Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
રોજગારીની ખાત્રી નહીં આપો તો PMની ગાડી રોકીશ, ભલે મને ગોળી મારો ઃ અલ્પેશ ઠાકોર
-બહુચરાજીથી અમદાવાદ સુધી યોજાયેલી 'બેરોજગાર યાત્રા'માં હજારો યુવાનો જોડાયા
-સરકાર ૯૦ દિવસમાં ગુજરાતના ૩ લાખ યુવાનોને રોજગારીની ખાત્રી આપે નહીં તો વાઇબ્રન્ટ થવા નહીં દઇએ
અમદાવાદ/ચાણસ્મા,તા.6 જાન્યુઆરી 2017, શુ્ક્રવાર
ગુજરાત સરકાર રાજ્યના ૮૫ ટકા યુવાનોને ઉદ્યોગોમાં નોકરી પૂરી પાડવાની ખાતરી નહીં આપે તો અમે આવતા સપ્તાહે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થવા દઇશું નહીં તેવા નિવેદન સાથે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ પટેલે ગુજરાતની ભાજપ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. ઓબીસી એકતા મંચના નેજા હેઠળ બહુચરાજીથી અમદાવાદ સુધી યોજાયેલી 'બેરોજગાર યાત્રા'માં ગુજરાતભરમાંથી હજારો લોકો જોડાયા હતા અને ગુજરાત સરકાર સમક્ષ પરોક્ષ રીતે 'શક્તિ પ્રદર્શન' કર્યું હતું.
આ રેલીનો શુક્રવારે સવારે પ્રારંભ થયો હતો અને મોડી રાત્રે અમદાવાદ ખાતે તેની સમાપ્તિ થઇ હતી. આ રેલી જ્યાંથી પણ પસાર થઇ ત્યાંથી તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અનેક ગામમાંથી યુવાનો આ રેલીમાં જોડાવવા લાગ્યા હતા. વિરમગામ ખાતે આ રેલી પહોંચી ત્યારે તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વિરમગામ ખાતે કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા આ રેલીને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો હતો. યાત્રામાં હજારો યુવાનો બાઇક, કાર, જીપ, મેટાટોર દ્વારા વાહનો સાથે જોડાયા હતા. રેલી પૂર્વે અલ્પેશ ઠાકોરે બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરી આશિર્વાદ લીધા હતા. આ પછી તેઓ હાંસલપુર ખાતેના સભાસ્થળે પહોંચ્યા હતા જ્યાં પાટીદાર અનામત આંદોલન સમિતિના વરૃણ પટેલ, દલિત નેતા જીજ્ઞોશ મેવાણીએ જનમેદનીને સંબોધન કર્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનસભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 'ગુજરાતમાં ૬૦ લાખ યુવાનો બેકાર છે. આશા-આંગણવાડીમાં કાર્યરત્ બહેનો, ફિક્સ પેના કર્મચારીઓનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. ગુજરાત સરકાર નવી રોજગારી ઉપલબ્ધ કરાવવામાં અસમર્થ છે અને તેમના રોજગારીના દાવાનો ફુગ્ગો ફૂટી રહ્યો છે. ખાનગી ક્ષેત્રની મારુતિ, હોન્ડા જેવી અનેક કંપનીઓએ આ વિસ્તારમાં કારખાના શરૃ કર્યા છે, તેમાં સ્થાનિક યુવાનોને ૮૫% નોકરી આપવામાં આવે તેવી અમારી માગણી છે. વાઇબ્રન્ટ સમિટમાં કેટલું રોકાણ આવ્યું તેવા આંકડા થકી કરવામાં આવતા દાવામાં અમને રસ નથી પણ ગુજરાતના કેટલા યુવાનોને રોજગારી આપશો તે જાણકારી આપશો તે જાહેર કરો.
આગામી ૯૦ દિવસમાં ૩ લાખ યુવાનોને રોજગારી પૂરી પાડવાની ખાતરી નહીં આપવામાં આવે તો અમે વાઇબ્રન્ટ સમિટ થવા દઇશું નહીં, વડાપ્રધાનની ગાડી હું પોતે રોકીશ, સરકારને ગોળીએથી વિંધવો હોય તો વિંધી નાખે. ગુજરાતના યુવાનોને નોકરી આપવામાં અસમર્થ હોય તો સરકાર સિંહાસન ખાલી કરી દે. '
પાટીદાર નેતા વરૃણ પટેલે જણાવ્યું હતું કે 'ગુજરાતમાં શરૃ કરવામાં આવતા ઉદ્યોગોમાંથી ૮૫ ટકા નોકરીઓમાં ગુજરાતીઓનો હક છે. આપણે હક માગીએ છીએ ભીખ નહીં.'
'બેરોજગાર યાત્રા'માં સામાજિક સમરસતાના દર્શન!
બહુચરાજીથી શરૃ થયેલી આ 'બેરોજગાર યાત્રા'માં અલ્પેશ ઠાકોર ઉપરાંત પાટીદારો, ઓબીસી, આદિવાસી, લઘુમતિ સહિત અનેક જાતિના બેરોજગાર યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આમ, આ રેલી દરમિયાન એક પ્રકારે સામાજિક સમરસતાના દર્શન થયા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોથી ગુજરાત સરકાર પણ હતપ્રભ થઇ ગઇ છે. અગાઉના આયોજન અનુસાર આ રેલી સાંજે ૪ઃ૩૦ વાગે સાબરમતી આશ્રમ પહોંચવાની હતી. પરંતુ રેલીમાં એટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેને અમદાવાદમાં પ્રવેશવા સુધીમાં જ સાંજે ૭ઃ૩૦નો સમય થઇ ગયો હતો.
એસજી હાઇવે પર ચક્કાજામ થતાં રેલી ટૂંકાવવી પડી
'બેરોજગાર યાત્રા' અગાઉ નિર્ધારીત કરવામાં આવેલા રૃટ અનુસાર સાબરમતી ખાતે ગાંધી આશ્રમ પાસે પૂરી થવાની હતી. પરંતુ આ રેલીએ અમદાવાદમાં પ્રવેશ કર્યો એ સાથે જ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. મોડી સાંજે એસજી હાઇવે ખાતે સરખેજ ચાર રસ્તાથી ઇસ્કોન સુધી ટ્રાફિક જામ થયો હતો. આ રેલીને મળેલા પ્રતિસાદને કારણે અમદાવાદમાં બે પોલીસ અધિકારીઓને તાકીદે અલ્પેશ ઠાકોર સાથે બેઠક કરવી પડી હતી. જેમાં તેમણે અલ્પેશ ઠાકોરને રેલીને સાબરમતી આશ્રમ સુધી નહીં લઇ જવા અનુરોધ કરવો પડયો હતો. કેમકે, આ રેલી સાબરમતી આશ્રમ સુધી જાય તો ચક્કાજામની સ્થિતિ વધુ વણસે તેમ હતી. જેના કારણે આખરે અલ્પેશ ઠાકોરને કર્ણાવતી ક્લબ સામે આવેલા ગ્રાઉન્ડમાં સભા યોજવી પડી હતી. જેમાં પણ અમદાવાદમાંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

૨૦૧૬-૧૭માં જીડીપી ૭.૬ ટકા ઘટીને ૭.૧ ટકા રહેવાની શક્યતા
- CSOએ ઓક્ટો. સુધીના આંકડાને આધારે મૂકેલો અંદાજ
- નોટબંધીની અસર સામેલ ન હોવાથી જીડીપી સાત ટકાથી પણ નીચે જવાની ભીતિ ઃ ૨૦૧૬-૧૭માં કૃષિ સેક્ટરનો વિકાસ ૪.૧ ટકા રહેવાનો અંદાજ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬ શુક્રવાર, જાન્યુઆરી 2017
નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીમાં ૨૦૧૬-૧૭માં આર્થિક વિકાસ ધીમો રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલા અંદાજ મુજબ ૨૦૧૬-૧૭માં જીડીપી ૭.૧ ટકા રહેશે. વર્ષ ૨૦૧૫-૧૬માં જીડીપી ૭.૬ ટકા રહ્યો હતો. જીડીપી વિકાસનો આ અંદાજ ઓક્ટોબર સુધીના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓને આધારે મૂકવામાં આવ્યો છે એટલે કે નોટબંધીની અસર સામેલ કરવામાં આવી નથી. નોટબંધી પછીના આંકડાઓને સામેલ કરવામાં આવશે તો ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી સાત ટકાથી પણ નીચે જવાની શક્યતા છે.
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફીસ(સીએસઓ)ના મુખ્ય સ્ટેટિસ્ટિશિયન ટી સી એ આનંદે જણાવ્યું હતું કે આ એક સામાન્ય વર્ષ નથી અને ખૂબ જ સાવચેતીપૂર્વક આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યાં છે. અમે અમારા અંદાજમાં નવેમ્બરની બેન્ક ડિપોઝીટ અને ક્રેડિટ આંકડાઓનો ઉપયોગ કર્યો નથી કારણકે નોટબંધીને કારણે તેમાં મોટા પાયે ફેરફારની શક્યતા છે.
સીએસઓ દ્વારા જાકી કરવામાં 'ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ ઓફ નેશનલ ઇન્કમ, ૨૦૧૭'માં નોટબંધીની અસર સામેલ કરવામાં આવી નથી. આ અહેવાલમાં ફક્ત ઓક્ટોબર સુધીના આંકડાઓનો જ અંદાજ મૂકવામાં આવ્યો છે.
૨૦૧૬-૧૭માં કૃષિ સેક્ટરનો વિકાસ ૪.૧ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૬માં કૃષિ સેક્ટરનો વિકાસ ૧,૨ ટકા હતો. ૨૦૧૬-૧૭માં માઇનિંગ સેક્ટરનો વિકાસ ૧.૮ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે આ સેક્ટરનો વિકાસ ૭.૪ ટકા રહ્યો હતો.
૨૦૧૬-૧૭માં કન્સ્ટ્રકશન સેક્ટરનો વિકાસ ૨.૯ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષમાં આ સેક્ટરનો વિકાસ ૩.૯ ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ ૭.૪ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વિકાસ ૯.૩ ટકા રહ્યો હતો.
૨૦૧૬-૧૭માં સર્વિસ સેક્ટરનો વિકાસ ૮.૮ ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં આ ક્ષેત્રનો વિકાસ ૮.૯ ટકા રહ્યો હતો. ૨૦૧૬-૧૭માં ઇલેક્ટ્રિસિટી, ગેસ અને વોટરનો વિકાસ ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે આ સેક્ટરનો વિકાસ ૬.૬ ટકા રહ્યો હતો. ૨૦૧૬-૧૭માં ટ્રેડ, હોટેલ અને ટ્રાન્સપોર્ટનો વિકાસ ૬ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે આ સેક્ટરનો વિકાસ ૯ ટકા રહ્યો હતો.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/gdp-likely-to-grow-7-6-per-cent-in-2016-17-to-7-1-per-cent
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment