સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 7 June 2016

ગુજરાતમાં ધો.૯થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ્દ - આવતા વર્ષથી NEET ગુજરાતી ભાષામાં લેવાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં ધો.૯થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ્દ

- ચાલુ શૈક્ષણિક સત્રથી જ અમલની જાહેરાત

- ધો. ૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષા જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાશે

રાજ્યભરમાંથી વ્યાપક રજૂઆતોને પગલે લેવાયેલો નિર્ણય
અમદાવાદ, તા.૬
ગુજરાત સરકાર અને તેનાં શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ તેમજ કહેવાતા મોટા ગજાના તજજ્ઞાો વિદ્યાર્થીઓની કારકિર્દી જોડે છેલ્લા ઘણા વર્ષોથી અખતરા અને ચેડા કરી રહ્યા છે. પાંચેક વર્ષ પહેલા બહુ વિચાર્યા વગર દાખલ કરાયેલી સેમેસ્ટર સિસ્ટમને ધો. ૯, ૧૦, ૧૧ અને ૧૨માંથી રદ કરવાનો મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે. જેનો અમલ આજથી શરૃ થયેલા નવા શૈક્ષણિક સત્રથી જ લાગુ કરી દેવાયો છે. તેને પગલે હવેથી ધો. ૧૦ની જેમ ધો. ૧૨ની માત્ર એક જ પરીક્ષા ગુજરાત શિક્ષણ બોર્ડ લેશે.
ગાંધીનગરના રાજ્યકક્ષાનાં બે શિક્ષણ મંત્રીઓ તતા અધિકારીઓની હાજરીમાં શિણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે, ધો. ૧૧ની પરીક્ષા હવેથી બોર્ડ નહીં લે પરંતુ શાળા કક્ષાએથી લેવાશે. બોર્ડ દ્વારા ધો. ૧૨ની વાર્ષિક પરીક્ષા માત્ર એક વખત જ લેવાશે. ધો. ૯ તી ૧૨માં રાજ્યભરમાં ૩૦ થી ૩૫ લાખ વિદ્યાર્થીઓ છે.
રાતોરાત સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ કરવાની જરૃર શા માટે અને કેમ પડી તેનો ખુલાસો કરતાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક સંગઠનો, વિષયનાં તજજ્ઞાો વાલીઓ અને વિદ્યાર્થીઓએ સેમેસ્ટર પદ્ધતિને નાબૂદ કરવા માટે વારંવાર રજૂઆતો કરી હતી. રાજ્યભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મળેલી રજૂઆતોને પગલે આવો નિર્ણય લેવાયો છે.
તેઓએ વધુ ખુલાશો કરતાં જણાવ્યું હતું કે સેમેસ્ટર સિસ્ટમ નિષ્ફળ નીવડી છે એવું ન કહી શકાય. પરંતુ આ પદ્ધતિ દાખલ થઈ એ સમયની સ્થિતિ જુદી હતી. હવે સ્થિતી બદલાઈ છે. ખાસ તો વિદ્યાર્થીઓ પર ભણતરનું વધુ ભારણ ન આવે, વર્ષમાં ચાર પરીક્ષા લેવાતી હોવાથી વાલીઓને પણ ટેન્શન રહેતું હતું. આવી અનેક બાબતોને ધ્યાન રાખીને અમે સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ધો. ૧૧ અને ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં CBSE મુજબનો જ અભ્યાસક્રમ છે. પરંતુ ફિઝિક્સ અને મેથ્સમાં નહીંવત ફેરફાર છે. જયારે કેમેસ્ટ્રીમાં પાંચ ટકા અને બાયોલોજીમાં ૨૦ ટકા ફેરફારો છે. ૨૦૧૭માં લેવાનારી NEET  માં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન નડે તે માટે આ અભ્યાસક્રમ તૈયાર કરીને નજીકનાં દિવસોમાં જ પૂરવણી પુસ્તકો વિદ્યાર્થીઓને આપી દેવાશે. આ પુરવણી પણ ગુજરાતનાં ૧૫ તથા CBSE ના ૧૫ તજજ્ઞાો સાથે બેસીને તૈયાર કરાઈ છે.
ચાલુ વર્ષે ધો. ૧૨માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ્યા છે તેમને બાકી રહેલો પૂરવણી અભ્યાસક્રમ આ વર્ષે જ ભણાવાશે. ઉપરાંત શાળાઓમાં બાયસેગ મારફતે પણ NEET ની તૈયારીઓ કરાવાશે !

સેમેસ્ટર રદ્દ થવાથી શું ફાયદો થશે ?
* બોર્ડની ચાર પરીક્ષામાંથી મુક્તિ મળશે. માત્ર એક જ પરીક્ષા આપવાની હોઈ વિદ્યાર્થીઓને માનસિક રાહત મળશે.
* કોઈપણ એક સેમેસ્ટરમાં ગેરહાજર રહે તો વિદ્યાર્થી નાપાસ જાહેર થતો હતો. હવે આ મુશ્કેલી પણ નહીં રહે.
* ચારેય સેમેસ્ટરને હિસાબે પરીક્ષાની તૈયારી માટે ખુબ ઓછો સમય મળતો હતો. પરંતુ હવે પછી આખુ વર્ષ શાંતિથી તૈયારી કરી શકશે.
* સેમેસ્ટર સિસ્ટમમાં MCQ નું પ્રમાણ વધુ હોવાથી વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરીને કે ગપ્પા મારીને પણ પાસ થઇ જતા હતા. હવે પાસ થવા માટે ખરેખર સાચી મહેનત કરવી પડશે. નાપાસ  વિદ્યાર્થીઓ ઘટશે.
* વિદ્યાર્થી-વાલીઓએ ધો. ૧૧ માટે મોટા કોચીંગ ક્લાસ માટે દોડવું નહીં પડે. ઊંચી ફી ચૂકવવામાંથી મુકિત મળશે.

સેમેસ્ટરને રદ્દ કરવાનો રિપોર્ટ અપાયાના એક મહિના પછી નિર્ણય
ધો. ૯ થી ૧૨માં રાજયભરમાં લગભગ ૩૦ થી ૩૫ લાખ વિદ્યાર્થીઓ છે. સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાનો નિર્મય ખરેખર સારો જ હોવાનું વિદ્યાર્થી-વાલીઓ, શિક્ષકો અને આચાર્યો જણાવે છે પરંતુ આ નિર્ણય લેવા પાછલ ઘણો સમય બરબાદ કરાયો છે.
 રાજ્યભરમાંથી સંખ્યાબંધ અભિપ્રાયો આવી ગયા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડે તેનો અહેવાલ શિક્ષણ વિભાગનાં અગ્રસચિવ સુરજીત ગુલાટીને જાણે ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે સારુ કરવાનો કોઈ રસ જ નથી. ઘણો સમય સુધી શિક્ષણ વિભાગ પાસે અહેવાલ પડી રહ્યા બાદ શિક્ષણ મંત્રીને સોંપાયો હતો. શિક્ષણ મંત્રીએ એક થી દોઢ મહિનો પહેલા આ રિપોર્ટ CM આનંદીબહેન પટેલને સોંપ્યો હતો પરંતુ સેમેસ્ટર પ્રથાને રદ કરાયાની જાહેરાત આજે કરાઇ હતી.

સેમેસ્ટર રદ્દ થવાથી શું નુકસાન થયું ?
* અગાઉની જેમ શાળાઓ વિદ્યાર્થીઓને ધો. ૧૧નો કોર્સ બિલકુલ ના ભણાવે અથવા અધુરો ભણાવે એવી ભીતિ રહેશે.
* જો શાળાઓ સીધુ ધો. ૧૨ ભણાવવાનું શરૃ કરે તો જે-તે શાળા સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી તેની સ્પષ્ટતા નથી.
* સેમેસ્ટર પધ્ધતિ પ્રમાણે દરેક વિષયમાં પાસ થવા માટે ચારેય સેમેસ્ટરમાં થઇને વિદ્યાર્થીને કુલ ૧૩૨ ગુણ લાવવાના હતા. પરંતુ હવે પાસીંગ પદ્ધતિ કેવી રહેશે તેની જાહેરાત પણ કરાઇ નથી.
* ૨૦૧૫માં સેમેસ્ટર ૧ અને ૨ની પરીક્ષા આપનારા સવા લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત અને ટયુશનનો લાખો રૃપિયાનો ખર્ચ પાણીમાં ગયો.
* અનેક વાલીઓએ સોમવારે જ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ અને શિક્ષણ વિભાગમાં જઈ પોતાની ફરિયાદ અને મુશ્કેલીઓ જણાવી.

ઈજનેરી માટે JEE મરજિયાત : ગુજકેટ લેવાશે
અમદાવાદ,તા.૬
ધો. ૯ થી ૧૨માં સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાની જાહેરાત સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ધો. ૧૨ પછીનાં ઇજનેરી અને ફાર્મસીનાં અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની JEE પણ હવે મરજીયાત કરી દેવાઈ છે. એટલે કે ૨૦૧૭-૧૮ થી JEEને બદલે ગુજકેટને આધારે પ્રવેશ મળી શકશે. જો કોઈ વિદ્યાર્થીને બીજા રાજ્યોમાં પ્રવેશ મેળવવો હોય કે IIT માં પ્રવેશ લેવા હોય તો JEE અને JEE એડવાન્સ આપવાની રહેશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-cancel-gujarat-semester-system

આવતા વર્ષથી NEET ગુજરાતી ભાષામાં લેવાશે

- કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મંજૂરી આપશે

સુપ્રીમે પ્રાદેશિક ભાષામાં NEET યોજવા સામે વાંધો ન લીધો હોઈ ગુજરાત સરકારની જાહેરાત
અમદાવાદ, તા.૬
ગુજરાત સરકાર દ્વારા એક જ દિવસમાં બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયાં છે. સેમેસ્ટર સિસ્ટમને રદ કરવા સિવાય MBBS અને BDS માં પ્રવેશ માટે ફરજીયાત બનાવાયેલી નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) પણ ગુજરાતી ભાષામાં જ લેવાશે. જો કે તેનો અમલ આવતા વર્ષથી લેવાનારી NEET માં કરાશે.
ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે દેશભરમાં માત્ર NEET  ફરજીયાત કરી છે. પરંતુ પ્રાદેશિક ભાષામાં NEET લેવા સામે કોઈ વાંધો દર્શાવ્યો નથી. એટલુ જ નહીં કેન્દ્ર સરકારે તાજેતરમાં NEET નો અમલ એક વર્ષ માટે મોકૂફ રાખવાનાં વટહુકમમાં પણ સ્થાનિક ભાષામાં પરીક્ષા લઈ શકાશે એવું ઠરાવેલું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે કેન્દ્રનાં માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઇરાની સાથે મેં ટેલીફોન પર આ અંગેની વાતચીત કરી લીધી છે. NEET ગુજરાતી ભાષામાં લેવા માટેની દરખાસ્ત સહિતનાં દસ્તાવેજો દિલ્હી મોકલી અપાશે. જેની મંજૂરી પણ મળી જશે. સુપ્રીમ કોર્ટે પણ NEET કઈ ભાષામાં યોજવી તેનો અધિકાર કેન્દ્ર સરકારને આપેલો હોવાથી, ગુજરાતી ભાષામાં NEET યોજવા માટેની કેન્દ્રની મંજૂરી સરળતાથી મળી જશે. જેથી આવતા વર્ષથી  MBBS-BDS માં પ્રવેશ માટેની NEET ગુજરાતીમાં જ લેવામાં આવશે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-next-year-will-be-neet-in-gujarati



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment