સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 16 January 2018

મોદી સરકારના રાજમાં રેકોર્ડ બ્રેક ભાવ વધારો, પેટ્રોલ ૭૧.૧૮, ડિઝલ ૬૬.૪૨ રૃપિયા - ૫ વર્ષમાં ડિજિટલ એજ્યુકેશન આપતી થશે દેશની તમામ સ્કૂલ - ભારતની ખુમારી, પાક.ની ખુવારી: સાત જવાન, છ આતંકી ઠાર - MBBS પ્રવેશ લાંચ કેસમાં મોટો ખુલાસો, જજ કોડવર્ડ માટે વાપરતા ચોંકાવનારા શબ્દો - હાઈકોર્ટના ઓર્ડર પર સુપ્રીમે સ્ટે ન આપ્યો પણ ૧લી સુધી સ્કૂલ સંચાલકોને રાહત - એફટીઝેડડબ્લ્યુ સ્કીમમાં ઝિપઝેપ એક્ઝિમની કરોડોની આયાત ડયૂટીની ચોરી પકડાઈ - વડોદરા સંજયનગર રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડમાં સચિવની તપાસનું નાટક

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

૫ વર્ષમાં ડિજિટલ એજ્યુકેશન આપતી થશે દેશની તમામ સ્કૂલ
CBAEની મીટીંગમાં લેવાયા મહત્વના નિર્ણયોઃ ૯માં ધોરણથી મળવું જોઇએ કરિયર કાઉન્સિલિંગ નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૧૬ : સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજયુકેશન (CABE)ની મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં દેશભરમાં 'ઓપરેશન ડિજિટલ બોર્ડ' કનિદૈ લાકિઅ લોન્ચ કરવામાં અકિલા આવશે. ૫ વર્ષની અંદર તમામ સ્કૂલોમાં ડિજિટલ માધ્યમથી એજયુકેશન આપવાની યોજના છે. HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કનિદૈ લાકિઅ આમાં કેન્દ્ર સરકાર, રાજય સરકારની સાથે જ CSR અને કોમ્યુનિટીને પણ શામેલ કરવામાં અકીલા આવશે. મીટિંગમાં મોરલ સાયન્સ અને સ્પોર્ટ્સને કેરિકયૂલમનો કનિદૈ લાકિઅ હિસ્સો બનાવવા પર પણ ભાર અપાયો છે. CABEની મીટિંગમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચન આપ્યું કે, ૯મા ધોરણથી સ્ટુડન્ટ્સને કનિદૈ લાકિઅ કરિયર કાઉન્સિલિંગ આપવું જોઈએ. સાથે જ કહ્યું કે, સ્કૂલ બસોમાં મહિલા ડ્રાઈવર અને હેલ્પરની નિયુકિત થવી જોઈએ. મેનકાએ કહ્યું કે, સ્ટુડન્ટ્સને કનિદૈ લાકિઅ અલગ-અલગ ધર્મો પ્રત્યે વધુ ટોલરન્ટ બનાવવા માટે પહેલાની જેમ મોરલ સાયન્સના કલાસ શરૂ થવા જોઈએ. આ ઉપરાંત તમામ ધર્મોના ધાર્મિક પુસ્તકો અંગે પણ કનિદૈ લાકિઅ તેમને જ્ઞાન આપવું જોઈએ જેથી તેઓ એકબીજાના ધર્મોને જાણી શકે તથા તેની પ્રશંસા કરી શકે. સોશિયલ જસ્ટિસ મિનિસ્ટર થાવર ચંદ ગેહલોતે ડો.ભીમરાવ આંબેડકરના કનિદૈ લાકિઅ 'પંચ તીર્થ'ને અભ્યાસક્રમમાં શામેલ કરવા માટે સૂચવ્યુ. બીજી તરફ સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજયવર્ધન રાઠોરે કહ્યું કે, ફિટનેસ અને સ્પોર્ટ્સને સ્કૂલના અભ્યાસક્રમનો ભાગ બનાવવા જોઈએ. HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 'આઉટ ઓફ સ્કૂલ' બાળકોને સ્કૂલ સુધી લાવવા માટે સપ્ટેમ્બરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાનો પણ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે , જૂન-જુલાઈ સુધીમાં બાળકો સ્કૂલમાં એડમિશન લે છે. ત્યારબાદ જો કોઈ બાળક એવું હોય જેનું એડમિશન ન થયું હોત તો તેની ઓળખાણ કરવામાં આવશે અને જન પ્રતિનિધિ તથા અધિકારી તેને એડમિશન લેવા માટે પ્રેરિત કરશે. જાવડેકરે કહ્યું કે, આ દિશામાં ગુજરાતે સારું કામ કર્યું છે.(૨૧.૧૬)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/16-01-2018/121938

મોદી સરકારના રાજમાં રેકોર્ડ બ્રેક ભાવ વધારો, પેટ્રોલ ૭૧.૧૮, ડિઝલ ૬૬.૪૨ રૃપિયા 
- ઓગસ્ટ, ૨૦૧૪ બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ - ઇંધણનો ભાવ વધારો ટ્રાન્સપોર્ટ, ઉત્પાદન સહિતનો ખર્ચ વધારશે, અન્ય વસ્તુઓના ભાવ પર પણ તેની અસર થશે નવી દિલ્હી, તા. 15 જાન્યુઆરી, 2018, સોમવાર જ્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે પેટ્રોલના ભાવ વધતા તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવતો હતો, જોકે હવે આ જ ભાજપના રાજમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. દિલ્હીમાં ડિઝલ અને પેટ્રોલના ભાવે મોદી સરકારના શાસનમાં બધા રેકોર્ડ તોડયા છે, દિલ્હીમાં ડિઝલનો ભાવ પ્રતિ લિટર ૬૧.૭૪ રૃપિયા પહોંચી ગયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ ૭૧.૧૮ રૃપિયા છે. ઓગસ્ટ, ૨૦૧૪ બાદ આ ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. ભાવ વધવાને પગલે આમ નાગરીક માટે હવે ઇંધણ ખરીદવું બહુ મોંઘુ થઇ ગયું છે. પેટ્રોલની સાથે ડિઝલના ભાવ પણ વધરા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી શકે છે. તેથી તેની સીધી અસર દૈનિક વસ્તુઓના ભાવ પર પણ થશે અને મોંઘવારી વધશે. ડિઝલના ભાવ વધારાની અસર ખેડૂતો પર પણ વ્યાપક પ્રમાણમાં પડી રહી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાની પદ્ધતીમાં ફેરફાર કર્યા ત્યારથી ભાવ વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ૧૨મી ડિસેમ્બર, ૨૦૧૭થી ભાવ વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં  ૧૨મી ડિસેમ્બરે પેટ્રોલનો ભાવ ૫૮.૩૪ રૃપિયા હતો, જેમાં ત્રણ રુપિયાનો વધારો થયો છે. અન્ય શહેરોની વાત કરીએ તો મંુબઇમાં હાલ ડિઝલનો ભાવ ૬૫.૭૪ રુપિયાએ પહોંચી ગયો છે કે જ્યાં દિલ્હી કરતા લોકલ સેલ્સ ટેક્સ અને વેટ વધુ છે. જ્યારે અમદાવાદમાં ડિઝલ ૬૬.૪૨ રૃપિયાએ પહોંચી ગયુ જ્યારે પેટ્રોલનો ભાવ ૭૦.૭૭ રૃપિયા છે. બે દિવસ પહેલા જ ડિઝલ ૬૫.૫૪ રૃપિયા હતું. વધી રહેલા ભાવ વધારાને કારણે કેન્દ્ર સરકાર પર એક્સાઇઝ ડયુટી ઘટાડવા માટે દબાણ વધી રહ્યું છે. મોદી સરકારના કાર્યકાળમાં એક્સાઇઝ ડયુટીમાં કોઇ ખાસ ઘટાડો નથી થયો. છેલ્લે ગયા વર્ષે ઓક્ટોબર માસમાં પ્રતિ લિટર માત્ર બે રુપિયાનો જ ઘટાડો કર્યો હતો. એ સમયે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૦.૮૮ થઇ ગયો હતો અને ડિઝલ પણ તે સમયે ૫૯.૧૪ રૃપિયા મળતું હતું. જોકે હવે આ ભાવનો પણ રેકોર્ડ તુટી ગયો છે અને ઓગસ્ટ, ૨૦૧૪ બાદ બંન્ને ઇંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/record-breakthrough-patrol-71-18-diesel-66-42-rupees

ભારતની ખુમારી, પાક.ની ખુવારી: સાત જવાન, છ આતંકી ઠાર 
- જમ્મુ-કાશ્મીરમાં ઉરી અને મેંધાર સેક્ટરમાં ભારતીય સેનાનું આક્રમક ઓપરેશન - ઘૂસણખોરી કરી રહેલા જૈશના આતંકીઓના ચાર એકે-૪૭, ત્રણ ગ્રેનેડ લોંચર્સ, ૩૮ યુબીજીએલ ગ્રેનેડ, ૨૩ હેંડગ્ મેંધારમાં પાક.ની પોસ્ટનો કચ્ચરઘાણ વાળી દેવાયો, પાકે.ચાર જવાન મર્યા હોવાનું કહ્યું આતંકીઓ ઉરીમાં ૨૦૧૬માં કરેલ હુમલા જેવા જ હુમલાને અંજામ આપવા માગતા હતા નવી દિલ્હી, તા. 15 જાન્યુઆરી, 2018, સોમવાર વર્ષથી શરુઆતથી જ પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદે સતત ગોળીબાર ચાલુ હતો. જેને પગલે ભારતીય સૈન્યએ આક્રામક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનના સાત સૈનિકોેને ઢાળી દીધા છે. મેંધાર સેક્ટરમાં ભારતીય સૈન્યએ આ ઓપરેશનને પાર પાડયુ હતું અને પાકિસ્તાનની પોસ્ટનો ખાતમો બોલાવ્યો હતો. સૌપ્રથમ પાકિસ્તાન સૈન્યએ ગોળીબાર કર્યો હતો. જે બાદ ભારતીય સૈન્યએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી અને પાકિસ્તાનની ચોકી પર તોપમારો કરતા પાક.ના સાત જવાનો ત્યાં જ ઢળી ગયા હતા. જ્યારે અન્ય ચાર ઘવાયા હતા. જ્યારે ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ અંધાધુંધ ગોળીબાર કરી આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો હતો. ઉરીમાં આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યાની જાણ થતા જ ભારતીય સૈન્યએ કરેલા ગોળીબારમાં જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. અને એક મોટી જાનહાની ટાળવામાં સૈન્યને સફળતા મળી હતી. માર્યા ગયેલા પાંચ આતંકીઓની પાસેથી ચાર એકે-૪૭ રાઇફલ્સ, ત્રણ ગ્રેનેડ લોંચર્સ, ૩૮ યુબીજીએલ ગ્રેનેડ, ૨૩ હેંડગ્રેનેડ અને નવ આઇઇડીએસ તેમજ અન્ય યુદ્ધ માટે વપરાતા હથિયારોને જપ્ત કરવામાં આવ્યા હતા. આ જ ઉરી સેક્ટરમાં ૨૦૧૬માં સપ્ટેમ્બર માસમાં આતંકીઓએ મોટો હુમલો કર્યો હતો, જેમાં ૧૮ ભારતીય જવાનો શહીદ થયા હતા. ફરી આવો જ હુમલો કરવાના ફીરાકમાં આ આતંકીઓ ઉરીમાં ઘુસ્યા હતા પણ જવાનોએ આતંકીઓ પોતાના મનસુબામાં સાકાર થાય તે પહેલા જ તેને ઢાળી દીધા હતા. જે આતંકીઓ માર્યા ગયા છે તેઓ જૈશ-એ-મોહમ્મદના હતા. આ જ સંગઠને ઉરીમાં ૨૦૧૬માં હુમલાને અંજામ આપ્યો હતો. આતંકીઓ આત્મઘાતી હુમલાની ફીરાકમાં હતા. લાલઘુમ પાકે. ભારતીય રાજદૂતને સમન્સ પાઠવી ખુલાસો પૂછ્યો પાકિસ્તાનના આતંકવાદ મુદ્દે સૈન્ય વડા બીપીન રાવતે આક્રામક નિવેદન આપ્યું હતું, જેને પગલે સોમવારે પાકિસ્તાને અમેરિકાની સમક્ષ ભારત વિરુદ્ધ ફરીયાદનું નાટક કર્યું હતું. નવાઇની વાત તો એ છે કે જે અમેરિકાએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો ઉધડો લીધો હતો તેને જ પાકિસ્તાન ફરીયાદ કરી રહ્યું છે. આ ઉપરાંત સૈન્ય દ્વારા પાકિસ્તાનના જે સૈનિકોને સરહદે ઠાર કરવામાં આવ્યા તે મુદ્દે પણ પાકિસ્તાને ભારતના રાજદુતને સમન્સ પાઠવી ફરીયાદ કરી હતી. સાથે આ ફરીયાદમાં એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ભારતીય સૈન્યએ પાકિસ્તાનના ચાર જવાનોને ઠાર માર્યા છે. એટલે કે ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને સમર્થન આપવાને બદલે પાકિસ્તાને સીધું આતંકીઓને સમર્થન આપ્યું હતું. અને અમેરિકાને ફરીયાદ કરી હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/india-s-seven-civilians-six-terrorists-killed

સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાંય મેડિકલ કોલેજોમાં સ્ટુડન્ટસને એડમિશન આપવા સાથે જોડાયેલ ગોટાળામાં જજોની સંડોવણીને લઇ વધુ એક ખુલાસો થયો છે. સીબીઆઈની તપાસ દરમ્યાન રેકોર્ડ કરાયેલ વાતચીત પરથી ખબર પડી છે કે ગોટાળામાં સામેલ જજ લાંચ લેવા માટે ‘પ્રસાદ’, ‘મંદિર’, ‘પુસ્તક’, ‘છોડ’, અને ‘સામાન’ જેવા કોડ વર્ડ્સનો ઉપયોગ કરાતો હતો. આપને જણાવી દઇએ કે આ કેસમાં ઓરિસ્સાના રિટાયર્ડ જજ આઇએમ કુદ્દુસીની પણ ધરપકડ થઇ ચૂકી છે અને તે હાલ જેલમાં છે.
સીબીઆઈ દ્વારા કરાયેલ આઇએમ કુદ્દુસી અને મધ્યસ્થી વિશ્વનાથ અગ્રવાલ અને પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટના બીપી યાદવની વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડિંગ પરથી આ સામે આવ્યું છે. વાતચીત પરથી એ પણ ખબર પડી છે કે મધયસ્થીએ કોલેજના માલિકોને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધીમાંથી રાહત આપવાનું વચન કર્યું છે. કેસમાં ઇલહાબાદ હાઇકોર્ટના બે હાલના જજ પણ સીબીઆઈની તપાસમાં ઘેરાયા છે.

એટલું જ નહીં આરોપીઓને સરકારની તરફથી મધ્યસ્થી અને ફિક્સર્સ પર કરાયેલ કડકાઇનો ડર પણ સતાવી રહ્યો હતો. રેકોર્ડિંગમાં અગ્રવાલ કહે છે કે સંબંધિત વ્યક્તિની મુલાકાત એટલા માટે સંભવ નથી કારણ કે ‘ચાયવાળાની સરકાર’ બધાને જોઇ રહી છે.
પરંતુ ઓરિસ્સાના વેપારી એ 500 ટકા ગેરંટી આપી છે કે કામ થઇ જશે. આ વાતચીતની ટ્રાન્સક્રિપ્ટમાં અગ્રવાલ રિટાયર્ડ જજ કુદ્દુસીની આશ્વાસન આપી રહ્યાં છે કે તેમના ‘ફાધર’ અને ‘કેપ્ટન’ બધું જ કરવા તૈયાર છે. તેઓ 100 ટકા આપશે.
વાતચીતમાં એક જગ્યાએ યાદવ અગ્રવાલ કહે છે કે તેમને જજની વાતો પર વિશ્વાસ છે. અગ્રવાલ ફરીથી યાદવને યાદ અપાવે છે કે જો ‘પ્રસાદ’ અપાશે નહીં તો આ કેસ ઉકેલાશે નહીં. જ્યારે આ કોડવર્ડ્સને લઇ સીબીઆઈના પ્રવક્તા અભિષેક દાયલ સાથે સંપર્ક કરાયો તો તેમણે કહ્યું કે સીબીઆઈ ટ્રાંસક્રિપ્ટ્સની તો ન તો પુષ્ટિ કરી છે અને ન તો તેને રદ કરી છે.
વાતચીત પરથી એ પણ ખુલાસો થયો છેકે બિઝનેસમેન અગ્રવાલને એ પણ વિશ્વાસ હતો કે તેને ‘ઇલહાબાદના મંદિર’ અને ‘દિલ્હીના મંદિર’માંથી પોતાના હિતમાં નિર્ણય મળશે. રિટાયર્ડ જજ કુદ્દુસી સિવાય આ કેસમાં બિઝનેસમેન અગ્રવાલ સૌથી મોટો ચહેરો છે જે જજોને પોતાની વાતમાં ફસાવીને ખરાબ વ્યવસ્થાવાળી મેડિકોલ કોલેજોના માલિકોના કેસને ઉકેલવનાનું કામ કરતાં હતા.
ગયા વર્ષે સીબીઆઈ એ આ ગોટાળામાં જે લોકોની ધરપકનડ કરી હતી તેમાં રિટાયર્ડ જસ્ટિસ ઇશરત મશરૂર કુદ્દુસી સિવાય એક મધ્યસ્થી બિશ્વનાથ અગ્રવાલ, પ્રાઇવેટ મેડિકલ કોલેજના માલિક બી.પી.યાદવ અને પલાશ યાદવ સિવાય હવાલા ઓપરેટર રામ દેવ સારસ્વત સામેલ છે. કુદ્દુસી પર આરોપ છે કે તેમણે માત્ર પ્રાઇવેટ મેડિકલ કોલેજને મદજદ જ કરી નથી પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ કેસમાં માનમાફિક નિર્ણય અપાવાનું વચન આપ્યું હતું.
એજન્સીઓને માહિતી મળી હતી કે પ્રસાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ કોલેજ એ 46 કોલેજોમાંથી એક હતી, જેના પર સરકાર એ આવતા 1 કે 2 વર્ષ માટે મેડિકલ સ્ટુડન્ટસને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકયો હતો. મુખ્ય કારણ ખરાબ સુવિધાઓ અને જરૂરી માપદંડની સુવિધા પૂરી પાડવામાં આવતી ન હતી. કોલેજના માલિક બી.પી.યાદવ અને પલાશ યાદવ એ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બાદમાં સીબીઆઈ ને માહિતી મળી કે બી.પી.યાદવ રિટાયર્ડ જસ્ટિસ કુદ્દુસીના સંપર્કમાં હતા.

Source :-http://sandesh.com/medical-colleges-admission-scam-prasad-temples-code-words-of-judges-for-bribery/


હાઈકોર્ટના ઓર્ડર પર સુપ્રીમે સ્ટે ન આપ્યો પણ ૧લી સુધી સ્કૂલ સંચાલકોને રાહત 
-ગુજરાત સરકારના સ્કૂલ ફી નિર્ધારણ કાયદા મુદ્દે -હવે મોટી સ્કૂલોના સંચાલકો ૧લી સુધી ફી દરખાસ્ત નહીં કરેઃસરકારને હાલ શિક્ષાત્મક પગલાં ન લેવા સુપ્રીમન અમદાવાદ, તા.15 જાન્યુઆરી 2018,સોમવાર ગુજરાત સરકારના ખાનગી સ્કૂલ ફી નિર્ધારણ કાયદા મુદ્દે હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને રાહત ન આપી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ રાજ્યના ખાનગી સ્કૂલ સંચાલક મંડળોએ હાઈકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમમાં પીટિશન કરી છે. જેમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમે હાલ પુરતો હાઈકોર્ટના ઓર્ડર પર કોઈ સ્ટે આપ્યો નથી પરંતુ ૧લી સુધી સ્કૂલ સંચાલકોને રાહત આપી છે.જેથી હવે ૧લી ફેબુ્રઆરી સુધી સ્કૂલ સંચાલકો ફી નિર્ધારણ કમિટી દરખાસ્ત નહી કરે. ગુજરાત સરકારના સ્કૂલ ફી નિર્ધારણ કાયદા સામે રાજ્યની ૨૦૦૦થી વધુ મોટી ખાનગી સ્કૂલોએ ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.જેમાં હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને રાહત ન આપતા કાયદાને બંધારણીય ગણાવ્યો હતો અને સ્કૂલોને ૨૧ દિવસમાં ફી નિર્ધારણ કમિટીમાં દરખાસ્ત કરવા આદેશ કર્યો હતો.હાઈકોર્ટનો આદેશ છતાં પણ હજુ સુધી અમદાવાદ ઝોનમાં મોટી સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની ખાનગી સ્કૂલોએ હજુસુધી દરખાસ્ત કરી નથી. દરમિયાન સ્કલ સંચાલક મંડળોએ સાથે મળીને હાઈકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમમાં પીટિશન કરી હતી.જેમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમે હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે આપ્યો નથી. હાલ સુપ્રીમે વચગાળાનો હુકમ આપતા સરકારને આગામી સુનાવણી સુધી ફી નિર્ધારણ કાયદા અંતર્ગત કોઈ પણ શિક્ષાત્મક પગલા ન લેવા અને કોઈ કડક કાર્યવાહી ન કરવા આદેશ કર્યો છે.જો કે સુપ્રીમે હાઈકોર્ટના ઓર્ડરને ચાલુ રાખ્યો છે અને જે સ્કૂલોએ દરખાસ્ત કરી દીધી છે તેના પર પ્રક્રિયા ચાલુ રાખવા પણ આદેશ કર્યો છે.જ્યારે જે સ્કૂલોએ દરખાસ્ત નથી કરી તે સ્કૂલોને હાલ પુરતી સુપ્રીમ તરફથી રાહત મળી છે. સુપ્રીમે ૧લી ફેબુ્રઆરીએ આ કેસમાં વધુ સુનાવણી રાખી છે.આ અંગે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના સેક્રેટરીએ જણાવ્યું કે સુપ્રીમકોર્ટમાં આજની સુનાવણીમાં સુપ્રીમે ઓરલી ઓર્ડર આપતા સ્કૂલોને ફી દરખાસ્ત કરવાની મુદ્દત બે સપ્તાહ વધારી આપી છે. મહત્વનું છે કે જ્યાં પહેલેથી જ સ્કૂલ સંચાલકોની દાનત ફી દરખાસ્ત કરવાની હતી નહી ત્યાં સુપ્રીમે હાલ પુરતી થોડા દિવસ રાહત આપી છે પરંતુ હાઈકોર્ટના ઓર્ડર સામે સ્ટે ન આપતા સંચાલકોએ દરખાસ્તતો કરવી જ પડશે. સંચાલકોએ સુપ્રીમમાં ત્રણ દિગ્ગજ વકીલો રોક્યા સ્કૂલ સંચાલકોએ હાઈકોર્ટના ઓર્ડર સામે સ્ટે મેળવવા અને રાજ્ય સરકારને કોઈ પણ કાળે હરાવીને ફી નિર્ધારણ કાયદામાંથી બચવા માટે દેશના દિગ્ગજ ગણાતા વકીલો સુપ્રીમકોર્ટમાં રોક્યા છે.એક દિવસના લાખો રૃપિયા ચાર્જ લેતા સુપ્રીમકોર્ટના સીનિયર વકીલોને સંચાલકોએ આ કેસમાં રોક્યા છે.આ વકિલોમાં કપિલ સિબ્બલ, મુકુલ રોહતગી તથા અભિષેક મનુ સિંઘવી સહિતના નામાંકિત વકીલો છે. આમ સંચાલકોએ હાઈકોર્ટમા ંલાખો રૃપિયા ખર્ચ્યા બાદ હવે સુપ્રીમમાં કરોડો રૃપિયા બગાડવની તૈયારી કરી છે પરંતુ ફી ઘટાડીને વાલીઓને રાહત આપવા સંચાલકો નથી માંગતા . ફી ઘટશે તો સુવિધાઓ બંધ થશે વાલીઓને સ્કૂલનો ખુલ્લો પત્ર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલી એક વેદાંત ઈન્ટરનેશનલ નામની સ્કૂલ સંચાલકમંડળ તરફથી વાલીઓને ખુલ્લો પત્ર મોકલીને ફી ઘટશે તો સુવિધાઓ બંધ થશે તેવી ગર્ભિત ધમકી આપવામા આવી છે. વાલીઓની ફરિયાદ છે કે હવે આગળની ફી ભરવાની ના પાડવામાં આવતો સ્કૂલ તરફથી પત્ર મોકલીને કહેવામા આવ્યુ છે કે પૂર્વ વિસ્તારની દરેક શાળા સરકારી ધારા ધોરણ પ્રમાણે ૬૦ વિદ્યાર્થી બેસાડવા મજબૂર બનશે ઉપરાંત પુર્વ વિસ્તારની દરેક શાળા આરઓ પ્લાન્ટ અને સીક્યુરિટી સહિતની સુવિધાઓ બંધ કરી, રમત-ગમત સહિતની પ્રવૃત્તિઓ બંધ કરી દેશે અને સરકારી ધારાધોરણ પ્રમાણે ભણાવશે અને સ્કૂલ ચલાવશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-supreme-court-did-not-give-a-stay-on-the-order-of-the-high-court-but-relief-to-school-

એફટીઝેડડબ્લ્યુ સ્કીમમાં ઝિપઝેપ એક્ઝિમની કરોડોની આયાત ડયૂટીની ચોરી પકડાઈ
-ડયૂટી ભર્યા વિના આયાત કરેલો માલ એક્સપોર્ટ ન કર્યો -વિદેશમાં માલ વેચીને ફોરેક્સની આવક વધારવા માટેની ફ્રી ટ્રેડ એન્ડ વૅર હાઉસિંગ ઝોનની યોજનાનો ગેરલાભ લી અમદાવાદ, તા.15 જાન્યુઆરી 2018,સોમવાર ભારતની વિદેશી હૂંડિયામણની આવક વધે તે માટે શરૃ કરવામાં આવેલી ફ્રી ટ્રેડ એન્ડ વૅરહાઉસિંગ ઝોન (એફડીડબ્લ્યુઝેડ) યોજના હેઠળ ડયૂટી ભર્યા વિના આયાત કરેલો માલ વિદેશમાં વેચીને હૂંડિયામણની આવક કરવાને બદલે ભારતના બજારમાં જ વેચી મારવાનું દિલ્હી સ્થિત કંપની મેસર્સ ઝિપઝેપ એક્ઝિમ પ્રાઈવેલ લિમિટેડનું કરોડો રૃપિયાનું કૌભાંડ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સની અમદાવાદ ઑફિસના અધિકારીઓએ પકડી પાડયું છે. કંડલા ઇકોનોમિક ઝોનમાં રહીને આ કંપની આ કૌભાંડ આચરતી આવી હોવાનું પકડી પાડવામાં આવ્યું છે. આ કૌભાંડમાં ઝિપઝેપ એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત મેસર્સ ભૂરિયા ઓવરસીઝ (અમદાવાદ), મેસર્સ રાધા ટ્રેડિંગ (નવી દિલ્હી, મેસર્સ પ્રાઈડ એન્ટર પ્રાઈસ કંપની (થાણે-મુંબઈ), મેસર્સ માઈલસ્ટોન એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડ (થાણે-મુંબઈ) અને મેસર્સ જિયા લાઈટિંગ એન્ડ ઑડિયો ઇક્વિપમેન્ટ કંપની (દિલ્હી) પણ સંડોવાયેલી હોવાનું ડીઆરઆઈની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ફ્રી ટ્રેડ એન્ડ વૅરહાઉસિંગ ઝોન (એફટીઝેડડબ્લ્યુ) સ્કીમના માધ્યમથી ભારતને દુબઈ, સિંગાપોર અને અને હોન્ગકોન્ગની માાફક વૈશ્વિક સ્તરના ટ્રેડિંગ હબ તરીકે વિકસાવીને વિદેશી હૂંડિયામણ-ફોરેન એક્સચેન્જની આવક કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ ઝિપઝેપ એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડ માલની નિકાસ કરવાને બદલે ભારતના બજારમાં ભારતીય ચલણમાં જ તે માલનું વેચાણ કરી દેતી હોવાનું ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ આધારે પકડી પાડયું છે. માલ ભારતના બજારમાં વેચી મારવાના કૌભાંડમાં ઝિપઝેપ એક્ઝિમને સહકાર આપતી કંપનીઓ એસઈઝેડમાં સ્થપાયેલી છે. કસ્ટમ્સની ચૅનલને બાયપાસ કરી જઈને કૌભાંડ આચરવાના ઇરાદાથી જ આ કંપનીઓ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાપવામાં આવી હતી. ઝિપઝેપ એક્ઝિમ કસ્ટમ્સમાંથી એસઈઝેડમાં ચાલતા એકમો મારફતે માલ ક્લિયર કરાવવાની સેવા જ પૂરી પાડતી હતી. આયાત કરાતી વસ્તુઓના નામ પણ ખોટા આપવાની (મિસડિક્લેરેશન કરવાનું) અને તેનું મૂલ્ય ઓછું દર્શાવવાનું કૌભાંડ પણ તેઓ આચરતા હતા. ઝિપઝેપ એક્ઝિમના માલિક ગજરાજ સિંહ બૈદ રીઢા ગુનેગાર હોવાનું ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ ૨૦૧૦માં લખનવના ડીઆરઆઈના અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી. આ કૌભાંડ પકડાયા પછી ઝિપઝેપ એક્ઝિમની ઑફિસ અને ગોદામ ઉપરાંત કૌભાંડમાં સંડોવાયેલી અન્ય કંપનીઓના કંડલા એસઈઝેડ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી અને રોહતકના એકમો પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દરેક સ્થળેથી મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. ઇ-મેઈલના રૅકોર્ડ્સ અને કોરાં બિલનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. તેમાં કંટ્રી ઑફ ઓરિજિનના પ્રમાણપત્રો, ચીનના સ્ટેમ્પવાળા પૅકિંગ લિસ્ટ પણ મળી આવ્યા હતા. બનાવટી સહી કરવામાં આવી હોય તેવા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ કૌભાંડમાં ડયૂટી ભર્યા વિના આયાત કરાયેલા અંદાજે રૃા. ૨૦ કરોડના મૂલ્યના પોલિયેસ્ટ નિટેડ ફેબ્રિક્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ માલની આયાત ઝિપઝેપ એક્ઝિમ દ્વારા કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/zipzep-eximme-of-ftzwk-scam-arrested-for-stealing-duty-of-duty

વડોદરા સંજયનગર રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડમાં સચિવની તપાસનું નાટક
-બેન્ક ગેરન્ટીના કાગળોમાં ખાનગી રીતે ફેરફાર -ટેન્ડર જૂના કોન્ટ્રાક્ટરને ફાળે જ જાય તે રીતનું ષડયંત્ર ગોઠવાઇ ગયું વડોદરા, તા.15 જાન્યુઆરી 2018,સોમવાર વારશિયા- સંજયનગરના રૃા.૨૦૦૦ કરોડના આવાસ કૌભાંડની ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ગોટાળાની તપાસ માટે સરકારે હુકમ કર્યા પછી પણ આ ટેન્ડર જૂની પાર્ટીને જ મળે તે પ્રકારે ખાનગી રાહે ફાઇલોના કાગળોમાં ફેરફાર થઇ રહ્યા હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સંજયનગરમાં સ્લમ માટેના આવાસોની જગ્યા બાદ બિલ્ડરને મળનારી ૧૬ લાખ ચો. ફુટ જગ્યામાં કોમર્શિયલ- રેસિડેન્શિયલ બિલ્ડીંગ બનાવાના છે, જેની સરેરાશ કિંમત રૃા.૨૦૦૦ કરોડ થવા જાય છે. ટેન્ડર મંજૂર થયા બાદ બિલ્ડરોએ સમજૂતિ કરારમાં ફેરફાર કરી જોઇન્ટ વેન્ચરના હિસ્સામાં પણ પરિવર્તન કરી દીધું હતું. સરકારે આની તપાસ અધિક મુખ્ય સચિવ પુનમ પરમારને સોંપી છે. તપાસમાં બધુ ખુલ્લુ ન પડી જાય તે માટે ટેન્ડરની ફાઇલોના કાગળો ખાનગી રીતે બદલી નાંખવાની તજવીજ થઇ રહી છે. તપાસ અધિકારીનો કેસ વધુ મજબૂત બને તેમજ જૂના કોન્કટર પાસે જ આ કોન્ટ્રાકટર રહે તે રીતે પાછલી તારીખથી બેન્ક ગેરન્ટી અંગેના કાગળોમાં ફેરફાર થઇ રહ્યા હોવાનું કેટલાક સુમાહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. અત્રે નોંધવું જરૃરી છે કે આ ભ્રષ્ટાચારમાં ધારાસભ્યની અને મેયરની સંડોવણી બહાર આવવાથી પુનમ પરમાર નામના સચિવની તપાસનું નાટક ગોઠવાયું છે પરંતુ અંદરખાને તેમને તપાસનો અહેવાલ સંપૂર્ણ રીતે કોન્ટ્રાક્ટરની તરફેણમાં આપવાનો હોય તેવી મૌખીક સૂચના આપવામાં આવી છે. આમ તપાસનું એક માત્ર નાટક છે. વારસિયા- સંજયનગરનો કોન્ટ્રાક્ટ મેળવનારાઓના નિકટના કેટલાક વર્તુળો ખુલ્લેઆમ ભારપૂર્વક એમ કહે છે કે કોન્ટ્રાક્ટની તપાસનું તો માત્ર નાટક જ. તપાસ અધિકારી પુનમ પરમાર સાથે અમારે વિગતે વાતચીત અને સમજુતી થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટમાં ફેરફાર થવાનો જ નથી. તેઓ અમારી ફેવરમાં જ તપાસનો રિપોર્ટ આપવાનો છે અને એટલે અમારો જૂનો કોન્ટ્રાક્ટ જ ચાલુ રહેવાનો છે. કોઈનું કશું જ ચાલવાનું નથી. તપાસ ભલે સાત દિવસ સુધી ચાલે કે સીત્તેર દિવસ સુધી ચાલે અમને અપાયેલા કોન્ટ્રાક્ટમાં ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી. ટેન્ડરની શરતોનો બિન્દાસ રીતે ભંગ થયા છતાાં કોન્ટ્રાક્ટરના નિકટવર્તી વર્તુળોમાં જો આવી ચર્ચા ચાલતી હોય તે કોર્પોરેશનના કેટલાક મોટા રાજકીય માથાઓની સંડોવણીની પણ શક્યતા રહેલી હોવાનું ચર્ચાય છે. સંજયનગરના જૂના ટેન્ડરમાં તપાસ બાદ પણ કોઇ ફેરફાર ન થાય તેવા ઉદ્દેશથી ટેન્ડરના કાગળો બદલવાનું ષડયંત્ર ગોઠવાઇ ગયું છે. એટલે તપાસ અધિકારીની તપાસનો અહેવાલ પણ એ રીતનોજ  આવે તેવી છેલ્લી ઘડીના ફેરફારો કરી દેવાયા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/vadodara-sanjay-nagar-s-secretary-s-investigation-into-the-rs-2-000-crore-scandal

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment