સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 3 January 2018

દલીત યુવાન પાસે જીભથી બૂટ સાફ કરાવાનો પોલીસ પર આરોપ - મુખ્યમંત્રી પાસે ૧૨-૧૨ ખાતા છે, મને એક ખાતુ તો સારું આપો: સોલંકી - મોરારજી-ઇન્દિરા બાદ હવે 'મોદી-શાહ' 'રીમોટ'થી ગુજરાતનું શાસન ચલાવે છે - ચીનની નાપાક હરકતઃ ર૦૦ મી. સુધી ઘુસાડયા સૈનિકો - ટ્રમ્પનો કિંગ જોંગને જવાબ 'અમારી પાસે તમારાથી વધુ શકિતશાળી ન્યૂકિલયર બટન છે' વોશિંગ્ટન - 'સુપરમૂન'થી શરૂ થઇ નવા વર્ષની શરૂઆત - બેંકોમાં મૂકેલી થાપણો વધુ સુરક્ષિત થશે - આકાશમાં ગુરૂવાર સુધી કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો - ચૂંટણી ફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ ભ્રષ્ટાચારને કાયદેસર કરાશે!

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

ચીનની નાપાક હરકતઃ ર૦૦ મી. સુધી ઘુસાડયા સૈનિકો
ડાકલામ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અરૂણાચલમાં ચીને લખણ ઝળકાવ્યા : ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ખદેડી મુકયાઃ સામાન પણ જપ્ત કર્યો નવી દિલ્હી તા.૩ : ડોકલામ વિવાદ શાંત થયાને હજુ વધુ દિવસો થયા નથી ત્યાં ચીનના સૈનિકોએ આ વખતે અરૂણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી માર્ગ અકિલા બનાવવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક લોકોએ આ માહીતી આપતા જણાવ્યુ હતુ કે, ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ચીની સૈનિકો લગભગ ર૦૦ મીટર સુધી ભારતીય સીમામાં ઘુસી ગયા હતા. તેઓ પોતાની સાથે રસ્તા બનાવવાના મશીનો અકીલા પણ સાથે લાવ્યા હતા. જો કે જયારે ચીની સૈનિકો ઉપરના સીયાંગ જિલ્લામાં બોર્ડર સાથે જોડાયેલા એક ગામમાં પહોંચવાના હતા ત્યારે તેમને ભારતીય સૈનિકોએ અટકાવી દીધા હતા. મળતા અહેવાલો મુજબ બંને દેશોના સૈનિકોમાં કોઇપણ પ્રકારની અથડામણ થઇ ન હતી. જો કે ચીની સૈનિકો રોડ બનાવવાનો સામાન ઘટનાસ્થળે જ છોડી ભાગી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી ચીન તરફથી રોડ બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. ડોકલામ વિવાદ સમાપ્ત થયાને હજુ ચાર મહિના જ થયા છે. ડોકલામ એક ટ્રાઇ જંકશન છે. જયાં ભારત-ચીન અને ભુટાનની સરહદ મળે છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે, ભારતીય જવાનોએ ચીની સૈનિકોને બીસીંગ ગામ પાસે અટકાવી દીધા હતા. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો રસ્તો રોકયો હતો અને બે ખોદકામના મશીનો સહિત તેમનો રોડ કન્સ્ટ્રકશનનો સામાન જપ્ત કર્યો હતો. મીડીયા રિપોર્ટ મુજબ આ ઘટના દસેક દિવસ પહેલાની છે. અત્રે એ નોંધનીય છે કે રરમી ડિસેમ્બરે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના યાંગ જીએચી બેઠકમાં સરહદ સહિત અનેક બાબતો અંગે ચર્ચા થઇ હતી.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121081

ટ્રમ્પનો કિંગ જોંગને જવાબ 'અમારી પાસે તમારાથી વધુ શકિતશાળી ન્યૂકિલયર બટન છે' વોશિંગ્ટન તા. ૩ : ઉત્ત્।ર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને નવા વર્ષના પ્રથમ દિવસે અમેરિકાને ચેતવણી આપી હતી કે, તેના હાથમાં પરમાણુ ધડાકાના બટન છે, જેને તેઓ ગમે ત્યારે દબાવી શકે છે. જેનો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જડબાતોડ અકિલા જવાબ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, 'અમારી પાસે તમારા કરતાં પણ વધુ શકિતશાળી ન્યૂકિલયર બટન છે અને તે પણ કામ કરે છે.' કિમ જોંગે ૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ હતું કહ્યું કે, અમેરિકા હવે કયારેય આપણા અકીલા વિરૂદ્ઘ જંગ શરૂ નહીં કરી શકે. કેમકે આપણાં એટમી હથિયાર તેને નેસ્તનાબૂદ કરી દેશે. સમગ્ર અમેરિકા આપણાં ન્યૂકિલયર વેપન્સની રેન્જમાં છે. આ હથિયારોનું બટન હંમેશા મારા ટેબલ પર જ રહે છે. અને તે એક સત્ય વાત છે તેને ધમકી ન સમજવી જોઈએ. ઉત્ત્।ર કોરિયા આત્મરક્ષા માટે અને હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી તેની પરમાણુ શકિતઓનું વિસ્તરણ કરતું રહેશે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121083

દલીત યુવાન પાસે જીભથી બૂટ સાફ કરાવાનો પોલીસ પર આરોપ
ખોટા કેસમાં પહેલા જેલમાં પૂરી દીધો અને પછી કર્યું અભદ્ર વર્તનઃ પત્ની અને માતાને પણ પુરૂષ પોલીસે લાકડીથી માર્યો માર અમદાવાદ તા. ૩ : શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય વ્યકિતએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગંભીર આરોપ લગાવતા કહ્યું અકિલા કે, 'મને ખોટા કેસમાં લોકઅપમાં પુરી દીધો હતો. અને પોલીસ સ્ટેશનમાં મારી સાથે અભદ્ર વર્તન કરતા હાજર રહેલા ૧૫ પોલીસવાળાના બૂટ જીભેથી સાફ કરાવ્યાં હતા..!' અમરાઈવાડી પોલીસના જણાવ્યાં અનુસાર, અમરાઈવાડીના અકીલા સાઈબાબા નગર સોસાયટીમાં રહેતો હર્ષદ જાદવ, ટીવી રીપેરિંગનો વ્યવસાય કરે છે. ગત ૨૯મી ડિસેમ્બરના શુક્રવારે બપોરે પોતાના ઘર નજીક સાંઈબાબાના મંદિરે ટોળું જમા થયું હોવાથી ત્યાં જઈને શું થયું તે અંગે જાણવા પૃચ્છા કરતા ત્યાં ઉભેલ વ્યકિત ઉશ્કેરાઈ ગયો હતો અને લાફો મારી તારે શું કામ છે? તેમ કહી પોલીસની લાકડીથી મારમાર્યો હતો અને બાદમાં પોલીસ પર હુમલાનો ખોટો કેસ કરી લોકઅપમાં પુરી દીધો હતો. જાદવે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની અને માતા વચ્ચે આવતા પોલીસ જવાને તેમની સાથે પણ અભદ્ર વર્તન કરી માર માર્યો હતો. બાદમાં ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જઈ બાદમાં જાધવ વિરુદ્ઘ પોલીસકર્મીને સાથે મારામારીનો આરોપ મુકી લોકઅપમાં પૂરી દીધો હતો. જયાં બાદમાં બપોરે તેની જાતી પૂછ્યા બાદ તેની પાસે પોલીસકર્મીઓના બુટ જીભથી સાફ કરાવ્યા હતા. જાદવે કહ્યું કે 'મને આ જયારે કોર્ટમાં લઈ જવાયો ત્યારે આ અંગે કંઈ બોલવાની ના પાડી ધમકી આપી હતી જેથી ડરના કારણે મે કોર્ટમાં કઈ જણાવ્યું નહોતું. જોકે પાછળથી હવે તેણે એટ્રોસિટી એકટ હેઠળ ફરીયાદ નોંધાવી છે.' આ મામલે એડિ. પોલિસ કમિશ્નર અશોકકુમાર યાદવનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, 'જાદવની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આ અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે.' (11:28 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/03-01-2018/68136


'સુપરમૂન'થી શરૂ થઇ નવા વર્ષની શરૂઆત
'સુપરમૂન' ત્યારે જોવા મળે છે જ્યારે ચંદ્ર પોતાની કક્ષામાં ધરતીથી સૌથી નજીક હોય છેઃ આ સમયે ચંદ્ર સૌથી ચમકદાર અને મોટો દેખાય છે નવી દિલ્હી તા. ૩ : સોમવારે નવા વર્ષની રાત્રે આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. નવા વર્ષની સાંજે આ અનોખી આકાશી ઘટના જોવા મળી હતી. જેમાં અકિલા 'સુપરમૂન'જોવા મળ્યો હતો. 'સુપરમૂન'ત્યારે જોવા મળે છે જયારે ચંદ્ર પોતાની કક્ષામાં ધરતીથી સૌથી નજીક હોય છે. આ સમયે ચંદ્ર સૌથી ચમકદાર અને મોટો દેખાય છે. ભારતમાં પણ સુપરમૂન ગોવા, ચેન્નાઇ, દિલ્હી અકીલા વગેરે શહેરમાં જોવા મળ્યો હતો. 'સુપરમૂન'ના સમયે, ચંદ્ર ધરતીથી ૯૦ ટકા જેટલો નજીક હશે. આ અંતર ધરતી અને ચંદ્ર વચ્ચેનું સૌથી ઓછું અંતર છે. આ દરમિયાન દુનિયાભરના લોકોને ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ ચમકદાર દેખાય છે. આ કારણે તેને સુપરમૂન કહેવાય છે.નાસાના જણાવ્યાનુસાર 'સુપરમૂન' નામ ૧૯૭૯માં એક એસ્ટ્રોલોજરે આપ્યું હતું. જેથી સમગ્ર ઘટનાથી જાણી શકાય કે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક છે. સુપરમૂનનો કોઇ જ પડછાયો પડતો નથી. હવે પછીની આકાશી ઘટના ૩૧ જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ જોવા મળશે.નોંધનીય છે કે વર્ષ ૨૦૧૬માં ચંદ્ર ધરતીની સૌથી નજીકથી પસાર થયો હતો, આવું ૧૯૪૮ બાદ કયારેય નહોતું થયું. હવે બીજીવાર ચંદ્ર ધરતીની સૌથી નજીક ૨૫ નવેમ્બર, ૨૦૩૪ પહેલા કયારેય નહીં જોવા મળે.(૨૧.૯)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121086

બેંકોમાં મૂકેલી થાપણો વધુ સુરક્ષિત થશે
ડીપોઝીટ ઇન્સ્યુરન્સની મર્યાદા ૧ લાખથી વધારવામાં આવે તેવી શકયતા નવી દિલ્હી તા. ૩ : સરકારે ઓછામાં ઓછી ૯૦ ટકા થાપણને સુરક્ષિત કરવી હશે તો પ્રસ્તાવિત ઇન્સ્યોરન્સ બિલ પ્રમાણે ડિપોઝીટ ઇન્સ્યોરન્સમાં ૧ર ગણાથી વધુ વૃધ્ધિ કરવી પડશે. ૧૯૯૩માં ડિપોઝીટ ઇન્સ્યોરન્સની મર્યાદા અકિલા રૂ.૧ લાખ કરવામાં આવી ત્યારે ૯૦ ટકા ખાતામાં રૂ.૧ લાખ કે તેનાથી ઓછી રકમ હતી જો કે,માર્ચ ર૦૧૬ ના રોજ એ આંકડો ઘટીને ૬૭ ટકા થયો છે. ઇટીના વિશ્લેષણ પ્રમાણે હજુ પણ સરકારે ૯૦ ટકા થાપણોને વીમા કવચ આપવું અકીલા હોય તો ડિપોઝીટ ઇન્સ્યોરન્સની રકમ હાલના રૂ.૧ લાખથી વધારી રૂ.૧પ લાખથી વધારી રૂ. ૧પ લાખ કરવી પડે. આઇસીઆરએના ગ્રુપ હેડ (ફાઇનાન્યિશલ સેકટર રેટિંગ્સ) કાર્તિક શ્રીનિવાસને જણાવ્યું હતું કે, ''અત્યારના સંદર્ભમાં રૂ.૧ લાખનો ડિપોઝીટ ઇન્સ્યોરન્સ બહુ ઓછો કહી શકાય અને લગભગ રપ વર્ષથી આ રકમમાં ફેરફાર કરાયો નથી મારા વ્યકિતગત મત પ્રમાણે ફુગાવો, જીવન ધોરણનો ખર્ચ સહિતના પરિબળોને ધ્યાનમાં લીધા પછી ઇન્સ્યોરન્સ માટે રૂ.પ લાખનો આંકડો યોગ્ય કહી શકાય'' પીડબલ્યુસી ઇન્ડિયાના પાર્ટનર, ફાઇનાન્શિયલ સર્વિર્સિસ (રિસ્ક એન્ડ રેગ્યુલેશન લીડર) કુંતલ સુરે જણાવ્યું હતું કે, ''૧૯૯૩ થી અત્યાર સુધીના ફુગાવાની ગણતરી કરીએ તો ડિપોઝીટ ઇન્સ્યોરન્સમાં મોટો વધારો કરવો પડશે. ઇન્સ્યોરન્સની રકમ કેટલી હોવી જોઇએ એ સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બનશે, પણ આંકડો કુલ થાપણના ઓછામાં ઓછા ૬૦-૭૦ ટકા હોવો જોઇએ અને મને લાગતુ કે, સરકાર હવે ૯૦-૧૦૦ ટકા થાપણોને વીમાસુરક્ષા આપે'' અત્યારના ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એકટ, ૧૯૬૧ હેઠળ બેન્ક ફડચામાં જાય તો ડિપોઝીટ એકાઉન્ટમાં રૂ. ૧ ાલખથી ઉપરની કોઇ પણ રકમ મળવા પાત્ર નથી. પ્રસ્તાવિત કાયદા હેઠળ રિઝોલ્યુશન કોર્પોરેશનની રચના કરાશે અનેઆ કોર્પોરેશન આરબીઆઇ સાથે ચર્ચા કરીને ડિપોઝીટ ઇન્શ્યોરન્સની મર્યાદા નકકી કરશે. આ બાબત સુચવે છે કે, સરકાર ડિપોઝીટ ઇન્શ્યોરન્સની રકમમાં વધારો કરવાનું વિચારી રહી છે કારણ કે વળતરની રકમ લગભગ રપ વર્ષ પહેલા નકકી કરવામાંઆવી હતી. આરબીઆઇના ડેટામાં જણાવ્યા મુજબ માર્ચ ર૦૧૭ ના રોજ કુલ રૂ. ૩૦ લાખ કરોડની થાપણમાંથી લગભગ ૩૦ ટકા જ ઇન્શ્યોરન્સ હેઠળ આવે છે. માર્ચ ર૦૧૬ ના રોજ ૯૭ ટકા ડિપોઝીટ એકાઉન્ટમાં રૂ.૧પ લાખ કે એથી ઓછી રકમ હતી. બેન્કિંગ સિસ્ટમની કુલ ડિપોઝીટમાં મુલ્યની રીતે આ થાપણનો હિસ્સો લગભગ ૪પ ટકા હતો. બાકીની પપ ટકા ડિપોઝીટનો આંકડો રૂ.૧પ લાખથી વધારે હતો અને આ પપ ટકામાં ૩૮ ટકા ડિપોઝીટ રૂ.૧ કરોડથી વધુની હતી ઉલ્લેખનીય છે કે, પ્રસ્તાવિત ફાઇનાન્શ્યિલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્શ્યોરન્સ બિલ થાપણના વીમાની રૂ. ૧ લાખની રકમાં વધારો કરશે એવો અંદાજ છે આરબીઆઇ ડિપોઝીટ ઇન્શ્યોરન્સની રકમનો આખરી નિર્ણય રિઝીલ્યુશન કોર્પોરેશન સાથે ચર્ચા કર્યા પછી કરશે'' બેન્કોએ અત્યારે ડિપોઝીટ ઇન્શ્યોરન્સ માટે દર રૂ.૧૦૦ પર લગભગ ૧૦ પૈસા પ્રીમીયમ ચુકવવું પડે છ.ે(૬.૧૦)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121084

આકાશમાં ગુરૂવાર સુધી કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
આજે આતશબાજી જેવો માહોલ જામશે : મધ્યરાત્રીથી પરોઢ સુધી નિહાળી શકાશે : ખગોળીય ઘટનાનું અવલોકન કરવા વિજ્ઞાન જાથાની અપીલ રાજકોટ તા. ૨ : ડીસેમ્બરમાં દુનિયાભરના લોકોએ જેમીનીડસ ઉલ્કા સ્પષ્ટ નિહાળી હતી. હવે મંગળવારથી ગુરૂવાર સુધી કવોડરેન્ટીડસ ઉલ્કાઓ નિહાળી અકિલા શકાશે તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે. તેઓએ જણાવ્યુ છે કે જાન્યુઆરીના પ્રારંભથી તા. ૪ સુધી આકાશમાં કવોડરેન્ટીસ ઉલ્કાવર્ષા મધ્યરાત્રીથી પરોઢ સુધીના સમયે અકીલા નિહાળી શકાશે. તા. ૩ ના કલાકથી ૧૫ થી ૫૦ ઉલ્કાઓ વરસવાથી દિવાળીની આતશબાજી જેવો માહોલ આકાશમાં જોવા મળશે. નરી આંખે પણ નિર્જન જગ્યાએથી નિહાળી શકાશે. જાથા દ્વારા પડધરીના ખોડાપીપર મુકામે રાજયકક્ષાનો કાર્યક્રમ આજરોગ તા. ૩ ના ગોઠવવામાં આવેલ છે. તેમાં આ નજરો નિહાળી શકાશે. ઉલ્કાવર્ષા પાછળ ધુમકેતુઓ કારણભુત છે. ઉલ્કા વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે ઘર્ષણ કરે ત્યારે તેના ટુકડાઓ સળગી ઉઠે અને તેજ લીસોટા રચયા છે. કયારે અગનગોળા જેવા આકારો પણ રચાય છે. શ્રી પંડયાએ જણાવ્યુ છે કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે મેટીયોર ઉલ્કા તરીકે ઓળખાય છે. પૃથ્વી ઉપર દિવસના સુર્યપ્રકાશ દરમિયાન પણ ઉલ્કાઓ પડતી હોય છે પણ તે જોઇ શકાતી નથી. લોકો ખગોળીય ઘટનાઓનું અવલોકન કરી અભ્યાસ કરે તેવી જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે. (11:11 am IST)

Source :- http://www.akilanews.com/Rajkot_news/Detail/03-01-2018/89494

મુખ્યમંત્રી પાસે ૧૨-૧૨ ખાતા છે, મને એક ખાતુ તો સારું આપો: સોલંકી
 -નીતિન પટેલ બાદ રાજ્યકક્ષાનાં મંત્રીની સત્તાવાર નારાજગી -હું સતત પાંચ ટર્મથી ચૂંટાતો હોવા છતાં સારું ખાતુ અપાતું ન હોવાથી વિધાનસભામાં આવીને શું કરું ?:મુખ્ય અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 'સારા' ખાતાની માગણી કરતા અને એ મુજબનું દબાણ લાવતા હાઇકમાન્ડને 'નાણાં' ખાતુ આપવાની ફરજ પડયા બાદ હવે સૌરાષ્ટ્રનાં કોળી સમાજનાં કદાવર ગણાતા નેતા પરષોત્તમ સોલંકીએ પણ નીતિનભાઇની સ્ટાઇલમાં જ સારું ખાતું આપવાની માગણી કરતાં ભાજપમાં જાણે ભૂકંપ સર્જાયો છે. મંગળવારે સાંજે સચિવાલય ખાતે સ્વર્ણિમ-૧માં આવીને મીડિયા સમક્ષ પણ સોલંકીએ પોતાનો ઉકળાટ ઠાલવ્યો હતો. ત્યાર બાદ તેઓએ મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળીને પોતાને થઇ રહેલા 'અન્યાય'ને દૂર કરવાની રજૂઆત કરી હતી. ચૂંટાયેલા ધારાસભ્યો એક પછી એક સામી છાતીએ મેદાનમાં આવતા દિલ્હીનું ભાજપ હાઇકમાન્ડ ચોંકી ઉઠયું છે. ભાવનગર ગ્રામ્યનાં ધારાસભ્ય અને રાજ્યકક્ષાનાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે હું સતત છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાઇ રહ્યો છું. છતાં કેબીનેટમાં લેવાતો નથી કે કોઇ સારું ખાતું પણ અપાતું નથી. મારી પાસે કોઇ ફાઇલો ન આવતી હોવાથી હું કેબિનેટમાં કે વિધાનસભામાં જતો નથી. હું બીમાર પણ નથી અને સારી રીતે કામ પણ કરી શકું છું. ખાતાઓની ફાળવણીને લઈને નારાજ થયેલા મંત્રી સોલંકીએ બળાપો કાઢતાં જણાવ્યું હતું કે જો મુખ્યમંત્રી પાસે ૧૨-૧૨ ખાતા હોય તો મને એક ખાતું તો સારું આપવું જોઈએ ને...!!! હું પાંચ ટર્મથી ચૂંટાતો આવ્યો હોવા છતાં મને સાવા સામાન્ય ખાતુ આપવામાં આવે છે. કોઈ મહત્વનું ખાતું મને અપાતું નથી. તેઓએ વધુમાં કહ્યું કે, મેં આ અંગે મુખ્યમંત્રીને રૃબરૃ મળીને વાત કરી છે. પરંતુ આજે શુભેચ્છકોની ભીડ વધુ હોવાથી મુખ્યમંત્રી મને ફોન કરીને આ બાબતે ફરીથી બોલાવશે. ત્યાર બાદ આગળનો કોઇ નિર્ણય કરાશે. ખાતા ફાળવણીથી નારાજ થઇને રાજીનામું આપવાનો કોઇ પ્રશ્ન નથી. જો મને સારું અને મહત્વનું ખાતુ આપવામાં નહીં આવે તો કોળી સમાજ જે નક્કી કરશે એ નિર્ણય હું કરીશ. સારું ખાતુ એટલે શું ? તેનો જવાબ ન આપી શક્યા... રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તો મજબુત માણસ છે. એના વિશે હું કશું બોલી શકું નહીં. તમે સારું ખાતુ કોને ગણો છો ? સારું ખાતું એટલે શું ? વગેરે જેવા પ્રશ્નનાં જવાબમાં તેઓએ કહ્યું કે, આપણે ક્યાંક જઇએ તો વર્ચસ્વ પડે એવું ખાતુ હોવું જોઈએ. હું મત્સ્ય ઉદ્યોગ જેવા ખાતાથી ખુબ જ સંકોચ અનુભવું છું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/chief-minister-has-12-12-accounts-give-me-an-account-as-well-solanki

મોરારજી-ઇન્દિરા બાદ હવે 'મોદી-શાહ' 'રીમોટ'થી ગુજરાતનું શાસન ચલાવે છે
-ગુજરાતનું પાટનગર 'દિલ્હી'માં હોવાનું ચિત્ર -'ટોક ઓફ ધ સ્ટેટ' બનેલો પ્રશ્ન: પટેલ, સોલંકી બાદ હવે કોણ નારાજગી દર્શાવશે ?:ખાતા ફાળવણી કે મંત્રીપદન અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને બાદમાં રાજ્યકક્ષાનાં મંત્રી પરષોતમ સોલંકીએ ખાતાની ફાળવણી અંગે પોતાનાં અસંતોષ - નારાજગીને જાહેરમાં વ્યક્ત કર્યા છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં 'ટોક ઓફ ધી સ્ટેટ' બનેલો પ્રશ્ન એવો છે કે, પટેલ, સોલંકી બાદ હવે અન્ય કયા ધારાસભ્ય પોતાની નારાજગી દર્શાવશે ? આગામી સમયમાં ભાજપ સરકાર આવા પડકારોથી મુશ્કેલીમાં મૂકાય એવી શક્યતાઓ છે. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૯૯ બેઠકો મળતા ભારે કફોડી સ્થિતી થઇ છે. ગુજરાતનો તમામ કારોબાર હાલ દિલ્હીથી જ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં મોરારજી દેસાઇ અને ઇન્દિરા ગાંધીએ રીમોટ કંટ્રોલથી ગુજરાતનું શાસન ચલાવ્યું હતું એ જ સ્ટાઇલથી ભાજપ હાઇકમાન્ડે દિલ્હીમાં બેઠા બેઠા તમામ કારોબાર ચલાવી રહ્યા છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર નહીં પણ દિલ્હી જ હોય એવું ચિત્ર ઉભું થયું છે. ગુજરાતનાં મંત્રી મંડળમાં કોને લેવા, કોને પડતા મુકવા, કયા મંત્રીને કયુ ખાતું આપવું, કયા સેક્રેટરીને કયાં મુકવા, કોની અને કેવી ફાઇલ ક્યારે ક્લિયર કરવી એ તમામ બાબતો દિલ્હીના ઇશારે થાય છે. ગુજરાતમાં એક વખતે સર્વેસર્વા ગણાતા મોરારજી અને ઇન્દિરાની પરંપરા પ્રમાણે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતનું શાસન ચલાવી રહ્યા છે. તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નબળી પડેલી સ્થિતીને જોઇને હવે બંડખોર ધારાસભ્યો પોતાનું ધાર્યું કરવા માટે હાઇકમાન્ડ પર દબાણ લાવી રહ્યા છે. આનંદીબહેનને રૃખસદ-ફારગતિ આપવા પાટીદરો માટે નીતિન પટેલનો ઉપયોગ કર્યો. એ જ નીતિન પટેલને બળવો કરાવી નાણા ખાતું અપાવ્યું. પાટીદારોની હકુમત હજુ ચાલુ જ છે. ગુજરાતમાં ભાજપમાં હાલમાં ચાલી રહેલો અસંતોષ એ લાવારસ જેવો છે. આ લાવા ગમે તે ક્ષણે જવાળામુખીની માફક વિસ્ફોટ કરીને બહાર આવશે. ભૂતકાલમાં જ્યારે પણ કોઇએ સીધી કે આડકતરી રીતે વિરોધ કે માગણી કરી હતી તેઓ બધા વર્ષોથી હાંસીયામાં ધકેલાઇ ગયા છે. પરંતુ હાલની સ્થિતિ સદંતર જૂદી છે. એક તો મોદી અહીં મુખ્યમંત્રી નથી. બીજી બાજુ ત્રણ યુવા નેતાઓએ ભાજપને નાકમાં દમ કરાવી રાખ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને જબરજસ્ત ફટકો પડયો છે. ૨૦૧૨ની સરખામણીમાં ભાજપને ૨૨ જેટલી બેઠકનું મોટું નુકસાન થયું છે. માત્ર ૯૯ બેઠકો સાથે પાતળી બહુમતિથી સરકાર બનાવી છે. આથી વર્ષોથી પોતાને અન્યાય થયાની લાગણી અનુભવી રહેલા નેતાઓ માને છે કે દિલ્હીમાં બેઠેલાં નેતાઓને 'દબાવવા' માટેનો આ સુવર્ણ સમય છે. જો મોટા નેતાઓ - મંત્રીઓની વાતની અવગણના કરવામાં આવે અને માંડ ૧૦ ધારાસભ્યો ભાજપ સાથે છેડો ફાડી નાખે તો ભાજપ સરકારને ઘરભેગી થવાનો વારો આવે. જો આવું થાય તો દેશભરમાં મોદી-શાહની ઈમેજને જબરજસ્ત ફટકો પડે. જેનું મોટું નુકસાન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સહન કરવું પડે. આ તમામ બાબતોને હવે ભાજપનાં સૌ કોઇ નાના-મોટા નેતાઓ જાણી ગયા છે. એટલે પોતાનું ધાર્યું કરાવવા હાઇકમાન્ડને ઘૂંટણીએ પાડવાનું શરૃ કરાયું છે. નીતિન પટેલ અને પરષોતમ સોલંકીની માફક અન્ય કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો ખાતાઓની ફાળવણી અને મંત્રીમંડળમાં સમાવવાનાં મુદ્દે ભારે આક્રોશમાં છે. સૂત્રો કહે છે કે આગામી દિવસોમાં આવા જ નારાજ ધારાસભ્યો, મંત્રીઓ ભાજપની સામે જાહેરમાં રોષ ઠાલવે કે બળાપો કાઢે તો કોઇને નવાઇ લાગશે નહીં. સચિવાલય સહિત રાજ્યભરમાં ચર્ચા સાથે લોકો આ જ પ્રશ્ન એકબીજાને પૂછી રહ્યા છે કે હવે પછી કોણ મેદાનમાં આવવાનું છે ?

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/morarji-indira-now-governs-gujarat-with-modi-shah-remote

ચૂંટણી ફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ ભ્રષ્ટાચારને કાયદેસર કરાશે!
- એસબીઆઇમાંથી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાનમાં આપી શકાશે - બોન્ડ પર ખરીદનારનું નામ નહીં હોય પણ તેણે બેંકમાં કેવાયસી કરાવવું પડશે હજાર, દસ હજાર, લાખ, દસ લાખ અને એક કરોડના બોન્ડ ખરીદી શકાશે (પીટીઆઇ) નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર ચૂંટણી સમયે પક્ષોને અપાતા દાનને સ્વચ્છ બનાવવાના ભાગરૃપે સરકારે આજે ઇલેક્ટોરલ બોન્ડની જાહેરાત કરી હતી. આ બોન્ડ એસબીઆઇની પસંદગીયુક્ત શાખાઓેમાંથી ખરીદી શકાશે. તેનો ઉપયોગ રાજકીય પક્ષોેને દાન આપવા માટે કરવામાં આવશે. લોકસભામાં એક નિવેદનમાં જેટલીએ જણાવ્યું હતું કે આ બોન્ડ પર ખરીદનારનું નામ લખવામાં નહીં આવે. એક હજાર રૃપિયા, દસ હજાર રૃપિયા, એક લાખ રૃપિયા, દસ લાખ રૃપિયા અને એક કરોડ રૃપિયાની કીંમતના બોન્ડ ખરીદી શકાશે. જો કે આ બોન્ડ વ્યાજ મુક્ત પ્રોમોસિરી નોટ જેવા હશે. આ બોન્ડની સમય મર્યાદા ફકત ૧૫ દિવસ હશે. આ સમયગાળામાં આ બોન્ડનો ઉપયોગ રાજકીય પક્ષોને દાન આપવા માટે કરવાનો રહેશે. આ બોન્ડ વર્ષમાં ચાર વખત એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓક્ટોબર મહિનાના પ્રથમ દસ દિવસની અંદર જ વેચાણ માટે ઉપલબ્ધ હશે. સામાન્ય ચૂંટણીના વર્ષમાં આ બોન્ડ ૩૦ દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોન્ડ ખરીદનારાઓ બેંકમાં કેવાયસી કરાવવું પડશે. હવે ચૂંટણી ભંડોળમાં 'ગુલાબી' નાણાંની રેલમછેલ વધશે સરકાર ઇલેક્ટ્રોરલ બોંડ બહાર પાડવા જઇ રહી છે. જોકે આ બોંડને પગલે હવે રાજકારણમાં કાળુ નાણુ અદ્રશ્ય થઇ જશે. અત્યાર સુધી ચેક દ્વારા રાજકીય પક્ષોને ભંડોળ દાનમાં મળતું હતું અને મોટા ભાગે ઉધ્યોગપતીઓ જ આ ભંડોળ આપતા હોય છે. જોકે ચેકમાં નાણા ચુકવાતા હોવાથી એ ખ્યાલ આવી જતો હતો કે ક્યા ઉધ્યોગપતી ક્યા રાજકીય પક્ષને કેટલી મદદ કરે છે. પણ હવે સરકાર બોંડ બહાર પાડી ઔધ્યોગિક ગૃહોને ગુપ્તતા જાળવવા મદદ કરશે. અત્યાર સુધી ૨૦૦૦ની ગુલાબી નોટો દ્વારા નાણા સરળતાથી રફેદફે થઇ શકે માટે જ જારી કરી હતી. હવે ૨૦૦૦ની નોટોને બદલે એક લાખ, દસ લાખ, એક કરોડના બોંડ પડાશે જે રાજકીય પક્ષોને દાનમાં આપશે. આમ ખુદ ઉધ્યોગપતિઓ નેતાને એક કરોડના સ્વરુપમાં બોંડ હાથોહાથ આપી શકશે. અને વચેટીયાઓની જરુર નહીં રહે. ભ્રષ્ટાચારીઓ વ્યવહારને કાયદાનુ સ્વરુપ આપશે. સામાન્ય જનતાને ઇલેક્ટોરલ બોંડ રાખી દાન આપનાર વ્યક્તિને ગુપ્ત રાખવાની સરકારની યોજનાનો હેતુ ખબર પડતો નથી. ધર્મમાં કહ્યું છે કે દાન હંમેશા ગુપ્ત રહેવું જોઇએ. ેએટલે જ સરકાર ધર્મને અનુસરતી હશે!

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/electoral-bond-corruption-will-be-legalized-for-election-fund-

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment