Gujarat Patel Group
સમગ્ર ગુજરાત વિષે..........સંસ્કૃતિ અને જીવનશૈલી..........................!
Posted by
Hitesh patel
on
Monday, December 09, 2013
સંસ્કૃતિથી સમૃદ્ધ ગુજરાત વૈભવશાળી પ્રદેશ છે. ગુજરાત રાજ્ય તેના ભવ્ય
વારસા, ઉચ્ચતમ જીવનશૈલી અને સમૃદ્ધ પરંપરા દ્વારા હડપ્પન સંસ્કૃતિના
ઇતિહાસ વારસો ધરાવે છે. રાજ્યમાં બહુવિધ ધર્મો, જેમાં હિન્દુ, ઇસ્લામ,
જૈન, બુદ્ધ પ્રચલિત છે. ગુજરાતની સંસ્કૃતિ તેની કળા, આદર-આતિથ્ય શૈલી,
પરંપરા, સમાજ, ખૂબીઓ ભાલા-બોલી અને તકનિકી મૂલ્યો દ્વારા મૂઠી ઉંચેરું
બન્યું છે.
ગુજરાત એક પ્રભાવશાળી જીવંત જીવનશૈલી જીવનારી પ્રજા
ધરાવે છે. જે પેઢી દર પેઢી તેના સંસ્કારોને દ્રઢ કરે છે. અસામાન્ય
પ્રણાલી સામાન્ય માણસના અનુભવ અને સમજણ દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક
પરંપરા અને જીવનશૈલી જોવા મળે છે. હસ્તધનૂન દ્વારા અથવા માન-આદર માટે
એકબીજા પ્રત્યે અહોભાવ જોવા મળે છે.
સામાજીક
જીવનની શિક્ષા, ધાર્મિક વ્યવહારો અને કળા-કારીગરીના ઉત્તમ અભિગમો દ્વારા
ગુજરાત રાજ્યની પ્રજાએ સદભાવ, સમભાવ દ્વારા સર્વધર્મને આદર-માન આપી સીમાડા
પાર દરિયાઇ ક્ષેત્રો ઓળંગી તેની સંસ્કૃતિની જ્યોત પ્રગટાવી છે.
ભારત વર્ષના હૃદયસ્થ થયેલા ગુજરાતમાં બહુવિધ
સાંસ્કૃતિક વૈભવનો મેળાવડો જોવા મળે છે. અહીં જનસમૂહ બીજાના ધર્મ-જાતિ
પ્રત્યે આદર આપી આત્મગૌરવ પર સન્માન અને ઠોસ વિશ્વાસ સાથેની સંસ્કૃતિ
ઊભી કરી છે. વૈશ્વિક સ્તરના પડકારો સામે વિશ્વાસ અને સ્ફૂર્તિથી અહીંનો
જન-સમૂહ અન્ય રાષ્ટ્રો સાથે પોતાનું સાંસ્કૃતિક જોડાણ જાળવી રાખે છે.
મૂળ
ગુર્જરથી ઓળખાતી ગુજરાતી પ્રજા તેની પરંપરાગત સંસ્કૃતિ કળા-મૂલ્યો
દ્વારા ઓખળ ઊભી કરી છે. ગુજરાત સાંસ્કૃતિ આર્થિક, સામાજીક અને રાજકીય
ઇતિહાસનો ભવ્ય વારસો ધરાવે છે. ગુજરાતે ભારતીય રાજકીય ઇતિહાસમાં અદ્વીતીય
પ્રભાવ ઊભો કર્યોં છે. પૂ. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર ગુજરાત
રહ્યું છે. આ ઉપરાંત અહિંસા - સદ્દભાવની ભાવના અહીંની પ્રજાની જીવનશૈલી બની
રહી છે.
તહેવારો અને મેળાઓ, કળા અને કારીગરી,
લોકનૃત્યો, સંગીત, પોશાક અને અહીંની જીવનશૈલીમાં ગુજરરાતની પરંપરાગત
સંસ્કૃતિની અસર જોવા મળે છે. જીવનના મૂલ્યો અને સામાજીક પ્રણાલી અને
ચારિત્ર્ય વાળી અહીંની સંસ્કૃતિ પોતીકાપણુંનો અનુભવ કરાવે છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે સઘળું ગુજરાત.
(અર્થ: રાજ્યની પ્રજા કઇ ભાષા બોલે છે)
(અર્થ: રાજ્યની પ્રજા કઇ ભાષા બોલે છે)
Source :-http://www.hiteshpatelmodasa.com/,
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment