Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની 12 બેઠકો ઉપર 17 ડીસેમ્બરે થશે પુનઃ મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે, 182 બેઠકો પૈકી 12 બેઠકો ઉપર ફરી મતદાન થનારું છે. આગામી 17 ડિસેમ્બરે રવિવારે થનારું છે.
12 બેઠકોની વાત કરીએ તો વડગામના છનીયાણાબુથ પર અને વિરમગામના 27 નંબરના બુથ ઉપર ફરી મતદાન થશે. આ ઉપરાંત દસક્રોઇના નવા નરોડા બુથ પર, સાવલીના નહરા અને સાકરડામાં પણ ફરી મતદાન થનારું છે. જ્યારે વિસનગરના રાલિસણામાં, બહુચરાજીના પુલદરા અને કટોસણમાં પણ ફરી મતદાન થશે. મોડાસાના જામઠામાં પણ ફરીથી મતદાન થશે
અમદાવાદની બેઠકોની વાત કરીએ તો વેજલપુર 58 અને વસ્ત્રાલના 55 નંબર બુથ ઉપર મતદાન થનારું છે. આ ઉપરાંત અમદાવાદના ખાડિયામાં પણ ફરી મતદાન થશે. સાવલીના પિલોળમાં અને સંખેડાનું ગોજપુર સોનગીરીમાં ફેર મતદાન થશે.
રાજ્યમાં 12 બેઠકો માટે પુનઃ મતદાન કરાવવામાં આવશે. જે બેઠકો પર પુનઃ મતદાન થવાનું છે ત્યાં 17મી ડિસેમ્બરે પુનઃ મતદાન કરાવવામાં આવશે. જાણો કઈ કઈ બેઠકો પર થશે પુનઃ મતદાન અહિં.
+
વડગામના છનીયાણા બુથ પર થશે ફરી મતદાન
વિરમગામના 27નંબર બુથ પર થશે મતદાન
દસક્રોઇના નવા નરોડા બુથ પર થશે મતદાન
સાવલીના નહરા અને સાકરડામાં થશે મતદાન
વિસનગરના રાલિસણામાં પણ ફરી મતદાન
બહુચરાજીના પુલદરા અને કટોસણમાં થશે મતદાન
મોડાસાના જામઠામાં થશે પૂન: મતદાન
અમદાવાદના વેજલપુર 58 અને વસ્ત્રાલના 55 નંબર બુથ પર થશે મતદાન
ખાડીયામાં પણ થશે પૂન: મતદાન
સાવલીના પિલોળમાં પણ થશે ફરી મતદાન
સંખેડાનું ગોજપુર સોનગીરમાં પણ ફેર મતદાન

Source :- http://sandesh.com/re-voting-will-take-place-on-17th-of-december-for-the-12-seat-of-state-assembly-elections/, http://sandesh.com/re-poll-in-12-constituency-in-state-know-which-are-the-seats/,
ગુજરાતમાં સરેરાશ ૬૮.૪૧% મતદાન : ૧.૩૭ કરોડ મતદારોએ મતદાન કર્યું નહીં
- પ્રથમ તબક્કામાં ૬૬.૭૫%, બીજા તબક્કામાં ૬૯.૯૯% મતદાન નોંધાયું
- બંને તબક્કામાંથી નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫%, દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછું ૫૯.૩૯% મતદાન મતદાનનું આખરી ચિત્ર : ૨૦૧૨ની સરખામણીએ મતદાનમાં ૨.૯૧%નો ઘટાડો નોંધાયો - કુલ ૪.૩૫ કરોડમાંથી ૨.૯૭ કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો : પુરુષ કરતા મહિલા મતદારોનું પ્રમાણ ૪.૪૫%ઓછું અમદાવાદ, તા. 15 ડિસેમ્બર 2017, શુક્રવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૧૭ના બંને તબક્કામાં સરેરાશ ૬૮.૪૧% મતદાન થયું છે. આમ, વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ૨.૯૧% મતદાન ઘટયું છે. આ વર્ષે ૨.૨૬ કરોડમાંથી ૧.૫૯ કરોડ પુરુષ, ૨.૦૮ કરોડમાંથી ૧.૩૭ કરોડ મહિલા, ૭૦૨માંથી ૨૯૨ 'અધર્સ' દ્વારા એમ કુલ ૪.૩૫ કરોડમાંથી ૨.૯૭ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એક રીતે એમ પણ કહી શકાય કે ૧.૩૭ કરોડ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું નહોતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બીજા ક્રમનું સૌથી વધુ મતદાન નોંધાયું છે. ૨૦૧૨ના વર્ષમાં સૌથી વધુ ૭૧.૩૨% થયું હતું. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી ગુરુવારે સંપન્ન થઇ હતી અને તે પછી જાહેર કરવામાં આવેલા પ્રાથમિક અનુમાનમાં ગુજરાતમાં ૬૭.૭૨% મતદાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, પ્રાથમિક અંદાજ કરતાં પણ મતદાનમાં વધારો નોંધાયો છે. પ્રથમ તબક્કામાં ૬૬.૭૫% જ્યારે બીજા તબક્કામાં ૬૯.૯૯% મતદાન થયું છે. બીજા તબક્કામાં બનાસકાંઠામાંથી સૌથી વધુ ૭૫.૨૫% જ્યારે દાહોદમાં સૌથી ઓછું ૬૬.૨૦% મતદાન નોંધાયું છે. બંને તબક્કામાંથી સૌથી ઓછું મતદાન અમરેલીમાં ૬૧.૨૯% જ્યારે નર્મદામાંથી સૌથી વધુ ૭૯.૧૫% મતદાન થયું હતું. આ વખતે કુલ ૧૨ જિલ્લા એવા હતા જેમાં ૭૧%થી વધુ મતદાન નોંધાયું છે. અલબત્ત, દેવભૂમિ દ્વારકા (૫૯.૩૯%), અમરેલી (૬૧.૨૯%), ભાવનગર (૬૧.૫૬% પોરબંદર (૬૧.૮૬%), કચ્છ (૬૩.૯૫%) એવા જિલ્લાઓ છે જ્યાં ૬૪ %થી ઓછું મતદાન થયું છે. બીજી તરફ બેઠક પ્રમાણે થરાદમાંથી સૌથી વધુ ૮૫.૫૩%, ડેડિયાપાડામાંથી ૮૪.૬૩%, કપરાડામાંથી ૮૩.૯૧%, વાવમાંથી ૮૦.૭૭%, પાદરામાંથી ૮૦.૩૮% મતદાન નોંધાયું છે. કુલ કેટલા મતદારો? પુરુષ મતદારો : ૨૨૬૫૩૩૬૮, મહિલા મતદારો : ૨૦૮૭૪૪૯, અધર્સ : ૭૦૨, કુલ : ૪૩૫૨૮૫૧૯. કેટલા મતદારોએ મતદાન કર્યું? પુરુષ મતદારો : ૧૫૯૭૯૮૨૦ (૭૦.૫૪%), મહિલા મતદારો : ૧૩૭૯૬૦૪૮ (૬૬.૦૯%), અધર્સ : ૨૯૨ (૪૧.૬૦%), કુલ : ૨૯૭૭૬૧૬૦ (૬૮.૪૧%). ફક્ત બે જિલ્લામાં પુરુષ કરતા મહિલાઓનું વધુ મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પુરુષ મતદારોનું પ્રમાણ ૭૦.૫૪%, મહિલા મતદારોનું પ્રમાણ ૬૬.૦૯% રહ્યું હતું. આમ, પુરુષ અને મહિલા મતદારો વચ્ચેનો તફાવત ૪.૪૫% હતો. જોકે, વલસાડ અને આદિવાસીઓની વધુ વસતિ ધરાવતા ડાંગ માત્ર બે એવા જિલ્લા હતા કે જ્યાં પુરુષ કરતાં મહિલા મતદારોનું પ્રમાણ વધુ રહ્યું છે. જેમાં ડાંગમાંથી પુરુષ મતદારો ૭૨.૦૯%, મહિલા મતદારો ૭૩.૧૮% અને વલસાડમાં પુરુષ મતદારો ૭૨.૪૪%, મહિલા મતદારો ૭૨.૯૫% હતું. દેવભૂમિ દ્વારકામાં પુરુષ અને મહિલા મતદારો વચ્ચે સૌથી વધુ ૧૧.૨૭% તફાવત રહ્યો હતો. ૨૯૨ 'અધર્સ' દ્વારા મતાધિકારનો ઉપયોગ આ વખતે ૭૦૨ મતદારોએ અધર્સ કેટેગરીમાં નોંધણી કરાવી હતી અને જેમાંથી ૨૯૨ એટલે ૪૧.૬૦%એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં વડોદરામાંથી ૮૮માંથી ૫૪. આણંદમાંથી ૫૪માંથી ૩૪, ખેડામાં ૫૮માંથી ૩૨, અમદાવાદમાં ૧૦૨માંથી ૩૦ એમ સૌથી વધુ દ્વારા અધર્સ કેટેગરીમાં મતદાન કરવામાં આવ્યું હતું. બોટાદમાં બંને અધર્સે મતદાન કરતાં તેમનું ૧૦૦% મતદાન નોંધાયું હતું.
સૌથી વધુ મતદાન : ટોપ-૧૦ જિલ્લા
જિલ્લો મતદાન નર્મદા ૭૯.૧૫% તાપી ૭૮.૫૬% બનાસકાંઠા ૭૫.૨૫% સાબરકાંઠા ૭૪.૯૭% નવસારી ૭૩.૧૯% મોરબી ૭૩.૧૯% ભરૃચ ૭૩.૦૧% ડાંગ ૭૨.૬૪% વડોદરા ૭૨.૦૮% મહેસાણા ૭૧.૬૯% બીજા તબક્કામાં કયા જિલ્લામાં કેટલું મતદાન? જિલ્લો સરેરાશ મતદાન બનાસકાંઠા ૭૫.૨૫% પાટણ ૬૮.૮૨% મહેસાણા ૭૧.૬૯% સાબરકાંઠા ૭૪.૯૭% અરવલ્લી ૬૯.૧૯% ગાંધીનગર ૭૧.૩૭% અમદાવાદ ૬૬.૨૮% આણંદ ૭૧.૫૦% ખેડા ૭૧.૪૨% મહિસાગર ૬૫.૪૫% પંચમહાલ ૭૦.૧૩% દાહોદ ૬૬.૨૦% વડોદરા ૭૨.૦૮% છોટા ઉદેપુર ૬૯.૩૮% સરેરાશ ૬૯.૯૯% ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કામાં ક્યાં કેટલું મતદાન? જિલ્લો : બનાસકાંઠા તાલુકો ૨૦૧૭ ૨૦૧૨ વાવ ૮૦.૭૭% ૭૭.૦૧% થરાદ ૮૫.૫૩% ૮૪.૯૬% ધાનેરા ૭૫.૩૫% ૭૬.૪૪% દાંતા (એસટી) ૭૩.૭૨% ૭૪.૨૪% વડગામ (એસસી) ૭૧.૨૩% ૭૧.૩૪% પાલનપુર ૬૮.૯૯% ૭૦.૧૭% ડીસા ૭૧.૦૯% ૬૯.૭૦% દિયોદર ૭૬.૭૯% ૮૧.૬૫% કાંકરેજ ૭૫.૫૨% ૭૧.૨૯% સરેરાશ ૭૫.૨૫% ૭૪.૯૦% જિલ્લો : પાટણ તાલુકો ૨૦૧૭ ૨૦૧૨ રાધનપુર ૬૮.૧૭% ૬૮.૧૮% ચાણસ્મા ૬૮.૦૧% ૬૯.૩૫% પાટણ ૬૮.૮૪% ૬૯.૯૪% સિદ્ધપુર ૭૦.૪૨% ૭૬.૯૫% સરેરાશ ૬૮.૮૨% જિલ્લો : મહેસાણા તાલુકો ૨૦૧૨ ૨૦૧૭ ખેરાળુ ૭૧.૩૬% ૭૦.૬૧% ઉંઝા ૭૧.૧૩% ૬૯.૩૨% વિસનગર ૭૩.૬૯% ૭૩.૮૮% બેચરાજી ૭૦.૦૮% ૭૪.૬૯% કડી (એસસી) ૭૪.૨૦% ૭૭.૦૪% મહેસાણા ૬૯.૯૯% ૭૪.૨૩% વિજાપુર ૭૧.૩૪% ૭૪.૮૨% સરેરાશ ૭૧.૬૯% ૭૩.૬૫% જિલ્લો : સાબરકાંઠા હિંમતનગર ૭૫.૯૪% ૭૮.૭૬% ઈડર (એસસી) ૭૪.૭૪% ૭૭.૯૯% ખેડબ્રહ્મા (એસટી) ૭૫.૪૮% ૭૫.૧૫% પ્રાંતિજ ૭૩.૭૦% ૭૪.૦૮% સરેરાશ ૭૪.૯૭% ૭૪.૯૬% જિલ્લો : અરવલ્લી ભિલોડા (એસટી) ૬૭.૯૨% ૭૨.૪૧% મોડાસા ૭૦.૦૬% ૭૫.૧૧% બાયડ ૬૯.૮૨% ૭૫.૭૮% સરેરાશ ૬૯.૧૯% ૭૫.૬૦% જિલ્લો : ગાંધીનગર તાલુકો ૨૦૧૭ ૨૦૧૨ દહેગામ ૭૨.૧૭% ૭૩.૧૫% ગાંધીનગર (દક્ષિણ) ૬૯.૯૧% ૭૨.૬૨% ગાંધીનગર (ઉત્તર) ૬૭.૩૬% ૭૧.૧૩% માણસા ૭૫.૬૭% ૮૦.૦૫% કલોલ ૭૨.૭૩% ૭૫.૮૭% સરેરાશ ૭૧.૩૭% ૭૪.૪૫% જિલ્લો : આણંદ તાલુકો ૨૦૧૭ ૨૦૧૨ ખંભાત ૬૯.૧૩% ૭૩.૦૭% બોરસદ ૬૯.૪૦% ૭૨.૬૮% અંકાલાવ ૭૫.૬૮% ૭૮.૨૭% ઉમરેઠ ૭૧.૨૪% ૭૪.૦૫% આણંદ ૬૮.૦૧% ૭૩.૪૩% પેટલાદ ૭૩.૯૯% ૭૬.૩૭% સોજીત્રા ૭૪.૮૧% ૭૭.૬૨% સરેરાશ ૭૧.૫૦% ૭૪.૯૨% જિલ્લો : ખેડા તાલુકો ૨૦૧૭ ૨૦૧૨ માતર ૭૪.૬૧% ૭૫.૨૦% નડિયાદ ૬૬.૬૦% ૬૬.૯૭% મહેમદાવાદ ૭૫.૨૮% ૭૪.૬૬% મહુધા ૬૯.૨૧% ૬૯.૬૩% ઠાસરા ૭૦.૩૬% ૭૧.૪૨% કપડવંજ ૭૨.૭૪% ૭૪.૩૧% સરેરાશ ૭૧.૪૨% ૭૨.૦૩% જિલ્લો : મહિસાગર બાલાસિનોર ૬૫.૧૨% ૭૩.૨૧% લુણાવાડા ૬૫.૮૧% ૬૭.૧૦% સંતરામપુર (એસટી) ૬૫.૪૦% ૭૪.૧૫% સરેરાશ ૬૫.૪૫% ૭૧.૪૮% જિલ્લો : પંચમહાલ શેહરા ૭૧.૩૮% ૭૪.૧૫% મોરવા હડફ(એસટી) ૬૨.૧૬% ૬૯.૦૦% ગોધરા ૬૯.૯૧% ૭૧.૩૯% કાલોલ ૭૧.૮૩% ૭૩.૪૭% હાલોલ ૭૩.૬૬% ૭૬.૩૮% સરેરાશ ૭૦.૦૬% ૭૧.૫૩% જિલ્લો : દાહોદ તાલુકો ૨૦૧૭ ૨૦૧૨ ફતેપુરા (એસટી) ૬૦.૯૧% ૬૫.૮૬% જાલોદ (એસટી) ૬૭.૨૨% ૬૬.૮૯% લિમખેડા (એસટી) ૭૩.૭૬% ૭૯.૨૯% દાહોદ (એસટી) ૬૪.૫૬% ૬૪.૨૦% ગરબાડા (એસટી) ૫૩.૯૬% ૫૭.૪૦% દેવગઢબારિયા ૭૮.૪૧% ૭૯.૬૩% સરેરાશ ૬૬.૨૦% ૬૮.૫૪% જિલ્લો : વડોદરા સાવલી ૭૭.૧૬% ૭૬.૭૨% વાઘોડિયા ૭૬.૭૬% ૭૭.૦૬% ડભોઇ ૭૯.૨૦% ૭૭.૦૮% વડોદરા શહેર (SC) ૬૭.૬૩% ૬૮.૭૭% સયાજીગંજ ૬૭.૩૫% ૬૮.૪૯% અકોટા ૬૬.૯૨% ૬૮.૦૫% રાવપુરા ૬૬.૨૭% ૬૭.૮૫% માંજલપુર ૬૮.૦૮% ૬૮.૭૨% પાદરા ૮૦.૩૮% ૭૯.૭૭% કરજણ ૭૬.૯૯% ૭૮.૩૬% સરેરાશ ૭૨.૬૭% ૭૩.૦૮% જિલ્લો : છોટા ઉદેપુર તાલુકો ૨૦૧૭ ૨૦૧૨ છોટા ઉદેપુર (એસટી) ૬૭.૦૩% ૬૬.૬૦% જેતપુર (એસટી) ૬૮.૭૮% ૭૧.૯૭% સંખેડા (એસટી) ૭૨.૨૧% ૭૩.૧૯% સરેરાશ ૬૯.૩૮% ૬૯.૩૪
Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/average-68-41-voting-in-gujarat-1-37-crore-voters-did-not-vote
PICS: ભારતમાં ઈ-કચરો, આરોગ્ય માટે બન્યો છે ખતરો
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ ભારતમાં સુરક્ષાના યોગ્ય પગલાં લીધા વિના જ ઈ-કચરાના રીસાઈકલિંગને કારણે આરોગ્ય અને પર્યાવરણ પર પડતી ગંભીર અસર અંગે ચેતવણીનો સૂર વ્યક્ત કર્યો છે. આ ઉદ્યોગમાં રોકાયેલા 10 લાખ કરતાં વધારે લોકોમાં સાક્ષરતાનું પ્રમાણે એકદમ નીચું છે. આથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા જોખમથી તેઓ અજાણ છે.
ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર 2017 શીર્ષક સાથેના અહેવાલમા જણાવ્યા પ્રમાણે ભારતનો ઈલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ પ્રગતિ સાધતો ઉદ્યોગ છે અને દેશમાં ઈ-કચરાનું સર્જન કરવામાં તેનું યોગદાન સૌથી વધારે છે. ભારતમાં 2016માં બે મેટ્રિક ટન ઈ-કચરો ઉત્પન્ન થયો છે. બીજા શબ્દોમાં વ્યક્તિ દીઠ 1.5 કિલો ઈ-કચરાનું સર્જન થયું છે.
અહેવાલ પ્રમાણે ભારતમાં ઈ-કચરામાં વધારો થઈ રહ્યો છે અને ખુબ જ ઓછી માત્રામાં તેનું રીસાઈકલિંગ કરાય છે. ચીનમાં સૌથી વધારે 7.2 ટકા મેટ્રિક ટન ઈ-કચરાનું સર્જન થયું હતું. જ્યારે વિશ્વમાં 2016માં ઉત્પન્ન થયેલા 4.47 કરોડ ટન ઈ-કચરા પૈકી ફક્ત 20 ટકાનું યોગ્ય રીતે રીસાઈકલિંગ થયું છે.
અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે સસ્તા મોબાઈલ ફોન અને અન્ય ઉપકરણોને લીધે આ સમસ્યા વધુ ગંભીર બની છે. આ સાથે ઈ-કચરામાં હજુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અહેવાલમાં આ સાથે જ ઈ-કચરાની સમસ્યા હળવી કરવા તેમજ રિસાઈકલિંગની પ્રક્રિયા વિકસિત કરવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે
Source :- http://sandesh.com/un-report-on-e-waste-in-india/
ગરીબ સવર્ણોને પણ મળે અનામતનો લાભ
મદ્રાસ હાઈકોર્ટે કર્યુ સૂચન... ગરીબ આખરે ગરીબ હોય છે પછી ભલે તે સવર્ણ જ્ઞાતિનો હોય કે પછાતવર્ગનો હોયઃ આવા જરૂરીયાતમંદ લોકોને આર્થિક જ નહિ શૈક્ષણિક અને રોજગારમાં પણ અનામતના લાભ મળવા જોઈએઃ મદ્રાસ હાઈકોર્ટે તામીલનાડુ સરકારને આ સૂચન આપતા સવર્ણ વર્ગના આર્થિક દ્રષ્ટિથી પછાત લોકોને આર્થિક આધાર પર અનામતની સંભાવના શોધવાના નિર્દેશો આપ્યા
ચેન્નઈ, તા. ૧૬ :. મદ્રાસ હાઈકોર્ટે કહ્યુ છે કે, ગરીબ, ગરીબ જ હોય છે પછી ભલે તે સવર્ણ જ્ઞાતિ હોય કે પછી પછાત જ્ઞાતિનો. આવા જરૂરીયાતમંદ લોકોને ફકત આર્થિક જ નહિ પરંતુ શૈક્ષણિક અને રોજગારમાં પણ અનામતનો લાભ મળવો જોઈએ.
મદ્રાસ હાઈકોર્ટે તામીલનાડુ સરકારને આ સૂચન આપતા સવર્ણ વર્ગના આર્થિક દ્રષ્ટિથી પછાત લોકોને આર્થિક આધાર પર અનામત આપવાની સંભાવના શોધવાના નિર્દેશો આપ્યા છે. ન્યાયધીશ એન. કૃપાકરણે મેડીકલ કોલેજમાં બેઠકોના વર્ગ બદલવા સંબંધી એક અરજી પર આ સૂચન કર્યુ છે. અરજી પર સુનાવણી દરમિયાન ન્યાયાધીશ કૃપાકરણે કહ્યુ હતુ કે, સવર્ણ ગરીબોની અવગણના થતી હોય છે. કોઈપણ તેના માટે અવાજ નથી ઉઠાવતું, કારણ કે સામાજિક ન્યાયના નામ પર તેઓને વિરોધનો ભય રહેતો હોય છે. તેઓએ કહ્યુ હતુ કે સામાજિક ન્યાય સમાજના દરેક વર્ગ માટે હોવો જોઈએ. એ જરૂરી છે કે, હાસીયા ઉપર ધકેલાઈ ગયેલા બધા સમુદાયોને અનામતનો લાભ મળવો જોઈએ. પછાતોની વિરૂદ્ધ નહિ પરંતુ ગરીબ સંવર્ણોને પણ અનામતના લાભ મળવા જોઈએ.
ન્યાયધિશ કૃપાકરણે પોતાના ફેંસલામાં કહ્યુ છે કે, સવર્ણ સમુદાયના ગરીબોને અનામતનો વિચાર એ લોકોની વિરૂદ્ધ સમજવો ન જોઈએ જેમને અત્યારે આ લાભ મળે છે. કોર્ટ જાણે છે કે, બધા સમુદાયોમાં ગરીબો હોય છે અને તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ થવો જોઈએ.
હાઈકોર્ટે કહ્યુ છે કે, ૨૨ રાજકીય કોલેજોમાં ૨૨૫૧ મેડીકલ બેઠકો છે. જેમાં ૩૧ ટકા સામાન્ય વર્ગ માટે, ૨૬ ટકા પછાત વર્ગ માટે, ૪ ટકા મુસ્લિમ પછાત માટે, ૨૦ ટકા લઘુમતી માટે, ૧૮ ટકા અનુ.જાતિ અને ૧ ટકા અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. સામાન્ય શ્રેણીની ૮૨૨ બેઠકોમાં વધારાના અનામતના વર્ગના વિદ્યાર્થી પણ વરીયતા યાદીના હિસાબથી દાવેદાર હોય છે. એવામાં સામાન્ય વર્ગને મળેલ બેઠકોની સંખ્યા ૭.૩૧ ટકા એટલે કે ૧૯૪ બેઠકો સુધી જ રહી જાય છે.
સરકારને આપેલા નિર્દેશ, પૂછયા સવાલો
- સામાન્ય વર્ગ, પછાતવર્ગ, અન્ય પછાતવર્ગ, લઘુમતી, અનુજાતિ, જનજાતિમાં કયા-કયા વર્ગ છે? તેની વિગતો આપવામાં આવે.
- રાજ્યમાં તમામ સમુદાયોની વસ્તી જણાવવામાં આવે.
- શું તેઓને અનામતનો લાભ મળ્યા બાદ તેમના શૈક્ષણિક અને સામાજિક સ્તરમાં સુધારો થયો છે?
- શું સરકારે ૧૯૫૦ બાદ એવો કોઈ સર્વે કરાવ્યો છે? જેનાથી એ પુષ્ટી થઈ શકે કે અનામતનો લાભ આ સમુદાયોને મળ્યો છે?
- શું સામાન્ય વર્ગને આર્થિક પછાતપણાના આધાર અનામત આપવાની સંભાવના છે ?
- શું સરકાર વાકેફ છે કે ખોટી રીતે જ્ઞાતિના પ્રમાણપત્રો મેળવવામાં આવી રહ્યા છે ?
- જો આવુ હોય તો આવા નકલી પ્રમાણપત્રોને રોકવા માટે કયા કડક પગલા લીધેલા છે ?
શું હતો મામલો ?
૧૪ સવર્ણ છાત્રોએ સરકારી મેડીકલ કોલેજોમાં અન્ય વર્ગની મેડીકલ સીટોનો કવોટા બદલી પછાત વર્ગ કરવાના નિર્ણયને ગેરકાનૂની ઠેરવવાના મામલામાં અરજી દાખલ કરી હતી. અરજીમાં સરકારના ફેંસલાને બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન ગણાવ્યુ હતુ. અરજીમાં અન્ય વર્ગ માટે ફાળવવામાં આવેલ બેઠકો પર ફરીથી કાઉન્સીલીંગની માંગણી થઈ હતી.(૧-
(11:07 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/16-12-2017/119899
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment