સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 2 January 2018

હાર્દિકની સામે પડેલા અશ્વિન સાંકડાસરિયાને મારી નાખવાની ધમકી - ભાજપનાં કયાં ૧૧ પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલને ટેકો આપતાં ભાજપ હાઇકમાન્ડે ઝુકવું પડ્યું ? - SBI ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી ૧૭૭૧ કરોડ ખંખેર્યા - તમારો આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં કઇ રીતે કરશો ચેક? - H-1B વિઝાના નવા નિયમોથી ૭૫૦૦૦ ભારતીયોને છોડવું પડી શકે છે અમેરિકા. - રેરામાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટરોને ન્યાય નહીં મળે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિકની સામે પડેલા અશ્વિન સાંકડાસરિયાને મારી નાખવાની ધમકી 
નવી દિલ્હી તા. ૨ : પાટીદાર આરક્ષણ સંદ્યર્ષ સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશ્વિન સાંકડાસરિયાએ પોતાને મારી નાખવાની ફોન પર ધમકી અપાતાં ગઇ કાલે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર વિરુદ્ઘ નામ જોગ ફરિયાદ કરી છે. દિલ્હી રહેતા અશ્વિન સાંકડાસરિયાએ ગઇ અકિલા કાલે અહીંના કરોલબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પર ગત તા.૯ ડિસેમ્બરે સુરતમા પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલના આદેશથી તેમના નજીકની વ્યકિતઓએ જીવલેણ હુમલો કર્યો હતો અને લૂંટ કરી અકીલા હતી. આ અંગે સુરતની ક્રાઇમ બ્રાંચ પોલીસ મારી એફઆઇઆર ક્રમાંક એસસી ૧૭ર૧૦૧૦૦૬૮૬ હેઠળ તપાસ કરી રહી છે.સુરત પોલીસે તપાસ દરમ્યાન ગત તા.૩૦ ડિસેમ્બરે ચાર આરોપીને પકડ્યા છે તેમજ કોર્ટે આરોપી વિરુદ્ઘ બે દિવસના રિમાંડને મંજૂર કર્યા છે તેવો પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કરનાર અશ્વિન સાંકડાસરિયાએ વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે આ આરોપીઓ પૈકીના એક ચંદ્રેશ કાકડિયા નામના આરોપીના મામા હરેશ દોમડિયાએ મને તે દિવસે સાંજે ૬.ર૯ વાગ્યે મોબાઇલ નંબર ૭૯૮૪૩૩૦પર૧થી મારા મોબાઇલ નંબર ૯૭૧૮૮૭૧૭૩૩ પર ફોન કરીને મને મારી નાખવાની ધમકી આપી હતી. દિલ્હી આવીને મારું માથું કાપી નાખવાની તેમણે પોતાના પિતાના સોંગદ ખાઇને ધમકી આપી હતી. અશ્વિન સાંકડાસરિયાએ પોતાની પોલીસ ફરિયાદના અંતમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે મારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં (ધમકી આપનારે) તેમણે હાર્દિક પટેલના આદેશથી રચાયેલા ષડયંત્રના ભાગરૂપે મારી ઉપર હિચકારો હુમલો થયો હતો. તેવું સ્વીકાર્યું હતું. આ બાબતની (હાર્દિક પટેલને) તેમને અગાઉથી જાણ હતી, એટલે તેઓ (હાર્દિક પટેલ) પણ આ ષડયંત્રના એક ભાગીદાર છે તેવી કબુલાત પણ ખુદ ધમકી આપનારે કરી છે. દિલ્હીના કરોલબાગ પોલીસ સ્ટેશનમાં ગઇ કાલે બપોરે ૧ર.પ૦ વાગ્યે નોંધાયેલી પોલિસ ફરિયાદના સંદર્ભમાં અશ્વિન સાંકડાસરિયાએ પોલીસ ફરિયાદની સાથે ધમકીને લગતી ઓડિયો સીડી પણ પોલીસ તંત્રને આપી છે. (3:44 pm IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/02-01-2018/68086

ભાજપનાં કયાં ૧૧ પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલને ટેકો આપતાં ભાજપ હાઇકમાન્ડે ઝુકવું પડ્યું ? 
