સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 12 April 2016

પાટીદારો-સરકાર વચ્ચે જલ્દીથી સમાધાન થાય તેવું દેખાતું નથી - મહિલાને ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતી ખૂંખાર સિંહણ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારો-સરકાર વચ્ચે જલ્દીથી સમાધાન થાય તેવું દેખાતું નથી

- હાર્દિક પટેલને છોડવાની કોઈ વાત નથી

- મંત્રીઓની કમિટીએ CMને રૃબરૃ મળી તમામ મુદ્દાની ચર્ચા કરી : હવે પછી PASના કાર્યકરો સાથે પણ વાટાઘાટો

અમદાવાદ, સોમવાર
પાટીદારો સાથે સમાધાન માટે રચાયેલી પાંચ મંત્રીઓની કમિટીએ સોમવારે સાંજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળીને હાર્દિક પટેલ તથા લાલજી પટેલે જે માગણીઓ કરી છે તેનાં મુદ્દાઓની લાંબી ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ એવું નક્કી થયું છે કે નજીકના દિવસોમાં પાટીદાર આંદોલન સમિતિનાં સભ્યો સહિતનાં આંદોલન કરનારા યુવાનો તેમજ અન્ય પાટીદાર આગેવાનો સામે સમાધાનની ફોર્મ્યુલા ઘડવા માટેની વાટાઘાટો કરાશ. આમ છતાં પાટીદારો અને સરકાર વચ્ચે બહુ જલ્દીથી સમાધાન થઇ શકે એવી શકયતાઓ બહુ ઓછી છે.

સમિતિનાં અધ્યક્ષ અને સિનિયર મંત્રી નિતિન પટેલે આ અંગે જણાવ્યું કે, હાર્દિક અને લાલજીની જે કોઈ માગણીઓ છે તે અંગે અમે મુખ્યમંત્રી સાથે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી છે. જેમાં અનામત સિવાયનાં અનેક મુદ્દાઓ છે. CM દ્વારા તેનો અભ્યાસ કરાયા બાદ અમે સમાજનાં અગ્રણીઓને બોલાવી સરકારનો અભિપ્રાય જણાવીશું. તેઓ હાર્દિક પટેલ કે પાસનાં અગ્રણીઓને સરકારનો મત કહેશે.
હાર્દિક-લાલજીની માગણીઓ પૈકીમાંથી કાયદાની મર્યાદામાં રહીને કેટલી માગણી શક્ય છે તે વિચારીશું.

પાટીદાર અગ્રણીઓ દ્વારા સરકારનો અભિપ્રાય અપાઇ ગયા બાદ મંત્રી મંડળની કમિટી, પાટીદાર આગેવાનોની કમિટી અને આંદોલન કરનારા યુવાનો સાથે મીટીંગ થશે. આમ અત્યારે સુમેળભર્યું વાતાવરણ હોઈ, સરકારે લાલજી પટેલને તેનાં ૧૭મીથી જેલ ભરો આંદોલન કાર્યક્રમને મોકૂફ રાખવાની અપીલ કરી છે.

દરમિયાનમાં સૂત્રો જણાવે છે કે સમાધાન માટે પાટીદારોને એક તો હાર્દિકનો જેલમાંથી છૂટકારો અને બીજુ અનામત જોઈએ છે. પરંતુ હાર્દિક ઉપર રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયેલો છે. તેથી તેને જેલમાંથી બહાર કાઢવાની કે છોડવા અંગેની કોઈ પ્રકારની ચર્ચા જ થતી નથી. એ જ રીતે અનામત આપવા અંગે પણ સરકારની કોઈ તૈયારી દેખાતી નથી. જેથી પાટીદારો સાથે સરકારને સમાધાન થઇ શકશે એવું હાલના તબક્કે દેખાતું નથી.

હાર્દિક પટેલે સરકાર સાથે સમાધાનમાં મધ્યસ્થી તરીકે મુકનારા પાટીદાર આગેવાન જૈરામકાકા પણ સોમવારે સચિવાલયમાં મંત્રી નિતિનભાઈને મળવા ગયા હતા. તેઓએ કહ્યું કે આ મુદ્દો ઘણો મોટો છે. જેથી બહુ જલ્દીથી સમાધાન થાય એવું મને લાગતું નથી.

ગુજરાત સરકાર સાથે ચર્ચા કરવાનું આમંત્રણ લાલજી પટેલે ઠુકરાવ્યું
મહેસાણામાં જેલભરો આંદોલનમાં એક લાખ પાટીદારોને એકઠા કરાશે : ૪૦ હજારનું ઓનલાઇન રજિસ્ટ્રેશન

અમદાવાદ ,સોમવાર
અનામતના મુદ્દે પાટીદારો હવે ભાજપ સરકાર સામે આરપારની લડાઇ લડવા મેદાને પડયાં છે. હાર્દિક પટેલ જેલમાં છે પણ હવે લાલજી પટેલે આંદોલનની બાગડોર સંભાળી લીધી છે. ૧૭મી એપ્રિલે મહેસાણામાં જેલભરો આંદોલનમાં પાટીદારો જોરદાર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે જેના પગલે ભાજપ સરકાર ફફડી ઉઠી છે. આજે પાટીદાર નેતાઓએ સરકાર સાથે સમાધાનની ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ આપતા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ઠુકરાવી દેતાં આંદોલનમાં નવો વણાંક આવ્યો છે.

મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવતાં પાટીદાર નેતાઓની હાલત કફોડી બની છે કેમ કે,સરકાર વાયદો કરે છે પણ અમલ કરતી નથી જેથી પાટીદાર નેતાઓએ જ પાટીદાર સમાજનો વિશ્વાસ ગુમાવ્યો છે. સોમવારે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મંત્રીઓની બેઠક યોજાઇ જેમાં અનામતના મુદ્દે સમાધાન ફોર્મ્યુલા પર ચર્ચા થઇ હતી. પાટીદાર નેતા જેરામ પટેલે સરકાર સાથેની બેઠકમાં ભાગ લેવા લાલજી પટેલે આમંત્રણ આપ્યું પણ લાલજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, જયા સુધી સરકાર ૨૯ મુદ્દા સ્વિકારશે નહીં ત્યાં સુધી ચર્ચાની કોઇ વાત નહીં. મહેસાણામાં જેલભરો આંદોલનમાં પાટીદારો જીએમડીસી ગ્રાઉન્ડની જેમ શક્તિ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. આઇબીના રિપોર્ટના પગલે સરકાર આ સંમેલનનો ફિયાસ્કો કરવા અંદરખાને પણ પ્રયાસો કરી રહી છે.એસપીજીનો દાવો છેકે, જેલભરો આંદોલનમાં એક લાખ પાટીદારો ઉમટશે. ૪૦ હજાર પાટીદારો તો મીસકોલથી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે.
સરકારના આદેશને પગલે ગૃહવિભાગે ખાસ તકેદારી રાખી છે. આઇબીએ પણ પાટીદાર આગેવાનો પર વૉચ રાખી છે.

સરકારની કોઇ વાતનો સ્વીકાર નહી કરાય : પાસ
ગાંધીનગરમાં સમાધાન કરવા ભાજપ સરકારે પ્રયાસો શરૃ કર્યાં છે ત્યારે પાસના નેતાઓએ એવુ એલાન કર્યું કે, જયાં સુધી હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમુક્ત નહી કરાય ત્યાં સુધી ભાજપ સરકાર ગમે તેવી લોભામણી જાહેરાત કરશે તો પણ તેનો પાટીદારો સ્વિકાર કરશે નહીં. આમ, પાટીદારો હવે હરિયાણાના જાટોની જેમ જીદ પર ઉતર્યા છે.

પાટીદારોને બેવકુફ બનાવવા આનંદીબેન સમાધાનની વાતો કરે છે !

સમાધાનની વાતો કરી મુખ્યમંત્રી પાટીદારોનું પાણી માપે છે ?! પાટીદારો પણ જાટ યુવકોની જેમ તાકાત બતાવી શકે છે !!


અમદાવાદ, સોમવાર
અનામત આપવાની માગણી  કરી રહેલા પાટીદારો સાથે સમાધાન કરવાની વાતો કરીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પાટીદારોને બેવકુફ બનાવી રહ્યા છે. કારણ કે હાર્દિક  પટેલની જે મુખ્ય ત્રણ માગણીઓ છે તેને આનંદીબહેને સ્વીકારી નથી. આ ત્રણ માગણીઓમાં હાર્દિક પટેલ સહિતનાં જેલમાં બંધ  પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા, અનામત આપવી અને પાટીદાર આયોગની સ્થાપના કરવી, તેનો સમાવેશ થાય છે.

આ માગણીઓને સ્વીકારવી ન હોવાથી મુખ્યમંત્રીએ મંત્રીઓની કમિટી બનાવી તેની સાથે હાર્દિક પટેલે જેનું નામ સૂચવ્યું હતું તેવા જૈરામકાકાની વાટાઘાટો કરાવીને માત્ર ને માત્ર સમય પસાર કરી રહ્યા છે કારણ કે જ્યાં સુધી મુખ્ય ત્રણ માગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી હાર્દિક પટેલ અને પાટીદારો સમાધાન માટે માનવાના નથી.

આ અગાઉ પણ મુખ્યમંત્રીએ સાંસદ વિઠ્ઠલ રાદડીયાને સુરત જેલમાં હાર્દિક સાથે સમાધાનની ફોર્મ્યુલા ઘડવા મોકલ્યા હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પાટીદારો સાથે સમાધનની વાતો અને સરકાર દ્વારા જુદા જુદા પ્રયાસો કરાઈ રહ્યા છે. આવું કરીને આનંદીબહેન પાટીદારોનું પાણી પણ માપી રહ્યા છે. જેમ કે હરીયાણામાં જાટ સમુદાયે પોતાની તાકાત બતાવીને સરકારને અનામત આપવા મજબુર કરી દીધી હતી. મુખ્યમંત્રી આનંદીબહેન પણ જોવા માગે ચે કે શું પાટીદારો પણ જાટ યુવાનોની જેમ પોતાની તાકાત બતાવે છે કે કેમ ? ટૂંકમાં સમાધાનનાં બહાને મુખ્યમંત્રી તેમના પ્રધાનો વધુ ને વધુ સમય બગાડી રહ્યા છે. તેમની ઈચ્છા એવી છે કે જેટલો વધુ સમય નીકળશે તેટલું આંદોલન ઢીલું પડી જશે. છેવટે પાટીદારોમાં અંદરોઅંદર ખેંચતાણ ઊભી કરાવી કે તડા પડાવીને આંદોલનને જ સમાપ્ત કરી દેવાની યોજના હોય એવું ચિત્ર અત્યારે ઉતસી રહ્યું છે. લાલજી અને વિઠ્ઠલ રાદડીયાઓ વાટાઘાટોને નામે પોતાનું રાજકીય મહત્વ અને પાવર વધારી રહ્યા છે.

મહિલાને ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતી ખૂંખાર સિંહણ

- ધારી નજીક સીમમાં વાડીએ ખૂલ્લામાં સૂતા હતા ત્યારે સિંહણ ત્રાટકી

- મહિલાનાં માત્ર માથું-હાથ જ મળ્યાઃ નવ સિંહોએ એક સાથે હુમલો કર્યાની પણ ચર્ચાઃ વનતંત્રનાં પાંજરામાં એક સિંહ સપડાયો

ધારી, તા. ૧૧
ધારી તાલુકાનાં ભરડ ગામની સીમમાં વાડીએ નિંદ્રાધીન મહિલાને ખૂંખાર સિંહણે ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતા ખળભળાટ મચી ગયો છે. નવ સિંહોનાં ઝૂંડે મહિલાનો શિકાર કર્યાની પણ ચર્ચા વચ્ચે વનતંત્રએ મુકેલા પાંજરામાં આજે એક સિંહ સપડાઇ યો હતો. જો કે, માનવભક્ષી સિંહણ આજે પણ મોડીસાંજ સુધઈ નહીં પકડાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

હિચકારી ઘટનાની વિગત પ્રમાણે, ધારી તાલુકાનાં ભરડ ગામે રહેતા ભુરાભાઇ લાખાભાઇ બાંભણીયાનો આંબાનો બગીચો સીમ વિસ્તારમાં આવેલો છે. જે બગીચાનો ઇજારો સમઢીયાળા ગામનાં દેવીપૂજક પરિવારે રાખ્યો છે અને ત્યાં જ રહે છે. આ દરમિયાન ગતરાત્રે દેવીપૂજક પરિવાર અસહ્ય ગરમીને કારણે બહાર ખુલ્લામાં સુતા હતા. એકાએક મધરાત્રે ખૂંખાર સિંહણ ત્રાટકી હતી અને દેવીપૂજક પરિવારની મહિલા લાભુબેન ધીરૃભાઇ સોલંકી (ઉ.વ.૫૦) ઉપર હુમલો કર્યો હતો. અન્ય પરિવારજનો જાગીને બચાવે એ પહેલાં તો લાભુબેનને ગળાનાં ભાગેથી પકડીને સિંહણ અંધારામાં ગાયબ થઇ ગઇ હતી.

આ મહિલાની ચીસ સાંભળીને જાગેલા પરિવારજનો ફફડી ઉઠયા હતા. તુરંત બનાવ અંગે વનતંત્ર અને ગ્રામજનોને જાણ કરી હતી. બીજી તરફ મહિલાની શોધખોળ કરતાં ૫૦૦ ફૂટ દૂર નિર્જન સ્થળેથી માત્ર કપડા, માથું અને હાથ જ મળ્યા હતા. જે અવશેષો કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે ધારીની સરકારી હોસ્પિટલે મોકલી અપાયા હતા. બીજી તરફ માનવભક્ષી સિંહણને પકડવા માટે વનતંત્રએ કેટલાક સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા. જેમાં સિંહણ તો સપડાઇ નહોતી, પણ એક સિંહ સકંજામાં આવી ગયો હતો.
મૃતક મહિલા ઉપર એક નહીં પણ નવ સિંહ-સિંહણોએ હુમલો કર્યની પણ ચર્ચા વહેતી થઇ હતી. જો કે, આ મામલે ડીએફઓ કે. સ્વામીએ જણાવ્યું હતું કે, 'હાલ તો ઘટનાસ્થળ આસપાસ એક સિંહણનાં જ સગડ મળ્યા છે. મૃતક મહિલાનાં પરિવારે પણ એક જ સિંહણ હોવાનું નિવેદન આપ્યું છે. આમ છતાં વધુ તપાસ ચાલુ છે.' નોંધનીય છે કે, ૨૦ દિવસ પહેલાં આંબરડી ગામની સીમમાં એક વૃધ્ધને સિંહે ફાડી ખાધા હતા. જે સિંહને બાદમાં વનતંત્રએ પકડીને સાસણ એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો. હવે એક સિંહણ માનવભક્ષી બની જતાં ગ્રામીણ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 8 April 2016

દુકાળ જેવા ગંભીર મુદ્દાને અવગણતા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ઝાટકી - સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ ડેમોમાં માત્ર ૧૦ ટકા જ પાણી

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

દુકાળ જેવા ગંભીર મુદ્દાને અવગણતા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ઝાટકી

- પ્રજાના કામમાં બેદરકારી બદલ સુપ્રીમે ગુજરાત અને હરિયાણા સરકારને આડે હાથ લીધી

સ્થાનિક ચૂંટણીના કારણે મોડું થઈ ગયું એવા ગુજરાત સરકારના લૂલા બચાવ પછી સુપ્રીમ વિફરી : સપ્ટેમ્બરમાં જ દુકાળની સ્થિતિનો અંદાજ હતો તો પહેલી એપ્રિલે કેમ દુકાળ જાહેર કર્યો? : સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી, તા.૭
દુકાળ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને હરિયાણા સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યોના દુકાળ મુદ્દે કરેલા સોગંદનામાની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરા સવાલો પૂછતા કહ્યું હતું કે, ગુજરાત સરકારને દુકાળની સ્થિતિનો સપ્ટેમ્બરમાં જ અંદાજ આવી ગયો હતો તો પહેલી એપ્રિલે દુકાળ કેમ જાહેર કર્યો? શું તમે કહી શકો છો કે, આ દરમિયાન લોકોની હાલત શું થઈ હશે? આટલા ગંભીર મુદ્દે થોડી તો ગંભીરતા દાખવો.
દેશના કેટલાક રાજ્યોમાં દુકાળની સ્થિતિના કારણે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામા પ્રમાણે, કેન્દ્ર એક અઠવાડિયામાં મનરેગા યોજના હેઠળ રાજ્ય સરકારોને રૃ. ૧૧,૦૩૦ કરોડ આપશે. આ રકમમાંથી રૃ. ૨,૭૨૩ કરોડ દસ દુકાળગ્રસ્ત રાજ્યોમાં મનરેગા અંતર્ગત કામ કરતા મજૂરોને આપવામાં આવશે. આ નિર્ણય લેવાનો હેતુ મજૂરોને વધુ ૫૦ દિવસ રોજગારી મળે એ છે. જોકે, આ રજૂઆત પછીયે અસંતોષ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ. બી. લોકુર અને એન. વી. રમણની ખંડપીઠે ગુજરાત અને હરિયાણા સરકારને આડે હાથ લીધી હતી.
સુપ્રીમની ટિપ્પણીનો ગુજરાત સરકારે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓના કારણે નિર્ણય લેવામાં વાર લાગી હતી! અમે પહેલી એપ્રિલ, ૨૦૧૬ના રોજ રાજ્યના ૫૨૬ ગામમને દુકાળગ્રસ્ત જાહેર કરી દીધા છે. આવી પાંગળી અને બિનતાર્કિક દલીલ પછી સુપ્રીમ કોર્ટ વિફરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, શું ચૂંટણીઓ આવે એટલે બધું કામ બંધ થઈ જાય! આ સ્થિતિ ગુજરાત સરકારની બેદરકારીથી જ સર્જાઈ છે કારણ કે, રાજ્ય સરકાર કેન્દ્રને અહેવાલ મોકલે એ પછી જ કેન્દ્ર સરકાર નિર્ણય લે છે. હવે તમે રાજ્યને દુકાળગ્રસ્ત જાહેર કર્યું છે એટલે કેન્દ્ર તેની ટીમ મોકલશે, પણ આ કામમાં ઘણી વાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમે છ મહિના પછી દુકાળ જાહેર કર્યો હોત તો શું થાત!
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવની એ અરજી પર સુનવણી કરી રહી છે, જેમાં દુકાળગ્રસ્ત રાજ્યોના ખેડૂતોને આર્થિક રાહત આપવાની માગ કરાઈ છે. આ અરજીમાં મનરેગા એક્ટ પ્રમાણે ખેડૂતો અને અન્ય લોકોને વેતન ચૂકવવાની પણ માગ કરતા કહેવાયું છે કે, કેન્દ્રએ ગુજરાત, હરિયાણા, ઉ.પ્ર., મ.પ્ર. મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશા દુકાળનો સામનો કરી રહ્યા હોવા છતાં કેન્દ્રએ રાહતના પૂરતા પગલાં લીધા નથી. આ મુદ્દે કેન્દ્રએ કરેલા સોગંદનામાની સુપ્રીમમાં સુનવણી ચાલી રહી છે.

આપણે પિકનિકની વાતો કરવા ભેગા થયા છીએ?
હરિયાણા સરકારે અધૂરી માહિતી-આંકડા રજૂ કરતા સુપ્રીમનો ઉધડો
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૭
કેન્દ્રના દુકાળ અંગેના સોગંદનામાની સુનવણી વખતે સુપ્રીમે હરિયાણા સરકારની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હરિયાણાને દુકાળગ્રસ્ત રાજ્ય જાહેર કેમ ના કરવું જોઈએ એ વિશે સરકારે કેટલીક માહિતી અને આંકડા રજૂ કર્યા હતા. જોકે, આ તથ્યો અધૂરા હોવાથી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને આકરો સવાલ પૂછતા કહ્યું હતું કે, દુકાળના કારણે હરિયાણામાં લોકો જાન ગુમાવી રહ્યા છે અને તમે અધૂરા ડેટા લઈને આવ્યા છો. શું આ તમારી ગંભીરતા છે? આપણે હરિયાણામાં પિકનિકની વાતો કરવા ભેગા નથી થયા.

સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ ડેમોમાં માત્ર ૧૦ ટકા જ પાણી

- ભરઉનાળે રાજયભરમાં પાણીનું સંકટ સર્જાશે

- રાજ્યના ૨૦૨ ડેમોમાં કુલ ૨૯.૨૧ ટકા જ પાણી બચ્યું

પીવાના પાણીની સમસ્યાથી પ્રજાપીડિત ત્યારે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત
અમદાવાદ ,ગુરૃવાર
ગુજરાતમાં ભરઉનાળે પાણીનું સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાયા છે કેમ કે, મોટાભાગના ડેમોના તળિયા દેખાવવા માડયાં છે. સૌરાષ્ટ્રમાં તો એવી વિકટ પરિસ્થિતી સર્જાઇ છેકે, ૧૩૭ ડેમોમાં માત્રને માત્ર ૧૦ ટકા જ પાણી બચ્યું છે. બીજી તરફ, ભાજપ સરકાર અછત જેવી સ્થિતીમાં પાણીની સંકટ સામે સજ્જ થવાને બદલે સ્થાપ્ના દિન,ગૌરવ રેલી જેવા ઉત્સવો ઉજાવવામાં મસ્ત બની છે.
ગુજરાતમાં અછતની સ્થિતી સામે પુરતા પગલાં લેવાના મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ ભાજપ સરકારને ફટકાર આપી છે કેમ કે, ખુદ ગુજરાત સરકારે કોર્ટમાં એવો એકરાર કર્યો કે,ચૂંટણીને કારણે દુષ્કાળ જાહેર કરી શકાયો નહીં. આ કારણોસર સુપ્રિમે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યમાં હાલમાં કુલ તમામ ડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૧૨૨૬૩૫.૧૧ એમસીએમ છે જયારે અત્યારે ૨૦૨ ડેમોમાં માત્ર ૪૬૦૭.૨૭ એમસીએમ (મિલીયન ક્યુબિક મીટર) પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૮.૪૪ ટકા પાણી, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૩૨.૧૨ ટકા પાણી , દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૪.૨૨ ટકા પાણી સંગ્રહાયેલું છે જયારે કચ્છમાં ૨૦ ડેમોમાં ૨૪.૫૭ ટકા પાણીનો સંગ્રહ છે. સૌથી વિકટ સ્થિતી સૌરાષ્ટ્રની છે કેમ કે,અહીં ૧૩૭ ડેમોમાં મોટાભાગના તળિયા દેખાયાં છે. ડેમોમાં માત્ર ૧૦.૬૧ ટકા પાણી સચવાયેલું છે. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં રોજરોજ પાણી સૂકાઇ રહ્યું છે. ગુજરાતમાં ડેમોમાં કુલ મળીને ૨૯.૨૧ ટકા જ પાણી છે.
અમદાવાદ જેવા મોટા શહેરોમાં ય પાણીની ફરિયાદો એટલી વ્યાપક બની છેકે, કેટલાંય વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવું પડે છે. સૌરાષ્ટ્રના ઘણાં ગામડાઓમાં તો છકડાં પાણીના એક ટાંકાનો ભાવ રૃા.૨૦૦ બોલાઇ રહ્યો છે. દુરદુર સુધી લોકોને પીવાનું પાણી લેવા જવું પડે છે . કચ્છ,બનાસકાંઠા સહિતના સરહદી ગામડાઓમાં લોકોની વિકટ દશા થઇ છે.
આમ, પ્રજા પાણીની સમસ્યાથી પિડાઇ રહી છે છતાંયે ભાજપ સરકાર સ્થાપ્નાદિન, ગૌરવ રેલી, જનતા દરભાર ભરીને વિધાનસભાની ચૂંટણી જીતવા કાર્યક્રમોમાં રચીપચી રહી છે.

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભસવારે ૬:૨૬થી ઘટસ્થાપનનાં મુહૂર્ત - પાટીદારો માંડવે બેસી કાયદાની દીકરી '૧૪૪' સાથે લગ્ન કરશે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભસવારે ૬:૨૬થી ઘટસ્થાપનનાં મુહૂર્ત

- સતત બીજા વર્ષે એક નોરતું ઘટવાથી શુક્રવારે જ ચૈત્ર નવરાત્રિનું સમાપન થશે

અમદાવાદ, ગુરુવાર
માતાજીના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિનો શુક્રવારથી પ્રારંભ થશે.  નવરાત્રિ એટલે જેને આપણે અંબા, જગદંબા, દુર્ગા એમ અનેક નામથી પૂજીએ છીએ તેવી મહાશક્તિની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર. આવતીકાલે માતાજીના વાર એવા શુક્રવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ઘટ સ્થાપન માટે સવારે ૬:૨૬થી બપોરે ૧:૦૬ દરમિયાન વિવિધ મુહૂર્ત છે. આ વખતે સતત બીજા વર્ષે પણ ચૈત્રી નવરાત્રિમાં નોરતું ઘટવાનું હોવાથી આવતા શુક્રવારે જ નવરાત્રિનું સમાપન થશે. આ વર્ષે નવરાત્રિમાં ત્રીજનો ક્ષય છે.
શાસ્ત્ર અનુસાર વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, જેમાં મહા-ચૈત્ર-આસો અને અષાઢી નવરાત્રિનો સમાવેશ થાય છે. નવરાત્રિ પૂજનનો પ્રારંભ ઘટ સ્થાપન કર્યા બાદ થતો હોય છે. 'શુક્રવારે સવારે ૬:૨૬થી ૮:૦૦ ચલ, સવારે ૮:૦૦થી ૯:૩૪ લાભ, સવારે ૯:૩૪થી ૧૧:૦૮ સુધી અમૃત મુહૂર્ત છે. બપોરે ૧૨:૪૧થી ૧:૦૬ સુધી પણ અમૃત મુહૂર્ત છે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૬થી ૧:૦૬ સુધી છે. નવરાત્રિ દરમિયાન અનેક ભક્તો નવ દિવસ ઉપવાસ રાખતા હોય છે.  જે ભક્ત સમગ્ર નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખી શકે તેમ હોય નહીં તે ત્રિરાત્રિ ઉપવાસ એટલે કે એકાંતરે ઉપવાસ કરી શકે છે. '
ચૈત્ર નવરાત્રિને શક્તિના સંચય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સાધના માટે સ્થળ અને કાળનું ખૂબ જ મહત્વ હોય છે. આ જ કારણે ચૈત્રી નવરાત્રિ આવા અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ જ દિવસે ભગવાન નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચેતા બ્રહ્મદેવનું પ્રાગટય થયું હતું. આ જ કારણે આ દિવસને સૃષ્ટિના પ્રારંભનો દિવસ પણ કહેવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અંબાજી, પાવાગઢ, બેચરાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. અમદાવાદના ભદ્રકાળી મંદિર, માધુપુરા ખાતે આવેલા અંબાજી મંદિરમાં પણ પૂજનના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. આઠમના હવન માટે અત્યારથી જ તડામાર તૈયારીનો પ્રારંભ પણ થઇ ગયો છે.

ચાચર ચોકમાં ૭૬ વર્ષથી ઉભા પગે અખંડ ધૂન ગવાય છે
શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં છેલ્લા ૭૬ વર્ષોથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન માઇ ભક્તો દ્વારા નવ દિવસ સુધી ઉભા પગે રહીને માં ની અખંડ ધૂન ગાવામાં આવે છે. ચૈત્ર અખંડ ધૂન મંડળના પાંચ ગામો અમદાવાદ, પલીયડ, સઇઝ, ઝુલાસણના ૧૫૦થી વધુ ભક્તોને  સતત ઉભા પગે ધૂન ગાવા છતાં કોઇ થાકનો અનુભવ થતો નથી. અંબાજીમાં શુક્રવારે સવારે ૧૦:૧૫ કલાકે ઘટસ્થાપન થશે. આ ઉપરાંત સવારની આરતી ૭:૩૦થી ૮:૦૦, સાંજની આરતી ૭:૦૦થી ૭:૩૦ દરમિયાન કરાશે.


ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાનું મહત્વ
આવતીકાલથી ચૈત્ર માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો ૧૨૫ જેટલા કિટકો તથા વનસ્પતિ જન્ય જીવાણુઓને કાબૂમાં રાખી શકે છે. લીમડો જીવાણુ, વિષાણુ અને મધુપ્રમેહ વિરોધી ગુણ ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્હોર કે પાનને વાટી પીવાથી બારે માસ તાવ આવતો નથી. ચૈત્ર માસમાં લીમડાના સેવન થકી અનેક રોગ શાંત થાય છે. લીમડો  પિત્તને શાંત કરીને ઠંડક આપે છે. ચૈત્રમાં અનુકૂળતા મુજબ લીમડાનું સેવન કરી શકાય છે.

પાટીદારો માંડવે બેસી કાયદાની દીકરી '૧૪૪' સાથે લગ્ન કરશે

- અબકી બાર,૧૭/૪ ,જેલભરો આંદોલનની રમૂજી કંકોતરી

- વોટ્સએપ,ફેસબુક પર કોમેન્ટોનો મારો શરૃ

સોશિયલ મિડિયામાં સરકાર અને પોલીસની ટીખળ ઉડાડતી કંકોતરી વાયરલ
અમદાવાદ ,ગુરૃવાર
ભાજપ સરકાર પાટીદારોને અનામત આપી શકે તેમ જ નથી પરિણામે સમાધાનની ફોર્મ્યુલાનું નાટક હવે વધુ ચાલી શકે તેમ નથી. પાટીદારો પણ ભાજપ સરકાર અને સરકાર તરફી પાટીદાર નેતાઓની રાજકીય ચાલને ઓળખી ગયા છે જેથી હવે આરપારની લડાઇ લડવા તત્પર બન્યાં છે. મહેસાણામાં જેલભરો આંદોલન અંગ સોશિયલ મિડિયામાં ભરપૂર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ સરકાર અને ગુજરાત પોલીસની ટિખળ કરતી અનોખી કંકોત્રી સોશિયલ મિડિયામાં વાયરલ થઇ છે જેમાં પાટીદારોએ કાયદાની દિકરી ૧૪૪ સાથે લગ્ન સમારોહ આયોજિન કર્યો છે.
સોશિયલ મિડિયામાં વાયરલ થયેલી કંકોત્રીમાં એવુ દર્શાવાયું છેકે, ૧૭મી એપ્રિલે મહેસાણામાં લગ્ન સમારોહ યોજવામાં આવ્યાં છે જેમાં લગ્ન-ભોજન સમારોહ દાતા તરીકે ગુજરાત સરકારનું નામ લખવામાં આવ્યુંછે. લગ્ન સ્થળે પહોંચવા માટે ગુજરાત પોલીસે વાહન વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવાયું છે. એવુ લખવામાં આવ્યું છેકે, અમારી કુળદેવી ઉમા ખોડલની અસીમ કૃપાથી સરકાર અને કાયદાની દિકરી શ્રી ૧૪૪ના લગ્ન વિશ્વના બાપ અને ધરતીપુત્ર પાટીદાર સમાજ સાથે નક્કી કરાયા છે. શુભ સ્થળમાં અવસર પાર્ટી પ્લોટની બાજુમાં, મહેસાણા દર્શાવાયું છે. આમ, જેલભરો આંદોલન થકી પાટીદારો હવે ભાજપ સરકાર સામે શિંગડા ભેરવી જોરદાર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે એટલે જ ભાજપ તરફી પાટીદારો આગેવાનો સમાધાનના સંદેશો પહોંચાડીને પાટીદારોનો રોષ ઠારવા પ્રયાસો કરી રહ્યાં છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 7 April 2016

સરકાર પ્રશ્નો ઉકેલતી ન હોઇ દ્વારકામાં કાળિયા ઠાકોરને આવેદન આપતા ખેડૂતો - શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકાર પ્રશ્નો ઉકેલતી ન હોઇ દ્વારકામાં કાળિયા ઠાકોરને આવેદન આપતા ખેડૂતો

- રેલી યોજી પ્રશ્નો ઉકેલવા અરજ

- દ્વારકા જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવા, પાક વીમાની રકમ આપવા, ગામડાઓમાં કેટલ કેમ્પ શરૃ કરવા, પાણી, ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ
દ્વારકા, તા. ૫
ખેડૂતો હાલ દુકાળના કારમા સમયનો સામનો કરી રહ્યા હોવા છતાં તેમનાં પ્રશ્નો અંગે સરકાર દ્વારા આંખ આડા કાન કરાતા હોઇ ખેડૂતોએ અંતે દ્વારકાધીશજીનો આશરો લીધો છે. દ્વારકામાં ખેડૂતોએ રેલી યોજી દ્વારકાધીશ મંદિરે જઇ કાળિયાઠાકોર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને શ્રીજી જરૃર રસ્તો કાઢશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
ગત વર્ષે નબળા ચોમાસા બાદ ધરતી પુત્રો તેમજ પશુઓની હાલત કફોડી બનતાં આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા તળે દ્વારકાના ઇસ્કોન ગેઇટથી જગત મંદિર સુધી ધરતીપુત્રો દ્વારા જય જવાન જય કિસાનના નારા સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. ખેડૂતોના વિવિધ પ્રશ્ને પ્રવર્તમાન સરકારમાં વિવિધ રજૂઆતો, ધરણા, આવેદનો આપ્યા છતાં કોઇ નક્કર હલ આપવામાં સરાકરશ્રી નિષ્ફળ રહ્યાની ફરિયાદ સાથે છેલ્લા વિકલ્પ તરીકે જગતાત સમા ધરતીપુત્રોએ જગતના નાથ કાળિયા ઠાકોરજીને તેમની વિવિધ માંગણીઓ સહ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દ્વારકાધીશના પ્રતિનિધિ સ્વરૃપે પુજારીને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતો દ્વારા સૌ પ્રથમ વાર અધિકારીને બદલે ભગવાનને આવેદનપત્ર પાઠવી નવો ચિલો પાડવામાં આવ્યો હતો હિતરક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ પાલભાઇ આંબલીયાએ જણાવેલ કે છેલ્લા છ માસથી મામલતદારથી મુખ્યમંત્રી સુધી ખેડૂતોના પ્રશ્ને વિવિધ રજૂઆતો કરી છે છતાં સરકાર સાંભળી નથી. તેમની પ્રમુખ માંગોમાં જિલ્લાને તત્કાળ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય, ખેડૂતને સંપૂર્ણ પાકવીમાની રકમ મળે, જમીન પ્રમોલગેશનમાં સુધારો, ગામડામાં કેટલ કેમ્પ તેમજ ગાયોને ઘાસચારો, પાણી અને સલામતીની સુવિધાઓ ઉભી કરવા જેવી માંગે તરફ સરકારે અત્યાર સુધી દુર્લક્ષ સેવ્યાનો આક્ષેપ પણ કરાયો હતો. સાથોસાથ ભગવાન દ્વારકાધીશના શરણે અને ચરણે આ માંગો મુકવાથી માંગો જરૃરથી સંતોષાશે તેઓ આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.

શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ

- કોંગ્રેસ અગ્રણી દ્વારા રજૂઆત જો પ્રશ્ન નહી ઉકેલાય તો આંદોલન..!

વરતેજ, તા.૬
શેત્રુંજય ડાબા કાંઠાની કેનાલ નીચે આવતા ગામોના ખેડૂતોએ અગાઉ પાણી મળતા મોટા પાયે મગફળીના પાકનું વાવેતર કર્યું છે અને હાલ પાણી નહી મળતા મૌલાત સુકાઇ રહી હોય તાકીદે પાણી છોડવા માંગ ઉભી થવા પામી છે.
ભાવનગર તાલુકાના શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલ નીચેના ભુંભલી, થળસર, લાખણકા, ખડસલીયા, કોળીયાક, સુરકા, રામપર, ગુંદી, હાથબ, રતનપર વિગેરે ગામોમાં હાલ મોટાપાયે મગફળીનું વાવેતર આ કેનાલના બે પાણ મેળવીને કરેલ વાવેતર બાદ હાલ આ મગફળીના પાકમાં શીંગના ડોડવા બેસવાના સમયે પાણી ન ફાળવવાના પરિણામે ભાવનગર તાલુકાના કોળીયાક, હાથબ, ભુંભલી પટ્ટીના આ કેનાલ નીચે આવતી ખેતવાડી મગફળીનો પાક તદ્દન નિષ્ફળ જાય તેવી પરિસ્થિતી સર્જાય છે !!
ખેડૂતોએ મોટી આશા સાથે ભારે ખર્ચ કરીને બિયારણ-ખાતર અને કરેલ મજુરી તદ્દન નિષ્ફળ નિવડે તેવા સંજોગો ઉભા થયા છે. આ વિસ્તારના કોંગ્રેસ અગ્રણી દ્વારા સત્તાવાળાઓને ગંભીર રજૂઆતો કરેલ છે. આ સામે પગલા ભરવામાં અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં નહી આવે તો ગાંધીજી ચિંધેલ રાહ ઉપવાસ આંદોલન કરવાનો નિર્ણય કરેલ છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 7 March 2016

આતંકીઓ ઘૂસ્યાના ભયથી દેશભરમાં હાઈ એલર્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આતંકીઓ ઘૂસ્યાના ભયથી દેશભરમાં હાઈ એલર્ટ

- ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં જડબેસલાક સુરક્ષા

- પાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ભારતને ઘૂસણખોરીની બાતમી આપતાં આઇબી સતર્ક

પ. ભારતના તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતો બંદોબસ્ત
કોલકાતા એરપોર્ટને ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળતાં એલર્ટ
(પીટીઆઈ)                      નવી દિલ્હી, તા.૬
ગુજરાત સરહદેથી દેશમાં પાકિસ્તાનના દસ આતંકવાદી ઘૂસ્યા હોવાની ગુપ્તચર અહેવાલો પછી રાજધાની દિલ્હી સહિત પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.  ગુપ્તચર તંત્રે આપેલી જાણકારી મુજબ, મહાશિવરાત્રીના તહેવારને પગલે આતંકવાદીઓ કોઈ મોટા હુમલાને અંજામ આપે એવું પણ બની શકે છે. આ કારણોસર કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને સાબદાં રહેવાનું પણ સૂચન કર્યું છે.
ભારતમાં પાકિસ્તાન સરહદેથી તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી ઘૂસ્યાની બાતમી ભારતને પાકિસ્તાને જ આપી હતી. પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર નસીર ખાન જંઝુઆએ જ સોમવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલને આ માહિતી આપતા કહ્યું હતું કે, મહા શિવરાત્રીના તહેવારના પગલે કેટલાક આતંકવાદીઓએ ગુજરાતમાંથી ઘૂસીને મોટો હુમલો કરવાનું આયોજન કર્યું છે.
પશ્ચિમી રાજ્યોમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમી પછી નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની ચાર ટીમ પણ તૈનાત કરાઈ છે. આ દરમિયાન પોલીસે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં ગુપ્ત તપાસ હાથ ધરી છે. કચ્છ જેવા સરહદી શહેરમાં પણ કેટલાક સ્થળે દરોડા પડાયા હતા. એટલું જ નહીં, દેશના તમામ સંવેદનશીલ સ્થળો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.
આ દરમિયાન કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. કોલકાતા પોલીસના જણાવ્યાનુસાર, આ ઈ-મેઇલ જર્મનીથી એરપોર્ટ મેનેજરના ઈ-મેઇલ એડ્રેસ પર મોકલાયો હતો. આ કારણોસર કોલકાતામાં પણ એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને મંદિરો જેવા મહત્ત્વના સ્થળોએ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી પછી  સરકારી મકાનો, ગીચ વિસ્તારો, મંદિરો અને ભરચક બજારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પઠાણકોટ એરબેઝ પરના હુમલા પછી દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા છે અને સરહદો પણ અભેદ્ય છે. જોકે, આ વખતે તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી દિલ્હીમાં ઘૂસ્યાની બાતમી પછી પેટ્રોલિંગ વધારાયું છે અને તમામ મહત્ત્વના સ્થળોએ સીસીટીવી પણ ગોઠવાયા છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ સેલ જુદી જુદી રીતે સુરક્ષાની સ્થિતિ સંભાળી રહ્યા છે, જેથી અસમાજિક તત્ત્વો પર પણ પૂરતી નજર રાખી શકાય.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 3 March 2016

અનામત અથવા OBC આપો રાજસ્થાન પેટર્ન નહીં ચાલે - દલિત આદિવાસી તથા મુસ્લિમ સમાજ માટે શહેરમાં છાત્રાલય અથવા આશ્રમ બનાવવામાં આવે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામત અથવા OBC આપો રાજસ્થાન પેટર્ન નહીં ચાલે

- પાટીદારોએ ૨૭ મુદ્દા જાહેર કર્યા

- ૧૦ દિવસમાં સરકાર ૨૭ મુદ્દા પર નિર્ણય નહીં લે તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

(પ્રતિનિધિ દ્વારા)        સુરત, બુધવાર
પટેલ સમાજને અનામત અથવા ઓબીસી આપો, રાજસ્થાન પેટર્ન નહીં ચાલે, તમામ યુવાનો પરના કેસો પાછા ખેંચો, પટેલ નિગમ અથવા આયોગ બનાવો, પોલીસ દમનનો ભોગ બનેલાને ૧૫ લાખનું વળતર આપો... આવા ૨૭ મુદ્દાઓ આજે સુરતમાં બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પાસ દ્વારા રજૂ કરાયા હતા. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં દસ કન્વીનર્સ હાર્દિક પટેલને મળવા લાજપોર જેલ ગયા હતા. તેઓની હાર્દિક પટેલ સાથે એક કલાક મિટીંગ ચાલી હતી.

એ મિટીંગ બાદ પાસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. જેમાં હાર્દિકે આપેલા ૨૭ મુદ્દાઓ વિશે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ૧૦ દિવસમાં સરકાર અમારા ૨૭ મુદ્દાઓ પર નિર્ણય નહીં લે તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે. હાર્દિકે આપેલા ૨૭ મુદ્દા પાસ દ્વારા સાંસદ વિઠ્ઠલ રાદડીયા અને અન્ય મધ્યસ્થીઓને તથા સુરતના અગ્રણીઓને અપાયા છે. હાર્દિક સાથે મળવા ગયેલા કન્વીનર્સે સમાધાન અને આગળની રણનીતિ વિશે પણ ચર્ચા કરી હતી. જેમાં જો ૧૦ દિવસમાં નિર્ણય નહીં આવે તો રાજપીપળાથી સરદારના મૂળ વતન કરમસદ સુધીની કળશયાત્રા કાઢવાનું આયોજન પણ છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકનાં ૨૭ મુદ્દાઓમાં અનામત સિવાય અન્ય જ્ઞાાતિ અને સામાજીક મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

કોર્ટ મેરેજ માટે બંનેમાંથી કોઈ એકના માતા-પિતાની સહ જરૃરી
ધ કોર્ટ મેરેજ માટે બંનેમાંથી કોઈ એકના માતા અથવા પિતાની સહી જરૃરી હોવી જોઈએ. ધ ૨૧ નંબરના આ મુદ્દો વિચિત્ર છતાં વિચારવા જેવો છે. હાર્દિકે આ મુદ્દો કેમ લખ્યો? એની પાછળ પણ કંઈક કારણ અને તર્ક હોવું જોઈએ એવુ બુધ્ધિજીવીઓ કહી રહ્યા છે. પણ એટલુ ચોક્કસ છે આ ૨૭ મુદ્દા માટે હાર્દિકે ખૂબ મગજ કસ્યુ છે.

હાર્દિકનું અનામત બજેટ ૨૭ મુદ્દા જાણે યોજના!
હાર્દિકે ૨૭ મુદ્દામાં પટેલ સમાજ અનામત સાથે અન્ય મુદ્દાઓ પણ લીધા છે. સારી છાપ ઉભી કરવા કે ખરેખર હૃદયથી એ ખબર નહીં, પણ અમુક મુદ્દા ઘણા અસરકારક અને બધાનુ ભલુ થાય તેવા પ્રકારના છે, જેમાં ખેડૂતો માટે હાર્દિકે ખૂબ સારી ભાવના રાખી છે. ખેડૂતોના વીજ-પાણીના પ્રશ્નો તથા વ્યાજમુક્ત લોન, દલિત આદિવાસી, મુસ્લિમ, કોળી સમાજ વગેરે માટે વિચાર્યુ છે.

પાટીદારોની ૨૭ માંગણીઓ...
૧. પટેલ સમાજને અનામત આપો અથવા ઓબીસી આપો રાજસ્થાન પેટર્ન પ્રમાણે નહીં ચાલે
૨. તમામ યુવાનો પરનાં કેસો પાછા ખેંચો
૩. પટેલ નિગમ અથવા આયોગ બનાવો
૪. પોલીસ દમનનો ભોગ બનેલાને ૧૫ લાખનું વળતર અને સુરેન્દ્રનગર દલિતોની હત્યા થઈ તેમને ૧૦ લાખનું વળતર
૫. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનની હત્યા કરનાર પોલીસ પર કાર્યવાહી
૬. ખાનગી શાળા કોલેજમાં મેરિટ પ્રથાનો અમલ કરવો
૭. રોસ્ટર પધ્ધતિને નાબૂદ કરવામાં આવે
૮. રાજ્યમાં ૧૦ વિદ્યાર્થી ઓછી જમીન ધરાવનારા પરિવાર માટે સહાય નિગમ બનાવવામાં આવે જ દરેક જ્ઞાાતિ માટે ઉપયોગી બને, આ પરિવારને એસસી એસટીના લાભ મળે
૯. ખાનગી શાળામાં કોલેજમાં મેનેજમેન્ટ સીટ તેમજ ડોનેશન સીટ પર સરકાર ૮૦ ટકા રાહત આપે
૧૦. રાજ્યના તમામ તાલુકામાં બે સરકારી શાળા, વિશાળ તાલુકામાં સરકારી કોલેજ બનાવાઈ
૧૧. તમામ જાતિના યુવાનો માટે વગર વ્યાજે ધંધા માટે લોન
૧૨. રાજ્યની કંપનીઓમાં રાજ્યમાં ૮૦ ટકા રાહત આપે
૧૩. રાજ્યની સરકાર વધુમાં વધુ રોજગારી ઉભી કરે
૧૪. રાજ્યના ૫૦૦ એમબીબીએસની સીટમાં વધારો કરે
૧૫. ખાનગી શાળા કોલેજમાં ડોનેશન બંધ કરવામાં આવે
૧૬. ખેડૂતોને ભાવ પર તાત્કાલિક નિર્ણય લે
૧૭. ખેડૂતની મંજૂરી તથા સહી વગર જમીન સંપાદન કરવામાં ન આવે
૧૮. ખેતરની માલિકીમાં હાઈવોલ્ટેજ વીજ થાંભલા મૂકવા માટે યોગ્ય વળતર દર મહિને અપાય અને ખેતરના છેડે લગાવવામાં આવે
૧૯. ખેડૂતને સંપૂર્ણ કરમુક્ત લોન આપો
૨૦. ખેડૂતના મુખ્ય પ્રશ્નો જેવા કે પાણી વીજળી અને જનાવર મુદ્દે યોગ્ય નિર્ણય લેવાય
૨૧. કોર્ટ મેરેજ માટે યુવાન અથવા યુવતીના માતા અથવા પિતાની સહી જરૃરી હોવી જોઈએ
૨૨. રાજ્યની બહેનોની ખાનગી કે સરકારી હોસ્ટેલોની ફી સરકાર ૬૦ ટકા ભરે
૨૩. રાજ્યના સંપૂર્ણ વ્યસન મુક્ત કરવામાં આવે, બુટલેગરો માટે કાયદેસરની આવક ઉભી કરવામાં આવે
૨૪. દલિત આદિવાસી તથા મુસ્લિમ સમાજ માટે શહેરમાં છાત્રાલય અથવા આશ્રમ બનાવવામાં આવે
૨૫. ઠાકોર કોળી સમાજની જમીન હડપ કરતા જમીન માફિયા તથા ઉદ્યોગપતિ રોકવા માટે રાજ્ય જમીન અધિકારી સમિતિની રચના કરવામાં આવે
૨૬. રાજ્યમાં કરવામાં આવતી સરકારી નોકરી માટેની ભરતીમાં પ્રવેશ ફી માફ કરવામાં આવે
૨૭. વિધવા બહેન માટે સરકારી નોકરીમાં સ્થાન આપવામાં આવે



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 1 March 2016

કૃષિ ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડની ફાળવણી : ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય - ભાડે રહેતા લોકોને લાભ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કૃષિ ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડની ફાળવણી : ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

- દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતોને પ્રમાણમાં રાહત

- એગ્રી-ક્રેડિટ ટાર્ગેટ ૯ લાખ કરોડ

આપણે ખેડૂતો પાસેથી ઘણુ લઇ રહ્યા છીએ માટે પરત કરવાની પણ ફરજ આપણી જ છે : જેટલી
૧૨ રાજ્યોમાં ખેડૂતો માટે પોર્ટલ બનાવાશે
(પીટીઆઇ)             નવી દિલ્હી તા. ૨૯
દેશમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતોની સંખ્યાનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં મોદી સરકાર પાસે ખેડૂતો આ બજેટમાં ઘણી આશા રાખીને બેઠા હતા, જોકે પ્રમાણમાં તેમની કેટલીક આશાઓ પુરી થાય તેવું આ બજેટ છે. નાણા પ્રધાન અરૃણ જેટલીએ કૃષી ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં વધીને બેગણી થાય તે હેતુથી આ સેક્ટરમાં આટલા નાણા ફાળવવામાં આવ્યા છે તેમ નાણા પ્રધાન જેટલીએ જણાવ્યું હતું.
દેશમાં ઘણી જમીન એવી છે કે જે પડતર છે, નાણા પ્રધાને દાવો કર્યો હતો કે આ નાણાકિય વર્ષમાં સરકાર ૮૬,૦૦૦ હેક્ટર જમીન કૃષી ક્ષેત્રે લાવશે. આ ઉપરાંત ૧૨ રાજ્યોમાં ખેડુતો માટે પોર્ટલ પણ બનાવવામાં આવશે જેથી ઇન્ટરનેટના ઉપયોગ વડે ખેડૂતો કૃષીથી વધુ માહિતગાર થાય.
જેટલીએ જણાવ્યું હતું કે પાંચ લાખ એકર ખેતરમાં બાગાયતી ખેતી પર ધ્યાન આપવામાં આવશે. જેટલીએ જણાવ્યું હતંુ કે આપણે ખેડુતો પાસેથી ઘણુ લઇ રહ્યા છીએ તેથી પરત કરવાની પણ ફરજ બને છે. સિંચાઇ યોજના માટે નાબાર્ડ ૨૦,૦૦૦ કરોડ રૃપિયા આપશે. આગામી ત્રણ વર્ષમાં કેમિકલ ખાતરથી ખેતીને મુક્ત કરવી દેવામાં આવશે. ખેડુતો પશુપાલન સાથે પણ સંકળાયેલા છે માટે પશુધન હાટના નામે એક ઇ પોર્ટલ પણ શરૃ કરવામાં આવશે.
નાણા પ્રધાન અરૃણ જેટલીએ આશા વ્યક્ત કરી હતી કે નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬માં કૃષી ક્રેડિટ ટાર્ગેટ ૮.૫ લાખ કરોડ હતો, જે નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં અત્યાર સુધીનો સૌથી ઉંચો ૯ લાખ કરોડ હશે. ખેડુતો પરથી લોનની ચૂકવણીનું ભારણ ઘટાડવા માટે સરકારે ૧૫૦૦૦ કરોડ રૃપિયાની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.


૧૪ કરોડ ખેડૂતોને મળશે સ્વાસ્થ્ય કાર્ડ : કચરામાંથી ખાતર બનાવાશે
સરકારે ખેડુતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ આપવાની જાહેરાત કરી છે. આશરે ૧૪ કરોડ ખેડુતોને આ કાર્ડ વર્ષ ૨૦૧૭ સુધીમાં આપવામાં આવશે. જેટલીએ જણાવ્યું હતું કે ખાધ્ય સુરક્ષા યોજનાને પહોંચી વળવા માટે દેશના ખેડૂતોનું મોટુ યોગદાન છે.  સાથે સરકારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઇ દરમિયાન જે કચરો ભેગો થાય છે તેમાંથી ખાતર બનાવવાની પણ જાહેરાત કરી હતી.

કૃષી ક્ષેત્રે વ્યાજ છુટ માટે ૧૫,૦૦૦ કરોડની ફાળવણી
ખેડુતો પર વ્યાજનો બોજ વધી રહ્યો છે જેને પગલે આ વખતના બજેટમાં કૃષી લોનને પણ આવરી લેવામાં આવી છે. સરકારે આ વખતે ૧૫,૦૦૦ કરોડ રૃપિયા કૃષી લોન પર વ્યાજની છૂટ માટે ફાળવ્યા છે. જ્યારે નવા પાક વીમા યોજના માટે ૫,૫૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરી છે. સાથે દાળના ઉત્પાદનને પ્રોત્સાહન માટે ૫૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે.

એચઆરએ કપાતની મર્યાદા રૃ. ૬૦ હજાર કરાતાં ભાડે રહેતા લોકોને લાભ

- કરવેરા માળખું સરળ કરવા કુલ ૧૩ સેસ નાબૂદ

- પહેલીવાર ઘર ખરીદનારને રૃ. ૩૫ લાખ સુધીની લોન પર વાર્ષિક રૃ. ૫૦ હજારની રાહત

પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કિમ હેઠળ આવતા ઉદ્યોગોના ટર્નઓવરની મર્યાદા રૃ. એક કરોડથી વધારીને બે કરોડ કરાઈ
(પીટીઆઈ)      નવી દિલ્હી, તા.૨૯
નાણા મંત્રી અરુણ જેટલીએ વ્યક્તિગત કરદાતા માટે હાઉસ રેન્ટ એલાઉન્સની મર્યાદા પ્રતિ વર્ષ રૃ. ૬૦ હજાર સુધી કરી દીધી છે, જે અત્યાર સુધી રૃ. ૨૪ હજાર હતી. જેટલીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં ૮૦જીજી હેઠળ ઘરના ભાડા માટે અપાતા ભથ્થાની મર્યાદા વધારાઈ છે, જેનાથી નાના-મોટા તમામ પગારદારોને ફાયદો થશે.
આ ઉપરાંત રૃ. ૩૫ લાખ સુધીની લોન પર વધારાના કરવેરાની રાહત પ્રતિ વર્ષ રૃ. ૫૦ હજાર સુધી કરાઈ છે. જોકે, આ નિયમ રૃ. ૫૦ લાખથી ઓછી કિંમતનું ઘર ખરીદનારા તેમજ પહેલીવાર ઘર ખરીદનારા કરદાતાઓને જ લાગુ પડશે. આ બજેટમાં ૮૭એ હેઠળ કરવેરા પરના વળતરની મર્યાદા રૃ. બે હજારથી વધારીને રૃ. પાંચ હજાર કરાઈ છે. એટલે કે, પાંચ હજાર સુધી કરવેરો ભરવાનો થતો હશે તો તે આપોઆપ માફ થઈ જશે.
નાણા મંત્રીએ રૃ. પાંચ લાખ સુધીની આવક ધરાવનારને રૃ. ત્રણ હજાર સુધીની જવાબદારીમાંથી રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યાર સુધી આવકવેરા કાયદાની કલમ ૪૪એડી હેઠળ રૃ. એક કરોડનું ટર્નઓવર ધરાવતી તમામ કંપનીઓ આવી જાય છે, પરંતુ હવે આ મર્યાદા રૃ. બે કરોડ સુધીની કરાઈ છે. આ કારણોસર ૩૦ લાખ નાના ઉદ્યોગકારોને લાભ થશે. રૃ. ૫૦ લાખની ગ્રોસ રિસિપ્ટ ધરાવતા બિઝનેસ પ્રોફેશનલનો નફો ૫૦ ટકા ગણવામાં આવશે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના 'ઓપ્શન' ૦.૦૧૭થી વધારીને ૦.૦૫ ટકા કરાયો છે.
આ બજેટમાં વિવિધ મંત્રાલયોએ લાદેલા કુલ ૧૩ સેસ નાબૂદ કરાયા છે કારણ કે, તેમાંથી માંડ રૃ. ૫૦ કરોડનું ભંડોળ મળતું હતું. બિનનિવાસી ભારતીયો માટે પાન કાર્ડ સિવાયના દસ્તાવેજોને મંજૂરી અપાઈ છે, જ્યારે આવકવેરા માટે ટીડીએસ પ્રોવિઝનનું સરળીકરણ કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત આવકવેરાના રિટર્નનું રિવિઝન કરવાની સેન્ટ્રલ એક્સાઈઝ એસેસીઝને પણ સુવિધા કરી અપાઈ છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/