સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 19 April 2016

મહેસાણામાં જૂની ભુલનું પૂનરાવર્તન: ઘરોમાં ઘૂસી પોલીસે કાચ ફોડ્યા - રમખાણો દરમિયાન તોફાની ટોળાનો દરેક સભ્ય ગુના માટે જવાબદાર ગણાય: ગુજરાત HC - મહેસાણા: મોડી રાત્રે 1 ફરિયાદ, 50 પાટીદારોના નામ,બે લાઈન ભરીને કલમો લગાવાઈ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

મહેસાણામાં જૂની ભુલનું પૂનરાવર્તન: ઘરોમાં ઘૂસી પોલીસે કાચ ફોડ્યા

મહેસાણા:પાટીદારોના ઘરોમાં ઘૂસીને તોડફોડ કરવાની ભુલનું મહેસાણા પોલીસે રવિવારે પણ પૂનરાવર્તન કર્યું છે. તોફાનો પર કાબૂ મેળવી લીધા પછી મોઢેરા રોડ પરની કેટલીક સોસાયટીઓમાં જઈને ઘરોમાં ઘૂસેલી પોલીસે બારી અને વાહનોના કાચ ફોડતાં લોકોમાં રોષ ફેલાયો છે.મહેસાણાના મોઢેરારોડ પર બપોર બાદ તોફાનો કાબૂમાં આવી ગયાં હતાં અને ટોળાં વિખેરી નાખવામાં પોલીસ સફળ રહી હતી એ પછી 4-30થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન 15થી 20 પોલીસોના ધાડાં લાકડીઓ સાથે ચોક્કસ સોસાયટીઓમાં ઘૂસ્યા હતા. 
 
-ગૌતમનગર,ગંગામૈયા સોસાયટી અને સુવર્ણધામ ફલેટમાં  આતંક મચાવ્યો 
 
ગૌતમનગર સોસાયટીમાં ઘૂસેલા પોલીસોએ એક ઘરમાં બારીના કાચ ફોડી નાખ્યા હતા. જો કે, તેમના આ પરાક્રમને કેટલાક રહીશોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું. પોલીસોને જોઈ ઘરનું બારણું ઝડપથી બંધ કરવા જતાં પિતાંબરભાઈ પટેલ નામના વૃદ્ધને ઈજા થઈ હતી. લગભગ આ જ અરસામાં રાજકમલ પેટ્રોલપંપ પાસે આવેલી ગંગામૈયા સોસાયટીમાં પણ પોલીસે ગાડીઓના કાચ ફોડ્યા હતા.આ ઉપરાંત મોઢેરા રોડ પર આવેલા સુવર્ણધામ ફેલ્ટમાં પણ પોલીસ ટુકડીએ આતંક સર્જયો હતો.અહીં પણ નીચે પાર્ક કરેલી ગાડીઓમાં અને બાઈક જેવા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

Source :- http://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-mehsana-in-old-forgotten-revision-by-police-go-in-households-and-broke-vehicles--530229.html?seq=1

રમખાણો દરમિયાન તોફાની ટોળાનો દરેક સભ્ય ગુના માટે જવાબદાર ગણાય: ગુજરાત HC


અમદાવાદના શાહ આલમ વિસ્તારના લૂંટ, રમખાણો,  તથા હત્યાના 13 વર્ષ જૂના એક કેસની સુનાવણી દરમિયાન  ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે તોફાનોમાં સામેલ ટોળાનો જો કોઈ એક સભ્ય પણ ગુનામાં સામેલ હશે તો ટોળાના તમામ સભ્યો તેના માટે તે ગુના માટે જવાબદાર ગણાશે.

નવેમ્બર 2003માં શાહઆલમમાં તોફાની ટોળાએ નાગરિકોને રોકીને લૂંટ ચલાવી હતી, ઉત્પાત મચાવ્યો હતો અને મુકેશ પંચાલ નામના એક વ્યક્તિની હત્યા પણ કરી હતી. નીચલી કોર્ટ દ્વારા આ કેસમાં 12 આરોપીઓમાંથી છ આરોપીઓ દોષિત ઠર્યા હતા અને તેમને આજીવન કેદની સજા થઈ હતી. જો કે આ સજા પામેલા તમામ લોકોએ તેમની સજાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી.

હાઈકોર્ટની જસ્ટીસ કે એસ ઝવેરી અને જસ્ટીસ જી બી શાહની બેન્ચે ગત અઠવાડિયે આ કેસ બાબતે અવલોકન કર્યુ હતું કે રમખાણો, તેના કારણે ગંભીર ઈજાઓ અને મૃત્યુ વગેરે રાજ્યમાં વારંવાર થયા કરે છે આથી આ સંલગ્ન કેસોને ખુબ કાળજી લઈ હેન્ડલ કરવા જોઈએ. કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે કાયદો બિલકુલ સ્પષ્ટ છે કે જો કોઈ ગેરકાનુની (કાયદા વિરુદ્ધનું કામ આચરનારી) મંડળીની કોઈ એક વ્યક્તિ કોમન હેતુ હેઠળ કોઈ ગેરકાયદેસર કામ કરે તો તે મંડળીનો દરેક સભ્ય તે ગુના માટે જવાબદાર ગણાશે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બધા એક જ જૂથના સભ્યો સાબિત થઈ જાય પછી જૂથની જે તે વ્યક્તિનો ગુનો અલગથી સાબિત કરવાની જરૂર નથી. આ અવલોકનો બાદ કોર્ટે આરોપીઓની તે રજૂઆતને ફગાવી દીધી હતી કે તેઓ માત્ર ત્યાં હાજર હતાં અને પ્રેક્ષક તરીકે હતાં. કોર્ટ દ્વારા જણાવાયું કે શહેરમાં ઉત્પાત મચાવવાનો તેમનો હેતુ સ્પષ્ટ જણાતો હતો. જો કે કોર્ટે આ આરોપીઓને એટલી રાહત આપી હતી કે તેમની આજીવન કેદની સજામાં ઘટાડો કરીને તેને 10 વર્ષની સજામાં ફેરવી દીધી.

Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3251676


મહેસાણા: મોડી રાત્રે 1 ફરિયાદ, 50 પાટીદારોના નામ,બે લાઈન ભરીને કલમો લગાવાઈ


મહેસાણા: મોડી રાત્રે 1 ફરિયાદ, 50 પાટીદારોના નામ,બે લાઈન ભરીને કલમો લગાવાઈ
મહેસાણા:જેલભરો આંદલન હિંસક બનતા ઉશ્કેરાયેલા પાટીદારોએ કરેલા તોફાનોને અંતે મોડીરાત્રે મહેસાણા બી ડીવીજન પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની સંયુક્ત 1 ફરિયાદ નોંધાઇ હતી.જેમાં 50 વ્યક્તિઓના નામ જોગ ફરીયાદ હતી જ્યારે 5હજારથી વધુના ટોળાનો તેમા ઉલ્લેખ કરાયો હતો.જેલ ભરો આંદોલન અંતર્ગત પોલીસ અને પાટીદારો વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન મોઢેરા રોડ પર ઉશ્કેરાયેલા ટોળાએ એટીએમમાં તોડફોડ,એફસીઆઇ ગોડાઉનમાં તોડફોડ બાદ આંગચંપી,ગુજરાત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સળગાવવાની ઘટનાએ વળવું સ્વરૂપ ધારણ કર્યુ હતું.
 
--મોડી રાત્રે 5000ના ટોળા સામે ગુનો, બે લાઈન ભરીને કલમો લગાવાઈ
 
સમગ્ર ઘટના બાદ મોડી સાંજે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથધરી હતી.જેમાં પોલીસ ખુદ ફરિયાદી બની હતી.મહેસાણા બી ડીવીજન પોલીસ મથકમાં નોંધાયેલી 4 પાનાની ફરિયાદમાં 50 વ્યક્તિઓ વિરૂધ્ધ નામજોગ અને 5હજારથી વધુના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.જાણીને નવાઇ લાગશે કે પોલીસે દાખલ કરેલી પોલીસ ફરિયાદમાં બે લાઇન ભરીને તો કલમો લગાવાઇ છે.નોંધનીય છે કે, બનાવ સ્થળેથી પાટીદારોની થયેલી અટકાયત  સંબધે તેમના પરિવારને મોડીરાત સુધી જાણ ન કરતા તમામ શોધખોળ માટે નિકળ્યા હતા.

Source :- http://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-mehsana-late-night-police-action-done-1-complaints-in-50-patidars-name-news-5302325-NOR.html

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 15 April 2016

રામનવમીએ રાજકોટમાં પ્રથમ વખત યોજાશે રામલલ્લાની પાલખીયાત્રા - પાણીની તીવ્ર અછત હોવાથી મે મહિનામાં વીજળીના ધાંધિયા થશે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજે રામનવમીએ રાજકોટમાં પ્રથમ વખત યોજાશે રામલલ્લાની પાલખીયાત્રા

- સર્વત્ર ગુંજી ઉઠશે 'જયશ્રી રામ'નો દિવ્યનાદ

- સવારે ૧૦ વાગ્યે જ્યુબેલી ગાર્ડન પાસેના નવગ્રહ મંદિરેથી પાલખીયાત્રાનો થશે પ્રારંભઃ ભજન, કિર્તન સાથે કપિલા હનુમાન મંદિરે યાત્રા પૂર્ણ થશે

રાજકોટ, ગુરૃવાર
રાજકોટમાં આવતીકાલે રામનવમીની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી થશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌપ્રથમ વખત રાજકોટમાં શ્રીરામ લલ્લાની પાલખીયાત્રા કાઢવામાં આવનાર છે. આ પાલખીયાત્રાનો સવારે ૯ વાગ્યે જ્યુબેલી ગાર્ડન પાસેના નવગ્રહ મંદિરેથી પ્રારંભ થશે અને શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કરી કપિલા હનુમાન મંદિરે (ચૈતન્ય ધામ) રામનાથપરા ખાતે આરતી બાદ પૂર્ણ થશે.

આ પદયાત્રામાં ધાર્મિકતા એખતા અને નિષ્ઠા સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સાથે વિવિધ ધાર્મિક, સામાજીક સંસ્થાઓ, ધૂન-કિર્તન મંડળો જોડાશે. રાજકોટમાં પ્રથમ વખત રામલલ્લાની પાલખીયાત્રા કાઢવાનું આયોજન થતાં રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ શોભાયાત્રાનું વિવિધ માર્ગો પર સ્વાગત થશે.

આ પાલખીયાત્રામાં વિવિધ ધૂન-મંડળો ધૂન-ભજનની રમઝટ બોલાવશે. પાલખી સિવાય કોઇ ફ્લોટ્સ રાખવામાં આવ્યા નથી. જયશ્રી રામના ઘોષ સાથે બે કિ.મી. લાંબી શોભાયાત્રા નીકળશે. રાજકોટમાં અન્ય વિવિધ રામ મંદિરોમાં પણ પૂજન અર્ચન, કિર્તનના કાર્યક્રમો યોજાશે.
* સદ્ગુરૃ સદન, રણછોડદાસજી આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક રામા અવતારની ઉજવણી થશે. આ અવસરનું ચરિત્રચિત્રણ થશે અને મહાત્મય પણ વર્ણાવાશે. બપોરના ૧૨.૩૦ થી ૨.૩૦ દરમિયાન રામરૃપી પ્રસાદનું આયોજન કરાયું છે.
* ગાયત્રી શક્તિપીઠ, વૈશાલીનગર દ્વારા સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક ખાતે સવારના ૮ થી બપોરના ૧૨.૩૦ સુધી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞા યોજાશે.
* શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, જામનગર ખાતે નીજ મંદિરમાં મહાઆરતી, દિપમાલા પૂજન અર્ચન અને સાંજે ભજન-ધૂન, સત્સંગનો કાર્યક્રમ રખાયા છે.
* માનવ મંદિર કસ્તુરબા ધામ ત્રંબા ખાતે સાંજે ૬ વાગ્યે મંદબુધ્ધિના ભાઇ માટેના આવાસ ભવનનું લોકાર્પણ થશે.
* શ્રી હરિનામ સંકિર્તન મંડળ દ્વારા સવારે ૫.૩૦ વાગ્યે પ્રભાતફેરી બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી થશે.
* શ્રી રામચરિત માનસ મંદિર, રતનપર દ્વારા સવારે ૯ થી ૧૨, ધૂન-ભજન, સત્સંગ થશે. બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી બાદ પ્રસાદનું આયોજન થયું છે.
* ગીતા મંદિર જંકશનના સત્સંગ સભાખંડમાં રામધૂનની રમઝટ બોલાવશે. તેમજ નિઃશુલ્ક ઉનાળુ છાશ વિતરણ કેન્દ્રનો આરંભ કરશે.
* શ્રી સાંઇનાથ મંદિર, સીંધી કોલોની દ્વારા સાંજે ૪ વાગ્યે દરિદ્રનારાયણ પરિવારોને ૫૦૦ અનાજની કીટનું વિતરણ થશે. સાંજે ૫ વાગ્યે પાલખીયાત્રા (રથયાત્રા), ૮ વાગ્યે મહાપ્રસાદ અને ૧૦ વાગ્યે ભજન કિર્તન.
* લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા આજે કુંડલીયા હોલ જંકશન ખાતે રામાયણના પાત્રો તથા રામાયણ ઉપરની ક્વીઝનું આયોજન થયું છે.
* શ્રી લોહાણા મહાજન મંડળ તથા રઘુવંશીઓની તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બપોરે ૧૨ વાગ્યે સાંગણવા ચોક લોહાણાવાડી રામજી મંદિરે મહાઆરતી થશે.
* શ્રી જળમુખી મિત્ર મંડળ લોહાણાપરા દ્વારા ૧૨ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી સાથે રામજન્મના વધામણા થશે.

પાણીની તીવ્ર અછત હોવાથી મે મહિનામાં વીજળીના ધાંધિયા થશે

- ગુજરાતની વીજ ડિમાન્ડ વધીને ૧૫૦૦૦ મેગોવાટ થવાની શક્યતા

- કેન્દ્રસરકારે પાવર પ્લાન્ટને પાણી વપરાશમાં ૨૫ ટકા ઘટાડો કરવા સૂચના આપી

કોલસાથી ચાલતા પ્લાન્ટમાં પાણીનો થતો જંગી વપરાશ ને બગાડ
ગરમી એક ડીગ્રી ઉપર જાય તો પાવરની ડીમાન્ડમાં આવતો ૩૦૦ મેગાવોટનો ઉછાળો

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,ગુરૃવાર
ગુજરાતના બે વર્ષથી ઓછો વરસાદ પડયો હોવાથી અને નર્મદા અને ઉકાઈ જેવા બંધોમાં માંડ ૨૫ ટકા પાણી બચ્યું હોવાથી આ ઉનાળામાં એટલે કે આગામી મે મહિના દરમિયાન વારંવાર પાવર કટનો સામનો કરવો પડે તેવી શક્યતા રહેલી છે. કેન્દ્ર સરકારે તમામ પાવર પ્લાન્ટને પાવર પ્લાન્ટમાં પાણીના થતાં વપરાશમાં ૨૫ ટકાનો ઘટાડો કરી દેવાની સૂચના આપી દીધી છે. એક મેગાવોટ વીજળી પેદા કરવા માટે રોજના ૯૦,૦૦૦ લિટર પાણીની જરૃર પડે છે.
ઉનાળામાં ગુજરાતની વીજળીની ડીમાન્ડ વધીને ૧૫૦૦૦ મેગાવોટ થઈ જવાની ધારણા રાખવામાં આવી રહી છે. તેની સામે પાણીની અછતને કારણે સપ્લાય ઓછો રહેવાની શક્યતાને નકારી શકાતી નથી. બીજી તરફ અત્યારે ગુજરાતમાં વધી ગયેલી વીજળીને ડીમાન્ડને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતી વીજળી કરતાં વધુ વીજળીનો જથ્થો ખરીદવા માંડયો છે. ગરમીનો પારો એક ડિગ્રી ઉપર જાય એટલે વીજળીની ડીમાન્ડમાં ૨૫૦થી ૩૦૦ મેગાવોટનો ઉછાળો આવે છે.
પાણીના ફોર્સથી પેદા કરવામાં આવતી વીજળીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં પાણીથી વીજળી પેદા કરતાં એકમો માંડ દસ ટકા ક્ષમતાએ જ કામ કરી રહ્યા છે. બીજી તરફ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં નીકળતી રાખનો નિકાલ કરવા માટે પાણીના મોટા જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાવરસ્ટેશનથી ઍશ પોન્ડ સુધી રાખને પાણીની મદદથી લઈ જવામાં આવે છે. તદુપરાંત ઉનાળામાં ટેમ્પરેચર વધી જાય ત્યારે કોલસાના જથ્થામાં આગ ન લાગી જાય તે માટે કોલસાના જથ્થા પર પાણી છાંટવામાં આવે છે.
ઉપરાંત ૩થી ૪ ટકા પાણીનો વપરાશ તો વરાળ પેદા કરવામાં વપરાઈ જતાં પાણીના જથ્થાને રિકવર કરવા માટે વપરાય છે. કોલસાથી ચાલતા જૂની શૈલીના પાવર પ્લાન્ટમાં સામાન્ય કરતાં પાણીના જથ્થાનો વપરાશ ઘણો જ વધારે છે. તેમાં પાણીનો બગાડ પણ ખાસ્સો વધારે થાય છે. તેથી એસ્સાર, ટાટા પાવર અને અદાણી પાવર જેવી કંપનીઓ સામે સ્પર્ધા કરવામાં ગુજરાત સરકારની પાવર કંપનીઓને ખાસ્સી તકલીફનો સામનો કરવો પડશે. ખાનગી પાવર કંપનીઓના વીજ પ્લાન્ટ ધમધમતા રહેશે, પરંતુ સરકારી પાવર પ્લાન્ટના ઉત્પાદન પર અસર પડશે. તેનો સીધો લાભ ખાનગી વીજ ઉત્પાદકોને મળશે. ગયા વર્ષની તુલનાએ એપ્રિલ મહિનામાં ગરમીનો પારો ૫ ડિગ્રી ઉપર હોવાનું જોવા મળી રહ્યું છે. આ વર્ષે ગરમીનો પારો ૪૫ ડિગ્રીને આંબી જવાની સંભાવના રહેલી છે.
આ સંજોગોમાં પાણીની અછત વીજ ઉત્પાદનની કામગીરીમાં અવરોધ ઊભો કરી શકે છે, એમ પાવર સેક્ટરના જાણકાર કે.કે. બજાજનું કહેવું છે. તેમાંય ખાસ કરીન જૂના અને નાના કદના પાવર પ્લાન્ટની કામગીરી પર ખાસ્સી અવળી અસર પડવાની સંભાવના છે. ઉનાળામાં કૃષિ ઉપજ માટે બોરવેલમાંથી પાણી ખેંચવા માટે પણ પાવરનો ખાસ્સો ઉપયોગ થાય છે. ભૂતળના જળના તળ ઉનાળામાં વધુ ઊંડા ઉતરતા હોવાથી પણ વીજળીનો વપરાશ વધે છે. તેથી કૃષિ સેક્ટરને પાવર આપવા માટે અન્ય જગ્યાએ વીજળીના પુરવઠામાં કાપ મૂકવાની સરકારી વીજ કંપનીઓને ફરજ પડશે.
ઉનાળાના આ સમયમાં એરકન્ડિશનર્સ ચલાવવા માટે અને પાણી ઠંડું કરવા માટે વીજળીની ડીમાન્ડમાં શહેરી વિસ્તારમાં ખાસ્સો વધારો થઈ જાય છે. તેથી ગ્રીડમાં ખરાબી સર્જાવાના અને પાવર સપ્લાય કપાઈ જવાના કિસ્સાઓ વધી જાય છે. અત્યારે મેઈન્ટેનન્સ માટે ગુજરાતના ઘણાં પ્લાન્ટ બંધ કરી દેવામાં આવેલા છે. અત્યારે ગુજરાત સરકાર ગુજરાતની પ્રજાની વીજળીની ડીમાન્ડને પહોંચી વળવા માટ નેશનલ થર્મલ પાવર સ્ટેશન દ્વારા તેમને ફાળવવામાં આવતી વીજળી કરતાં વધુ વીજળી લઈ રહી છે. ગત સોમવારથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારની વીજ કંપનીઓ માટે યુનિટદીઠ રૃા. ૨.૩૦ અને રૃા. ૨.૫૬ના ભાવે અનુક્રમે ૭૬૬ અને ૪૭૭ મેગાવોટ વીજળી ખરીદવામાં આવેલી છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 12 April 2016

પાટીદારો-સરકાર વચ્ચે જલ્દીથી સમાધાન થાય તેવું દેખાતું નથી - મહિલાને ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતી ખૂંખાર સિંહણ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારો-સરકાર વચ્ચે જલ્દીથી સમાધાન થાય તેવું દેખાતું નથી

- હાર્દિક પટેલને છોડવાની કોઈ વાત નથી

- મંત્રીઓની કમિટીએ CMને રૃબરૃ મળી તમામ મુદ્દાની ચર્ચા કરી : હવે પછી PASના કાર્યકરો સાથે પણ વાટાઘાટો

અમદાવાદ, સોમવાર
પાટીદારો સાથે સમાધાન માટે રચાયેલી પાંચ મંત્રીઓની કમિટીએ સોમવારે સાંજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળીને હાર્દિક પટેલ તથા લાલજી પટેલે જે માગણીઓ કરી છે તેનાં મુદ્દાઓની લાંબી ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ એવું નક્કી થયું છે કે નજીકના દિવસોમાં પાટીદાર આંદોલન સમિતિનાં સભ્યો સહિતનાં આંદોલન કરનારા યુવાનો તેમજ અન્ય પાટીદાર આગેવાનો સામે સમાધાનની ફોર્મ્યુલા ઘડવા માટેની વાટાઘાટો કરાશ. આમ છતાં પાટીદારો અને સરકાર વચ્ચે બહુ જલ્દીથી સમાધાન થઇ શકે એવી શકયતાઓ બહુ ઓછી છે.

સમિતિનાં અધ્યક્ષ અને સિનિયર મંત્રી નિતિન પટેલે આ અંગે જણાવ્યું કે, હાર્દિક અને લાલજીની જે કોઈ માગણીઓ છે તે અંગે અમે મુખ્યમંત્રી સાથે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી છે. જેમાં અનામત સિવાયનાં અનેક મુદ્દાઓ છે. CM દ્વારા તેનો અભ્યાસ કરાયા બાદ અમે સમાજનાં અગ્રણીઓને બોલાવી સરકારનો અભિપ્રાય જણાવીશું. તેઓ હાર્દિક પટેલ કે પાસનાં અગ્રણીઓને સરકારનો મત કહેશે.
હાર્દિક-લાલજીની માગણીઓ પૈકીમાંથી કાયદાની મર્યાદામાં રહીને કેટલી માગણી શક્ય છે તે વિચારીશું.

પાટીદાર અગ્રણીઓ દ્વારા સરકારનો અભિપ્રાય અપાઇ ગયા બાદ મંત્રી મંડળની કમિટી, પાટીદાર આગેવાનોની કમિટી અને આંદોલન કરનારા યુવાનો સાથે મીટીંગ થશે. આમ અત્યારે સુમેળભર્યું વાતાવરણ હોઈ, સરકારે લાલજી પટેલને તેનાં ૧૭મીથી જેલ ભરો આંદોલન કાર્યક્રમને મોકૂફ રાખવાની અપીલ કરી છે.

દરમિયાનમાં સૂત્રો જણાવે છે કે સમાધાન માટે પાટીદારોને એક તો હાર્દિકનો જેલમાંથી છૂટકારો અને બીજુ અનામત જોઈએ છે. પરંતુ હાર્દિક ઉપર રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયેલો છે. તેથી તેને જેલમાંથી બહાર કાઢવાની કે છોડવા અંગેની કોઈ પ્રકારની ચર્ચા જ થતી નથી. એ જ રીતે અનામત આપવા અંગે પણ સરકારની કોઈ તૈયારી દેખાતી નથી. જેથી પાટીદારો સાથે સરકારને સમાધાન થઇ શકશે એવું હાલના તબક્કે દેખાતું નથી.

હાર્દિક પટેલે સરકાર સાથે સમાધાનમાં મધ્યસ્થી તરીકે મુકનારા પાટીદાર આગેવાન જૈરામકાકા પણ સોમવારે સચિવાલયમાં મંત્રી નિતિનભાઈને મળવા ગયા હતા. તેઓએ કહ્યું કે આ મુદ્દો ઘણો મોટો છે. જેથી બહુ જલ્દીથી સમાધાન થાય એવું મને લાગતું નથી.

ગુજરાત સરકાર સાથે ચર્ચા કરવાનું આમંત્રણ લાલજી પટેલે ઠુકરાવ્યું
મહેસાણામાં જેલભરો આંદોલનમાં એક લાખ પાટીદારોને એકઠા કરાશે : ૪૦ હજારનું ઓનલાઇન રજિસ્ટ્રેશન

અમદાવાદ ,સોમવાર
અનામતના મુદ્દે પાટીદારો હવે ભાજપ સરકાર સામે આરપારની લડાઇ લડવા મેદાને પડયાં છે. હાર્દિક પટેલ જેલમાં છે પણ હવે લાલજી પટેલે આંદોલનની બાગડોર સંભાળી લીધી છે. ૧૭મી એપ્રિલે મહેસાણામાં જેલભરો આંદોલનમાં પાટીદારો જોરદાર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે જેના પગલે ભાજપ સરકાર ફફડી ઉઠી છે. આજે પાટીદાર નેતાઓએ સરકાર સાથે સમાધાનની ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ આપતા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ઠુકરાવી દેતાં આંદોલનમાં નવો વણાંક આવ્યો છે.

મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવતાં પાટીદાર નેતાઓની હાલત કફોડી બની છે કેમ કે,સરકાર વાયદો કરે છે પણ અમલ કરતી નથી જેથી પાટીદાર નેતાઓએ જ પાટીદાર સમાજનો વિશ્વાસ ગુમાવ્યો છે. સોમવારે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મંત્રીઓની બેઠક યોજાઇ જેમાં અનામતના મુદ્દે સમાધાન ફોર્મ્યુલા પર ચર્ચા થઇ હતી. પાટીદાર નેતા જેરામ પટેલે સરકાર સાથેની બેઠકમાં ભાગ લેવા લાલજી પટેલે આમંત્રણ આપ્યું પણ લાલજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, જયા સુધી સરકાર ૨૯ મુદ્દા સ્વિકારશે નહીં ત્યાં સુધી ચર્ચાની કોઇ વાત નહીં. મહેસાણામાં જેલભરો આંદોલનમાં પાટીદારો જીએમડીસી ગ્રાઉન્ડની જેમ શક્તિ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. આઇબીના રિપોર્ટના પગલે સરકાર આ સંમેલનનો ફિયાસ્કો કરવા અંદરખાને પણ પ્રયાસો કરી રહી છે.એસપીજીનો દાવો છેકે, જેલભરો આંદોલનમાં એક લાખ પાટીદારો ઉમટશે. ૪૦ હજાર પાટીદારો તો મીસકોલથી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે.
સરકારના આદેશને પગલે ગૃહવિભાગે ખાસ તકેદારી રાખી છે. આઇબીએ પણ પાટીદાર આગેવાનો પર વૉચ રાખી છે.

સરકારની કોઇ વાતનો સ્વીકાર નહી કરાય : પાસ
ગાંધીનગરમાં સમાધાન કરવા ભાજપ સરકારે પ્રયાસો શરૃ કર્યાં છે ત્યારે પાસના નેતાઓએ એવુ એલાન કર્યું કે, જયાં સુધી હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમુક્ત નહી કરાય ત્યાં સુધી ભાજપ સરકાર ગમે તેવી લોભામણી જાહેરાત કરશે તો પણ તેનો પાટીદારો સ્વિકાર કરશે નહીં. આમ, પાટીદારો હવે હરિયાણાના જાટોની જેમ જીદ પર ઉતર્યા છે.

પાટીદારોને બેવકુફ બનાવવા આનંદીબેન સમાધાનની વાતો કરે છે !

સમાધાનની વાતો કરી મુખ્યમંત્રી પાટીદારોનું પાણી માપે છે ?! પાટીદારો પણ જાટ યુવકોની જેમ તાકાત બતાવી શકે છે !!


અમદાવાદ, સોમવાર
અનામત આપવાની માગણી  કરી રહેલા પાટીદારો સાથે સમાધાન કરવાની વાતો કરીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પાટીદારોને બેવકુફ બનાવી રહ્યા છે. કારણ કે હાર્દિક  પટેલની જે મુખ્ય ત્રણ માગણીઓ છે તેને આનંદીબહેને સ્વીકારી નથી. આ ત્રણ માગણીઓમાં હાર્દિક પટેલ સહિતનાં જેલમાં બંધ  પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા, અનામત આપવી અને પાટીદાર આયોગની સ્થાપના કરવી, તેનો સમાવેશ થાય છે.

આ માગણીઓને સ્વીકારવી ન હોવાથી મુખ્યમંત્રીએ મંત્રીઓની કમિટી બનાવી તેની સાથે હાર્દિક પટેલે જેનું નામ સૂચવ્યું હતું તેવા જૈરામકાકાની વાટાઘાટો કરાવીને માત્ર ને માત્ર સમય પસાર કરી રહ્યા છે કારણ કે જ્યાં સુધી મુખ્ય ત્રણ માગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી હાર્દિક પટેલ અને પાટીદારો સમાધાન માટે માનવાના નથી.

આ અગાઉ પણ મુખ્યમંત્રીએ સાંસદ વિઠ્ઠલ રાદડીયાને સુરત જેલમાં હાર્દિક સાથે સમાધાનની ફોર્મ્યુલા ઘડવા મોકલ્યા હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પાટીદારો સાથે સમાધનની વાતો અને સરકાર દ્વારા જુદા જુદા પ્રયાસો કરાઈ રહ્યા છે. આવું કરીને આનંદીબહેન પાટીદારોનું પાણી પણ માપી રહ્યા છે. જેમ કે હરીયાણામાં જાટ સમુદાયે પોતાની તાકાત બતાવીને સરકારને અનામત આપવા મજબુર કરી દીધી હતી. મુખ્યમંત્રી આનંદીબહેન પણ જોવા માગે ચે કે શું પાટીદારો પણ જાટ યુવાનોની જેમ પોતાની તાકાત બતાવે છે કે કેમ ? ટૂંકમાં સમાધાનનાં બહાને મુખ્યમંત્રી તેમના પ્રધાનો વધુ ને વધુ સમય બગાડી રહ્યા છે. તેમની ઈચ્છા એવી છે કે જેટલો વધુ સમય નીકળશે તેટલું આંદોલન ઢીલું પડી જશે. છેવટે પાટીદારોમાં અંદરોઅંદર ખેંચતાણ ઊભી કરાવી કે તડા પડાવીને આંદોલનને જ સમાપ્ત કરી દેવાની યોજના હોય એવું ચિત્ર અત્યારે ઉતસી રહ્યું છે. લાલજી અને વિઠ્ઠલ રાદડીયાઓ વાટાઘાટોને નામે પોતાનું રાજકીય મહત્વ અને પાવર વધારી રહ્યા છે.

મહિલાને ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતી ખૂંખાર સિંહણ

- ધારી નજીક સીમમાં વાડીએ ખૂલ્લામાં સૂતા હતા ત્યારે સિંહણ ત્રાટકી

- મહિલાનાં માત્ર માથું-હાથ જ મળ્યાઃ નવ સિંહોએ એક સાથે હુમલો કર્યાની પણ ચર્ચાઃ વનતંત્રનાં પાંજરામાં એક સિંહ સપડાયો

ધારી, તા. ૧૧
ધારી તાલુકાનાં ભરડ ગામની સીમમાં વાડીએ નિંદ્રાધીન મહિલાને ખૂંખાર સિંહણે ૫૦૦ ફૂટ સુધી ઢસડી જઇને ફાડી ખાતા ખળભળાટ મચી ગયો છે. નવ સિંહોનાં ઝૂંડે મહિલાનો શિકાર કર્યાની પણ ચર્ચા વચ્ચે વનતંત્રએ મુકેલા પાંજરામાં આજે એક સિંહ સપડાઇ યો હતો. જો કે, માનવભક્ષી સિંહણ આજે પણ મોડીસાંજ સુધઈ નહીં પકડાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

હિચકારી ઘટનાની વિગત પ્રમાણે, ધારી તાલુકાનાં ભરડ ગામે રહેતા ભુરાભાઇ લાખાભાઇ બાંભણીયાનો આંબાનો બગીચો સીમ વિસ્તારમાં આવેલો છે. જે બગીચાનો ઇજારો સમઢીયાળા ગામનાં દેવીપૂજક પરિવારે રાખ્યો છે અને ત્યાં જ રહે છે. આ દરમિયાન ગતરાત્રે દેવીપૂજક પરિવાર અસહ્ય ગરમીને કારણે બહાર ખુલ્લામાં સુતા હતા. એકાએક મધરાત્રે ખૂંખાર સિંહણ ત્રાટકી હતી અને દેવીપૂજક પરિવારની મહિલા લાભુબેન ધીરૃભાઇ સોલંકી (ઉ.વ.૫૦) ઉપર હુમલો કર્યો હતો. અન્ય પરિવારજનો જાગીને બચાવે એ પહેલાં તો લાભુબેનને ગળાનાં ભાગેથી પકડીને સિંહણ અંધારામાં ગાયબ થઇ ગઇ હતી.

આ મહિલાની ચીસ સાંભળીને જાગેલા પરિવારજનો ફફડી ઉઠયા હતા. તુરંત બનાવ અંગે વનતંત્ર અને ગ્રામજનોને જાણ કરી હતી. બીજી તરફ મહિલાની શોધખોળ કરતાં ૫૦૦ ફૂટ દૂર નિર્જન સ્થળેથી માત્ર કપડા, માથું અને હાથ જ મળ્યા હતા. જે અવશેષો કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે ધારીની સરકારી હોસ્પિટલે મોકલી અપાયા હતા. બીજી તરફ માનવભક્ષી સિંહણને પકડવા માટે વનતંત્રએ કેટલાક સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા. જેમાં સિંહણ તો સપડાઇ નહોતી, પણ એક સિંહ સકંજામાં આવી ગયો હતો.
મૃતક મહિલા ઉપર એક નહીં પણ નવ સિંહ-સિંહણોએ હુમલો કર્યની પણ ચર્ચા વહેતી થઇ હતી. જો કે, આ મામલે ડીએફઓ કે. સ્વામીએ જણાવ્યું હતું કે, 'હાલ તો ઘટનાસ્થળ આસપાસ એક સિંહણનાં જ સગડ મળ્યા છે. મૃતક મહિલાનાં પરિવારે પણ એક જ સિંહણ હોવાનું નિવેદન આપ્યું છે. આમ છતાં વધુ તપાસ ચાલુ છે.' નોંધનીય છે કે, ૨૦ દિવસ પહેલાં આંબરડી ગામની સીમમાં એક વૃધ્ધને સિંહે ફાડી ખાધા હતા. જે સિંહને બાદમાં વનતંત્રએ પકડીને સાસણ એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો. હવે એક સિંહણ માનવભક્ષી બની જતાં ગ્રામીણ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 8 April 2016

દુકાળ જેવા ગંભીર મુદ્દાને અવગણતા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ઝાટકી - સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ ડેમોમાં માત્ર ૧૦ ટકા જ પાણી

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

દુકાળ જેવા ગંભીર મુદ્દાને અવગણતા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ઝાટકી

- પ્રજાના કામમાં બેદરકારી બદલ સુપ્રીમે ગુજરાત અને હરિયાણા સરકારને આડે હાથ લીધી

સ્થાનિક ચૂંટણીના કારણે મોડું થઈ ગયું એવા ગુજરાત સરકારના લૂલા બચાવ પછી સુપ્રીમ વિફરી : સપ્ટેમ્બરમાં જ દુકાળની સ્થિતિનો અંદાજ હતો તો પહેલી એપ્રિલે કેમ દુકાળ જાહેર કર્યો? : સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી, તા.૭
દુકાળ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને હરિયાણા સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યોના દુકાળ મુદ્દે કરેલા સોગંદનામાની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરા સવાલો પૂછતા કહ્યું હતું કે, ગુજરાત સરકારને દુકાળની સ્થિતિનો સપ્ટેમ્બરમાં જ અંદાજ આવી ગયો હતો તો પહેલી એપ્રિલે દુકાળ કેમ જાહેર કર્યો? શું તમે કહી શકો છો કે, આ દરમિયાન લોકોની હાલત શું થઈ હશે? આટલા ગંભીર મુદ્દે થોડી તો ગંભીરતા દાખવો.
દેશના કેટલાક રાજ્યોમાં દુકાળની સ્થિતિના કારણે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામા પ્રમાણે, કેન્દ્ર એક અઠવાડિયામાં મનરેગા યોજના હેઠળ રાજ્ય સરકારોને રૃ. ૧૧,૦૩૦ કરોડ આપશે. આ રકમમાંથી રૃ. ૨,૭૨૩ કરોડ દસ દુકાળગ્રસ્ત રાજ્યોમાં મનરેગા અંતર્ગત કામ કરતા મજૂરોને આપવામાં આવશે. આ નિર્ણય લેવાનો હેતુ મજૂરોને વધુ ૫૦ દિવસ રોજગારી મળે એ છે. જોકે, આ રજૂઆત પછીયે અસંતોષ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ. બી. લોકુર અને એન. વી. રમણની ખંડપીઠે ગુજરાત અને હરિયાણા સરકારને આડે હાથ લીધી હતી.
સુપ્રીમની ટિપ્પણીનો ગુજરાત સરકારે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓના કારણે નિર્ણય લેવામાં વાર લાગી હતી! અમે પહેલી એપ્રિલ, ૨૦૧૬ના રોજ રાજ્યના ૫૨૬ ગામમને દુકાળગ્રસ્ત જાહેર કરી દીધા છે. આવી પાંગળી અને બિનતાર્કિક દલીલ પછી સુપ્રીમ કોર્ટ વિફરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, શું ચૂંટણીઓ આવે એટલે બધું કામ બંધ થઈ જાય! આ સ્થિતિ ગુજરાત સરકારની બેદરકારીથી જ સર્જાઈ છે કારણ કે, રાજ્ય સરકાર કેન્દ્રને અહેવાલ મોકલે એ પછી જ કેન્દ્ર સરકાર નિર્ણય લે છે. હવે તમે રાજ્યને દુકાળગ્રસ્ત જાહેર કર્યું છે એટલે કેન્દ્ર તેની ટીમ મોકલશે, પણ આ કામમાં ઘણી વાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમે છ મહિના પછી દુકાળ જાહેર કર્યો હોત તો શું થાત!
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવની એ અરજી પર સુનવણી કરી રહી છે, જેમાં દુકાળગ્રસ્ત રાજ્યોના ખેડૂતોને આર્થિક રાહત આપવાની માગ કરાઈ છે. આ અરજીમાં મનરેગા એક્ટ પ્રમાણે ખેડૂતો અને અન્ય લોકોને વેતન ચૂકવવાની પણ માગ કરતા કહેવાયું છે કે, કેન્દ્રએ ગુજરાત, હરિયાણા, ઉ.પ્ર., મ.પ્ર. મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશા દુકાળનો સામનો કરી રહ્યા હોવા છતાં કેન્દ્રએ રાહતના પૂરતા પગલાં લીધા નથી. આ મુદ્દે કેન્દ્રએ કરેલા સોગંદનામાની સુપ્રીમમાં સુનવણી ચાલી રહી છે.

આપણે પિકનિકની વાતો કરવા ભેગા થયા છીએ?
હરિયાણા સરકારે અધૂરી માહિતી-આંકડા રજૂ કરતા સુપ્રીમનો ઉધડો
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૭
કેન્દ્રના દુકાળ અંગેના સોગંદનામાની સુનવણી વખતે સુપ્રીમે હરિયાણા સરકારની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હરિયાણાને દુકાળગ્રસ્ત રાજ્ય જાહેર કેમ ના કરવું જોઈએ એ વિશે સરકારે કેટલીક માહિતી અને આંકડા રજૂ કર્યા હતા. જોકે, આ તથ્યો અધૂરા હોવાથી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને આકરો સવાલ પૂછતા કહ્યું હતું કે, દુકાળના કારણે હરિયાણામાં લોકો જાન ગુમાવી રહ્યા છે અને તમે અધૂરા ડેટા લઈને આવ્યા છો. શું આ તમારી ગંભીરતા છે? આપણે હરિયાણામાં પિકનિકની વાતો કરવા ભેગા નથી થયા.

સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ ડેમોમાં માત્ર ૧૦ ટકા જ પાણી

- ભરઉનાળે રાજયભરમાં પાણીનું સંકટ સર્જાશે

- રાજ્યના ૨૦૨ ડેમોમાં કુલ ૨૯.૨૧ ટકા જ પાણી બચ્યું

પીવાના પાણીની સમસ્યાથી પ્રજાપીડિત ત્યારે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત
અમદાવાદ ,ગુરૃવાર
ગુજરાતમાં ભરઉનાળે પાણીનું સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાયા છે કેમ કે, મોટાભાગના ડેમોના તળિયા દેખાવવા માડયાં છે. સૌરાષ્ટ્રમાં તો એવી વિકટ પરિસ્થિતી સર્જાઇ છેકે, ૧૩૭ ડેમોમાં માત્રને માત્ર ૧૦ ટકા જ પાણી બચ્યું છે. બીજી તરફ, ભાજપ સરકાર અછત જેવી સ્થિતીમાં પાણીની સંકટ સામે સજ્જ થવાને બદલે સ્થાપ્ના દિન,ગૌરવ રેલી જેવા ઉત્સવો ઉજાવવામાં મસ્ત બની છે.
ગુજરાતમાં અછતની સ્થિતી સામે પુરતા પગલાં લેવાના મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ ભાજપ સરકારને ફટકાર આપી છે કેમ કે, ખુદ ગુજરાત સરકારે કોર્ટમાં એવો એકરાર કર્યો કે,ચૂંટણીને કારણે દુષ્કાળ જાહેર કરી શકાયો નહીં. આ કારણોસર સુપ્રિમે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યમાં હાલમાં કુલ તમામ ડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૧૨૨૬૩૫.૧૧ એમસીએમ છે જયારે અત્યારે ૨૦૨ ડેમોમાં માત્ર ૪૬૦૭.૨૭ એમસીએમ (મિલીયન ક્યુબિક મીટર) પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૮.૪૪ ટકા પાણી, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૩૨.૧૨ ટકા પાણી , દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૪.૨૨ ટકા પાણી સંગ્રહાયેલું છે જયારે કચ્છમાં ૨૦ ડેમોમાં ૨૪.૫૭ ટકા પાણીનો સંગ્રહ છે. સૌથી વિકટ સ્થિતી સૌરાષ્ટ્રની છે કેમ કે,અહીં ૧૩૭ ડેમોમાં મોટાભાગના તળિયા દેખાયાં છે. ડેમોમાં માત્ર ૧૦.૬૧ ટકા પાણી સચવાયેલું છે. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં રોજરોજ પાણી સૂકાઇ રહ્યું છે. ગુજરાતમાં ડેમોમાં કુલ મળીને ૨૯.૨૧ ટકા જ પાણી છે.
અમદાવાદ જેવા મોટા શહેરોમાં ય પાણીની ફરિયાદો એટલી વ્યાપક બની છેકે, કેટલાંય વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવું પડે છે. સૌરાષ્ટ્રના ઘણાં ગામડાઓમાં તો છકડાં પાણીના એક ટાંકાનો ભાવ રૃા.૨૦૦ બોલાઇ રહ્યો છે. દુરદુર સુધી લોકોને પીવાનું પાણી લેવા જવું પડે છે . કચ્છ,બનાસકાંઠા સહિતના સરહદી ગામડાઓમાં લોકોની વિકટ દશા થઇ છે.
આમ, પ્રજા પાણીની સમસ્યાથી પિડાઇ રહી છે છતાંયે ભાજપ સરકાર સ્થાપ્નાદિન, ગૌરવ રેલી, જનતા દરભાર ભરીને વિધાનસભાની ચૂંટણી જીતવા કાર્યક્રમોમાં રચીપચી રહી છે.

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભસવારે ૬:૨૬થી ઘટસ્થાપનનાં મુહૂર્ત - પાટીદારો માંડવે બેસી કાયદાની દીકરી '૧૪૪' સાથે લગ્ન કરશે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભસવારે ૬:૨૬થી ઘટસ્થાપનનાં મુહૂર્ત

- સતત બીજા વર્ષે એક નોરતું ઘટવાથી શુક્રવારે જ ચૈત્ર નવરાત્રિનું સમાપન થશે

અમદાવાદ, ગુરુવાર
માતાજીના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિનો શુક્રવારથી પ્રારંભ થશે.  નવરાત્રિ એટલે જેને આપણે અંબા, જગદંબા, દુર્ગા એમ અનેક નામથી પૂજીએ છીએ તેવી મહાશક્તિની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર. આવતીકાલે માતાજીના વાર એવા શુક્રવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ઘટ સ્થાપન માટે સવારે ૬:૨૬થી બપોરે ૧:૦૬ દરમિયાન વિવિધ મુહૂર્ત છે. આ વખતે સતત બીજા વર્ષે પણ ચૈત્રી નવરાત્રિમાં નોરતું ઘટવાનું હોવાથી આવતા શુક્રવારે જ નવરાત્રિનું સમાપન થશે. આ વર્ષે નવરાત્રિમાં ત્રીજનો ક્ષય છે.
શાસ્ત્ર અનુસાર વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, જેમાં મહા-ચૈત્ર-આસો અને અષાઢી નવરાત્રિનો સમાવેશ થાય છે. નવરાત્રિ પૂજનનો પ્રારંભ ઘટ સ્થાપન કર્યા બાદ થતો હોય છે. 'શુક્રવારે સવારે ૬:૨૬થી ૮:૦૦ ચલ, સવારે ૮:૦૦થી ૯:૩૪ લાભ, સવારે ૯:૩૪થી ૧૧:૦૮ સુધી અમૃત મુહૂર્ત છે. બપોરે ૧૨:૪૧થી ૧:૦૬ સુધી પણ અમૃત મુહૂર્ત છે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૬થી ૧:૦૬ સુધી છે. નવરાત્રિ દરમિયાન અનેક ભક્તો નવ દિવસ ઉપવાસ રાખતા હોય છે.  જે ભક્ત સમગ્ર નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખી શકે તેમ હોય નહીં તે ત્રિરાત્રિ ઉપવાસ એટલે કે એકાંતરે ઉપવાસ કરી શકે છે. '
ચૈત્ર નવરાત્રિને શક્તિના સંચય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સાધના માટે સ્થળ અને કાળનું ખૂબ જ મહત્વ હોય છે. આ જ કારણે ચૈત્રી નવરાત્રિ આવા અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ જ દિવસે ભગવાન નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચેતા બ્રહ્મદેવનું પ્રાગટય થયું હતું. આ જ કારણે આ દિવસને સૃષ્ટિના પ્રારંભનો દિવસ પણ કહેવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અંબાજી, પાવાગઢ, બેચરાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. અમદાવાદના ભદ્રકાળી મંદિર, માધુપુરા ખાતે આવેલા અંબાજી મંદિરમાં પણ પૂજનના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. આઠમના હવન માટે અત્યારથી જ તડામાર તૈયારીનો પ્રારંભ પણ થઇ ગયો છે.

ચાચર ચોકમાં ૭૬ વર્ષથી ઉભા પગે અખંડ ધૂન ગવાય છે
શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં છેલ્લા ૭૬ વર્ષોથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન માઇ ભક્તો દ્વારા નવ દિવસ સુધી ઉભા પગે રહીને માં ની અખંડ ધૂન ગાવામાં આવે છે. ચૈત્ર અખંડ ધૂન મંડળના પાંચ ગામો અમદાવાદ, પલીયડ, સઇઝ, ઝુલાસણના ૧૫૦થી વધુ ભક્તોને  સતત ઉભા પગે ધૂન ગાવા છતાં કોઇ થાકનો અનુભવ થતો નથી. અંબાજીમાં શુક્રવારે સવારે ૧૦:૧૫ કલાકે ઘટસ્થાપન થશે. આ ઉપરાંત સવારની આરતી ૭:૩૦થી ૮:૦૦, સાંજની આરતી ૭:૦૦થી ૭:૩૦ દરમિયાન કરાશે.


ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાનું મહત્વ
આવતીકાલથી ચૈત્ર માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો ૧૨૫ જેટલા કિટકો તથા વનસ્પતિ જન્ય જીવાણુઓને કાબૂમાં રાખી શકે છે. લીમડો જીવાણુ, વિષાણુ અને મધુપ્રમેહ વિરોધી ગુણ ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્હોર કે પાનને વાટી પીવાથી બારે માસ તાવ આવતો નથી. ચૈત્ર માસમાં લીમડાના સેવન થકી અનેક રોગ શાંત થાય છે. લીમડો  પિત્તને શાંત કરીને ઠંડક આપે છે. ચૈત્રમાં અનુકૂળતા મુજબ લીમડાનું સેવન કરી શકાય છે.

પાટીદારો માંડવે બેસી કાયદાની દીકરી '૧૪૪' સાથે લગ્ન કરશે

- અબકી બાર,૧૭/૪ ,જેલભરો આંદોલનની રમૂજી કંકોતરી

- વોટ્સએપ,ફેસબુક પર કોમેન્ટોનો મારો શરૃ

સોશિયલ મિડિયામાં સરકાર અને પોલીસની ટીખળ ઉડાડતી કંકોતરી વાયરલ
અમદાવાદ ,ગુરૃવાર
ભાજપ સરકાર પાટીદારોને અનામત આપી શકે તેમ જ નથી પરિણામે સમાધાનની ફોર્મ્યુલાનું નાટક હવે વધુ ચાલી શકે તેમ નથી. પાટીદારો પણ ભાજપ સરકાર અને સરકાર તરફી પાટીદાર નેતાઓની રાજકીય ચાલને ઓળખી ગયા છે જેથી હવે આરપારની લડાઇ લડવા તત્પર બન્યાં છે. મહેસાણામાં જેલભરો આંદોલન અંગ સોશિયલ મિડિયામાં ભરપૂર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ સરકાર અને ગુજરાત પોલીસની ટિખળ કરતી અનોખી કંકોત્રી સોશિયલ મિડિયામાં વાયરલ થઇ છે જેમાં પાટીદારોએ કાયદાની દિકરી ૧૪૪ સાથે લગ્ન સમારોહ આયોજિન કર્યો છે.
સોશિયલ મિડિયામાં વાયરલ થયેલી કંકોત્રીમાં એવુ દર્શાવાયું છેકે, ૧૭મી એપ્રિલે મહેસાણામાં લગ્ન સમારોહ યોજવામાં આવ્યાં છે જેમાં લગ્ન-ભોજન સમારોહ દાતા તરીકે ગુજરાત સરકારનું નામ લખવામાં આવ્યુંછે. લગ્ન સ્થળે પહોંચવા માટે ગુજરાત પોલીસે વાહન વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવાયું છે. એવુ લખવામાં આવ્યું છેકે, અમારી કુળદેવી ઉમા ખોડલની અસીમ કૃપાથી સરકાર અને કાયદાની દિકરી શ્રી ૧૪૪ના લગ્ન વિશ્વના બાપ અને ધરતીપુત્ર પાટીદાર સમાજ સાથે નક્કી કરાયા છે. શુભ સ્થળમાં અવસર પાર્ટી પ્લોટની બાજુમાં, મહેસાણા દર્શાવાયું છે. આમ, જેલભરો આંદોલન થકી પાટીદારો હવે ભાજપ સરકાર સામે શિંગડા ભેરવી જોરદાર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે એટલે જ ભાજપ તરફી પાટીદારો આગેવાનો સમાધાનના સંદેશો પહોંચાડીને પાટીદારોનો રોષ ઠારવા પ્રયાસો કરી રહ્યાં છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 7 April 2016

સરકાર પ્રશ્નો ઉકેલતી ન હોઇ દ્વારકામાં કાળિયા ઠાકોરને આવેદન આપતા ખેડૂતો - શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકાર પ્રશ્નો ઉકેલતી ન હોઇ દ્વારકામાં કાળિયા ઠાકોરને આવેદન આપતા ખેડૂતો

- રેલી યોજી પ્રશ્નો ઉકેલવા અરજ

- દ્વારકા જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવા, પાક વીમાની રકમ આપવા, ગામડાઓમાં કેટલ કેમ્પ શરૃ કરવા, પાણી, ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ
દ્વારકા, તા. ૫
ખેડૂતો હાલ દુકાળના કારમા સમયનો સામનો કરી રહ્યા હોવા છતાં તેમનાં પ્રશ્નો અંગે સરકાર દ્વારા આંખ આડા કાન કરાતા હોઇ ખેડૂતોએ અંતે દ્વારકાધીશજીનો આશરો લીધો છે. દ્વારકામાં ખેડૂતોએ રેલી યોજી દ્વારકાધીશ મંદિરે જઇ કાળિયાઠાકોર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને શ્રીજી જરૃર રસ્તો કાઢશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
ગત વર્ષે નબળા ચોમાસા બાદ ધરતી પુત્રો તેમજ પશુઓની હાલત કફોડી બનતાં આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા તળે દ્વારકાના ઇસ્કોન ગેઇટથી જગત મંદિર સુધી ધરતીપુત્રો દ્વારા જય જવાન જય કિસાનના નારા સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. ખેડૂતોના વિવિધ પ્રશ્ને પ્રવર્તમાન સરકારમાં વિવિધ રજૂઆતો, ધરણા, આવેદનો આપ્યા છતાં કોઇ નક્કર હલ આપવામાં સરાકરશ્રી નિષ્ફળ રહ્યાની ફરિયાદ સાથે છેલ્લા વિકલ્પ તરીકે જગતાત સમા ધરતીપુત્રોએ જગતના નાથ કાળિયા ઠાકોરજીને તેમની વિવિધ માંગણીઓ સહ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દ્વારકાધીશના પ્રતિનિધિ સ્વરૃપે પુજારીને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતો દ્વારા સૌ પ્રથમ વાર અધિકારીને બદલે ભગવાનને આવેદનપત્ર પાઠવી નવો ચિલો પાડવામાં આવ્યો હતો હિતરક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ પાલભાઇ આંબલીયાએ જણાવેલ કે છેલ્લા છ માસથી મામલતદારથી મુખ્યમંત્રી સુધી ખેડૂતોના પ્રશ્ને વિવિધ રજૂઆતો કરી છે છતાં સરકાર સાંભળી નથી. તેમની પ્રમુખ માંગોમાં જિલ્લાને તત્કાળ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય, ખેડૂતને સંપૂર્ણ પાકવીમાની રકમ મળે, જમીન પ્રમોલગેશનમાં સુધારો, ગામડામાં કેટલ કેમ્પ તેમજ ગાયોને ઘાસચારો, પાણી અને સલામતીની સુવિધાઓ ઉભી કરવા જેવી માંગે તરફ સરકારે અત્યાર સુધી દુર્લક્ષ સેવ્યાનો આક્ષેપ પણ કરાયો હતો. સાથોસાથ ભગવાન દ્વારકાધીશના શરણે અને ચરણે આ માંગો મુકવાથી માંગો જરૃરથી સંતોષાશે તેઓ આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.

શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ

- કોંગ્રેસ અગ્રણી દ્વારા રજૂઆત જો પ્રશ્ન નહી ઉકેલાય તો આંદોલન..!

વરતેજ, તા.૬
શેત્રુંજય ડાબા કાંઠાની કેનાલ નીચે આવતા ગામોના ખેડૂતોએ અગાઉ પાણી મળતા મોટા પાયે મગફળીના પાકનું વાવેતર કર્યું છે અને હાલ પાણી નહી મળતા મૌલાત સુકાઇ રહી હોય તાકીદે પાણી છોડવા માંગ ઉભી થવા પામી છે.
ભાવનગર તાલુકાના શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલ નીચેના ભુંભલી, થળસર, લાખણકા, ખડસલીયા, કોળીયાક, સુરકા, રામપર, ગુંદી, હાથબ, રતનપર વિગેરે ગામોમાં હાલ મોટાપાયે મગફળીનું વાવેતર આ કેનાલના બે પાણ મેળવીને કરેલ વાવેતર બાદ હાલ આ મગફળીના પાકમાં શીંગના ડોડવા બેસવાના સમયે પાણી ન ફાળવવાના પરિણામે ભાવનગર તાલુકાના કોળીયાક, હાથબ, ભુંભલી પટ્ટીના આ કેનાલ નીચે આવતી ખેતવાડી મગફળીનો પાક તદ્દન નિષ્ફળ જાય તેવી પરિસ્થિતી સર્જાય છે !!
ખેડૂતોએ મોટી આશા સાથે ભારે ખર્ચ કરીને બિયારણ-ખાતર અને કરેલ મજુરી તદ્દન નિષ્ફળ નિવડે તેવા સંજોગો ઉભા થયા છે. આ વિસ્તારના કોંગ્રેસ અગ્રણી દ્વારા સત્તાવાળાઓને ગંભીર રજૂઆતો કરેલ છે. આ સામે પગલા ભરવામાં અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં નહી આવે તો ગાંધીજી ચિંધેલ રાહ ઉપવાસ આંદોલન કરવાનો નિર્ણય કરેલ છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 7 March 2016

આતંકીઓ ઘૂસ્યાના ભયથી દેશભરમાં હાઈ એલર્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આતંકીઓ ઘૂસ્યાના ભયથી દેશભરમાં હાઈ એલર્ટ

- ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં જડબેસલાક સુરક્ષા

- પાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ભારતને ઘૂસણખોરીની બાતમી આપતાં આઇબી સતર્ક

પ. ભારતના તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતો બંદોબસ્ત
કોલકાતા એરપોર્ટને ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળતાં એલર્ટ
(પીટીઆઈ)                      નવી દિલ્હી, તા.૬
ગુજરાત સરહદેથી દેશમાં પાકિસ્તાનના દસ આતંકવાદી ઘૂસ્યા હોવાની ગુપ્તચર અહેવાલો પછી રાજધાની દિલ્હી સહિત પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.  ગુપ્તચર તંત્રે આપેલી જાણકારી મુજબ, મહાશિવરાત્રીના તહેવારને પગલે આતંકવાદીઓ કોઈ મોટા હુમલાને અંજામ આપે એવું પણ બની શકે છે. આ કારણોસર કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને સાબદાં રહેવાનું પણ સૂચન કર્યું છે.
ભારતમાં પાકિસ્તાન સરહદેથી તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી ઘૂસ્યાની બાતમી ભારતને પાકિસ્તાને જ આપી હતી. પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર નસીર ખાન જંઝુઆએ જ સોમવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલને આ માહિતી આપતા કહ્યું હતું કે, મહા શિવરાત્રીના તહેવારના પગલે કેટલાક આતંકવાદીઓએ ગુજરાતમાંથી ઘૂસીને મોટો હુમલો કરવાનું આયોજન કર્યું છે.
પશ્ચિમી રાજ્યોમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમી પછી નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની ચાર ટીમ પણ તૈનાત કરાઈ છે. આ દરમિયાન પોલીસે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં ગુપ્ત તપાસ હાથ ધરી છે. કચ્છ જેવા સરહદી શહેરમાં પણ કેટલાક સ્થળે દરોડા પડાયા હતા. એટલું જ નહીં, દેશના તમામ સંવેદનશીલ સ્થળો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.
આ દરમિયાન કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. કોલકાતા પોલીસના જણાવ્યાનુસાર, આ ઈ-મેઇલ જર્મનીથી એરપોર્ટ મેનેજરના ઈ-મેઇલ એડ્રેસ પર મોકલાયો હતો. આ કારણોસર કોલકાતામાં પણ એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને મંદિરો જેવા મહત્ત્વના સ્થળોએ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી પછી  સરકારી મકાનો, ગીચ વિસ્તારો, મંદિરો અને ભરચક બજારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પઠાણકોટ એરબેઝ પરના હુમલા પછી દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા છે અને સરહદો પણ અભેદ્ય છે. જોકે, આ વખતે તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી દિલ્હીમાં ઘૂસ્યાની બાતમી પછી પેટ્રોલિંગ વધારાયું છે અને તમામ મહત્ત્વના સ્થળોએ સીસીટીવી પણ ગોઠવાયા છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ સેલ જુદી જુદી રીતે સુરક્ષાની સ્થિતિ સંભાળી રહ્યા છે, જેથી અસમાજિક તત્ત્વો પર પણ પૂરતી નજર રાખી શકાય.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/