સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 12 April 2016

પાટીદારો-સરકાર વચ્ચે જલ્દીથી સમાધાન થાય તેવું દેખાતું નથી - મહિલાને ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતી ખૂંખાર સિંહણ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારો-સરકાર વચ્ચે જલ્દીથી સમાધાન થાય તેવું દેખાતું નથી

- હાર્દિક પટેલને છોડવાની કોઈ વાત નથી

- મંત્રીઓની કમિટીએ CMને રૃબરૃ મળી તમામ મુદ્દાની ચર્ચા કરી : હવે પછી PASના કાર્યકરો સાથે પણ વાટાઘાટો

અમદાવાદ, સોમવાર
પાટીદારો સાથે સમાધાન માટે રચાયેલી પાંચ મંત્રીઓની કમિટીએ સોમવારે સાંજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળીને હાર્દિક પટેલ તથા લાલજી પટેલે જે માગણીઓ કરી છે તેનાં મુદ્દાઓની લાંબી ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ એવું નક્કી થયું છે કે નજીકના દિવસોમાં પાટીદાર આંદોલન સમિતિનાં સભ્યો સહિતનાં આંદોલન કરનારા યુવાનો તેમજ અન્ય પાટીદાર આગેવાનો સામે સમાધાનની ફોર્મ્યુલા ઘડવા માટેની વાટાઘાટો કરાશ. આમ છતાં પાટીદારો અને સરકાર વચ્ચે બહુ જલ્દીથી સમાધાન થઇ શકે એવી શકયતાઓ બહુ ઓછી છે.

સમિતિનાં અધ્યક્ષ અને સિનિયર મંત્રી નિતિન પટેલે આ અંગે જણાવ્યું કે, હાર્દિક અને લાલજીની જે કોઈ માગણીઓ છે તે અંગે અમે મુખ્યમંત્રી સાથે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી છે. જેમાં અનામત સિવાયનાં અનેક મુદ્દાઓ છે. CM દ્વારા તેનો અભ્યાસ કરાયા બાદ અમે સમાજનાં અગ્રણીઓને બોલાવી સરકારનો અભિપ્રાય જણાવીશું. તેઓ હાર્દિક પટેલ કે પાસનાં અગ્રણીઓને સરકારનો મત કહેશે.
હાર્દિક-લાલજીની માગણીઓ પૈકીમાંથી કાયદાની મર્યાદામાં રહીને કેટલી માગણી શક્ય છે તે વિચારીશું.

પાટીદાર અગ્રણીઓ દ્વારા સરકારનો અભિપ્રાય અપાઇ ગયા બાદ મંત્રી મંડળની કમિટી, પાટીદાર આગેવાનોની કમિટી અને આંદોલન કરનારા યુવાનો સાથે મીટીંગ થશે. આમ અત્યારે સુમેળભર્યું વાતાવરણ હોઈ, સરકારે લાલજી પટેલને તેનાં ૧૭મીથી જેલ ભરો આંદોલન કાર્યક્રમને મોકૂફ રાખવાની અપીલ કરી છે.

દરમિયાનમાં સૂત્રો જણાવે છે કે સમાધાન માટે પાટીદારોને એક તો હાર્દિકનો જેલમાંથી છૂટકારો અને બીજુ અનામત જોઈએ છે. પરંતુ હાર્દિક ઉપર રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયેલો છે. તેથી તેને જેલમાંથી બહાર કાઢવાની કે છોડવા અંગેની કોઈ પ્રકારની ચર્ચા જ થતી નથી. એ જ રીતે અનામત આપવા અંગે પણ સરકારની કોઈ તૈયારી દેખાતી નથી. જેથી પાટીદારો સાથે સરકારને સમાધાન થઇ શકશે એવું હાલના તબક્કે દેખાતું નથી.

હાર્દિક પટેલે સરકાર સાથે સમાધાનમાં મધ્યસ્થી તરીકે મુકનારા પાટીદાર આગેવાન જૈરામકાકા પણ સોમવારે સચિવાલયમાં મંત્રી નિતિનભાઈને મળવા ગયા હતા. તેઓએ કહ્યું કે આ મુદ્દો ઘણો મોટો છે. જેથી બહુ જલ્દીથી સમાધાન થાય એવું મને લાગતું નથી.

ગુજરાત સરકાર સાથે ચર્ચા કરવાનું આમંત્રણ લાલજી પટેલે ઠુકરાવ્યું
મહેસાણામાં જેલભરો આંદોલનમાં એક લાખ પાટીદારોને એકઠા કરાશે : ૪૦ હજારનું ઓનલાઇન રજિસ્ટ્રેશન

અમદાવાદ ,સોમવાર
અનામતના મુદ્દે પાટીદારો હવે ભાજપ સરકાર સામે આરપારની લડાઇ લડવા મેદાને પડયાં છે. હાર્દિક પટેલ જેલમાં છે પણ હવે લાલજી પટેલે આંદોલનની બાગડોર સંભાળી લીધી છે. ૧૭મી એપ્રિલે મહેસાણામાં જેલભરો આંદોલનમાં પાટીદારો જોરદાર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે જેના પગલે ભાજપ સરકાર ફફડી ઉઠી છે. આજે પાટીદાર નેતાઓએ સરકાર સાથે સમાધાનની ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ આપતા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ઠુકરાવી દેતાં આંદોલનમાં નવો વણાંક આવ્યો છે.

મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવતાં પાટીદાર નેતાઓની હાલત કફોડી બની છે કેમ કે,સરકાર વાયદો કરે છે પણ અમલ કરતી નથી જેથી પાટીદાર નેતાઓએ જ પાટીદાર સમાજનો વિશ્વાસ ગુમાવ્યો છે. સોમવારે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મંત્રીઓની બેઠક યોજાઇ જેમાં અનામતના મુદ્દે સમાધાન ફોર્મ્યુલા પર ચર્ચા થઇ હતી. પાટીદાર નેતા જેરામ પટેલે સરકાર સાથેની બેઠકમાં ભાગ લેવા લાલજી પટેલે આમંત્રણ આપ્યું પણ લાલજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, જયા સુધી સરકાર ૨૯ મુદ્દા સ્વિકારશે નહીં ત્યાં સુધી ચર્ચાની કોઇ વાત નહીં. મહેસાણામાં જેલભરો આંદોલનમાં પાટીદારો જીએમડીસી ગ્રાઉન્ડની જેમ શક્તિ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. આઇબીના રિપોર્ટના પગલે સરકાર આ સંમેલનનો ફિયાસ્કો કરવા અંદરખાને પણ પ્રયાસો કરી રહી છે.એસપીજીનો દાવો છેકે, જેલભરો આંદોલનમાં એક લાખ પાટીદારો ઉમટશે. ૪૦ હજાર પાટીદારો તો મીસકોલથી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે.
સરકારના આદેશને પગલે ગૃહવિભાગે ખાસ તકેદારી રાખી છે. આઇબીએ પણ પાટીદાર આગેવાનો પર વૉચ રાખી છે.

સરકારની કોઇ વાતનો સ્વીકાર નહી કરાય : પાસ
ગાંધીનગરમાં સમાધાન કરવા ભાજપ સરકારે પ્રયાસો શરૃ કર્યાં છે ત્યારે પાસના નેતાઓએ એવુ એલાન કર્યું કે, જયાં સુધી હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમુક્ત નહી કરાય ત્યાં સુધી ભાજપ સરકાર ગમે તેવી લોભામણી જાહેરાત કરશે તો પણ તેનો પાટીદારો સ્વિકાર કરશે નહીં. આમ, પાટીદારો હવે હરિયાણાના જાટોની જેમ જીદ પર ઉતર્યા છે.

પાટીદારોને બેવકુફ બનાવવા આનંદીબેન સમાધાનની વાતો કરે છે !

સમાધાનની વાતો કરી મુખ્યમંત્રી પાટીદારોનું પાણી માપે છે ?! પાટીદારો પણ જાટ યુવકોની જેમ તાકાત બતાવી શકે છે !!


અમદાવાદ, સોમવાર
અનામત આપવાની માગણી  કરી રહેલા પાટીદારો સાથે સમાધાન કરવાની વાતો કરીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પાટીદારોને બેવકુફ બનાવી રહ્યા છે. કારણ કે હાર્દિક  પટેલની જે મુખ્ય ત્રણ માગણીઓ છે તેને આનંદીબહેને સ્વીકારી નથી. આ ત્રણ માગણીઓમાં હાર્દિક પટેલ સહિતનાં જેલમાં બંધ  પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા, અનામત આપવી અને પાટીદાર આયોગની સ્થાપના કરવી, તેનો સમાવેશ થાય છે.

આ માગણીઓને સ્વીકારવી ન હોવાથી મુખ્યમંત્રીએ મંત્રીઓની કમિટી બનાવી તેની સાથે હાર્દિક પટેલે જેનું નામ સૂચવ્યું હતું તેવા જૈરામકાકાની વાટાઘાટો કરાવીને માત્ર ને માત્ર સમય પસાર કરી રહ્યા છે કારણ કે જ્યાં સુધી મુખ્ય ત્રણ માગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી હાર્દિક પટેલ અને પાટીદારો સમાધાન માટે માનવાના નથી.

આ અગાઉ પણ મુખ્યમંત્રીએ સાંસદ વિઠ્ઠલ રાદડીયાને સુરત જેલમાં હાર્દિક સાથે સમાધાનની ફોર્મ્યુલા ઘડવા મોકલ્યા હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પાટીદારો સાથે સમાધનની વાતો અને સરકાર દ્વારા જુદા જુદા પ્રયાસો કરાઈ રહ્યા છે. આવું કરીને આનંદીબહેન પાટીદારોનું પાણી પણ માપી રહ્યા છે. જેમ કે હરીયાણામાં જાટ સમુદાયે પોતાની તાકાત બતાવીને સરકારને અનામત આપવા મજબુર કરી દીધી હતી. મુખ્યમંત્રી આનંદીબહેન પણ જોવા માગે ચે કે શું પાટીદારો પણ જાટ યુવાનોની જેમ પોતાની તાકાત બતાવે છે કે કેમ ? ટૂંકમાં સમાધાનનાં બહાને મુખ્યમંત્રી તેમના પ્રધાનો વધુ ને વધુ સમય બગાડી રહ્યા છે. તેમની ઈચ્છા એવી છે કે જેટલો વધુ સમય નીકળશે તેટલું આંદોલન ઢીલું પડી જશે. છેવટે પાટીદારોમાં અંદરોઅંદર ખેંચતાણ ઊભી કરાવી કે તડા પડાવીને આંદોલનને જ સમાપ્ત કરી દેવાની યોજના હોય એવું ચિત્ર અત્યારે ઉતસી રહ્યું છે. લાલજી અને વિઠ્ઠલ રાદડીયાઓ વાટાઘાટોને નામે પોતાનું રાજકીય મહત્વ અને પાવર વધારી રહ્યા છે.

મહિલાને ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતી ખૂંખાર સિંહણ

- ધારી નજીક સીમમાં વાડીએ ખૂલ્લામાં સૂતા હતા ત્યારે સિંહણ ત્રાટકી

- મહિલાનાં માત્ર માથું-હાથ જ મળ્યાઃ નવ સિંહોએ એક સાથે હુમલો કર્યાની પણ ચર્ચાઃ વનતંત્રનાં પાંજરામાં એક સિંહ સપડાયો

ધારી, તા. ૧૧
ધારી તાલુકાનાં ભરડ ગામની સીમમાં વાડીએ નિંદ્રાધીન મહિલાને ખૂંખાર સિંહણે ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતા ખળભળાટ મચી ગયો છે. નવ સિંહોનાં ઝૂંડે મહિલાનો શિકાર કર્યાની પણ ચર્ચા વચ્ચે વનતંત્રએ મુકેલા પાંજરામાં આજે એક સિંહ સપડાઇ યો હતો. જો કે, માનવભક્ષી સિંહણ આજે પણ મોડીસાંજ સુધઈ નહીં પકડાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

હિચકારી ઘટનાની વિગત પ્રમાણે, ધારી તાલુકાનાં ભરડ ગામે રહેતા ભુરાભાઇ લાખાભાઇ બાંભણીયાનો આંબાનો બગીચો સીમ વિસ્તારમાં આવેલો છે. જે બગીચાનો ઇજારો સમઢીયાળા ગામનાં દેવીપૂજક પરિવારે રાખ્યો છે અને ત્યાં જ રહે છે. આ દરમિયાન ગતરાત્રે દેવીપૂજક પરિવાર અસહ્ય ગરમીને કારણે બહાર ખુલ્લામાં સુતા હતા. એકાએક મધરાત્રે ખૂંખાર સિંહણ ત્રાટકી હતી અને દેવીપૂજક પરિવારની મહિલા લાભુબેન ધીરૃભાઇ સોલંકી (ઉ.વ.૫૦) ઉપર હુમલો કર્યો હતો. અન્ય પરિવારજનો જાગીને બચાવે એ પહેલાં તો લાભુબેનને ગળાનાં ભાગેથી પકડીને સિંહણ અંધારામાં ગાયબ થઇ ગઇ હતી.

આ મહિલાની ચીસ સાંભળીને જાગેલા પરિવારજનો ફફડી ઉઠયા હતા. તુરંત બનાવ અંગે વનતંત્ર અને ગ્રામજનોને જાણ કરી હતી. બીજી તરફ મહિલાની શોધખોળ કરતાં ૫૦૦ ફૂટ દૂર નિર્જન સ્થળેથી માત્ર કપડા, માથું અને હાથ જ મળ્યા હતા. જે અવશેષો કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે ધારીની સરકારી હોસ્પિટલે મોકલી અપાયા હતા. બીજી તરફ માનવભક્ષી સિંહણને પકડવા માટે વનતંત્રએ કેટલાક સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા. જેમાં સિંહણ તો સપડાઇ નહોતી, પણ એક સિંહ સકંજામાં આવી ગયો હતો.
મૃતક મહિલા ઉપર એક નહીં પણ નવ સિંહ-સિંહણોએ હુમલો કર્યની પણ ચર્ચા વહેતી થઇ હતી. જો કે, આ મામલે ડીએફઓ કે. સ્વામીએ જણાવ્યું હતું કે, 'હાલ તો ઘટનાસ્થળ આસપાસ એક સિંહણનાં જ સગડ મળ્યા છે. મૃતક મહિલાનાં પરિવારે પણ એક જ સિંહણ હોવાનું નિવેદન આપ્યું છે. આમ છતાં વધુ તપાસ ચાલુ છે.' નોંધનીય છે કે, ૨૦ દિવસ પહેલાં આંબરડી ગામની સીમમાં એક વૃધ્ધને સિંહે ફાડી ખાધા હતા. જે સિંહને બાદમાં વનતંત્રએ પકડીને સાસણ એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો. હવે એક સિંહણ માનવભક્ષી બની જતાં ગ્રામીણ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

3 comments: