સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 2 January 2018

હાર્દિકની સામે પડેલા અશ્વિન સાંકડાસરિયાને મારી નાખવાની ધમકી - ભાજપનાં કયાં ૧૧ પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલને ટેકો આપતાં ભાજપ હાઇકમાન્ડે ઝુકવું પડ્યું ? - SBI ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી ૧૭૭૧ કરોડ ખંખેર્યા - તમારો આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં કઇ રીતે કરશો ચેક? - H-1B વિઝાના નવા નિયમોથી ૭૫૦૦૦ ભારતીયોને છોડવું પડી શકે છે અમેરિકા. - રેરામાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટરોને ન્યાય નહીં મળે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિકની સામે પડેલા અશ્વિન સાંકડાસરિયાને મારી નાખવાની ધમકી 
નવી દિલ્હી તા. ૨ : પાટીદાર આરક્ષણ સંદ્યર્ષ સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશ્વિન સાંકડાસરિયાએ પોતાને મારી નાખવાની ફોન પર ધમકી અપાતાં ગઇ કાલે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર વિરુદ્ઘ નામ જોગ ફરિયાદ કરી છે. દિલ્હી રહેતા અશ્વિન સાંકડાસરિયાએ ગઇ અકિલા કાલે અહીંના કરોલબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પર ગત તા.૯ ડિસેમ્બરે સુરતમા પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલના આદેશથી તેમના નજીકની વ્યકિતઓએ જીવલેણ હુમલો કર્યો હતો અને લૂંટ કરી અકીલા હતી. આ અંગે સુરતની ક્રાઇમ બ્રાંચ પોલીસ મારી એફઆઇઆર ક્રમાંક એસસી ૧૭ર૧૦૧૦૦૬૮૬ હેઠળ તપાસ કરી રહી છે.સુરત પોલીસે તપાસ દરમ્યાન ગત તા.૩૦ ડિસેમ્બરે ચાર આરોપીને પકડ્યા છે તેમજ કોર્ટે આરોપી વિરુદ્ઘ બે દિવસના રિમાંડને મંજૂર કર્યા છે તેવો પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કરનાર અશ્વિન સાંકડાસરિયાએ વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે આ આરોપીઓ પૈકીના એક ચંદ્રેશ કાકડિયા નામના આરોપીના મામા હરેશ દોમડિયાએ મને તે દિવસે સાંજે ૬.ર૯ વાગ્યે મોબાઇલ નંબર ૭૯૮૪૩૩૦પર૧થી મારા મોબાઇલ નંબર ૯૭૧૮૮૭૧૭૩૩ પર ફોન કરીને મને મારી નાખવાની ધમકી આપી હતી. દિલ્હી આવીને મારું માથું કાપી નાખવાની તેમણે પોતાના પિતાના સોંગદ ખાઇને ધમકી આપી હતી. અશ્વિન સાંકડાસરિયાએ પોતાની પોલીસ ફરિયાદના અંતમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે મારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં (ધમકી આપનારે) તેમણે હાર્દિક પટેલના આદેશથી રચાયેલા ષડયંત્રના ભાગરૂપે મારી ઉપર હિચકારો હુમલો થયો હતો. તેવું સ્વીકાર્યું હતું. આ બાબતની (હાર્દિક પટેલને) તેમને અગાઉથી જાણ હતી, એટલે તેઓ (હાર્દિક પટેલ) પણ આ ષડયંત્રના એક ભાગીદાર છે તેવી કબુલાત પણ ખુદ ધમકી આપનારે કરી છે. દિલ્હીના કરોલબાગ પોલીસ સ્ટેશનમાં ગઇ કાલે બપોરે ૧ર.પ૦ વાગ્યે નોંધાયેલી પોલિસ ફરિયાદના સંદર્ભમાં અશ્વિન સાંકડાસરિયાએ પોલીસ ફરિયાદની સાથે ધમકીને લગતી ઓડિયો સીડી પણ પોલીસ તંત્રને આપી છે. (3:44 pm IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/02-01-2018/68086

ભાજપનાં કયાં ૧૧ પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલને ટેકો આપતાં ભાજપ હાઇકમાન્ડે ઝુકવું પડ્યું ? 
ABP અસ્મિતાનો સનસની ખેજ અહેવાલ નવી દિલ્હી તા.૨ : ગુજરાતમાં ખાતાની ફાળવણીથી નારાજ નીતિન પટેલ સામે ભાજપ હાઈકમાન્ડે ઘુંટણ ટેકવ્યા અને નાણાં ખાતું આપ્યું, તેના કારણે આશ્યર્ય ફેલાયું છે. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી અકિલા આ પ્રકારના રાજકીય બ્લેકમેલિંગને તાબે થતાં નથી, ત્યારે તેમણે નીતિન પટેલની માગણી કેમ સ્વીકારી તે સવાલ રાજકીય વર્તુળોમાં પૂછાઇ રહ્યો છે. ભાજપના જ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઇકમાન્ડે નીતિન પટેલની અકીલા માંગણી સ્વીકારી તે પછાળ પાટીદાર પાવર જવાબદાર છે. નીતિન પટેલે ભાજપ હાઇકમાન્ડ સામે શિંગડા ભેરવતા પહેલા બરાબર હોમવર્ક કર્યું હતું અને ભાજપના પાટીદાર ધારાસભ્યોમાંથી ૧૧ ધારાસભ્યોનો સંપર્ક કરી લીધો હતો. આ ૧૧ ધારાસભ્યોએ નીતિન પટેલને સંપૂર્ણ ટેકો જાહેર કરીને જે પગલા ભરવા હોય તે ભરવા છૂટ આપી હતી. ભાજપ પાસે માત્ર સાત ધારાસભ્યોની પાતળી બહુમતી છે, ત્યારે આ રીતે એકસાથે ૧૧ પાટીદાર ધારાસભ્યો બગાવત કરે તો ભાજપની હાલત બગડી જાય તેથી નીતિન પટેલની માગણી સ્વીકારવામાં ભાજપે સાણપણ સમજયું. નીતિન પટેલને સમર્થન આપનારા પાટીદાર ધારાસભ્યોમાં ઋષિકેશ પટેલ (વિસનગર), રમણભાઈ પટેલ (વીજાપુર), ભુપેન્દ્રભાઈ પટેલ (ઘાટલોડિયા),  બાબુભાઈ જમનાદાસ પટેલ (દસક્રોઇ), વલ્લભ કાકડિયા (ઠક્કરબાપાનગર), હસમુખભાઈ પટેલ (અમરાઇવાડી), સુરેશ પટેલ (મણિનગર), અનિલકુમાર પટેલ (સાબરમતી), ગોવિંદ પટેલ (રાજકોટ દક્ષિણ), કેશુભાઈ નાકારણી (ગારિયાધાર) અને યોગેશ પટેલ (માંજલપુર) હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું છે. વિજય રૂપાણી સરકારે શપથ લીધા પછી ત્રણ ત્રણ દિવસ સુધી ખાતાઓની વહેંચણી થઈ શકી નહોતી અને ત્રીજા દિવસે મોડી રાતે ખાતાઓની વહેંચણી થતાં નીતિન પટેલને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવતાં તેઓ નારાજ થઈ ગયા હતા. કેબિનેટ પછી રૂપાણીએ પત્રકારોને બ્રિફિંગ કર્યું હતું. જોકે, નીતિન પટેલે હાથ જોડીને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. નીતિન પટેલે મીડિયા સામે તો મૌન ધારણ કરી લીધું હતું, પરંતુ હાઇકમાન્ડ સુધી પોતે ખાતાની ફાળવણીને લઈને નારાજ હોવાના સમાચાર પહોંચાડ્યા હતા. આ પછી તેમના સમર્થકો અને ભાજપના નેતાઓ મળવા દોડી આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ, પૂર્વ મંત્રી નરોત્ત્।મ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુ જમના પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ મુલાકાત કરી હતી અને તેમને મનાવ્યા હતા. જોકે, નીતિન પટેલ માન્યા નહોતા. દરમિયાન કોંગ્રેસ તરફથી તેમને દસ ધારાસભ્યો સાથે સરકાર બનાવવાની ઓફર આપવામાં આવી હતી. એટલું જ નહીં, હાર્દિક પટેલે પણ આમા ઝંપલાવ્યું હતું અને તેઓ તેમની સાથે હોવાનું અને તેઓ કોંગ્રેસને વાત કરશે, તેમ પણ જણાવ્યું હતું. અંતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોન કરીને ખાતરી આપતાં નીતિન પટેલે ચાર્જ લીધો હતો. આ પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમને નાણાં ખાતું પરત આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે ભાજપે જ મને મોટો બનાવ્યો છે અને હું ભાજપમાં જ રહીશ, તેમ જણાવ્યું હતું. (3:28 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/02-01-2018/68084

SBI ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી ૧૭૭૧ કરોડ ખંખેર્યા
 એક કવાટરના નફા કરતા પણ વધુ ચાર્જઃ એપ્રિલ ૨૦૧૭થી ચાર્જ શરૂ કરાયો હતોઃ એસબીઆઇમાં ૪૨ કરોડ સેવિંગ અકાઉન્ટ નવી દિલ્હી તા. ૨ : કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડા અનુસાર, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ-નવેમ્બર અકિલા ૨૦૧૭ના ગાળામાં પોતાના અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી ૧,૭૭૧ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. મહત્વનું છે કે, એસબીઆઈએ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા પરનો ચાર્જ હટાવી દીધો અકીલા હતો. જોકે, પાંચ વર્ષ પછી ૨૦૧૭-૧૮માં જ આ ચાર્જ લેવાનો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલ અનુસાર, એસબીઆઈએ ગ્રાહકો પાસેથી લીધેલી આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ એ જ વાત પરથી જ આવી જાય છે કે, બેંકનો જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૧૫૮૧ કરોડ રૂપિયા હતો, જયારે મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ એપ્રિલથી નવેમ્બર ૨૦૧૭ના ગાળામાં ગ્રાહકો પાસેથી લેવાયેલા રૂપિયા તેનાથી પણ વધુ એટલે કે, ૧૭૭૧ કરોડ રૂપિયા થાય છે. મતલબ કે, બેંકે બીજા કવાટરમાં જેટલો ચોખ્ખો નફો કર્યો તેનાથી વધુ રકમ તો તેણે પહેલા બે કવાટરમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ ઉઘરાવી છે. હાલ એસબીઆઈના મિનિમમ બેલેન્સના નિયમ અનુસાર, મેટ્રો શહેરોમાં ખાતામાં ૫૦૦૦ રૂપિયા કરતા ૫૦ ટકા ઓછું બેલેન્સ ન જળવાય તો ૫૦ રૂપિયા, ૫૦-૭૫ ટકા ઓછું બેલેન્સ હોય તો ૭૫ રૂપિયા અને ૭૫ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૧૦૦ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. જયારે, શહેરી વિસ્તારોમાં ૩૦૦૦ રૂપિયા કરતા ૫૦ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૪૦ રૂપિયા, ૫૦-૭૫ ટકા ઓછું બેલેન્સ હોય તો ૬૦ અને ૭૫ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૭૫ રૂપિયા વસૂલાય છે. મિનિમમ બેલેન્સના ચાર્જ ઉપરાંત, એસબીઆઈ ૧૨૫થી ૩૦૦ રૂપિયા જેટલો ડેબિટ કાર્ડનો ચાર્જ વસૂલ કરે છે. તમારી પાસે કઈ કેટેગરીનું ડેબિટ કાર્ડ છે તેના આધારે આ ચાર્જ નક્કી થાય છે. એસબીઆઈએ ૧ એપ્રિલ ૨૦૧૭માં નિશ્ચિત બેલેન્સ મેઈન્ટેન ન કરી શકતા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાનું શરૂ કયું હતું. બેંકે સપ્ટેમ્બરમાં તેમાં થોડી રાહત આપી હતી. જેમાં શહેરોમાં મિનિમમ બેલેન્સની મર્યાદા પાંચ હજારથી ઘટાડી ત્રણ હજાર કરાઈ હતી. બેંકે પેન્શનર, લાભાર્થીઓ તેમજ સરકારી યોજનાનો લાભ લેતા લોકોને તેમાંથી બાકાત રાખ્યા છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં ૪૨ કરોડ સેવિંગ અકાઉન્ટ છે. જેમાંથી ૧૩ કરોડ અકાઉન્ટ બેઝિક સેવિંગ અકાઉન્ટ અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં આવે છે, જેમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. એસબીઆઈ પછી પંજાબ નેશનલ બેંક આ મામલે બીજા નંબરે આવે છે, જેણે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ૯૭.૩૪ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. સેન્ટ્રલ બેંકે પણ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગ્રાહકો પાસેથી ૬૮.૧૬ કરોડ રૂપિયા વસૂલ્યા છે, જયારે કેનરા બેંકે ૬૨.૧૬ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ્યો છે. પંજાબ એન્ડ સિંધ એક માત્ર એવી બેંક છે કે જેણે ગ્રાહકો પાસેથી એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગ્રાહકો પાસેથી અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ એક રૂપિયો પણ ચાર્જ નથી લીધો.હાલ દેશમાં મોટાભાગની બેંકો ખાતામાં નિશ્ચિત રકમ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે. એટલું જ નહીં, રોકડ વ્યવહાર પર લગામ કસવા હવે બેંકોએ નિશ્ચિત મર્યાદા કરતા વધુ રકમ ઉપાડવામાં આવે તો તેના પર પણ ચાર્જ વસૂલે છે. (3:27 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121045


તમારો આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં કઇ રીતે કરશો ચેક?
 બેંક એકાઉન્ટનું આધાર લિકિંગ છે ફરજીયાતઃ આધાર વગર એકાઉન્ટ ઓપન થશે પરંતુ પાછળથી કરાવવું પડશે લિંક નવી દિલ્હી તા.૨ : સરકારે દરેક બેંક એકાઉન્ટ સાથે તેની આધાર ડિટેઇલ લિંક કરવી ફરજીયાત બનાવી છે. જોકે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ બેંક એકાઉન્ટ અકિલા અને મોબાઇલ નંબર સહિતની જુદી જુદી મહત્વની સર્વિસમાં આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'આધાર વગર પણ બેંક એકાઉન્ટ ખોલી શકાશે પરંતુ એકાઉન્ટ અકીલા હોલ્ડરે ખાતુ ઓપન કરાવતી વખતે આધાર માટે અપ્લાય કર્યા હોવાની સાબિતી આપવી પડશે.' ત્યારે તમને પણ તમારી બેંક દ્વારા આધાર લિંકિંગ માટે ડોકયુમેન્ટ માગવામાં આવ્યા હશે. અને તમે આપ્યા હોય તો પણ એવી શકયતા રહેલી છે કે તમારુ આધાર લિંકિંગ ન થયું હોય. – હવે અહીં તમારો આધાર નંબર અને સિકયોરિટી કોડ એન્ટર કરો અને સેન્ડ OTP પર કિલક કરો. જે તમારા રજીસ્ટર નંબર પર આવશે. – મોબાઈલ પર આવેલા OTP ને એન્ટર કરી લોગ ઇન પર કિલક કરો. – જો તમારી આધાર ડિટેઇલ અને બેંક એકાઉન્ટ લિંક કરી દેવામાં આવ્યા હશે તો નેકસ્ટ પેજ પર લીલા કલરના ટિક સાથે કોંગ્રેચ્યુલેશન મેસેજ આવશે. SMS સર્વિસ દ્વારા પણ તમે સ્ટેટસ ચેક કરી શકો છો. તમારુ બેંક એકાઉન્ટ અને આધાર ડેટા એકબીજા સાથે લિંક છે કે નહીં તે SMS સર્વિસ દ્વારા પણ ચેક કરી શકાય છે. – મોબાઇલમાંથી ડાયલ કરો *99*99*1#. – ત્યારબાદ ૧૨ ડિજિટ આધાર નંબર નાખો. – જો તમારી બેંક અને આધાર ડિટેઇલ લિંક હશે તો તમને બેંક ડિટેઇલ દેખાડશે. – જોકે, તમારા એકથી વધુ એકાઉન્ટ હશો તો જે એકાઉન્ટ છેલ્લે લિંક થયું હશે તે જ દેખાશે. – આ સ્થિતિમાં તમારે બીજા એકાઉન્ટ માટે બેંક પર જઈને તપાસ કરવી પડશે.(૨૩.૧૨) આ રીતે ચેક કરો આધાર લિંક થયું છે કે નહીં આધારની વેબસાઈટ – www.uidai.gov.in ઓપન કરો. – હવે અહીં ચેક આધાર & બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ પર કિલક કરો – જે તમને એક લોગ ઈન પેજ પર લઈ જશે. અહીં તમારે પોતની આધાર ડિટેઇલ સબમિટ કરવી પડશે. ત્યારબાદ આધારના તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP આવશે. રજીસ્ટર મોબાઇલ નંબર જરુરી.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121048

H-1B વિઝાના નવા નિયમોથી ૭૫૦૦૦ ભારતીયોને છોડવું પડી શકે છે અમેરિકા.
 અમેરિકા હજારોની સંખ્યામાં ભારતીયોના H-1B એકસટેન્ડ નહિ કરે : નવો કાયદો લાવે છે ટ્રમ્પ જે હેઠળ માઠી અસર થશે IT સેકટરના ભારતીય કર્મચારીઓને નવી દિલ્હી તા. ૨ : 'બાય અમેરિકન, હાયર અમેરિકન'ની નીતિને અનુરૂપ ટ્રમ્પ પ્રશાસન એક એવા પ્રસ્તાવ પર અકિલા વિચાર કરી રહ્યું છે કે જેનાથી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા છોડવું પડશે. ડીએચએસની સાથે મેમોના રૂપે કરવામાં આવેલો આ પ્રસ્તાવ તે વિદેશી વર્કરોને પોતાના H-1Bની વિઝા રાખવાથી રોકી શકે છે જેના ગ્રીન અકીલા કાર્ડની અરજી બાકી હોય. અમેરિકા સરકારના આ પગલાથી અમેરિકામાં હજારો ઇન્ડિયન એમ્પ્લોયીઝનો H-1B એક્ષટેન્ડ કરવામાં આવશે નહી. કારણ કે અમેરિકામાં સ્થાયી નિવાસની મંજુરી આપતું ગ્રીનકાર્ડ અરજી લંબિત છે. આ નવા કાયદાથી પ્રભાવિત થતાં ભારતીયોની મોટી માત્રામાં આઇટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓની છે. હાલના નિયમમાં ગ્રીનકાર્ડ અરજી બાકી રહેવાને ધ્યાનમાં રાખીને હાલમાં ૨-૩ વર્ષ માટે H-1Bની માન્યતા વધારવાની મંજુરી મળેલી છે જો નવો નિયમ લાગુ થશે તો H-1B ધારક ૫૦ હજારથી ૭૫ હજાર ભારતીયોને અમેરિકા છોડીને પાછું ફરવું પડશે. અહેવાલો મુજબ સોફટવેર ઇન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કોમ વીઝા સંબંધી મુદ્દા અંગે અમેરિકી સાંસદો અને પ્રશાસનની સામે પોતાની ચિંતા વ્યકત કરી ચુકયું છે અને આવતા કેટલાક સપ્તાહમાં પ્રસ્તાવિત કાયદા પર પણ વાતચીત કરી શકે છે. આ બીલમાં H-1B વીઝાના દુરૂપયોગ રોકવા માટે નવા પ્રતિબંધ પ્રસ્તાવિત છે. તેના હેઠળ ન્યુનત્તમ વેતન અને ટેલેન્ટની મુવમેન્ટ અંગે નવા પ્રતિબંધો લગાવાનું કહ્યું છે. (3:27 pm IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121046

રેરામાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટરોને ન્યાય નહીં મળે
 આ ફોરમ માત્ર ફલેટ ખરીદદારો માટે છેઃ ગઝલગાયક ચિત્રા સિંહની ફરિયાદ રિજેકટ કરી, રેરાએ તેમને કોર્ટમાં જવા કહ્યું મુંબઇ તા. ૨ : સ્વર્ગસ્થ ગઝલગાયક જગજિતસિંહના પત્ની ચિત્રા સિંહ અને તેમના પ્રપૌત્ર અરમાન ચૌધરીએ ગોરેગામના એક બિલ્ડર પાસેથી આશરે ૧.૭૫ કરોડ રૂપિયાની અકિલા રીફન્ડની માંગણી કરી અરજીને મહારેરાએ ડિસમીસ કરી છે અને જણાવ્યું છે કે, આ ફોરમ માત્ર ગ્રાહકો માટે છે, ઇન્વેસ્ટરો માટે નથી.  ચિત્રા સિંહ અને અરમાન ચૌધરીએ ૨૦૧૩માં ગોરેગામમાં સાઇ સિધ્ધિ ડેવલપર્સના અકીલા અન્ડર - કન્સ્ટ્રકશન સાઇ પર્લ બિલ્ડીંગમાં દસમાં માળે ૩બીએચકેના બે ફલેટ બુક કર્યા હતા. આ પ્રત્યેક ફલેટની ત્યારે કિંમત ૧.૦૩ કરોડ રૂપિયા હતી અને તેમણે મોટાભાગના નાણા ચુકવી દીધા હતા. જોકે ત્યારબાદ બિલ્ડરે એવી જાણકારી આપી હતી કે તેને માત્ર આઠ માળ સુધી બાંધકામની પરમિશન મળી છે એથી તે બુક કરવામાં આવેલા ફલેટ આપી શકે તેમ નથી. આના કારણે ચિત્રા સિંહ અને અરમાન ચૌધરીને ૨૦૧૫માં બુકિંગ કેન્સલ કરવાની ફરજ પડી હતી અને તેમણે રીફન્ડ માગ્યું હતું. બુકિંગ કેન્સલ કર્યા બાદ બિલ્ડરે જે ચેક આપ્યા હતા એ ચેક બેંકમાં નાખ્યા બાદ રિટર્ન થયા હતા. મહારેરાની સ્થાપના બાદ તેમણે રીફન્ડ માટે એનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં બિલ્ડરના વકીલ કરણ ભોસલેએ કહ્યું હતું કે, મહારેરા ઓથોરિટીના જણાવ્યા મુજબ આ કેસ એના અધિકારક્ષેત્ર હેઠળ નથી આવતો. જો ફલેટનો કબ્જો આપવામાં બિલ્ડર નિષ્ફળ જાય તો ફલેટબાયર રીફન્ડ માગી શકે છે. અહીં ફલેટનું બુકિંગ કેન્સલ થયું છે. આમ તે ફલેટની અલોટી નથી પણ ઇન્વેસ્ટર છે. આમ કોઇ કલમનો ભંગ નથી થયો. મહારેરા ઓથોરીટીએ તેમને સિવિલ કોર્ટમાં ચેક - બાઉન્સિંગનો કેસ કરવાની સલાહ આપી છે. (3:41 pm IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121047

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App







 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

BJPના બાહુબલીઓ નીતિન પટેલ સામે ઝૂકયા શું કામ? - નેશનલ મેડિકલ બિલનો વિરોધ: આજે દેશભરમાં ડૉક્ટર્સની હડતાલ - કમ્પોઝીશન સ્કીમમાં કરચોરીઃ સરકાર ચોંકીઃ કરશે સમીક્ષા - 'લવ જેહાદ' અંગે સમગ્ર જૈન સમાજ ચિંતિત - GST બાદ માલ પરિવહનની ઝડપ વધી - ગુજરાતમાં આવતા મહિને યોજાનારી ચૂંટણીઓ ભાજપ માટે મોટો પડકાર - ગુજરાતનો નવતર પ્રયોગઃ નાના બાળકોને 'બાળ ડોકટર' બનાવશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

BJPના બાહુબલીઓ નીતિન પટેલ સામે ઝૂકયા શું કામ? 
નાયબ મુખ્ય પ્રધાન સરકાર ઉથલાવવા પણ તૈયાર હતા નવી દિલ્હી તા.૨: નીતિન પટેલને રાજી રાખવા માટે વર્ષના અંતિમ દિવસે, રવિવારે ગુજરાત BJPએ તેમનું માન રાખીને સૌરભ પટેલ પાસેથી નાણાખાતું લઇને  એ ખાતું તેમને આપી દીધું, જેનું આશ્ચર્ય સૌકોઇને છે. BJP કદાવર છે અને BJP અકિલા કયારેય કોઇ નેતા સામે ઝૂકી નથી એવા સમયે BJP અને BJPના બાહુબલી સ્તરના અમિતભાઇ શાહ તથા ખુદ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ માની ગયા અને નીતિનભાઇ પટેલની સામે ઝૂકી ગયા. આવું થવાનું કારણ શું? આ પ્રશ્નના અકીલા જવાબમાં નીતિન પટેલની તાકાત છુપાયેલી છે અને હકીકત એ જ છે કે નીતિન પટેલ ખરેખર BJPની પૂંછડી દબાવીને બેઠા હતા. નીતિન પટેલ ભલે જાહેરમાં ન સ્વીકારે પણ એ સાચું જ છે કે તેમની સાથે દસથી પણ વધારે BJPના વિધાનસભ્યો હતા જે બળવો કરવા માટે તૈયાર હતા. શનિવારે આખી રાત આ બાબતમાં વિચારણાઓ ચાલી છે અને નીતિન પટેલ જો પક્ષ છોડી દે તો શું પરિસ્થિતિ થાય એના પર વિચારણા થઇ હતી. નીતિન પટેલને મોટા ખાતા સિવાયનું કોઇ સમાધાન ખપતું નહોતું એટલે BJPએ તેમની સામે ઝૂકીને નાણાખાતું આપી દીધું.ઙ્ગ એ સો ટકા સાચી વાત છે, પણ જો સોર્સની વાતને સાચી માનો તો નીતિન પટેલ અસંતોષી વિધાનસભ્યોને લઇને વિધાનસભાનો બોયકોટ કરી BJPને લઘુમતીમાં મૂકી દેવા માટે તૈયાર હતા. BJP લઘુમતીમાં આવે અને એ પણ ગુજરાતમાં BJP લઘુમતીમાં આવે તો ચોક્કસ એની અસર આખા દેશમાં પડે અને BJPની આબરૂના લીરા ઊડી જાય. આવું ન બને એટલે સમય સાચવી લેવાના ઇરાદે જ BJPના બાહુબલીઓ નીતિન પટેલ સામે ઝૂકી ગયા અને અત્યાર પૂરતી તેમની ઇચ્છાને માન આપીને નાણાખાતું તેમને આપી દીધું. જોકે એ વાત પણ એટલી જ સાચી છે કે BJPના સિનિયર્સ કિન્નાખોરી રાખી શકે એમ છે અને એ કિન્નાખોરી સાથે જ હવે નીતિન પટેલનું પત્તું કાયમ માટે કાપે અને તેમની રાજકીય કારકિર્દી ખતમ પણ કરી શકે છે.(૧.૨)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121024

નેશનલ મેડિકલ બિલનો વિરોધ: આજે દેશભરમાં ડૉક્ટર્સની હડતાલ

સંસદમાં આજે નવા બિલ પર ચર્ચા થશે, MCIના બદલે નવા સંગઠનની જોગવાઈ

નવી દિલ્હી: દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં મંગળવારે સ્વાસ્થ્ય સેવાઓ પર અસર પડી શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નવા સંગઠનની રચના માટે સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલના વિરોધમાં દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. તેના વિરોધમાં આઈએમએ તરફથી 12 ક્લાકના વિરોધ દેખાવોનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન તમામ ખાનગી હોસ્પિટલોમાં રૂટીન સેવાઓ પર અસર થઈ શકે છે. આ આંદોલનના પગલે તમામ ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓને અસર થઈ શકે છે, પરંતુ ઈમર્જન્સી અને જરૂરી સેવાઓ ચાલુ રહેશે.


શુક્રવારે સંસદમાં નેશનલ મેડિકલ કમિશન બિલ રજૂ કર્યું હતું. તેમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના બદલે નવા સંગઠનની રચનાનો પ્રસ્તાવ છે. આ સિવાય વૈકલ્પિક સારવાર પદ્ધતિઓને પણ મંજૂરી આપવાની જોગવાઈ છે. સંસદમાં આ બિલ પર મંગળવારે ચર્ચા થઈ શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને એમ કહેતાં આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે કે તેનાથી મેડિકલ પ્રોફેશનલ્સના કામ પર અસર પડશે અને તેમણે સંપૂર્ણપણે અમલદારો તથા બિનમેડિકલ વહીવટદારો પ્રત્યે જવાબદાર થવું પડશે.

આઈએમએએ મંગળવારના દિવસને ‘બ્લેક ડે’ જાહેર કર્યો છે. આઈએમએના નવા બનેલા અધ્યક્ષ ડો. રવિ વાંખેડકરે કહ્યું કે વર્તમાન સ્વરૂપમાં નેશનલ મેડિકલ કમિશન બિલને સ્વીકારી શકાય નહીં. તે ગરીબવિરોધી, જનવિરોધી અને બિનલોકતાંત્રિક છે. એટલું જ નહીં તે પોતાનામાં જ સંઘીય માળખા વિરુદ્ધ છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-strike-by-nationwide-private-and-government-doctors-gujarati-news-5782315-PHO.html?ref=ht

કમ્પોઝીશન સ્કીમમાં કરચોરીઃ સરકાર ચોંકીઃ કરશે સમીક્ષા 
વેપારીઓએ ચાલ ચલી... જુલાઇ-સપ્ટેમ્બરમાં માત્ર રપ૧ કરોડનો જમા થયો ટેકસઃ વેપારીઓએ સરેરાશ વેપાર માંડ-માંડ ર લાખ દર્શાવ્યોઃ ૧૦ લાખ વેપારીઓએ આ સ્કીમ પસંદ કરી હતીઃ માત્ર ૬ લાખે રિટર્ન ભર્યુઃ ૪ લાખનું રિટર્ન બાકીઃ સરકાર હવે સ્કીમની સમીક્ષા કરી નિયમો બદલાવશે અકિલા નવી દિલ્હી તા.ર : નાના અને મધ્યમ વેપારીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી જીએસટીની કમ્પોઝીશન સ્કીમ ટેકસ ચોરીનું શસ્ત્ર બનતી જઇ રહી છે. જીએસટી લાગુ થયા બાદ પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ આ યોજનાની અકીલા કામગીરી નિરાશાજનક રહી છે. માનવામાં આવે છે કે સરકાર આ યોજનાની સમીક્ષા કરી નિયમોમાં ફેરફારો કરશે.   ૧ કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર કરનાર વેપારી જીએસટીની કમ્પોઝીશન સ્કીમની પસંદગી કરી શકે છે જે હેઠળ આવતા વેપારીઓએ માસિક રીટર્ન ભરવાની જરૂર રહેતી નથી અને તેઓને ટેકસ પણ ઓછો ભરવો પડે છે. જો કે આની શરૂઆત થતા જ સરકારને ચોંકાવનારા પરિણામો મળ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઇથી સપ્ટેમ્બરમાં ૧૦ લાખ વેપારીઓએ આ સ્કીમની પસંદગી કરી હતી. જેમાંથી માત્ર ૬ લાખ વેપારીઓએ જ રપ ડિસે. સુધીમાં રીટર્ન ભર્યુ છે અને હજુ ૪ લાખ વેપારીએ રીટર્ન ભરવાનું બાકી છે. ચોકાવનારી વાત એ છે કે, જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન આ સ્કીમથી સરકારને માત્ર રપ૧ કરોડ જીએસટી દ્વારા મળ્યા છે. આ રીતે જો ચુકવવામાં આવેલ જીએસટીમાં કમ્પોઝીશન સ્કીમ લાવનાર વેપારીઓના આ ત્રિમાસિક ગાળામાં સરેરાશ ટર્નઓવરને જોવાય તો માંડ ર લાખ બેસે છે. જેનાથી ટેકસ ચોરી થઇ હોવાનુ મનાય છે. વાસ્તવમાં જીએસટી હેઠળ રજીસ્ટ્રેશનની અનિવાર્યતા વાર્ષિક ર૦ લાખથી વધુનો વેપાર કરનાર માટે જ છે. એવામાં સવાલ ઉઠે છે કે જે વેપારીઓએ જુલાઇ-સપ્ટેમ્બરમાં પોતાનો વેપાર ર લાખ આસપાસ ગણાવ્યો હોય તો વાર્ષિક વેપાર ૮ લાખનો થવા જાય છે. જયારે કમ્પોઝીશન લેનાર વેપારીઓનુ વાર્ષિક ટર્નઓવર માત્ર ૮ લાખ રૂપિયા હોય તો પછી તેમણે આ સ્કીમ કેમ અપનાવી છે ? ર૦ લાખથી ઓછા કારોબાર પર રજીસ્ટ્રેશનની પણ જરૂર નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્કીમ હેઠળ અત્યાર સુધીના અનુભવથી સ્પષ્ટ સંકેત મળે છે કે આ થકી ટેકસ ચોરી થઇ રહી છે. આ સ્કીમ હેઠળ નોંધાયેલ વેપારીઓએ ટર્નઓવરના માત્ર ૧ ટકા, મેન્યુફેકચરીંગ યુનિટોએ ર ટકા અને રેસ્ટોરન્ટે પ ટકાના દરથી ચુકવણુ કરવાનુ છે. (10:33 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121027


'લવ જેહાદ' અંગે સમગ્ર જૈન સમાજ ચિંતિત 
છેલ્લા એક પખવાડિયામાં ગુજરાતમાં જૈન છોકરીઓને ફોસલાવવાના ૧૦ જેટલા બનાવ બન્યાઃ પ્રવર સમિતિની બેઠક સંપન્નઃ ૧૮ સમુદાયના ૨૧ પ્રતિનિધિઓ સહિત જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા અમદાવાદ તા. ૨ : છેલ્લા એક પખવાડિયામાં જૈન છોકરીઓને ફોસલાવવાનાં ૧૦ જેટલા બનાવ બન્યા હતા. જેને કારણે અકિલા સમગ્ર જૈન સમાજ ચિંતિતિ બન્યો છે અને તેનો પડઘો અમદાવાદમાં જૈનાચાર્ય ભગવંતોની નિશ્રામાં મળેલી બેઠકમાં પડ્યો હતો. ધર્મરક્ષા, શાસન સેવાના અનેકવિધ કાર્યો માટે યોજાયેલી આ બેઠકમાં 'લવ જેહાદ' નો મુદ્દો અકીલા અત્યંત ગંભીર બની રહ્યો હતો.   ઉલ્લેખનીય છે કે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસૂરીશ્વરજી મ.સા., આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા., ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મ.સા. અને પ્રવર સમિતિના કન્વીનર ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૧ આચાર્ય ભગવંતો સહિત ૫૦થી વધુ સાધુ ભગવંતો તથા ૧૮ સમુદાયના ૨૧ શ્રાવકોની નિશ્રામાં આ પ્રવર સમિતિની બેઠક સોમવારે પંકજ જૈન સંઘ, ભઠ્ઠા-પાલડી ખાતે યોજાઈ હતી. સુરતમાં ગયા અઠવાડિયામાં ત્રણ ત્રણ એવા બનાવ બન્યા હતા કે જૈન છોકરીઓ-યુવતીઓને વિધર્મી યુવાનો દ્વારા ફોસલાવવાની પ્રવૃત્ત્િ। ટ્યૂશન કલાસ દ્વારા થતી હતી. સાથે જ આ ઘટના બાદ જૈન અગ્રણીઓ અને જે-તે સમાજના રાજકીય અગ્રણીઓ પણ ભેગા થયા હતા. સાથે જ અનેક ગૂઢ બાબતો પણ સામે આવી હતી. ત્યારબાદ માત્ર સુરત જ નહીં, પરંતુ રાજયનાં વઢવાણ, કડી, અમદાવાદ વગેરે શહેરોમાં તથા મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પણ આ પ્રકારની ગંભીર બાબતો પ્રકાશમાં આવી હતી. જેને કારણે જૈન શ્રેષ્ઠીઓએ આ પ્રકારની વિગતો આજે યોજાયેલી પ્રવર સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેને પગલે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ મુદ્દે જૈન ભગવંતોએ પણ પોતાની રીતે માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં આ જ મુદ્દે હિન્દુ ધર્મના સાધુ-સંતો, મહંતો અને હિન્દુ સંગઠનો સાથે મળીને ગંભીર રીતે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવનાર છે. આ બેઠકમાં શ્નલવ જેહાદલૃના મુદ્દે જે મહત્ત્વના ઉપાયો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ છે, સાધ્વીજી ભગવંતો દ્વારા માતા-પિતાને જાગૃત કરવામાં આવે અને બીજા તબક્કામાં કન્યા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવે. સાથે જ યુવાનોને પણ સમાજની બહેનો-દીકરીઓની રક્ષા માટે સજ્જ કરવામાં આવે. આ માટે એક કોમન ટેલિફોન નંબર અથવા હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવે તે માટેનાં પણ સૂચન થયા છે, જેને પણ ગંભીરતાથી લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગુરુ ભગવંતો દ્વારા પણ સમયસર ગુરુ ભગવંતો દ્વારા યુવાવર્ગની જાગૃતિ માટેની નિયમિત શિબિર થાય તો યુવાધન બચી શકે છે. આ ઉપરાંત, તીર્થરક્ષા, ધર્મરક્ષા વગેરે વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સાધુ-સાધ્વીજીના આરોગ્ય માટે ૧૪૦૦ હોસ્પિટલ સાથે ટાઈઅપ અગાઉ યોજાયેલી પ્રવર સમિતિની બેઠકમાં અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી. જેમાં જે વયોવૃદ્ઘ થયેલા શ્રમણ ભગવંતોના આરોગ્ય અંગે પણ શ્રાવકો દ્વારા ચિંતા વ્યકત થઈ હતી અને તેના નિરાકરણરૂપ એક મહત્ત્વની ઘોષણા પણ કરવામાં આવી છે. જે અંતર્ગત જીતો દ્વારા 'શ્રમણ આરોગ્યમ્'નામની એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સાધુ-સાધ્વીજીઓના આરોગ્ય માટે એક રૂપિયાથી લઈને લાખો રૂપિયાનો ખર્ચ જીતોના 'શ્રમણ આરોગ્યમ્' પ્રકલ્પ દ્વારા વહન કરવામાં આવશે. જેને માટે માત્ર ગુજરાત જ નહીં, દેશભરની ૧૪૦૦ હોસ્પિટલ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પણ સાધુ-સાધ્વીજીઓના વિહાર દરમિયાન જે સંરક્ષણ અને સેવા પુરી પાડવામાં આવે છે, તેને પગલે મોટા અકસ્માતો પણ ટાળી શકવાની સ્થિતિએ પહોંચી શકાયું છે. (10:25 am IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/02-01-2018/68076

GST બાદ માલ પરિવહનની ઝડપ વધી 
ટ્રક હવે એવરેજ ૧૦૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિદિન પરિવહન કરી રહી છેઃ અગાઉ દેશના જુદા-જુદા રાજ્યમાં સીધા અને આડકતરા ટેકસ હોવાના કારણે ટ્રકને એવરેજ ચારથી છ જગ્યાએ રોકાવું પડતું હતું મુંબઇ તા. ૨ : દેશમાં જીએસટી લાગુ થયાને છ મહિના કરતાં વધુ સમય થઇ ચૂકયો છે ત્યારે જીએસટી લાગુ થયા અકિલા બાદ ટ્રકના માલ પરિવહનની ઝડપ વધી ગઇ છે. ટ્રક હવે એવરેજ ૧૦૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિદિન પરિવહન કરી રહી છે.   અગ્રણી ટ્રાન્સપોર્ટ કંપનીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીનો અમલ થવાના કારણે માલ પરિવહનની ઝડપમાં અકીલા વધારો થયો છે. તેઓના જણાવ્યા પ્રમાણે અગાઉ દેશનાં જુદાં જુદાં રાજયમાં સીધા અને આડકતરા જુદા જુદા ટેકસ હોવાના કારણે ટ્રકને એવરેજ ચારથી છ જગ્યાએ રોકાવું પડતું હતું, જેમાં સમય અને ડીઝલની મોટી બરબાદી થતી હતી, પરંતુ જીએસટીના કારણે તેમાં મોટો ઘટાડો થયો છે. ટ્રાન્સપોર્ટરોના કહેવા પ્રમાણે જીએસટીથી ન માત્ર માલપરિવહન કંપનીઓને ફાયદો થયો છે, પરંતુ તેના કારણે ગ્રાહકોને પણ લાભ થયો છે. ટ્રકના મેન્ટેનન્સ ખર્ચમાં પણ એવરેજ ૩૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે એટલું જ નહીં, અવરોધ વગર પરિવહન થવાના કારણે ટ્રકના કિલોમીટરદીઠ માઇલેજમાં ૧૦થી ૧૫ ટકા સુધારો નોંધાયો છે. દરમિયાન 'ઇ-વે બિલ'કે જેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલ દ્વારા ઇ-વે બિલમાં કેટલાક સુધારા-વધારા કરીને આગામી ૧૮ જાન્યુઆરીની બેઠકમાં મહોર મારવામાં આવી શકે છે. ટ્રાન્સપોર્ટ સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ૧ ફેબ્રુઆરીથી ઇ-વે બિલની અમલવારી થઇ શકે છે.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121021

ગુજરાતમાં આવતા મહિને યોજાનારી ચૂંટણીઓ ભાજપ માટે મોટો પડકાર
ફેબ્રુઆરીમાં ૭૫ મ્યુનિસિપાલિટી, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવશે નવી દિલ્હી તા. ૨ : ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણી કરતા ઓછી સીટો સાથે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જીતેલી ભાજપ સરકાર માટે હજુ પડકારો પૂરા નથી અકિલા થયા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની લોકલ બોડીની ચૂંટણીમાં ભાજપ ધોવાઈ ગયુ હતુ. આથી સત્તાધારી પક્ષે અત્યારથી જ ૨૦૧૮ની પ્રથમ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.   ફેબ્રુઆરીમાં ૭૫ મ્યુનિસિપાલિટી, બે જિલ્લા અકીલા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવશે. હવે ભાજપ સત્તામાં છે અને મોટાભાગની સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપ માટે ચિંતાનો વિષય છે. અત્યારે ૭૫ મ્યુનિસિપાલિટીમાંથી ભાજપ પાસે ૫૯માં સત્તા છે. જે ૧૭ તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ૧૩માં ભાજપ પાસે સત્તા છે. બનાસકાંઠા અને ખેડા એમ જે બે જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે તે બંનેમાં ભાજપનું શાસન છે. કોંગ્રેસના ચૂંટાઈ આવેલા સભ્યો ભાજપમાં જોડાઈ જતા આ જિલ્લા પંચાયતોમાં ભાજપની જીત થઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પાર્ટીના નિશાન પર નથી લડવામાં આવતી. આમ છતાંય મોટા ભાગની ગ્રામ પંચાયતમાં ભાજપ તરફી સરપંચ છે. આથી આ જગ્યાઓએ પોતાની સત્તા ટકાવી રાખવી અને વધારે જગ્યાએ જીત મેળવવી એ ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. ભાજપના જૂથે સોમવારે તેમના વિસ્તારક જૂથ સાથે મીટીંગ યોજી હતી અને આવનારી ચૂંટણીઓ માટે રણનીતિ નક્કી કરી હતી. આ સાથે જ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું, 'અમે સળંગ છઠ્ઠીવાર વિધાનસભાની ચૂંટણી જીત્યા છીએ આથી અમે લોકોના સહકારથી આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પણ જીતી જઈશું. અમે આજે મ્યુનિસિપાલિટી, જિલ્લા અને તાલુકા તથા ગ્રામ પંચાયતમાં સત્તા જાળવી રાખવાની રણનીતિ અંગે ચર્ચા કરી હતી અને છેલ્લી વખતે જયાં હારી ગયા હતા ત્યાં કેવી રીતે જીતવું તેની સ્ટ્રેટેજી નક્કી કરી હતી.' ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, 'હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે પણ માહોલ ઊભો કરી દીધો છે. ગત વખતની સરખામણીએ આ વર્ષે કોંગ્રેસ વધારે સારુ પરફોર્મ કરશે તેવી આશા છે. ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન અમે ૨૩ જિલ્લા પંચાયત, મોટાભાગની તાલુકા પંચાયત અને અનેક મ્યુનિસિપાલિટીમાં જીત હાંસલ કરી હતી. આથી અમને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં અમે જીતી જઈશું.' (10:34 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121028

ગુજરાતનો નવતર પ્રયોગઃ નાના બાળકોને 'બાળ ડોકટર' બનાવશે
આ બાળ ડોકટર્સ નાની બીમારીઓમાં આયુર્વેદીક પધ્ધતિથી ઇલાજ કરશેઃ ટોર્ચ એપ્રોન અને દવાઓથી સજ્જ કરશેઃ આવા ડોકટરોને પહેલા ટ્રેનીંગ અપાશેઃ દરેક પ્રાઇમરી સ્કુલમાં એક બાળ ડોકટર નિમાશેઃ જો કે મેડીકલ એસોસીએશનનો વિરોધ નવી દિલ્હી તા.ર : ગ્રામીણ વિસ્તારોમાં અકિલા ડોકટરોની અછતનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર એક નવો આઇડિયા લઇને આવી છે અહી 'બાળ ડોકટર્સ' રાજય સ્કુલ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ બાળકોના સ્વાસ્થ્યની દેખરેખ રાખશે. ગુજરાતના અરવલ્લી જીલ્લાના નવગ્રામ ગામડાની અકીલા સરકારી સ્કુલમાં અભ્યાસ કરતા છઠ્ઠાવર્ગના કાજલ ભુપતભાઇ નામના બાળ ડોકટરને પ્રાઇમરી સ્કુલના પાઇલોટ પ્રોજેકટ માટે નોમીનેટ કરવામાં આવ્યો છે. આ બાળ ડોકટર સ્ટેથોસ્કોપ અને આયુર્વેદીક દવાઓથી સજ્જ રહેશે. આ દવાઓ તેમના સહ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અધિકારીઓના કહેવા મુજબ તેઓને આયુર્વેદીક દવાઓનો જથ્થો અપાશે કે જેથી તેઓ કોઇપણ સ્વાસ્થ્ય સંબંધી મુદાને નિપટી શકશે. દરેક પ્રાઇમરી સ્કુલમાં એક બાળ ડોકટર નિયુકત કરાશે. જે માટે રાજયનો શિક્ષણ અને સ્વાસ્થ્ય વિભાગ સંયુકત રીતે કામ કરશે.   આ બાળ ડોકટર નાની બીમારીઓમાં આયુર્વેદીક પધ્ધતિથી ઇલાજ કરશે. તેઓ મધ્યાહન ભોજન પહેલા બાળકોને હાથ ધોવા માટે પ્રેરીત કરશે. આ સિવાય દર બુધવારે આયરન અને ફોલીક એસીડ સપ્લીમેન્ટ પ્રોગ્રામને પણ મોનીટર કરશે. તેઓ અન્ય વિદ્યાર્થીઓને લત્ત છોડાવવા અને હવામાન અંગેની બિમારીઓ અંગે માહિતગાર કરશે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યુ છે કે, દરેક બાળ ડોકટરને એક એપ્રોન અને બેચ આપવામાં આવશે કે જેથી તેઓ ડોકટર જેવા દેખાય. આ સિવાય તેમને ટોર્ચ, આયુર્વેદીક દવાઓની કીટ, બુકલેટ અને સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટર પણ અપાશે. રાજયના હેલ્થ કમિશ્નર ડો.જયંતિ રવિએ કહ્યુ હતુ કે, છાત્રોને પહેલા ટ્રેનીંગ અપાશે. સ્વાસ્થ્ય અને શિક્ષણ દ્વારા એક નોડલ ટીચર નિયુકત કરવામાં આવશે જે તેમના કામકાજ ઉપર નજર રાખશે. જો કે ગુજરાતના ઇન્ડિયન મેડીકલ એસોસીએશને આ વિચાર ગમ્યો નથી. બ્રાન્ચ અધ્યક્ષ ડો.યોગેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મને આ બાબત અંગે કોઇ માહિતી નથી પરંતુ આવુ થવુ ન જોઇએ. આપણે માત્ર એલોપેથીક દવાઓ ઉપર ભરોસો કરીએ છીએ અને આપણે જેણે એમબીબીએસ કર્યુ હોય તેને જ ડોકટર માનીએ છીએ.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121023

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 1 January 2018

મોદી સરકાર ખેડૂતોને રાજી કરશેઃ પાક પર વધુ ભાવ આપશે નવા વર્ષની ખેડુતોને મળશે અનેરી ભેટ - પક્ષે મારી લાગણી ધ્યાને લીધી તેનો મને આનંદ છે: નીતિન પટેલ - નાણાં વિભાગ મળતા પટેલની પ્રતિક્રિયા દૂધમાં સાકરની જેમ ભળી જઈશ - ગુજરાત યુનિ.ની પરીક્ષામાં પેપર લીક કૌભાંડ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

મોદી સરકાર ખેડૂતોને રાજી કરશેઃ પાક પર વધુ ભાવ આપશે 

નવા વર્ષની ખેડુતોને મળશે અનેરી ભેટઃ ઉત્પાદનના વ્યાજબી ભાવ અપાવવા માટે સરકાર પડતર મુલ્યથી પ૦ ટકા વધુ લાભ આપી કૃષિ પ્રોડકટનું ન્યુનતમ સમર્થન મુલ્ય નિર્ધારીત કરવાની વ્યવસ્થા લાગુ કરશેઃ બે દિવસ પહેલા સંઘના આર્થિક સંગઠનો સાથે સરકાર અને ભાજપની સમન્વય બેઠકમાં અકિલા સમજુતી સાધવામાં આવીઃ ખેડુતોને નારાજ નહી રહેવા દેવા સહમતી નવી દિલ્હી તા.૧ : ખેડુતો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં રાહતોનો વરસાદ વરસાવે તેવી શકયતા છે. ઉત્પાદનનું વ્યાજબી મુલ્ય પ્રદાન અકીલા કરાવવા માટે કેન્દ્ર સરકાર પડતર મુલ્યથી પ૦ ટકા વધુ લાભ આપી કૃષિ પ્રોડકટનું ન્યુનતમ સમર્થન મુલ્ય નિર્ધારીત કરવાની વ્યવસ્થા લાગુ કરી શકે છે. બે દિવસ પહેલા સંઘના આર્થિક સંગઠનો માટે થયેલી સરકાર અને ભાજપની સમન્વય બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા પર મોટાભાગે સહમતી બની ગઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય કિશાન સંઘે આ બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની તરફેણ કરતા કૃષિ પ્રોડકટની કોસ્ટને આધાર ગણી નિર્ધારીત કરવા માંગણી કરી હતી. જેના પર સંઘના તમામ સંગઠનોએ પોતાની મંજુરીની મહોર લગાવી હતી. બેઠકમાં સામેલ નાણામંત્રી અરૂણ જેટલીએ પણ આ માંગણીનો સ્વીકાર કર્યો હતો. જેટલી થકી ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા કરવાનુ આશ્વાસન મળ્યા બાદ હવે એ બાબતની સંભાવના વધી ગઇ છે સરકાર પોતાનુ વચન ટુંક સમયમાં પુરૂ કરશે. સમન્વય બેઠકમાં સામેલ સંઘના પદાધિકારીએ કહ્યુ હતુ કે, ખેડુતોના હિતોની અવગણના નહી કરાઇ. કૃષિ સમસ્યા કોઇ રાજયની નથી પરંતુ સમગ્ર દેશની છે. ખેડુતોને તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ પ્રદાન કરવાના મામલા પર બધા સંગઠનો એક મત હતા. સરકાર પણ સહમત હતી. ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની જરૂરીયાત એટલા માટે પણ છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી ર૦૧૪માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ ઉત્પાદનનું ન્યુનતમ સમર્થન મુલ્ય પડતર મુલ્યથી પ૦ ટકા કરવાનુ વચન આપ્યુ હતુ. વધુમાં વડાપ્રધાને ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનુ એલાન કર્યુ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે કૃષિની કોસ્ટ ઘટાડવાના તમામ પ્રયાસો કર્યા છે આમ છતાં ખેડુતોની નારાજગી છે. ભાજપ શાસિત રાજસ્થાન, મ.પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડુતોના આંદોલનોએ ભાજપની ઉંઘહરામ કરી દીધી હતી. ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે પરંતુ ખેડુતોની નારાજગી સામે આવી છે. સંઘ પરિવાર નથી ઇચ્છતો કે દેશનો ખેડુત સરકારથી નારાજ રહે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ખેડુતોની નારાજગી દેખાય તે પહેલા સરકાર તેઓને રાજી કરી દેવા માંગે છે. આ જ કારણે સંઘના આર્થિક સંગઠનોએ સરકાર અને ભાજપ સાથે મેરેથોન બેઠક કરી તેઓની નારાજગી દુર કરવા રસ્તો કાઢયો હતો. આ બેઠકમાં સંઘના કૃષ્ણગોપાલ ઉપરાંત અમિત શાહ, જેટલી અને સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદુર સંઘ અને ભારતીય કિશાન સંઘ સહિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ર૮ અને ર૯ ડિસે.ના રોજ આ બેઠક યોજવામાં આવી હતી. (9:58 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/01-01-2018/120961

પક્ષે મારી લાગણી ધ્યાને લીધી તેનો મને આનંદ છે: નીતિન પટેલ

સમર્થકો દ્વારા ઉમળકાભેર સ્વાગત :‘રૂપાણી હટાવો સરકાર બચાવો’ નારા લાગ્યા

 મહેસાણા: રાજ્યના પ્રધાનમંડળમાં મહત્વનું ખાતું ન ફાળવાતાં નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની લાગણી અને માંગણીને ભાજપ હાઇકમાન્ડે ધ્યાને લઇ નાણાં વિભાગ ફાળવતાં સમર્થકો ગેલમાં આવી ગયા છે. રવિવારે બપોરે મહેસાણામાં મોટી સંખ્યામાં સમર્થકોએ ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન સમર્થકોમાં કેટલાકે રૂપાણી હટાવો સરકાર બચાવોના નારા લગાવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યંુ કે, પક્ષે મારી લાગણી ધ્યાને લીધી તેનો મને આનંદ છે. પહેલાની જેમ જ દર રવિવારે મહેસાણાની મુલાકાતે આવવાનું ચાલુ રહેશે. શહેર અને તાલુકાને તમામ સગવડોથી શ્રેષ્ઠ બનાવા કાર્યરત રહેવાની નેમ વ્યકત કરી હતી.

સોમેશ્વર કોમપ્લેક્ષમાં કાર્યાલયે બપોરે 3.15 વાગ્યે નીતિન પટેલની સાથે વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ પણ હતા. નીતિનભાઇએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને અધ્યક્ષ અમિતભાઇએ નાણાં વિભાગની જવાબદારી આપી છેે. માન સન્માનનો પ્રશ્ન હતો. નાયબ મુખ્યમંત્રી તરીકે મહત્વનો વિભાગ સોંપાય તેવી લાગણીમાં સૌ સમર્થકો નિવાસસ્થાને આવ્યા હતા. નાણાં વિભાગ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, ખેડૂતોની જીવાદોરી નર્મદા વિભાગ, કલ્પસર, ગાંધીનગર પાટનગર વિકાસ યોજના વિભાગની જવાબદારી આપી છે.
કોંગ્રેસે રાજકીય રીતે તક ઝડપવાનો પ્રયાસ કર્યો હતો પણ કોંગ્રેસ ખોટુ વિચારી રહી છે, પાર્ટીએ સેવાની સુંદર તક અાપી છે તેનો ઋુણી છું. જે કામો જાહેર કરેલા છે તે પરીપૂર્ણ કરાશે.મહેસાણામાં સારી આધુનિક સારવાર સુવિધામાં વધારો થાય અને ઓછા ખર્ચે ગરીબ દર્દીને સારી સારવાર મળી રહે તે દિશામાં કામો કરીશું.

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-i-am-happy-that-the-party-has-listened-to-me-nitin-patel-gujarati-news-5781733-PHO.html?ref=ht

નાણાં વિભાગ મળતા પટેલની પ્રતિક્રિયા દૂધમાં સાકરની જેમ ભળી જઈશ


ખાતાની ફાળવણીને લઈને રાજકીય ડ્રામાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો

અમદાવાદ: ભાજપના શાસનમાં છેલ્લા 25 વર્ષમાં સરકારના ખાતાની વહેંચણીને લઇને ન સર્જાયેલા વિવાદનો અંત નિતિન પટેલને નાણા મંત્રાલય સોપવામાં આવતા પુરો થયો છે. આ સાથે જ સૌરભ પટેલને સોંપાયેલું નાણા વિભાગ નિતિન પટેલને સોંપવાની રાજય સરકારે વિધિવત્ત જાહેરાત કરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સવારે સાડા સાત કલાકે જ નિતિન પટેલને ફોન કરતા તેમણે બપોરે સચિવાલય જઇને ચાર્જ સંભાળી લીધા હતો.

ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ હવે દુધમાં સાકર ભળે તેમ ભળી જશે તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ઘીના ઠામમાં ઘી પડે જ. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયપાલ નિતિન પટેલને નાણા વિભાગ સોંપવાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સાંજે સ્વીકારી લેવામાં આવતા રાજય સરકારે નિતિન પટેલને નાણામંત્રાલય સોંપવાની જાહેરાત કરી હતી.
ગુજરાત ભાજપ સરકારની ગુરુવારે સાંજે પાંચ વાગ્યે મળનારી કેબિનેટ રાત્રે નવ કલાકે મળવા સાથે જ ખાતા વહેંચણીને લઇને વિવાદ થયો હતો. નિતિન પટેલે ભાજપના જ મોવડી મંડળ સામે બાયો ચડાવતા મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અ્ને અધ્યક્ષ અમિત શાહ સુધી પહોંચ્યો હતો. બીજીબાજું સૌરભ પટેલને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન કરીને નાણા વિભાગ નિતિન પટેલને સોંપવાની વાત કરી હતી. સૌરભ પટેલના કહ્યા પ્રમાણે પાર્ટીના આદેશને શીરોમાન્ય રાખ્યો છે અ્ને નાણા મંત્રાલય પરત સોંપ્યું છે. દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિતિન પટેલને નાણા ખાતું સોંપ્યું હોવાની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીએ મને ગૌરવપ્રદ ખાતું આપવાની ખાતરી આપી હતી. દરમિયાનમાં નિતિન પટેલે બપોરે સચિવાલય જઇને પૂજાવિધિ સાથે ચાર્જ સંભાળ્યો હતો. બીજીબાજું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બપોરે રાજયપાલને ખાતા ફાળવણીના ફેરફારની દરખાસ્ત મોકલતા સાંજે રાજય સરકારે જાહેરનામું પ્રસિધ્ધ કરીને નિતિન પટેલને નાણામંત્રાલય ફાળવવાની જાહેરાત કરી હતી.
મારી અિમત શાહ સાથે ફોન પર વાત થઈ છે મને યોગ્ય મંત્રાલય આપવાનું આશ્વાસન અપાયું છે. હું આ માટે તેમનો આભારી છું. હું મારા કામ દ્વારા ભાજપ હાઇકમાન્ડનું દિલ જીતવાનો પ્રયાસ કરીશ. ખરાબથી ખરાબ હાલતમાં પણ હું ભાજપથી અલગ થવાનું વિચારી શકતો નથી.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-nitin-patel-taken-charge-as-dy-cm-in-gandhinagar-gujarati-news-5781425-NOR.html?ref=ht


ગુજરાત યુનિ.ની પરીક્ષામાં પેપર લીક કૌભાંડ

 : પરીક્ષા પહેલા જ લીક થતા પેપર - કેટલાક સેન્ટરમાં ૨૦થી૨૫ વિદ્યાર્થી પકડાયા - પરીક્ષા શરૃ થયાના અડધો કલાક પહેલા વિદ્યાર્થીઓના મોબાઈલમાં પેપર ફરતુ થઈ જતુ હોવાનું ધ્યાને આવ્યુ અમદાવાદ, તા. 31 ડિસેમ્બર 2017, રવિવાર ગુજરાત યુનિવર્સિટીની હાલ ચાલી રહેલી યુજી-પીજીની સેમેસ્ટર પરીક્ષાઓમાં પેપર લીક કૌભાંડ સામે આવ્યુ છે.જાણવા મળતી માહિતી અનુસાર પરીક્ષાના થોડા સમય પહેલા જ પેપર લીક થઈ જાય છે અને વિદ્યાર્થીઓના મોબાઈલમાં પહોંચી જાય છે.તાજેતરમાં કેટલીક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા જ  મોબાઈલમાં પ્રશ્નપત્ર સાથે પકડાયા હતા.કેટલાક સેન્ટરમાં ૨૦થી૨૫ વિદ્યાર્થી પકડાયા હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાત યુનિ.ની યુજીની બીબીએ સેમેસ્ટર -૧ની પરીક્ષામાં તાજેતરમાં એક અફઘાની ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા પકડાયો હોવાની ઘટના સામે આવી છે ત્યારે યુનિ.ની પરીક્ષામાં વધુ એક ગંભીર ઘટના બહાર આવી છે.જાણવા મળતી માહિતી મુજબ યુનિ.ની પરીક્ષાઓમાં પેપર લીક થઈ રહ્યા છે.તાજેતરમાં બીકોમ સેમેસ્ટર-૧ની કોમર્સિયલ કોમ્પ્યુનિકેશનના વિષયની પરીક્ષામાં કેટલાક સેન્ટર પર  પરીક્ષા શરૃ થયાના થોડા સમય પહેલા જ વિદ્યાર્થીઓના મોબાઈલમાં પેપર ફરતુ થઈ ગયુ હતું. જાણવા મળતી માહિતી પ્રમાણે યુનિ.નજીકના જ એક સેન્ટરમાંથી એક સાથે ૧૫થી૨૦ વિદ્યાર્થી મોબાઈલમાં પ્રશ્નપત્ર સાથે પકડાયા હતા.પરીક્ષા શરૃ થયા બાદ પણ વિદ્યાર્થીઓ કેમ્પસમાં ફરતા હોઈ સુપરવાઈઝરે વિદ્યાર્થીઓના મોબાઈલ ચેક કરતા તેમાં પરીક્ષામાં પુછાનાર પ્રશ્નપત્ર જોવા મળ્યુ હતું.આ ઉપરાંત બીજા જ દિવસે જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી પણ બે-ત્રણ વિદ્યાર્થી મોબાઈલમાં પ્રશ્નપત્ર સાથે પકડાયા હતા.તેઓ પાસે પણ પરીક્ષા શરૃ થયા પહેલા મોબાઈલમાં પેપર આવી ગયુ હતું. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા શરૃ થયાના ૨૦થી૩૦ મીનિટ પહેલા પ્રશ્નપત્ર કઈ રીતે પહોંચી રહ્યુ છે અને કોણ પ્રશ્નપત્ર કવરમાંથી ખુલતા ફોટા પાડીને મોકલી રહ્યુ છે ?આ સહિતના અનેક પ્રશ્નો ઉભા થયા છે.ગુજરાત યુનિવર્સિટી તંત્ર અને પરીક્ષા વિભાગ માટે આ ખૂબ જ મોટી ગંભીર ઘટના છે.કારણકે એક સાથે આટલા બધા વિદ્યાર્થીના મોબાઈલમા પ્રશ્નપત્ર પહોંચી ગયુ હોઈ અને સુપરવાઈઝરે એક બે સેન્ટર પર વિદ્યાર્થીઓના પકડયા ત્યારે આ સમગ્ર કૌભાંડ પકડાયુ છે પરંતુ અગાઉના પેપરમાં પણ આવુ નહી બન્યુ હોઈ અને પેપર લીક ન થયુ હોઈ તેની શું ખાતરી ? પરીક્ષા સેન્ટર પર પરીક્ષા શરૃ થયાના અડધો કલાક પહેલા પેપર સીલબંધ કવરમાં એક લોક સાથેની પેટીમાં પહોંચે છે અને યુનિ.એ મોકલેલા ઓબ્ઝર્વર સામે પેટીમાંથી કવર કાઢવામા આવે છે અને તેમાંથી પ્રશ્નપત્ર કાઢવામા આવે છે ત્યારે ઓબ્ઝર્વર સામે જ યુનિ.ના સ્ટાફનો જ કોઈ માણસ પ્રશ્નપત્રના ફોટા પાડી લે છે.જો પરીક્ષા શરૃ થયા પહેલા જ સોશિયલ મીડિયામા આ રીતે પેપર ફરતુ  થઈ જતુ હોય તો યુનિ.ની પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ છે? અડધો કલાક સુધી પ્રવેશની છૂટ હોવાથી વિદ્યાર્થી પેપર જોઈ લે છે હાલ યુનિ.ની પરીક્ષામાં યુનિ.ના નિયમ પ્રમાણે વિદ્યાર્થીને પરીક્ષા શરૃ થયાના અડધા કલાક સુધીમાં પ્રવેશ આપવામા આવે છે જેને લઈને વિદ્યાર્થીઓ આ છૂટનો ગેરફાયદો પણ ઉઠાવી લેતા હોય છે.યુનિ.ના પેપર લીક કૌભાંડમાં પણ વિદ્યાર્થીઓ આ છૂટનો લાભ લઈને પેપર મોબાઈલમાં વાંચીને એમસીક્યુના જવાબો તૈયાર કરતા હોવાનું ધ્યાને આવ્યુ છે.એક સેન્ટરમાં પરીક્ષા શરૃ થયાના પાંચ મીનિટ બાદ ઘણા વિદ્યાર્થીઓ કેમ્પસમાં જ ફરતા હતા ત્યારે સુપરવાઈઝરને શક જતા તેમણે વિદ્યાર્થીઓને પુછ્યુ કે તમારે પરીક્ષા નથી આપવાની ત્યારે તપાસ કરતા તેઓના મોબાઈલમાં પહેલેથી જ પ્રશ્નપત્ર હતુ અને તેઓ ૧૪ માર્કસના એમસીક્યુ તૈયાર કરતા હતા.જેથી સરળતાથી એમસીક્યુના આધારે પરીક્ષામા પાસ થઈ જવાય. યુનિ.એ ક્રાઈમ બ્રાંચના સાયબર સેલને ફરિયાદ કરી તપાસ સોંપી સાયબર સેલ વિદ્યાર્થીઓના મોબાઈલ તપાસી પેપર લીક ક્યાંથી થયુ તેની તપાસ કરશે અમદાવાદ,શુક્રવાર યુનિ.ની પરીક્ષામાં પરીક્ષા શરૃ થયા પહેલા જ એક સાથે અનેક વિદ્યાર્થીઓના મોબાઈલમા પેપર જોવા મળતા યુનિ. સફાળી જાગી છે અને યુનિ.એ હાલ પ્રાથમિક તબક્કે ક્રાઈમબ્રાંચના સાયબર સેલને ફરિયાદ કરી છે.પરંતુ હાલ કોઈ એફઆઈઆર થઈ નથી સાયબર સેલ યુનિ.ની માહિતીની આધારે મોબાઈલ તપાસ પેપર લીક ક્યાંથી થયુ તેની તપાસ કરશે. ગુજરાત યુનિ.ના નજીકના જ પરીક્ષા સેન્ટરમાંથી એક સાથે ૧૫થી૨૦ વિદ્યાર્થીઓના મોબાઈલમા પરીક્ષા પહેલા જ પેપર ફરતુ થઈ ગયુ હોવાનું પકડાતા યુનિ.ને પેપર લીક કરાતુ હોવાનું મોટુ કૌભાંડ છે તેવી ગંધ આવી ગઈ છે અને યુનિ.માટે હવે પેપર પરીક્ષા પહેલા કોણ લીક કરે છે અને કઈ રીતે એક સાથે વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે તપાવુ ચિંતાનો વિષય છે.કારણકે એકથી બે સેન્ટરમાં વિદ્યાર્થીઓ પકડાયા હોઈ અને તે સેન્ટર યુનિ.નજીકના જ છે ત્યારે અગાઉની પરીક્ષાઓમાં યુનિ.ના દૂરના તેમજ પૂર્વ વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના સેન્ટરમાં પેપર પહેલેથી પહોંચી જતુ હોઈ શકે છે અને માસ કોપી કેસ પણ થતો હોઈ શકે છે.યુનિ.હાલ તો સફાળી જાગી છે અને આ સમગ્ર કૌભાંડની ગંભીરતા સમજાઈ હોઈ યુનિ.એ અમદાવાદ ક્રાઈમબ્રાંચના સાયબર સેલને ફરિયાદ પણ કરી છે. જેને લઈને ક્રાઈમબ્રાંચના પીઆઈએ પણ યુનિ.ની મુલાકાત લીધી હતી.સાયબર સેલ હવે વિદ્યાર્થીઓ પાસેથી પકડાયેલા મોબાઈલની તપાસ કરીને મૂળ પેપર ક્યાંથી લીક થયુ તેના છેડા સુધી જશે.જો આ સમગ્ર કેસમાં સઘન તપાસ કરવામા આવે તો મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે અને યુનિ.ના જ પરીક્ષા સ્ટાફના માણસોથી માંડી કેટલાક ઓબ્ઝર્વર તેમજ સુપરવાઈઝરો પણ કૌભાંડમા સંકળાયેલા હોઈ શકે છે.જો કે હાલ તો યુજી-પીજીની મોટા ભાગની મહત્વની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો અને વાડે જ ચીભડાં ગળ્યા જેવો ઘાટ યુનિ. માટે સર્જાયો છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/paper-leak-scam-in-gujarat-university-exam-paper-leaked-before-exam


Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/