ABP અસ્મિતાનો સનસની ખેજ અહેવાલ નવી દિલ્હી તા.૨ : ગુજરાતમાં ખાતાની ફાળવણીથી નારાજ નીતિન પટેલ સામે ભાજપ હાઈકમાન્ડે ઘુંટણ ટેકવ્યા અને નાણાં ખાતું આપ્યું, તેના કારણે આશ્યર્ય ફેલાયું છે. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી અકિલા આ પ્રકારના રાજકીય બ્લેકમેલિંગને તાબે થતાં નથી, ત્યારે તેમણે નીતિન પટેલની માગણી કેમ સ્વીકારી તે સવાલ રાજકીય વર્તુળોમાં પૂછાઇ રહ્યો છે. ભાજપના જ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઇકમાન્ડે નીતિન પટેલની અકીલા માંગણી સ્વીકારી તે પછાળ પાટીદાર પાવર જવાબદાર છે. નીતિન પટેલે ભાજપ હાઇકમાન્ડ સામે શિંગડા ભેરવતા પહેલા બરાબર હોમવર્ક કર્યું હતું અને ભાજપના પાટીદાર ધારાસભ્યોમાંથી ૧૧ ધારાસભ્યોનો સંપર્ક કરી લીધો હતો. આ ૧૧ ધારાસભ્યોએ નીતિન પટેલને સંપૂર્ણ ટેકો જાહેર કરીને જે પગલા ભરવા હોય તે ભરવા છૂટ આપી હતી. ભાજપ પાસે માત્ર સાત ધારાસભ્યોની પાતળી બહુમતી છે, ત્યારે આ રીતે એકસાથે ૧૧ પાટીદાર ધારાસભ્યો બગાવત કરે તો ભાજપની હાલત બગડી જાય તેથી નીતિન પટેલની માગણી સ્વીકારવામાં ભાજપે સાણપણ સમજયું. નીતિન પટેલને સમર્થન આપનારા પાટીદાર ધારાસભ્યોમાં ઋષિકેશ પટેલ (વિસનગર), રમણભાઈ પટેલ (વીજાપુર), ભુપેન્દ્રભાઈ પટેલ (ઘાટલોડિયા),  બાબુભાઈ જમનાદાસ પટેલ (દસક્રોઇ), વલ્લભ કાકડિયા (ઠક્કરબાપાનગર), હસમુખભાઈ પટેલ (અમરાઇવાડી), સુરેશ પટેલ (મણિનગર), અનિલકુમાર પટેલ (સાબરમતી), ગોવિંદ પટેલ (રાજકોટ દક્ષિણ), કેશુભાઈ નાકારણી (ગારિયાધાર) અને યોગેશ પટેલ (માંજલપુર) હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું છે. વિજય રૂપાણી સરકારે શપથ લીધા પછી ત્રણ ત્રણ દિવસ સુધી ખાતાઓની વહેંચણી થઈ શકી નહોતી અને ત્રીજા દિવસે મોડી રાતે ખાતાઓની વહેંચણી થતાં નીતિન પટેલને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવતાં તેઓ નારાજ થઈ ગયા હતા. કેબિનેટ પછી રૂપાણીએ પત્રકારોને બ્રિફિંગ કર્યું હતું. જોકે, નીતિન પટેલે હાથ જોડીને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. નીતિન પટેલે મીડિયા સામે તો મૌન ધારણ કરી લીધું હતું, પરંતુ હાઇકમાન્ડ સુધી પોતે ખાતાની ફાળવણીને લઈને નારાજ હોવાના સમાચાર પહોંચાડ્યા હતા. આ પછી તેમના સમર્થકો અને ભાજપના નેતાઓ મળવા દોડી આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ, પૂર્વ મંત્રી નરોત્ત્।મ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુ જમના પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ મુલાકાત કરી હતી અને તેમને મનાવ્યા હતા. જોકે, નીતિન પટેલ માન્યા નહોતા. દરમિયાન કોંગ્રેસ તરફથી તેમને દસ ધારાસભ્યો સાથે સરકાર બનાવવાની ઓફર આપવામાં આવી હતી. એટલું જ નહીં, હાર્દિક પટેલે પણ આમા ઝંપલાવ્યું હતું અને તેઓ તેમની સાથે હોવાનું અને તેઓ કોંગ્રેસને વાત કરશે, તેમ પણ જણાવ્યું હતું. અંતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોન કરીને ખાતરી આપતાં નીતિન પટેલે ચાર્જ લીધો હતો. આ પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમને નાણાં ખાતું પરત આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે ભાજપે જ મને મોટો બનાવ્યો છે અને હું ભાજપમાં જ રહીશ, તેમ જણાવ્યું હતું. (3:28 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/02-01-2018/68084

SBI ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી ૧૭૭૧ કરોડ ખંખેર્યા
 એક કવાટરના નફા કરતા પણ વધુ ચાર્જઃ એપ્રિલ ૨૦૧૭થી ચાર્જ શરૂ કરાયો હતોઃ એસબીઆઇમાં ૪૨ કરોડ સેવિંગ અકાઉન્ટ નવી દિલ્હી તા. ૨ : કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડા અનુસાર, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ-નવેમ્બર અકિલા ૨૦૧૭ના ગાળામાં પોતાના અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી ૧,૭૭૧ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. મહત્વનું છે કે, એસબીઆઈએ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા પરનો ચાર્જ હટાવી દીધો અકીલા હતો. જોકે, પાંચ વર્ષ પછી ૨૦૧૭-૧૮માં જ આ ચાર્જ લેવાનો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલ અનુસાર, એસબીઆઈએ ગ્રાહકો પાસેથી લીધેલી આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ એ જ વાત પરથી જ આવી જાય છે કે, બેંકનો જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૧૫૮૧ કરોડ રૂપિયા હતો, જયારે મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ એપ્રિલથી નવેમ્બર ૨૦૧૭ના ગાળામાં ગ્રાહકો પાસેથી લેવાયેલા રૂપિયા તેનાથી પણ વધુ એટલે કે, ૧૭૭૧ કરોડ રૂપિયા થાય છે. મતલબ કે, બેંકે બીજા કવાટરમાં જેટલો ચોખ્ખો નફો કર્યો તેનાથી વધુ રકમ તો તેણે પહેલા બે કવાટરમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ ઉઘરાવી છે. હાલ એસબીઆઈના મિનિમમ બેલેન્સના નિયમ અનુસાર, મેટ્રો શહેરોમાં ખાતામાં ૫૦૦૦ રૂપિયા કરતા ૫૦ ટકા ઓછું બેલેન્સ ન જળવાય તો ૫૦ રૂપિયા, ૫૦-૭૫ ટકા ઓછું બેલેન્સ હોય તો ૭૫ રૂપિયા અને ૭૫ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૧૦૦ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. જયારે, શહેરી વિસ્તારોમાં ૩૦૦૦ રૂપિયા કરતા ૫૦ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૪૦ રૂપિયા, ૫૦-૭૫ ટકા ઓછું બેલેન્સ હોય તો ૬૦ અને ૭૫ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૭૫ રૂપિયા વસૂલાય છે. મિનિમમ બેલેન્સના ચાર્જ ઉપરાંત, એસબીઆઈ ૧૨૫થી ૩૦૦ રૂપિયા જેટલો ડેબિટ કાર્ડનો ચાર્જ વસૂલ કરે છે. તમારી પાસે કઈ કેટેગરીનું ડેબિટ કાર્ડ છે તેના આધારે આ ચાર્જ નક્કી થાય છે. એસબીઆઈએ ૧ એપ્રિલ ૨૦૧૭માં નિશ્ચિત બેલેન્સ મેઈન્ટેન ન કરી શકતા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાનું શરૂ કયું હતું. બેંકે સપ્ટેમ્બરમાં તેમાં થોડી રાહત આપી હતી. જેમાં શહેરોમાં મિનિમમ બેલેન્સની મર્યાદા પાંચ હજારથી ઘટાડી ત્રણ હજાર કરાઈ હતી. બેંકે પેન્શનર, લાભાર્થીઓ તેમજ સરકારી યોજનાનો લાભ લેતા લોકોને તેમાંથી બાકાત રાખ્યા છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં ૪૨ કરોડ સેવિંગ અકાઉન્ટ છે. જેમાંથી ૧૩ કરોડ અકાઉન્ટ બેઝિક સેવિંગ અકાઉન્ટ અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં આવે છે, જેમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. એસબીઆઈ પછી પંજાબ નેશનલ બેંક આ મામલે બીજા નંબરે આવે છે, જેણે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ૯૭.૩૪ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. સેન્ટ્રલ બેંકે પણ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગ્રાહકો પાસેથી ૬૮.૧૬ કરોડ રૂપિયા વસૂલ્યા છે, જયારે કેનરા બેંકે ૬૨.૧૬ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ્યો છે. પંજાબ એન્ડ સિંધ એક માત્ર એવી બેંક છે કે જેણે ગ્રાહકો પાસેથી એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગ્રાહકો પાસેથી અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ એક રૂપિયો પણ ચાર્જ નથી લીધો.હાલ દેશમાં મોટાભાગની બેંકો ખાતામાં નિશ્ચિત રકમ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે. એટલું જ નહીં, રોકડ વ્યવહાર પર લગામ કસવા હવે બેંકોએ નિશ્ચિત મર્યાદા કરતા વધુ રકમ ઉપાડવામાં આવે તો તેના પર પણ ચાર્જ વસૂલે છે. (3:27 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121045


તમારો આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં કઇ રીતે કરશો ચેક?
 બેંક એકાઉન્ટનું આધાર લિકિંગ છે ફરજીયાતઃ આધાર વગર એકાઉન્ટ ઓપન થશે પરંતુ પાછળથી કરાવવું પડશે લિંક નવી દિલ્હી તા.૨ : સરકારે દરેક બેંક એકાઉન્ટ સાથે તેની આધાર ડિટેઇલ લિંક કરવી ફરજીયાત બનાવી છે. જોકે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ બેંક એકાઉન્ટ અકિલા અને મોબાઇલ નંબર સહિતની જુદી જુદી મહત્વની સર્વિસમાં આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'આધાર વગર પણ બેંક એકાઉન્ટ ખોલી શકાશે પરંતુ એકાઉન્ટ અકીલા હોલ્ડરે ખાતુ ઓપન કરાવતી વખતે આધાર માટે અપ્લાય કર્યા હોવાની સાબિતી આપવી પડશે.' ત્યારે તમને પણ તમારી બેંક દ્વારા આધાર લિંકિંગ માટે ડોકયુમેન્ટ માગવામાં આવ્યા હશે. અને તમે આપ્યા હોય તો પણ એવી શકયતા રહેલી છે કે તમારુ આધાર લિંકિંગ ન થયું હોય. – હવે અહીં તમારો આધાર નંબર અને સિકયોરિટી કોડ એન્ટર કરો અને સેન્ડ OTP પર કિલક કરો. જે તમારા રજીસ્ટર નંબર પર આવશે. – મોબાઈલ પર આવેલા OTP ને એન્ટર કરી લોગ ઇન પર કિલક કરો. – જો તમારી આધાર ડિટેઇલ અને બેંક એકાઉન્ટ લિંક કરી દેવામાં આવ્યા હશે તો નેકસ્ટ પેજ પર લીલા કલરના ટિક સાથે કોંગ્રેચ્યુલેશન મેસેજ આવશે. SMS સર્વિસ દ્વારા પણ તમે સ્ટેટસ ચેક કરી શકો છો. તમારુ બેંક એકાઉન્ટ અને આધાર ડેટા એકબીજા સાથે લિંક છે કે નહીં તે SMS સર્વિસ દ્વારા પણ ચેક કરી શકાય છે. – મોબાઇલમાંથી ડાયલ કરો *99*99*1#. – ત્યારબાદ ૧૨ ડિજિટ આધાર નંબર નાખો. – જો તમારી બેંક અને આધાર ડિટેઇલ લિંક હશે તો તમને બેંક ડિટેઇલ દેખાડશે. – જોકે, તમારા એકથી વધુ એકાઉન્ટ હશો તો જે એકાઉન્ટ છેલ્લે લિંક થયું હશે તે જ દેખાશે. – આ સ્થિતિમાં તમારે બીજા એકાઉન્ટ માટે બેંક પર જઈને તપાસ કરવી પડશે.(૨૩.૧૨) આ રીતે ચેક કરો આધાર લિંક થયું છે કે નહીં આધારની વેબસાઈટ – www.uidai.gov.in ઓપન કરો. – હવે અહીં ચેક આધાર & બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ પર કિલક કરો – જે તમને એક લોગ ઈન પેજ પર લઈ જશે. અહીં તમારે પોતની આધાર ડિટેઇલ સબમિટ કરવી પડશે. ત્યારબાદ આધારના તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP આવશે. રજીસ્ટર મોબાઇલ નંબર જરુરી.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121048

H-1B વિઝાના નવા નિયમોથી ૭૫૦૦૦ ભારતીયોને છોડવું પડી શકે છે અમેરિકા.
 અમેરિકા હજારોની સંખ્યામાં ભારતીયોના H-1B એકસટેન્ડ નહિ કરે : નવો કાયદો લાવે છે ટ્રમ્પ જે હેઠળ માઠી અસર થશે IT સેકટરના ભારતીય કર્મચારીઓને નવી દિલ્હી તા. ૨ : 'બાય અમેરિકન, હાયર અમેરિકન'ની નીતિને અનુરૂપ ટ્રમ્પ પ્રશાસન એક એવા પ્રસ્તાવ પર અકિલા વિચાર કરી રહ્યું છે કે જેનાથી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા છોડવું પડશે. ડીએચએસની સાથે મેમોના રૂપે કરવામાં આવેલો આ પ્રસ્તાવ તે વિદેશી વર્કરોને પોતાના H-1Bની વિઝા રાખવાથી રોકી શકે છે જેના ગ્રીન અકીલા કાર્ડની અરજી બાકી હોય. અમેરિકા સરકારના આ પગલાથી અમેરિકામાં હજારો ઇન્ડિયન એમ્પ્લોયીઝનો H-1B એક્ષટેન્ડ કરવામાં આવશે નહી. કારણ કે અમેરિકામાં સ્થાયી નિવાસની મંજુરી આપતું ગ્રીનકાર્ડ અરજી લંબિત છે. આ નવા કાયદાથી પ્રભાવિત થતાં ભારતીયોની મોટી માત્રામાં આઇટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓની છે. હાલના નિયમમાં ગ્રીનકાર્ડ અરજી બાકી રહેવાને ધ્યાનમાં રાખીને હાલમાં ૨-૩ વર્ષ માટે H-1Bની માન્યતા વધારવાની મંજુરી મળેલી છે જો નવો નિયમ લાગુ થશે તો H-1B ધારક ૫૦ હજારથી ૭૫ હજાર ભારતીયોને અમેરિકા છોડીને પાછું ફરવું પડશે. અહેવાલો મુજબ સોફટવેર ઇન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કોમ વીઝા સંબંધી મુદ્દા અંગે અમેરિકી સાંસદો અને પ્રશાસનની સામે પોતાની ચિંતા વ્યકત કરી ચુકયું છે અને આવતા કેટલાક સપ્તાહમાં પ્રસ્તાવિત કાયદા પર પણ વાતચીત કરી શકે છે. આ બીલમાં H-1B વીઝાના દુરૂપયોગ રોકવા માટે નવા પ્રતિબંધ પ્રસ્તાવિત છે. તેના હેઠળ ન્યુનત્તમ વેતન અને ટેલેન્ટની મુવમેન્ટ અંગે નવા પ્રતિબંધો લગાવાનું કહ્યું છે. (3:27 pm IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121046

રેરામાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટરોને ન્યાય નહીં મળે
 આ ફોરમ માત્ર ફલેટ ખરીદદારો માટે છેઃ ગઝલગાયક ચિત્રા સિંહની ફરિયાદ રિજેકટ કરી, રેરાએ તેમને કોર્ટમાં જવા કહ્યું મુંબઇ તા. ૨ : સ્વર્ગસ્થ ગઝલગાયક જગજિતસિંહના પત્ની ચિત્રા સિંહ અને તેમના પ્રપૌત્ર અરમાન ચૌધરીએ ગોરેગામના એક બિલ્ડર પાસેથી આશરે ૧.૭૫ કરોડ રૂપિયાની અકિલા રીફન્ડની માંગણી કરી અરજીને મહારેરાએ ડિસમીસ કરી છે અને જણાવ્યું છે કે, આ ફોરમ માત્ર ગ્રાહકો માટે છે, ઇન્વેસ્ટરો માટે નથી.  ચિત્રા સિંહ અને અરમાન ચૌધરીએ ૨૦૧૩માં ગોરેગામમાં સાઇ સિધ્ધિ ડેવલપર્સના અકીલા અન્ડર - કન્સ્ટ્રકશન સાઇ પર્લ બિલ્ડીંગમાં દસમાં માળે ૩બીએચકેના બે ફલેટ બુક કર્યા હતા. આ પ્રત્યેક ફલેટની ત્યારે કિંમત ૧.૦૩ કરોડ રૂપિયા હતી અને તેમણે મોટાભાગના નાણા ચુકવી દીધા હતા. જોકે ત્યારબાદ બિલ્ડરે એવી જાણકારી આપી હતી કે તેને માત્ર આઠ માળ સુધી બાંધકામની પરમિશન મળી છે એથી તે બુક કરવામાં આવેલા ફલેટ આપી શકે તેમ નથી. આના કારણે ચિત્રા સિંહ અને અરમાન ચૌધરીને ૨૦૧૫માં બુકિંગ કેન્સલ કરવાની ફરજ પડી હતી અને તેમણે રીફન્ડ માગ્યું હતું. બુકિંગ કેન્સલ કર્યા બાદ બિલ્ડરે જે ચેક આપ્યા હતા એ ચેક બેંકમાં નાખ્યા બાદ રિટર્ન થયા હતા. મહારેરાની સ્થાપના બાદ તેમણે રીફન્ડ માટે એનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં બિલ્ડરના વકીલ કરણ ભોસલેએ કહ્યું હતું કે, મહારેરા ઓથોરિટીના જણાવ્યા મુજબ આ કેસ એના અધિકારક્ષેત્ર હેઠળ નથી આવતો. જો ફલેટનો કબ્જો આપવામાં બિલ્ડર નિષ્ફળ જાય તો ફલેટબાયર રીફન્ડ માગી શકે છે. અહીં ફલેટનું બુકિંગ કેન્સલ થયું છે. આમ તે ફલેટની અલોટી નથી પણ ઇન્વેસ્ટર છે. આમ કોઇ કલમનો ભંગ નથી થયો. મહારેરા ઓથોરીટીએ તેમને સિવિલ કોર્ટમાં ચેક - બાઉન્સિંગનો કેસ કરવાની સલાહ આપી છે. (3:41 pm IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121047

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App







 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment