સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 17 December 2013

અમદાવાદ જિલ્લાનો ઇતિહાસ.......................!

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

અમદાવાદ જિલ્લાનો ઇતિહાસ.......................!

ઇતિહાસ
  • અમદાવાદ જિલ્લાનું નામ તેના મુખ્ય મથક અમદાવાદ શહેર પરથી આવ્યું છે. મિરાતે - અહમદી જણાવે છે કે અમદાવાદ શાહે તેમના આધ્યાત્મિક સલાહકાર સરખેજના સંત શેખ અહમદ ખટ્ટુની સલાહથી ઇ. સ. ૧૪૧૧ ની ૨૭મી ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીની પૂર્વ દિશામાં અને જૂના શહેર અસાવલ અને કર્ણાવતીથી તદ્દન નજીકના વિશાળ અને ખુલ્લા વિસ્તારમાં અમદાવાદનો પાયો નાખ્યો..
  • હાલનો અમદાવાદ જિલ્લો અર્બુદા પર્વત અને સાબરમતી નદી વચ્ચે આવેલા અનારટા પ્રદેશના ભાગમાંથી બનેલ છે. સ્કદ પુરાણના નગરખંડ અને પદમ પુરાણના છઠ્ઠા ઉત્તર ખંડમાં પણ તેનો ઉલ્લેખ છે. જૂનાગઢના રૂદદામન ખડક ઉપરના શિલાલેખમાં આ પ્રદેશનો સ્વભરા એટલે કે, સાબરમતી નદીની આસપાસ આવેલ પ્રદેશ તરીકે ઉલ્લેખ છે. 
  • હાફત ઇકલીમના લેખકે ઇ. સ. ૧૫૯૩ માં લખ્યું છે કે ચોખ્ખાઇ અને સમૃધ્ધિની બાબતમાં અમદાવાદ સમગ્ર ભારતમાં અજોડ છે અને તેનાં સુંદર સ્મારકોની બાબતમાં તે અન્ય શહેરો કરતાં ચડિયાતું છે. સમગ્ર વિભાગમાં આટલું ભવ્ય અને સુંદર કોઇ પણ શહેર અસ્તિત્વમાં નથી એમ કહેવામાં અતિશયોકિત નથી. બીજા શહેરો કરતાં તેની શેરીઓ પહોળી અને સુવ્યવસ્થિત છે. સુંદર બાંધણીવાળી તેની પ્રત્યેક દુકાન બે કે ત્રણ માળવાળી છે. તેમાં રહેતા નિવાસીઓ, બંને સ્ત્રીઓ અને પુરૂષો વિવેકી અને નાજુક છે
  • ખ્રિસ્તી સંવતની શરૂઆતથી આજના સમય સુધી ગુજરાતમાં વસતા લોકોએ ભારતની બધી જાતિઓ કરતાં સૌથી વધુ વેપારી કૂનેહ અને સાહસિકતા દર્શાવ્યા છે. સોળમી સદીના પ્રારંભ અગાઉ, અમદાવાદના રેશમ, સુવર્ણ અને ચાંદી, કિનખાબ, જરી અને કસબના ભરતકામ અને સુતરાઉ કાપડની માંગ કેરોથી પેકિંગ સુધીના દરેક પૂર્વ તરફના બજારોમાં હતી.
  • મુઝફફર ત્રીજાના કાળમાં ગુજરાતના ઇલાકામાં અરાજકતાની પરિસ્થિતિ હોવાથી સ્વતંત્ર સુલતાનોનો અંત આવ્યો. અકબરે ગુજરાત પર ચડાઇ કરી અને તેને ૧૫૭૩માં જીતી લીધું. મોગલ શાસનકાળ દરમિયાન અમદાવાદની સમૃધ્ધિ ખૂબ વધી ઔરંગઝેબના અવસાન પછીના શાસકો નબળા હતા. સૂબા અથવા મોગલ ઉમરાવો પરસ્પર અને મરાઠાઓ સાથે લડાઇમાં વ્યસ્ત હતા. પરિણામે દેશમાં ગેરવ્યવસ્થા પ્રવર્તતી હતી. અઢારમી સદીમાં મરાઠાઓના રાજયકાળ દરમિયાન, તમામ હેતુઓ માટે અડધુ ગાયકવાડના કબજામાં વહેંચાયેલું હતું. પેશ્વાઓની હકુમતનો વિસ્તાર વધારે હતો. અમદાવાદમાં ગાયકવાડના તરફથી એક પ્રતિનિધિ હતો. પરંતુ પેશ્વાઓએ પણ શહેરમાં તેઓનો સૂબો નિમ્યો હતો. મરાઠાઓના ૬૪ વર્ષના શાસનમાં અમદાવાદની પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી ગઇ અને શહેરમાં ધણી ગેરવ્યવસ્થા સર્જાઇ. પેશ્વા અને ગાયકવાડ વચ્ચેની લડાઇ અને ધણા સંધર્ષો બાદ બ્રિટિશરોએ ઇ. સ. ૧૮૧૭ માં અમદાવાદ લઇ લીધું.
 
  • અમદાવાદે રાષ્ટ્રીય સ્વાતંત્રયની ચળવળમાં મહત્વનો ભાગ ભજવ્યો. દક્ષિણ અફ્રિકામાંથી ૧૯૧૫ માં પાછા ફર્યા બાદ, મહાત્મા ગાંધીએ ભારતમાં તેઓના વસાવટ માટે અમદાવાદને પસંદ કર્યું અને સાબરમતી હરિજન આશ્રમની સ્થાપના કરી કે જયાંથી રાષ્ટ્રીય ચળવળના જુદા જુદા તબકકાઓમાં દિશાસૂચન થયેલ હતું ૧૯૩૦ માં પસંદ કરેલ સત્યાગ્રહીઓની ટુકડી સાથેના મીઠાના સત્યાગ્રહ માટે પ્રખ્યાત દાંડીકૂચ હાથ ધરાઇ હતી.
 અમદાવાદ શહેર - ગુજરાતનુંહૃદય
  • આજથી એક હજાર વર્ષ પૂર્વે આશાપલ્લી - આશાવલ નામનું સમૃધ્ધ નગર અસ્તિત્વમાં હતું. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી નામ પડયું આશાવલ. આ નગર પાટણ અને ખંભાતની જેમ ઉભરતું ગુજરાતનું એક સારૂં નગર હતું અને આશાવલમાં જૈન અને બ્રાહ્મણોના મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહાત્મકની દ્રષ્ટિએ પણ આ નગર અગત્યનું સ્થાન બન્યું. સોલંકી વંશના રાજાસિદ્ધરાજ રાજના પિતા કર્ણદેવ સોલંકીએ લાટ જીતવામાં સરળતા રહે તે આજનું અમદાવાદ. આ શહેર આજે તેની અનેક ખાટીમીઠી યાદોને ભીતરમાં સંકોરીને બેઠું છે અને રાષ્ટ્રનું અગ્રણીનગર બનવા હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદની જહાજોલાલી તેના સ્થાપનાકાળથી જ હતી તેમ કહેવામાં જરાયે અતિશયોકિત નથી.
  • માત્ર અમદાવાદ શહેરમાંજ નહીં પરતું અમદાવાદ જિલ્લામાં કાર્યરત સ્વૈચ્છિક, સામાજિક સંગઠનો અને સંસ્થાઓએ માનવસર્જિત આપત્તિ કે કુદરતી ત આપત્તિ વેળાઓ હમેશા પ્રજાની પડખે ઉભા રહી પ્રેમનું, સ્નેહનું સિંચન કરી સાચા અર્થમાં હૂંફ આપી છે. શહેરની તેમજ જિલ્લાની એકસો પચાસ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સેવાકીય કાર્યોથી પ્રવૃત્ત છે
  • અમદાવાદ શહેરએ પુરા ગુજરાત રાજયનું હાર્દ સમું શહેર છે. ઇતિહાસના કેટલાક તથ્યો અનુસાર ઇ. સ. ૧૪૧૦માં અહમદશા બાદશાહે અમદાવાદ શહેર વસાવેલું. શહેરની સીદી સૈયદની જાળી કોતરણી કામ માટે દુનિયાભરમાં જાણીતી બની છે. સાબરમતી આશ્રમ, ગુજરાત વિઘાપીઠ, સેન્ટ્રલ જેલ આઝાદીની લડતનાં સંસ્મરણો તાજા કરાવે છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર તથા અટીરા જેવી સંસ્થાઓએ અનેક સંશોધનો હાથ ધરીને વિશ્વમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત કાંકરીયા, શાહ આલમરોજો, કર્ણમુકતેશ્વર મહાદેવ, ભદ્રકાળી માતાનું મંદિર, ઝૂલતામિનારા, સરખેજનો રોજો, હઠીસિંહના દહેરાં, બાળવાટિકા, દાદાહરીની વાવ વગેરે જોવાલાયક છે.
  • ભારતને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુએ જેને પોતાના આશ્રમ માટે પસંદ કર્યુ હતું તે અમદાવાદ શહેર. અમદાવાદ જિલ્લો ગુજરાત રાજયનો મહત્વનો જિલ્લો છે
  • દ્વિભાષી મુંબઇ રાજયમાંથી મહાગુજરાત ની લડત બાદ ૧૯૬૦ની ૧લી મેના રોજ ગુજરાતને સ્વતંત્ર રાજયનો દરજ્જો મળ્યો ત્યારે આપણું અમદાવાદ જ ગુજરાતની પ્રથમ રાજધાની બન્યું હતું મહાગુજરાતની લડતના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. આ લડતને પરિણામલક્ષી બનાવવામાં અમદાવાદ મોખરે હતું.
  • કલા અને સંસ્કૃતિ
  • અમદાવાદની ગરવી ગુજરાતણોના ગરબા, રાસ, લોકનૃત્ય, કલાસભર નિવાસો, સરસ રીત - રિવાજો, પ્રણાલીઓ અને હસ્તકલા અમદાવાદની આગવી સંસ્કૃતિની ધોતક બની રહે છે.
  • અમદાવાદમાં જુદા જુદા સમયે જુદા જુદા લોકો વસવા આવ્યા, તેથી અમદાવાદ વિવિધ ધર્મોનું સંગમ સ્થાન બન્યું છે. અમદાવાદમાં મુખ્ય ધર્મ હિન્દુ છે. આ ઉપરાંત ઇસ્લામ, શીખ, પારસી, જૈન તથા બુધ્ધ ધર્મ પણ પ્રજા જીવનમાં જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ પેટા સંપ્રદાયો પણ જોવા મળે છે.
  • સ્થાપત્ય અને શિલ્પની પ્રણાલિકા દ્વારા અમદાવાદે ખ્યાતિ સંપન્ન કરી છે. વિદેશી પ્રવાસીઓનું અનેરૂ આકર્ષણનું કેન્દ્ર પણ અમદાવાદ બન્યું છે.
  • મંદિર સ્થાપત્યમાંથી ખાસ શૈલીનો પ્રારંભ થયેલો. મોગલોના આગમન બાદ ઇન્ડો સારાસેનિક શૈલીની અસર અમદાવાદના સ્થાપત્યમાં બન્યું છે.

મહત્‍વના નજીકના શહેરો

અમદાવાદ જીલ્‍લામાં ૭ નગરપાલિકાઓ આવેલી છે.

 
ક્રમ શહેરનું નામ ૨૦૦૧ ની વસ્‍તી જિલ્‍લા મથકેથી કિ.મી. (આશરે)
બારેજા ૧૫૪૨૭ ૨૨
સાબર ૩૨૪૧૭ ૨૩
બાવળા ૩૦૮૭૧ ૩૫
ધોળકા ૬૧૫૬૯ ૪૫
ધંધુકા ૨૯૫૭૨ ૧૦૫
બરવાળા ૧૬૦૪૮ ૧૩૩
વિરમગામ ૫૩૦૯૪ ૬૧
Kindly Share This Post »» »»
Source :-http://www.hiteshpatelmodasa.com/,
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)



No comments:

Post a Comment