સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 30 April 2016

પાટીદારોએ આર્થિક અનામતને ભાજપની લોલીપોપ ગણાવી - કમ્પ્યુટરો મોનિટરમુક્ત બનશે - ઉત્તરાખંડના વન્યવિસ્તારમાં ભીષણ દાવાનળ : પાંચનાં મોત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારોએ આર્થિક અનામતને ભાજપની લોલીપોપ ગણાવી

- આર્થિક અનામતનો અભ્યાસ કરી આંદોલનનો નિર્ણય કરીશું : લાલજી પટેલ

- બે દિવસમાં એસપીજી-પાસની ચિંતન બેઠકો મળશે

પાસે ઇબીસી નહીં, ઓબીસીમાં પાટીદારોને અનામત આપવાની માંગ યથાવત રાખી
અમદાવાદ ,શુક્રવાર
ભાજપ કોર કમિટીમાં નિર્ણય લીધાં બાદ સત્તાવાર રીતે સર્વણોને ૧૦ ટકા આર્થિક અનામત આપવાની ઘોષણા કરી છે તેમ છતાંયે પાટીદારો રાજી નથી. એસપીજી અને પાસે આર્થિક અનામતને ભાજપની લોલીપોપ ગણાવી આખીય વાતનો અસ્વિકાર કર્યો છે. એસપીજી અને પાસે ઇબીસીમાં નહીં, ઓબીસીમાં પાટીદારોને સમાવવાની માંગને યથાવત રાખી છે.
આર્થિક અનામતની ભાજપે કરેલી સત્તાવાર જાહેરાત બાદ એસપીજી નેતા લાલજી પટેલે એવી પ્રતિક્રિયા આપી કે, આર્થિક અનામતમાં પાટીદાર સમાજને કેટલો લાભ થાય તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આંદોલનનો નિર્ણય જાહેર કરીશું. ભાજપ સરકારે જેલભરો આંદોલનમાં પાટીદારો પર ખોટા કેસ કર્યા છે તેને પાછા ખેંચવાની ઉગ્ર માંગ કરાશે. હજુ સુધી અમે સરકાર સમક્ષ રજૂ કરેલાં ૨૯ મુદ્દાઓ પૈકી ઘણાં મુદ્દાઓનો હલ આવ્યો નથી. એકાદ બે દિવસમાં એસપીજીના કન્વિનરોની બેઠક મળશે જેમાં આગળની રણનિતી નક્કી કરાશે.
પાસના કન્વિનર મનોજ પનારાએ પણ ભાજપે જાહેર કરેલી આર્થિક અનામતને લોલીપોપ ગણાવતાં કહયું કે, પાટીદારોને ઇબીસીમાં નહીં, ઓબીસીમાં સમાવો, આ આર્થિક અનામત અમને માન્ય નથી. આતો પાટીદાર આંદોલન તોડી પાડવાનો એક પ્રયાસ છે. પાટીદારોને બંધારણીય હક જોઇએ છે. મધ્ય ગુજરાત પાસના કન્વિનર ઉદય પટેલે એવી પ્રતિક્રિયા આપી કે, પાટીદારોને હરિયાણા કે રાજસ્થાન પેટર્ન પર અનામત આપો. આના કરતા તો કોંગ્રેસ સારી કેમ કે, તે ૨૦ ટકા અનામત આપવા તૈયાર છે. પાસની પણ એકાદ બે દિવસમાં બેઠકમાં મળશે જેમાં ભાજપના આર્થિક અનામતના મુદ્દે ચર્ચા કરી આગળની રણનિતી નકકી કરાશે.

આ સર્વે વિનાનો રાજકીય નિર્ણય છે : અલ્પેશ ઠાકોર
અમદાવાદ,શુક્રવાર
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે એવો આક્ષેપ કર્યો છેકે, આ રાજકીય નિર્ણય છે. ભાજપ સરકારે કોઇ પ્રોસેડીંગ કે કોઇ સર્વે હાથ ધર્યા વિના જ આર્થિક અનામતની જાહેરાત કરી દીધી છે. ચોક્કસ આ નિર્ણયને અમે આવકારીએ છીએ પણ મહત્વનો સવાલ એછેકે, શુ આવી અનામત આપી દેવાથી પાટીદારો કે સર્વણોની ગરીબી દૂર થઇ જશે કેમ કે, ઓબીસી, એસટી, એસસીના લોકો અનામત ધરાવતા હોવા છતાંયે યોગ્ય રીતે અમલ ન થતો નથી પરિણામે આજે પણ ગરીબ રહ્યાં છે. સરકાર પહેલાં જે લોકો ખરા અનામતના હકદાર છે તેમની ગરીબી દુર કરે પછી બીજાને આર્થિક અનામતનો લાભ આપે. ભાજપ સરકારનું આ મતોનુ રાજકારણ છે.

પાસના નેતાઓ હાર્દિક પટેલનું માર્ગદર્શન મેળવશે
મહેસાણા જેલભરો આંદોલનમાં હત્યાનો પ્રયાસ જેવી ભારે ભરખમ કલમો લગાવી પોલીસ ફરિયાદ નોંધાતા પાસના નેતાઓ હાલમાં ભૂગર્ભમાં છે. સૂત્રોના મતે, આર્થિક અનામત જાહેર થતાં પાસના આંદોલનકારીઓએ શુ રણનિતી ઘડવી તે અંગે સુરત લાજપોર જેલમાં હાર્દિક પટેલને મળશે. આર્થિક અનામત બાદ હાર્દિક પટેલનો અભિપ્રાય જાણીને પાટીદારો આંદોલનને વેગ આપવો કે સમેટી લેવુ, આર્થિક અનામતનો અભ્યાસ કરવો તે અંગે નિર્ણય લેશે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-financial-reserves-as-the-party-lollipop

કમ્પ્યુટરો મોનિટરમુક્ત બનશે, ડિવાઈસનો કન્સેપ્ટ નહીં રહે : પિચાઇ

- ગૂગલના સીઈઓએ શેરહોલ્ડરોને લખેલા પત્રમાં કમ્પ્યુટીકરણનું ભાવિ ભાખ્યું

- સુંદર પિચાઈના મતે આર્ટિશિયલ ઈન્ટેલિજન્સનો યુગ આવી પહોંચ્યો છે

ચશ્માં-ઘડિયાળ જેવા સાધનો જ કમ્પ્યુટર
સાન ફ્રાન્સિસકો, તા.૨૯
કમ્પ્યુટર એટલે શું? સામે રહેલી એક સ્ક્રીન, સીપીયુ, કી-બોર્ડ, માઉસ વગેરેનો સમુહ જ ને! જોકે એ વ્યાખ્યા આગામી દિવસોમાં બદલાઈ શકે છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આજે કમ્પ્યુટરોનું ભાવિ રજૂ કર્યુ હતું. ગૂગલ જેની માલિકીનું છે એ આલ્ફાબેટ ઈન્કોર્પોરેશનના શેર હોલ્ડરોને લખેલા એક પત્રમાં સુંદરે આ સ્પષ્ટતા કરી હતી. તેના મતે હવે ઈન્ફર્મેશન ટેકનોલોજી અને કમ્પ્યુટર ટેકનોલોજીમાં આવી રહેલું મોટું પરિવર્તન ડિવાઈસ-ઉપકરણો-મોનિટર મુક્તિનું હશે.
સુંદર પિચાઈની વાત પહેલી નજરે અઘરી લાગી શકે પણ એ વાસ્તવિકતાથી દૂર નથી. હવે કમ્યુટર એટલે માત્ર મોનિટર કે લેપટોપ એવી વ્યાખ્યા નથી રહી. ઘડિયાળ, બોલપેન, ચશ્માં સહિના સાધનો હવે કમ્પ્યુટર જેવું જ કામ આપતા થઈ ગયા છે. એ સંજોગોમાં દર વખતે સામે રહેલું મોનિટર જ કમ્પ્યુટર ગણાય એવા દિવસો રહ્યા નથી. સુંદરે કહ્યુ હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો યુગ આવી પહોંચ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિમતા એટલે કે વિચારી શકે એવા કમ્પ્યુટરો-સાધનો-ઉપકરણો.
ગૂગલ સર્ચ કરનારા સૌ કોઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના પ્રભાવથી વાકેફ હશે. ગૂગલમાં અડધો શબ્દ લખાયો હોય ત્યાં ગૂગલ તેની મેળે આખો શબ્દ સજેસ્ટ કરે છે. એટલે કે ગૂગલે કૃત્રિમઅક્કલ વાપરીને નક્કી કરી લીધું હોય છે કે સર્ચ કરનાર શું શોધી રહ્યા છે. ગૂગલ પણ હવે એઆઈ પર મોટે પાયે કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા જ ગૂગલના કમ્પ્યુટરે એઆઈનો પરિચય આપીને ગો નામની ચાઈનિઝ બોર્ડગેમની એક સ્પર્ધામાં વિશ્વ ચેમ્પિયન ખેલાડીને હરાવી બતાવ્યો હતો.
હાથમાં રહેલો મોબાઈલ હોય તો જ ફોન ઉપાડી શકાય, કમ્પ્યુટર પાસે હોય તો જ કામ કરી શકાય એ યુગ પુરો થવામાં છે એમ સુંદર કહેવા માગે છે. તેના કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ છે જ. જેમ કે અમુક ટેકનોલોજી દ્વારા ગમે ત્યાં સ્ક્રીન ઉભી કરી શકાય છે. સિક્સ્થ સેન્સ નામની એ ટેકનોલોજી પર હાલ ગુજરાતી સંશોધક પ્રણવ મિસ્ત્રી કામ કરી રહ્યા છે. તો વળી બ્લુટુથને કારણે દર વખતે મોબાઈલ હાથમાં લેવાની જરૃર નથી પડતી.
સુંદરે ઉદાહરણ આપતા કહ્યુ હતું કે એક દાયકા પહેલા તો હજુ ઓફિસોમાં મોટા મોટા કમ્પ્યુટરો ફીટ કરવાનો ક્રેઝ હતો. હવે સ્થિતિ બદલાઈ છે. એ રીતે લોકો પર્સનલ કમ્પ્યુટર પણ ખરીદતા બંધ થઈ ગયા છે. કેમ કે મોબાઈલ જ હવે કમ્પ્યુટર જેવું કામ આપી રહ્યા છે.

ડિવાઈસ ક્યાં સુધી ખરીદ્યા કરવા?
નિષ્ણાતોના મતે હવે ડિવાઈસિ એટલે કે વિવિધ ઉપકરણો (મોબાઈલ-લેપટોપ-ટેબલેટ-કમ્પ્યુટર) ખરીદવાની લોકોની શક્તિ પુરી થઈ ગઈ છે. એ માટે કમ્પ્યુટર વિજ્ઞાાનીઓ પીક ડિવાઈસ શબ્દ વાપરે છે. પીક એટલે ટોચ. ટુંકમાં ડિવાઈસ ખરીદવાની મર્યાદા ટોચે પહોંચી ગઈ છે. તેના સમર્થનમાં નિષ્ણાતો એપલના વેચાણમાં નોંધાયેલો ઘટાડો રજૂ કરે છે. એપલનું વેચાણ ૧૩ વર્ષમાં પહેલી વખત ઘટયું છે. પીસીનું વેચાણ સતત ઘટી રહ્યું છે. સ્માર્ટફોનનું વેચાણ પણ ઘટી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે લોકોએ ખરીદી કરવાની હતી એટલી કરી લીધી છે. હવે ખરીદીમાં વધારો થાય તો પણ એ નહિંવત્ હશે, તેજી કહી શકાય એવી સ્થિતિ નહીં આવે.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/international-monitor-computers-will-be-free

 

ઉત્તરાખંડના વન્યવિસ્તારમાં ભીષણ દાવાનળ : પાંચનાં મોત

- આગ બુઝાવવા છ હજાર ફાયર ફાઇટર કામે લગાડાયા

- NDRFની ટીમ પણ તૈનાત

દહેરાદુન, તા. ૨૯
ઉત્તરાખંડના વન્ય વિસ્તારોમાં અવાર નવાર લાગતી આગ અંગે ગંભીર નોંધ લેતા રાજ્યના ગવર્નર કે.કે. પોલે રાજ્યના અગ્નિ શમન દળમાં ફરજ બજાવતા કર્મચારીઓની સંખ્યા બમણી કરવા ઉપરાંત ૫૦૦ ફાયરમેનને જરૃર પડયે દાવાનળ બુઝાવવાની કાર્યવાહીમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. કર્મચારીઓની સંખ્યા ૩૦૦૦થી વધારીને ૬૦૦૦ કરી દેવાઇ છે. અગ્નિ શમનના સાધનો ખરીદવા પાંચ કરોડ રૃ. મંજૂર કરાયા છે. હાલ ઉત્તરાખંડમાં દુષ્કાળને કારણે અવાર નવાર દાવાનળની ઘટના બનતી રહે છે.
રાજ્યપાલની સલાહકાર સમિતિની બેઠક ગુરૃવારે સાંજે મળી હતી. જેમાં આ નિર્ણયોને બહાલી અપાઇ હતી. દરેક જિલ્લામાં આગ સામે સુરક્ષા માટે અગ્નિશામક દળના ૧૦૦ જેટલા કર્મચારીઓને મુકવામાં આવશે. જે સંખ્યા પછીથી વધારાશે. આ અંગે પાંચ કરોડ રૃ. મંજૂર કરવામાં આવ્યા છે. જે અગ્નિ શમનના ઉપકરણો ખરીદવામાં વપરાશે. વર્તમાન દાવાનળમાં કુમાઉ અને ગઢવાલના જંગલો ભોગ બન્યા છે.તે ઉપરાંત વન્ય જીવોના સંરક્ષણ માટે વોટર ટેંકરોની સંખ્યા વધારાઇ છે અને જંગલ વિસ્તારના તેમના પાણી પીવાના સ્થળોએ પણ પાણી પહોંચાડાશે. જેમાં હાલના તબક્કે ટેંકરની સંખ્યા વધારાશે. જયારે લાંબા ગાળાના પગલામાં કુદરતી જળ સ્ત્રોતોમાં પાણીનો બચાવ કરાશે.
વર્તમાન વર્ષમાં ફેબુ્રઆરીથી અત્યાર પર્યન્ત દવ લાગવાના ૯૨૨ કેસ નોંધાયા છે. અને ત્રણ મહિલા એક બાળક સહિત પાંચ વ્યકિતના મૃત્યુ નિપજયા છે. ઉત્તરાખંડના પૌરી, તેહરી અને નૈનિતાલના વન આગ માટે વધુ કુખ્યાત છે. કેમકે ત્યાં ચીલ અને સાલના વૃક્ષોનું પ્રમાણ વધારે છે. જે જલ્દી આગ પકડે છે. આ દાવાનળને સત્વરે બુઝાવવા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટૂકડીઓ પણ ગોઠવીદેવાઈ છે.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-uttarakhand-forest-area-of-fierce-wildfires



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 26 April 2016

LIVE ગાંધીનગર ચૂંટણી: કોંગ્રેસે 9 - ભાજપે 7 બેઠકો - કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ૨૦૧૭ સુધીમાં ૨ લાખ નોકરીઓ સર્જાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

LIVE ગાંધીનગર મનપા ચૂંટણી: વોર્ડ નંબર 6માં BJPની પેનલ તૂટી, કોંગ્રેસે 9 - ભાજપે 7 બેઠકો મેળવી


ગાંધીનગર મહાનગરપાલિકાની  હાલમાં જ યોજાઈ ગયેલી ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. કોર્પોરેશનની આઠ વોર્ડની 32 બેઠક માટેની ચુંટણીમાં 108 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ જવા પામ્યા છે અને હવે આજે તેનું પરિણામ જાહેર થનાર છે કોર્પોરેનની ચૂંટણીમાં 1,50,610 મતદારોમાંથી માત્ર 78,247 મતદારોએ જ મતદાન કર્યું છે. જ્યારે 72 હજારથી પણ વધુ મતદારો મતદાન કરવાથી અળગા રહ્યા છે. જે મતદાન થયું છે તેમાં 48.88 ટકા સ્ત્રી અને 54.82 ટકા પુરુષ મતદારોએ મતદાન પ્રક્રિામાં ભાગ લીધો છે.  કોર્પોરેશનની આ બીજી જ ચુંટણી યોજાઈ છે પણ ક્યાંક ક્યાંક મતદારોમાં નિરૂત્સાહ જોવા મળ્યો હતો.

પરિણામો પર એક નજર
  • વોર્ડ નંબર 3 ની મતગણતરી શરૂ
  • વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલની જીત
  • વોર્ડ નંબર 6માં પહેલા રાઉન્ડમાં  કોંગ્રેસની પેનલ આગળ
  • વોર્ડ નંબર 6માં છેલ્લી માહિતી મુજબ ભાજપની પેનલ તૂટી
  • વોર્ડ નંબર 6માં 3 બેઠકો પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસની જીત
  • વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલની જીત
  • વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલ આગળ
  • વોર્ડ નંબર 2માં કોંગ્રેસની જીત
  • ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે થઈ રહી છે મતગણતરી
  • ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર

ગાંધીનગર મહાનગરપાલિકાના આઠ વોર્ડની 32 બેઠકોની મતગણતરીનું પરિણામ
       
વોર્ડ ભાજપ (બેઠકો પર જીત)
કોંગ્રેસ(બેઠકો પર જીત)
અન્ય  (બેઠકો પર જીત)
1 4    
2   4
 
3      
4      
5   4
 
6 3
1
 
7      
8      
       
 કુલ બેઠકો

Source :-http://sandesh.com/article.aspx?newsid=3253815

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ૨૦૧૭ સુધીમાં ૨ લાખ નોકરીઓ સર્જાશે

- દેશભરની યુનિવર્સિટીઓમાં ૫૯૦૦ પ્રોફેસરોની ખાલી જગ્યા ભરાશે

- ગૃહમંત્રાલયમાં ૫,૬૩૫ નવી નોકરી ઊભી થશે

પોલીસ વિભાગમાં ૪૭ હજાર, સંરક્ષણ વિભાગમાં ૧૦ હજાર નોકરીઓની તક
(પીટીઆઈ)     નવી દિલ્હી, તા. ૨૫
સરકારી નોકરીઓ માટે પ્રયાસ કરતા દેશના લાખો યુવાનોને આવતા વર્ષે સરકારી નોકરીની વિપુલ તક સર્જાશે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ૨૦૧૭માં ૨ લાખ નોકરીઓ સર્જાશે. વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને સાથે સાથે સરકારના વિવિધ વિભાગોની ક્ષમતા વધારવા માટે નવી નોકરીઓનું પણ સર્જન થશે.
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ૨.૧૮ લાખ નોકરીઓ સર્જાશે એવી માહિતી સંસદના વર્તમાન સત્રમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી હતી. તેમણે કહ્યું હતું એ પ્રમાણે ૨૦૧૭ના અંત સુધીમાં પોલીસ વિભાગમાં ૪૭,૨૬૪ જગ્યા ભરાશે. ગૃહ મંત્રાલયની ક્ષમતા વધારવા માટે ૫,૬૩૫ નવી નોકરીઓ ઊભી કરવામાં આવી રહી છે. સંરક્ષણ વિભાગને પણ ૧૦ હજારના નવા સ્ટાફની જરૃર છે.
પરમાણુ અને એનર્જી વિભાગમાં ૬,૩૫૩ નવી નોકરીઓ સર્જાશે, પરિવહન અને ઉડ્ડયન વિભાગને પણ બે હજાર નવા સ્ટાફની જરૃર છે અને એ ટૂંક સમયમાં ભરાશે. ગૃહ મંત્રાલયની જેમ વિદેશ મંત્રાલયે પણ ૨ હજારનો નવો સ્ટાફ માંગ્યો છે અને એ અંગે પણ તુરંત કાર્યવાહી થશે. ખાણ અને ખનિજ ડિપાર્ટમેન્ટમાં સાડા ચાર હજાર નોકરીઓ ઉભી થશે.
તેમણે કહ્યું હતું કે આ તમામ નોકરીઓના બજેટની જોગવાઈ નાણામંત્રી અરૃણ જેટલીએ ગત બજેટમાં કરી છે અને જરૃર પડયે આગામી બજેટમાં પણ મોટી રકમ ફાળવવામાં આવશે.
દેશભરની યુનિવર્સિટીઓમાં ૫૯૦૦ પ્રોફેસરોની જગ્યા ખાલી પડી છે અને ૨૦૧૭ સુધીમાં એ તમામ જગ્યા ભરાશે એવું માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદસત્રમાં કહ્યું હતું. કેન્દ્ર સરકાર સંચાલિત યુનિવર્સિટીઓમાં ૧૬,૬૦૦ શૈક્ષણિક પોસ્ટનો અવકાશ છે અને તેની સામે અત્યારે ૧૧ હજાર જેટલી પોસ્ટ ભરાયેલી છે. એ સિવાયની નવી જગ્યાઓ સર્જાઈ છે એ તમામ મળીને ૫૯૨૮ જગ્યાઓ ૨૦૧૭ના અંત સુધીમાં ભરી દેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે અહેવાલમાં જણાવ્યુ હતું. યુજીસી અનુસાર ૩૯ યુનિવર્સિટીઓમાં ૧૦ હજારના બિનશૈક્ષણિક સ્ટાફની પણ જરૃરિયાત વર્તાઈ રહી છે અને એ બધી જ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-create-2-million-jobs-by-2017



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 25 April 2016

વધુ વરસાદી પાણી બચાવવા મોદીની દેશવાસીઓને અપીલ - આસામમાં પૂરના પાણી ફરી વળ્યા : ૪૫૦૦૦ લોકોને અસર

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આ વર્ષે વધુને વધુ વરસાદી પાણી બચાવવા મોદીની દેશવાસીઓને અપીલ

- 'મન કી બાત'માં વડાપ્રધાને દુષ્કાળ મુદ્દે ચિંતા વ્યક્ત કરી

- ગંગા સ્વચ્છ કરવા સરકાર ગંભીર હોવાની મોદીએ ખાતરી આપી

નાના તળાવો બનાવીને પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ મધ્યપ્રદેશના ખેડૂતોની પદ્ધતિ આવકારી : ગેસ સબસિડી સ્વેચ્છાએ છોડનારાની વડાપ્રધાને સરાહના કરી
(પીટીઆઈ)            નવી દિલ્હી, તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ની ૧૯મી આવૃત્તિમાં દુષ્કાળ, વરસાદ, પાણીની તંગી, સ્વચ્છ ગંગા, ગેસની સબસિડી અને શિક્ષણ જેવા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ વર્ષે ૧૧૦ ટકા વરસાદ થવાનો છે એવી વિજ્ઞાાનીઓની આગાહીને યાદ કરાવતા વડાપ્રધાને લોકોને જળસંગ્રહ પર ભાર મૂકવાની પણ અપીલ કરી હતી.
મોદીએ લાતુરમાં પાણી પહોંચાડવાના અભિયાનના વખાણ કરતા કહ્યું હતું કે, હું દેશવાસીઓને એક એક ટીપું બચાવવાની અપીલ કરું છું. દેશના અનેક ખેડૂતોએ પાણી બચાવીને સારો પાક લીધો છે. મધ્યપ્રદેશના દેવાસ ગામમાં નાના લોકો નાના નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. આપણે ગામે ગામ પાણી બચાવવા આવા અભિયાનો કરી શકીએ છીએ.
મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે ૧૧૦ ટકા વરસાદ થવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. જો આપણે આ પાણી વધુને વધુ બચાવવાનો આગ્રહ રાખીશું તો જળસંકટથી બચી જઈશું. મહારાષ્ટ્રમાં પાણીની તંગી છે તો ત્યાંના અહેમદનગર જિલ્લાના ખેડૂતોએ પાક લેવાની પદ્ધતિ બદલી નાંખી છે. અહીં શેરડીના પાકને વધારે પાણી જોઈતું હતું એટલે ખેડૂતો બીજા ફળોની ખેતી કરવા લાગ્યા.  
આ દરમિયાન મોદીએ ગંગા સફાઈની વાત કરતા કહ્યું હતું કે, ગંગા નદીને સ્વચ્છ કરવા સરકાર ખૂબ જ ગંભીર છે. ગંગા જીવનદાયિની છે અને લાખો લોકોને રોજી આપે છે. એ માટે પણ આપણે ગંગાને શુદ્ધ કરવા જાગૃત થવાની જરૃર છે.
ગેસ સબસિડી મુદ્દે મોદીએ કહ્યું હતું કે, મને ગર્વ છે કે દેશના એક કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી દીધી છે, જેમાંથી ૮૦ ટકા લોકોએ વિતરકોના ત્યાં કાગળ લખીને આ સબસિડી છોડી દીધી છે. દર વર્ષે રૃ. બે હજારનો ખર્ચ ઊઠાવી શકે એ લોકો તેઓ સબસિડી કેમ લે? આ કારણસર જ કરોડો ગરીબોને રાંધણગેસ મળી શક્યો છે. ગેસ સબસિડી માટે મેં પ્રજા પર ભરોસો મૂક્યો હતો. આ પહેલાં સિલિન્ડર કેટલા મળશે એ એક ચૂંટણી મુદ્દો હતો, હવે નથી.
આ દરમિયાન મોદીએ પ્રાથમિક શિક્ષણ પર ભાર મૂકવાની જરૃરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મોદીએ શિક્ષકોને અપીલ કરતા કહ્યું હતું કે, આપણે હવે સ્કૂલિંગ કરતા લર્નિંગ પર ભાર મૂકવો વધારે જરૃરી છે. બાળકો સાથે ખૂલીને વાતો કરો કારણ કે, શિક્ષણની સાથે કૌશલ્યો પણ જરૃરી છે. 

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-modi-man-ki-baat2195

આસામમાં પૂરના પાણી ફરી વળ્યા : ૪૫૦૦૦ લોકોને અસર

- ૧ હજાર હેક્ટરથી વધુનો ઊભો પાક નાશ પામ્યો

રાજ્ય, કેન્દ્રના આપત્તિ નિવારણ વિભાગો ઉપરાંત સેનાની પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
(પી.ટી.આઈ.)    ગુવાહાટી, તા. ૨૪
પૂર્વ ભારતના આસામમાં નદીઓના પૂરના કારણે ચાર જિલ્લામાં ૪૫૦૦૦ લોકોને અસર થઈ છે. તેમ રાજ્યના 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ' વિભાગે માહિતી આપી હતી. આસામમાં પૂરની આ પ્રથમ ઘટના ચાલુ વર્ષે બની છે.
રાજ્યમાં ૧૦૧૮ હેક્ટર જેટલા કૃષિ વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. જ્યારે બૃહદહિંગ, દેસાંગ અને નાગલામુરાંગા નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. શિવસાગર ખાતે નદીઓનું જળસ્તર ભયજનક હદે વધ્યું છે.
જ્યારે લખિમપૂર, જોર્હટ શિવસાગર અને ચારાઈદુ જિલ્લામાં આશરે ૪૫૦૦૦ લોકો પૂરનો ભોગ બન્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, સેના અને રાજ્ય ડિઝાસ્ટર રિલીફ ફોર્સને ચારાઈડેકો ખાતે સર્ચ અને રાહત ઓપરેશનમાં મૂકી દેવાયા છે. મુખ્ય સચિવ વી.કે. પિપરસેનિયાએ પૂરની સ્થિતિ અંગે તાકિદની બેઠક યોજીને તેમાં ભોગ બનનારા જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોને પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા તત્કાલ લોકો માટે રાહત-બચાવકાર્ય હાથ ધરવા તાકીદ કરી હતી. 

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-storm-surge-flooding-in-assam



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 20 April 2016

સૌરાષ્ટ્રને સાડાચાર મહિના ચાલે તેટલું નવું પાણી નર્મદામાં આવ્યું - નવો ‘હાર્દિક’ પત્ર: ગુર્જર અને જાટ આંદોલનની હિંસાના આંકડા સરખાવ્યા - 14 રાજ્યમાં પારો 40 ડીગ્રીને પાર; લાતુરમાં વધુ એક ટ્રેન પાણી લઈને પહોંચી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સૌરાષ્ટ્રને સાડાચાર મહિના ચાલે તેટલું નવું પાણી નર્મદામાં આવ્યું 

ભરૂચ: દેશભરમાં એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દુષ્કળના ડાકલાં વાગી રહ્યાં છે. નદી-નાળા કોતરો સુકાભઠ્ઠ બની રહ્યા છે. તો સાથે સાથે ડેમના જળસ્તરોમાં પણ ઘટાડો થઇ રહયો છે. ત્યારે બીજી બાજુ કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ભર ઉનાળે એક મહિનામાંજ 1.54 મીટર સપાટીમાં વધારો થયો છે. 
 
- નર્મદા ડેમની જળ સપાટીમાં 1.5 મીટરનો વધારો, MPનાં ડેમમાં વીજ ઉત્પાદન શરૂ
- એક બાજુ દેશ ભરમાં દુકાળના ડાકલાં વાગી રહ્યાં છે ત્યારે બીજી બાજુ નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી  બની
 
ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકને પગલે નર્મદાડેમની સપાટીમાં વધારો થતાં આ જથ્થો સમગ્ર રાજકોટની પ્રજાને અઢી વર્ષ પાણી પહોંચાડી શકે છે . એટલું જ નહીં જો સમગ્ર સૌરાષ્ટ્રને પાણી આપવામાં આવે તો સાડાચાર મહિના પાણી પહોંચાડી શકે તેમ છે.
નર્મદા ડેમમાં પાણીની આવક, જળસ્તર અને પાણીનો જથ્થો ઘટવાને બદલે વધવા પાછળ ઉપરવાસમાં આવેલા ઇન્દીરાસાગર અને બર્ગી ડેમ ઉદ્દીપકની ભૂમિકા ભજવી રહ્યાં છે. ઇન્દિરાસાગર અને બર્ગી ડેમનાં જળવિદ્યુત મથકોમાં થઇ રહેલા વીજ ઉત્પાદનનાં કારણે ડિસ્સાર્જ થઇ પાણીનો જથ્થો સરદાર સરોવરમાં આવતા 1 મહિનામાં નર્મદા ડેમની સપાટીમાં 1.54 મીટરનો વધારો થયો છે.
 
દોઢ મીટર નર્મદા ડેમની સપાટી વધતા સરદાર સરોવરમાં પાણીનો 209.66 મિલિયન કયુબિક મીટર એટલે કે 2,09,660 એમએલડી નવો પાણીનો જથ્થો ઠલવાયો છે.  સામાન્ય રીતે જોવા જઇએ તો રાજકોટની રોજિંદી પાણીની જરૂરિયાત 220 એમએલડી છે. અને તે જોતા આ પાણીનો જથ્થો રાજકોટને અઢી વર્ષ સુધી પાણીની  જરૂરિયાત પુરી પાડી  શકે છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેની જરૂરિયાત 1500 એમએલડીની છે તે જોતાં સમગ્ર સૌરાષ્ટ્રને સાડાચાર મહિના સુધી પાણી પુરી પાડી શકે તેમ છે.

18 માર્ચ અને 18 એપ્રિલની નર્મદા ડેમની સ્થિતિ

ડેમ 18 માર્ચ 18 એપ્રીલ
સપાટી 113.83 115.37 (મીટરમાં)
પાણીનો જથ્થો 342 551 (મિલિયન કયુબિક મીટર)
જીવંત ક્ષમતા 24 ટકા 29 ટકા
 
ન્યુમેરિક

- 15793 કયુસેક ઉપરવાસમાંથી પાણીની આવક
- 3121 કયુસેક કેનાલમાં છોડાતુ પાણી
- 640 કયુસેક ગોડબોલે ગેટમાંથી નદીમાં ઠલવાતો પાણીનો જથ્થો
- 470 કયુસેક પાણી બાષ્પીભવનમાં ઉડી જાય છે
- 4231 કયુસેક કુલ જાવક
- 11562 કયુસેક ડેમમાં થઇ રહેલો જળસંગ્રહ
  (ડેમની સપાટી મીટરમા, જીવંત જથ્થો અને ઘટાડો મિલિયન કયુબિક મીટરમાં)

 નોલેજ પ્લસ

- જળાશયોમાં પાણીનાં જથ્થાને મિલિયન કયુબિક મીટર (એમ.સી.એમ.)માં મપાઇ છે
- શહેરોમાં અપાતા પાણીનાં જથ્થાને મિલિયન લીટર પર ડે (એમ.એલ.ડી.)માં ગણતરી થાય છે
- 1 એમ.એલ.ડી. (10 લાખ લીટર) એટલે 1000 કયુબિક મીટર
- ડેમમાં 1 મહિનામાં 209.66 મિલિયન કયુબિક મીટર પાણીનો વધારો થયો
- એટલે કે 209600 એમ.એલ.ડી. પાણી થયું
- રોજકોટની દૈનિક જરૂરીયાત 220 એમ.એલ.ડી. છે
- જે જોતા 953 દિવસ આટલુ પાણી પુરુ પાડી શકાય
 
મ.પ્ર.ની વીજળી જરૂરિયાતથી ગુજરાતને લાભ

નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ગુજરાત અને રાજસ્થાનને અાપવાનો પાણીનો જથ્થો નિયત કરેલો છે. ગુજરાત અને રાજસ્થાનનાં પાણીની જરૂરીયાતને ધ્યાને લઇ એન.સી.એ. એ લીધેલા નિર્ણયથી બન્ને રાજયોનાં ભાગનું પાણી આપવાનું નક્કી કરાતા બર્ગી અને ઇન્દીરાસાગરનાં જળવિદ્યુત મથકો શરૂ કરતા તે થકી ડિસ્ચાર્જ થઇ હાલ નર્મદા ડેમમાં પાણી આવી રહ્યું છે. તેમ ડેમ સત્તાધિશોએ જણાવ્યું હતું.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-BHA-OMC-narmada-dam-water-level-rise-of-1-5303855-PHO.html

નવો ‘હાર્દિક’ પત્ર: ગુર્જર અને જાટ આંદોલનની હિંસાના આંકડા સરખાવ્યા 

સુરતઃ લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા વધુ એક પત્ર મીડિયાને સંબોધીને લખવામાં આવ્યો હતો. પત્ર તેના કાકાના છોકરા રવિ પટેલને આપવામાં આવ્યો હતો. પત્રમાં હાર્દિકે રાજસ્થાનના ગુર્જર આંદોલન અને હરિયાણાના જાટ આંદોલનમાં થયેલી હિંસાના આંકડા હાર્દિકે દર્શાવ્યા હતા અને તેની સરખામણીમાં પાટીદાર અનામત આંદોલન સાથે કરી છે.
 
હાર્દિકે જણાવ્યું હતું કે, આ માહિતી તેણે હિંદી સમાચાર માધ્યમ અને મેગેઝીનમાંથી મેળવી છે

ગુર્જર અનામત આંદોલન

માગઃ અલગથી અનામત આપો
મર્યાદાઃ 8 વર્ષ
સરકારી મિલકતનું નુકસાનઃ 56 હજાર 748 કરોડ રૂપિયા
કુલ મૃત્યુઃ 76 -68 ગુર્જર 6 પોલીસ
ગુર્જર અને પોલીસ વચ્ચે 8 દિવસ ગોળીબાર
કુલ કેસઃ 17(3 પોલીસ હત્યાના 11 રાયોટીંગ અને તોડફોડના)

જાટ અનામત આંદોલન

માગઃ ઓબીસીમાં અનામત
આંદોલનની મર્યાદાઃ 1 મહિના 17 દિવસ
સરકારી મિલકતનું નુકસાનઃ 36000 કરોડ, આર્થિક તંત્રનું 11000 કરોડ
કુલ મૃત્યુઃ 22 જાટ, 16 બિનજાટ, 4 પોલીસ, મિલેટ્રી 1-1
કુલ કેસઃ 8(5 કેસ બિનજાટ મહિલા પર થયેલા બળતાકારના જાટનો કોઈ નેતા જેલમાં નથી)

પાટીદાર અનમાત આંદોલન

માગઃ પટેલ સમાજને ઓબીસીમાં સમાવવાની માગ
આંદોલનઃ છેલ્લાં 9 મહિનાથી ચાલી રહ્યું છે
સરકારી મિલકતને નુકસાનઃ 200 કરોડ
પોલીસે કરેલા પાટીદારોનું નુકસાનઃ 56 હજાર કરોડ
કુલ મૃત્યુઃ 13 ( 9 પાટીદાર યુવાનની પોલીસ દ્વારા હત્યા, 3ની આત્મહત્યા અને એક પોલીસ જવાનનું મોત)
કુલ કેસઃ 1607 (9 પર રાજદ્રોહના કેસ, 19 યુવાનો તડીપાર અને 4 પર હત્યાનો ગુનો)

ગુર્જર અને જાટ આંદોલનથી જે નુકસાન થયું તેના કરતાં ઓછું નુકસાન ગુજરાતમાં થયું

સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાએ આજે આ પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. પત્રમાં હાર્દિકે જણાવ્યું હતું કે, હું ફક્ત ગુજરાત રાજ્યના લોકોને જણાવવા માંગુ છું કે છેલ્લાં આઠ મહિનામાં ભારતમાં ગુર્જર અને જાટ આંદોલનો પણ અનામત માટે થયા છે. આંદોલનને કારણે જે નુકસાન થયું છે તેના કરતાં ઓછું નુકસાન ગુજરાતમાં થયું છે, તેમ છતાં પણ પાટીદાર અનામત આંદોલન એક માત્ર એવું છે, જેના નેતાને રાજદ્રોહના કેસમાં જેલમાં રાખવામાં આવ્યો છે.

પટેલ સમાજ ગરીબ અને નિર્દોષ હોવાથી સહન કરી રહ્યો છે
 
હાર્દિક પટેલ દ્વારા રાજ્યમાં અન્ય જગ્યાએ સરકાર ઉથલાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે અંગેના ઉદાહરણો ટાંકવામાં આવ્યા છે. રાજકીય નેતાઓને રાજદ્રોહમાં ફસાવવામાં નથી આવ્યા તે અંગેની પણ વિગત પત્રમાં જાહેર કરવામાં આવી છે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, ઘણાં ઉદાહરણો છે છતાં પણ પટેલ સમુદાય પર થયેલા અમાનવીય અત્યાચાર માનવ અધિકાર આયોગ બંધ આંખે નજારો જોઈ રહ્યો છે. પટેલ સમાજ ગરીબ અને નિર્દોષ હોવાથી સહન કરી રહ્યો છે. અને અન્યાય સામે લડી રહ્યાં છે. ન્યાય માટે અમે અવિરત લડતા રહીશું.

હાર્દિકે મીડિયાનો પત્રમાં કર્યો પહેલીવાર ઉલ્લેખ
 
આ સાથે હાર્દિકે મીડિયાનો પણ ઉલ્લેખ પહેલીવાર પત્રમાં કર્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે મીડિયાએ હંમેશા ગરીબ, બાળક અને મહિલાઓને ન્યાય મળે તે માટે કામ કર્યું છે. રાજ્યની મીડિયા દ્વારા પાટીદાર અનામત આંદોલનમાં યથા યોગ્ય અને સાચી વાત સમજીને સહયોગ આપવામાં આવ્યો છે. મીડિયાને વિનંતી કરી હતી કે આ અવાજને દેશભરમાં બુલંદ બનાવવામાં મદદ કરે. અમારી આ લડાઈ ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી, તથા કિશાનની આત્મહત્યા રોકવામાં મદદ કરશે. આ સાથે જ હાર્દિકે છેલ્લે એક કવિતા પણ પત્રમાં લખી હતી.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-SUR-c-99-806021-NOR.html


14 રાજ્યમાં પારો 40 ડીગ્રીને પાર; લાતુરમાં વધુ એક ટ્રેન પાણી લઈને પહોંચી


નવી દિલ્હી: દેશમાં ગરમી અને દુષ્કાળના કારણે સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. દેશમાં 33 કરોડ લોકો દુષ્કાળનો ભોગ બની રહ્યા છે. 14 રાજ્યોમાં ટેમ્પરેચર 40 ડિગ્રી કરતા વધારે છે. હૈદરાબાદ શહેરના ચાર રિઝર્વવોયર 30 વર્ષમાં પહેલી વાર સુકાઈ ગયા છે. તેના કારણે વોટર ઈમરજન્સી લાદવામાં આવી છે. જ્યારે મંગળવારે મહારાષ્ટ્રના બીડમાં એક 12 વર્ષની બાળકીનું ગરમીના કારણે મૃત્યુ થઈ ગયુ છે. માનવામાં આવે છે કે, 42 ડિગ્રી ટેમ્પરેચરમાં હેડપંપ ચલાવતી હતી. તે દરમિયાન જ તેને હાર્ટ એટેક આવી ગયો. તો બુધવારે સવારે 25 લાખ લિટર પાણી સાથે 50 વેગનની 'જલદૂત એક્સપ્રેસ' લાતુર પહોંચી હતી. જેને શહેરના મેયર શેખ અખ્તરે પુષ્પગુચ્છથી આવકારી હતી. આવતા અઠવાડિયે રેલવેપ્રધાન સુરેશ પ્રભુ લાતુર જશે. સમગ્ર દુનિયામાં બદલાયુ વાતાવરણ, ગરમીથી છે બધા પરેશાન....
 
- પૂર, વાવાઝોડુ, ખૂબ જ ઠંડી અને સખત ગરમીના કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. અમેરિકામાં ભારે વરસાદ, વાવાઝોડુ અને બરફ પડવાના કારણે લોકો પરેશાન છે.
- જ્યારે બ્રિટનમાં આ સિઝનમાં બરફ પડવાના કારણે સૌ પરેશાન છે. એશિયામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં વરસાદના કારણે આ મહિનામાં 150 લોકોના જીવ ગયા છે.
ભારતમાં દુષ્કાળના કારણે 33 કરોડ લોકો પરેશાન

- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, ભારતમાં દુષ્કાળના કારણે 10 રાજ્યોના 256 જિલ્લાઓમાં અંદાજે 33 કરોડ લોકો પરેશાન છે.
- માત્ર ઉત્તર ભારતમાં જ 10 કરોડ લોકો પરેશાન છે.
- દુષ્કાળગ્રસ્ત 10 રાજ્યોમાં આ સ્થિતિને સુદારવા માટે મનરેગા અંર્તગત રૂ. 38,500 કરોડમાંથી 19,555 રિલીઝ કરી દેવામાં આવ્યા છે. 
 
આ 14 રાજ્યોમાં ટેમ્પરેચર 40 ડિગ્રી કરતા પણ વધારે

- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પંજાબ, યુપી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ઘણાં વિસ્તારોમાં ટેમ્પરેચર 40 ડિગ્રી કરતા વધારે છે.
- હવામાન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે અલનીનો અને ગ્લોબલ વોર્મિંગને કારણ બતાવવામાં આવી રહ્યું છે. બે વર્ષથી ઓછા વરસાદના કારણે પણ ગરમી વધારે પડતી હોવાનું માનવામાં આવે છે.
- હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે એપ્રિલમાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી વધારે ગરમી છે. આગામી સમયમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા છે. વધતી ગરમીની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે.
માર્ચની ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ
- ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે. તેનો વધુ એક પુરાવો આ વર્ષે માર્ચ મહિનામાં મળ્યો છે.
- જાપાનના હવામાન વિભાગે આ વિશે તાજેતરમાં જ એક રિપોર્ટ રજૂ કર્યો છે.
- આ રિપોર્ટ પ્રમાણે માર્ચ- 2016માં છેલ્લા 100 વર્ષની સરખામણીએ એવરેજ તાપમાન 1.070 ડિગ્રી વધારે ગરમ રહ્યું છે.
 
શું છે ચેતાવણી?

- હવામાન વિશે રિસર્ચ કરનારનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે કડક નિયમ બનાવવામાં નહીં આવે તો સમગ્ર દૂનિયાને તેની બહુ ભારે કિંમત ચૂકવવી પડશે.
- 2016 સૌથી ગરમ વર્ષ રહ્યું છે. 1880માં શરૂ થયેલા રેકોર્ડ પ્રમાણે 2015માં એવરેજ તાપમાન 0.90 ડિગ્રી વધારે હતું.
 
લાતુરમાં વધુ એક ટ્રેન પહોંચી પાણી લઈને

કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ટ્રેન 25 લાખ લીટર પાણી લઈને લાતુર પહોંચી છે. આ ટ્રેનમાં 50 વેગન છે. પાણી લઈને પહોંચેલી આ ટ્રેનને જલદુત એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલાં પણ એક ટ્રેન 50 લાખ લીટર પાણી લઈને લાતુર પહોંચી હતી. 

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/NAT-weather-conditions-all-over-the-world-and-india-affected-from-drought-5304314-PHO.html

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

PFના નવા નિયમોનો વિરોધ - દુષ્કાળની માહિતી આપો : સુપ્રીમ - પાટીદાર ધારાસભ્ય મહેસાણામાં પોલીસ કાર્યવાહીથી નારાજ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

PFના નવા નિયમોનો વિરોધ થતાં અમલ ત્રણ માસ મોકુફ

- બેંગાલુરુમાં હિંસક તોફાનો ફાટી નીકળતાં તંગદિલી

૩૧મી જુલાઈ સુધી જૂના નિયમો પ્રમાણે હાઉસિંગ, સારવાર, લગ્ન અને બાળકોના શૈક્ષણિક ખર્ચ માટે પીએફ ઉપાડવું શક્ય
કાપડ ઉદ્યોગના કર્મચારીઆએ વાહનો સળગાવ્યા, હાઇવે ચક્કાજામ   ટોળાને વિખેરવા પોલીસનો લાઠીચાર્જ, ટિયરગેસના શેલ છોડયા

(પીટીઆઈ)               નવી દિલ્હી, તા.૧૯
કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ મુદ્દે લીધેલા નિર્ણયો માટે ફરી એકવાર પીછેહઠ કરવી પડી છે. મજૂર યુનિયનોના સખત વિરોધ પ્રદર્શનોને પગલે કેન્દ્ર સરકારે પહેલી મેથી લાગુ થનારા પીએફ ઉપાડને લગતા નવા નિયમો જુલાઈ મહિના સુધી સ્થગિત કરી દીધા છે. હવે પીએફ ધારકો બે મહિનાથી વધુ બેકાર રહેશે તો ૩૧મી જુલાઈ સુધી પીએફની પૂરેપૂરી રકમ ઉપાડી શકશે.
આજે પીએફના નવા નિયમોને લઇને બેંગલુરુમાં કાપડ ઉદ્યોગના કર્મચારીઓએ જોરદાર હિંસક વિરોધ પ્રદર્શનો કર્યા હતા. મજૂર યુનિયનના સભ્યોએ ઠેર ઠેર દેખાવો કર્યા હતા. આ દરમિયાન હિંસક બનેલા ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો તેમજ કેટલાક વાહનોને આગચંપી પણ કરી હતી. આ હિંસક દેખાવો વચ્ચે કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી દત્તાત્રેય બાંગારુએ જણાવ્યું હતું કે, પીએફ ઉપાડના નવા નિયમો અમલી કરવાનો નિર્ણય ૩૧મી જુલાઈ, ૨૦૧૬ સુધી મોકૂફ રખાયો છે. હવે કોઈ પણ પીએફ ધારક હાઉસિંગ, મેડિકલ સારવાર, લગ્ન અને બાળકોની શિક્ષણના ખર્ચ માટે પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકશે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા નિયમો પ્રમાણે, કોઈ પણ પીએફ ધારક અસામાન્ય સ્થિતિમાં જ પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકે. જોકે, અસામાન્ય સ્થિતિમાં સમાવાયેલા કારણોમાં સરકારે ૫૮ વર્ષ પૂરા થયા હોય, વિદેશ વસવાટ માટે જવાનું હોય, બે મહિનાથી વધુ બેકારી હોય તેમજ પરસ્પર સમજૂતીથી વહેલી નિવૃત્તિ લીધી હોય તો જ પીએફ ઉપાડી શકાય એવી સ્પષ્ટતા કરાઈ હતી. આ પ્રકારના આકરા નિયમોનો- ખાસ કરીને ૫૮ વર્ષ પૂરા થાય તો જ પીએફ ઉપાડી શકાય એ નિયમનો મજૂર યુનિયનોએ સખત વિરોધ કર્યો હતો.
છેલ્લાં ઘણાં સમયથી પીએફના નવા નિયમોને લઈને દેશભરના મજૂર યુનિયનો સખત વિરોધ કરી રહ્યા હતા. પીએફના નવા નિયમોની વિરુદ્ધમાં ઓનલાઈન અભિયાનો પણ ચલાવાયા હતા. આ પહેલાં પીએફના નવા નિયમો દસમી ફેબુ્રઆરીથી અમલી થવાના હતા પરંતુ સખત વિરોધના કારણે તેનો અમલ ૩૧મી જુલાઈ સુધી ટાળી દેવાયો હતો. જોકે, હવે એ નિર્ણય વધુ ત્રણ મહિના પાછો ઠેલાતા મજૂર યુનિયનો હાલ તૂરતા શાંત પડયા છે.
નોંધનીય છે કે, આ વર્ષના બજેટમાં કેન્દ્ર સરકારે પીએફની ૬૦ ટકા રકમ પર કર નાંખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે મુદ્દે દેશભરમાં વિરોધ પછી એ પ્રસ્તાવ પાછો ખેંચવો પડયો હતો.


પીએફના કયા નિયમોમાં ફેરફારની માગ કરાઈ છે?
કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત નવા નિયમો પ્રમાણે, પીએફ ધારકો મકાન ખરીદવા, ગંભીર બિમારી તેમજ બાળકોના શિક્ષણ માટે ચોક્કસ રકમ જ ઉપાડી શકશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે પણ ફક્ત ૫૦ ટકા રકમ જ ઉપાડી શકાશે. જોકે, મજૂર યુનિયનો અને કર્મચારી સંગઠનો પ્રસ્તાવિત નવા નિયમોનો જોરદાર વિરોધ કરીને કેટલીક મહત્ત્વની માગ કરી છે. આ પ્રસ્તાવ પ્રમાણે, પીએફ ધારકોએ બાળકોના લગ્ન પ્રસંગે, બાળકોના શૈક્ષણિક ખર્ચ માટે અને ઘરની ખરીદી કરવા પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકાય એવો નિયમ બનાવવાની માગ કરી છે. એવી જ રીતે, પીએફ ધારકોને ગંભીર બિમારીમાં સંપૂર્ણ રકમ ઉપાડવાની છૂટ હતી. જોકે, હવે ટીબી, કેન્સર, હૃદયના ઓપરેશન અને લકવા જેવી બિમારીમાં પણ સંપૂર્ણ રકમ ઉપાડી શકાય એવી માગ કરાઈ છે.

પીએફ મુદ્દે સરકારે બીજી વાર પીછેહટ કરવી પડી
આ વર્ષે નાણા મંત્રી અરુણ જેટલીએ બજેટમાં પ્રોવિડન્ટ ફંડની ૬૦ ટકા રકમ પર કરવેરો નાંખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ પ્રસ્તાવનો દેશભરના મજૂર યુનિયનો, કર્મચારી સંગઠનો, પગારદારો અને રાજકીય પક્ષોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. આ કારણસર એનડીએ સરકારે પીએફ પર કરવેરો લાદવાનો પ્રસ્તાવ પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી.  આ અંગે પ્રચંડ વિરોધ થતાં સરકારે કહ્યું હતું કે, પીએફની ૪૦ ટકા રકમ ઉપાડવી કરમુક્ત રહેશે પણ બાકીની ૬૦ ટકા રકમ પેન્શન યોજનામાં રોકવામાં આવશે તો જ કરમુક્ત રહેશે. એટલે કે, પેન્શન યોજનાને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો હતો. જોકે, પ્રચંડ વિરોધ પછી જેટલીએ કહ્યું હતું કે, કર્મચારીઓ પાસે પોતાની બચતનું રોકાણ કરવાના તમામ વિકલ્પ મોજુદ હોવા જોઈએ. સૈદ્ધાંતિક રીતે આ પ્રકારની સ્વતંત્રતા હોવી જોઈએ, પરંતુ સરકાર માટે કરવેરાને લઈને પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવા પણ જરૃરી હોવાથી એ નિર્ણય લેવાયો હતો.

તમે 'ગુજરાત' છો એટલે મનમાની ન કરો, દુષ્કાળની માહિતી આપો : સુપ્રીમ

- ગુજરાતના દુષ્કાળની માહિતી જ ન અપાતા સુપ્રીમનું આકરું વલણ

- સરકાર આ મામલાને હળવાશથી ન લે

કેમ ગુજરાતે હજુસુધી દુષ્કાળ અંગે પોતાનું સોગંદનામું રજૂ નથી કર્યું?
નવી દિલ્હી તા. ૧૯
દેશના ક્યા રાજ્યના કેટલા કોલો દુષ્કાળથી પ્રભાવિત છે તેની માહિતી મંગળવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી, સરકારે જણાવ્યું હતું કે ૧૦ રાજ્યોના ૨૫૬ જિલ્લાના આશરે ૩૩ કરોડ લોકો દુષ્કાળથી પ્રભાવિત છે. જોકે કેન્દ્રએ જે આંકડા સુપ્રીને આપ્યા તેમાં ગુજરાતનો સમાવેશ ન કરાતા સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે દુષ્કાળ પ્રભાવિત રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે તો પછી તેના આંકડા કેમ રજુ કરવામાં નથી આવ્યા? આ સવાલનો જવાબ કેન્દ્રએ આપતા એમ કહ્યું કે આ અંગેની જાણકારી બાદમાં કોર્ટને આપવામાં આવશે. દરેક પ્રકારના પગલા લેવાની ખાતરી આપનારી ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમા દુષ્કાળ અંગે સોગંદનામુ જ દાખલ ન કર્યું હોવાથી બાદમાં સુપ્રીમે ગુજરાત સરકારની પણ ઝાંટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તમે ગુજરાત છો એનો અર્થ એમ નહીં કેે ઇચ્છો એ પ્રમાણે મનમાની કરો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.બી. લોકુરની આગેવાનીમાં ગઠીત બેંચે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે તમે હજુસુધી દુષ્કાળ પ્રભાવિત માહિતી અંગે સોગંદનામુ કેમ દાખલ નથી કર્યું ? બધુ હળવાશથી ન લો, તમે ગુજરાત છો તેનો અર્થ એમ નથી કે મનમાની કરો અને પોતાની ઇચ્છા અનુસાર કરો. સુપ્રીમે બાદમા સરકારને વરસાદ અને દુષ્કાળના પુરા આંકડા રજુ કરવા અને જરૃરી ડોક્યુમેન્ટસ રજુ કરવા ૨૧મી એપ્રીલ સુધીનો સમય આપ્યો છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં એક એનજીઓ વતી જાણીતા વકીલ પ્રષાંત ભૂષણે અરજી દાખલ કરી જણાવ્યું હતું કે હાલ દેશના ૧૨ રાજ્યો દુષ્કાળથી પ્રભાવિત છે આવી સ્થિતિમાં કેન્દ્ર કે રાજ્ય સરકારો દ્વારા કોઇ રાહતકાર્ય હાથ ધરવામાં નથી આવ્યું કે ન તો કેન્દ્ર મનરેગા અંતર્ગત ફંડ આપી રહી છે. આ મામલે બાદમાં સુપ્રીમે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો હતો. હાલ આ મામલાની સુનાવણી ૨૧મી એપ્રીલે પણ ચાલશે.

વરસાદની આગાહી માટે નવી ટેક્નોલોજી અપનાવો : સુપ્રીમ
સુપ્રીમે કેન્દ્ર સરકારને કહ્યું કે દેશમાં વરસાદની સ્થિતિ જાણવા માટે જે જુની ટેક્નોલોજી વપરાય છે તેની જગ્યાએ આધુનિક ટેક્નોલોજી વાપરવામાં આવે, હાલ ભારત પાસે સેટેલાઇટ્સ છે, મિટેરોલોજીક વિભાગ છે જેનો ઉપયોગ કેન્દ્ર સરકાર કરે અને રાજ્ય સરકારોને સામે ચાલીને દુષ્કાળ અંગે માહિતી આપે.

દિલ્હીથી ફંડ મોકલો એનો અર્થ એ નથી કે રાજ્યોની સત્તા હાથમાં લો
દુષ્કાળ પ્રભાવિત રાજ્યોમાં મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારે ફંડ જારી ન કર્યું હોવાથી સુપ્રીમે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો હતો.
સરકારે કહ્યું છે કે હાલ મનરેગા અંતર્ગત ૩૮૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમાંથી ૧૯૫૫૫ કરોડ રૃપિયાનું ફંડ જે તે રાજ્યોમાં મોકલી દેવાયું છે. સુપ્રીમે કહ્યું હતું કે તમે રાજ્ય સરકારોને ફંડ મોકલો છો તેનો અર્થ એમ નથી કે તમે રાજ્યની સત્તા પોતાના હાથમાં લો. સુપ્રીમની બેંચે કહ્યું કે જો તમે લાભાર્થીઓને સીધા દિલ્હીથી ફંડ મોકલો તો તેનો અર્થ એમ બિલકુલ નથી કે તમે જે તે રાજ્યની સત્તા હાથમાં લઇ લો.

વધુ એક પાટીદાર ધારાસભ્ય મહેસાણામાં પોલીસ કાર્યવાહીથી નારાજ

- પાદરા ધારાસભ્ય દિનેશ પટેલ એ મુખ્યમંત્રીને સણસણતો પત્ર લખ્યો

-પત્રમાં આંદોલનમાં વહેલી તકે સમાધાન થાય તેવી અપીલ કરી

વડોદરા, તા. 19 એપ્રિલ 2016

પાટીદાર અનામત આંદોલનમાં એક પછી એક ભાજપના ધારાસભ્યો અને સાંસદો સમાધાનની પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ધારાસભ્ય એ આનંદીબેન પટેલને પત્ર લખી મહેસાણામા થાયેલી પોલીસ કાર્યવાહી નો વિરોધ કરી સરકારની પાટીદારો સામેની નીતિ અંગે રોષ પ્રગટ કર્યો હતો. જયારે હરિયાણા સરકારની રાહ પર ચાલી અને પાટીદારોને અનામત આપી દેવા માટે સરકાર ને રજૂઆત કરી હતી.

પહેલા હું સમાજનો છું, પછી નેતા : દિનેશ પટેલ(દિનુ મામા)

મહેસાણામાં પાટીદારો સામે કલમ 307 નો ઉપયોગ કરી પાટીદાર આગેવાનો ને જેલમાં ધકેલી દેવાની સરકારની નીતિનો ખુલ્લો વિરોધ કર્યો હતો. જેમાં હરિયાણા નો પણ ઉલ્લેખ કરી અનામત આપી દેવાની માંગણી કરી હતી. જયારે પાટીદાર તરીકે પહેલા હું સમાજ માટે ઉભો રહીશ તેમ કહી અને સરકાર ને ગર્ભિત ચીમકી પણ આપી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનમાં વડોદરા જિલ્લાના પટેલ ધારાસભ્યોમાં કોઈ એ પણ સમાજ ને ટેકો જાહેર કર્યો ન હતો. પણ હવે મહેસાણા ની ઘટના બાદ ભાજપ ના પાટીદાર ધારાસભ્યોમાં સરકર સામે રોષ વધી રહ્યો છે. જેમાં પાદરા ધારાસભ્ય દિનેશભાઇ પટેલ એ સણસણતો પત્ર લખી સરકારની ચિંતા વધારી છે . જો વડોદરા જિલ્લામાં ધારાસભ્યનું સમર્થન મળે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ પૂર જોશથી  શક્રિય થઇ જશે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની અનેક વિધાનસભા બેઠક ખુબ ઊંચી સરસાઈ થી ભાજપ એ જીતી હતી જયારે અહીં પાટીદાર એફેક્ટના કારણે જિલ્લા પંચાયત પણ કૉંગ્રેસ ના હવાલે થઇ જવા પામી છે. જો હવે પાટીદાર ધારાસભ્યો બળવો કરે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં ભાજપને મોટું નુકશાન સહન કરવું પડે તેમ છે.
દરા જિલ્લામાં ભાજપને મોટું નુકશાન સહન કરવું પડે તેમ છે.




























Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/one-more-patidaar-mla-upset-for-mehsana-police-action



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/