Gujarat Patel Group
વડોદરા જીલ્લાનો ઇતિહાસ......................!
- વષો પહેલાં વિશ્વામિત્રી નદીનાં, ૫શ્વિમ કિનારા પાસે ધનટેકરી વિસ્તારમાં માનવ વસ્તિ હોવાનાં અનેક પુરાવાઓ મળી આવ્યા છે. અંદાજે પાંચેક હજાર વષો પહેલાંની આ માનવ જાતિ શરૂઆતમાં પત્થરનાં ઓજારો વાપરતી હતી. કાળક્રમે તેમાં પરિવર્તન નો દોર ચાલુ થયો.
- આજ વિસ્તારમાં આવેલા અકોટા નગરનો અને તેનાં પરાનો ક્રમકિ વિકાસ થવા માંડયો અને તેમાંનું એક પરું તે હાલનાં કોઠી વિસ્તારનું અસ્તત્વિ છે.આ વિસ્તારમાં વડના ઝાડ પાસે વિકસેલા આ પરાને વડપદ્રક કહેવાતું. તેના ઉપરથી વડોદરા શબ્દ ઉતરી આવ્યાનું એક અનુમાન છે. મરાઠીમાં વડોદે'' ફારસી ભાષામાં ;બડાહેદ'', હિન્દમાં બડૌદા'' અને અંગ્રેજીમ બરોડ શબ્દ તૈયાર થયો. વડોદરાનાં સૌથી જૂના આ અવશેષો આશરે ૧૬૦૦ વર્ષથી વધુ જુના તેમ મનાય છે.
- વિશ્વામિત્રી નદીના તટે વસેલા અકોટાને પૂરનાં પાણીથી વારંવાર ધણું નુકશાન થતું. અવારનવાર જાન અને માલ હાનિ મોટા પાયે થતી. એટલે સલામતિની ભાવનાથી અકોટાથી લોકોને સ્થળાંતર આ વિસ્તાર તરફ થવા લાગ્યું અને આ રીતે વડોદરાનાં વિકાસની આગેકૂચ જારી રહેતાં ;વડોદરા'' એ જિલ્લાનું મુખ્ય મથક બનવા પામ્યું.
- વડોદરા જિલ્લો ગુજરાતનો એક મહત્વનો જિલ્લો છે. ર૧ ઉત્તર અક્ષાંસ અને ર૩ ઉત્તર અક્ષાંસ વચ્ચે તેમજ ૭૩ અને ૭૪ પૂર્વ રેખાંશ વચ્ચે આ જિલ્લો આવેલો છે. જે મહદઅંશે સપાટ મેદાની ભૃપૃષ્ઠ ધરાવતા મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાની ઉત્તરે પંચમહાલ જિલ્લો, વાયવ્ય સરહદે ખેડા જિલ્લો, દક્ષિણે અને નૈઋત્યમાં ભરૂચ જિલ્લો, પૂર્વમાં મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો અને અગિ્ન સરહદે મહારાષ્ટ્ર રાજયનો ધૂળીયા જિલ્લો આવેલો છે. જિલ્લાની ઉત્તરે અને દક્ષિણે મહીસાગર અને નર્મદા નદીઓ આવેલી છે. આ ઉપરાંત જિલ્લામાં થઇને વહેતી અને ખંભાતનાં અખાતને મળતી નદીઓમાં જાંબુઆ, સુર્યા, વિશ્વામિત્રી અને ઢાઢર નદીઓ છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનાં કાંઠે ચાંદોદ, કરનાલી, નારેશ્વર અને મોટીકોરલ વગેરે મહત્વનાં ધાર્મિક સ્થળો આવેલા છે.
- જિલ્લાની ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ કુલ ક્ષેત્રફળ ૭૫૫૦ ચોરસ કીલોમીટર છે. ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ કુલ વસતી ૩૬.૪૦ લાખની છે અને જિલ્લાની પ્રત્યેક ચો.કી.મી. દીઠ વસતી ગીચતા ૪૮૨ વ્યકિતઓની છે. જે રાજયની ચો.કી.મી. દીઠ વસતી ગીચતા ૨૫૮ છે, તેના કરતાં વધુ છે.
જીલ્લાની સામાન્ય રૂ૫ રેખા
- જમીન વિષયક માહિતી:-
- જિલ્લો મહદઅંશે મધ્ય ગુજરાતનો સપાટ મેદાનનો ભાગ છે. છોટાઉદેપુર, જેતપુરપાવી, કવાંટ, અને નસવાડી તાલુકાઓને સમાવી લેતો જિલ્લાનો પૂર્વ તરફનો ભાગ ટેકરીઓ વાળો હોવાથી ત્યાં જમીન અસમાન છે. જયારે જિલ્લાનો દક્ષિણ તરફનો ભાગ ફળદ્રુપ જમીનનો છે. જયારે બાકીનો ભાગ ફળદ્રુપ કાંપવાળી તેમજ રેતાળ જમીનનો છે.
- મહી અને નર્મદા નદીનાં કાંઠે ધટાદાર વૃક્ષો દ્રષ્ટિગોચર થાય છે. જીલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭૫૫૦ હેકટર છે.
- નદીઓ અને જળ સંપતિ :-
- જિલ્લાની નદીઓમાં નર્મદા અને મહી નદી મુખ્ય છે. મહી નદી ઉત્તરથી નૈઋત્યમાં વહે છે. અને જિલ્લાની નદી તટ પરના તાલુકાઓની જમીનને કાંપથી ફળદ્રુપ હરિયાળી બનાવે છે. લાંબો પટ ધરાવતી નર્મદા નદી પણ પોતાનાં કાંપથી જમીનને ફળદ્રુપ બનાવે છે. તેનાં કાંઠે આવેલા ધાર્મિક મંદિરો અને મકબરા જેવા પુરાતન સ્મારકથી તેના કિનારા ચિત્રાત્મક બને છે.
- નર્મદાને કાંઠે આવેલ ચાંદોદ, નારેશ્વર, કરનાળી, માલસર, મોટીકોરલ વગેરે મહત્વના ધાર્મિક સ્થળો છે. ઉપરાંત જિલ્લામાં થઇને વહેતી અને ખંભાતના અખાતને મળતી અન્ય નદીઓમાં જાંબુવા, સૂર્યા, વિશ્વામિત્રી અને ઢાઢર નદીઓ છે. જિલ્લાની સરહદે સાતપુડા, સહ્યાદ્રી પર્વતમાળાના પર્વતો છે. પૂર્વ સરહદે પંચમહાલ જિલ્લાનો પાવાગઢ પર્વત આવેલો છે.
જોવાલાયક સ્થળો
નંબર | તાલુકાનું નામ | શહેર/ગામનું નામ | ધાર્મિક, ઐતિહાસીક અથવા પુરાતત્વની દૃષ્યિએ મહત્વ ધરાવતા અને પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળોની વિગત |
---|---|---|---|
૧ | વાધોડીયા | આજવા | વિશાળ કદનું સરોવર આવેલ છે. તેનાં દ્વારા વડોદરા શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. ડાન્સીંગ ફુવારા સાથે ગાર્ડન છે. |
૨ | વાધોડીયા | નિમેટા | પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ આવેલ છે. |
૩ | ડભોઇ | વઢવાણા | મોટું સિંચાઇ તળાવ છે. આ તળાવ ઉપર દેશ વિદેશથી જાતજાતનાં પક્ષીઓ આવે છે. |
૪ | પાદરા | રણું | તુળજા માતાનું ભવ્ય મંદિર આવેલું છે. જેમાં દર્શનાર્થે દૂર દૂરથી હજારો શ્રધ્ધાળુઓ આવે છે. |
૫ | સંખેડા | ઝંડ | ૧૬ ફુટ ઉંચી હનુમાનજીની ભવ્ય મૂર્તિ આવેલી છે. |
૬ | સાવલી | સાવલી | ભીમનાથ મહાદેવજીનું પુરાણું મંદિર આવેલ છે. |
૭ | શિનોર | બરકાલ | નર્મદા નદીનાં કિનારે આવેલ રમણીય સ્થળ છે. |
૮ | કરજણ | મોટીકોરલ | સંત શ્રી પુનિત મહારાજનો આશ્રમ આવેલો છે. |
૯ | કવાંટ | હાંફેશ્વર | પૌરાણીક મહાદેવનું મંદિર છે. હેડંબાના સમયની પૌરાણીક ધંટી છે. |
૧૦ | પાવીજેતપુર | ડુંગરવાંટ | સુખી જળાશય યોજનાંનો ડેમ આવેલો છે. |
૧૧ | વડોદરા | પોર | બળીયાદેવનું પૌરાણિક મંદીર |
૧૨ | શિનોર | માલસર | નર્મદા નદી |
Source :-http://www.hiteshpatelmodasa.com/,
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment