સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 18 May 2016

વિશ્વભરમાં એક જ દિવસમાં કુદરતના ત્રણ રૌદ્ર સ્વરૃપ - સાતમાંથી પાંચ ખંડો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે : અલ નિનોની અસર

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

વિશ્વભરમાં એક જ દિવસમાં કુદરતના ત્રણ રૌદ્ર સ્વરૃપ

- શ્રીલંકામાં ભારે વરસાદના પગલે ભીષણ પૂરઃ બે લાખ લોકોને અસર

- અમેરિકના ન્યૂ ઈંગ્લેન્ડ સ્ટેટના દરેક મોટા શહેરમાં સાડા સાત ઈંચ બરફવર્ષા

- એશિયામાં કંબોડિયામાં મે માસમાં વરસાદના બદલે અલ નિનોના કારણે ભયાનક દુષ્કાળ
 
- અમેરિકના ન્યૂ ઈંગ્લેન્ડ સ્ટેટના દરેક મોટા શહેરમાં મે મહિનામાં પહેલીવાર ધુંઆધાર સાડા સાત ઈંચ બરફવર્ષા
નવી દિલ્હી, તા.૧૭
વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણીય મુશ્કેલીઓની ધીમી પણ કેવી જોખમી અસરો થઈ રહી છે એનું આજે ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. અમેરિકાના ન્યૂ ઈંગ્લેન્ડ સ્ટેટમાં મે મહિનામાં સાત ઈંચ જેટલી બરફવર્ષા થઈ હતી. બીજી તરફ, મે માસમાં જ્યાં વરસાદનું આગમન થાય છે તે એશિયાના કંબોડિયા, મ્યાંમાર અને વિયેતનામ જેવા દેશોના અનેક વિસ્તારોના લોકો ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત શ્રીલંકામાં કમોસમી વરસાદના કારણે પૂર આવવાના કારણે બે લાખ લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ વર્ષે ભારતમાં સિંહસ્થ કુંભ દરમિયાન ત્રિદિવસીય વૈચારિક કુંભનું આયોજન કરાયું હતું. આ દરમિયાન  ભારતમાં અનેક રાજ્યો દુષ્કાળ અને કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે કુંભમાં પહેલીવાર વાવાઝોડા સાથે વરસાદ પડવાની ઘટના જોવા મળી હતી.

અમેરિકાના ન્યૂ ઈંગ્લેન્ડ રાજ્યના મેઈન નામના ટાઉનમાં મે માસમાં સાડા સાત ઈંચ બરફ પડયો હતો. ન્યૂ ઈંગ્લેન્ડમાં મે માસમાં પહેલી વાર આટલી મોટી માત્રામાં બરફ પડયો છે. બરફવર્ષા થતા જ સમગ્ર ન્યૂ ઈંગ્લેન્ડનો પારો અચાનક ૧૫ ડિગ્રી નીચે જતો રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર, આર્કટિકના તેજ ગતિથી આવતા પવનોના કારણે બરફવર્ષા થઈ છે. ન્યૂ ઈંગ્લેન્ડના ન્યૂ હેમ્પશાયર, વર્મોન અને મેઈન શહેરની વિવિધ કાઉન્ટીમાં ધુંઆધાર બરફ પડયો હોવાનું નોંધાયું છે.

એશિયાના કંબોડિયા, મ્યાંમાર અને વિયેતનામ જેવા દેશોના અનેક વિસ્તારોમાં મે માસમાં સામાન્ય રીતે વરસાદ પડે છે. જોકે, આ ત્રણેય દેશના અનેક વિસ્તારમાં છેલ્લાં એક વર્ષથી વરસાદ નહીં પડતા ભયાનક દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર, આ દેશોમાં અલ નિનોની અસરના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, ટૂંક સમયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ જશે એવી આશા છે.

બીજી તરફ, ભારતમાં પણ દેશમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સખત હીટવેવનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં પણ આ રાજ્યોના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો.

શ્રીંલંકામાં પડેલા ભારે વરસાદને પગલે આવેલા પૂરની આશરે બે લાખ લોકો પર અસર થઇ હતી અને ૧૧ જણા માર્યા ગયા હતા. આજની આ ઘટનાએ આખા ટાપુના દેશને હચમચાવી દીધો હતો, એમ અધિકારીઓએ કહ્યુ ંહતું. ' વહીવટી તંત્રના ૨૫ પૈકી ૧૯ જિલ્લાઓમાં પૂરની ભારે અસર પડી છે. કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડી હતી અને પૂરના પાણી ફરી વળ્યા હતા. ૪૭૯૨૨ પરિવારના ૨૦૭૫૫૬ લોકો પર આની ખૂબ જ ગંભીર અસર પડી છે' એમ આપત્તી વ્યવસ્થાપન વિભાગના અધિકારીએ કહ્યું હતું.

પૂરમાં ૬૮ મકાનો તારાજ થયા હતા. શ્રીલંકાના પાટનગર કોલંબોમાં પૂરની સૌથી ગંભીર અસર પડી હતી જ્યાં રસ્તાઓ પર પાણીમાં ડુબી ગયા હતા. હવામાન ખાતાના અધિકારીએ કહ્યું હતું કે  જેના કારણે ભારે વરસાદ પડયો હતો એ હવાનું ઓછું દબાણ હવે દક્ષિણ તરફ વળ્યું હતું. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃશ્રો પડી ગયા હતા અને અનેક જગ્યાએ રસ્તા પણ બંધ થઇ ગયા હતા. કેબલ તુટી જવાના કારણે શહેરોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. રાહત કામગીરી માટે શ્રીલંક સેનાને બોલાવવામાં આવી હતી.
આઠ જિલ્લાઓમાં હજુ પણ ભેખડો ધસી પડશે એવી આગાહી કરવામાં આવી હતી.

ચોખાનું ઉત્પાદન ઘટશે
ભારત, થાઈલેન્ડ અને વિએટનામ એ જગતના ૩ મોટા ચોખાની નીકાસ કરતાં દેશો છે. ત્રણેય દેશો મળીને જગતની કુલ જરૃરિયાતના ૬૦ ટકા ચોખા પુરા પાડે છે. કુલ નિકાસ ૪.૩ કરોડ ટન જેટલી થાય છે. પણ આ ત્રણેય દેશોમાં પાણીની અછતના કારણે ચોખાનું ઉત્પાદન ઘટશે. ઈન્ટરનેશનલ ગ્રેઈન્સ કાઉન્સિલના અંદાજ પ્રમાણે ચોખાની નીકાસ ત્રણેય દેશોમાં થઈને ૧.૯ કરોડ ટન જેટલી ઘટશે. વર્ષ ૨૦૦૩ પછીનો એ સૌથી મોટો નિકાસ ઘટાડો હશે.

દુષ્કાળનો સામનો કરવા નદીઓનું જોડાણ થશે
ભારતની પાણીની અછત જોયા પછી ફરીથી કેન્દ્ર સરકારે નદીઓના જોડાણની યોજની ફાઈલો પરથી ધૂળ ખંખેરી છે. કેન્દ્રિય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ કહ્યુ હતું કે હવે નદીઓને પરસ્પર જોડવીએ સરકારની પ્રાયોરિટી છે. સરકારે અગાઉ પણ બ્રહ્મપુત્રા અને ગંગા જેવી અવિરત વહેતી નદીઓનું પાણી અન્ય નદીઓમાં ઠાલવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. પણ પર્યાવરણવાદીઓએ તેનો વિરોધ કર્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે ફરીથી સરકાર નદી જોડાણ માટે સક્રિય થઈ છે. હાલ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી પસાર થતી કેન અને બેતવા નદીને જોડવાના પ્રોજેક્ટને સરકારે મંજૂર કરી દીધો છે. માટે તેની કામગીરી ગમે ત્યારે શરૃ થઈ શકે એમ છે.

મુંબઈની પાણીની અછત દૂર કરવા માટે સરકાર દમણગંગા અને પિંજલ નદીને જોડવાની તૈયારી કરી રહી છે. ઉમા ભારતીએ જણાવ્યુ હતું કે આઝાદી પછી પ્રથમ વાર દેશમાં આ રીતે રિવર લિન્કિંગ પ્રોજેક્ટ શરૃ થવા જઈ રહ્યો છે. જોકે પર્યાવરણવાદીઓ નદીઓના જોડાણની વિરૃદ્ધમાં છે, કેમ કે તેનાથી ભવિષ્યમાં બીજી મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા છે. વળી સરકારે નદીઓના જોડાણ માટે કોઈ વૈજ્ઞાાનિક અભ્યાસ કર્યો નથી. કેન-બેતવાના જોડાણનો હજુ તો અભ્યાસ થઈ રહ્યો છે. તેનો રિપોર્ટ આવે એ પહેલા જ સરકારે મંજૂરી આપી દીધી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/nature-rain-snow-drought-in-the-united-states-sri-lanka

સાતમાંથી પાંચ ખંડો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે : અલ નિનોની અસર

- મે-૨૦૧૫ પછીના દરેક મહિને પૃથ્વીનું સરેરાશ તાપમાન વધ્યું છે

- આફ્રિકાના ઘણા ભાગોમાં ત્રણ વર્ષથી વરસાદ નથી : ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં ૧૨ વર્ષથી દુષ્કાળ : યુરોપ અને એન્ટાર્કટિકા બે ખંડોને જ રાહત

અમદાવાદ, તા.૧૭
ભારતમાં પોણા ભાગની વસતી દુષ્કાળથી પીડાઈ રહી છે. સરકારે દેશના ૨૫૦ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે અને હજુ જરૃર પડયે વધુ જિલ્લાઓ જાહેર થશે. જોકે આ બદતર સ્થિતિ એકલા ભારતની નથી. દુનિયાના સાત પૈકીના પાંચ ખંડો નાના-મોટા દુષ્કાળનો સામનો કરી રહ્યાં છે. એન્ટાર્કટિકા ખંડ બર્ફીલો છે, માટે ત્યાં દુષ્કાળની કોઈ અસર નથી. બાકીના છ ખંડ પૈકી યુરોપને હજુ સુધી દુષ્કાળની અસર થઈ નથી. તેની સામે યુરોપ દર વર્ષે બરફના તોફાનથી પીડાતું રહે છે.

વિશ્વભરમાં વાતાવરણ બદલ્યું હોવા પાછળ સમુદ્રી પ્રવાહ અલ નિન્યોને કારણભૂત ગણવામાં આવે છે. અલ નિન્યો અને લા નિના નામના પર્યાવરણિય ફેરફારોને કારણે લગભગ આખા જગતનું હવામાન બદલાય છે. અત્યારે એવી જ સ્થિતિ છે. મે ૨૦૧૫ પછીના દરેક મહિને પૃથ્વીનું સરેરાશ તાપમાન વધતું રહ્યું છે. એટલે કે ગરમી વધી રહી છે.

આફ્રિકામાં સોમાલિયાનો કેટલોય ભાગ દુષ્કાળ પીડીત હોવાથી હજારો સોમાલી લોકો કેન્યા સરહદે શરૃ થયેલી રાહત છાવણીઓ તરફ દોડી રહ્યાં છે. કેન્યાનો દાદાબ કેમ્પ ફૂલ થઈ ચૂક્યો છે, માટે હવે કેન્યાએ ધમકી આપી છે કે હજુ વધારે લોકો આવશે તો અમારે કેમ્પ બંધ કરી દેવો પડશે.
સોમાલિયા ઉપરાંત લેસોથો, માલાવી, મોઝામ્બિક, સ્વાઝિલેન્ડ અને ઝિમ્બાબ્વેમાં દુષ્કાળને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડે એવા દિવસો દૂર નથી. આફ્રિકાના સાડા ત્રણ કરોડથી વધારે લોકો હાલ દુષ્કાળની અસર નીચે છે. નામિબિયામાં પાણીની અછતને કારણે કોકાકોલાએ કોલ્ડ ડ્રિન્ક્સનો પ્લાન્ટ બંધ કરી દેવો પડયો છે. પાણીની અછત છે કેમ કે આફ્રિકાના કેટલાય ભાગોમાં સતત ૩ વર્ષથી વરસાદ નથી પડયો.

એશિયામાં ભારત સિવાય કમ્બોડિયા, થાઈલેન્ડ અને લાઓસમાં પણ તાપમાન ૪૪ ડીગ્રી સુધી પહોંચ્યુ છે. ગરમીના કારણે બધા દેશોમાં કૃષિ પાકોને અસર થઈ રહી છે અને પાણીની અછત તો છે જ. ચીનની સ્થિતિ સારી હોવા છતાં ત્યાં ૧૧૦ શહેરોમાં પાણીની તંગી છે. ઓસ્ટ્રેલિયા તો છેલ્લા બાર વર્ષથી કોઈને કોઈ ભાગમાં દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં વરસાદ પડતાં થોડી રાહત થઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં બીજા વિશ્વયુદ્ધ વખતે ૮ વર્ષ લાંબો દુષ્કાળ નોંધાયો હતો.

ઉત્તર અમેરિકામાં ઠંડો ગણાતો દેશ કેનેડા ગરમ થઈ ગયો છે. કેનેડાના જંગલોમાં હજુ દસ-પંદર દિવસ પહેલા જ આગ લાગવાને કારણે ફોર્ટ મર્ક્યુરી શહેરના તમામ ૮૦ હજાર રહેવાસીઓને બીજે ખસેડવા પડયા હતા. કેનેડામાં ગયા વર્ષે જરૃરિયાત કરતાં ૬૫ ટકા જ વરસાદ પડયો હતો. દેશનો કેટલોય ભાગ સુક્કો થયો હોવાથી જંગલમાં વારંવાર આગ લાગી રહી છે. અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય પણ ઈતિહાસનો સૌથી ભયંકર દુકાળ ભોગવી રહ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના તમામ મોટા શહેરોમાં ૨૫ ટકા પાણીકાપ જાહેર કરી દેવાયો છે.

દક્ષિણ અમેરિકા ખંડના દેશો તો ત્યાંના વર્ષા જંગલો એટલે કે બારેમાસ વરસાદ પડતો હોય એવા જંગલો માટે જાણીતા છે. જોકે જંગલ સિવાયના ભાગોની સ્થિતિ કથળી છે. ૮૦ વર્ષના સૌથી કપરા દુકાળમાંથી હમણાં જ બ્રાઝિલ બહાર નીકળ્યું છે. બ્રાઝિલના પડોશી વેનેઝુએલાના કેટલાક ભાગોમાં સતત ૩ વર્ષથી વરસાદ નથી વરસ્યો. પરિણામે વેનેઝુએલાની સરકાર પાણીની ચોરી અટકાવવા કટીબદ્ધ બની છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/el-nino-drought-in-india-water



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 13 May 2016

પ્રદૂષિત ૩૦ શહેરમાં ભારતના ૧૬ શહેરો - વિકાસની ગુલબાંગો વચ્ચે ઔદ્યોગિક ઉત્પાદન ઘટતાં ફુગાવો વધ્યો : કપરા દિવસો

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

દુનિયાના સૌથી પ્રદૂષિત ૩૦ શહેરમાં ભારતના ૧૬ શહેરો સામેલ : WHO

- ઈરાનનું ઝાબોલ શહેર જગતનું સૌથી વધુ પ્રદૂષિત જાહેર

- યાદીમાં ગ્વાલિયર, અલ્હાબાદ, પટણા અને રાયપુર સામેલ

જીનીવા, મે.૧૨
દિલ્હીના માથેથી હાલ પુરતું તો જગતના સૌથી વધુ પ્રદૂષિત શહેર હોવાનું કલંક ધોવાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉર્લ્લં) એ આજે જાહેર કરેલા આકંડા પ્રમાણે દિલ્હી હવે સૌથી પ્રદૂષિત શહેર નથી. પ્રદૂષિત શહેર નંબર વન તરીકેનું સ્થાન ઈરાનના ઝાબોલ શહેરને મળ્યું છે. દિલ્હી હવે સૌથી વધુ હવા-પ્રદૂષિત શહેરોમાં ૧૧મા ક્રમે છે.
દિલ્હી કરતાં ભારતના બીજા ચાર શહેરો ઘટિયા શહેરોના લિસ્ટમાં આગળ આવ્યા છે. ગ્વાલિયર, અલાહાબાદ, પટણા અને રાયપુર એ ચારેય શહેરો સૌથી વધુ પ્રદૂષિતમાં આવ્યા છે. જગતના કુલ ૩૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી હજુય ૧૬ તો ભારતના છે જ.
આ પ્રદૂષણ માપણી માટે પીએમ ૨.૫ના માપનનો આધાર લેવામાં આવ્યો છે. પીએમ એટલે પટક્યુલર મેટર. હવામાં પ્રદૂષણ માટે નક્કી કરેલા તત્વો જેવા કે ધૂળ, રાખ, પરાગરજ જેવા કણો વગેરેનું પ્રમાણ હવામાં હોય તેની ગણતરી પટક્યુલર મેટર તરીકે થાય છે. હવામા ૨.૫થી ૧૦ માઈક્રોમિટરનો વ્યાસ ધરાવતા કણો કેટલા છે, તેની સંખ્યાના આધારે પ્રદૂષિત શહેરો જાહેર થતાં હોય છે.
આ પટક્યુલર મેટરને કારણે ફેફસાંની બિમારી, કેન્સર, શ્વાસની તકલિફ સહિતની અનેક બિમારીઓ થાય છે. માટે પ્રદૂષણની ગણતરી વખતે પીએમને ધ્યાનમાં લેવામાં આવે છે. આ વખતની ગણતરી માટે પીએમ-૨.૫ની ગણતરી ધ્યાને લેવાઈ છે.
ઈરાનનું ઝાબોલ શહેર ઉનાળામાં મહિનાઓ સુધી રેતીના તોફાનોથી ખરડાય છે. માટે ત્યાં હવામાં આવા પ્રદૂષિત કણોનો કોઈ પાર નથી. ત્યાં પીએમ-૨.૫ની હાજરી ૨૧૭ જેટલી નોંધાઈ છે. હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યુ હતું કે દર વર્ષે જગતમાં ૭૦ લાખ લોકો હવા પ્રદૂષણથી મૃત્યુ પામે છે.
સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં પહેલા ક્રમે ઝાબોલ પછી અનુક્રમે ગ્વાલિયર, અલાહાબાદ, રિયાધ (સાઉદી અરબ), અલ ઝુબાલી (સાઉદી), પટના, રાયપુર, બામેન્ડા (કેમેરુન), ઝિંગ્તી (ચીન), બોઆડિંગ (ચીન), દિલ્હી, લુધિયાણા, દમામ (સાઉદી).. વગેરેનો સમાવેશ થાય છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-world-health-organization

વિકાસની ગુલબાંગો વચ્ચે ઔદ્યોગિક ઉત્પાદન ઘટતાં ફુગાવો વધ્યો : કપરા દિવસો

- દુષ્કાળના માર વચ્ચે 'પડયાં પર પાટુ' જેવો ઘાટ

- સમયસર વરસાદ નહીં આવે તો મોંઘવારી વધુ વધવાની શક્યતા

માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને ૦.૧ ટકા,એપ્રિલમાં ફુગાવો વધીને ૫.૩૯ ટકા
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૨
દેશના મોટા ભાગના રાજ્યોમાં પાણીની તીવ્ર અછત વર્તાઇ રહી છે અને રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ છે ત્યારે જો સમયસર વરસાદ નહીં આવે તો ગંભીર પરિસ્થિતિનું સર્જન થવાના ભય વચ્ચે સરકાર અને સામાન્ય માનવી માટે વધુ માઠા સમાચારો આવ્યા છે. દેશના ઓદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે જ્યારે બીજી તરફ રિટેલ ફુગાવામાં વધારો થયો છે.
ખાદ્ય પદાર્થોના ઉંચા ભાવને કારણે એપ્રિલમાં રિટેલ ફુગાવો વધીને ૫.૩૯ ટકા થયો છે. બીજી તરફ માર્ચ મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદન(આઇઆઇપી) પણ ઘટીને ૦.૧ ટકા થયું છે. દુષ્કાળના ભય અને મોંઘવારી વધવાના કારણે આરબીઆઇ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની શક્યતા ઘટી ગઇ છે. માર્ચ મહિનામાં મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના નબળા દેખાવને કારણે ઓદ્યોગિક ઉત્પાદન ઘટીને ૦.૧ ટકા નોંધવામાં આવ્યો છે. ચાલુ વર્ષના ફેબુ્રઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન ૨ ટકા હતું જ્યારે ગયા વર્ષના માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન ૨.૫ ટકા હતું.
એપ્રિલમાં ખાદ્યાન્ન ફુગાવો ૫.૨૧ ટકાથી વધીને ૬.૩૨ ટકા નોંધવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ૫.૭ ટકાથી વધીને ૬.૦૯ ટકા રહ્યો છે. શહેરી વિસ્તારોનો ફુગાવો ૩.૯૫ ટકાથી વધીને ૪.૬૮ ટકા થયો છે. માર્ચમાં ફુગાવો ૪.૮૩ હતો જ્યારે ૨૦૧૫ના એપ્રિલ માસમાં ફુગાવો ૪.૮૭ ટકા હતો. એપ્રિલ મહિનામાં શાકભાજીઓના ભાવમાં ૪.૮૨ ટકા અને ફળોના ભાવમાં ૧.૬૬ ટકાનો વધારો થયો હતો.
ઇન્ડેક્ષ ઓફ ઇન્ડ્રસ્ટ્રિયલ પ્રોડકશન(આઇઆઇપી)ના આધારે ગણવામાં આવતા ઓદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતાં અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-innflation-in-india



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 12 May 2016

ગુજરાત બોર્ડની ગુજરાતી સ્કૂલો ખતમ થશે - દુષ્કાળ અંગે ગુજરાત સરકારની બેફિકર નફ્ફટાઇ : સુપ્રીમ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાત બોર્ડની ગુજરાતી સ્કૂલો ખતમ થશે : વિદ્યાર્થીઓ CBSE તરફ વળશે

- મેડિકલ-ડેન્ટલ માટે NEETઆવતા

મેડિકલ-ડેન્ટલ માટે નીટ આવતા  ગુજરાતી સ્કૂલો ખતમ થશે

Source :-http://gujaratsamachar.com/

દુષ્કાળ અંગે ગુજરાત સરકારની બેફિકર નફ્ફટાઇ : સુપ્રીમ

- ઓકટોબર-૨૦૧૫થી ગુજરાતની પરિસ્થિતિ વિકટ છે

- કેન્દ્ર સરકારની પણ જવાબદારી છે : આટલી ગંભીર પરિસ્થિતિમાં શાહમૃગ નીતિ ન ચાલે  દુષ્કાળની સ્થિતિને પહોચી વળવા કેન્દ્રએ રાષ્ટ્રીયસ્તરનો પ્લાન કેમ નથી ઘડયો ? : સુપ્રીમ

નવી દિલ્હી તા. ૧૧
દેશમાં અનેક રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ છે છતા કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રીય સ્તરનો કોઇ જ એક્શન પ્લાન તૈયાર ન કર્યો હોવાથી સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટણી કાઢી હતી. સાથે ગુજરાત સરકાર પણ દુષ્કાળને પહોંચી વળવામાં નિષ્ફળ રહી હોવાની ટકોર કરી હતી. એક જાહેર હિતની અરજીની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ૨૦૧૫માં જ ગુજરાતમાં અનેક જિલ્લા દુષ્કાળના ભરડામાં આવી ગયા હોવાનું તારણ બહાર આવ્યું હતું, તેમ છતા પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઇ જ યોગ્ય પગલા લેવાયા હોવાનું જણાતુ નથી. મોડા મોડા ૯૯૪ ગામડાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં દુષ્કાળને માપવા માટેની જે સિસ્ટમ છે તેમાં પણ અનેક ખામી હોવાનું કોર્ટે નોંધ્યું હતું, સુપ્રીમે જણાવ્યું હતું કે જે ગાઇડલાઇન દુષ્કાળની માપણી માટેની સિસ્ટમ અંગે જાહેર કરવામાં આવી છે તેનું પાલન યોગ્ય પ્રમાણમાં ગુજરાત સરકારે નથી કર્યું, અને જે સિસ્ટમ અપનાવાઇ રહી છે તેમાં પણ અનેક ખામીઓ છે. કોર્ટે નોંધ્યું કે ગુજરાત સરકારે ૧ એપ્રીલના રોજ ૫૨૬ અને બાદમાં ૪૬૮ ગામડાને દુષ્કાળ પ્રભાવીત જાહેર કર્યા. પણ ગાઇડલાઇન પ્રમાણે તો સરકારે આ ગામડાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં બહુ મોડુ કરી દીધુ. ઉપરાંત હજુ પણ વધુ વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ હોઇ શકે છે.

ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે માસિક મોનિટરિંગ પ્લાનને પણ કેમ ધ્યાન પર નથી લઇ રહ્યા? કોર્ટે બાદમાં કેન્દ્રને આદેશ આપ્યો હતો કે ગુજરાત, બિહાર, હરિયાણા રાજ્યોની સાથે ઇમર્જન્સી બેઠક એક સપ્તાહમાં યોજવામાં આવે અને દુષ્કાળની સંપૂર્ણ માહિતી એકઠી કરાય. બાદમાં કેન્દ્રની મોદી સરકારની પણ ઝાટકણી કાઢતા સવાલ કોર્ટે કર્યો હતો કે દેશમાં હાલ દુષ્કાળની સ્થિતિ છે તેમ છતા કેન્દ્ર સરકારે હજુસુધી કોઇ જ રાહત બચાવ માટે રાષ્ટ્રીયસ્તરનો એક્શન પ્લાન કેમ તૈયાર નથી કર્યો ?

સુપ્રીમે આદેશ આપ્યો હતો કે દેશમાં જ્યા પણ દુષ્કાળની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે એક વિશેષ રાહત ફંડ અલગથી જારી કરવામાં આવે. એક પીઆઇએલની સુનાવણી વેળાએ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક વિશેષ ટીમ પણ ગઠીત કરવામાં આવે કે જે દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં કામ કરશે. કેન્દ્ર સરકાર આ માટે અલગથી ફંડની વ્યવસ્થા કરે. આપમાંથી અલગ પડેલા યોગેન્દ્ર યાદવના સ્વરાજ અભિયાન દ્વારા આ અરજી દાખલ થઇ હતી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એવી જાણકારી આપી હતી કે ભારતમાં દુષ્કાળને કારણે ૧૦ રાજ્યોના આશરે ૨૫૪ જિલ્લાના મળી લગભગ ૩૩ કરોડ લોકો પ્રભાવીત છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ ૧૦ કરોડ લોકોને અસર છે. આ લોકોને રાહત માટે એક વિશેષ ફંડ જારી કરવાનો આદેશ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

ગુજરાત, હરિયાણા, બિહારમાં ખેડુતોની દયનીય સ્થિતિ
સ્વરાજ અભિયાને માગ કરી હતી કે ગુજરાત, હરિયાણા, બિહાર રાજ્યોને પણ દુષ્કાળ પ્રભાવીત રાજ્યોમાં આવરી લેવાય કેમ કે આ રાજ્યોના ખેડુતોની સ્થિતિ અતી દયનીય છે અને જો મોડુ થશે તો તેમને વધુ અસર થશે, આ માગને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ ત્રણ રાજ્યો સાથે કેન્દ્રિય કૃષી મંત્રાલયને બેઠક કરવા અને સમગ્ર સ્થિતિનો રિપોર્ટ આ રાજ્યોના મુખ્ય સચિવ કેન્દ્રને આપે તેવો આદેશ કર્યો છે. એક સપ્તાહની અંદર આ બેઠક થઇ જવી જોઇએ તેમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.

ખેડુતોના દેવાને માફ કરવાની માગ મોદી સરકારે ફગાવી : વધુ બે ખેડુતોની આત્મહત્યા
એક તરફ વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓ કરોડો રૃપિયાની લોન ચૂકવ્યા વગર ભાગી રહ્યા છે અને સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારને ગરીબ અને દુષ્કાળ પ્રભાવીત ખેડુતોને આપેલી લોન વસુલ કરવામાં વધુ રસ છે. આ ખેડુતોના દેવાને માફ કરવાની માગણી મોદી સરકારે ફગાવી દીધી છે. દરેક વિપક્ષોએ એક થઇને માગણી કરી હતી કે હાલ દેશમાં દુષ્કાળની સ્થિતિ છે, જેને પગલે પ્રભાવીત ખેડુતોના દેવાને માફ કરી દેવું જોઇએ, અને આ માટે એક વિશેષ યોજના ઘડવી જોઇએ. જોકે મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે હાલ તે દેવુ માફ કરવા અંગે વિચારી રહી નથી, કે ન તો આ માટે કોઇ યોજના ઘડવામાં આવી રહી છે. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ ખેડૂતો દેવુ વધી જવાને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. પંજાબના ફિરોઝપુરમાં વધુ બે ખેડૂતોએ દેવુ વધી જવાથી આત્મહત્યા કરી લીધી હતા. આ વર્ષે ત્રણ મહિનામાં જ ૧૨૦થી વધુ ખેડુતો આત્મહત્યા કરી ચૂક્યા છે.

ખેડુતોની આત્મહત્યા, નબળી સ્થિતિને અવગણો નહીં : સુપ્રીમ
યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપેલા પોતાના આદેશમાં જણાવ્યું છે કે જ્યારે કોઇ રાજ્યને દુષ્કાળ પ્રભાવીત જાહેર કરવામાં આવે ત્યારે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે આ રાજ્યમાં કેટલા ખેડુતોએ આત્મહત્યા કરી છે અને ખેડુતોની સ્થિતિ શું છે. ખેડુતોની આત્મહત્યા, નબળી સ્થિતિને સરકારો અવગણી શકે નહીં.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/the-supreme-court-of-india-gujarat-drought



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 11 May 2016

ઓડિશા અને રાજસ્થાનમાં પ્રચંડ ગરમી હિમાચલ પ્રદેશમાં પૂરમાં પાંચ તણાયા - ફી માફીનો લાભ લેનાર અનામતના ઉમેદવારને મેરિટ વધે તો જનરલમાં તક

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ઓડિશા અને રાજસ્થાનમાં પ્રચંડ ગરમી હિમાચલ પ્રદેશમાં પૂરમાં પાંચ તણાયા

- રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ૪૫.૮ ડિગ્રી

- ઓડિશાના સંબલપુરમાં ૪૨.૪ ડિગ્રી ગરમીને કારણે એકનું મોત

(પી.ટી.આઈ.)             નવીદિલ્હી, તા. ૧૦
ઓડિશા અને રાજસ્થાનમાં પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. ઓડિશાના ગરમીને કારણે આજે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. બીજી તરફ શિમલા નજીક છાબા ખાતે વાદળ ફાટી પડતાં ભારે વરસાદથી આવેલા પૂરમાં ૮ તણાયા હતાં. જેમાંના ૩નો બચાવ થયો હતો અને વાહન સહિત પાંચ લાપતા હતા.
ઓડિશામાં પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. સાંબલપુરમાં ૪૨.૨ ડિગ્રી અને તિતલાગામાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઓડિશાના બાલાસોરમાં ગરમીને કારણે એકનું મોત થયું હતું.
રાજસ્થાનમાં ગઈ કાલ કરતાં ગરમી વધી હતી. શ્રીગંગાનગરમાં સૌથી વધુ ૪૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બિકાનેરમાં પણ ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેસલમેર, બારમેર, કોટા, જયપુર સહિતના ઘણા સ્થળોએ તાપમાનનો પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહ્યો હતો.
ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદમાં ૪૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર દિલ્હીમાં પ્રમાણમાં ગરમી ઓછી થઈ હતી. અહીં તાપમાન ૩૮.૭ ડિગ્રી નોંધાયું હતું.
બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ ગરમી યથાવત રહી હતી. કોલકાતામાં ૩૭ ડિગ્રી અને બાંકુરામાં ૩૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. દક્ષિણમાં હૈદરાબાદમાં ૩૮.૬ અને ચેન્નાઈમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.
શિમલા અને હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદને પગલે પૂર આવ્યું હતું. શિમલા નજીક છાબા ખાતે આવેલા પુરમાં એક વાહન તણાઈ જતાં ૮ પ્રવાસીઓ ડૂબ્યા હતાં જેમાંના ૩ને બચાવી લેવાયા હતા અને પાંચ લાપતા હતા. દુર્ઘટનાનો ભોગ બનેલા સહેલાણીઓ જિલ્લા ખાતે ફરવા ગયા હતાં.
હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની ઘટનાઓ બની હતી. શિમલા અને આસપાસના કુકરી અને ફાગુમાં ભારે વરસાદથી વીજપૂરવઠો ખોરવાયો હતો. ગાઢ ધુમ્મસને પગલે રસ્તાઓ પર અંધકાર છવાયો હતો. હિમાચલમાં ભારે પવન સાથે વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-flood-and-heat-wave

ફી માફીનો લાભ લેનાર અનામતના ઉમેદવારને મેરિટ વધે તો જનરલમાં તક


૧૦ ટકા આર્થિક ધોરણે અનામત પછી પણ અગાઉની જેમ SC,ST અને OBC વર્ગના ઉમેદવારો સરકારી ભરતી કે શૈક્ષણિક સંસ્થાઓના એડમિશનની પ્રક્રિયામાં એક વખત ફી માફીનો લાભ લીધો હોય તો પણ તેઓ જનરલમાં તળિયાના મેરિટને સમકક્ષ કે તેથી વધુ મેરિટ મેળવે તેવી સ્થિતિમાં બિનઅનામત વર્ગના ઉમેદવારો સાથે જનરલમા સ્પર્ધા કરી શકશે. જેમાં EBCના ઉમેદવારોનો પણ સમાવેશ થશે ! અનામત સંદર્ભે સામાન્ય જનમાનસ અને તેના આધારે શૈક્ષણિક સંસ્થાઓથી લઈને સરકારી સત્તાતંત્રોમાં ચાલતી ગેરસમજણોને દૂર કરવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે અનામતના મૂળભૂત સિંદ્ધાંતોના સુચારુ અમલ માટે પરિપત્ર કર્યો છે. નાયબ સચિવ કે.કે.પટેલની સહીથી પ્રસિદ્ધ પરિપત્રમાં કહેવાયુ છે કે ''પરીક્ષા ફી ચુકવવામાંથી મુક્તિ અપાઈ હોય તેવા અનામતના ઉમેદવારને બિન અનામત ખાલી જગ્યા માટેની સ્પર્ધા માટે પ્રતિબંધિત કરી શકાશે નહી'' એટલે કે, જો કોઈ અનામત વર્ગના ઉમેદવારનુ મેરિટ જનરલ એટલે કે SC,ST અને OBCના કુલ ૪૯.૫૦ ટકા અને EBCના ૧૦ ટકા પછી તમામ માટે બિન અનામત રહેતા સામાન્ય ૪૦.૫૦ ટકા જનરલ ક્વોટાના તળિયાના મેરિટ જેટલુ કે તેથી વધારે હોય તો ત્યાં પણ સ્પર્ધા કરવાની તક મળશે. સરકારના તમામ વિભાગો, અનુદાન મેળવતી સંસ્થાઓ, બોર્ડ, કમિશન, કોર્પોરેશન અને કંપનીઓને પણ SC,ST,OBC અને EBCનો ચૂસ્ત અમલ કરવાનો રહેશે.
વયમર્યાદાનો લાભ લેનાર જનરલમાં નહી
વયમર્યાદાનો લાભ લેનાર ઉમેદવારનું મેરિટ જો જનરલ મેરીટ કે તેથી વધારે આવે ત્યારે તેવા ઉમેદવારને જનરલમાં સ્પર્ધા કરવાની તક મળશે નહી! ''વયમર્યાદા, અનુભવની લાયકાત, લેખિત પરીક્ષામાં મેળવાપાત્ર તકોની સંખ્યા જનરલ વર્ગના ઉમેદવારો માટે અપનાવેલ હોય તેના કરતા વધુ વિસ્તૃત કરેલા વિચારણાના ક્ષેત્ર, સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ માટેના લાયકાતના ગુણમાં SC,ST,OBCના ઉમેદવારોને તેમની અનામતની જગ્યાઓ સામે જ ગણાવાના રહેશે.

Source:-http://sandesh.com/article.aspx?newsid=3258245



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 10 May 2016

ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા પાટીદારો મક્કમ -

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા પાટીદારો મક્કમ

- અખાત્રીજના દિવસે ઉનાળાના ધોમધખતા તાપમાં

- હિંમતનગરની એકતાયાત્રામાં પાટીદારો ઉમટયાં

એકતા યાત્રાનો તંત્ર દ્વારા રૃટ બદલવામાં આવતા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ ન કરી શકાતાં કચવાટ
પાટીદારોની અવગણના આગામી સમયમાં સરકાર માટે નુકશાનકારક બનશે તેવી ચિમકી

હિંમતનગર, તા.૯
આજે હિંમતનગર ખાતે પાસ ધ્વારા આયોજિત એકતા યાત્રામાં ન્યાય નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે નો હૂંકાર કરવામાં આવ્યો હતો ધોમ ધખતા તાપમાં પાટીદારોએ જય સરદારના નારા સાથે એકતા યાત્રાનો પ્રારંભ કર્યા બાદ તંત્ર ધ્વારા રૃટ બદલવામાં આવતા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ ન કરી શકાતાં કચવાટ જોવા મળ્યો હતો એકતાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ સભા સ્થળે પાસ અગ્રણીઓ ધ્વારા સમાજના સંગઠન અને આંદોલન ચાલુ રહેશે તે બાબતે સ્પષ્ટતા કરી હતી અને પાટીદારોની અવગણના અગામી સમયમાં સરકાર માટે નુકશાન કારક બની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ અંગે મળતી વિગત અનુસાર આજે સવારે દસેક વાગ્યાના સુમારે સહકારી જીન વિસ્તારમાં આવેલ મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીમાં પાંચેક હજારની સંખ્યામાં એકત્ર થયેલ પાટીદાર મહિલાઓ યુવાનોએ જય સરદાર, પાટીદાર એકતાના નારા સાથે એકતા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૃ થયેલ એકતાયાત્રાનો તબકકાર રૃટ ચેન્જ કરવામાં આવ્યો હતો નકકી થયા મુજબ ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સભા સ્થળે જવાનુ હતુ પરંતુ તંત્ર ધ્વારા રેલીના આયોજકોને રૃટ બદલવા મનાવી લેવાયા હતા. ધોમ ધમતા તાપમાં ચોરક કિ.મી. સુધી ચાલેલી એકતા યાત્રા અંતે સભામાં ફેરવાઈ ગઈ હતી. એકતા યાત્રામાં બોટાદના સંગઠન મંત્રી દીલીપભાઈ સાબવા, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર લલીત વસોયા, સૂરત કન્વીનર નીખીલ સવાણી, અમદાવાદ મહિલા કન્વીનર રેશ્મા પટેલ, પાસ પ્રવકતા રવિ પટેલ, ગીતા પટેલ પ્રવકતા ગુજરાત વગેરે હાજર રહયા હતા. એકતાયાત્રામાં કેટલીક જગ્યાએ સરકાર વિરોધી અને મોદી વિરોધી નારા પણ લગાવાયા હતા. દિલીપ સાબવાએ જણાવ્યુ હતુ કે સરદાર પટેલનુ અધૂરૃ કામ પૂર્ણ કરવા પાટીદાર સમાજ પ્રયત્નશીલ થઈ ગયો છે. આવનારા સમયમાં સરકારને પાટીદારોને અવગણના ભારે પડશે. અલગ અલગ સમાજના પાટીદારોએ સંગઠિત થવાનો સમય પાકી ગયો છે. લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે જે પાટીદાર અગ્રણીઓને સિંહ ગણ્યા હતા તે ગધેડા નીકળ્યા છે ૧૦ ટકા અનામતની જાહેરાત કરીને સરકારે લોલીપોપ આપી છે. પાટીદાર સમાજને ન્યાય નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ઉ.ગુ. પાસ પ્રવકતા રવિ પટેલે જણાવ્યુ હતુ કે પાટીદારોની માંગણી સંતોષાઈ નથી અગામી સમયમાં તબક્કાવાર કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે તથા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ગામે ગામ પાટીદાર સ્કવોડની રચના કરી પાંચ વડીલ, પાંચ મહિલા અને પાંચ યુવાનોની ટીમ બનાવવામાં આવશે જે પાટીદારોની દરેક સમસ્યાનો હલ કાઢવા પ્રયત્ન શીલ રહેશે. જન જાગૃતિ માટે આયોજિત એકતાયાત્રા અનામત આંદોલનનો પર્યાપ બની રહી હતી. પાટીદાર અગ્રણી સી.કે.પટેલ હાર્દિક પટેલના ર૭ મુદ્દા અને લાલજી પટેલના ર૯ મુદ્દા અંતર્ગત સીત્તેરથી પંચોતેર ટકા બાબતોમાં સરકાર સાથે સમાધાન થઈ ગયુ હોવાનુ નિવેદન કરી સૌને ચોંકાવી દીધા હતા. સહકારી પાટીદાર માંઘાતાઓ પાટીદાર આંદોલનને સહકાર ન આપી રહયા હોવાનો તથા બેહૂદા જવાબ આપતા હોઈ તેમનો બહિષ્કાર કરવાનુ સ્ટેજ ઉપરથી આહવાન કરવામાં આવ્યુ હતુ. પાટીદાર એકતા યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જતાં તંત્ર સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. એકતા યાત્રામાં જોડાયેલ તમામ પાટીદારો અને સુરક્ષાકર્મીઓને ગરમીએ પરસેવે રેબઝેબ કરી દીધા હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat-patidar-ekta-yatra2804

ઝારખંડમાં વીજળી પડતાં ત્રણનાં મોત, રાજસ્થાનના ફલોદીમાં ૪૮ ડિગ્રી તાપમાન

- આગઝરતી ગરમી, વરસાદી ઝાપટાં અને તીવ્ર પવનથી દેશમાં વિચિત્ર વાતાવરણ

- ઉત્તર પ્રદેશનું આગ્રા ૪૨ ડિગ્રી તાપમાનમાં શેકાયું

તાજમહેલના પ્રવાસીઓમાં ઘટાડો : ઝારખંડ-બિહારના કેટલાક સ્થળોએ વરસાદ
નવી દિલ્હી, તા. ૯
વરસાદી ઝાપટા, આગઝરતી ગરમી અને તીવ્ર પવન ફૂંકાતા દેેશનું વાતાવરણ વિચિત્ર બની ગયું હતું. ઝારખંડમાં વરસાદી ઝાપટા પછી વીજળી ત્રાટકી હતી, જેમાં ૩ લોકોના મોત થયા હતા. તો બીજી તરફ રાજસ્થાનના ફલોદીમાં દેશનું સર્વાધિક ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઝારખંડમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડયા હતા અને પછી વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી ત્રાટકી હતી, જેમાં એક મહિલા, એક પુરુષ અને એક ૧૩ વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. ઝારખંડમાં પણ મિશ્ર વાતાવરણ રહ્યું હતું. કેટલાક સ્થળોેેએ ૩૮-૩૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો બિહારમાં પણ ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડયા હતા અને તાપમાનનો પારો પણ ઊંચો રહ્યો હતો.
હવામાનખાતાએ જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડના ઊંચાઈવાળા સ્થળોએ, ઓડિશા, પશ્વિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં વરસાદી છાંટાં પડયા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પણ વરસાદી છાંટા પડયા હતા. એક તરફ વરસાદી છાંટા, ગાજવીજ અને સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો તો બીજી તરફ દેેશના ઘણા રાજ્યોમાં આકરા તાપનો અનુભવ પણ લોકોએ કર્યો હતો.
દેશનું સર્વાધિક તાપમાન રાજસ્થાનના ફલોદીમાં નોંધાયું હતું. ફલોદીમાં તાપમાનનો પારો ૪૮ ડિગ્રીને આંબી ગયો હતો. જેસલમેર, બાડમેર, જયપુર, અજમેરમાં પણ તાપમાનનો પારો ૪૨થી ૪૪ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભલે  વરસાદ પડયો હોય, પણ આગ્રા સહિતના કેટલાક શહેરો તો આગમાં શેકાયા હતા. આગ્રાનું તાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું હતું. આગ્રામાં છેલ્લા કેટલાક દિવસની ગરમીના કારણે તાજમહેલની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓડિશાના ૮ સ્થળોનું તાપમાન ફરીથી ૪૦ ડિગ્રીને પાર થતાં લોકોએ તીવ્ર ગરમીનો અને લૂનો અનુભવ કર્યો હતો.
પંજાબ હરિયાણામાં બે દિવસથી વરસાદી માહોલ હતો, પણ આજે વાતાવરણ અચાાનક બદલાઈ ગયું હતું. સવારથી સૂર્યનારાયણે તાપ વરસાવ્યો હતો. હિસારનું તાપમાન ૪૨.૭ ડિગ્રી રહ્યું હતું. અમૃતસરનો પારો ૪૦ ડિગ્રી દર્શાવતો હતો. તેલંગણા પણ ફરીથી તાપમાં સપડાયું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદી ઝાપટા પડશે અને અમુક ભાગોમાં ગરમી યથાવત રહેશે.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-vijli-fell-down



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 9 May 2016

ઉત્તરાખંડમાં વાદળ ફાટયું - નાશિકમાં જોરદાર વરસાદ ત્રાટક્યોઃ કેટલાક વિસ્તારમાં કરા પડયા

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ઉત્તરાખંડમાં વાદળ ફાટયું : ભેખડો ધસી પડતાં વાહનો દબાયા, મકાનોને નુકસાન

- આજથી શરૃ થતી ચારધામ યાત્રાને અસર

- ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડતાં બદ્રીનાથ હાઇવે બંધ કરાયો

ભારે તારાજી, કોઇ જાનહાનિ નહીં
નવી દિલ્હી, તા. ૮
દેશભરના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય સ્તરે રહેતાં ગરમીમાં રાહત થઈ હતી. ઘણા વિસ્તારોમાં વરસાદ થતા તાપમાન નીચું ગયું હતું. ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં થયેલા ધોધમાર વરસાદે ચમોલીનાં આસપાસના વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી. આજે સવારે વાદળ ફાટતાં ઓચિંતો ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. બદ્રીનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. ચમોલીની આસપાસના ગામોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ઘણા વાહનો પણ તણાયા હતા.
ઉત્તરાખંડમાં વાદળ ફાટયા બાદ થયેલા ધોધમાર વરસાદથી અનેક સ્થળે ભેખડો ધસી પડવાની ઘટના બની હતી. ચમોલી નજીક થરાલી ખાતે ભેખડ ધસી પડતા રસ્તા પર પાર્ક કરેલા વાહનો દબાયા હતા. ટેકરીઓ ઉપર વહી આવેલો કાદવ ગામમાં ફેલાયો હતો અને ૧૦થી ૧૨ મકાનોને નુકસાન થયું હતું. બદ્રીનાથ હાઇવે કરણપ્રયાગ અને મૈથાન ખાતે બંધ કરાયો હતો. પોખરીથી કરણપ્રયાગ માર્ગ પણ બંધ કરાયો હતો.
ભારે વરસાદથી બદ્રીનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. આ કુદરતી હોનારતને પગલે બચાવ ટુકડીઓ કામે લાગી હતી. જોકે આ દુર્ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી. વેસ્ટર્નન ડિસ્ટર્વન્સ હિમાલય નજીક પહોંચતા ભારે વરસાદ થયો હતો. આગામી ૪૮ થી ૭૨ કલાકમાં વધુ વરસાદની અગાહી કરવામાં આવી હતી. બીજી બાજુ આજથી શરૃ થતી ચાર ધામ યાત્રા ખોરવાય તેવી શક્યતા છે. ઉત્તરાખંડ, ઉપરાંત બિહાર, ઓડિશા, સિક્કિમ, પં.બંગાળ, આસામ, મેઘાલય અને છત્તીસગઢમાં પણ છુટા છવાયા વરસાદનાં અહેવાલ છે. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં એક ડીગ્રી વધુ ૩૯.૮ ડિગ્રી રહ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું.
રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધુ રહ્યું હતું જ્યાં ૧૧ સ્થળોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી કરતાં ઊંચો રહ્યો હતો. ફલોરીમાં ૪૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું.
ઓડિશામાં ઘણાં વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થતાં તે વિસ્તારોમાં ગરમીમાં રાહત થઈ હતી. જોકે હોલીંગીર અને સાંબલપુરમાં તાપમાન ૪૦ ડિગ્રી કરતાં ઊંચું રહ્યું હતું. પાટનગર ભુવનેશ્વરમાં તાપમાન ઘટીને ૩૬.૫ ડિગ્રી નોંધાયું હતું.
ઝારખંડમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ધનબાદમાં ૪૦ મિનિટ વરસાદ થયો હતો. અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. પાટનગર રાંચીમાં ૩૭.૨, જમશેદપુરમાં ૩૮.૧ અને બોકારીમાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-crag-rushed-overly-pressed-vehicles

નાશિકમાં જોરદાર વરસાદ ત્રાટક્યોઃ કેટલાક વિસ્તારમાં કરા પડયા

- મહારાષ્ટ્ર સહિત દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી

- પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા.૮
મહારાષ્ટ્રની પાવન નગરી નાશિકમાં આજે ગાજવીજ અને સૂસવાટા બોલાવતા પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતા બળબળતી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા નાશિકવાસીઓને ઠંડક થતા થોડી રાહત મળી હતી.
નાશિક શહેર સહિત જિલ્લાના કેટલાક ગામોમાં આજે કમોસમી વરસાદ પડયો હતો. એટલું જ નહીં અમુક વિસ્તારોમાં તો બોર જેવડાં કરાં પણ પડયા હતા. બાળકો અને તરુણો તો વરસાદમાં નહાવા માટે રસ્તા પર નીકળી પડયા હતા. જોકે પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા.
મુંબઈ વેધશાળાના ડિરેકટર વી.કે. રાજુએ આ વરસાદને ચોમાસા પૂર્વેના ઝાપટાં (પ્રિ- મોનસુન શાવર્સ) ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજના  વરસાદને અને ચોમાસાના વિધિવતન આગમન વચ્ચે કોઈ સંબંધ નથી. જ્યારે ઉષ્ણતામાન ખૂબ ઊંચું જાય અને હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે આ રીતે વરસાદ પડયો એ સામાન્ય ઘટના છે.
તેમણે કહ્યું હતું કે આ બાબતે ફક્ત મહારાષ્ટ્રમાં  જ નહીં પણ દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે એવું વેધશાળાએ અનુમાન આ પહેલાં જ કર્યું છે.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai-rain-fell-strongly-in-nashik



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/