scratch (a message) on the person’s own arm.
  8. Write a status online about being a whale.
  9. Overcome a fear.
  10. Get up at 4:20 and go to the roof.
  11. Carve a whale on the person’s own hand.
  12. Watch scary videos all day.
  13. Listen to music the “curator” sends.
  14. Cut your lip.
  15. Poke the person’s own arm/hand with a needle.
  16. Make yourself hurt or sick.
  17. Go to a roof and stand on the edge.
  18. Stand on a bridge.
  19. Climb a crane.
  20. At this step, the “curator” somehow checks to see if the participant is trustworthy.
  21. Talk with a “whale” on Skype.
  22. Sit down on a roof with legs dangling over the edge.
  23. Another job that is in code.
  24. A secret mission
  25. Meet with a “whale”.
  26. The “curator” assigns a date that the person will die.
  27. Visit a railroad.
  28. Do not talk with anyone all day.
  29. Give an oath/vow about being a whale
  30. After these steps, steps 30-49 involve watching horror movies and listening to music that the curator picks, talking to a whale, and making cuts.
  31. The last task is jumping off a building.

Source :-  https://en.wikipedia.org/wiki/Blue_Whale_(game) 

Banned Blue Whale game still available in various other names

NEW DELHI: The government has banned Blue Whale Challenge online game that was enticing teenagers to commit suicide. But, the game is now available under other names such as 'A Silent House', 'A Sea of Whales' and 'Wake Me Up at 4:20 AM'. Cyber security experts and child psychologists suggest strict action, monitoring and use of existing provisions to make the carriers like Google, Facebook, Whatsapp, Instagram, Microsoft and Yahoo more responsible and accountable.

Through a letter dated August 11, 2017, the government directed internet majors to immediately remove the links of the dangerous online game. Ministry of Electronics and IT (Meity)'s letter to the internet majors gives instructions to the internet and social medial platforms after law and Information Technology minister Ravi Shankar Prasad intervened, an official source said.Blue Whale Challenge is a suicide game in which the player is given certain tasks to complete for a period of 50 days and the final task is to kill oneself. The player is also asked to share photos after finishing the challenge.

"The Cert-In should proactively track such games and make a list that should be made available to internet and social media to block it," says Sahil Bagla, a cyber security expert.Expressing concern on the availability of such deadly game on the internet, Meity said, "It is understood that an administrator of the game uses social media platform to invite /incite children to play this game, which may eventually lead them to take extreme steps for self inflicting injuries including suicide."
"Information Technology Act of India has enough powers to make the intermediaries like Google and Facebook to prevent from allowing such links to be hosted on their website.it requires political will, that is critical," says Pawan Duggal, a cyber law expert.In India, too, a number of deaths have been reportedly linked to this game. More than legal, psychologists suggest more parental indulgence to tackle such dangerous online games. "More parental observation, especially with kids indulging in online games is critical," says Ajay Sharma, a child psychologist.
Blue Whale Challenge
It is a suicide game in which the player is given certain tasks to complete for a period of 50 days and the final task is to kill oneself. The player is also asked to share photos after finishing the challenge

Source :-  http://www.newindianexpress.com/nation/2017/aug/16/banned-blue-whale-game-still-available-in-various-other-names-1643760.html

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 13 September 2017

48 કલાકમાં 6થી 10ની તીવ્રતાનો ભૂકંપ આવવાનો દાવો, 40 વર્ષથી કરે છે રિસર્સ - 12મીની રાત્રથી 14મી રાત દરમિયાન ભૂકંપનો ખતરો

Gujarat Patel Group

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module  Agent Module  Security Features  Contact Manager  Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice  Voucher Aurthorization Serial Member Search
  • Textile Industries  Ginig Mills  Petrol Pumps  Iron & Steel   Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook      Source :- tallyBIZ

48 કલાકમાં 6થી 10ની તીવ્રતાનો ભૂકંપ આવવાનો દાવો, 40 વર્ષથી કરે છે રિસર્સ

સૂર્યમાં થતા વિષ્ફોટના કારણે ધરતી પર અનેક ઘટનાઓ ઘટતી હોય છે. જેમાં પૃથ્વી પર ભૂકંપ સહિતની ઘટનાઓ ઘટે છે
ગાંધીનગર: સૂર્યમાં થતા વિષ્ફોટના કારણે ધરતી પર અનેક ઘટનાઓ ઘટતી હોય છે. જેમાં પૃથ્વી પર ભૂકંપ સહિતની ઘટનાઓ ઘટે છે. ત્યારે કડી વિશ્વ વિદ્યાલયના રિસર્ચ વિભાગના ડીન ડૉ. રાજમલ જૈને આગામી 48 કલાકમાં વિશ્વમાં 6થી 10ની તીવ્રતાના ભૂકંપની આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે,સૂર્ય અને પૃથ્વી સબંધીત પાછલા 40 વર્ષથી રીસર્ચ કરી રહ્યો છું.

આગામી 20થી 50 કલાકમાં ઘરતી પર અસર કરશે

હાલમાં તા. 6 ઠ્ઠી સપ્ટેમ્બરે સવારે 7:30 વાગ્યાની આસપાસ સૂર્યમાં બહુ જ મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે તેમાંથી જે પદાર્થ બહાર આવ્યો છે. તે ઝડપથી ધરતી પર આવી રહ્યો હતો. તેની સ્પીડ હતી 600 કિલોમીટર પર સેકંન્ડની હતી. જે ઘટના સૂર્યના પશ્ચિમ ક્ષેત્રમાં બની હતી. વધુમાં કહ્યું હતું કે, અમારા અનુભવના આધારે તારણ કાઢ્યુ કે આગામી 20થી 50 કલાકમાં ઘરતી પર અસર કરશે. તે અસરને અમે જ્યો મેગનેટીક સ્ટોર્મ કહી એ છે. જેના કારણે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર છે, તે ડીસ્ટર્બ થઇ જાય છે.

તા. 6 ઠ્ઠી સપ્ટેમ્બરે સૂર્યમાં જે વિષ્ફોટ થયો હતો

વિષ્ફોટ ચાર્જ પાર્ટીકલ રૂપે બહુ મોટી ઉર્જા ધરતી પર આવી રહી છે. જે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર ડિસ્ટર્બ કરે છે. અમે સૂર્ય પર બની રહેલી 50 ઘટનાઓ પર રિસર્ચ કરી રહ્યા છીએ વાસ્તવમાં તેનો પ્રભાવ ધરતી પર પડે છે કે નહીં. તેનું સંશોધન કર્યુ હતું. તમામ 50 ઘટનાઓના સંશોધન બાદ તારણ નિકળ્યું કે વિષ્ફોટ બાદ ધરતી પર ભુકંપ આવે છે. તેના બાદ તા. 6 ઠ્ઠી સપ્ટેમ્બરે સૂર્યમાં જે વિષ્ફોટ થયો હતો. તેના કારણે મેક્સિકોથી 70 કિમીના અંતરે 8.1નો ભુકંપ આવ્યો હતો. ભારત પર હાલ ખતરો છે કે નહીં તેના વિશે ચોક્કસ કહી ન શકાય.
કડી વિશ્વ વિદ્યાલયના રિસર્ચ વિભાગના ડીન રાજમલ જૈન
સૂર્યમાં 10મી સપ્ટેમ્બરે બહુ મોટો વિષ્ફોટ થયો છે: ડૉ. રાજમલ

સૂર્યમાં તા. 10 તારીખે રાત્રે 9 વાગે વિષ્ફોટ થયો છે. જે અગાઉ કરતાં 100 ઘણો વધારે છે. તેમાંથી નિકળેલો પદાર્થ 700થી 800 કિમી પર સેકન્ડની ગતિથી ધરતી પર આગળ વધી રહ્યો છે. જે ધરતીના ચુંબકીય ક્ષેત્રે પર બહુ મોટી અસર કરશે.
 12મીની રાત્રથી 14મી રાત દરમિયાન ભૂકંપનો ખતરો

સૂર્યમાં થયેલાવિસ્ફોટથી તેમાથી નિકળેલો પદાર્થ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ધરતી પર 12મી રાત્રીથી 14મી રાત્રી દરમિયાન ફરીથી પૃથ્વી ભૂકંપનો ખતરો જોવા મળશે.

Source:-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-an-earthquake-of-magnitude-6-to-10-in-48-hours-in-the-world-gujarati-news-5693359-PHO.html

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/