સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 3 January 2017

નોટબંધીની પ્રતિકૂળ અસરના પગલે નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તોમાં નોંધપાત્ર ઘટાડો - નોટબંધીથી રાજ્યના ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને હકના નાણાં મળ્યા નથી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

રેસ્ટોરન્ટમાં સર્વિસ ટેક્સ ચૂકવ્યા પછી સર્વિસ ચાર્જ ચૂકવવો ફરજિયાત નથી

- ફરજિયાત સર્વિસ ચાર્જની ફરિયાદો મળતાં સરકારની સ્પષ્ટતા

- માલિકો દ્વારા ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવો ગેરકાયદે : કેન્દ્ર

સર્વિસ સારી ન હોય તો ગ્રાહક સર્વિસ ચાર્જ આપવાની ના પાડી શકે 
નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2017, સોમવાર
 
ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કાયદા અનુસાર ગ્રાહકો ઇચ્છે તો પોતે જે રેસ્ટોરન્ટ કે હોટેલની સર્વિસ લે છે તેનો સર્વિસ ચાર્જ ન આપે તો ચાલે. એટલે કે જો ગ્રાહકને એમ લાગે કે રેસ્ટોરન્ટમાં મળી રહેલી સર્વિસ સારી નથી તો તે સર્વિસ ચાર્જ નહીં આપે તો પણ ચાલશે. એટલે કે હવેથી રેસ્ટોરન્ટમાં અપાતો સર્વિસ ચાર્જ ફરજીયાત નહીં રહે. ગ્રાહક ઇચ્છે તો ના પાડી શકે છે. 
 
મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવેથી સર્જિસ ચાર્જ ફરજીયાત નહીં રહે. અને કોઇ ગ્રાહક પર રેસ્ટોરન્ટ આ ચાર્જ જબરજસ્તી થોપી પણ નહીં શકે. ગ્રાહક સરક્ષા કાયદાને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવ્યું છે કે સર્વિસ ચાર્જ એ વૈકલ્પીક બાબત છે.
 
જોકે અહીં એ પણ સ્પષ્ટતા કરી દઇએ કે સર્વિસ ટેક્સ અને સર્વિસ ચાર્જ બન્ને અલગ છે. સર્વિસ ટેક્સ સરકારને મળે છે જે ચુકવવો ફરજીયાત છે. જ્યારે સર્વિસ ચાર્જ જે તે સેવા આપનાર રેસ્ટોરન્ટને મળે છે, જે ચુકવવો ફરજીયાત નહીં પણ વૈકલ્પિક છે. 
 
છેલ્લા કેટલાક સમયથી મંત્રાલયને ફરીયાદો મળી રહી હતી કે રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકો પાસેથી ફરજીયાત સર્વિસ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. પાંચથી ૨૦ ટકા સર્વિસ ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે.
 
સર્વિસ સારી હોય કે ખરાબ ગ્રાહકો પર આ ચાર્જ વસુલવા દબાણ થતું રહે છે. જેને પગલે મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી છે કે સર્વિસ ચાર્જ એ ફરજીયાત નથી અને કોઇ પર દબાણ કરવો પણ દેરકાયદે ગણાશે. 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-service-charge-is-not-mandatory-pay

નોટબંધીની પ્રતિકૂળ અસરના પગલે નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તોમાં નોંધપાત્ર ઘટાડો

- આવતા સપ્તાહની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પર નજર

મુંબઈ, તા. 2 જાન્યુઆરી, 2017, સોમવાર
 
ડિસેમ્બરના અંતે પૂરા થયેલા વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નવા ઈન્વેસ્ટમેન્ટની દરખાસ્તોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નોટબંધીની અસર કંપનીઓના વિસ્તરણ કાર્યક્રમ પર પણ જોવા મળી હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
 
ધ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિ  દ્વારા ક્ષમતા વિસ્તરણના જારી કરાયેલા આંકડામાં ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રૃપિયા ૧.૨૫ લાખ કરોડની નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો આવી હોવાનું  દર્શાવાયું હતું, જે છેલ્લા નવ ત્રિમાસિક ગાળામાં સરેરાશ ૨.૩૬ લાખ કરોડની નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તની સરખામણીએ ઘણાં નીચા છે. 
 
મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ ડિસેમ્બર ૨૦૧૬ના ત્રિમાસિક ગાળાની ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તનો આંક સૌથી નીચો છે. ડીમોનિટાઈઝેશનને કારણે ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો જોવાઈ રહ્યો હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. 
 
ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ થોડાક સમયથી નબળું છે અને હજુ થોડા સમય ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું હતું. સરકાર દ્વારા નોટબંધીના  લેવાયેલા અચાનક પગલાં અને ત્યારબાદ તેને આનુષાંગિક નિર્ણયોની ખરી અસર જાણવા મળે ત્યાંસુધી ઉદ્યોગ નવા ઈન્વેસ્ટમેન્ટ માટે તૈયાર નથી. 
 
આવતા સપ્તાહે ગુજરાતમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નોટબંધી પછીની એક મોટી ઈન્વેસ્ટમેન્ટ સમિટ છે જેમાં ઉદ્યોગોનો મૂડ જોવા મળવાની સંભાવના છે. 
 
પ્રાપ્ત આંકડા પ્રમાણે ડિસેમ્બર ત્રિમાસિકમાં ૮ નવેમ્બર સુધી રૃપિયા ૮૧૮૦૦ કરોડની ૨૨૭ નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો આવી હતી પરંતુ ત્યારપછી ૩૧ ડિસેમ્બર સુધીમાં રૃપિયા ૪૩૭૦૦ કરોડની ૧૭૭ દરખાસ્તો આવી હતી. આમ નોટબંધીની ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો પર કેવી પ્રતિકૂળ અસર પડી છે તે પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.  
 
આ ઉપરાંત ડિસેમ્બર ત્રિમાસિકમાં રૃપિયા ૭૭૭૦૦  કરોડના પ્રોજેકટસના અમલ અટકી પડયા હતા. ક્લિઅરન્સના અભાવે અમલીકરણ અટકી પડયા હતા. નોટબંધીને કારણે વિવિધ સરકારી વિભાગો તેને લગતા કામોમાં અટવાઈ પડયા હોવાને પરિણામે આ સ્થિતિ જોવાઈ હતી. 
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business/business-significantly-reduced-new-investment-proposals

નોટબંધીથી રાજ્યના ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને હકના નાણાં મળ્યા નથી

- દુનિયામાં એવો કોઇ દેશ નથી જ્યાં બેંકમાં લોકોના નાણાં પડયા હોય અને ઉપાડવાની છૂટ ન હોય

- નોટબંધીથી ઉભી થયેલી અવ્યવસ્થાના વિરોધમાં પાંચમી જાન્યુ.એ કોંગ્રેસ કલેક્ટર કચેરીને ઘેરાવ કરશે

ભાવનગર, તા.02 જાન્યુઆરી 2017, સોમવાર

નોટબંધીના વિરોધમાં પ્રદેશ કોંગીની સૂચનાથી શહેર-જિલ્લા કોંગી સમિતિ દ્વારા તા.૫ના રોજ કલેક્ટર કચેરીને ઘેરાવ કરવાની તથા તા.૮ના રોજ મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વેલણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કોંગીના પ્રવક્તા શૈલેષ પરમારે ભાવનગર ખાતે મિડીયા સાથેની એક વાતચીતમાં વડાપ્રધાન મોદીની કેશલેસ સીસ્ટમની હાંસી ઉડાવતા વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી પાછળ ભાજપનું મોટુ કૌભાંડ છે.

નોટબંધીના નિર્ણયને ૫૦ દિવસ પૂરા થયા ગોવામાં વડાપ્રધાને સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, માત્ર ૫૦ દિવસ મને આપો. ૫૦ દિવસ પછી કોઇપણ રહે તો મને જે કહેશો તે 'ચોરાહા' પર દેશ કહેશે તે સજા ભોગવવા તૈયાર રહીશ. ૫૦ દિવસ પછી તમે જેવો ઇચ્છો છો તેવો દેશ બની જશે.

વડાપ્રધાન દ્વારા રાતોરાત દેશ પર આ જે નિર્ણય લાદવામાં આવ્યો તેના લીધે સામાન્ય માણસોએ હાડમારી સહન કરવી પડી. આ દુનિયામાં એવો કોઇ પણ દેશ નથી કે જ્યાં લોકોએ તેમના નાણાં બેન્કોમાં જમા કરાવ્યા હોય તે નાણાં ઉપાડવાની તેમને છુટ ના હોય. ૮મી નવેમ્બરે ૨૦૧૬ના રોજ રાત્રે ૮ કલાકે વડાપ્રધાને નોટબંધી કરવા માટેના ત્રણ કારણો આપ્યા હતાં. કાળુ નાણું નાબુદ કરવા, આતંકવાદ બંધ કરવા અને નકલી નોટ પકડવા તા.૯મીએ કોંગ્રેસ પક્ષે પત્રકાર પરિષદ કરીને દિલ્હીથી કહ્યું કે, જો કાળુ નાણું નાબુદ કરવાની આતંકવાદ બંધ કરવાની કે નકલી નોટ પકડવાની આ લડાઇ હોય તો કોંગ્રેસ પક્ષનો તેને સંપૂર્ણપણે ટેકો છે.

પરંતુ નોટબંધીથી સામાન્ય માણસ, મહિલાઓ, યુવાનો, ખેડૂત, મજુર, નાના વેપારી, કર્મચારી, પશુપાલક અને જેમની પાસે એક રૃપિયો પણ કાળુ નાણું નથી તેને તકલીફ ના પડવી જોઇએ પરંતુ થોડાક જ દિવસોમાં દેશભરમાંથી ભાજપના મળતીયાઓ અને મોટા માથાઓને જોઇએ તેટલી રૃા.૨૦૦૦ની નવી નોટો પાછલા બારણેથી મળતી થઇ અને દેશના સામાન્ય માણસો લાઇનમાં રઝળપાટ ભોગવતા થયા ત્યારે સામાન્ય નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષે વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો.

નોટબંધીના કારણે સર્વિસ સેક્ટરમાં પી.એમ.આઇ.માં ઘટાડો, ઉત્પાદન વિકાસદરમાં ઘટાડો, બેરોજગારીમાં વધારો, અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને ભારે હાલાકી સાથે દેશના વિકાસ દરમાં પણ મોટી અસર દેખાઇ રહી છે. નોટબંધીના કારણે દેશના કરોડો નાગરીકો ૫૦ દિવસ થઇ ગયા હોવા છતાં હાલાકી ભોગવી રહ્યા છે. નોટબંધી બાદ ઉભી થયેલી અવ્યવસ્થાથી ગુજરાતના ૩૬ લાખ (૩.૬ મીલીયન) દુધ ઉત્પાદકોને પોતાના હક્કના બે પગાર (૧૫ દિવસે એક પગાર)ના નાણાં હજુ મળ્યા નથી. ખેડૂતોને રોકડ માટે બેન્કની લાઇનમાં ઉભા રાખવાનો અધિકાર ભાજપ સરકારને છે ખરો ? રોજીંદા કામ કરતા મજૂરોની રોજગારી છીનવાઇ ગઇ છે.

નાના દુકાનદારોના રોજિંદા વેપારમાં સરેરાશ ૪૦ થી ૫૦ ટકાનો વેપાર ઘટી ગયો છે. ટેક્સટાઇલ, સિરામિક અને હિરા ઉદ્યોગને નોટબંધીને કારણે ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ૫૦ દિવસ પૂર્ણ થયા છે ત્યારે કેટલુ કાળુધન બહાર આવ્યું ? દેશને શું ફાયદો થયો અને દેશને શું નુકશાન થયુ ? તેનું સરવૈયુ વડાપ્રધાન દેશની જનતાને આપે તેમ કોંગી પ્રવક્તા અને ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું.

ભાજપની કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ દ્વારા એવુ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે, કાળુ નાણું માત્ર ૬ ટકા જ રોકડમાં છે. મોટાભાગનું કાળુ નાણું વિદેશમાં છે, સોના-ચાંદી, હીરા ઝવેરાત, વિદેશી ચલણમાં અને રીયલ એસ્ટેટમાં છે. આમ વિદેશમાં જે કાળુ નાણું તેને હું લઇ આવીશ અને દરેકના ખાતામાં રૃા.૧૫ લાખ આવી જશે તેવી વડાપ્રધાનની વાતો પૈકી તો એક પણ રૃપિયો કોઇના ખાતામાં આવ્યો નથી.

કોંગ્રેસના વિદેશમાં રહેલા કાળાનાણાંને ૧૦૦ દિવસમાં પકડી પાડીશ. આજે ૧૦૦૦ જેટલા દિવસ થયા પણ વિદેશમાંથી ફુટી કોડી પણ મળી નથી. વિદેશની બેન્કોમાં કોનું કાળુનાણું છે તેની યાદી એસ.આઇ.ટી. (વિશેષ તપાસ ટુકી દ્વારા) મોદી સરકારને આપવામાં આવી છે. પરંતુ નામો મોદી સરકાર જાહેર કરતી નથી તે જ બતાવે છે કે, આ કાળુનાણું કોંગ્રેસનું નહી પરંતુ ભાજપ અને તેના મળતીયાઓનું છે.

નોટબધી માટેનું ત્રીજુ કારણ આતંકવાદને નાથવાનું હતું જો નોટબંધીથી આતંકવાદ કાબુમાં આવી જતો હોય તો અમેરીકા, બિનલાદેનને મારવાને બદલે ડોલરની નોટબંધી કરી દેત, હકીકતમાં નોટબંધી બાદ આતંકવાદી હુમલા વધ્યા છે, ચાહે કાશ્મીર હોય કે મણીપુર હોય. એટલું જ નહી પરંતુ મરાયેલા આતંકવાદી પાસેથી નવી રૃા.૨૦૦૦ની નોટો મળી આવી છે. કશ્મીરમાં નોટબંધી પહેલાથી જ ધોરણ-૧૨ની પરીક્ષા, હવામાન અને અન્ય કારણોસર પથ્થરબાજી બંધ થઇ ચુકી હતી.

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખુદની પ્રસિદ્ધિ માટે દેશને હોડમાં મૂકી દીધો છે ત્યારે જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસજનોની જવાબદારી વધી જાય છે. નોટબંધીના મનસ્વી નિર્ણય અને મોદીએ સહારા-બિરલા પાસેથી લીધેલા ભ્રષ્ટાચારના નાણાંના વિરોધમાં તા.૫મી જાન્યુઆરીએ જિલ્લા મથકોએ ઉગ્ર કાર્યક્રમો અને કલેક્ટર કચેરીએ ઘેેરાવ કરાશે. તા.૮મી જાન્યુઆરીએ મહિલા કોંગ્રેસ થાળી-વેલણના કાર્યક્રમો દ્વારા નોટબંધી નિષ્ફળતાને ઉજાગર કરાશે.

તા.૧૧મીએ નોટબંધીની નિષ્ફળતા, પરિણામે કરોડો નાગરિકોને ભોગવવી પડેલી હાલાકી-હાડમારીને વાચા આપવા દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જનસંમેલનમાં દેશભરના કોંગ્રેસના હોદ્દેદારો અને પદાધિકારીઓ જોડાશે. આ બેન્કમાં શહેર કોંગી પ્રમુખ રાજેશ જોશી, જિલ્લા કોંગી પ્રમુખ પ્રવિણ વાળા, પાલીતાણાના ધારાસભ્ય ઉપરાંત મનપા વિપક્ષના નેતા તથા જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતાં.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/bhavnagar-36-lakh-milk-producers-have-not-met-the-state-money-notabandhithi-rights



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment