સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 January 2018

ધાનાણીને વિરોધ પક્ષના નેતા ન બનાવાય તો કોંગ્રેસની સામે લડીશું: હાર્દિક - હાઈ સિકયોરીટી નંબર પ્લેટ...'નામ બડે દર્શન છોટે' ?! - બેંક ખાતુ બંધ કરતી વખતે ચાર્જ અને જી.એસ.ટી. વસુલવાનું SBIને ભારે પડયું: રકમ પરત ચુકવવી પડી - પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ઘર મહિલાના નામે - આ...લે...લે... કાર્પેટ વેરાના રિ-સર્વેમાં ઉઘરાણાનું તુત - સાઉદી અરબે પેટ્રોલની કિંમતોમાં કર્યો ૧૨૭ ટકાનો વધારો! - મહારાષ્ટ્રની ઘટના અંગે અલ્પેશ ઠાકોરનું ‘રાજનૈતિક’ નિવેદન

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાઈ સિકયોરીટી નંબર પ્લેટ...'નામ બડે દર્શન છોટે' ?! 
સરકાર દ્વારા 'ડ્રીમ આરટીઓ પ્રોજેકટ' હેઠળ એફટીએ કંપનીને અપાયેલો કોન્ટ્રેકટ લાંબીલચ્ચ પ્રક્રિયાના કારણે પાટે નહીં ચડતા હવે ડીલરોને કામગીરી સોંપાઈઃ વાહનધારકોની બુરીવલ્લે રાજકોટ, તા. ૪ :. છેલ્લા કેટલાય મહિનાઓથી હાઈસિકયોરીટી નંબર પ્લેટ વાહનધારકો માટે અકિલા માથાના દુઃખાવારૂપ બની છે. સરકાર અને અદાલતના હુકમનું પાલન કરવા જતા જાગૃત વાહનધારકોને આર.ટી.ઓ.ની લાંબીલચ્ચ પ્રક્રિયાના કારણે ધક્કા ખાવા પડે છે. એટલું જ નહિં નિયત દરથી વધુ નાણા પણ ખર્ચવા પડે છે. સરકારે અકીલા 'ડ્રીમ આરટીઓ પ્રોજેકટ' હેઠળ હાથ ધરેલી આ કામગીરી સામે ભૂતકાળમાં પણ અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. એફટીએ કંપનીને આ માટેનો કોન્ટ્રેકટ સોંપવામાં આવ્યો છે. તેમની ગાડી મહિનાઓથી પાટે ચડતી જ ન હોવાનો તાલ સર્જાયો છે. આ વચ્ચે આર.ટી.ઓ. સત્તાવાળાઓ દ્વારા ડીલરોને નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરી સોંપવામાં આવતા હવે વાહનધારકો ડીલરો તરફ વળ્યા તો ત્યાં પણ વ્યવસ્થાના અભાવે વાહનધારકોને જ ધક્કા થઈ રહ્યા છે. આ વચ્ચે નિયત દરથી વધુ નાણા વસુલાતા હોવાની ફરીયાદો પણ ઉઠી છે. ઉપરોકત મુદ્દે આર.ટી.ઓ., ડીલરો અને અન્ય જાણકારોનો સંપર્ક સાધી વિગતો મેળવાતા હાઈસિકયોરીટી નંબર પ્લેટનું 'અગડમ્-બગડમ્' બહાર આવ્યુ છે. એક અગ્રણી ઓટો ડીલરનું મંતવ્ય એવુ થાય છે કે, આ નંબર પ્લેટમાં 'હાઈસિકયોરીટી' જેવુ કશું છે જ નહિં ! કોઈ ઈલેકટ્રોનીકસ ચીપ નથી, માત્ર બારકોડ છે. તો પછી આધારકાર્ડ, આર.સી. બુક અને લાયન્સ સહિતના અન્ય રજીસ્ટ્રેશન પેપર્સ ઓનલાઈન કરાવી નંબર પ્લેટ એપોઈન્ટમેન્ટ મુજબ ફીટ કરી આપવાની લાંબીલચ્ચ પ્રક્રિયાનો મતલબ શું ? ગુજરાતમાં ૨૯ થી ૩૦ લાખ વાહનોમાં હાઈસિકયોરીટી નંબર પ્લેટ લાગવી બાકી છે. આ સંઘ દ્વારકા કયારે પહોંચશે ? એક માહિતી મુજબ આર.ટી.ઓ.માં ટુ વ્હીલર માટે નંબર પ્લેટના નિયત દર રૂ. ૨૪૫ છે. હવે આ કામ ડીલરોને સોંપાતા ફીટીંગ ચાર્જ સહિત વધારાના ૮૯ રૂ. વસુલવાની છૂટ આપવામાં આવી છે. આમ જોઈએ તો ૩૩૪ - ૩૩૫ રૂ. વસુલી શકાય તેના બદલે સાડા ચારસો - પાંચસો વસુલાય છે. આવી જ રીતે ફોર વ્હીલર માટે ૪૫૦ +... ને બદલે ૮૦૦ થી ૧૦૦૦ રૂ. વસુલાતા હોવાની ફરીયાદો અખબારી કચેરીએ પહોંચી છે. રાજ્યના તમામ ઓટો ડીલરોને આ નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. તે માટેના મશીનો ડીપોઝીટ વસુલી પુરા પાડવામાં આવ્યા છે પરંતુ મોટા ભાગના ડીલરોને આ કામગીરી 'માથા પડેલી' લાગતી હોવાથી રસ ઓછો છે. આ કારણે વાહનચાલકોની બુરીવલ્લે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી હાઈસિકયોરીટી નંબર પ્લેટ ગાજી રહી છે. આ માટેનો રાજ્યભરનો કોન્ટ્રેકટ એફટીએ કંપનીને સોંપવામાં આવ્યો છે. આ કંપનીના માણસોને દરેક આર.ટી.ઓ.ની કચેરીમાં જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ કેમેય કરીને નંબર પ્લેટ ફીટ કરાવવાની આ પ્રક્રિયા સરળ બની શકી નથી. કેટલોક ભ્રષ્ટાચાર પણ છાપરે ચડી પોકારી રહ્યો છે. આ વચ્ચે હાઈસિકયોરીટી નંબર પ્લેટમાં 'હાઈસિકયોરીટી સિસ્ટમ' જેવુ કંઈ છે જ નહિં ?! અને ૨૯ લાખ વાહનોમાં આ પ્લેટ કેટલા મહિને લાગશે ? તેવા વેધક પ્રશ્નો સપાટી પર આવ્યા છે. નંબર પ્લેટના નિયત દરથી અનેકગણો વધુ ચાર્જ વસુલાતો હોવાની બૂમ એક માહિતી મુજબ આર.ટી.ઓ.માં ટુ વ્હીલર માટે નંબર પ્લેટના નિયત દર રૂ. ૨૪૫ છે. હવે આ કામ ડીલરોને સોંપાતા ફીટીંગ ચાર્જ સહિત વધારાના ૮૯ રૂ. વસુલવાની છૂટ આપવામાં આવી છે. આમ જોઈએ તો ૩૩૪ - ૩૩૫ રૂ. વસુલી શકાય તેના બદલે સાડા ચારસો - પાંચસો વસુલાય છે. આવી જ રીતે ફોર વ્હીલર માટે ૪૫૦ +... ને બદલે ૮૦૦ થી ૧૦૦૦ રૂ. વસુલાતા હોવાની ફરીયાદો અખબારી કચેરીએ પહોંચી છે. હાઈ સિકયોરીટી નંબર પ્લેટમાં 'એડવાન્સ સિસ્ટમ્સ' જેવુ કંઈ છે જ નહિં ?... રાજકોટ :. બહુ ગાજેલી હાઈસિકયોરીટી નંબર પ્લેટ ફીટ કરાવવા પાછળ તમામ વાહનોનો ડેટાબેઝ રાષ્ટ્રીય કક્ષાએ એક સોફટવેર હેઠળ આવરી લઈ ચોરી, વાહનોની ગેરકાયદે હેરાફેરી, ગુન્હાખોરી, આતંકવાદ નાથવા સહિતનો વિશાળ ઉદ્દેશ રહેલો છે, પરંતુ આ ઉદ્દેશ્ય સિદ્ધ થવા પાછળ અનેક સમસ્યાઓ નડતરરૂપ બની રહી છે. એક અગ્રગણ્ય ડીલરના કથન મુજબ હાઈસિકયોરીટી પ્લેટમાં એડવાન્સ સિસ્ટમ એટલે કે માઈક્રોચીપ કે ઈલેકટ્રોનીકસ બારકોડ કશુ છે જ નહિ? તો આ પ્રોજેકટ ખરા અર્થમાં યથાર્થ છે કે કેમ ? તેના સામે પ્રશ્ન રહેલો છે. (4:01 pm IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/04-01-2018/89595

બેંક ખાતુ બંધ કરતી વખતે ચાર્જ અને જી.એસ.ટી. વસુલવાનું SBIને ભારે પડયું: રકમ પરત ચુકવવી પડી 
રાજકોટના સીનીયર વકીલને કડવો અનુભવ થતા ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરી... રાજકોટ, તા. ૪ :. રાષ્ટ્રીયકૃત બેંકો પૈકીની એસ.બી.આઈ. દ્વારા તા. ૧-૭-૨૦૧૭થી પોતાના ખાતા ધારકોને પોતાનું તે બેંકનું ખાતુ બંધ કરવુ હોય તો રૂ. ૫૦૦નો અકિલા ચાર્જ ઉપરાંત ૧૮ ટકા પ્રમાણે જી.એસ.ટી. વસુલવા નિર્ણય કરેલ હતો. જે સામે ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરતા બેંકે રકમ પરત કરી હતી. આ અંગેની વધુ વિગતો જોઈએ તો રૈયા રોડ ઉપર રહેતા અને વકીલાતનો ધંધો કરતા અકીલા કિરણભાઈ રૂપારેલીયાનું એસ.બી.આઈ. યુનિ. બ્રાંચમાં બચત ખાતુ ધરાવતા હતા અને તા. ૧૫-૯-૨૦૧૭ના રોજ તેઓએ પોતાનું સદરહુ બચત ખાતુ બંધ કરવા માંગણી કરતા એસબીઆઈ એ તેઓના પાસેથી ખાતુ બંધ કરવાના ચાર્જના રૂ. ૫૦૦ તથા જીએસટીના રૂ. ૯૦ મળી કુલ રૂ. ૫૯૦ વસુલ બચત ખાતુ બંધ કરેલ. આવા નિર્ણયથી નારાજ થઈ એડવોકેટ કિરણભાઈ રૂપારેલીયા સદરહુ બેંકના નિર્ણય સામે રૂ. ૫૯૦ પરત મેળવવા બેંક મેનેજરશ્રીને અરજી આપેલ અને તેની જાણ એસબીઆઈની કોર્પોરેટર ઓફિસ મુંબઈ, વિભાગીય કચેરી અમદાવાદ તથા લોકપાલથી રીઝર્વ બેંકને પણ કરેલ તેમ છતા એસબીઆઈ દ્વારા વસુલાયેલ ચાર્જની રકમ પરત ચુકવેલ નહી આથી શ્રી રૂપારેલીયાએ એસબીઆઈના આવા ગેરબંધારણીય નિર્ણય સામે રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ હતી. ઉપરોકત દાખલ થયેલ ફરીયાદ અન્વયે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રાજકોટ દ્વારા એસબીઆઈ યુનિ. રોડ બ્રાંચને નોટીસ રવાના કરી કન્ઝયુમર ફોરમ રાજકોટ સમક્ષ ઉપસ્થિત રહેવા જાણ કરેલ. તે સમક્ષ મળ્યા બાદ એસબીઆઈ દ્વારા એડવોકેટ કિરણભાઈ રૂપારેલીયાના કાલાવડ રોડ બ્રાંચના તેઓના બચત ખાતામા રૂ. ૫૯૦ તા. ૩૦-૧૨-૨૦૧૭ના રોજ પુનઃ જમા આપેલ હોવાનું અને તે રકમ પરત મેળવવા શ્રી રૂપારેલીયાએ સમય તથા નાણાનો વ્યય ભોગવેલ છે તે પણ મેળવવા હજુ પોતાની કાનૂની લડત ચાલુ રાખવાનું એડવોકેટ શ્રી રૂપારેલીયાએ જણાવ્યું છે.

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/04-01-2018/89593

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ઘર મહિલાના નામે 
મહિલાઓના અધિકારની દિશામાં વધુ એક પગલુ : કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ દ્વારા જાહેરાત થઇ : ૩૭.પ લાખ આવાસ નિર્માણને મંજુરી લખનૌ,તા. ૪: સંસદમાં ત્રિપલ તલાકના બિલને લઇને આક્રમક વલણ અપનાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર મહિલાઓના અધિકારની દિશામાં અકિલા વધુ એક મોટુ પગલુ લઇ ચુકી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનાર આ ઘરના નામ મહિલાઓના નામે રહેશે. આયોજના હેઠળ બનનાર ઘરના માલિકી અધિકારો મહિલાઓના નામે રહેશે. અકીલા કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી દ્વારા કહ્યુ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનાર ઘરની ફાળવણી માત્ર પરિવારના મહિલા સભ્યોના નામ જ કરવામાં આવનાર છે. મહિલાઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં આ પહેલ છે. પુરીએ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર આયોજના હેઠળ ૩૭.૫ લાખ ઘરના નિર્માણને મંજુરી આપી ચુકી છે. તેમણે કહ્યુ હતુ કે ડિસેમ્બર ૨૦૧૭માં ૫.૫ લાખ ઘરના નિર્માણને મંજુરી આપવામાં આવી છે. યુપી સરકારે પણ આ યોજના હેઠળ  ૧૨ લાખ મકાન બનાવવાનો નિર્ણય કરી ચુકી છે. આયોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીે ઘર ખરીદનારને ત્રણ લાખ રૂપિયાની સબસિડી આપનાર છે. આ ઘર માટે જમીન રાજ્ય સરકાર આપનાર છે. બિલ્ડર તેના પર નિર્માણ કરનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને સારો પ્રતિસાદ દેશમાં મળી રહ્યો છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121173

આ...લે...લે... કાર્પેટ વેરાના રિ-સર્વેમાં ઉઘરાણાનું તુત 
પરપ્રાંતીય ભાડુતોને વેરો ઓછો કરવાની ખુલ્લી ઓફરઃ મકાન માલીક રાજકીય આગેવાન નિકળ્યા અને પોલ ખુલી ગઇ રાજકોટ, તા., ૪: મ્યુ. કોર્પોરેશન દ્વારા મકાનવેરામાં કાર્પેટ એરીયા પધ્ધતીથી આકારણીની કામગીરી કોન્ટ્રાકટ પધ્ધતીથી થઇ રહી છે. જેમાં ક્ષતી રહી ગઇ હોય અકિલા તો તેના માટે હાલમાં રિ-સર્વે થઇ રહયો છે. પરંતુ આ રિ-સર્વેમાં પણ ઉઘરાણા થઇ રહયાની ફરીયાદ ઉઠવા પામી છે. આ અંગે કોર્પોરેશનનાં રાજકીય અગ્રણીને કડવો અનુભવ થતા તેઓએ સતાવાર ફરીયાદની તજવીજ હાથ ધરી છે. આ અકીલા અગ્રણીનાં જણાવ્યા મુજબ તેઓની માલીકીનાં મકાનમાં રહેતા ભાડુઆતને આજે વેરા આકારણીના રિ-સર્વેમાં આપેલ. કોન્ટ્રાકટરનાં કર્મચારીઓએ સૌ પ્રથમ વધુ વેરો આવશે તેમ કહીને ડરાવ્યા અને ત્યાર બાદ વેરો ઓછો કરી દેવાની ઓફર કરતા આ ભાડુઆતે મકાન માલીક રાજકીય આગેવાનને સ્થળ ઉપર બોલાવતાં રિ-સર્વેમાં આવેલ કર્મચારીઓ વેરો ઓછો કરવા માટે આ રાજકીય અગ્રણી સાથે વાટાઘાટો કરવા લાગ્યા હતા. અંતે આ આગેવાને પોતાની ઓળખ છતી કરતા રિ-સર્વેમાં આવેલ કર્મચારીઓ કાકલુદી કરી માફી માંગવા લાગ્યા હતા. આમ વેરા આકારણીની ક્ષતીઓ શોધવા માટે રિ-સર્વેમાં પણ કોન્ટ્રાકટથી જ કાર્યવાહી થતી હોય મોટા પાયે ગેરરીતી થઇ રહયાની શંકાઓ જાગી રહી છે.

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/04-01-2018/89606

સાઉદી અરબે પેટ્રોલની કિંમતોમાં કર્યો ૧૨૭ ટકાનો વધારો! 

અન્ય સેવાઓ પર ૫ ટકા સુધીનો ટેક્ષ લગાવ્યોઃ મહિલાઓ માટે લીધા મહત્વના નિર્ણયોઃ યોગને પણ મળ્યું રમતનું સ્થાન જીદદાહ તા. ૪ : સાઉદી અરેબિયા સતત કડક અને મોટા નિર્ણયો લઈને સમગ્ર દુનિયાને ચોંકાવી રહ્યું છે. પાછલા પાંચ વર્ષોને જોઈએ તો સમજી શકાય છે કે કેવી અકિલા રીતે સાઉદી અરેબિયા પોતાની કટ્ટરવાદી વિચાર કે ઓળખાણને સમગ્ર રૂતે બદલવા ઈચ્છે છે. આ દરમિયાન સાઉદીએ મહિલાઓ માટે ઘણા ખાસ નિર્ણયો લીધા છે તો ઈકોનોમીને સુધારવા માટે પણ મોટા ફેંસલાઓ કર્યા છે. સાઉદી અકીલા દ્વારા હાલમાં જ લેવાયેલો એક મહત્વનો નિર્ણય આ વાચની સાબિતી છે. સોમવારથી એટલે કે ૧લી જાન્યુઆરીથી લાંબા સમયથી મુકત કહેવાતા ખાડીના દેશોમાં વેટની પ્રથા શરૂ કરવામાં આવી છે. તેને લાગુ કરવામાં સાઉદી અરેબિયા અને સંયુકત અરબ અમીરાત પહેલા દેશ છે. સાઉદી અરબે નવા વર્ષથી વેટ ઉપરાંત પેટ્રોલની કિંમતોમાં પણ ૧૨૭ ટકા સુધીના વધારો કરીને ગ્રાહકોને ઝટકો આપ્યો છે. જોકે આ વૃદ્ઘિની જાહેરાત પહેલાથી નહોતી કરવામાં આવી અને રવિવારે મધ્યરાત્રિથી આ લાગૂ થઈ છે. ચાર ખાડીના દેશો બહેરીન, કુવૈત, ઓમાન અને કતાર રણ વેટ લગાવવા માટે પ્રતિબદ્ઘ છે, પરંતુ તેના પર આવતા વર્ષ સુધીમાં નિર્ણય લેશે. પેટ્રોલની કિંમતોમાં સાઉદી અરબમાં હાલ બે વર્ષમાં આ બીજો વધારો છે. તે હજુ પણ દુનિયામાં સૌથી સસ્તા પેટ્રોલવાળા દેશોમાંથી એક છે. ખાડીના તેલ ઉત્પાદક દેશોમાં પાછલા બે વર્ષોમાં પોતાની આવક વધારવા અને ખર્ચમાં સુધારો લાવવા માટે મહત્વના પગલા લીધા છે. મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર પાંચ ટકા સુધી કર લગાવાયો છે. માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૮માં તેનાથી બેને સરકારોને ૨૧ અરબ ડોલર સુધી આવક થશે. આ દેશો અમીર દેશો માટે એક ક્રાંતિકારી ફેરફાર છે. દુબઈએ એક લાંબા વાર્ષિક શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેનો હેતૂ દુનિયાભરથી લોકોને મોલમાં આમંત્રણ કરવાનો છે. જો હાલના કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો સાઉદી અરબની બદલાતી છબીને જોઈ શકાય છે. તેને એવી રીતે પણ સમજી શકાય છે ૨૦૧૨માં સાઉદી અરબની મહિલાઓએ પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. આ ઉપરાંત ૨૦૧૫માં સાઉદીએ મહિલાઓને પહેલીવાર વોટિંગનો અધિકાર આપ્યો. સતત બદલાઈ રહેલા સાઉદી અરબે સપ્ટેમ્બર ૨૦૧૭માં એકવાર ફરી ઐતિહાસિક નિર્ણય લેતા મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર આપ્યો. જો થોડા વર્ષો પહેલા જોવામાં આવે તો મહિલાઓને માત્ર ડ્રાઈવિંગનો અધિકાર માંગવા પર જેલમાં મોકલી દેવામાં આવતી હતી. પાછલા વર્ષોથી સાઉદી અરબે યોગને રમતનું સ્થાન આપીને મુસ્લિમ કટ્ટરપંથીઓની બોલતી બંધ કરી દીધી છે. સાઉદી અરબે ભારતની પાંચ હજાર જુની યોગ પદ્ઘતિને રમતનું સ્થાન આપીને સમગ્ર દુનિયામાં ઈસ્લામિક રાષ્ટ્રોના વિચારોને બદલવા માટે પણ એક પક્ષ મૂકયો છે. આ નિર્ણય બાદ સરકાર હવે યોગ શિક્ષકોને પણ લાઈસન્સ આપશે. સાઉદી અરબ તેવા ૧૮ દેશોમાં હતું જે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે સંયુકત રાષ્ટ્રમાં ભારતના પ્રસ્તાવમાં પ્રોયોજક નહોતું. એવામાં તેનો આ નિર્ણય ખૂબ મહત્વનો છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121145

ધાનાણીને વિરોધ પક્ષના નેતા ન બનાવાય તો કોંગ્રેસની સામે લડીશું: હાર્દિક

રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે: હાર્દિક પટેલ
સુરતઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો, આ કેસમાં આજે (ગુરૂવાર) મુદત હોય હાર્દિક કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે ભીમા કોરેગાંવ અંગે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની વાત છે. દેશ આઝાદ થયાના 70 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ દુઃખની વાત છે. સાથે જ કોંગ્રેસમાં વિરોધપક્ષના નેતાના નામને લઈને ચાલતી ખેંચતાણમાં પરેશ ધાનાણીનું નામ જાહેર ન થાય તો કોંગ્રેસ સામે લડવાનું હાર્દિકે કહ્યું હતું.


પરેશ ધાનાણી માટે લડીશું: હાર્દિકે
હાર્દિકને મીડિયા દ્વારા પુછવામાં આવ્યું હતું કે, હાલ કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતાના નામને લઈને ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે પરેશ ધાનાણીના નામની જાહેરાત ન થાય તો શું કરશો તેવા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે વિરોધ પક્ષમાં મજબૂત અને યુવા નેતા આવે. અને એ જરૂરી પણ છે. જો પરેશ ધાનાણીના નામની જાહેરાત ન થાય તો કોંગ્રેસ સામે પણ લડીશું તેમ વધુમાં હાર્દિકે જણાવ્યું હતું.
ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છેઃ હાર્દિક

હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપ્યા બાદ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચમાં સમયસર હાજર રહ્યો છું. અને સુરતની લાજપોર જેલમાં બંધ આંદોલનકારીઓની મુલાકાતનું આયોજન કર્યું છે. ભાજપના ધારાસભ્યોમાં જોવા મળેલી નારાજગી અંગે જણાવ્યું હતું કે, કોઈ પણની સરકાર હોય 58થી 60 ખાતા હોય છે. ભાજપના 99 ધારાસભ્ય છે. સિનિયરોને ખાતા ફાળવી દેવા જોઈએ. જેથી કોઈ નારાજ ન થાય. રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે.

પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું: હાર્દિક

કોંગ્રેસના વિરોધપક્ષના નેતાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ સારી રીતે સમજે છે કે, તમામ સમાજને સાથે રાખી ચાલવાનું હોય છે. કોંગ્રેસને આટલી સીટ મળવા પાછળ પાટીદાર અનામત આંદોલન છે. કોંગ્રેસમાંથી કોઈ યુવા નેતા, લોકોને ગમતો નેતા આવે તો સારી વાત છે. પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું છે. 

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-hardik-patel-present-in-court-about-sedition-case-hardik-say-about-bhima-koregaon-violence-NOR.html?ref=ht


મહારાષ્ટ્રની ઘટના અંગે અલ્પેશ ઠાકોરનું ‘રાજનૈતિક’ નિવેદન

ભીમા-કોરેગાંવની હિંસા બાદ મામલો સતત ગરમાયો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતથી લઈને રાજધાની દિલ્હી સુધી તેની ગુંજ સંભળાઈ છે. આ વચ્ચે મહારાષ્ટ્રની ઘટના અંગે બનાસકાંઠા વિધાન સભાના ધારાસભ્ય અને ઠાકોર સેના અગ્રણી અલ્પેશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે,તેમણે દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સંયમ જાળવવાની સલાહ આપી છે. સાથે જ તેમણે મહારાષ્ટ્રની મુલાકાતે જવાનું પણ જણાવ્યું છે.
અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું કે, “સરકાર દ્વારા દલિતો પર હુમલો કરનારા વિરૂદ્ધ કોઇ પગલા લેવામાં આવ્યા નથી અને મહારાષ્ટ્રની ઘટનામાં એક્સનનું રિએકશન આપ્યું તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.” વધુમાં ધારાસભ્યએ એમ પણ કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રમાં હિંસાને શાંત કરવા જઇ રહ્યા છે નહી કે ભડકાવવા.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, તેઓ ઘટનાની સમગ્ર માહિતી મેળવવા માટે મહારાષ્ટ્ર જશે અને મહારાષ્ટ્ર પોલીસ પાસે આ ઘટના અંગે જવાબ પણ માંગશે. ત્યાં જ જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ થયેલ ફરિયાદ અંગે વાત કરતા તેમણે જીજ્ઞેશને સલાહ આપતા કહ્યું કે, તેમણે પણ સંયમ રાખવો જોઇએ. ગુજરાતમાં હિંસા ન થાય તે માટે તેમણે દરેક સમાજને જાગૃત રહેવા અપિલ કરી હતી.
તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર પોલીસે આ મામલે ગુજરાતના દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેએનયુનો વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બંને પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે. પૂણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 153-એ, 505 અને 117 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે કુલ 25 લોકો પર એફઆઈઆર દાખલ કરી છે. આ ઉપરાંત કુલ 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Source :-http://sandesh.com/alpesh-thakors-political-statement-on-maharashtra-incident/

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App









 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application









1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment