સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 26 October 2016

* Happy Diwali * & * Happy New Year *

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

* Happy Diwali * & * Happy New Year *

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

અંધશ્રધ્ધાની રાજધાની દિલ્હીઃ વહેલા વિવાહની બાધામાં બાળકીને બલી ચઢાવી - બર્ડ ફલુની બીમારીથી ચિંતિત કેન્દ્રનો રાજ્યોને આરોગ્ય અંગે એલર્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અંધશ્રધ્ધાની રાજધાની દિલ્હીઃ વહેલા વિવાહની બાધામાં બાળકીને બલી ચઢાવી

- માતાના મંદિરે પગથીયે પગથીયે દોઢ વર્ષની બાળકીને પટકી પટકી ઉતારી મોતને ઘાટ

- મંદિરમાં હાજર લોકોએ યુવાનને પકડીને પોલીસને સોંપ્યો

નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર 2016, મંગળવાર
એક માથાફરેલ યુવકે પોતાના લગ્ન જલદી થાય એટલા માટે એક દોઢ વર્ષની બાળકીને માતાના મંદિરના પગથિયે પછાડી પછાડીને તેની બલી આપી દેવાનો હીચકારો બનાવ સામે આવ્યો છે. નાના બાળકનો જીવ લઈને પોતાના વિવાહની તૈયારી કરનાર યુવાને અંધશ્રધ્ધામાં બાળકીની હત્યા કરી નાંખી હતી.

દિલ્હીના રનહોલામાં મોહન ગાર્ડન વિસ્તારમાં સોમવારે એક સનસની કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. મંદિરમાં હાજર લોકોના કહ્યાનુસાર અચાનક એક યુવાન માતાના મંદિરે એક બાળકીના પગ પકડીને તેને સીડીઓ ઉપર જોર જોરથી પછાડી રહ્યો હતો. લોકે એ તુરંત જ આ ઘાતકી કૃત્યુ જોયુ અને યુવાનને પકડી પાડી બાળકીને ચોડાવી હતી. બાળકી નીંગળતી હાલતમાં હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી ત્યારે રસ્તામાં જ તેનુ મોત થયુ હતુ.

મંદિરમાં હાજર લોકોએ આ ઘાતકી યુવાન પાસેથી બાળકીને આંચકી લઈને તેને મેથીપાક ચખાડ્યો હતો. અને પોલીસને ફોન કર્યો હતો. આ અંગે આરોપીની પૂછતાછ કરતા યુવાને પોતાના વિવાહ જલદી થઈ જાય એટલે એક બાબાના કહેવાથી પાડોશમાં રહેતી દોઢ વર્ષની બાળકીને ફોસલાવી પટાવી પોતાની સાથે મંદિર લઈ આવ્યો હતો અન અહીં તેની બલી ચઢાવવાની પ્રક્રિયાના ભાગ રૂપે તેન પગ થી પકડીને મંદિરના પગથિયાઓમાં જોર જોરથી પછાડી રહ્યો હતો.

આ અંગે તુરંત જ બાળકીના પરિવારજનોને જાણ કરાઈ હતી. પરિવારનું આક્રંદ સાંભળી ભલભલા રડી પડે તેવુ દ્રશ્ય સર્જાયુ હતુ. આરોપીને પોલીસે હિરાસતમાં લઈને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/a-boy-wants-to-marry-therefore-he-immolate-a-girl-kid-very-brutally-in-delhi

બર્ડ ફલુની બીમારીથી ચિંતિત કેન્દ્રનો રાજ્યોને આરોગ્ય અંગે એલર્ટ

- બર્ડ ફલુના કારણે ઇન્દિરા ગાંધીના શક્તિસ્થળને બંધ કરાયો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૬
દેશના કેટલાક ભાગોમાં પક્ષીઓમાં ઇન્ફલિએન્ઝાના લક્ષ્ણો દેખાતા કેન્દ્ર સરકારે આગે આરોગ્ય અંગે એક માર્ગ દર્શિકા બહાર પાડીને રાજ્યોને એલર્ટ કર્યા હતા અને પક્ષીઓ તેમજ માનવીઓનો ઓછા સંપર્ક થાય એવી સલાહ આપી હતી. દિલ્હી, ગ્વાલિયર અને કેરળના કેટલાક શહેરોમાં બર્ડ ફલુની અસર જોવા મળી હતી એમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું. જો કે તેમણે એવું કહ્યું હતુ કે આ વાયરસની અસર માનવીઓ પર થાય એની શક્યતા ઓછી છે.
 તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલી પત્રમાં આરોગ્ય સચિવ સી.કે. મિશ્રાએ લખ્યું હતું કે આ મહામારીને રોકવા તમામ જરૃરી પગલાં ભરવા અને જરૃર પડે તો કેન્દ્રની સહાય લેવી.
 વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, પોલ્ટ્રી ફાર્મ પર આની કોઇ અસર પડશે નહીં. ' સામાન્ય લોકો પર ઇન્ફલ્એન્ઝાની અસર પડશે નહી, હાલના જ્ઞાાન મુજબ, આના વાયરસ માનવોમાં પ્રસરે એની શક્યતા ખૂબ ઓછી છે. તેમ છતાં ખૂબ વધારે સાવચેતી લેવાની જરૃર છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ મરેલા પક્ષીઓને ઠેકાણે પાડતી સ્ટાફને સાવચેત કરવાની જરૃર છે.
 દરેક જણે સુરક્ષિત સાધનોનો ઉપયોગ કરવો અને માનવોને મરેલા પક્ષીઓથી દુર રાખવા એવું પણ કહેવામાં આવ્યું હતું. બર્ડ ફલુના કારણે સરકારે આજે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના શક્તિસ્થલને બંધ કરી દીધો હતો. આ બીમારીના કારણે પાયનગરમાં ૬૬ મોત થયા હતા. આજે વધુ બે બતકોના મોત થયા હતા.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-errorists-viral-video-social-media

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 21 October 2016

જમ્મુના કઠુઆમાં આંતકીઓને ઘૂસાડવા પાકિસ્તાને રોકેટ અને ગ્રેનેડ ઝીંક્યા - કાશ્મીરમાં હિઝબુલ ફરી સક્રિય : આતંકીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

જમ્મુના કઠુઆમાં આંતકીઓને ઘૂસાડવા પાકિસ્તાને રોકેટ અને ગ્રેનેડ ઝીંક્યા

- રજૌરીમાં એલઓસી નજીક તોપમારો કરીને પાક.નો ફરી શસ્ત્રવિરામ ભંગ

ભારતીય સેનાએ પેરા બોમ્બ ફેંકીને આખા વિસ્તારમાં અજવાળું કરતા જ આતંકીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા 
પાક. સેના અંધારાનો લાભ લઈ એકસાથે છ આતંકવાદી જૂથને ઘૂસાડવા માગતી હતી
ઘૂસણખોરી વખતે પાક. સેનાના વાહનોમાંથી ભારત તરફ રોકેટ-ગ્રેનેડ ઝીંકાતા હતા 
(પીટીઆઈ) જમ્મુ, તા.૨૦ ઓક્ટોબર, ૨૦૧૬
પાકિસ્તાને ગઈ રાત્રે ફરી એકવાર રજૌરી જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ પર ભારે તોપમારો કરીને શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. શિયાળો આવતા જ પાકિસ્તાની લશ્કર તરફથી સરહદ પર શસ્ત્રવિરામ ભંગમાં તેજી આવી જાય છે. આમ કરીને તેઓ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરીને આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરે છે. 
બોર્ડ સિક્યોરિટી ફોર્સે જણાવ્યું હતું કે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદે ભારે તોપમારો અને ગોળીબાર કરીને આતંકવાદીઓના આશરે છ જૂથને ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કઠુઆ જિલ્લામાં પાકિસ્તાને રોકેટ લોન્ચર અને રોકેટ ગ્રેનેડથી પણ હુમલા કર્યા હતા. ખાસ કરીને કઠુઆના બોબિયા વિસ્તારમાં આતંકીઓએ ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા, પરંતુ સેનાએ બધી જ વળતો પ્રહાર કરીને ઘૂસણખોરી નિષ્ફળ બનાવી છે. આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હતા ત્યારે પાકિસ્તાની સેનાના વાહનો પણ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અહીં આશરે વીસ મિનિટ સુધી સામસામો તોપમારો અને ગોળીબાર થયા હતા. 
બીએસએફના જણાવ્યાનુસાર, અંધારનો લાભ લઈને ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકવાદીઓને રોકવા અમે પેરા બોમ્બની મદદથી સમગ્ર વિસ્તારમાં ઝળહળતો પ્રકાશ રેલાવી દીધો હતો. આ દરમિયાન આતંકવાદીઓ ઈજાગ્રસ્તોને લઈને ભાગતા નજરે પડયા હતા.  બીજી તરફ, રજૌરીમાં ગઈ રાત્રિથી આશરે ૧૫ કલાક સુધી ભારત પાકિસ્તાન વચ્ચે ભારે ગોળીબાર અને તોપમારો થયો હતો. 
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, રજૌરીમાં પાકિસ્તાની લશ્કરે પહેલા તોપમારો કર્યો હતો, પરંતુ ગઈ રાત્રિથી રજૌરીના ભીંબર ગલી સેક્ટરમાં સ્મૉલ આર્મ્સ અને ઓટોમેટિક વેપન્સથી ફાયરિંગ કરી રહ્યા છે. જોકે, વારંવાર થતા શસ્ત્રવિરામ ભંગનો અમે પણ તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છીએ. 
 
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-pakistan-rocket-and-grenade-jhinkya

કાશ્મીરમાં હિઝબુલ ફરી સક્રિય : આતંકીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

- આતંકવાદી બુરહાન વાનીની જેમ વિડિયો જારી કરીને આતંકવાદનો પ્રચાર શરૃ

વિડિયોમાં હિઝબુલના ૧૨ આતંકવાદી એકબીજાને શુભેચ્છા આપતા અને ભેટતા નજરે પડયા : ભારતીય સુરક્ષાતંત્ર સતર્ક થયું
શ્રીનગર, તા.૨૦ ઓક્ટોબર, ૨૦૧૬
આતંકવાદી બુરહાન વાનીને ઠાર કર્યો પછી હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠન નિષ્ક્રિય થયાનું મનાતું હતું, પરંતુ આ આતંકી સંગઠનના ૧૨ આતંકીઓ એકબીજાને ભેટતા અને શુભેચ્છા આપતા હોય એવો એક વિડિયો જારી થતાં ફરીથી આતંકી પ્રવૃત્તિ શરૃ કરવાની તૈયારી થતી હોય એવી અટકળ થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ૪ મિનિટના વિડિયોમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ૧૨ આતંકવાદીઓ બુરહાન વાનીની જેમ વિડિયોમાં ઉજવણી કરતા નજરે ચડે છે. એકબીજાને શુભેચ્છા આપતા અને ભેટતા આ આતંકવાદીઓના હાથમાં રાઈફલ્સ સહિતના હથિયારો નજરે ચડે છે. આ હથિયારો પોલીસ પાસેથી છીનવીને લેવાયા તે જ હોવાની શક્યતા છે.  ભારતીય સુરક્ષાતંત્રએ ઠાર કરેલો બુરહાન વાની આ આતંકી સંગઠન ચલાવતો હતો અને આ નવા વિડિયોમાં જે બાગ દેખાય છે એ જ બાગમાં વિવિધ વિડિયો ઉતારીને સોશિયલ મીડિયા મારફતે આતંકી પ્રવૃત્તિનો પ્રચાર કરતો હતો. બુરહાન વાની આતંકવાદી પ્રવૃત્તિમાં કાશ્મીરી યુવાનોને જોડતો હતો અને તેમને ગેરમાર્ગે દોરીને કાશ્મીરમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર પાર પાડતો હતો.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-errorists-viral-video-social-media

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 12 October 2016

મહોરમ ટાણે કાશ્મીરમાં મોટો ધમાકો કરવા પંપોરમાં આતંકવાદીઓના ડેરા - કાશ્મીરના શોપિયાનમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ હુમલો, સાત જવાન ઘાયલ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કાશ્મીરના શોપિયાનમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ હુમલો, સાત જવાન ઘાયલ

- લોકોની ચહલપહલને કાબૂમાં રાખવા અમુક વિસ્તારોમાં હજુયે કર્ફ્યૂ

- શહેરી વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવાતાં જ પોલીસ અને સેના પરના હુમલાનો સિલસિલો યથાવત્
(પીટીઆઈ)    શ્રીનગર, તા.૧૧
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો અને પોલીસ પર ઘાતકી હુમલો કરવાનો સિલસિલો હજુયે ચાલુ છે. આજે સવારે ૧૧:૪૦ વાગ્યે શોપિયાન જિલ્લામાં સીઆરપીએફની પેટ્રોલ પાર્ટી પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાત જવાનો ઘાયલ થયા હતા એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે કહ્યું હતું કે, આ હુમલો જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે આતંકવાદીઓને પહેલેથી ખબર હતી કે અહીંથી સીઆરપીએફ પેટ્રોલ કંપની પસાર થવાની છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અને સેના સંયુક્ત રીતે આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના પછી અમે સમગ્ર એરિયામાં સર્ચ ઓપરેશન પણ શરૃ કર્યું છે.
બીજી તરફ, મોહરમ અને દશેરા જેવા તહેવારને પગલે જમ્મુ કાશ્મીરના અનેક સંવેદનશીલ વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ૧૩ વર્ષીય કિશોર જુનૈદ અહેમદના મોત પછી ફાટી નીકળેલા તોફાનોને કાબૂમાં લેવા પહેલેથી જ અમુક વિસ્તારોમાં કર્ફ્યૂ લદાયો હતો, જે હજુયે લંબાવાયો છે. હાલ નૌશેરા, ખાનયાર, સફકદલ, રાવલપિંડી અને મહારાજ ગંજ એમ તમામ વિસ્તારમાં કર્ફ્યૂ છે.
જોકે, આ દરમિયાન પોલીસે મોટા વિસ્તારોમાંથી થોડો સમય કર્ફ્યૂ હટાવી દીધાના પણ અહેવાલ છે, જ્યારે અંતરિયાળ વિસ્તારમાં હલચલ કાબૂમાં રાખવા પ્રતિબંધો યથાવત્ રાખવામાં આવ્યા છે. બુરહાન વાનીના મોત પછી સતત ૯૫મા દિવસે અહીંના લોકોનું જનજીવન ઠપ છે. બીજી તરફ, અલગતાવાદી નેતાઓ પણ વાનીના મોતના વિરોધમાં હડતાળ સતત પાછી ઠેલી રહ્યા છે. એટલું જ નહીં, અનેક નેતાઓ જેલમાં અથવા નજરકેદ તળે હોવા છતાં કૂચ કરવાનો પ્રયાસ કરીને લોકોની ઉશ્કેરણી કરી રહ્યા છે
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/grenade-attack-on-crpf-convoy-in-sopiyana-of-kashmir-injuring-seven-young

મહોરમ ટાણે કાશ્મીરમાં મોટો ધમાકો કરવા પંપોરમાં આતંકવાદીઓના ડેરા

- 48 કલાકથી સરકારી ઈમારતમાં ભરાણા છે

- ત્રણ માળ બળીને ખાક થવા છતાં સેના અને આતંકવાદીઓની ટક્કર ચાલુ

J&K, તા. 12 ઓક્ટોબર 2016

પંપોરમાં છેલ્લા બે દિવસથી આતંકવાદીઓએ એક સરકારી ઈમારતને બાનમાં લીધી છે. સતત છેલ્લા અડતાલીસ કલાકથી પણ વધુ સમયથી સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે સામ સામે ફાયરિંગ પણ ચાલુ છે તેમ છતાં આતંકવાદીઓ હાર માનવાનું નામ નથી લેતાં.

સેને દ્વારા સર્ચઓપરેશન ચાલુ જ છે. ઈડીઆઈની આ ઈમારત સાવ તુટી ફૂટી ગઈ છે. સેના ઈમારતમાં રોકેટ લોંન્ચર અને ગ્રેનેડથી હૂમલો કરવાની કોશિશ કરી રહી છે. પરસ્પર હૂમલાઓથી બિલ્ડીંગમાં વિસ્ફોટો થઈ રહ્યા છે એન્ ધૂમાડો તેમજ ધડાકાઓથી પંપોર ગાજી ઉઠ્યુપ છે. ઈમારતના ત્રણ માળ તો પૂરી રીતે સળગી ચૂક્યા છે.

સોમવારે વહેલી સવારે આતંકવાદીઓ નદીના રસ્તે આવ્યા હતા અને  ઈમારતના પાછળના ભાગથી અંદર ઘૂસ્યા હતા. સેના અને આતંકવાદીઓની મૂઠ ભેડમાં એક જવાન શહીદ થવાની ખબર હતી તો સામે પક્ષે એક આતંકી પણ ઠાર મરાયો હોવાનુ જાણવા મળ્યુ હતુ સેનાના કહેવા મુજબ ઈમારતમાં 3થી 5 આંતકવાદીઓ ભરાયા છે. આ આતંકવાદીઓ કાશ્મીરમાં મહોરમમાં કોઈ મોટો ધમાકો કરવાના ઈરાથી ઘૂસ્યા હતા.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/pampore-attack-gunbattle-enters-second-day

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 4 October 2016

પટેલોને બેવકુફ બનાવતી EBC અનામત યોજનાનું સૂરસૂરિયું : વટહુક્મનું બાળમરણ - પાક.થી બે બોટમાં આતંકીઓ ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી એલર્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પટેલોને બેવકુફ બનાવતી EBC અનામત યોજનાનું સૂરસૂરિયું : વટહુક્મનું બાળમરણ

- કાયદા શાસ્ત્રીઓનો અને અધિકારીઓનો સ્પષ્ટ મત હોવા છતાં

- સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમલનો સરકારનો બચાવ

EBCને રદ કરતો પરિપત્ર રદ કરાયો હતો પણ હવે એ જ યથાવત રહ્યો
અમદાવાદ,સોમવાર
અનામતની માગણી સાથે પાટીદારોએ રાજ્યભરમાં આંદોલન કરતાં આખરે સરકારે પાટીદારોને બેવકુફ બનાવવા માટે ૧૦ ટકા EBC અનામત આપવાની જાહેરાત કરી હતી. સરકારનાં ઉચ્ચ અધિકારીઓ અને કાયદાના નિષ્ણાતોએ સ્પષ્ટ રીતે સરકારને જણાવ્યું હતું કે આ EBC સુપ્રીમ કોર્ટમાં ચકવાની નથી. રદ જ થશે. આમ છતાં પ્રજાના લાખો રૃપિયા કાયદાકીય લડતમાં વેડફી નખાયા છે. પરંતુ અગાઉની અપેક્ષા અને ગણતરી મુજબ ટેકનિકલ કારણોસર જ ૧૦ ટકા EBC અનામત આપોઆપ જ રદ થઇ ગઇ છે. જેને કારણે સરકારે EBC માટેનો જ વટહુકમ મોટા ઉપાડે કર્યો હતો તેનું બાળમરણ થઇ ગયું છે.
૧લી મેના દિવસે રાજ્યપાલે ઈબીસી અનામતનો વટહુકમ બહાર પાડયો હતો. પરંતુ તેને કાયદો બનાવવા માટે વિધાનસભા ગૃહમાં વિદ્યાયક લાવવું પડે પણ છેલ્લે ૨૨ ઓગસ્ટે બોલાવેલા સત્રમાં કોર્ટમાં કેસ ચાલતો હોઈ, કાયદો ઘડી શકાયો નહોતો. નિયમ મુજબ સત્ર બોલાયાના છ સપ્તાહમાં જો વિધેયક પસાર ન થઈ શકે તો વટહુકમ આપોઆપ રદ થઈ જાય છે. જેનો અર્થ થાય છે કે સરકારે ૧૦ ટકા ઈબીસી અનામતનો વટહુકમ હવે રદ થઈ ગયો છે.
ઈબીસી આપોઆપ રદ થવાનું હોઈ, સોમવારે મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાની બેઠક મળી હતી. જેમાં આ મુદ્દે ખૂબ જ લાંબી ચર્ચા વિચારણા પણ થઈ હતી. આખરે મોડી સાંજે નિતિન પટેલે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત ઈબીસી માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ મુજબ તમામ જગ્યાઓ ભરાશે.
તેઓએ ઉમેર્યું હતું કે, ૧૦ ટકા અનામતનો અમલ કરવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સમક્ષ ગુજરાતનો કેસ રજૂ કરવા સરકારે ખ્યાતનામ વકીલો પણ નીમ્યા છે. સરકાર તરફે ચૂકાદો લાવવા માટે તમામ તાકાત લગાવાશે. આ કેટેગરીનાં ઉમેદવારોને ભરતીમાં અન્યાય ન થાય તે માટે અત્યારે જેટલી ભરતી થયેલી હોય તેના ૧૦ ટકા જગ્યાઓ બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગના ક્વોટામાંથી ભરાશે.
ઈબીસી માટે હાઈકોર્ટના ચુકાદાને ધ્યાને લઈને ૧૦ ટકા અનામતની જોગવાઈનો અમલ નહીં કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જ્યારે સરકારને ચાલુ વર્ષે ૬૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવા માટેની ભરતી પ્રક્રિયા કરવી છે. આ કાર્યવાહી ચાલુ રહે એ પણ જરૃરી છે જેથી તમામ જગ્યાઓ ભરવા માટેનો સરકારે નિર્ણય કર્યો છે.
અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ એટલે કે ૨૩મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીની સૂચનાથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૦ ટકા ઈબીસી અનામતને રદ કરવાનો પરિપત્ર કરાયો હતો. જે સરકારનાં તમામ વિભાગોને મોકલાયો હતો. પરંતુ આ પરિપત્રનાં ૪ કલાક પછી ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિન પટેલે આ પરીપત્રને જ રદ્દ કરી દેતો નવો પરિપત્ર જારી કરાવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે તેઓએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી જાહેર કર્યું હતું કે હજુ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે અને સરકારને આશા છે કે ગુજરાતની તરફેણમાં ચૂકાદો આવે. આવા કારણોથી જ ઈબીસી વર્ગનાં યુવાનોને અન્યાય ન થાય તે માટે શરૃ કરાયેલી સરકારી ભરતી પ્રક્રિયા અટકાવી હતી. પરંતુ હવે તેનો કોઈ જ અર્થ રહેતો નથી. કારણે હવે ૧૦ ટકા ઈબીસી અનામત જ રહેતી નથી. જેથી તમામ ભરતી પ્રક્રિયા ઈબીસી વગર જ શરૃ કરાશે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amdavad-making-patels-fool-ebc-reserve-scheme-flop-infantile-death-of-planning-ordinance

પાક.થી બે બોટમાં આતંકીઓ ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી એલર્ટ

- પાક.ની બે શંકાસ્પદ બોટ ઝડપાયાના બે દિવસ બાદ

- આતંકીઓ ૨૬/૧૧ જેવા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં

ગુપ્તચર સંસ્થાઓએ કોસ્ટગાર્ડ, નેવીને ખડેપગે રહેવા કહ્યું
કરાચી, તા. ૩
ગુપ્તચર સંસ્થાઓએ ચેતવણી જારી કરી છે કે પાકિસ્તાનથી બે બોટ લઇને આતંકીઓ ભારત તરફ રવાના થયા છે. આ બોટ સમુદ્રમાં જ છે અને ગમે ત્યારે ગુજરાત અથવા તો મહારાષ્ટ્રના સમુદ્ર કીનારે આવીને આતંકીઓ હુમલાને અંજામ આપી શકે છે. જે રીતે ૨૦૦૮માં આતંકીઓએ મુંબઇ હુમલાને અંજામ આપવા માટે બોટનો ઉપયોગ કર્યો હતો તેવી જ રીતે આ વખતે પણ તેઓ સમુદ્રી માર્ગે આવીને આતંકી હુમલો કરી શકે છે. 
ગુપ્તચર સંસ્થાઓેએ આતંકીઓ આવી રહ્યા હોવાની શક્યતાઓને આધારે કોસ્ટગાર્ડ અને નેવીને એલર્ટ કરી દીધી છે. મળેલી પ્રાથમિક માહિતી અનુસાર જે બે બોટ્સ ભારત તરફ રવાના થઇ છે તેમાંથી એકને ટેકનિકલ ખામી સર્જાતા તે હાલ સમુદ્ર વચ્ચે જ અટકેલી છે. જ્યારે બીજી બોટ ભારત તરફ આવી રહી છે. આ પહેલા પાકિસ્તાનની બે શંકાસ્પદ બોટ ઝડપીને કોસ્ટગાર્ડ દ્વારા તેને પોરબંદર લાવવામાં આવી છે. અને આ સમગ્ર બોટમાં હાજર આશરે નવ લોકોની પૂછપરછ ચાલી રહી છે. 
રાજ્ય સરકારોને પણ બે દિવસ પહેલા એલર્ટ રહેવાની ચેતવણી જારી કરાઇ હતી. ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની આતંકીઓએ હુમલો કરવાની ચીમકી આપી હતી. જેને પગલે હાલ એલર્ટ જારી કરાયુ છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, પંજાબ સરહદેથી આતંકીઓ ઘુસવાની ફીરાકમાં છે. એલઓસી પર સૈન્યની કડક કાર્યવાહીને પગલે આતંકીઓ મુંબઇમાં કરેલા હુમલા જેવા જ કોઇ હુમલા માટે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી શકે છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-these-terrorists-are-coming-to-gujarat-alert