સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 8 December 2017

ખોડલધામ 'નરેશ'ના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારનો કર્યો પ્રચાર, આપ્યું સમર્થન - ચૂંંટણી સમયે 'વીડિયો ગેમ', હાર્દિક પટેલના નવા 10 કથિત વીડિયો વાયરલ - બડોલી: 3 મિનિટ બોલી હાર્દિકે કહ્યું જેને સાંભળવું હોય તેઓ વિરપુર પહોંચે - ઐય્યરના અપશબ્દો પર બોલ્યા PM, મને નીચ કહ્યો,આ ગુજરાતનું અપમાન - પાટીદારોનાં મતો મેળવવા પક્ષોમાં છેલ્લી ઘડીનો મરણીયો પ્રયાસ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

ખોડલધામ 'નરેશ'ના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારનો કર્યો પ્રચાર, આપ્યું સમર્થન

મિતુલ દોંગાની સભામાં શિવરાજે કહ્યું હતું કે, હું પહેલા જ ચોખવટ કરી દઉં કે હું મારા વ્યક્તિગત સંબંધોનવે લઇને આવ્યો છું 
રાજકોટ: ગઇકાલે ભાવનગરમાં નરેશ પટેલે જીતુ વાઘાણી સાએથ બેઠક કરી હતી ત્યારે નરેશ પટેલનું ભાજપને સમર્થન હોવાની ચર્ચા બેઠકમાં થઇ હતી તેવું બહાર આવ્યું હતું. પરંતુ આ અંગે ખોડલધામના પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપને સમર્થન આપ્યું તેવી કોઇ વાત જ

બેઠકમાં થઇ નથી. નરેશ પટેલને દરેક પક્ષના નેતા મળે છે અને નેતાઓ પોતપોતાની રીતે નિવેદનો આપે છે. નરેશ પટેલ પણ આ અંગે મૌન રહે છે. ત્યારે બીજી તરફ નરેશ પટેલના પુત્ર શિવરાજે ગઇકાલે રાજકોટ 68 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં
ભાષણ આપ્યું હતું. જેમાં તેણે મિતુલ દોંગાને પોતાનું સમર્થન હોવાનું જણાવ્યું હતું.
ભાષણમાં શુ કહ્યું હતું શિવરાજે
મિતુલ દોંગાની સભામાં શિવરાજે કહ્યું હતું કે, હું પહેલા જ ચોખવટ કરી દઉં કે હું મારા વ્યક્તિગત સંબંધોનવે લઇને આવ્યો છું. કોઇ સંસ્થા કે ટ્રસ્ટ કે વ્યક્તિઓના કહેવાથી આવ્યો નથી. મારે તેની વાત પણ નથી કરવી. મિતુલભાઇ સાથે મારે વર્ષો જૂનો નાતો છે. તેણે ડગલેને પગલે મને માર્ગદર્સન આપ્યું છે. આજે નક્કી કર્યું હતું કે, જે થાય તે એકવાર તો 

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-khodaldham-chairman-son-publicity-candidate-of-congress-in-rajkot-NOR.html?ref=ht

બડોલી: 3 મિનિટ બોલી હાર્દિકે કહ્યું જેને સાંભળવું હોય તેઓ વિરપુર પહોંચે

લોકો ત્રણ કલાક બેસી રહ્યા બાદ હાર્દિક ભાષણ આટોપી લઇ ઉતરી ગયો
બડોલી: ઇડર તાલુકાના બડોલી ગામમાં ગુરૂવારે બપોરે યોજાનાર જાહેર સભામાં લોકો ત્રણ કલાક સુધી બેસી રહ્યા બાદ સાંજે 6 વાગ્યે આવી પહોંચેલ હાર્દિક પટેલે માત્ર ત્રણ મિનિટમાં ભાષણ આટોપી લઇ સ્ટેજ પરથી ઉતરી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને નિરાશા જોવા મળી હતી. ત્રણેક કલાક બાદ 6 વાગ્યે હાર્દિક પટેલ આવી પહોંચ્યા બાદ અભિનેતા લાવવાનો નથી. સારો નેતા લાવવાનો છે તથા ઇડરીયાગઢ તરીકે ઓળખાતો ગઢ અત્યારે જોવા મળતો નથી તેમ કહી જેને સાંભળવું હોય તે વિરપુર પહોંચો તેમ કહી સ્ટેજ પરથી ઉતરી પડ્યો હતો અને વિરપુર જવા રવાના થઇ ગયો હતો. જેને કારણે હાજર રહેલ લોકોમાં રોષ પેદા થયો હતો.

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-3-minutes-to-speak-haldik-said-who-would-listen-to-him-reach-virpur-gujarati-new-5764029-PHO.html?ref=ht&seq=1

ઐય્યરના અપશબ્દો પર બોલ્યા PM, મને નીચ કહ્યો,આ ગુજરાતનું અપમાન

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે, તેઓને વિકાસના વ ની પણ ખબર નથી
 સુરત-નવી દિલ્હી :લાગે છે કે કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યર પોતાના પક્ષને જ નુકસાન પહોંચાડવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુવારે તેમણે મોદીને નીચ માણસ કહ્યો. મોદીએ સુરતની એક સભામાં ઐય્યર અને કોંગ્રેસને આડે હાથે લીધા તો બીજી બાજુ બંને પક્ષોએ પ્રેસ કોન્ફરન્સ કરીને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા. ભાજપે તેને દરબારી માનસિકતા ગણાવી છે, બીજી બાજુ કોંગ્રેસે ભાજપને દલિત વિરોધી ગણાવી દીધાે. રાહુલે ટ્વીટ કરી ઐય્યરને માફી માગવા કહ્યું તો ઐય્યરે કહ્યું મને હિન્દી નથી આવડતું. હું LOWને નીચ શબ્દ સમજી બેઠો. રાત્રે કોંગ્રેસે ઐય્યરને તેના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા.

મોદીઅે કહ્યું- હું નીચ જાતિનો છું પણ નીચ કામ નથી કર્યું, આ કૉંગ્રેસની મોગલ માનસિકતા
સારી સંસ્થાઓમાં ભણેલા એક કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર, જેઓ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, તેઓ મને ‘નીચ’ કહી રહ્યા છે. આ મુગલ માનસિકતા છે.’ ઐયરે સમગ્ર ગુજરાતનું અપમાન કર્યુ છેે. શું હું નીચ કામ કરુ છું? શું હું ઊંચ નીચનો ભેદ કરું છુંω? ભલે મને નીચ કહે પણ હું ગાંધીજીના વિચારોને અનુરૂપ કામ કરું છું. માન-મર્યાદા ભાજપના સંસ્કાર છે. ઐય્યર છાશવારે મને નીચ કહે છે. કોંગ્રેસ મારું અપમાન કરતી રહી છે. જેલમાં મોકલવાનું કાવતરૂ રચાયુ હતું. મોતનો સોદાગર કહેવાયો હતો. હવે જનતા તમને જવાબ આપશે. હું તમામ લોકોને કહેવા માગુ છું કે કોઇપણ કોંગ્રેસ નેતા માટે
અપશબ્દો નહીં કહે. અમારા સંસ્કાર શિસ્ત શીખવે છે.
સવારે- ઐય્યરે કહ્યું હતું - મને એવું લાગે છે કે આ માણસ બહુ નીચ કક્ષાનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી. આવા સમયે આ પ્રકારના ગંદા રાજકારણની શું જરૂર છે?
મોડી સાંજે: ઐય્યરે કહ્યું- મને હિન્દી નથી આવડતું. હું LOWને નીચ શબ્દ સમજી બેઠો, માફ કરી દો
રાત્રે: ઐય્યર સસ્પેન્ડ- સસ્પેન્ડ કર્યા પછી સુરજેવાલાએ કહ્યું - આ જ છે કૉંગ્રેસનું ગાંધીવાદી નેતૃત્વ અને વિરોધી પ્રતિ સન્માનની ભાવના. શું મોદીજી ક્યારેય આવું સાહસ બતાવશે?
કૉંગ્રેસનો નંગ મણિ
- 1998માં મણિશંકરે વાજપેયીને નાલાયક વડાપ્રધાન કહ્યા
- 2014માં ચાવાળો કહી કીટલી માટે જગ્યા શોધી આપવા કહ્યું
- 2015માં પાક.માં કહ્યું કે જો સંબંધ સુધારવા હોય તો મોદીને હટાવો
- 2017માં રાહુલની તાજપોશી સમયે મોગલ શાસનનો ઉલ્લેખ કર્યો
સૌથી ઝડપી રિએક્શન મોદીએ કહ્યું - કોઈ વિરોધમાં ટ્વિટ ના કરતા પણ 2 કલાકમાં 30,000 ટ્વિટ, 14 મંત્રી, 6 સીએમ, અમિત શાહના ટ્વિટ. સમગ્ર ચૂંટણીમાં સૌથી ઝડપી રિએક્શન આ મુદ્દામાં.
બીજીવાર ‘નીચ’ મુદ્દો - 2014માં લોકસભા ચૂંટણી સમયે પ્રિયંકાએ અમેઠીમાં કહ્યું હતું, મોદી નીચ રાજનીતિ કરી રહ્યા છે. ત્યાર બાદ મોદીએ કહ્યું - મને ફાંસી આપી દો, મારું જેટલું અપમાન કરવું હોય એટલું કરો પણ મારી જાતિનું અપમાન ના કરો. ત્યાર બાદ મોદી માટે OBC એક થઈ ગયા.
નીચનો જવાબ ઈવીએમના બટન દબાવી આપજોઃ મોદી
મોદીએ મણીશંકર ઐય્યરના નીચના નિવેદન સામે કહ્યું કે, મેં એક પણ એવું કામ એવું નથી કર્યું. છતાં કોંગ્રેસના હતાશ લોકો આપણને નીચ જાતિના કહી રહ્યાં છે તેનો જવાબ કોઈ પણ નિવેદન, ટ્વિટર કે કોઈપણ રીતે ન આપતાં. આપ સૌને વિનંતી છે કે ગુજરાતીઓનું અપમાન કરનારા આ લોકોને આપ સૌ નવમી અને ચૌદમી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને રોષ વ્યક્ત કરજો અને સાબિત કરી આપજો કે ગુજરાતીઓને ગાળો આપનારાના કેવા હાલ થાય છે. અમને તમે મોતના સૌદાગર કહ્યાં અને હવે નીચ જાતિના કહ્યાં તેનો ગુજરાતીઓ બરાબર જવાબ આપશે.
કોંગ્રેસના અટકાના, લટકાના ભટકાના સામે અમારી સ્કિલ,સ્કેલ સ્પીડનો મંત્ર
કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસે દરેક કામને અટકાના, લટકાના અને ભટકાનાથી કામ કર્યું. જેમાં આપણી નર્મદા યોજનાનું કામ અટકાવી ભટકાવી અને લટકાવી રાખ્યું હતું. અમારો સ્કેલ ખૂબ મોટો છે. અમારો મંત્ર છે કે, અમારી સ્કિલ, સ્કેલ અને સ્પીડના મંત્રથી અમારી સરકાર કામ કરે છે. સંડાસનું નામ ઈજ્જત ઘર નામ યુપીમાં આપવામાં આવ્યું છે. જે કોંગ્રેસને ક્યારે નહીં ખબર પડે. કોંગ્રેસ હતાશ અને નિરાશ થઈ ગઈ છે. ચારે બાજુથી સાફ થઈ ગઈ છે.
મોદીની સભાની સાથે સાથે

- સુરત માં આજે બીજો રોડ શો થઇ ગયો
- સુરત એરપોર્ટથી લઇ લિંબાયત પહોંચે ત્યાં સુધી જનતાનો આશીર્વાદ મળ્યો
- મારી ગઈકાલે સભા હતી એ સ્થગિત કરી વાવાઝોડામાં કાર્યરત થયા
- સુરત લહેરી લાલાઓનું ગામ
- વર્કિંગ ડે ચાલુ દિવસમાં પણ માનવા મહેરામણ ઉમટ્યું
- સુરતવાળાને તકલીફ પડે એ મને દિલ્હીમાં પણ ખબર પડે
- 4 દિવસથી ચોખી આવે છે કરતા હતા.
આવે છે આવે છે પણ કંઈ આવતું નથી
- વિકાસના મુદ્દે ગુજરાતની ચર્ચા અવશ્ય થાય
- આ દેશ માં બધાએ સ્વીકાર્યું કે ગુજરાતમાં વિકાસ થયો છે
- પાછીપાની કરે એ ગુજરાતનો વીરલો ના કહેવાય
- અમે આફતોને અવસરમાં પલટાવનારા લોકો છીએ
- ભાજપ સત્તા પર આવ્યું ત્યારે ગુજરાતનું 10 હજાર કરોડનું બજેટ હતું
- ભાજપની ગુજરાત સરકારનું 1 લાખ 71 હજાર કરોડ થયું
- કોંગ્રેસને વિકાસનો વ પણ આવડતો નથી
- સુરત હીરાની જેમ દેશ-દુનિયામાં ચમકી રહ્યું છે
- સુરતને એરપોર્ટ માટે લડાઈ કરવી પડતી હતી 
- આજે 18 ફ્લાઇટ સુરત એરપોર્ટ પરથી ઉડે છે
- ગુજરાતના નાના શહેરોમાં પણ પ્લેન ઉડે તેવી વ્યવસ્થા કરવાના છીએ
- જે હવાઈ ચપ્પલ પહેરતો હોય તે પણ હવાઈ યાત્રા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે
વિજય રૂપાણીની સરકારે 10 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા કરી
- મને પેંશન વધારવા માટે પત્રો આવે છે 
- કોંગ્રેસના રાજમાં 7 રૂપિયા-15 રૂપિયા પેંશન આપવામાં આવતું હતું
- ભારત સરકારે ૧ મહિનામાં માત્ર 90 પૈસામાં વીમો ઉતાર્યો
- 1800 કરોડ રૂપિયા વીમા રૂપે ચૂકવાયા છે
- રશિયાના પ્રેસિડન્ટ આવ્યા ત્યારે હીરા ઉદ્યોગપતિઓની મુલાકાત કરાવી અને હવે સીધા રફ હીરા સુરત આવતા થઇ ગયા
- વર મરો કન્યા મરે પણ કોંગ્રેસ નું તરભાણું ભરો
- કોંગ્રેસ એટલે અટકાના, લટકાના અને ભટકાના
જીએસટીને પણ 7 વર્ષ લટકાવી રાખ્યું અને લોકોને ભટકાવે છે
- યુપીમાં શૌચાલય બનાવ્યા જેને ઇજ્જત ઘર નામ આપવામાં આવ્યું
- ભાજપ સરકાર સ્કિલ સ્કેલ અને સ્પિડમાં માને છે
- કોંગ્રેસ હતાશ, નિરાશ અને સાફ થઇ ગઈ છે
- ભારત દેશના નકશામાં સુષ્મદર્શક યંત્ર વડે પણ જુઓ ત્યાં કોંગ્રેસ જોવા મળતું નથી
- માન મર્યાદા છોડી કોંગ્રેસના નેતાઓ નિવેદન કરે છે
- શ્રીમાન મણિશંકર ઐય્યરે કહ્યું કે, મોદી નીચ જાતિનો છે
- આ અપમાન મોદીનું નહીં પણ ગુજરાત અને દેશનું અપમાન છે
- આ મોગલાઈ સંસ્કાર છે
- કોંગ્રેસે ગુજરાતના લોકોને ગધેડા,ગંદી નાળીનો કીડો, નીચ જાતિના કહે છે એનો જવાબ 18 તારીખે ખબર પડશે
- ગુજરાતની જનતા હદલો લેશે
- મને ગર્વ છે કે હું નીચ જાતિનો છું પણ હું ઊંચા કામો કરવાનો છું
- મેં એવું કોઈ કામ કર્યું નથી કે ગુજરાતના લોકોને નીચું જોવું પડે
- જેમણે મારા માટે પ્રધાનમંત્રી અને ગુજરાતના દીકરાને નીચ જાતિના કહ્યા છે પરંતુ આપણે કોઈ ટ્વિટ કે જવાબ આપવાનો નથી
- આપણે 9 અને 14 તારીખે જવાબ આપીએ
- ગુજરાતે ઘણા અપમાન સહન કર્યા છે
- મોતના સૌદાગર કહ્યા અમને જેલમાં નાખવાની હિલચાલ હતી
- કોંગ્રેસને નોટબંધી ના ગમે, કોંગ્રેસને સર્જીકલ સ્ટ્રાઇક ન ગમે, કોંગ્રેસને વન રેન્ક વન પેંશન ગમતું નથી
- નોટબંધી બોલી કોંગ્રેસના લોકો રડે છે, પરંતુ આમ જનતાનું કંઈ લૂંટાયું નથી, જેમનું ગયું એ રડે છે
- નોટબંધીના કારણે અઢી લાખ ફર્જી કંપની બંધ થઇ
અમે પડકારને પડકારના લોકોઃ મોદી
 
નરેન્દ્ર મોદીએ લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધતા કહ્યું કે, હું આ ધરતીનું ધાવણ ધાવીને મોટો થયો છું. અમે આફતને અવસરમાં પલટનારા લોકો છીએ. અમે વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડનારા લોકો છીએ. અમે આફતને અવસરમાં પલટનારા લોકો છીએ. ભાજપ સરકાર આવી ત્યારે કેટલું બજેટ હતું અને આજે કેટલું સોળે કળાએ ખીલેલું ગુજરાત છે. કોંગ્રેસને આંકડાની પણ સમજણ નથી પડતી.
તિજોરીમાંથી રૂપિયા જતા ક્યાં?
 
મોદીએ વિકાસ અંગે કોંગ્રેસના દાવા અંગે કહ્યું કે, તમારી વખતે પણ વેરા આવતાં હતા પરંતુ તે રૂપિયા ક્યાં જતા હતાં. સરકારની તિજોરીમાં એ રૂપિયા આવતા નહોતા તો ક્યાં જતા હતા તે અંગે જવાબ આપો. અમે સત્તામાં આવ્યા ત્યારથી લઈને અને અગાઉના સુરતને જોઈ લો. આજે સુરત દુનિયાના નકશામાં ચમકી રહ્યું છે. હીરા જ નહીં આખું સુરત દુનિયામાં ચમક્યું એ વિકાસનું કારણ છે.
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ કોણ આપશેઃમોદી
 
સુરતના વિકાસના વિકાસ અંગે મોદીએ કહ્યું કે, પહેલા લંગડી વિજળી મળતી એમ કહેવાતું અમે 24 કલાક વિજળી અપાવી. સુરતને ગામડામાંથી શહેરને ચમકાવ્યું. અને એરપોર્ટ પર ફ્લાઈટ આવતી નહોતી. પરંતુ હવે ઈન્ટરનેશનલ એરપોર્ટની માંગણી થાય છે. આ કોણ આપશે તેવો સવાલ કરતાં લોકોએ મોદી મોદી મોદીના નારા લગાવ્યાં હતાં. 

Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-gujarat-assembly-election-2017-pm-modi-public-sabha-in-surat-NOR.html?ref=ht

ચૂંંટણી સમયે 'વીડિયો ગેમ', હાર્દિક પટેલના નવા 10 કથિત વીડિયો વાયરલ

યુ ટ્યુબ પર હાર્દિક પટેલ એન્ડ ગેંગના નામથી વીડિયો અપલોડ કરાયા હતા.
ગાંધીનગર: બુધવારે ‘પાસ’ના નેતા હાર્દિક પટેલના વધુ 5 વીડિયો બહાર આવ્યા હતા. ત્યાર બાદ ફરીથી ગુરુવારે હાર્દિક પટેલના કહેવાતા વધુ 10 વિડિયો વાઇરલ થયા હતા. જોકે ‘divyabhaskar,com’ આ વિડિયોનું સમર્થન કરતું નથી. યુ ટ્યુબ પર હાર્દિક પટેલ એન્ડ ગેંગના નામથી વીડિયો અપલોડ કરાયા હતા. અગાઉ પણ 13 નવેમ્બરે હાર્દિકના કથિત 3 વીડિયો બહાર આવ્યા હતા. બુધવાર અને ગુરુવારે પણ હાર્દિકના કથિત 10 વીડિયો વાઇરલ થયા હતા.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે તેવી પરીસ્થિતી વચ્ચે જ તેના કથિત વિડિયો વાયરલ કરીને લોકોને તેનાથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુ ટ્યુબના માધ્યમથી હાર્દિકને બદનામ કરીને તેની લોકપ્રિયતા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગાઉ ધણા વિડિયો વાઇરલ થયા હતા પણ તેની લોકપ્રિયતામાં કોઇ ફર્ક નથી પડતો. હવે આ વિડિયો ગેમથી ચૂંટણી પર કેવી અસર જોવા મળી રહી છે. તે સમય જ બતાવશે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-video-game-at-election-time-hardik-patel-newly-alleged-10-video-viral-gujarati-n-5764060-PHO.html?ref=ht

પાટીદારોનાં મતો મેળવવા પક્ષોમાં છેલ્લી ઘડીનો મરણીયો પ્રયાસ
સુરતમાં મોદીને મેદાનમાં ઉતારાયા, જીતુ વાઘાણીની નરેશ પટેલ સાથે બેઠક યોજીઃ કોંગ્રેસે હાર્દિક પાસે પાટીદાર વિસ્તારોમાં સભાઓ કરાવી

   નવી દિલ્હી તા. ૮ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન આડે હવે બે દિવસ જ બાકી છે ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પાટીદારોના મત ખેંચવા માટે ભાજપ અને કોંગ્રેસ તરફથી મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના પાટીદાર વિસ્તારોના ભાજપના ઉમેદવારોએ પ્રચારનો ભરપૂર મારો ચલાવી અને રેલી કાઢીને પાટીદાર મતો માટે જહેમત કરી હતી. તો કોંગ્રેસ દ્વારા પણ છેલ્લા બે દિવસમાં હાર્દિક પટેલ પાસે સૌરાષ્ટ્રમાં અમરેલી, અને ભાવનગરમાં રોડ-શો અને સભાઓ કરાવાઇ હતી. સુરત શહેરની ચારેક જેટલી બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે અને સુરત ભાજપનો ગઢ ગણાય છે ત્યારે તે જાળવી રાખવા ખુદ પીએમ નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા હતા.
   સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૮૯ જેટલી બેઠક પર મતદાન છે તેમાંથી કુલ ૪૦ જેટલી બેઠક એવી છે જેમાં પાટીદાર મતદારો નિર્ણાયક સ્થિતિમાં છે. કોંગ્રેસ દ્વારા હાર્દિકને છેલ્લા કેટલાય દિવસથી પાટીદાર મતદારોની બેઠક પર જ સતત પ્રચાર કરીને ભાજપને હરાવવા અપીલ કરાવવામાં આવી રહી છે. ગઇકાલે ભાજપના પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં પણ હાર્દિકની સભા યોજી હતી. આ સભાને ૩૦ સ્ક્રીન મૂકીને લાઇવ કરાઇ હતી. તેની સામે જવાબ આપવા જીતુ વાઘાણીએ કાગવડ ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજમાં વર્ચસ્વ ધરાવતા નરેશ પટેલ જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી. બેઠક પછી નરેશભાઇ પટેલે ભાજપ તથા જીતુ વાઘાણીને જીતાડવા અપીલ કરી તેવા સંદેશા ભાજપ દ્વારા વાઇરલ કરવામાં આવ્યા હતા. જો કે ખુદ નરેશ પટેલ અને કાગવડ ધામના પરેશ ગજેરાએ જ આવી કોઇ અપીલ કરી નથી તેમ કહીને તેને નકારી કાઢયા હતા.
   સુરતમાં હાર્દિક પટેલની સભામાં અત્યાર સુધીની ચૂંટણી રેલીની સૌથી વધુ મેદની ઉમટી હતી. સુરતમાં કામરેજ, કતારગામ, વરાછા રોડ અને કરંજ બેઠક પર પાટીદારો જેને મત આપે તે જ જીતે તેવી સ્થિતિ છે.
   આ સંજોગોમાં હાર્દિક તરફી મતદારો જો વિરૂદ્ઘમાં મત આપે તો સુરત શહેરમાં ભાજપના સૂપડા સાફ થઇ જાય તેવી હાલત હોવાથી ભાજપના મતોના જાદુગર કહેવાતા નરેન્દ્ર મોદીએ પોતે છેલ્લી ઘડીએ મોરચો સંભાળ્યો હતો. તેમની સભામાં પણ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને માહોલ ઉભો થતા ભાજપના ઉમેદવારોને હાશની લાગણી થઇ હતી. હજુ ૯મીએ મતદાન છે તે પહેલા પણ પાટીદારોને રિઝવવા માટે છેલ્લી ઘડી સુધી ભાજપ-કોંગ્રેસ દ્વારા કોઇ કસર છોડવામાં નહીં આવે.
Source :- http://www.akilanews.com/08122017/main-news/1512707030-119350

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application













Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment