સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 16 January 2017

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાગવડ - Pranpatish Mahotsav Khodaldham 1008 Kundi Havan 21-01-2017 Saturday - Khodaldham rath yatra - ખોડલધામ મંદિરમાં 17થી 21 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા 2017

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાગવડ - Pranpatish Mahotsav Khodaldham 1008 Kundi Havan 21-01-2017 Saturday - Khodaldham rath yatra - ખોડલધામ મંદિરમાં 17થી 21 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા 2017

પધારો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
કાગવડ,તા.જેતપુર

ગુજરાતની ગૌરવવંતી બાબતમાં વધારો થાય તેવો ઉત્સવ ખોડલધામ મંદિરના પરિસરમાં ઉજવાઈ રહ્યો છે. વિશ્વ અજાયબીમાં આવી જાયે તેવો તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. 

100 એકરમાં બનેલા આ મંદિર 17મી જાન્યુઆરીના રોજ ખુલ્લુ મૂકવામાં આવશે. આ ઉત્સવ 21મી જાન્યુઆરી સુધી ચાલશે.


તારીખ ૨૧-૦૭-૨૦૧૬ને શનિવારે કાગવડ શ્રી ખોડલધામ મંદિરે  પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે જેમાં ૧૦૦૮ કુંડનો હવન થનાર છે.



સૌરાષ્ટ્રના તિર્થધામ સમા ખોડલધામની વિશેષતા જોઈએ તો આ મંદિરમાં 238 નંગ પિલર છે. 54 છતમાં ભાતભાતની ડીઝાઈન છે.


252 ફૂટ મંદિરની પહોળાઈ અને 298 ફૂટ મંદિરની લંબાઈ સાથે 159 ફૂટ મંદિરની ઉંચાઈ છે. 129 નંગ પટેલ પેનલ મુકાઈ છે. 

123 ધરતીપુત્ર પટેલની મુર્તિઓ મુકાઈ છે. સાથે 21 માર્બલની વિવિધ દેવી, દેવતાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે.


મંદીરમા ૧૪ કુળદેવી ની મૂર્તિઓ ની સ્થાપના કરાશે.ઉપરાંત મંદિરની ફરતે ૬૦૦૦ મૂર્તિઓ કંડારાશે.૧૩૩.૬ ફૂટની ઉંચી દીવાલ પર ૨૦ ફૂટનો ધ્વજ દંડ રહેશે .

ભૂકંપપ્રુફ બાંધકામમા લોખંડ ને બદલે પવિત્ર તાંબાનો ઉપયોગ કરાયો છે .મહત્વની વાત એ છે કે જગતિ ઉપર લેવા પટેલ સમજની સંસ્કૃતિ દર્શાવાય છે.





સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવના પ્રતીક સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરના નિર્માણકાર્ય પાંચ વરસ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે.



રૂા.60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં રૂા.130 કરોડનું દાન મળ્યું છે. ત્યારે આગામી તા.17 થી 21-જાન્યુઆરી-2017માં ખોડલધામમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.



ખોડલધામ મંદિર રાજસ્થાનના બંસી પહાડપુર વિસ્તારમાંથી નિકળતા કુદરતી ગુલાબી પથ્થરોમાંથી બનાવાયું છે. સોમપુરા શિલ્પ શાત્રી વિપુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં રાજસ્થાન ઓરિસ્સાના કારીગરોએ કોતરકામ કર્યું છે. મંદિરના બહારના ભાગે 650 મુર્તિઓ મુકવામાં આવી છે.



ફાઉન્ડેશન જમીનથી 17 ફૂટ ઉંડે એ પછી જમીનથી 18 ફૂટ ઉંચે પહેલો ભાગ છે. 288 બીમ મુકાયા છે. કુલ ઉંચાઈ 138 ફુટ છે.

નવ પ્રવેશદ્વાર, 3 દિશામાં ઝરૂખા છે. શિખરમાં 8 ફૂટનો વિરાટ સિંહ બિરાજે છે. જે મંદિરના રક્ષક તરીકે કામ કરે છે. પુરાણો પ્રમાણે વેદ પુરાણ, ભાગવત કૃષ્ણલીલાની પ્રતિમાઓ કંડારવામાં આવી છે.

ખોડલધામ વિશ્વનું પહેલું એવું મંદિર બનશે કે તેના મુખ્ય પ્રવેશ દ્વાર પર સતત રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે. રાષ્ટ્રધ્વજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ ફરકાવવામાં આવશે. આ મંદિર વિશાળ લેઉવા પટેલ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે.



એક જ જ્ઞાતિ દ્વારા બનાવવામાં આવેલ મંદિર રાષ્ટ્રને સમર્પિત થશે. બીજું મંદિરના નીચેના ભાગમાં ફરતે ખેડૂતોની પ્રતિમા મુકવામાં આવી છે. જાણે કે પટેલ સમાજે મંદિરને ઉપાડી લીધુ હોય. જે ભક્તિ દ્વારા એકતાની શક્તિ ખોડલધામના સૂત્રને સાર્થક કરે છે.


ખોડલધામ મંદિરમાં 17થી 21 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા, 3 લાખ લોકો રાષ્ટ્રગીત ગાશે.





  • ખોડલધામ મંદિરમાં બેનમૂન સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયો છે. મંદિરમાં બહારના ભાગે 600 મૂર્તિઓ લાગશે. ઉપરાંત રામાયણ, મહાભારત અને ભગવદ્દ ગીતાના પ્રસંગો પણ કંડારીને મૂકાઇ રહ્યા છે.
  • ખાસ વાત છે કે ખોડલધામ મંદિરમાં પગથિયાંની આજુબાજુ જગતીના ભાગમાં ‘પટેલ પેનલ' મૂકવામાં આવી છે. જેમાં લેઉવા પટેલ સમાજની સંસ્કૃતિ કંડારીને દર્શાવાઇ રહી છે. આવી 125 પેનલ મૂકવામાં આવી રહી છે.
  • 112 પિલર અને બાવન બીમ સાથે મંદિરની શિખર સહિતની ઊંચાઇ 133.6 ફૂટની થશે. તેના ઉપર 20 ફૂટનો ધ્વજદંડ રહેશે.




  • ખોડલ માતા સહિત 14 કુળદેવીઓની સ્થાપના કરાશે
  • ભવ્યમંદિરમાંખોડલ માતા સહિત 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે
  • જેમાં મા અંબા, મા વેરાઇ, મા મહાકાળી, અન્નપૂર્ણા માતા, મા ગાત્રાળ, મા રાંદલ, બુટભવાની માતા, બ્રહ્માણી માતા, મોમાઇ માતા, મા ચામુંડા, મા ગેલ અને શિહોરી માતાની સ્થાપના કરવામાં આવશે.
  • ઉપરાંત રામદરબાર, શિવમંદિર તથા રાધાકૃષ્ણ મંદિરનું પણ નિર્માણ થશે.
  • સાથેસાથે 52 શક્તિપીઠની પ્રતિકૃતિ મૂકાશે.



  • ખોડલધામમંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.
  • જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો 5 કરોડ રૂપિયાનો અને સમિયાણા ડોમ, રસોઇઘર વગેરે માટે 3 કરોડનો મળીને 8 કરોડની વીમો ઉતારવામાં આવ્યો છે.
  • રીતે મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મળીને કુલ 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.



238 સ્તંભ પર ઊભું થયું છે મંદિર. મંદિરમાં આવેલા જગતી, કણપીઠ અને મંડોવર લેવલ શું છે? આવો જાણીએ.

જગતી લેવલ
  •  મંદિરની શરૂઆતમાં નીચેની કક્ષાએ એટલે કે જગતી લેવલે પટેલ સમાજના ઇતિહાસની કોતરણી કરવામાં આવી છે. જેમાં પટેલ સમાજની ઉત્પતિ અને હાલની પરિસ્થિતિ સહિતનો ઇતિહાસ કોતરણીમાં દર્શાવવામાં આવ્યો છે.
કણપીઠ લેવલ
  •  મંદિરના 18 પગથિયાઓ ચઢ્યા બાદ કણપીઠ લેવલ પર મહાભારત, ભાગવત ગીતા, શિવપુરાણ અને કૃષ્ણ ચરિત્રને શિલ્પકામથી કંડારવામાં આવ્યા છે. જે જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે.
મંડોવર
  •  કણપીઠથી ઉપરની કક્ષાએ શિવ-પાર્વતી, વિષ્ણુ, બ્રહ્મા સહિતની અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે. મંદિર પરિસરની પણ ડિઝાઇન એ પ્રકારની રાખવામાં આવી છે કે ગમે તે ખૂણામાંથી પણ માતાજીની પ્રતિમાના દર્શન થઇ શકે છે.
વિશેષતા
  •  - 60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ
  • - મંદિર 17 ફૂટ જમીનની અંદર
  • - મંદિરની ધ્વજા સહિત કુલ ઉંચાઇ 159 ફૂટ
  • - મંદિરમાં કુલ 238 સ્તંભ છે
  • - શિલ્પકલામાં કુલ 15 ડિઝાઇન આવેલી છે, જેમાં 30 પ્રકારની કોતરણી કરવામાં આવી છે
  • - મંદિરમાં કુલ 21 મુખ્ય મૂર્તિઓ મળીને કુલ 650 જેટલી મૂર્તીઓ
  • -ખોડિયાર માતાની મુખ્ય મૂર્તિ 5 ફૂટ 7 ઇંચની છે, અન્ય 20 જેટલી મૂર્તીઓ ત્રણ ત્રણ ફૂટની રહેશે
  • આ ઉપરાંત મંદિરની ચોતરફ શિલ્પકલા પણ અદભૂત કરવામાં આવી છે. મંદિરમાં બંસીપહાડપુરના બંસીપાલ પર્વત મળીને કુલ 2 લાખ ઘનફુટ પથ્થરોનો ઉપયોગ થયો છે. જેમાં ઓરિસ્સાના એક હજારથી વધારે કારીગરો દ્વારા શિલ્પકામ કરવામાં આવ્યુ છે.
50 વિઘામાં શક્તિવન
  • 1.    કાગવડ વિસ્તારને લીલોછમ બનાવવાનો લક્ષ્યાંક છે.
  • 2.    મંદિરના પરિસર સહિત આજુબાજનો વિસ્તાર લીલોછમ બનશે.
  • 3.    ખોડલધામમાં 50 વીઘામાં શક્તિવન બનાવવામાં આવશે.
  • 4.    જેમાં 40 હજાર વૃક્ષો વવાશે.  
  • 5.    મંદિર નજીક શક્તિવન ઉપરાંત મંદિર સુધી પહોંચવાની ચારેય દિશાના રસ્તે વડ, લીમડો, પીપળ સહિતના વૃક્ષો વવાશે.
  • 6.    આ ઉપરાંત આયુર્વેદિક વૃક્ષોનું પણ રોપણ કરાશે.
  • 7.    મંદિરની આસપાસ જંગલ ખાતાની જમીનમાં પણ ખોડલધામ સમિતિ વૃક્ષારોપણ કરી ઉછેર કરશે. છેલ્લા ત્રણ મહિનાથી 200 કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. 

આવી છે વ્યવસ્થા
  •  -1500 વિઘા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા
  • -55 હજારથી વધારે સ્વયંસેવકો
  • -એક કલાકમાં બે લાખ લોકોને જમવાની વ્યવસ્થા
  • -1008 યજ્ઞશાળામાં બેસવાની વ્યવસ્થા
  • -21 ફુૂટ લાંબું સ્ટેજ
  • -150થી વધારે સીસીટીવી કેમેરા
  • -1100થી વધારે પોલીસ બંદોબસ્ત
  • -108 કરોડનું વીમા કવચ
  • - મિની હોસ્પિટલ ઊભું કરાશે, 70 ડોક્ટર રહેશે ખડેપગે

21 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને લોકો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે. 

આ દિવસે લેઉવા પટેલ સમાજ વધુ એક વિશ્વ વિક્રમ પણ નોંધાવા જઇ રહ્યો છે.





જેમાં એક સાથે લાખોની સંખ્યામાં ઉમટેલા લેઉવા પટેલ સમાજના લોકો રાષ્ટ્રગીતનું ગાન કરીને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડશે.

આ દિવસે કાગવડમાં 15 લાખથી વઘારે જનમેદની એકઠી થાય તેવા અંદાજો લગાડવામાં આવ્યા છે.




પ્રાણ પ્રતિષ્ઠા બાદ મા ખોડલની મહાઆરતી પણ થશે. જેના માટે ખાસ કાશીથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે.
માતા ગંગાની આરતી જેવી મહાઆરતી કરવામાં આવશે. ખોડલધામ રથ રાજકોટ સહિત કાઠિયાવડમાં ફરી રહ્યો છે. તેના કિલોમીટરનો વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે.
   ખોડલધામ - કાગવડ ખાતે આનંદ ની હેલીઓ...
આવો સાથે મળીને આ ઐતહાસીક ઘડીના સાક્ષી બનીયે..
જય ખોડલ.... જય ભોજલરામ...



માં ખોડલ તમને આમંત્રણ આપે છે. તો આવો પધારો આ વિરાટ કાર્ય માં સહભાગી થવા.
શ્રી ખોડલ ધામ પધારવા માટે બધા જ પટેલ ને ભાવ ભર્યું નિમંત્રણ છે.


 
Source:-http://khodaldham-kagvad.blogspot.in/2017/01/pranpatish-mahotsav-khodaldham-1008.html

Shree Khodaldhma Kagvad

અંનતકાળ માટે થઈ રહેલું ભવ્ય અને એતિહાસિક મંદિરનું નિર્માણ
ખોડલધામ કાગવડ મંદિર  -- ફક્ત મંદિર નહીં, જીવનના હેતુની ઇમારત
શ્રી ખોડલધામ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-બી પર વીરપુર પાસે કાગવડ ખાતે આકાર લઇ રહ્યું છે. ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સર્જન કરવાના શુભાશયથી મા ખોડલનું ભવ્યતમ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે.
 
 ભક્તિ દ્વારા એકતાની શક્તિ

ચાલો એક બનીએ, એકમેકના બનીએ
Source:-http://khodaldham-kagvad.blogspot.in/



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://khodaldham-kagvad.blogspot.in/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 7 January 2017

રોજગારીની ખાત્રી નહીં આપો તો PMની ગાડી રોકીશ, ભલે મને ગોળી મારો ઃ અલ્પેશ ઠાકોર - ૨૦૧૬-૧૭માં જીડીપી ૭.૬ ટકા ઘટીને ૭.૧ ટકા રહેવાની શક્યતા

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

રોજગારીની ખાત્રી નહીં આપો તો PMની ગાડી રોકીશ, ભલે મને ગોળી મારો ઃ અલ્પેશ ઠાકોર

-બહુચરાજીથી અમદાવાદ સુધી યોજાયેલી 'બેરોજગાર યાત્રા'માં હજારો યુવાનો જોડાયા

-સરકાર ૯૦ દિવસમાં ગુજરાતના ૩ લાખ યુવાનોને રોજગારીની ખાત્રી આપે નહીં તો વાઇબ્રન્ટ થવા નહીં દઇએ

અમદાવાદ/ચાણસ્મા,તા.6 જાન્યુઆરી 2017, શુ્ક્રવાર

ગુજરાત સરકાર રાજ્યના ૮૫ ટકા યુવાનોને ઉદ્યોગોમાં નોકરી પૂરી પાડવાની ખાતરી નહીં આપે તો અમે આવતા સપ્તાહે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થવા દઇશું નહીં તેવા નિવેદન સાથે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ પટેલે ગુજરાતની ભાજપ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. ઓબીસી એકતા મંચના નેજા હેઠળ બહુચરાજીથી અમદાવાદ સુધી યોજાયેલી 'બેરોજગાર યાત્રા'માં ગુજરાતભરમાંથી હજારો લોકો જોડાયા હતા અને ગુજરાત સરકાર સમક્ષ પરોક્ષ રીતે 'શક્તિ પ્રદર્શન' કર્યું હતું.

આ રેલીનો શુક્રવારે સવારે પ્રારંભ થયો હતો અને મોડી રાત્રે અમદાવાદ ખાતે તેની સમાપ્તિ થઇ હતી. આ રેલી જ્યાંથી પણ પસાર થઇ ત્યાંથી તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અનેક ગામમાંથી યુવાનો આ રેલીમાં જોડાવવા લાગ્યા હતા. વિરમગામ ખાતે આ રેલી પહોંચી ત્યારે તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વિરમગામ ખાતે કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા આ રેલીને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો હતો. યાત્રામાં હજારો યુવાનો બાઇક, કાર, જીપ, મેટાટોર દ્વારા વાહનો સાથે જોડાયા હતા. રેલી પૂર્વે અલ્પેશ ઠાકોરે બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરી આશિર્વાદ લીધા હતા. આ પછી તેઓ હાંસલપુર ખાતેના સભાસ્થળે પહોંચ્યા હતા જ્યાં પાટીદાર અનામત આંદોલન સમિતિના વરૃણ પટેલ, દલિત નેતા જીજ્ઞોશ મેવાણીએ જનમેદનીને સંબોધન કર્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનસભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 'ગુજરાતમાં ૬૦ લાખ યુવાનો બેકાર છે. આશા-આંગણવાડીમાં કાર્યરત્ બહેનો, ફિક્સ પેના કર્મચારીઓનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. ગુજરાત સરકાર નવી રોજગારી ઉપલબ્ધ કરાવવામાં અસમર્થ છે અને તેમના રોજગારીના દાવાનો ફુગ્ગો ફૂટી રહ્યો છે. ખાનગી ક્ષેત્રની મારુતિ, હોન્ડા જેવી અનેક કંપનીઓએ આ વિસ્તારમાં કારખાના શરૃ કર્યા છે, તેમાં સ્થાનિક યુવાનોને ૮૫% નોકરી આપવામાં આવે તેવી અમારી માગણી છે. વાઇબ્રન્ટ સમિટમાં કેટલું રોકાણ આવ્યું તેવા આંકડા થકી કરવામાં આવતા દાવામાં અમને રસ નથી પણ ગુજરાતના કેટલા યુવાનોને રોજગારી આપશો તે જાણકારી આપશો તે જાહેર કરો.

આગામી ૯૦ દિવસમાં ૩ લાખ યુવાનોને રોજગારી પૂરી પાડવાની ખાતરી નહીં આપવામાં આવે તો અમે વાઇબ્રન્ટ સમિટ થવા દઇશું નહીં, વડાપ્રધાનની ગાડી હું પોતે રોકીશ, સરકારને ગોળીએથી વિંધવો હોય તો વિંધી નાખે. ગુજરાતના યુવાનોને નોકરી આપવામાં અસમર્થ હોય તો સરકાર સિંહાસન ખાલી કરી દે. '
પાટીદાર નેતા વરૃણ પટેલે જણાવ્યું હતું કે 'ગુજરાતમાં શરૃ કરવામાં આવતા ઉદ્યોગોમાંથી ૮૫ ટકા નોકરીઓમાં ગુજરાતીઓનો હક છે. આપણે હક માગીએ છીએ ભીખ નહીં.'

'બેરોજગાર યાત્રા'માં સામાજિક સમરસતાના દર્શન!

બહુચરાજીથી શરૃ થયેલી આ 'બેરોજગાર યાત્રા'માં અલ્પેશ ઠાકોર ઉપરાંત પાટીદારો, ઓબીસી, આદિવાસી, લઘુમતિ સહિત અનેક જાતિના બેરોજગાર યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આમ, આ રેલી દરમિયાન એક પ્રકારે સામાજિક સમરસતાના દર્શન થયા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોથી ગુજરાત સરકાર પણ હતપ્રભ થઇ ગઇ છે. અગાઉના આયોજન અનુસાર આ રેલી સાંજે ૪ઃ૩૦ વાગે સાબરમતી આશ્રમ પહોંચવાની હતી. પરંતુ રેલીમાં એટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેને અમદાવાદમાં પ્રવેશવા સુધીમાં જ સાંજે ૭ઃ૩૦નો સમય થઇ ગયો હતો.

એસજી હાઇવે પર ચક્કાજામ થતાં રેલી ટૂંકાવવી પડી

'બેરોજગાર યાત્રા' અગાઉ નિર્ધારીત કરવામાં આવેલા રૃટ અનુસાર સાબરમતી ખાતે ગાંધી આશ્રમ પાસે પૂરી થવાની હતી.   પરંતુ આ રેલીએ અમદાવાદમાં પ્રવેશ કર્યો એ સાથે જ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. મોડી સાંજે એસજી હાઇવે ખાતે સરખેજ ચાર રસ્તાથી ઇસ્કોન સુધી ટ્રાફિક જામ થયો હતો. આ રેલીને મળેલા પ્રતિસાદને કારણે અમદાવાદમાં બે પોલીસ અધિકારીઓને તાકીદે અલ્પેશ ઠાકોર સાથે બેઠક કરવી પડી હતી. જેમાં તેમણે અલ્પેશ ઠાકોરને રેલીને સાબરમતી આશ્રમ સુધી નહીં લઇ જવા અનુરોધ કરવો પડયો હતો. કેમકે, આ રેલી સાબરમતી આશ્રમ સુધી જાય તો ચક્કાજામની સ્થિતિ વધુ વણસે તેમ હતી. જેના કારણે આખરે અલ્પેશ ઠાકોરને કર્ણાવતી ક્લબ સામે આવેલા ગ્રાઉન્ડમાં સભા યોજવી પડી હતી. જેમાં પણ અમદાવાદમાંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-if-the-car-does-not-give-confirmation-of-the-pm-job-done-even-if-i-hit-the-shot-

૨૦૧૬-૧૭માં જીડીપી ૭.૬ ટકા ઘટીને ૭.૧ ટકા રહેવાની શક્યતા

- CSOએ ઓક્ટો. સુધીના આંકડાને આધારે મૂકેલો અંદાજ

- નોટબંધીની અસર સામેલ ન હોવાથી જીડીપી સાત ટકાથી પણ નીચે જવાની ભીતિ ઃ ૨૦૧૬-૧૭માં કૃષિ સેક્ટરનો વિકાસ ૪.૧ ટકા રહેવાનો અંદાજ

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૬ શુક્રવાર, જાન્યુઆરી 2017
નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીમાં ૨૦૧૬-૧૭માં આર્થિક વિકાસ ધીમો રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલા અંદાજ મુજબ ૨૦૧૬-૧૭માં જીડીપી ૭.૧ ટકા રહેશે. વર્ષ ૨૦૧૫-૧૬માં જીડીપી ૭.૬ ટકા રહ્યો હતો. જીડીપી વિકાસનો આ અંદાજ ઓક્ટોબર સુધીના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓને આધારે મૂકવામાં આવ્યો છે એટલે કે નોટબંધીની અસર સામેલ કરવામાં આવી નથી. નોટબંધી પછીના આંકડાઓને સામેલ કરવામાં આવશે તો ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી સાત ટકાથી પણ નીચે જવાની શક્યતા છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફીસ(સીએસઓ)ના મુખ્ય સ્ટેટિસ્ટિશિયન ટી સી એ આનંદે જણાવ્યું હતું કે આ એક સામાન્ય વર્ષ નથી અને ખૂબ જ સાવચેતીપૂર્વક આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યાં છે. અમે અમારા અંદાજમાં નવેમ્બરની બેન્ક ડિપોઝીટ અને ક્રેડિટ આંકડાઓનો ઉપયોગ કર્યો નથી કારણકે નોટબંધીને કારણે તેમાં મોટા પાયે ફેરફારની શક્યતા છે.

સીએસઓ દ્વારા જાકી કરવામાં 'ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ ઓફ નેશનલ ઇન્કમ, ૨૦૧૭'માં નોટબંધીની અસર સામેલ કરવામાં આવી નથી. આ અહેવાલમાં ફક્ત ઓક્ટોબર સુધીના આંકડાઓનો જ અંદાજ મૂકવામાં આવ્યો છે.

૨૦૧૬-૧૭માં કૃષિ સેક્ટરનો વિકાસ ૪.૧ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૬માં કૃષિ સેક્ટરનો વિકાસ ૧,૨ ટકા હતો. ૨૦૧૬-૧૭માં માઇનિંગ સેક્ટરનો વિકાસ ૧.૮ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે આ સેક્ટરનો વિકાસ ૭.૪ ટકા રહ્યો હતો.

૨૦૧૬-૧૭માં કન્સ્ટ્રકશન સેક્ટરનો વિકાસ ૨.૯ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષમાં આ સેક્ટરનો વિકાસ ૩.૯ ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ ૭.૪ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વિકાસ ૯.૩ ટકા રહ્યો હતો.

૨૦૧૬-૧૭માં સર્વિસ સેક્ટરનો વિકાસ ૮.૮ ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં આ ક્ષેત્રનો વિકાસ ૮.૯ ટકા રહ્યો હતો. ૨૦૧૬-૧૭માં ઇલેક્ટ્રિસિટી, ગેસ અને વોટરનો વિકાસ ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે આ સેક્ટરનો વિકાસ ૬.૬ ટકા રહ્યો હતો. ૨૦૧૬-૧૭માં ટ્રેડ, હોટેલ અને ટ્રાન્સપોર્ટનો વિકાસ ૬ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે આ સેક્ટરનો વિકાસ ૯ ટકા રહ્યો હતો.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/gdp-likely-to-grow-7-6-per-cent-in-2016-17-to-7-1-per-cent



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 4 January 2017

અમદાવાદમાં બર્ડ ફ્લૂ : મુંબઇથી આવેલી મરઘીઓનું સેમ્પલ પોઝિટિવ - બર્ડફ્લૂનો ભય: નળસરોવર, થોળ સહિતની બર્ડ સેન્યુરી એલર્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

બર્ડફ્લૂનો ભય: નળસરોવર, થોળ સહિતની બર્ડ સેન્યુરી એલર્ટ

શિયાળાની ઠંડીમાં વિદેશથી યાયાવર પક્ષીઓનું ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. નળસરોવર, થોળ સહિતની બર્ડ સેન્ચયુરીમાં દરવર્ષે હજારો યાયાવર પક્ષીઓ આવે છે. આ વર્ષે બર્ડ ફ્લૂ થવાની ભીતિ છે તેના પગલે રાજ્ય વન વિભાગે તમામ બર્ડ સેન્ચયુરીમાં સાવધાની રાખવા માટે સૂચના આપી દીધી છે.
ફ્લેમિંગો સિટી-કચ્છ, ખિજડીયા બર્ડ સેન્યુરી – જામનગર, નળસરોવર, થોળ યાયાવર પક્ષીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. બર્ડ વોચર માટે આ સ્થળો શ્રેષ્ઠ સ્થળો છે. દરવર્ષે વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર સુધીની સફર કરીને ગુજરાતની બર્ડ સેન્યુરીઓમાં અમુક સમયગાળા સુધી વસવાટ કરે છે. આ વર્ષે બર્ડ ફ્લૂની દહેશત છે જેથી રાજ્ય વન વિભાગ-પશુપાલન વિભાગે બર્ડ સેન્યુરી પર ખાસ મોનેટરીંગ કરવાનું આયોજન કરાયું છે. વન વિભાગે બીટગાર્ડોને સૂચના આપી દીધી છે કે જો સેન્ચુરીમાં શંકાસ્પદ રીતે પક્ષીનું મૃત્યુ થયેલું જણાય તો વન વિભાગને જાણ કરીને પોસ્ટમોર્ટમ કરીને મોતના કારણોની માહિતી મેળવવી. વેટરનરી ડૉકટરોની ટીમને પણ સેન્યુરીની મુલાકાત લેવા જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે પણ બર્ડ ફ્લૂની માર્ગદર્શિકા જાહેર કરી છે અને રાજ્યની તમામ બર્ડ સેન્યુરીને માર્ગદર્શિકાનો અમલ કરવા આદેશ અપાયો છે. બર્ડ ફલૂની દહેશત વચ્ચે રાજ્ય વન વિભાગ, પશુપાલન વિભાગ મામલે ખાસ તકેદારી રાખવા તૈયારીઓ કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે બર્ડફ્લૂના ભયને લીધે રાજ્ય વનવિભાગ-પશુપાલન વિભાગ તમામ શક્ય આગોતરા પગલાં લેવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી ગુજરાતમાં બર્ડફ્લૂને લીધે બર્ડ સેન્યુરીમાં એકપણ પક્ષીનું મોત નોંધાયું નથી.
 
Source:-http://sandesh.com/high-alert-on-nalsarovar-due-to-bird-flu/

અમદાવાદમાં બર્ડ ફ્લૂ : મુંબઇથી આવેલી મરઘીઓનું સેમ્પલ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં બર્ડ ફ્લૂ દેખા દેતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદ શહેરના હાથીજણ ગામમાં આવેલા આશા ફાઉન્ડેશન દ્વારા તા.૨૮મી ડિસેમ્બરે ૨૬ મરઘીઓ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામી હતી જેથી ફાઉન્ડેશન દ્વારા મોતને ભેટેલી મરઘીઓના સેમ્પલ તપાસ અર્થે ભોપાલની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ગત ૩૧મી ડિસેમ્બરના રોજ આ મરઘીઓના સેમ્પલ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા હતા. આમ અમદાવાદ શહેરમાં પ્રથમવાર બર્ડ ફ્લૂએ દેખા દેતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આજે અમદાવાદ કલેકટરે આશા ફાઉન્ડેશનના સંચાલકો, રાજ્ય પશુ વિભાગના અધિકારીઓ અને મ્યુનિ. તંત્રના અધિકારીઓ સાથે કોન્ફરન્સ કરી હતી. અમદાવાદ કલેકટરે હાથીજણ ગામની આસપાસનો એક કિ.મી. વિસ્તારને ઇફેક્ટેડ ઝોન (ચેપી વિસ્તાર) જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે મ્યુનિ.ની બે મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઇ છે. ઉપરાંત હાથીજણ ગામથી ૧૦ કિ.મી. ત્રિજ્યાના વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. ઉપરાંત અમદાવાદ જિલ્લાના ૩૬ ગામોમાં સરવે કરવામાં આવ્યો હતો. કલેકટરે તાકીદે ઇફેક્ટેડ ઝોન અને એલર્ટ ઝોનમાં પક્ષી, ઇંડા, મૃત પક્ષી, પક્ષીઓની અઘાર, ફાર્મ મશીનરીના સાધનો કે તેવી કોઇપણ વસ્તુઓ ચેપી વિસ્તારની બહાર લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અમદાવાદ જિલ્લા કલેકટર અવતિકાસિંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાથીજણના આશા ફાઉન્ડેશનમાંથી શંકાસ્પદ ૨૬ મરઘીઓ મૃત્યુ પામી હતી જેના સેમ્પલ ભોપાલ ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. જેમાં ૩૧મીએ આ સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટિવઆવ્યો છે જેથી કેન્દ્ર સરકારની ૨૦૧૫ની ગાઇડલાઇન પ્રમાણે તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે. વસ્ત્રાલ-ઓઢવ અને પૂર્વના ૧૩૨ ફુટના રીંગ રોડ ઉપર ચીકનની દુકાનો, આમલેટની લારીઓ બંધ કરી દેવાઇ છે. આશા ફાઉન્ડેશનની મરઘીઓના રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવઆવતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આશા ફાઉન્ડેશનને સીલ કરી દેવાયું છે જેમાં કોઇપણ પ્રકારની અવર-જવર બંધ કરી દેવાઇ છે. મરઘીઓને દફન કરાશે તે વિસ્તાર ત્રણ મહિના સુધી સીલ
આશા ફાઉન્ડેશનમાં શંકાસ્પદ ૭૫૦ મરઘીઓ સહિત અન્ય પક્ષીઓને ઇન્જેક્શન આપીને મારવામાં આવશે. હાથીજણ વિસ્તારમાં જ આ મરઘીઓનો જેસીબીથી ખાડો કરીને દાટી દેવાશે. જ્યાં મરઘીઓ દાટી છે તે વિસ્તાર ત્રણ મહિના સુધી સીલ કરી દેવાશે.
૧૪ વ્યક્તિઓને ટેમિફ્લૂ અપાઇ, સિવિલમાં ઔઆઇસોલેટેડ વોર્ડ શરૂ કરાયો
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા હાથીજણમાં બે મેડિકલ ટીમો સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. ૧૪ વ્યક્તિઓને ટેમિફ્લૂ આપી છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ શરૂ કરાયો છે.
કલેકટરે બે કંટ્રોલ રૂમ શરૂ કર્યા, બે હેલ્પલાઇન નંબર
અમદાવાદ જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીમાં બર્ડ ફ્લૂ માટે બે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ કલેકટરે હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૫૫૦૩૮૩૨ અને ૦૭૯-૨૭૫૬૦૫૧૧ જાહેર કર્યા છે.
સરકાર ગંભીર, તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે : આરોગ્ય મંત્રી
બર્ડ ફ્લૂના મુદ્દે રાજ્ય સરકાર અતિ ગંભીર છે. તકેદારીના પગલાં લીધા છે. હાથીજણની એક કિ.મી.નો વિસ્તાર ઇફેક્ટેડ ઝોન જાહેર કરાયો છે. ઉપરાંત ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં ૩૬ ગામોમાં સરવે કરાયો છે ઉપરાંત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવા માટે ટીમો તૈનાત કરી દેવાઇ છે. ૧૪ વ્યક્તિઓને ટેમિફ્લૂ અપાઇ છે. આ ૧૪ વ્યક્તિઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ સારવાર અપાઇ છે. ભયનો કોઇ માહોલ નથી તકેદારીના તમામ પગલાં લેવાઇ રહ્યાં છે.
  • શંકર ચૌધરી, આરોગ્યમંત્રી
યુપીથી લવાયેલી ૧૪૩૦ ગીની મરઘીઓ પણ શંકાસ્પદ
સોમવારે ઉત્તર પ્રદેશના અલાહાબાદથી વાહનમાં ૧૪૩૦થી વધુ મરઘીઓ અમદાવાદ લઇને અવાતી હતી પણ અચાનક બપોરના સમયે વસ્ત્રાલ વિસ્તારની ખુલ્લી જગ્યામાં આ મરઘી છોડી મુકાઇ હતી. મોટાભાગની મરઘીઓને ટોપલાંમાં ભરીને  આશા ફાઉન્ડેશન મોકલી અપાઇ હતી. આશા ફાઉન્ડેશન દ્વારા એવી શંકા વ્યક્ત કરાઇ છે  કે, આ મરઘીઓ સંક્રામિત હોઇ શકે છે.
Source:-http://sandesh.com/ahmedabad-bird-flu-samples-tested-positive-hens-mumbai/



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 3 January 2017

નોટબંધીની પ્રતિકૂળ અસરના પગલે નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તોમાં નોંધપાત્ર ઘટાડો - નોટબંધીથી રાજ્યના ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને હકના નાણાં મળ્યા નથી

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

રેસ્ટોરન્ટમાં સર્વિસ ટેક્સ ચૂકવ્યા પછી સર્વિસ ચાર્જ ચૂકવવો ફરજિયાત નથી

- ફરજિયાત સર્વિસ ચાર્જની ફરિયાદો મળતાં સરકારની સ્પષ્ટતા

- માલિકો દ્વારા ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવો ગેરકાયદે : કેન્દ્ર

સર્વિસ સારી ન હોય તો ગ્રાહક સર્વિસ ચાર્જ આપવાની ના પાડી શકે 
નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2017, સોમવાર
 
ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કાયદા અનુસાર ગ્રાહકો ઇચ્છે તો પોતે જે રેસ્ટોરન્ટ કે હોટેલની સર્વિસ લે છે તેનો સર્વિસ ચાર્જ ન આપે તો ચાલે. એટલે કે જો ગ્રાહકને એમ લાગે કે રેસ્ટોરન્ટમાં મળી રહેલી સર્વિસ સારી નથી તો તે સર્વિસ ચાર્જ નહીં આપે તો પણ ચાલશે. એટલે કે હવેથી રેસ્ટોરન્ટમાં અપાતો સર્વિસ ચાર્જ ફરજીયાત નહીં રહે. ગ્રાહક ઇચ્છે તો ના પાડી શકે છે. 
 
મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવેથી સર્જિસ ચાર્જ ફરજીયાત નહીં રહે. અને કોઇ ગ્રાહક પર રેસ્ટોરન્ટ આ ચાર્જ જબરજસ્તી થોપી પણ નહીં શકે. ગ્રાહક સરક્ષા કાયદાને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવ્યું છે કે સર્વિસ ચાર્જ એ વૈકલ્પીક બાબત છે.
 
જોકે અહીં એ પણ સ્પષ્ટતા કરી દઇએ કે સર્વિસ ટેક્સ અને સર્વિસ ચાર્જ બન્ને અલગ છે. સર્વિસ ટેક્સ સરકારને મળે છે જે ચુકવવો ફરજીયાત છે. જ્યારે સર્વિસ ચાર્જ જે તે સેવા આપનાર રેસ્ટોરન્ટને મળે છે, જે ચુકવવો ફરજીયાત નહીં પણ વૈકલ્પિક છે. 
 
છેલ્લા કેટલાક સમયથી મંત્રાલયને ફરીયાદો મળી રહી હતી કે રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકો પાસેથી ફરજીયાત સર્વિસ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. પાંચથી ૨૦ ટકા સર્વિસ ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે.
 
સર્વિસ સારી હોય કે ખરાબ ગ્રાહકો પર આ ચાર્જ વસુલવા દબાણ થતું રહે છે. જેને પગલે મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી છે કે સર્વિસ ચાર્જ એ ફરજીયાત નથી અને કોઇ પર દબાણ કરવો પણ દેરકાયદે ગણાશે. 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-service-charge-is-not-mandatory-pay

નોટબંધીની પ્રતિકૂળ અસરના પગલે નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તોમાં નોંધપાત્ર ઘટાડો

- આવતા સપ્તાહની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પર નજર

મુંબઈ, તા. 2 જાન્યુઆરી, 2017, સોમવાર
 
ડિસેમ્બરના અંતે પૂરા થયેલા વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નવા ઈન્વેસ્ટમેન્ટની દરખાસ્તોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નોટબંધીની અસર કંપનીઓના વિસ્તરણ કાર્યક્રમ પર પણ જોવા મળી હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
 
ધ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિ  દ્વારા ક્ષમતા વિસ્તરણના જારી કરાયેલા આંકડામાં ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રૃપિયા ૧.૨૫ લાખ કરોડની નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો આવી હોવાનું  દર્શાવાયું હતું, જે છેલ્લા નવ ત્રિમાસિક ગાળામાં સરેરાશ ૨.૩૬ લાખ કરોડની નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તની સરખામણીએ ઘણાં નીચા છે. 
 
મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ ડિસેમ્બર ૨૦૧૬ના ત્રિમાસિક ગાળાની ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તનો આંક સૌથી નીચો છે. ડીમોનિટાઈઝેશનને કારણે ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો જોવાઈ રહ્યો હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. 
 
ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ થોડાક સમયથી નબળું છે અને હજુ થોડા સમય ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું હતું. સરકાર દ્વારા નોટબંધીના  લેવાયેલા અચાનક પગલાં અને ત્યારબાદ તેને આનુષાંગિક નિર્ણયોની ખરી અસર જાણવા મળે ત્યાંસુધી ઉદ્યોગ નવા ઈન્વેસ્ટમેન્ટ માટે તૈયાર નથી. 
 
આવતા સપ્તાહે ગુજરાતમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નોટબંધી પછીની એક મોટી ઈન્વેસ્ટમેન્ટ સમિટ છે જેમાં ઉદ્યોગોનો મૂડ જોવા મળવાની સંભાવના છે. 
 
પ્રાપ્ત આંકડા પ્રમાણે ડિસેમ્બર ત્રિમાસિકમાં ૮ નવેમ્બર સુધી રૃપિયા ૮૧૮૦૦ કરોડની ૨૨૭ નવી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો આવી હતી પરંતુ ત્યારપછી ૩૧ ડિસેમ્બર સુધીમાં રૃપિયા ૪૩૭૦૦ કરોડની ૧૭૭ દરખાસ્તો આવી હતી. આમ નોટબંધીની ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો પર કેવી પ્રતિકૂળ અસર પડી છે તે પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.  
 
આ ઉપરાંત ડિસેમ્બર ત્રિમાસિકમાં રૃપિયા ૭૭૭૦૦  કરોડના પ્રોજેકટસના અમલ અટકી પડયા હતા. ક્લિઅરન્સના અભાવે અમલીકરણ અટકી પડયા હતા. નોટબંધીને કારણે વિવિધ સરકારી વિભાગો તેને લગતા કામોમાં અટવાઈ પડયા હોવાને પરિણામે આ સ્થિતિ જોવાઈ હતી. 
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business/business-significantly-reduced-new-investment-proposals

નોટબંધીથી રાજ્યના ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને હકના નાણાં મળ્યા નથી

- દુનિયામાં એવો કોઇ દેશ નથી જ્યાં બેંકમાં લોકોના નાણાં પડયા હોય અને ઉપાડવાની છૂટ ન હોય

- નોટબંધીથી ઉભી થયેલી અવ્યવસ્થાના વિરોધમાં પાંચમી જાન્યુ.એ કોંગ્રેસ કલેક્ટર કચેરીને ઘેરાવ કરશે

ભાવનગર, તા.02 જાન્યુઆરી 2017, સોમવાર

નોટબંધીના વિરોધમાં પ્રદેશ કોંગીની સૂચનાથી શહેર-જિલ્લા કોંગી સમિતિ દ્વારા તા.૫ના રોજ કલેક્ટર કચેરીને ઘેરાવ કરવાની તથા તા.૮ના રોજ મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વેલણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કોંગીના પ્રવક્તા શૈલેષ પરમારે ભાવનગર ખાતે મિડીયા સાથેની એક વાતચીતમાં વડાપ્રધાન મોદીની કેશલેસ સીસ્ટમની હાંસી ઉડાવતા વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી પાછળ ભાજપનું મોટુ કૌભાંડ છે.

નોટબંધીના નિર્ણયને ૫૦ દિવસ પૂરા થયા ગોવામાં વડાપ્રધાને સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, માત્ર ૫૦ દિવસ મને આપો. ૫૦ દિવસ પછી કોઇપણ રહે તો મને જે કહેશો તે 'ચોરાહા' પર દેશ કહેશે તે સજા ભોગવવા તૈયાર રહીશ. ૫૦ દિવસ પછી તમે જેવો ઇચ્છો છો તેવો દેશ બની જશે.

વડાપ્રધાન દ્વારા રાતોરાત દેશ પર આ જે નિર્ણય લાદવામાં આવ્યો તેના લીધે સામાન્ય માણસોએ હાડમારી સહન કરવી પડી. આ દુનિયામાં એવો કોઇ પણ દેશ નથી કે જ્યાં લોકોએ તેમના નાણાં બેન્કોમાં જમા કરાવ્યા હોય તે નાણાં ઉપાડવાની તેમને છુટ ના હોય. ૮મી નવેમ્બરે ૨૦૧૬ના રોજ રાત્રે ૮ કલાકે વડાપ્રધાને નોટબંધી કરવા માટેના ત્રણ કારણો આપ્યા હતાં. કાળુ નાણું નાબુદ કરવા, આતંકવાદ બંધ કરવા અને નકલી નોટ પકડવા તા.૯મીએ કોંગ્રેસ પક્ષે પત્રકાર પરિષદ કરીને દિલ્હીથી કહ્યું કે, જો કાળુ નાણું નાબુદ કરવાની આતંકવાદ બંધ કરવાની કે નકલી નોટ પકડવાની આ લડાઇ હોય તો કોંગ્રેસ પક્ષનો તેને સંપૂર્ણપણે ટેકો છે.

પરંતુ નોટબંધીથી સામાન્ય માણસ, મહિલાઓ, યુવાનો, ખેડૂત, મજુર, નાના વેપારી, કર્મચારી, પશુપાલક અને જેમની પાસે એક રૃપિયો પણ કાળુ નાણું નથી તેને તકલીફ ના પડવી જોઇએ પરંતુ થોડાક જ દિવસોમાં દેશભરમાંથી ભાજપના મળતીયાઓ અને મોટા માથાઓને જોઇએ તેટલી રૃા.૨૦૦૦ની નવી નોટો પાછલા બારણેથી મળતી થઇ અને દેશના સામાન્ય માણસો લાઇનમાં રઝળપાટ ભોગવતા થયા ત્યારે સામાન્ય નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષે વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો.

નોટબંધીના કારણે સર્વિસ સેક્ટરમાં પી.એમ.આઇ.માં ઘટાડો, ઉત્પાદન વિકાસદરમાં ઘટાડો, બેરોજગારીમાં વધારો, અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને ભારે હાલાકી સાથે દેશના વિકાસ દરમાં પણ મોટી અસર દેખાઇ રહી છે. નોટબંધીના કારણે દેશના કરોડો નાગરીકો ૫૦ દિવસ થઇ ગયા હોવા છતાં હાલાકી ભોગવી રહ્યા છે. નોટબંધી બાદ ઉભી થયેલી અવ્યવસ્થાથી ગુજરાતના ૩૬ લાખ (૩.૬ મીલીયન) દુધ ઉત્પાદકોને પોતાના હક્કના બે પગાર (૧૫ દિવસે એક પગાર)ના નાણાં હજુ મળ્યા નથી. ખેડૂતોને રોકડ માટે બેન્કની લાઇનમાં ઉભા રાખવાનો અધિકાર ભાજપ સરકારને છે ખરો ? રોજીંદા કામ કરતા મજૂરોની રોજગારી છીનવાઇ ગઇ છે.

નાના દુકાનદારોના રોજિંદા વેપારમાં સરેરાશ ૪૦ થી ૫૦ ટકાનો વેપાર ઘટી ગયો છે. ટેક્સટાઇલ, સિરામિક અને હિરા ઉદ્યોગને નોટબંધીને કારણે ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ૫૦ દિવસ પૂર્ણ થયા છે ત્યારે કેટલુ કાળુધન બહાર આવ્યું ? દેશને શું ફાયદો થયો અને દેશને શું નુકશાન થયુ ? તેનું સરવૈયુ વડાપ્રધાન દેશની જનતાને આપે તેમ કોંગી પ્રવક્તા અને ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું.

ભાજપની કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ દ્વારા એવુ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે, કાળુ નાણું માત્ર ૬ ટકા જ રોકડમાં છે. મોટાભાગનું કાળુ નાણું વિદેશમાં છે, સોના-ચાંદી, હીરા ઝવેરાત, વિદેશી ચલણમાં અને રીયલ એસ્ટેટમાં છે. આમ વિદેશમાં જે કાળુ નાણું તેને હું લઇ આવીશ અને દરેકના ખાતામાં રૃા.૧૫ લાખ આવી જશે તેવી વડાપ્રધાનની વાતો પૈકી તો એક પણ રૃપિયો કોઇના ખાતામાં આવ્યો નથી.

કોંગ્રેસના વિદેશમાં રહેલા કાળાનાણાંને ૧૦૦ દિવસમાં પકડી પાડીશ. આજે ૧૦૦૦ જેટલા દિવસ થયા પણ વિદેશમાંથી ફુટી કોડી પણ મળી નથી. વિદેશની બેન્કોમાં કોનું કાળુનાણું છે તેની યાદી એસ.આઇ.ટી. (વિશેષ તપાસ ટુકી દ્વારા) મોદી સરકારને આપવામાં આવી છે. પરંતુ નામો મોદી સરકાર જાહેર કરતી નથી તે જ બતાવે છે કે, આ કાળુનાણું કોંગ્રેસનું નહી પરંતુ ભાજપ અને તેના મળતીયાઓનું છે.

નોટબધી માટેનું ત્રીજુ કારણ આતંકવાદને નાથવાનું હતું જો નોટબંધીથી આતંકવાદ કાબુમાં આવી જતો હોય તો અમેરીકા, બિનલાદેનને મારવાને બદલે ડોલરની નોટબંધી કરી દેત, હકીકતમાં નોટબંધી બાદ આતંકવાદી હુમલા વધ્યા છે, ચાહે કાશ્મીર હોય કે મણીપુર હોય. એટલું જ નહી પરંતુ મરાયેલા આતંકવાદી પાસેથી નવી રૃા.૨૦૦૦ની નોટો મળી આવી છે. કશ્મીરમાં નોટબંધી પહેલાથી જ ધોરણ-૧૨ની પરીક્ષા, હવામાન અને અન્ય કારણોસર પથ્થરબાજી બંધ થઇ ચુકી હતી.

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખુદની પ્રસિદ્ધિ માટે દેશને હોડમાં મૂકી દીધો છે ત્યારે જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસજનોની જવાબદારી વધી જાય છે. નોટબંધીના મનસ્વી નિર્ણય અને મોદીએ સહારા-બિરલા પાસેથી લીધેલા ભ્રષ્ટાચારના નાણાંના વિરોધમાં તા.૫મી જાન્યુઆરીએ જિલ્લા મથકોએ ઉગ્ર કાર્યક્રમો અને કલેક્ટર કચેરીએ ઘેેરાવ કરાશે. તા.૮મી જાન્યુઆરીએ મહિલા કોંગ્રેસ થાળી-વેલણના કાર્યક્રમો દ્વારા નોટબંધી નિષ્ફળતાને ઉજાગર કરાશે.

તા.૧૧મીએ નોટબંધીની નિષ્ફળતા, પરિણામે કરોડો નાગરિકોને ભોગવવી પડેલી હાલાકી-હાડમારીને વાચા આપવા દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જનસંમેલનમાં દેશભરના કોંગ્રેસના હોદ્દેદારો અને પદાધિકારીઓ જોડાશે. આ બેન્કમાં શહેર કોંગી પ્રમુખ રાજેશ જોશી, જિલ્લા કોંગી પ્રમુખ પ્રવિણ વાળા, પાલીતાણાના ધારાસભ્ય ઉપરાંત મનપા વિપક્ષના નેતા તથા જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતાં.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/bhavnagar-36-lakh-milk-producers-have-not-met-the-state-money-notabandhithi-rights



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/