સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 4 January 2017

અમદાવાદમાં બર્ડ ફ્લૂ : મુંબઇથી આવેલી મરઘીઓનું સેમ્પલ પોઝિટિવ - બર્ડફ્લૂનો ભય: નળસરોવર, થોળ સહિતની બર્ડ સેન્યુરી એલર્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

બર્ડફ્લૂનો ભય: નળસરોવર, થોળ સહિતની બર્ડ સેન્યુરી એલર્ટ

શિયાળાની ઠંડીમાં વિદેશથી યાયાવર પક્ષીઓનું ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. નળસરોવર, થોળ સહિતની બર્ડ સેન્ચયુરીમાં દરવર્ષે હજારો યાયાવર પક્ષીઓ આવે છે. આ વર્ષે બર્ડ ફ્લૂ થવાની ભીતિ છે તેના પગલે રાજ્ય વન વિભાગે તમામ બર્ડ સેન્ચયુરીમાં સાવધાની રાખવા માટે સૂચના આપી દીધી છે.
ફ્લેમિંગો સિટી-કચ્છ, ખિજડીયા બર્ડ સેન્યુરી – જામનગર, નળસરોવર, થોળ યાયાવર પક્ષીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. બર્ડ વોચર માટે આ સ્થળો શ્રેષ્ઠ સ્થળો છે. દરવર્ષે વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર સુધીની સફર કરીને ગુજરાતની બર્ડ સેન્યુરીઓમાં અમુક સમયગાળા સુધી વસવાટ કરે છે. આ વર્ષે બર્ડ ફ્લૂની દહેશત છે જેથી રાજ્ય વન વિભાગ-પશુપાલન વિભાગે બર્ડ સેન્યુરી પર ખાસ મોનેટરીંગ કરવાનું આયોજન કરાયું છે. વન વિભાગે બીટગાર્ડોને સૂચના આપી દીધી છે કે જો સેન્ચુરીમાં શંકાસ્પદ રીતે પક્ષીનું મૃત્યુ થયેલું જણાય તો વન વિભાગને જાણ કરીને પોસ્ટમોર્ટમ કરીને મોતના કારણોની માહિતી મેળવવી. વેટરનરી ડૉકટરોની ટીમને પણ સેન્યુરીની મુલાકાત લેવા જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે પણ બર્ડ ફ્લૂની માર્ગદર્શિકા જાહેર કરી છે અને રાજ્યની તમામ બર્ડ સેન્યુરીને માર્ગદર્શિકાનો અમલ કરવા આદેશ અપાયો છે. બર્ડ ફલૂની દહેશત વચ્ચે રાજ્ય વન વિભાગ, પશુપાલન વિભાગ મામલે ખાસ તકેદારી રાખવા તૈયારીઓ કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે બર્ડફ્લૂના ભયને લીધે રાજ્ય વનવિભાગ-પશુપાલન વિભાગ તમામ શક્ય આગોતરા પગલાં લેવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી ગુજરાતમાં બર્ડફ્લૂને લીધે બર્ડ સેન્યુરીમાં એકપણ પક્ષીનું મોત નોંધાયું નથી.
 
Source:-http://sandesh.com/high-alert-on-nalsarovar-due-to-bird-flu/

અમદાવાદમાં બર્ડ ફ્લૂ : મુંબઇથી આવેલી મરઘીઓનું સેમ્પલ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં બર્ડ ફ્લૂ દેખા દેતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદ શહેરના હાથીજણ ગામમાં આવેલા આશા ફાઉન્ડેશન દ્વારા તા.૨૮મી ડિસેમ્બરે ૨૬ મરઘીઓ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામી હતી જેથી ફાઉન્ડેશન દ્વારા મોતને ભેટેલી મરઘીઓના સેમ્પલ તપાસ અર્થે ભોપાલની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ગત ૩૧મી ડિસેમ્બરના રોજ આ મરઘીઓના સેમ્પલ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા હતા. આમ અમદાવાદ શહેરમાં પ્રથમવાર બર્ડ ફ્લૂએ દેખા દેતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આજે અમદાવાદ કલેકટરે આશા ફાઉન્ડેશનના સંચાલકો, રાજ્ય પશુ વિભાગના અધિકારીઓ અને મ્યુનિ. તંત્રના અધિકારીઓ સાથે કોન્ફરન્સ કરી હતી. અમદાવાદ કલેકટરે હાથીજણ ગામની આસપાસનો એક કિ.મી. વિસ્તારને ઇફેક્ટેડ ઝોન (ચેપી વિસ્તાર) જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે મ્યુનિ.ની બે મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઇ છે. ઉપરાંત હાથીજણ ગામથી ૧૦ કિ.મી. ત્રિજ્યાના વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. ઉપરાંત અમદાવાદ જિલ્લાના ૩૬ ગામોમાં સરવે કરવામાં આવ્યો હતો. કલેકટરે તાકીદે ઇફેક્ટેડ ઝોન અને એલર્ટ ઝોનમાં પક્ષી, ઇંડા, મૃત પક્ષી, પક્ષીઓની અઘાર, ફાર્મ મશીનરીના સાધનો કે તેવી કોઇપણ વસ્તુઓ ચેપી વિસ્તારની બહાર લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અમદાવાદ જિલ્લા કલેકટર અવતિકાસિંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાથીજણના આશા ફાઉન્ડેશનમાંથી શંકાસ્પદ ૨૬ મરઘીઓ મૃત્યુ પામી હતી જેના સેમ્પલ ભોપાલ ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. જેમાં ૩૧મીએ આ સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટિવઆવ્યો છે જેથી કેન્દ્ર સરકારની ૨૦૧૫ની ગાઇડલાઇન પ્રમાણે તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે. વસ્ત્રાલ-ઓઢવ અને પૂર્વના ૧૩૨ ફુટના રીંગ રોડ ઉપર ચીકનની દુકાનો, આમલેટની લારીઓ બંધ કરી દેવાઇ છે. આશા ફાઉન્ડેશનની મરઘીઓના રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવઆવતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આશા ફાઉન્ડેશનને સીલ કરી દેવાયું છે જેમાં કોઇપણ પ્રકારની અવર-જવર બંધ કરી દેવાઇ છે. મરઘીઓને દફન કરાશે તે વિસ્તાર ત્રણ મહિના સુધી સીલ
આશા ફાઉન્ડેશનમાં શંકાસ્પદ ૭૫૦ મરઘીઓ સહિત અન્ય પક્ષીઓને ઇન્જેક્શન આપીને મારવામાં આવશે. હાથીજણ વિસ્તારમાં જ આ મરઘીઓનો જેસીબીથી ખાડો કરીને દાટી દેવાશે. જ્યાં મરઘીઓ દાટી છે તે વિસ્તાર ત્રણ મહિના સુધી સીલ કરી દેવાશે.
૧૪ વ્યક્તિઓને ટેમિફ્લૂ અપાઇ, સિવિલમાં ઔઆઇસોલેટેડ વોર્ડ શરૂ કરાયો
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા હાથીજણમાં બે મેડિકલ ટીમો સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. ૧૪ વ્યક્તિઓને ટેમિફ્લૂ આપી છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ શરૂ કરાયો છે.
કલેકટરે બે કંટ્રોલ રૂમ શરૂ કર્યા, બે હેલ્પલાઇન નંબર
અમદાવાદ જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીમાં બર્ડ ફ્લૂ માટે બે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ કલેકટરે હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૫૫૦૩૮૩૨ અને ૦૭૯-૨૭૫૬૦૫૧૧ જાહેર કર્યા છે.
સરકાર ગંભીર, તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે : આરોગ્ય મંત્રી
બર્ડ ફ્લૂના મુદ્દે રાજ્ય સરકાર અતિ ગંભીર છે. તકેદારીના પગલાં લીધા છે. હાથીજણની એક કિ.મી.નો વિસ્તાર ઇફેક્ટેડ ઝોન જાહેર કરાયો છે. ઉપરાંત ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં ૩૬ ગામોમાં સરવે કરાયો છે ઉપરાંત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવા માટે ટીમો તૈનાત કરી દેવાઇ છે. ૧૪ વ્યક્તિઓને ટેમિફ્લૂ અપાઇ છે. આ ૧૪ વ્યક્તિઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ સારવાર અપાઇ છે. ભયનો કોઇ માહોલ નથી તકેદારીના તમામ પગલાં લેવાઇ રહ્યાં છે.
  • શંકર ચૌધરી, આરોગ્યમંત્રી
યુપીથી લવાયેલી ૧૪૩૦ ગીની મરઘીઓ પણ શંકાસ્પદ
સોમવારે ઉત્તર પ્રદેશના અલાહાબાદથી વાહનમાં ૧૪૩૦થી વધુ મરઘીઓ અમદાવાદ લઇને અવાતી હતી પણ અચાનક બપોરના સમયે વસ્ત્રાલ વિસ્તારની ખુલ્લી જગ્યામાં આ મરઘી છોડી મુકાઇ હતી. મોટાભાગની મરઘીઓને ટોપલાંમાં ભરીને  આશા ફાઉન્ડેશન મોકલી અપાઇ હતી. આશા ફાઉન્ડેશન દ્વારા એવી શંકા વ્યક્ત કરાઇ છે  કે, આ મરઘીઓ સંક્રામિત હોઇ શકે છે.
Source:-http://sandesh.com/ahmedabad-bird-flu-samples-tested-positive-hens-mumbai/



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment