સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 5 January 2018

વડોદરાઃ હાર્દિક પટેલને 'ISIS નેતા' તરીકે ગણાવતા હોર્ડિંગથી વિવાદ - બ્રહ્મસમાજની લાગણી દુભાય તેવું કોઇ નિવેદન કર્યું નથી : હાર્દિક પટેલ - USએ PAKને અપાતી 7 હજાર Crની સુરક્ષા મદદ રોકી, કહ્યું- પરિણામ જોઈએ - નાના રોકાણકારો માટે નવા સરકારી બોન્ડ મળશે - નવી ફી ન લેવા રાજય સરકાર સ્કુલોને આદેશ કરે, ફી મુદ્દે સ્પષ્ટતા જરૂરીઃ વાલી મંડળની માંગણી - થિયેટરોમાં બહારના ખાદ્યપદાર્થો લાવવા પર પ્રતિબંધ કેમ? - સુરતના ડિંડોલી વિસ્તારમાં સીટી બસ ઉપર ટોળાનો પથ્થરમારો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

વડોદરાઃ હાર્દિક પટેલને 'ISIS નેતા' તરીકે ગણાવતા હોર્ડિંગથી વિવાદ

હોર્ડિંગ્સને લઇ રાજકીય મોરચે ગરમાવો, હાર્દિકે પાટીદાર સમાજનો શ્રેય ગુમાવ્યો છેઃ શ્રેય પટેલ
વડોદરાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલે ચલાવેલું પાટીદાર ફેક્ટર ભાજપને સત્તાથી દૂર રાખવામાં નિષ્ફ‌ળ ગયું હતું. જેથી હાર્દિક પટેલ સામે પાટીદાર સમાજના જ અન્ય એક યુવક શ્રેય પટેલે મોરચો માંડી અહિંસાના માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે. વડોદરામાં ગુરૂવારે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવાયેલા હોર્ડિંગ્સમાં પાસ નેતાને આઇએસઆઇએસ નેતા તરીકે લેખાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
હાર્દિકને ISIS નેતા તરીકે લેખાવતા હોર્ડિંગથી વિવાદ
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગુરુવારે હાર્દિક પટેલ વિરુદ્ધ હોર્ડિંગ્સ લગાવાયાં હતા. આ હોર્ડિંગ્સમાં પાટીદાર સમાજનો શ્રેય ગુમાવનાર હાર્દિક સામે પાટીદાર સમાજના જ અન્ય એક યુવક શ્રેય પટેલે અહિંસાના માર્ગે આંદોલનની વાત કરી છે. વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ વિસ્તારમાં તેમજ રેસકોર્સ વિસ્તારમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગેલા હોર્ડિંગ્સને લઇ રાજકીય મોરચે ચર્ચા જાગી છે.
પાટીદાર સમાજનો શ્રેય ગુમાવનાર હાર્દિક પટેલ સામે શ્રેય પટેલનું અહિંસાના માર્ગે આંદોલન કરવાના શહેરમાં વિવિધ સ્થળોએ હોર્ડીંગો લગાવવામાં આવ્યા હતા.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-LCL-hardings-against-paas-leader-hardik-patel-in-vadodara-NOR.html?ref=ht

બ્રહ્મસમાજની લાગણી દુભાય તેવું કોઇ નિવેદન કર્યું નથી : હાર્દિક પટેલ

હાર્દિક સહિત 17 આરોપી વિસનગર કોર્ટની મુદતે હાજર રહ્યા
વિસનગર: વિસનગરમાં વર્ષ 2015માં નીકળેલી પાટીદાર અનામત આંદોલન રેલી પછી થયેલા તોફાનો કેસમાં બુધવારે વિસનગર કોર્ટમાં મુદત હોવાથી પાસના કન્વીનર હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ સહિત 17 આરોપી હાજર રહ્યા હતા. જેમાં કોર્ટે આગામી 17 જાન્યુઆરીના રોજ મુદત આપી હતી. કોર્ટની બહાર આવ્યા બાદ હાર્દિક પટેલે બ્રહ્મ સમાજ અંગેના નિવેદન મુદ્દે જણાવ્યું કે, બ્રહ્મ સમાજની લાગણી દુભાય તેવું કોઇ નિવેદન મેં કર્યું નથી. બ્રહ્મસમાજ સાથેની કાયદાકીય જે કંઇપણ બાબત ઉભી થઇ છે તેનો સાથે બેસી નિકાલ લાવીશું.
હાર્દિક સહિત 17 આરોપી વિસનગર કોર્ટની મુદતે હાજર રહ્યા

હાર્દિક પટેલે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં થયેલા તોફાનો સંદર્ભે જવાબદારો સામે તપાસ કરી તેમને સજા થવી જોઇએ. દેશમાં વર્ષ 2018ની શરૂઆત અત્યારથી થઇ છે. જ્યારે ભાજપમાં નીતિનભાઇ પટેલ મુદ્દે હાર્દિકે ભાજપે એક પાટીદાર પાસેથી નાણાં મંત્રાલય લઇ બીજા પાટીદારને આપી પાટીદારોને બેવકૂફ બનાવ્યા છે. જ્યારે એસપીજીના લાલજી પટેલે નીતિનભાઇનું સમર્થન કરવાના અને આનંદીબેનના રાજીનામા સમયે મૌન રહેવા મુદ્દે જણાવ્યું કે, અમારો વિરોધ સરકાર સામે છે, સમાજ સામેનો નહીં. આનંદીબેને જાતે રાજીનામું આપ્યું હતું, જ્યારે નીતિનભાઇને અન્યાય થતાં અમે આ મુદ્દે વિરોધ કર્યો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-there-is-no-statement-to-hurt-brahmas-feelings-hardik-patel-gujarati-news-5783891-PHO.html

USએ PAKને અપાતી 7 હજાર Crની સુરક્ષા મદદ રોકી, કહ્યું- પરિણામ જોઈએ

હીદરે કહ્યું- પાકિસ્તાન તે વિસ્તારમાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે અને તેના કારણે અમેરિકાને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છ
વોશિંગટન/નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનને લઈને ખૂબ જ કડક નિર્ણય લીધો છે. અમેરિકાએ પાકિસ્તાનને આપવાની થતી 1.15 બિલિયન ડોલરની સિક્યુરિટી મદદ રોકવાની જાહેરાત કરી દીધી છે. તેની પુષ્ટિ યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ કરી દીધી છે. મહત્વપૂર્ણ છે કે આજ સપ્તાહમાં 255 મિલિયન ડોલરની મદદ રોકવામાં આવી હતી. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે પાકિસ્તાન તરફથી માત્ર આતંકવાદની વિરુદ્ધ તેની કાર્યવાહીમાં પરિણામ ઈચ્છે છે.

અમેરિકન્સ પર હુમલા

- સ્ટેટ ડિપાર્ટમેન્ટની સ્પોક્સપર્સન હીદર ન્યૂટે કહ્યું, અમે પુષ્ટિ કરીએ છીએ કે અમેરિકાએ પાકિસ્તાનને આપવાની થતી તમામ સિક્યુરિટી આસિસ્ટન્ટ રોકવાનો નિર્ણય કર્યો છે. - પાકિસ્તાનની સરકારને હવે હક્કાની નેટવર્ક, તાલિબાન અને બીજા આતંકી સંગઠનોની વિરુદ્ધ એવી કાર્યવાહી કરવી પડશે જેના પરિણામ દેખાય.
- હીદરે કહ્યું, અમે જાણીએ છીએ કે પાકિસ્તાન તે વિસ્તારમાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે અને તેના ઈશારે અમેરિકન્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
સમગ્ર મદદ રોકવાનું શું કારણ

- હીજરે વધુમાં જણાવ્યું છે કે, હવે અમેરિકા કોઈ પણ મિલેટ્રી મદદ પાકિસ્તાનને આપશે નહીં. અમે અમારી સાઉથ એશિયા પોલિસીને સંપૂર્ણ રીતે ફોલો કરીશું.
- સમગ્ર મિલેટ્રી મદદ રોકવાનો અર્થ ખૂબ મોટો થાય છે. પાકિસ્તાન પાસે હાલ અમેરિકાના મિલેટ્રી ઈક્વિપમેન્ટ પણ છે. તેના પાર્ટ્સ અથવા અન્ય જરૂરી વસ્તુઓ પણ હવે પાકિસ્તાનને આપવામાં આવશે નહીં. એટલે કે હથિયાર અથવા અન્ય સાધનો ખરાબ છે અને તેને મેઈન્ટેનન્સની જરૂર હશે તો તે પણ અમેરિકા મદદ કરશે નહીં.
- આ સિવાય 7 હજાર કરોડથી વધારે ફંડ પાકિસ્તાનને મળવાનું હતું તે હવે મળી શકશે નહીં. 1626 કરોડની મિલેટ્રીની મદદ ઉપર પણ થોડા સમય પહેલાં જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 2017 માટે પાકિસ્તાનને કોએલિશન સપોર્ટ ફંડમાં 900 મિલિયન ડોલર મળતા હતા તે પણ હવે મળશે નહીં.
કારણ જૂનું, એક્શન નવું

- હીદરે કહ્યું કે, કોઈ શંકા નથી કે આતંકી સંગઠનનો પાકિસ્તાન સાચવી રહ્યું છે. આતંરકી અફઘાનની સરકારને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં જે અમારા સૌનિકો છે તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ સહન કરી શકાય તેમ નથી.
- તેમણે કહ્યું કે, પાકિસ્તાન ઈચ્છે તો આ ફંડ તેમને પરત પણ મળી શકે તેમ છે, પરંતુ તે માટે તેમણે પરિણામ દર્શાવવા પડશે, લોકો ઘણી વાર અમનમે પુછી છે કે, અમેરિકા પાકિસ્તાન સામે કડક પગલાં કેમ નથી લેતું? તો મને લાગે છે કે હવે તે લોકોને જવાબ મળી ગયો હશે. જોકે પાકિસ્તાન સાથે અમે દરેક સપ્તાહે ચર્ચા વિચારણાં કરતા રહીએ છીએ.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-us-suspends-usd-1-gujarati-news-5784880-PHO.html?ref=ht

નાના રોકાણકારો માટે નવા સરકારી બોન્ડ મળશે
૭.૭૫ ટકા વ્યાજઃ ૧૦૦૦ના રોકાણ પર મળશે ૧૭૦૩ રૂ.: ૭ વર્ષની મુદત નવી દિલ્હી, તા. ૫ :. સરકારે અગાઉની સેવિંગ્સ બોન્ડસ સ્કીમના સ્થાને નવી સ્કીમ લોન્ચ કરી છે. સાત વર્ષની મુદતની આ સેવિંગ્સ (ટેકસેબલ) બોન્ડસ, ૨૦૧૮ સ્કીમ રોકાણકારોને ૭.૭૫ ટકા વળતર આપશે, જે અગાઉના ૮ ટકાની અકિલા તુલનામાં ઓછા છે. બોન્ડસ ઈસ્યુ ૧૦ જાન્યુઆરીએ ખૂલશે. આર્થિક બાબતોના સચિવ એસ.સી. ગર્ગે ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, '૭.૭૫ ટકાની બોન્ડસ સ્કીમ નોટીફાય કરવામાં આવી છે, જે ૮ ટકાની સ્કીમનું સ્થાન લેશે. અકીલા નવી બોન્ડસ સ્કીમ ૧૦ જાન્યુઆરીથી અમલી બનશે.' બોન્ડસ સ્કીમમાં રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે નાની બચતના ટેકસ સેવિંગ્સ વિકલ્પો પુરા થઈ ચૂકયા હોય એવા રોકાણકારો માટે આ સ્કીમ આકર્ષક છે. બોન્ડસનું વળતર બેન્ક એફડી કરતા વધુ છે. બોન્ડસ પર વ્યાજની ચૂકવણી અર્ધવાર્ષિક ધોરણે કરવામાં આવશે. રૂ. ૧,૦૦૦ના રોકાણ પર સાત વર્ષના અંતે કુલ રૂ. ૧,૭૦૩ મળશે. બોન્ડસમાં એનઆરઆઈ'ઝ  અને એચયુએફ સિવાયના તમામ વ્યકિતગત રોકાણકારો ઈન્વેસ્ટમેન્ટ કરી શકશે. બોન્ડસનું સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ નહીં થાય. ઉપરાંત તેની પર બેન્કો, નોન-બેન્કીંગ કંપનીઓ કે નાણા સંસ્થાઓની લોન મળવાપાત્ર નહીં હોય. નવી બોન્ડ સ્કીમના વ્યાજદરમાં ૦.૨ ટકાનો ઘટાડો નાની બચતમાં દરમાં તાજેતરમાં થયેલા ઘટાડા જેટલો છે. બોન્ડસ માત્ર ડિમેટ સ્વરૂપે જ ઈશ્યુ કરાશે. તેમા લઘુતમ રૂ. ૧૦૦૦નું રોકાણ થઈ શકશે. બોન્ડ પરનું વ્યાજ કરપાત્ર છે અને તેની આવક કરદાતાની કુલ આવકમાં ઉમેરવામાં આવશે. ત્યાર પછી તેની પર ટેકસની ગણતરી કરાશે. બોન્ડસ વેલ્થ ટેકસ એકટ, ૧૯૫૭ હેઠળ વેલ્થ ટેકસમાંથી મુકત રહેશે.(૨-૨) (9:49 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121221

નવી ફી ન લેવા રાજય સરકાર સ્કુલોને આદેશ કરે, ફી મુદ્દે સ્પષ્ટતા જરૂરીઃ વાલી મંડળની માંગણી
 રાજકોટઃ રાજય સરકાર દ્વારા ફી નિયમન કાયદો અમલમાં આવ્યા બાદ અને હાઇકોર્ર્ટે રાજય સરકારના ફી નિયમનને યોગ્ય ગણાવ્યા બાદ વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે કે નવી ફી ન લેવા રાજય સરકાર સ્કુલોને આદેશ કરે અને ફી મુદ્દે અકિલા અકિલા સ્પષ્ટતા કરે જેથી વાલીઓની હેરાનગતી બંધ થાય. સ્કુલોને ૩ સપ્તાહમાં ફી નિર્ધારણ માટે દરખાસ્ત કરી દેવા આદેશ કરી દીધો છે પરંતુ ત્રીજા કવાર્ટરની નવી ફી ભરવા અંગે વાલીઓ મુંઝવણમાં મુકાયા છે અકીલા ત્યારે અકીલા સરકાર સ્કુલોને ત્રીજા કવાર્ટરની ફી ન લેવા અને નવી ફી નક્કી ન થાય ત્યાં સુધી વાલીઓ ઉપર દબાણ ન કરવા આદેશ કરે તેવી વાલીઓએ રાજય સરકાર સમક્ષ માંગણી કરી છે.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/05-01-2018/68245


થિયેટરોમાં બહારના ખાદ્યપદાર્થો લાવવા પર પ્રતિબંધ કેમ? 
મુંબઇ હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો મુંબઈ તા. ૫ : સમગ્ર મહારાષ્ટ્ર રાજયમાં ફિલ્મ થિયેટરોમાં તેમજ મલ્ટીપ્લેકસીસમાં લોકોને બહારથી એમના પર્સનલ ખાદ્યપદાર્થો લાવવાની મનાઈ છે. આની સામે મુંબઈ હાઈકોર્ટમાં એક જનહિતની અરજી નોંધવામાં આવી છે. તેની પર હાઈકોર્ટે અકિલા આજે સુનાવણી કરી હતી અને મહારાષ્ટ્ર સરકારને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે લોકો પર મૂકવામાં આવેલા આ પ્રતિબંધ પાછળનો તર્ક સમજાવતો જવાબ ત્રણ અઠવાડિયામાં આપો. આ અકીલા જનહિતની અરજી મુંબઈના રહેવાસી જૈનેન્દ્ર બક્ષીએ નોંધાવી છે. એમણે એવો દાવો કર્યો છે કે ફિલ્મ થિયેટરોમાં લોકોને એમનાં અંગત ખાઘપદાર્થો લાવતા રોકે એવો કોઈ કાયદો નથી. આ પ્રકારના પ્રતિબંધને કારણે વયસ્ક લોકોને તકલીફ પડે છે જેઓ થિયેટરોમાં વેચાતું જંક ફૂડ આરોગ્યનાં કારણોસર ખાઈ શકતાં નથી. બક્ષીનાં વકીલ આદિત્ય પ્રતાપે એમ જણાવ્યું છે કે રાજય સરકાર મૂવી થિયેટરોને જે લાઈસન્સ ઈસ્યૂ કરે એમાં લોકોને અંગત ખાઘપદાર્થો લાવતા ન રોકવાનો થિયેટરમાલિકોને આદેશ આપતી કલમ હોવી જ જોઈએ. બક્ષીના વકીલે એવો નિર્દેશ પણ કર્યો છે કે મહારાષ્ટ્ર સિનેમાઝ (રેગ્યૂલેશન) નિયમો તો થિયેટરોની અંદર ખાદ્યપદાર્થો વેચવાની પરવાનગી આપતા નથી. તેથી હાલ થિયેટરો લોકોને એમનાં અંગત ખાદ્યપદાર્થો લાવવા દેતા નથી તે નિયમોનો સંપૂર્ણપણે ભંગસમાન છે. થિયેટરોમાં ખાદ્યપદાર્થો તથા ઠંડા પીણાઓ વેચતા અનેક સ્ટોલ્સ હોય છે. વળી, નવા થિયેટરોમાં તો દર્શકોની સીટ ઉપર જ એવા બટન્સ મૂકેલા હોય છે જેથી દર્શકો એ બટન દબાવીને કોઈ વેઈટરને બોલાવી શકે અને પોતાને જે ખાદ્યપદાર્થ કે પીણા જોઈતા હોય એનો ઓર્ડર આપી શકે અને દર્શકોને એ ચીજવસ્તુઓ એમની સીટ ઉપર જ પહોંચતી કરવામાં આવે છે. હાઈકોર્ટે એ જાણવા માગ્યું છે કે થિયેટરોના પ્રવેશદ્વાર પર સુરક્ષા ચોકિયાતો ગ્રાહકોની તલાશી લઈને એમની પાસેથી એમનાં ખાદ્યપદાર્થો શા માટે લઈ લે છે અને એમને થિયેટરોમાંથી જ ખાદ્યપદાર્થો ખરીદવાની ફરજ પાડે છે. સુરક્ષા ચોકિયાતોનું પ્રાથમિક કામ માત્ર એ જોવાનું હોય છે કે ગ્રાહકો પાસે કોઈ ગેરકાયદેસર કે જોખમી ચીજવસ્તુઓ તો નથી ને.(૨૧.૭)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121216

સુરતના ડિંડોલી વિસ્તારમાં સીટી બસ ઉપર ટોળાનો પથ્થરમારો 
:બસના કાચ તૂટ્યો:પોલીસ દોડી સુરત ;સુરતના ડિંડોલી વિસ્તારમાં સીટી બસ ઉપર અજાણ્યા ટોળાએ પથ્થરમારો કર્યો છે જેને પગલે બસના કાચનો ભૂકો બોલી ગયો હતો વિગત મુજબ ડિંડોલી વિસ્તારમાં પસાર થઈ રહેલી સિટી બસ પર ટોળાએ પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઈ હતી.અંદાજે અકિલા 10થી 12 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેમાં બસની આગળનો કાચ તૂટી જતા નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. (10:25 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/05-01-2018/68247

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App










 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application










1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment